________________
વ્યાખ્યાન ૬૧] સમકિતનું વસ્તુસ્વરૂપ
૨૨૩ પ્રકટ છતાં પણ દેખાતા નથી, તેમજ અંઘકારથી પરાભવ પામેલો ઘડો દેખાતો નથી. તો શું તે વસ્તુ નથી? છે જ. તથા સમાન વસ્તુ સાથે મળી જવાથી તે દેખાય નહીં તે આઠમો પ્રકાર છે. જેમ કોઈના મગના ઢગલામાં એક મૂઠી આપણા મગ નાંખ્યા અથવા કોઈના તલના ઢગલામાં આપણે તલ નાંખ્યા તે આપણે જાણીએ તો પણ આપણે નાંખેલા મગ અથવા તલ દેખાતા નથી. (જુદા પડી શકતા નથી) તેમજ જળમાં નાખેલું લવણ, સાકર વગેરે જુદાં દેખી શકાતાં નથી; તો તેથી શું જળમાં લવણ કે સાકર નથી? છે જ. આ પ્રમાણે આઠ પ્રકારે છતી વસ્તુની પણ અપ્રાપ્તિ થાય છે. એ પ્રમાણે પુદ્ગલ તથા જીવ વગેરેમાં અનેક સ્વભાવો રહેલા છે, તે અનુક્રમે પ્રગટ થાય છે, પરંતુ તે સર્વ સ્વભાવોની વિપ્રકર્ષાદિક કારણોને લીધે પ્રાપ્તિ થઈ શકતી નથી એમ સર્વત્ર જાણવું.
અહીં કોઈ શંકા કરે કે “ઉપર બતાવેલા પ્રકારોમાં દેવદત્ત વગેરે દેશાંતર ગયેલા દેખાતા નથી એમ કહ્યું, તેઓ જો કે આપણને અદ્ગશ્ય છે, તોપણ તેઓ જે દેશમાં ગયા છે તે દેશના લોકોને તો તેઓ પ્રત્યક્ષ છે, તેથી તેઓની સત્તા (હોવાપણું) માનવામાં અમને વાંધો નથી. પણ જીવાદિક તો કોઈ પણ કદાપિ દેખી શકતા નથી તો તે જીવાદિક છે એમ શી રીતે માની શકાય? આનો જવાબ એ છે કે, “જેમ પરદેશ ગયેલા દેવદત્તાદિક કેટલાકને પ્રત્યક્ષ હોવાથી તેમનું હોવાપણું માની શકાય છે; તેમ જીવાદિક પદાર્થો પણ કેવળીને પ્રત્યક્ષ હોવાથી તેમનું હોવાપણું માની શકાય છે; અથવા પુદ્ગલ પરમાણુઓ નિરંતર અપ્રત્યક્ષ છે તો પણ તેના (પરમાણુના) કાર્યથી તેમની સત્તા (હોવાપણું) અનુમાનથી સિદ્ધ થાય છે તેમ જીવાદિક પણ તેના કાર્યથી અનુમાન વડે સિદ્ધ થાય છે.”
આ પ્રમાણે સિદ્ધાંતના વાક્યની યુક્તિઓથી સુબુદ્ધિ પ્રઘાને રાજાને પ્રતિબોઘ પમાડ્યો. તેથી રાજા દેશવિરતિ (બાર વ્રત) અંગીકાર કરી શ્રાવક થયો. પછી કેટલેક કાળે રાજા તથા પ્રઘાને પ્રવ્રજ્યા ગ્રહણ કરી અને અનુક્રમે મોક્ષપદને પામ્યા. કહ્યું છે કે
जियसत्तु पडिबुद्धो, सुबुद्धिवयणेण उदयनायंमि ।
तद्दोवि समणसिंहा, सिद्धा इक्कारसंगधरा ॥१॥ ભાવાર્થ-“સુબુદ્ધિમંત્રીનાં વચનવડે જળના દ્રષ્ટાંતથી જિતશત્રુ રાજા પ્રતિબોઘ પામ્યો; અને તે બન્ને શ્રમણસિંહો અગિયાર અંગને ઘારણ કરી સિદ્ધિપદને પામ્યા.”
આ ચાર સ્તંભમાં (પ્રથમ ખંડમાં) સમગ્ર બુદ્ધિના નિદાનરૂપ સમકિતને ઘણા પ્રકારે દ્રષ્ટાંતો સહિત દેખાડ્યું છે. તે સમકિત મોક્ષના સર્વ શુભ હેતુઓમાં મુખ્ય (પ્રથમ) છે; માટે પાઠકોએ (ભણનારે, ભણાવનારે, સાંભળનારે) તે સમકિતની પ્રાપ્તિ માટે સતત ઉદ્યોગ કરવો.”
|| ચતુર્થ સંભ સમાપ્ત છે
ઇતિ પ્રથમ ખંડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org