________________
શ્રી વિજયલક્ષ્મીસૂરિ વિરચિત શ્રી પરસાદ સાકાર
ભાગ-૧ (૨dલ ) વ્યાખ્યાન ૧
મંગળાચરણ स्वस्तिश्रीदो नाभिभूविश्वबन्धु-र्गीर्वाणार्यो वस्तुतस्तत्त्वसिन्धुः । भास्वद्दीप्त्यानिर्जितादित्यचन्द्रः सत्त्वानव्यादादिमोऽयं जिनेन्द्रः॥१॥
ભાવાર્થ-જે નાભિરાજાના પુત્ર કલ્યાણ અને લક્ષ્મીને આપનારા છે, સમગ્ર વિશ્વને બન્યુ સમાન છે, પરમાર્થથી તત્ત્વજ્ઞાનના સાગર સમાન છે, જેની દેવતાઓ પ્રાર્થના કરે છે, અને જેણે પોતાની દેદીપ્યમાન કાન્તિથી સૂર્યચંદ્રને જીતેલા છે એવા આ પ્રથમ જિનેન્દ્ર (ઋષભસ્વામી) સકલ જીવોનું રક્ષણ કરો.”
श्रीभूपनाभिजनपान्वयपुष्करत्वे, चिद्रूपदीधितिगणै रविरेवयोऽभूत् । स्वीयौजसा शमितमोहतमःसमूहो, कल्याणवर्णविभुरस्तुविभूतये सः॥२॥
ભાવાર્થ-“પૃથ્વીનું પાલન કરનાર શ્રીમાનું નાભિરાજાના વંશરૂપી આકાશમાં જે પ્રભુ) સમ્યમ્ જ્ઞાન રૂપી કિરણોના સમૂહવડે સૂર્ય સમાન થયા, અને જેમણે પોતાના તેજથી મોહરૂપી અંધકારના સમૂહનો નાશ કર્યો તે સુવર્ણ સમાન કાત્તિવાળા પ્રભુ અમારી સંપત્તિની વૃદ્ધિ માટે થાઓ.”
મોક્ષલક્ષ્મીના અદ્વિતીય હેતુરૂપ, ત્રણલોકની લક્ષ્મીના સદ્વિતીય હેતુરૂપ, આત્મસ્વરૂપને પ્રકટ કરનાર અને ગંભીરતારૂપ લક્ષ્મીને ઉત્પન્ન કરવામાં સાગર સમાન એવા શ્રી વિશ્વસેન રાજાના પુત્ર શ્રી શાંતિનાથ સ્વામીનો હું આશ્રય કરું છું.
મોહરૂપી અસુરનો નાશ કરવામાં નારાયણ (વિષ્ણુ) જેવા અને કામદેવનો નાશ કરવામાં મહાદેવ (શંકર) જેવા તથા મનને જીતનારા તેમજ પાણિગ્રહણ કરવાના મિષે કરીને તિર્યંચો પર દયા કરવાને માટે જ રથમાં બેઠેલા એવા શ્રી નેમિનાથ પ્રભુ અમોને સુખ આપનાર થાઓ.
શંખને ઘારણ કરનાર (શંખેશ્વર) કૃષ્ણ જેની પ્રાર્થના કરી છે, તથા જે નાથના પણ નાથ છે એવા હે વાયારાણીના પુત્ર શંખેશ્વર પાર્શ્વનાથ સ્વામી! તમે જયવંત વર્તો. એ પ્રમાણે જિનેશ્વર થકી ત્રિપદીરૂપ વર્ણને પામેલા એવા ગણઘરોએ જેમની સ્તુતિ કરી છે એવા તથા જે પાર્શ્વનાથ સ્વામીના ઉપનામની સંખ્યા અંતરિક્ષ, નવપલ્લવ વગેરે નામોવડે જિનતનુ લક્ષણના પ્રમાણ જેટલી એટલે એક હજાર ને આઠની કરેલી જગપ્રસિદ્ધ છે તે સુખદાયી સંખ્યાની હું હર્ષપૂર્વક સ્તુતિ કરું છું.
જે સિદ્ધાર્થરાજાના પુત્ર અનંતજ્ઞાનરૂપી કલ્પવૃક્ષના નંદનવન સમાન છે, સંસારના તાપને નાશ કરવામાં બાવનાચંદન જેવા છે, જેમણે અનિંદિત વચનવડે વિશ્વને વિકસિત કર્યું છે, અને જેમણે
૧ બીજા હેતુ સાથે પ્રબળ આલંબનરૂપ (ભાગ ૧-૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org