________________
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૨
ભાવાર્થ-“હે રાજા! તમે સર્વદા સર્વનું દાન કરો છો, એવી તમારી પ્રશંસા પંડિત લોકો કરે છે તે ખોટી છે. કેમકે તમારા શત્રુને તમે તમારી પીઠ આપતા નથી, અને પરસ્ત્રીને વક્ષઃસ્થળ આપતા નથી, માટે તમે સર્વનું દાન કરનાર ક્યાં થયા?’’
कीर्तिस्ते जातजाड्येव, चतुरंभोधिमज्ञ्जनात् । आतपाय धरानाथ, गता માર્તન્ડમંડનમ્ ॥ા
૧૦૬
ભાવાર્થ—“હે રાજા! તમારી કીર્તિ ચાર સમુદ્રમાં મગ્ન થવાથી તેને જાણે ટાઢ ચડી ગઈ હોય, તેમ તે આતપ (ગર્મી) લેવા માટે સૂર્યમંડળ તરફ ગઈ છે. અર્થાત્ સમુદ્રપર્યંત વિસ્તરેલી તમારી કીર્તિ સ્વર્ગ લોકમાં પણ ગવાય છે.’’
તે ચારે શ્લોકે ચારે દિશામાં ફરેલો રાજા તુષ્ટમાન થઈને બોલ્યો કે,“હે સૂરિ! આ ચારે દિશામાં ફરીને મેં મારું ચારે દિશાનું રાજ્ય તમને આપી દીધું છે, તે તમે ગ્રહણ કરો.'' સૂરિ બોલ્યા,‘“હે રાજા! અમારે નિગ્રંથને રાજ્યનું શું પ્રયોજન છે? કાંઈ જ નથી.’’ રાજાએ પૂછ્યું,‘‘ત્યારે તમારી શી ઇચ્છા છે?’ સૂરિ બોલ્યા,‘ઓંકારપુરમાં મહાદેવના પ્રાસાદથી ઊંચો ચાર દ્વારનો પ્રાસાદ કરાવીને તેમાં શ્રી પાર્શ્વનાથના બિંબને સ્થાપન કરો.'' તે સાંભળીને રાજાએ તેવી રીતે કરાવી આપ્યું.
પછી સૂરિ વિચરતા વિચરતા દક્ષિણ દેશ તરફ ગયા. ત્યાં પ્રતિષ્ઠાનપુર (પેંઠ)માં પોતાના આયુષનો અંત જાણીને અનશન ગ્રહણ કરી સ્વર્ગ નિવાસ કર્યો. સૂરિના મૃત્યુ સમાચાર ચિત્તોડગઢ પહોંચડાવા માટે ત્યાંના સંઘે એક હોંશિયાર બ્રાહ્મણને મોકલ્યો. તે બ્રાહ્મણ ચિત્તોડગઢમાં આવીને ગામમાં ટેલ નાંખતો અર્ધો શ્લોક મોટેથી બોલવા લાગ્યો.
“વાની વાળિવદ્યોત્તા, ઘોતને રક્ષિળાપથે”” ‘‘હાલમાં વાદીરૂપી પતંગિયાઓ દક્ષિણ દેશમાં પ્રકાશ કરે છે.’’
તે બે પદ સાંભળી સિદ્ધસેન દિવાકરની બહેન સરસ્વતી સૂરિના મરણનો નિશ્ચય કરી બોલી કે नूनमस्तंगतो वादि, सिद्धसेनो दिवाकरः ॥१॥
‘“અહો! નક્કી વાદી સિદ્ધસેન દિવાકર (સૂર્ય) અસ્ત પામ્યો છે, એમ આ બ્રાહ્મણના બે પદથી સિદ્ધ થાય છે.’’ કારણકે સૂર્યના અસ્ત વિના પતંગિયા એટલે આગિયા પ્રકાશ ન કરી શકે.
પછી બ્રાહ્મણે સર્વ વૃત્તાંત યથાર્થ કહી સંભળાવ્યો. તે સાંભળી સર્વ સંઘ ઘણો શોકાતુર થયો.
‘જેમ સિંહનો શબ્દ સાંભળીને મોટા હસ્તીઓ પણ પોતાનો મદ તજી દે છે, તેમ વૃદ્ધવાદી અને સિદ્ધસેન દિવાકરનો શબ્દ સાંભળીને ન્યાયશાસ્ત્રમાં પ્રવીણ વાદીઓ પણ ગર્વનો ત્યાગ કરે છે.’
Jain Education International
વ્યાખ્યાન ૩૦
સમકિતના ચોથા પ્રભાવક–નિમિત્તવેત્તા પ્રભાવક योऽष्टांगनिमित्तानि, शासनोन्नतिहेतवे । प्रोच्यते प्रयुज्यमानश्चतुर्थोऽयं प्रभावकः ॥ १॥
For Private & Personal Use Only
www.jainelibrary.org