________________
પ્રસ્તાવના
અનંત કલ્યાણકર, અનંત સુખકર, અનંત હિતકર અને અનંત દુઃખહર એવા જિનશાસનની પ્રાપ્તિ; ચાર ગતિમાં રખડતા જીવને અનંત પુણ્યના ઉદયે થાય છે. કરોડો રૂપિયાના ખર્ચે ઝવેરી બજારમાં દુકાન મળવી એક અપેક્ષાએ સહેલી છે પરંતુ જિનશાસનની પ્રાપ્તિ અત્યંત મુશ્કેલ છે.
જે પુણ્યશાળી આત્માઓને પરમાત્માના શાસનની પ્રાપ્તિ થઈ છે તેઓને આરાધનામાં આગળ વધારવા અને પાપથી મુક્ત બનવા માટે સામાન્યતયા ઉપદેશની જરૂર રહે જ છે. ઉપદેશ વિના બાળજીવો સાધનામાં જોડાતા નથી અને વિરાધનાથી અટકતા નથી. બાળજીવોને આરાધનામાં જોડવા માટે ધર્મનું બળ શું છે...ધર્મની તાકાત શું છે તે જણાવવું પડે અને વિરાધનાથી અટકાવવા માટે વિરાધનાનું ફળ બતાવવું પડે...પુણ્યબંઘનું આકર્ષણ જીવને ધર્મમાં જોડે છે અને પાપના વિપાકની જાણકારી જીવનમાંથી પાપો ઓછા કરાવે છે અથવા પાપનો રસ ઓછો કરાવે છે.
પ્રસ્તુત શ્રી ઉપદેશપ્રાસાદ ગ્રંથ માત્ર ઉપદેશાત્મક ગ્રંથ નથી પરંતુ સ્થાને સ્થાને શાસ્ત્રીય પ્રસંગો, ઐતિહાસિક પ્રસંગો, બોધદાયક કથાઓ વગેરેનો સમાવેશ કરી ગ્રંથને બોધક અને રોચક બનાવવામાં આવ્યો છે. દરેક સાધકને તેમાંથી સાધનામાટેનું બળ મળે તેવો ગ્રંથ છે.
આ ગ્રંથમાં દ્રવ્યાનુયોગ તથા કથાનુયોગનું અદ્ભુત સંમિશ્રણ છે. પહેલા સિદ્ધાંત અને પછી તે સિદ્ધાંતને હૃદયમાં સ્થિર થવા દૃષ્ટાંતો આપેલ છે. જેમ ગોળ સાથે કડવી દવા પણ બાળક લઈ લે તેમ ગોઠવણ કરી છે. આ મૂળ ગ્રંથના કર્તા આચાર્ય શ્રી વિજય-લક્ષ્મીસૂરિ છે. તેમણે આ ગ્રંથરૂપ પ્રાસાદના ૨૪ સ્તંભો કલ્પી દરેક સ્તંભની પંદર પંદર અસ્ર (હાંશ) કલ્પી છે. એ રીતે વર્ષના દિવસપ્રમાણ ૩૬૦ વ્યાખ્યાનોરૂપ આ ગ્રંથ સંસ્કૃત ભાષામાં રચ્યો છે. પ્રસંગોપાત્ત અનેક સૂત્રો તથા ગ્રંથોમાંથી પ્રસ્તુત વિષયને દૃઢ કરતાં શ્લોકો તથા ગદ્ય અવતરણો આપી ગ્રંથને પરિપૂર્ણ અને સમૃદ્ધ કર્યો છે. પોતાના ગુરુભાઈ શ્રી પ્રેમવિજયજી મહારાજની પ્રેરણાથી તેમણે આ ગ્રંથ રચી જૈનસમાજનો ઘણો જ ઉપકાર કર્યો છે.
પ્રથમ વ્યાખ્યાનની શરૂઆત ચૈત્ર સુદિ ૧ થી કરેલી છે. ત્યાર પછીના દિવસોની ગણતરીએ બધા પર્વના વ્યાખ્યાનો આપેલા છે. દાખલા તરીકે દીપોત્સવી (આસો વદી ૩૦)નું વ્યાખ્યાન ૨૧૦મું, બેસતા વર્ષનું (કાર્તિક સુદ ૧નું) વ્યાખ્યાન ૨૧૧મું, જ્ઞાનપંચમી (કાર્તિક સુદ ૫નું) વ્યાખ્યાન ૨૧૫મું એ રીતે બધા પર્વો માટે સમજી લેવું.
આ ગ્રંથને અત્યુપયોગી જાણીને તેનું ગુજરાતી ભાષાંતર ઘણા વર્ષો પહેલા શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org