________________
૧૨૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[તંભ 3 સ્વાભાવિક જ છે. તારી નિર્મળતા વિષે વઘારે શું કહીએ? પણ તારા સંગથી બીજા લોકો પણ નિર્મળ-પવિત્ર થાય છે. વળી તું પ્રાણીઓના જીવિતવ્યનો આધાર છે, તો તેથી વધારે તારી શી સ્તુતિ અમારે કરવી? પરંતુ હે જળ! જો તું જ નીચ માર્ગે જઈશ, તો પછી તને રોકવાને કોણ સમર્થ છે?”
लजिज्जइ जेण जणे, मइलिज्जइ निअकुलक्कमो जेण ।
कंठट्ठिए वि जीए, तं न कुलीणेहिं कायव्वं ॥२॥ ભાવાર્થ-“જે અકાર્ય કરવાથી લોકમાં લm પમાય છે, અને જે અકાર્ય કરવાથી પોતાના કુળનો ક્રમ મલિન થાય છે, તેવું અકાર્ય કુલીન માણસોએ કંઠે પ્રાણ આવે (મરવાની તૈયારી થાય) તો પણ કરવું નહીં.” વગેરે
પ્રાતઃકાળે રાજા તે પ્રાસાદ જોવા માટે ગયો. ત્યાં તેણે તે શ્લોકો જોયા, વાંચ્યા અને પછી વિચાર કરવા લાગ્યો કે-“મારા મિત્ર વિના મને આવો બોઘ કોણ આપે? અરે! હું કેવું અકાર્ય કરવા તૈયાર થયો? ધિક્કાર છે મારા જીવિતવ્યને! હવે હું ગુરુને શી રીતે મારું મુખ બતાવું? માટે હવે તો મારા આ કલંકિત જન્મને જ ચિક્કાર છે.” ઇત્યાદિ ઘણી રીતે પશ્ચાત્તાપ કરીને રાજાએ અગ્નિમાં પ્રવેશ કરવાનો નિશ્ચય કર્યો. પ્રઘાનાદિએ તે વાત સૂરિને કરી. ત્યારે ગુરુમહારાજ રાજા પાસે આવી બોલ્યા કે, “હે રાજનું! આમ આત્મહત્યા કરવાથી શું ફળ મળવાનું છે? મનથી બાંધેલું કર્મ મનથી જ નાશ પામે છે; અથવા આ વિષે તું સ્માર્ત ઘર્મવાળા બ્રાહ્મણોને પૂછી જો; કેમકે
સ્મૃતિઓમાં પણ પાપનું પ્રાયશ્ચિત્ત આપેલું છે.” તે સાંભળીને રાજાએ બ્રાહ્મણોને બોલાવીને તેનું પ્રાયશ્ચિત્ત પૂછ્યું. ત્યારે તેઓ બોલ્યા કે
आयःपुत्तलिकां वह्निध्मातां तद्वर्णरूपिणीम् ।
आश्लिष्यन्मुच्यते सद्यः, पापाच्चांडालीसंभवात् ॥४॥ ભાવાર્થ-“લોઢાની પૂતળીને અગ્નિમાં તપાવી અગ્નિ વર્ણ જેવી લાલ કરીને, તેને આલિંગન કરે, તો ચંડાલીના સ્પર્શથી ઉત્પન્ન થયેલા પાપથી માણસ તત્કાલ મુક્ત થાય છે.”
તે સાંભળીને રાજા તેમ કરવા તૈયાર થયો. ત્યારે ગુરુએ તેને કહ્યું કે, “હે રાજ! તેં તો સંકલ્પ માત્રથી પાપ કર્યું છે, કાંઈ તેનો સંગમ કર્યો નથી, તે પશ્ચાત્તાપ કરવાથી જ મુક્ત થયું છે. તો હવે પતંગીઆની જેમ ફોગટ મૃત્યુ કરવાથી શું ફળ છે? હવે તું ચિરકાળ સુધી જૈનઘર્મનું આચરણ કર કે જેથી આત્માનું કલ્યાણ થાય.” તે સાંભળીને ગુરુનું વચન માન્ય કરી રાજા પોતાને ઘેર આવ્યો.
એકદા રાજાએ ગુરુને પૂછ્યું કે, “હે ગુરુ! હું પૂર્વ ભવે કોણ હતો?” ત્યારે ગુરુએ કહ્યું કે-“આ પ્રશ્નનો જવાબ હું કાલે આપીશ” એમ કહીને ગુરુ ઉપાશ્રયે આવ્યા. રાત્રે સરસ્વતી દેવીને પૂછીને ગુરુએ રાજાનો પૂર્વભવ જાણી લીઘો. પછી પ્રાતઃકાળે સભામાં ગયા ત્યારે ગુરુએ રાજાને તેનો પૂર્વભવ આ પ્રમાણે કહ્યો કે, “હે રાજા! પૂર્વભવે તું તાપસ હતો. તે કાલિંજર નામના ગિરિના તટ ઉપર શાલ વૃક્ષની નીચે રહીને એકાંતર ઉપવાસ કરવાવડે દોઢસો વર્ષ સુધી ઉગ્ર તપસ્યા કરી હતી. ત્યાંથી આયુષ્યનો ક્ષય થયે, મૃત્યુ પામીને તું રાજા થયો છે. આ વાતની પ્રતીતિ કરવી હોય તો તે વૃક્ષની નીચે હજુ સુધી તારી જટા પડેલી છે.” તે સાંભળીને રાજાએ પોતાના સેવકને મોકલી તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org