________________
વ્યાખ્યાન ૪૯] સમકિતનો બીજો આગાર-ગણાભિયોગ
૧૬૯ ભાવાર્થ-જેવા તેવા (મૂર્ખ માણસને ઉપદેશ આપવો નહીં. કેમકે જુઓ! તેવો વિચાર કર્યા વિના ઉપદેશ આપવાથી મૂર્ખ વાનરે સુઘરીને ઘર વિનાની કરી નાંખી. તે દ્રષ્ટાંત આ પ્રમાણે છે.
એક વૃક્ષ પર એક સુઘરી સુંદર માળો બનાવીને તેમાં સુખે રહેતી હતી. એકદા વર્ષાઋતુમાં ઘણી જ વૃષ્ટિ થતી હતી તેવામાં આમ તેમ ભમતો, શીતળ વાયુથી કંપતો અને દાંતને કકડાવતો એક વાનર ત્યાં આવી પહોંચ્યો. તેને તેવો દુઃખી થતો જોઈ સુઘરીએ કહ્યું કે, “હે વાનર! આવી વર્ષાઋતુમાં આમ-તેમ કેમ ભમે છે? અમારી જેમ ઘર કરીને કેમ રહેતો નથી?” તે સાંભળીને વાનર બોલ્યો,
सूचीमुखि दुराचारि, रे रे पंडितमानिनी ।
असमर्थो गृहारंभे, समर्थो गृहभंजने ॥१॥ ભાવાર્થ-સોયના સરખી તીક્ષ્ણ મુખવાળી, દુરાચારી અને પંડિતમાની (પોતાને પંડિત માનનારી) એવી હે સુઘરી! હું ઘર બનાવવાને તો અસમર્થ છું પણ ઘર ભાંગવાને તો સમર્થ છું.
એમ કહી એક ફલાંગ મારીને વાનરે તેનો માળો વીંખી નાંખી એકે એક તૃણને જુદી જુદી દિશાઓમાં ફેંકી દીઘાં. પછી તે સુઘરી બીજે સ્થાને જઈને સુખેથી રહી.”
આ પ્રમાણે વિચારી તે વૃદ્ધ હંસ મૌન ઘારીને રહ્યો. કેટલેક કાળે તે લતા વધીને ઝાડની આસપાસ વીંટાઈ ચોતરફ ફેલાઈ ગઈ, અને અનુક્રમે વૃક્ષની ટોચ સુધી પહોંચી ગઈ. એક દિવસ કોઈ પારધીએ આવી તે લતાને પકડી વૃક્ષ પર ચડી બધે પાશ (જાળ) પાથરી દીધી. રાત્રી થતાં સર્વે હંસો સૂવા માટે તે વૃક્ષ પર આવ્યા, એટલે તે સર્વે પાશમાં સપડાઈ ગયા. તેથી તેઓ પોકાર કરવા લાગ્યા. ત્યારે વૃદ્ધ હંસે કહ્યું કે, “પહેલાં મારું વચન તમે માન્યું નહીં તેથી આ મૃત્યુ પ્રાપ્ત થયું.” તેઓ બોલ્યા, “હે પિતા! લતાનો અંકુર શરણને માટે રાખ્યો હતો, કે જેથી વધીને ઘટાટોપ થતાં આપણને છાંયડો મળશે, પણ તે જ અંકુર મરણને માટે થઈ પડ્યો. હવે તમે આમાંથી જીવવાનો ઉપાય બતાવો. કહ્યું છે કે
चित्तायत्तं धातुबद्धं शरीरं, नष्टे चित्ते धातवो यान्ति नाशम् ।
तस्माच्चित्तं यत्नतो रक्षणीयं, स्वस्थे चित्ते बुद्धयः संभवन्ति ॥१॥ ભાવાર્થ-આ સપ્તધાતુથી બંઘાયેલું શરીર ચિત્તને આધીન છે, ચિત્ત નાશ પામવાથી ઘાતુઓ નાશ પામે છે; તેથી કરીને ચિત્તનું યત્નથી રક્ષણ કરવું, કેમકે ચિત્ત સ્વસ્થ હોવાથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે.'
વૃદ્ધ હંસે કહ્યું કે, “હે પુત્રો! તમે બધા પ્રાતઃકાળે મરેલાની જેવા તદ્દન સ્તબ્ધ થઈ જજો, કિંચિત્ પણ હાલશો ચાલશો નહીં, એટલે તમને મરેલા ઘારી એમ ને એમ પારઘી નીચે નાંખી દેશે. નહીં તો તમારાં ગળાં મરડીને મારી નાંખી પછી નીચે નાંખશે.” સર્વે હંસોએ વૃદ્ધના કહ્યા પ્રમાણે કબૂલ કર્યું. પ્રાત:કાળે પારથી આવીને જુએ છે તો સર્વેને મરેલાં જાણ્યા એટલે વિશ્વાસથી સર્વેને જાળમાંથી કાઢીને નીચે નાંખ્યા. બઘા હંસો નીચે નખાઈ રહ્યા ત્યારે પેલા વૃદ્ધ હંસે ઈશારો કર્યો એટલે સર્વે ઊઠી ઊઠીને પલાયન કરી ગયા અને ચિરકાળ જીવતા રહ્યા. તે વખતે વૃદ્ધ હંસે કહ્યું કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org