________________
વ્યાખ્યાન ૪૯] સમકિતનો બીજો આગાર-ગણાભિયોગ
૧૬૭ જોઈ રાજાએ મંત્રીને પૂછ્યું કે, “આ દરવાજો વારંવાર કેમ પડી જાય છે?” મંત્રીએ કહ્યું, “હે દેવ! જો આપ પોતાના હાથથી એક પુરુષને હણીને તેનું બલિદાન આપો તો આ દરવાજાની અધ્યક્ષ યક્ષદેવ પ્રસન્ન થાય; બીજી રીતે પૂજા, નૈવેદ્ય કે બલિદાનથી તે સંતુષ્ટ થાય તેમ નથી.” આ પ્રમાણે ચાર્વાક મતવાળા મંત્રીનું વચન સાંભળીને રાજા બોલ્યો-“જે નગરમાં જવા માટે જીવવઘ કરવો પડે તે નગરમાં જવાનું મારે શું પ્રયોજન છે? કેમકે જે અલંકાર પહેરવાથી કાન તૂટી જાય, તે અલંકાર શા માટે પહેરવા? રાજનીતિમાં પણ આ પ્રમાણે કહ્યું છે
न कर्तव्या स्वयं हिंसा, प्रवृत्तां च निवारयेत् ।
जीवितं बलमारोग्यं, शश्वद्वाञ्छन्महीपतिः॥१॥ ભાવાર્થ-જીવિતને, બળ અને આરોગ્યતાને નિરંતર ઇચ્છતા રાજાએ પોતે હિંસા કરવી નહીં અને થતી હિંસાનું પણ નિવારણ કરવું.”
રાજાનો આવો નિશ્ચય જાણીને મંત્રીએ સમગ્ર પરિજનોને બોલાવીને કહ્યું કે, “હે લોકો! સાંભળો. જો રાજા એક મનુષ્યનો વઘ કરી બલિદાન આપે, તો આ દરવાજો સ્થિર થાય તેમ છે. તે વાત મેં રાજાને જાહેર કરી, ત્યારે તેણે મને જવાબ આપ્યો કે, હું જીવહિંસા કરીશ નહીં, કરાવીશ નહીં, અને તેમ કરવા અનુમોદન પણ આપીશ નહીં.' તો હવે તમારા સૌના વિચારમાં જેમ આવે તેમ કરો.” તે સાંભળીને મહાજને રાજા પાસે આવી કહ્યું કે, “હે સ્વામિન્! અમે બધું કરીશું, પણ આપે મૌન રહેવું.” રાજાએ કહ્યું, “જો પ્રજા કોઈ પણ પાપ કરે, તો તેનો છઠ્ઠો ભાગ રાજાને આવે છે. કહ્યું છે કે
यथैव पुण्यादिसुकर्मभाजां, षष्ठांशभागी नृपतिः सुवृत्तः ।
तथैव पापादिकुकर्मभाजां, षष्ठांशभागी नृपतिः कुवृत्तः॥४॥ ભાવાર્થ-જેમ પુણ્યાદિક સુકર્મ કરનારા મનુષ્યના પુણ્યનો છઠ્ઠો ભાગ રાજાને મળે છે, તેમજ પાપાદિક કુકર્મ કરનાર મનુષ્યોના પાપનો પણ છઠ્ઠો ભાગ રાજાને મળે છે.”
ફરીથી મહાજને કહ્યું કે, “હે સ્વામી! તે પાપનો ભાગ સઘળો અમારે માથે, તેમાં આપનો ભાગ નહીં.” ઇત્યાદિ કહીને મહા પ્રયત્ન રાજાની પાસે મૌન રહેવા હા પડાવી. પછી મહાજને પોતપોતાના ઘરમાંથી દ્રવ્ય કાઢીને એકઠું કરી તેનો એક સુવર્ણમય પુરુષ બનાવ્યો. તે સુવર્ણના પુરુષને એક ગાડામાં નાંખી ગામમાં ફેરવી આઘોષણા કરાવી કે, “જો કોઈ માતા પોતાના પુત્રને પોતાના હાથે વિષ ખવરાવે અને તેનો પિતા પોતાને હાથે તેનું ગળું મરડી નાંખે, તો તેને આ સુવર્ણમય પુરુષ તથા એક કરોડ સોનામહોર મળશે.”
હવે તે નગરમાં એક મહા દરિદ્રી વરદત્ત નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેને રુદ્રદત્તા નામની સ્ત્રી હતી. તે બન્ને અતિ નિર્દય હતા. તેમને સાત પુત્રો હતા. ઉપર જણાવેલી આઘોષણા સાંભળીને વરદત્તે પોતાની સ્ત્રીને કહ્યું કે, “હે પ્રિયા! નાના પુત્રને આપીને બધું દ્રવ્ય આપણે ગ્રહણ કરીએ, કેમકે ઘનનું માહામ્ય લોકોત્તર છે. કહ્યું છે કે
पूज्यते यदपूज्योऽपि, यदगम्योऽपि गम्यते । वंद्यते यदवंद्योऽपि, तत्प्रभावो धनस्य च ॥१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org