________________
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[તંભ ૨ ખાવું, તે વિના મારે ખાવું નહીં. એ નિયમ આપો.” ગુરુએ આ નિયમથી પણ તેને લાભ થવાનો સંભવ જાણીને તેને તે નિયમ આપ્યો. પછી તેને બરાબર પાળવાનું કહીને ગુરુએ અન્યત્ર વિહાર કર્યો. કમળ લોકલwથી પણ લીધેલા નિયમનું પાલન કરવા લાગ્યો.
એકદા કમળ રાજકારે ગયો હતો ત્યાં કામપ્રસંગે વઘારે રોકાવું પડવાથી મધ્યાહ્ન થઈ ગયો, જમવાનું ઘણું મોડું થયું. પછી ઘેર આવીને તે જમવા બેસે છે, તેટલામાં તેની માતાએ તેને નિયમ યાદ અપાવ્યો, એટલે તે દિવસે તેણે કુંભારની ટાલ જોઈ નહોતી; તેથી જમ્યા વિના એકદમ તેને ઘેર જઈ ખબર કાઢી, તો તે કુંભાર ગામ બહાર માટી લેવા ગયો હતો. તેથી કમળ ગામ બહાર ગયો અને દૂરથી એક ખાડામાં વાંકો રહીને માટી ખોદતા તે કુંભારના માથાની ટાલ જોઈને “જોઈ જોઈ' એમ બોલતો કમળ મૂઠી વાળીને ઘર તરફ દોડ્યો. તે વખતે તે કુંભાર માટી ખોદતાં સોનામહોરનો નિધિ પ્રાપ્ત થયો હતો. તેથી કમળના “જોઈ જોઈ એવા શબ્દો સાંભળીને “તે આ નિધિ જોઈ ગયો છે, તેથી જો તે રાજાને કહેશે તો રાજા સર્વ નિધિ લઈ જશે.” એવી શંકા થવાથી કુંભારે બૂમ મારીને કમળને કહ્યું કે, “અલ્યા કમળ! અહીં આવ, અર્ધો ભાગ તારો.” તે સાંભળતાં છતાં પણ કમળ તો “જોઈ જોઈ” એમ બોલવા લાગ્યો. છેવટે કુંભારે કહ્યું કે, “અલ્યા! આમ આવ, આ બધું તું જ લઈ જા, પણ તાણીને બોલ બોલ ન કર.” તે સાંભળીને કમળને કાંઈક શંકા થવાથી તે તેની પાસે ગયો તો નિધિ જોયો; એટલે કમળે તે લઈને તેમાંથી થોડું ઘન કુંભારને આપી રાજી કર્યો. પછી તે સર્વ ઘન ઘેર લાવીને તેણે વિચાર કર્યો કે, અહો! પૃથ્વી પર જૈનધર્મ જ શ્રેષ્ઠ છે કે જે ઘર્મના હાંસીથી રાખેલા અલ્પ નિયમ વડે પણ મને આવો મોટો લાભ મળ્યો. માટે જો દ્રઢ શ્રદ્ધાથી તે ઘર્મ પાળ્યો હોય તો કેટલો બધો લાભ થાય?” એમ વિચારીને તેણે શુદ્ધ હૃદયથી ગુરુ મહારાજને આમંત્રણ કરી શ્રાવકનાં બાર વ્રત તેમની પાસે ગ્રહણ કર્યા, અને તે વ્રતોનું આરાઘન કરીને સ્વર્ગે ગયો.
“સર્વજ્ઞ સૂરિએ નાસ્તિક એવા કમળને પણ શાસ્ત્રની યુક્તિઓથી ઘર્મમાં દ્રઢ કર્યો. આવા શ્રેષ્ઠ આચાર્યો જ ભવ્ય પુરુષોની જડતા દૂર કરવામાં સમર્થ હોય છે.”
વ્યાખ્યાન ૨૬
ઉપદેશલબ્ધિ ઉપદેશલબ્ધિવાળા મહાત્મા સામા વ્યક્તિના ભેજામાં સહેલાઈથી બોઘ ઉતારી શકે છે. ઘણું બધું જ્ઞાન હોય પણ બીજાને અસર ન કરી શકે તો જ્ઞાનને પ્રકાશ કે પડઘો પડતો નથી. જેને ઉપદેશલબ્ધિ હોય તે પોતાના કલ્યાણ સાથે બીજા ઘણાનું કલ્યાણ કરી શકે છે. તે ઉપર નંદિષણ મુનિનો પ્રબંધ અતિ પ્રસિદ્ધ છે.
ઉપદેશલબ્ધિ ઉપર નંદિષેણ મુનિનું દ્રષ્ટાંત કોઈ ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો. ઘનના ગર્વવડે કુબેરની પણ સ્પર્ધા કરે તેટલું તેની પાસે ઘન હતું. એકદા તેણે યજ્ઞનો આરંભ કર્યો, તેમાં એક લાખ બ્રાહ્મણને ભોજન કરાવવાનું હતું. તે કામમાં સહાયની જરૂર હોવાથી એક ગરીબ જૈનબ્રાહ્મણને કહ્યું કે, “તું મને આ કાર્યમાં સહાય કર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org