Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown
Catalog link: https://jainqq.org/explore/004926/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈનાગમ નવનીત મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના આચાર શાસ્ત્ર [છ આગમો] મુનિશ્રી SHRI TRILOK MUNIJI Aradhana Bhawan, Chandraprabhu Apts. For male 8/10,soniabuselyar, RAJKOT-36ainebjary.org (0281) 2473288/2451360. Page #2 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત જેનાગમ નવનીત મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના આઠ ભાગોનો પરિચય ક્રિમાંક પુસ્તક નામી પુસ્તકમાં શું છે? કથાશાસ્ત્ર | ૧. જ્ઞાતા સૂત્ર ૨. ઉપાસક દશા સૂત્ર ૩. અંતગડ દશા સૂત્ર (આઠ આગમો) | ૪.અનુત્તરોપપાતિક સૂત્ર ૫. વિપાક સૂત્ર ૬. રાજપ્રશ્રીય સૂત્ર ૭. ઉપાંગનિરયાવલિકા) સૂત્ર ૮. નંદી સૂત્રની કથાઓ. ઉપદેશ શાસ્ત્ર | ૧. ઉત્તરાધ્યયન સૂત્ર ૨. આચારાંગ સૂત્ર(પ્રથમ શ્રુત સ્કંધ) (ત્રણ આગમો) ૩. સૂત્રકૃતાંગ સૂત્ર સંપૂર્ણ, ૧૨ વ્રત, ૧૪ નિયમ, મહાવ્રત સ્વરૂપ, સમિતિ ગુપ્તિ, સંજયા નિયંઠા, વંદન વ્યવહાર, પાસત્કાદિ, ઔપદેશિક સંગ્રહ. (૩) | આચાર શાસ્ત્ર | ૧.આવશ્યક સૂત્ર સહિત ૨.દશવૈકાલિક સૂત્ર ૩. આચારાંગ (છ આગમો) સૂત્ર (બીજો શ્રત સ્કંધ) ૪.ઠાણાંગ સૂત્ર ૫. સમવાયાંગ સૂત્ર ૬. પ્રશ્ન વ્યાકરણ સૂત્ર. ગૌચરનાવિધિનિયમ અને દોષ તથા વિવેક જ્ઞાન, તેત્રીસ બોલ તપસ્વરૂપ, ધ્યાન સ્વરૂપ, | (૪) | છેદ શાસ્ત્ર ૧.નિશીથ સૂત્ર ર. દશાશ્રુત સ્કંધ સૂત્ર ૩. બૃહત્કલ્પ સૂત્ર (ચાર આગમો) | ૪. વ્યવહાર સૂત્ર. છેદ સૂત્ર પરિશિષ્ટ. (૫) તત્વશાસ્ત્ર-૧ | ૧. ભગવતી સૂત્ર સંપૂર્ણ, અનેક કોષ્ટક, ગાંગેય અણગારના (ભગવતી સૂત્ર)| ભાંગાઓનું સ્પષ્ટીકરણ અને વિધિઓ. તત્વશાસ્ત્ર-૨ | ૧. જીવાભિગમ સૂત્ર ૨. પ્રજ્ઞાપના સૂત્ર, ગુણસ્થાન, કર્મગ્રંથ તત્વ શાસ્ત્ર-૩ | નંદી સૂત્ર, અનુયોગદ્વાર સૂત્ર, ઔપપાતિક સૂત્ર, જંબુદ્વીપ (પાંચ આગમો) | પ્રજ્ઞપ્તિ સૂત્ર, જ્યોતિષગણ રાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર, વૈજ્ઞાનિક વિચારણાઓ. પરિશિષ્ટ | ચર્ચા-વિચારણાઓ, ઐતિહાસિક સંવાદ અને નિબંધ | (અનુભવ અર્ક) | આવશ્યક સૂત્ર ચિંતનો. વિશેષ:- નિરયાવલિકાદિ પાંચ શાસ્ત્રને એક ગણતાં અને સૂર્ય-ચન્દ્ર પ્રજ્ઞપ્તિ બંનેને એક ગણતાં પાંચ ઓછા થાય, તેમાં નંદી અને આચારાંગ સૂત્ર બે પુસ્તકોમાં છે; તેથી ત્રણ જ ઓછા થાય આ રીતે કર-૩ = ૨૯ સંખ્યા મળી જાય છે. ૯) / Page #3 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર જૈનાગમ નવનીત 3 છે મીઠી મીઠી લાગે મહાવીરની દેશના આચાર શાસ્ત્ર (છ આગમ) (૧) આવશ્યક સૂત્ર (ર) દશવૈકાલિક સૂત્ર (૩) આચારાંગ સૂત્ર(દ્વિતીય શ્રુતસ્કંધ) (૪) ઠાણાંગ સૂત્ર (૫) સમવાયાંગ સૂત્ર (૬) પ્રશ્નવ્યાકરણ સૂત્ર ગુજરાતી ભાષાંતર : શ્રી સંજયકુમાર સંઘવી, સુરેન્દ્રનગર આગમ મનીષી શ્રી ત્રિલોકમુનિજી મ. સા. : 3 Page #4 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત S . . પ્રધાન સંપાદક : આગમ મનીષી શ્રી ત્રિલોકમુનિજી પ્રકાશક : જૈનાગમ નવનીત પ્રકાશન સમિતિ, સુરેન્દ્રનગર પ્રકાશન સહયોગી ઃ (૧) શ્રી નવલ સાહિત્ય પ્રકાશન ચેરી. ટ્રસ્ટ સુ. નગર (ર) ડૉ. ભરતભાઈ ચીમનભાઈ મહેતા – રાજકોટ. સહસંપાદક (૧) પૂ. ગુલાબબાઈ મહાસતીજીના સુશિષ્યા-કુંદનબાઈ મ.સ. (૨) પૂ. પ્રાણકુંવરબાઈ મહાસતીજીના સુશિષ્યા-શૈલાબાઈ મ.સ. (૩) શ્રી મુકુંદભાઈ ઈ. પારેખ, ગોંડલ (૪) શ્રી મણીભાઈ શાહ (૫) જયવંતભાઈ શાહ, સૂરત (૬) શ્રી ભાનુબેન. ડ્રાફટ / M.૦. લલિતચંદ્ર મણીલાલ શેઠ, ''111 1111111111 1111 11 1L E પ્રાપ્તિસ્થાનઃ પત્રસંપર્કો ! મુંબઈમાં પુસ્તકો મળશે લલિતચંદ્ર મણીલાલ શેઠ | રમણિકલાલ નાગજી દેઢિયા શંખેશ્વરનગર, રતનપર, દુર્ગા ટેક્ષટાઈલ્સ, ૧૦–ન્યુ હિંદમાતા પોસ્ટ : જોરાવરનગર – ૩૬૩૦૨માં ક્લોથ માર્કેટ, હોટેલ શાંતિદૂત નીચે, જિલ્લોઃ સુરેન્દ્રનગર(ગુજરાત) | દાદર, મુંબઈ - ૪૦૦ ૦૧૪ પ્રકાશ : ૧૯-૭-ર૦૦૪ મૂલ્ય: ૫ol પ્રત સંખ્યા : ૧૫૦૦ == ====== = = = = = == , અગ્રિમ ગ્રાહક (સંપૂર્ણ સેટ) આઠ પુસ્તકોમાં ૩ર આગમ સારાંશ - રૂા. ૪૦૦/- (એક માત્ર) સદસ્યતા- રૂા. ૧,૦૦૦/ | વિશેષ સૂચના : આઠ પુસ્તકોના અગ્રિમ બુકિંગ માટે| (૧) જૈનાગમ નવનીત પ્રકાશન સમિતિની રસીદ પ્રાપ્ત કરવી. (ર) પોતાનો ગ્રાહક નંબર પ્રાપ્ત કરવો. કોઈપણ ફરિયાદ કે સૂચના ફોનથી અને મૌખિક ન કરવી, પત્ર વ્યવહાર દ્વારા રાજકોટ સૂચના કરવાનું ખાસ ધ્યાન રાખવું. LL L LLL LLLLLL | * | ક Page #5 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર વિષય-સૂચિ પાના નં. આચાર શાસ્ત્ર વિષયસૂચિ વિષય આવશ્યક સૂત્ર - પ્રાકથન આવશ્યક સૂત્રનો સારાંશ આવશ્યક સૂત્ર મૂળપાઠ દશવૈકાલિક સૂત્ર - પ્રાક્કથન દશવૈકાલિક સૂત્રનો સારાંશ દશવૈકાલિક સૂત્ર પરિશિષ્ટ (૧ થી ૬) ૧. બ્રહ્મચર્યની જાણો શુદ્ધિ, ઉપનિયમોમાં જેની બુદ્ધિ ૨. નિયાગ પિંડ(નિત્ય ગોચરીની ચર્ચા) સંવાદ ૩. સાધુ જીવનમાં દત્તમંજન ૪. રાત્રિ ભોજન ૫. ગોચરીએ જાવાની તેમજ આહાર કરવાની વિધિ ૬. સંયમ તપના હેતુ કેવા હોય? આચારાંગ સૂત્ર (દ્વિતીય શ્રુતસ્કંધ) પરિશિષ્ટ : મહાવ્રતોની ૨૫ ભાવનાઓની તુલના ઠાણાંગ સૂત્ર પરિશિષ્ટ : ૧. કેવલી પાંચમા પદમાં, ૨. પોતાની ઝૂંપડીમાં આગ ૩. કુંભારવાળી ક્ષમાપના. સમવાયાંગ સૂત્ર પ્રશ્નવ્યાકરણ સૂત્ર પરિશિષ્ટ : વિભાગ અસત્ય ત્યાગ : કથા જૈન શ્રમણોની ગોચરી અને શ્રાવકાચાર તેત્રીસ બોલ વિસ્તાર તપ સ્વરૂપ ધ્યાન સ્વરૂપ એકતાના અભાવમાં પણ વીતરાગ ધર્મ નિપ્રાણ નથી આત્મશાંતિનો સાચો માર્ગ, ૧૨૮ ઉપર ૧૯૧ ૧૯૫ ૨0૭ ૨૧૪ ૨૨૩ ૨૪૧ ૨૪૫ Page #6 -------------------------------------------------------------------------- ________________ L મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત ) ---------------------- 'સારાંશ સાહિત્ય વિશે ગોંડલ ગચ્છ શિરોમણી 'પ. પૂ. શ્રી જયંતમુનિજી મ.સા.નું મંતવ્ય મહામનીષી ત્રિલોકઋષિજી દ્વારા “સારાંશ સાહિત્ય પ્રકાશિત થઈ | રહ્યું છે. જેમાં ક્રમશઃ બત્રીસ આગમોનું સંપાદન થયું છે. આ સાહિત્યમાં | આગમોનો સારભૂત છે, એટલું જ નહીં પરંતુ કેટલાક ક્રાંતિબીજોનું વાવેતર પણ એમાં છે. મુનિશ્રીની વિચારધારા સોળઆના જૈનાગમને અનુકૂળ હોવા છતાં રૂઢિવાદની “શલ્ય ચિકિત્સા” કરનારી છે, તે નિર્વિવાદ સત્ય છે. મુનિશ્રીનું ચિંતન અને મનન નિર્ભેળ, સ્પષ્ટ અને સંયમિત ભાષામાં! સત્યનું નિરૂપણ કરે છે. તેમને કોઈ પ્રકારનો સંપ્રદાય મોહ કે બીજા કોઈ અવરોધ માન્ય નથી. તેઓ સૌનું પોતપોતાના સ્થાને સન્માન જાળવીને પણ; પરંપરામાં જે વૈપર્યઆવ્યું છે, તેના પર “કરારો” પ્રહાર કરે છે અને ભગવાન I મહાવીર સ્વામીના એક અપ્રતિબદ્ધ સંત તરીકે મહાવીર દર્શનનું સાંગોપાંગ ! તેમજ આગમને આધારે ઉદ્ઘાટન કરે છે, જે વાંચતાં આનંદ ઉપજાવે છે. જોકે સંપ્રદાયથી બંધાયેલા અને પારંપરિક વિચારધારામાં જકડાયેલા વ્યકિત કે વ્યક્તિસમૂહને કદાચ ન ગમે, વિરોધાત્મક પણ લાગે અને મહાવીર | દર્શનથી આ સાહિત્યનિરાળું છે, વિરોધી છે, તેવું કહેવા માટે તે લોકો લલચાય પણ ખરા! જે રીતે સૂર્યોદય થતા સહજ અંધારૂ નાશ પામે છે, તે રીતે સાચી ! . સમ્યગ્ધારા પ્રકાશિત થતા અજ્ઞાનરૂપ અંધકારનો નાશ થવાનો જ છે. અત્યારે | જૈન જગતને ફરીથી જાગવાની તક મળી છે. આ સાહિત્ય દ્વારા રૂઢિવાદથી મુક્ત થવાના નામે નવા વર્ગને સ્વચ્છંદી | બનાવવાનો ઉદ્દેશ ઝલકતો નથી પરંતુ આગમ મનીષી મુનિશ્રીનું સારાંશ સાહિત્ય ભગવાન મહાવીર સ્વામીના સૈકાલિક હિતદર્શનની સાથે જોડીને રૂઢિવાદની સીમાઓથી પર થઈ વ્યાપક દર્શન કરાવે છે. 1 મંગલકામના – મહા મનીષી ત્રિલોકઋષિજી! આપનો આ પ્રયાસ સફળ થાય તેમ અમો ઈચ્છીએ છીએ. કારણ કે આપના ચિંતનની દરેક પંક્તિમાં ક્રાંતિના બીજો 1 સંચિત રહેલા છે. આગમોની સત્યતાપૂર્ણ ઋજુભરી ભાવનાઓ પર અને આગમાં I નિર્મળ પ્રરૂપણા ઉપર વિધિવાદનો જે જંગ લાગી રહેલ છે અને દુરાગ્રહના વાદળો | ! છવાઈ ગયા છે તેનું નિવારણ કરવા માટે આપનું આ સાહિત્યિક ભગીરથ પુરુષાર્થ આગમના મૌલિક બીજોને(ગૂઢ તત્ત્વોને) અવશ્ય નવપલ્લવિત કરશે. Page #7 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર : આવશ્ય સ્તાવના આવશ્યક સૂત્ર પાક્કથન : સંસાર પ્રવાહમાં પરિભ્રમણ કરતાં પ્રાણીને માનવ દેહ પ્રાપ્ત થવો અત્યંત દુર્લભ છે. આવા માનવદેહને પ્રાપ્ત કરવાનું શ્રેષ્ઠ ફળ છે– વ્રત પ્રત્યાખ્યાન ધારણ કરવા. કહ્યું પણ છે કે દર્ય સારું વ્રત ધાર ૨ | દેહનો સાર વ્રત ધારણ કરવામાં છે. વ્રત ધારણ કર્યા પછી તેનું શુદ્ધ રૂપે પાલન અને આરાધન કરવું તે પણ સાધકનું પરમ કર્તવ્ય બની જાય છે. જીવનની સામાન્ય-વિશેષ વિવિધ પરિસ્થિતિઓમાં સૂમ કે સ્થૂળ અતિચાર પણ જાણતા-અજાણતાં લાગતા રહે છે, તેની શુદ્ધિ માટે પ્રતિક્રમણ કરવું આવશ્યક બને છે. પ્રતિક્રમણ માટે અવલંબનભૂત આગમ આવશ્યક સૂત્ર છે. નામકરણ – અનુયોગ દ્વાર સૂત્રમાં શ્રાવક અને સાધુઓ બંનેને માટે ઉભય કાલ અવશ્ય કરવાનું કહેલ હોવાથી તેનું આવશ્યક સૂત્ર નામ સાર્થક છે. આગમોમાં સ્થાન :- પ્રતિક્રમણ કરવું એ સર્વ સાધુઓ અને શ્રાવકોનો મુખ્ય આચાર હોવાથી, આ આવશ્યક સૂત્રનું અંગ આગમ અને અંગબાહ્ય આગમથી અલગ જ મહત્ત્વ શાસ્ત્રોમાં નિર્દિષ્ટ છે. જ્યાં સાધુઓના શાસ્ત્ર અધ્યયનની જાણકારી આપવામાં આવેલ છે ત્યાં આ આવશ્યક સૂત્રના અધ્યયનનો નિર્દેશ અંગશાસ્ત્રોથી પણ પહેલા અલગ કરવામાં આવેલ છે. નંદીસૂત્રમાં અંગબાહ્ય. આગમોમાં આવશ્યકને પ્રથમ કહેવામાં આવેલ છે, ત્યારપછી બધાં જ અંગબાહ્ય આગમોને બે વિભાગમાં એક સાથે કહેવામાં આવેલ છે. આ રીતે આવશ્યક સૂત્રનું બધા આગમોથી એક વિશેષ અને અલગ એવું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. તેને કંઠસ્થ કરવું એ પ્રત્યેક સાધુ અને શ્રાવક માટે આવશ્યક બને છે. વિશેષતા:- દરેક જૈન આગમ કાં તો કાલિક હોય છે અથવા ઉત્કાલિક હોય છે અને તેના ઉચ્ચારણ માટે કાલ-અકાલ બંને હોય છે. તે સૂત્રનું ૩ર (૩૪) અસ્વાધ્યાયના સમયે ઉચ્ચારણ કરવામાં આવતું નથી, પરંતુ આવશ્યક સૂત્રને કાલ અકાલ હોતો નથી, મતલબ કે ગમે ત્યારે આ સૂત્રનું ઉચ્ચારણ કરી શકાય છે. ૩ર(૩૪) અસ્વાધ્યાયના સમયે તેનું ઉચ્ચારણ કરવું પણ નિષેધ મનાતું નથી, બક્કે અસ્વાધ્યાયના સમય એવા સવારના અને સાંજના સંધ્યાકાલમાં જ આ સૂત્રના આધારિત પ્રતિક્રમણ કરવાનો વિશિષ્ટ સમય આગમ ઉત્તરાધ્યયન અને અનુયોગદ્વાર સૂત્રમાં સૂચિત કરવામાં આવેલ છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત તેનો સાર એક જ છે કે આ આગમના ઉચ્ચારણમાં શુચિ, અશુચિ, સમય, અસમય આદિ કોઈ પણ બાધાજનક બનતા નથી. રચના અને રચનાકાર : આવશ્યક સૂત્રની રચના ગણધર ભગવંત કરે છે. દરેક તીર્થકરોના શાસનના પ્રારંભમાં જ આ સૂત્રની રચના કરવામાં આવે છે, કારણ કે સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકા રૂપી તીર્થ સ્થાપનાથી તીર્થંકરના શાસનનો પ્રારંભ થાય છે અને સાધુ-સાધ્વી માટે પ્રતિક્રમણ કરવું ઉભયકાલ આવશ્યક છે, પ્રતિક્રમણ આવશ્યક સૂત્રના આધારે જ કરવામાં આવે છે. માટે આ સૂત્ર ગણધર રચિત આગમ છે. તેમાં વિભાગરૂપ છ અધ્યાય છે, જેને જ આવશ્યક કહ્યા છે. છ આવશ્યકોમાં ક્રમશઃ કુલ ૧ + 1 + 1 + ૯ + ૧ + ૧૦ = ર૩ તથા આદિ મંગલ અને અંતિમ મંગલનો પાઠ મળી કુલ ર૩+ ૨ = ૨૫ પાઠ છે, જેનું પરિમાણ(માપ) ૧૨૫ શ્લોકનું માનવામાં આવે છે. કયાંક 100 કે ૨૦૦ શ્લોકનું પરિમાણ પણ કહેવામાં આવે છે. પરિક્ષણ કરતાં ૧૨૫ની સંખ્યા આદરણીય જણાય છે. સંસ્કરણ:- આ આવશ્યક સૂત્ર નામના આગમ ઉપર નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકાઓ(હરિભદ્રીય, મલયગિરીય આદિ) અને હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત એમ વિવિધ વ્યાખ્યાઓ મુદ્રિત ઉપલબ્ધ છે. આ સૂત્રના મૂળ પાઠ પણ સુત્તાગમ' આદિ રૂપમાં પ્રકાશિત થયા છે, આધુનિકરીતથી લાડનૂથી આચાર્ય તુલસી દ્વારા સંપાદિત અને મુંબઈ વિદ્યાપીઠથી પૂજ્ય મુનિરાજ શ્રી જવિજ્યજી દ્વારા સંપાદિત–પ્રકાશિત થયા છે. આ સૂત્રના આધારે વિવિધ વિધિ પાઠો સહિત તથા અનેક હિન્દી, ગુજરાતી ગદ્ય-પદ્યના રચિત પ્રક્ષિપ્ત પાઠો સહિત પ્રતિક્રમણ સૂત્ર પ્રચલિત છે. તેની પ્રમુખતાથી સમાજમાં પ્રતિક્રમણ કરવામાં આવે છે. તેના અનેક સંસ્કરણો પ્રકાશિત છે અને તે અનેક વિવિધતાવાળા છે. જેનું પરિમાણ ૧૦૦૦ શ્લોકથી લઈ પ-૭ હજાર શ્લોક જેટલું પણ થઈ જાય છે, જ્યારે તેનું મૌલિક આધારભૂત આવશ્યક સૂત્ર તો કેવળ ૧૨૫ શ્લોક પ્રમાણ છે. ઘણાં લોકો પ્રતિક્રમણ સૂત્ર(વિધિ સહિત)ને જ આવશ્યક સૂત્ર માની બેસે છે, પરંતુ આવશ્યક સૂત્ર ૧૨૫ શ્લોક પ્રમાણ આજે પણ સ્વતંત્ર છે. જે ઉપરોકત લાડનું, મુંબઈના સંસ્કરણમાં જોઈ શકાય છે. જેમાં કેવળ અર્ધમાગધી ભાષાના જ પાઠ છે. જ્યારે એ આવશ્યક સૂત્રના આધારે પ્રચલિત પ્રતિક્રમણ સૂત્રમાં અન્ય શાસ્ત્રોના ઉદ્ધરિત મૂળ પાઠ પણ છે, અન્ય નવા રચિત મૂળ પાઠ પણ છે, સાથેસાથે હિન્દી, ગુજરાતીના કે મિશ્રિત ભાષાના ઘણા પાઠો, દોહરા, સવૈયા, ભજન, સ્તુતિ આદિ પણ સમાવિષ્ટ છે. આવશ્યક સૂત્ર મૂલ શાસ્ત્રમાં કેવળ સાધુને ઉપયોગી પાઠો જ છ અધ્યાયમાં Page #9 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર : આવશ્યક સૂત્ર પ્રસ્તાવના ઉપલબ્ધ થાય છે. શ્રાવક પ્રતિક્રમણના અન્યાન્ય પાઠોનું સંકલન નિયુક્તિ, ભાષ્ય, ટીકામાં આવશ્યક સૂત્રના અંતમાં ચૂલિકારૂપે આપવામાં આવેલ છે. અનુયોગદ્વાર સૂત્રમાં શ્રાવકને પણ પ્રતિક્રમણ કરવાનું આવશ્યક કહેવામાં આવેલ છે. આ પ્રકારે આવશ્યક સૂત્ર પ્રક્ષેપો રહિત, શુદ્ધરૂપે આજે પણ ઉપલબ્ધ છે. પ્રક્ષેપ વૃદ્ધિ આદિ સર્વ સ્વતંત્ર પ્રતિક્રમણ સૂત્રોમાં થાય છે. તે સ્વતંત્ર વિધિ સૂત્ર છે જે આવશ્યકના આધારે તૈયાર કરવામાં આવેલ છે. પ્રતિક્રમણ સૂત્રની જેમ સામાયિક સૂત્ર પણ સમાજમાં પ્રચલિત છે, તેમાં પણ આવશ્યક સૂત્રના જુદા જુદા અધ્યાયોમાં આવેલ પાઠોનું તેમજ અન્ય સૂત્રમાંથી લીધેલા પાઠોનું તેમજ નવા રચેલા પાઠોનું સંકલન કરવામાં આવેલ છે. આ સંકલિત સામાયિક સૂત્રના આધારે સામાયિક વ્રત લેવાની અને પારવાની પૂર્ણવિધિ કરવામાં આવે છે. સ્વતંત્ર રીતે બનેલ એવા સામાયિક સૂત્ર અને પ્રતિક્રમણ સૂત્રના વિશિષ્ટ સંગ્રહણીય પાઠો પરિશિષ્ટરૂપે સારાંશ ખંડ-૮ પરિશિષ્ટ: અનુભવ અર્કના આવશ્યક વિભાગમાં આપેલ છે. ઉપાધ્યાય કવિ શ્રી અમરમુનિજી દ્વારા સંપાદિત શ્રમણ સૂત્ર અને સામાયિક સૂત્ર અનેક વિવેચન ચિંતન સહિત પ્રકાશિત થયેલ છે. તે સિવાય બીજા પણ અનેક મહત્ત્વશીલ સંસ્કરણ આ શાસ્ત્રના પ્રકાશમાં આવેલ છે. સ્વાધ્યાયી પાઠકોની સુવિધા માટે પ્રસ્તુતમાં આ સૂત્રના પાઠોનો સારાંશ અને મૂલપાઠ સંપાદિત કર્યા છે. જેના દ્વારા સર્વ જિજ્ઞાસુ જ્ઞાન આરાધનામાં અધિકતમ લાભ પ્રાપ્ત કરશે, એવી અપેક્ષાની સાથે આગમ મનીષી ત્રિલોકમુનિ સારાંશની આઠ પુસ્તકો વાંચીને ઉર આગમોનો અનુભવ સંક્ષેપમાં કરી શકાય છે. સાથે ય ઘણી શંકાઓના સમાધાન પણ પ્રાપ્ત કરી શકાય છે. કોઈપણ જિજ્ઞાસા માટે રાજકોટના એડ્રેસ પર પત્ર વ્યવહાર કરી શકાય છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત આવશ્યક સૂત્રનો સારાંશ નમસ્કાર મંત્ર પ્રારંભિક મંગલ : (૧) જગતમાં અધ્યાત્મ દષ્ટિએ વંદન કરવા યોગ્ય, નમસ્કાર કરવા યોગ્ય, ગુણ સંપન્ન આત્માઓને પાંચ પદોથી વંદન કરવામાં આવે છે. (૨) આ પાંચ પદો ઉપરાંત માતા, પિતા, જ્યેષ્ઠ ઉંમરની વ્યક્તિ, વિદ્યાગુરુ આદિ પણ લૌકિક દૃષ્ટિએ વંદનીય હોય છે. તેમનો સમાવેશ આ પાંચ પદોમાં નથી. (૩) અધ્યાત્મ દૃષ્ટિએ આ પાંચ પદો સિવાય બીજા કોઈ પણ પદો વંદનીયનમસ્કરણીય હોતા નથી. (૪) આ પાંચ પદોમાં અધ્યાત્મ ગુણસંપન્ન દરેક આત્માઓનું અપેક્ષાથી વિભાજન કરવામાં આવેલ છે. (૫) આ પાંચ પદોના ઉચ્ચારણથી એ પણ સ્પષ્ટ થાય છે કે ગુણ સંપન્ન આત્માઓ વંદનીય હોય છે પરંતુ કેવળ ગુણોને વંદનીય ન કહી શકાય; તેમજ ગુણ રહિત કેવળ શરીર કે આકૃતિને પણ વંદનીય કહી શકાય નહિ. આત્માથી તેમજ આત્મગુણોથી રહિત જડ ફોટો તેમજ મૂર્તિને પણ ભક્તિ પ્રધાન વ્યવહારમાં નમસ્કરણીય માનવામાં આવે છે, જે એક પરંપરા માત્ર છે. (૬) સ્વતંત્ર જ્ઞાન-દર્શન આદિ પણ નમસ્કરણીય નથી, તેમજ કોઈ ફોટો, મૂર્તિ પણ વાસ્તવમાં વંદનીય, નમસ્કરણીય હોતા નથી, પરંતુ આવા જ્ઞાનથી સંપન્ન આત્માઓ અધ્યાત્મ દષ્ટિએ વંદનીય નમસ્કરણીય છે. (૭) આ નમસ્કરણીય આત્માઓ નમસ્કાર મંત્રના પાંચ પદોમાં આ પ્રકારે કહેવામાં આવેલ છે— (૧) અરિહંત : તીર્થંકર ભગવાન જે કેવળજ્ઞાન-કેવળદર્શન ધારણ કરી, મનુષ્ય શરીરમાં મનુષ્યલોકમાં વિચરણ કરી રહ્યા હોય તે અરિહંત ભગવાન છે. તેમને આ પ્રથમ પદમાં નમસ્કાર કરવામાં આવેલ છે. સંપૂર્ણ મનુષ્ય લોકમાં એક સાથે તેઓ ઓછામાં ઓછા ૨૦ અને વધુમાં વધુ ૧૭૦ હોઈ શકે છે. (૨) સિદ્ધ : આઠ કર્મોથી રહિત, મનુષ્ય દેહને છોડીને જેઓ મુક્ત થઈ ગયા છે, પરમાત્મ પદને પ્રાપ્ત કરી ચૂકેલ છે, તે બધા જ અનંત આત્માઓ સિદ્ધ ભગવાન છે, તેમને આ બીજા પદમાં નમસ્કાર કરવામાં આવે છે. તેમાં ચૌદ પ્રકારે, પંદર ભેદે બધા પ્રકારના સિદ્ધોનો સમાવેશ છે. પ્રથમ પદવાળા અરિહંત પણ આ બધા જસિદ્ધોને નમસ્કાર કરે છે, કારણ કે સિદ્ધ ભગવંત, અરિહંત ભગવાનથી અધ્યાત્મ ગુણોમાં વિશેષ હોય છે. સિદ્ધોના ગુણો વિશેષ હોવા છતાં પણ લોકમાં ધર્મ પ્રવર્તનની અપેક્ષાએ, Page #11 -------------------------------------------------------------------------- ________________ | આચારશાસ્ત્રઃ આવશ્યક સૂત્રનો સારાંશ ૧૧ તીર્થ સ્થાપનાની અપેક્ષાએ અરિહંત ભગવાન અતિ નિકટના ઉપકારી હોવાથી તેમને પ્રથમ પદમાં રાખવામાં આવેલ છે. (૩) આચાર્ય જિનશાસનમાં સાધુ-સાધ્વીજીઓના અનુશાસ્તા, સંઘ શિરોમણી, ગુણ સંપન્ન, પ્રતિભાવંત, મહાશ્રમણને આચાર્ય પદ પર પ્રતિષ્ઠિત કરવામાં આવે છે. તે પોતાના નિશ્રાગત(અધીનસ્થ) સાધુ-સાધ્વીના સંયમ ગુણોના સાચા સંરક્ષક હોય છે. તેમને આ ત્રીજા પદમાં નમસ્કાર કરવામાં આવેલ છે. (૪) ઉપાધ્યાયઃ સંઘમાં અધ્યાપન સુવિધા તેમજ વ્યવસ્થા માટે શિષ્યોને યથાક્રમે આગમ અધ્યયન કરાવવા, આચાર્યના સહયોગી ઉપાધ્યાય નિયુક્ત કરવામાં આવે છે. જેઓ સ્વયં આગમોના ગહન અધ્યેતા(અભ્યાસી) ગીતાર્થ–બહુશ્રુત હોય છે અને આચાર્ય દ્વારા પોતાની પાસે નિયુક્ત શિષ્યોને કુશળતાથી યોગ્યતા અનુસાર અધ્યયન કરાવે છે. જિન શાસનમાં આગમજ્ઞાનની પરંપરાને પ્રવાહિત કરવાવાળા આવા મહાજ્ઞાની સાધુઓને ચોથા પદમાં નમસ્કાર કરવામાં આવે છે. (૫) સાધુ-સાધ્વી : અધ્યાત્મ સાધનામાં ૧૮ પાપોનો ત્યાગ કરી તેની સમ્યક આરાધના કરનારા, પાંચ મહાવ્રતોનું પરિપૂર્ણ પાલન કરનારાને સાધુ-સાધ્વી કહેવામાં આવે છે. આ સાધુ-સાધ્વી સામાન્ય તેમજ વિશેષ અનેક શ્રેણીવાળા હોઈ શકે છે. અલ્પશ્રુત અને બહુશ્રુત અથવા કેવળજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની આદિ બધા જ સાધુઓને આ પાંચમા પદમાં નમસ્કાર કરવામાં આવે છે. અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય આ ત્રણે પદોવાળા પણ સૌ પ્રથમ પાંચમા પદમાં જ પ્રવેશ કરે છે પરંતુ ત્યારપછી પોતાની યોગ્યતા અને કાર્યક્ષમતાથી અરિહંત આદિ પદોને પ્રાપ્ત કરે છે. (૮) આ પાંચ નમસ્કરણીય પદોને મન, વચન, કાયા દ્વારા નમસ્કાર કરવાથી પાપોનો એટલે પાપ કર્મોનો નાશ થાય છે અર્થાતુ અનેક કર્મોની નિર્જરા થાય છે. આ પાંચ પદોને કરવામાં આવેલ નમસ્કાર અલૌકિક મંગલ સ્વરૂપ થાય છે, અર્થાત્ લૌકિક રીતે જે અનેક મંગલ માનવામાં આવે છે, તે સર્વ મંગલોમાં આ નમસ્કારરૂપ મંગલ સર્વોચ્ચ મંગલ સ્વરૂપ છે. તેથી દરેક મંગલની આવશ્યકતાના સ્થાને આ પાંચ પદોને નમસ્કાર કરવા યોગ્ય ગણાય છે. (૯) આ પ્રકારે આ પંચ પરમેષ્ઠિ નમસ્કાર મંત્ર સમસ્ત અધ્યાત્મગુણ સંપન્ન આત્માઓને અર્થાત્ નમસ્કરણીઓને નમસ્કારનું સંકલન સૂત્ર છે. (૧૦) આ મહામંત્રમાં કોઈ પણ વ્યક્તિનું નામાંકન કરવામાં આવેલ નથી, એ જ આ મંત્રની વિશાળતાનું દ્યોતક છે. ' અર્થાતુ ઉપર્યુક્ત ગુણ સંપન્ન સમસ્ત અરિહંતોને, સમસ્ત સિદ્ધોને, સમસ્ત આચાર્યોને, સમસ્ત ઉપાધ્યાયોને તથા સમસ્ત સાધુ-સાધ્વીઓને આ નમસ્કાર મંત્રમાં વંદન નમસ્કાર કરવામાં આવે છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત પ્રથમ આવશ્યક(અધ્યયન) સામાયિક સૂત્રઃ (૧) આ સૂત્ર સામાયિક ગ્રહણ કરવાનું પ્રતિજ્ઞાસૂત્ર છે. સામાયિકમાં સાવધ યોગોનો ત્યાગ કરવામાં આવે છે. (૨) સાવધ યોગનો અર્થ થાય છે— બધા જ પ્રકારના કુલ ૧૮ પ્રકારના પાપકાર્યો. આ ૧૮ પ્રકારના પાપોનો યાવજ્જીવન ત્યાગ કરવાથી આજીવન સામાયિક થાય છે, આથી યાવજ્જીવનની સામાયિકને ગ્રહણ કરનારને સાધુ કહેવામાં આવે છે. એક મુહૂર્ત માટે આ અઢારપાપોનો ત્યાગ કરવાથી શ્રાવકની સામાયિક થાય છે. (૩) આ પાપોના ત્યાગની સાથે સામાયિકમાં વધુમાં વધુ સમભાવની પ્રાપ્તિ થવી એ પણ 'સામાયિક' શબ્દનો સાચો તાત્પર્યાર્થ છે. (૪) સાધુઓની આવી આજીવન સામાયિકમાં ત્રણ કરણ અને ત્રણ યોગથી પાપ કાર્યોનો ત્યાગ હોય છે. (૫) પાપ કરવું નહિ, કરાવવું નહિ અને પાપ કર્મ કરનારાને અનુમોદન ન આપવું, તેને ત્રણ કરણનો ત્યાગ કહેવામાં આવે છે. (૬) મનથી, વચનથી, શરીરથી આ ત્રણેયથી પાપ કાર્ય ન કરવું, તેને ત્રણ યોગથી પાપ કાર્યનો ત્યાગ કહેવામાં આવે છે. (૭) આ પ્રકારે આ સામાયિક પ્રતિજ્ઞાસૂત્રથી સામાયિક ગ્રહણ કરનાર, અઢાર પાપોને મન, વચન તથા કાયાથી કરી શકતા નથી, બીજાઓને આ પાપ કાર્યો કરવાની પ્રેરણા કે આદેશ પણ આપી શકતા નથી અને પોતે પણ પાપ કાર્યો કરનારાની પ્રશંસા કરી શકતા નથી, તેમના કૃત્યોને સારા પણ માની શકતા નથી. પાપ કાર્યોથી ઉપાર્જન થયેલ પદાર્થોની પ્રશંસા પણ તેઓ કરી શકતા નથી. (૮) તે અઢાર પાપ આ પ્રમાણે છે– ૧. હિંસા ૨. જૂઠ ૩. ચોરી ૪. કુશીલ ૫. પરિગ્રહ-ધનસંગ્રહ ૬. ગુસ્સો ૭. ઘમંડ ૮. કપટ ૯. લાલચ-તૃષ્ણા ૧૦. રાગ ૧૧. દ્વેષ ૧૨. કલેશ-ઝઘડા ૧૩. કલંક લગાડવું ૧૪. ચુગલી ૧૫. પરનિંદા ૧૬. હર્ષ-શોક ૧૭. ધોખા-ઠગાઈ અથવા કપટ યુક્ત જૂઠ ૧૮. અસત્ય સમજ, ખોટી માન્યતા, ખોટા સિદ્ધાંતોની માન્યતા-પ્રરૂપણા. એક મુહૂર્તની કે આજીવન સામયિક ગ્રહણ કરનાર, પોતાની તે સામાયિક અવસ્થા દરમ્યાન હિંસાદિ પાપ કે ગુસ્સો, ઘમંડ, નિંદા, વિકથા, રાગ-દ્વેષ અથવા ક્લેશ, કદાગ્રહ આદિ કદાપિ કરી શકતા નથી. તે વિચારોથી પરમ શાંત અને પવિત્ર હૃદયી બની હંમેશા પોતાની જાતને આવા પાપોના ત્યાગમાં સાવધાન રાખે છે. ત્યારે જ તેને સામાયિકવાન સાધુ અને સામાયિકવ્રતવાળા શ્રમણોપાસક (શ્રાવક) કહેવામાં આવે છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર : આવશ્યક સૂત્રનો સારાંશ બીજું આવશ્યક(અધ્યયન) ૧૩ ચોવીસ જિન સ્તુતિ સૂત્રઃ (૧) આ સૂત્ર ‘લોગસ્સ’ શબ્દથી શરૂ થાય છે, તેથી તેનું પ્રસિદ્ધ નામ ‘લોગસ્સનો પાઠ’ છે. ગ્રંથોમાં તેને ‘ઉત્કીર્તન’ નામથી કહેલ છે. કારણ કે તેમાં તીર્થંકર ભગવંતોના ગુણકીર્તન કરવામાં આવેલ છે. આગમમાં આ સૂત્રના ‘જિન સંસ્તવ’ અને ‘ચતુર્વિશતિસ્તવ’ એવા નામ મળે છે. (૨) આ સૂત્રમાં સાત ગાથાઓ છે. પ્રથમ ગાથામાં તીર્થંકર ભગવાનના પરિચયની સાથે તેમના કીર્તનની પ્રતિજ્ઞા છે. ત્યાર પછીની ત્રણ ગાથાઓમાં ચોવીસ તીર્થંકરોને નામની સાથે સન્માનપૂર્વક વંદન કરવામાં આવ્યા છે. અંતિમ ત્રણ ગાથાઓમાં તીર્થંકરોના ગુણ તેમજ મહાત્મ્ય(મહત્ત્વ)નું કથન કરેલ છે. અંતમાં ઉપસંહારરૂપે સભક્તિ મોક્ષ પ્રદાન કરવાની પ્રાર્થના પણ કરેલ છે. (૩) ચોવીસ તીર્થંકર ધર્મ તીર્થની સ્થાપના કરી, લોકમાં ભાવ પ્રકાશ કરનારા હોય છે અને સ્વયં સર્વજ્ઞાની, રાગ-દ્વેષ વિજેતા હોય છે. w (૪) ૧. આરોગ્ય બોધિ = સમ્યજ્ઞાન તેમજ શ્રદ્ધા, ૨. શ્રેષ્ઠ ભાવ સમાધિ અર્થાત્ સમભાવ અને પ્રસન્નતાની ઉપલબ્ધિ, ૩. સિદ્ધિ = મુક્તિ - મોક્ષ અવસ્થા, આ ત્રણ વસ્તુની માંગણી-પ્રાર્થના પ્રભુ પાસે કરેલ છે. આ પ્રાર્થના કેવળ પોતાના આદર્શ ભાવોની અભિવ્યક્તિ માત્ર છે. વાસ્તવમાં સિદ્ધ પ્રભુ કાંઈપણ દેનારા નથી, પરંતુ એવા ભાવ ભક્તિયુક્ત ગુણ કીર્તન દ્વારા સાધક સ્વયં પોતાના કર્મોની નિર્જરા કરી ઉચ્ચ અવસ્થાને પ્રાપ્ત કરે છે અથવા તેવી શક્તિ પ્રગટ કરી શકે છે. (૫) ચોવીસ તીર્થંકરો બધા જ વર્તમાનમાં સિદ્ધ અવસ્થામાં છે, તેથી તેમને સિદ્ધ શબ્દથી સંબોધન કરેલ છે. (૬) તીર્થંકર પ્રભુને ત્રણ ઉપમા આપવામાં આવેલ છે. ૧. ચંદ્રમાથી પણ અતિ નિર્મળ ૨. સૂર્યથી પણ અધિક પ્રકાશ કરનારા ૩. સાગર સમાન અતિ ગંભીર ધૈર્યવાન હોય છે. ત્રીજું આવશ્યક(અધ્યયન) ઉત્કૃષ્ટ ગુરુ વંદન સૂત્ર (૧) આ સૂત્ર રૂામિ વમાસનો શબ્દથી શરૂ થાય છે, તેથી તેને "ઇચ્છામિ ખમાસમણોનો પાઠ" પણ કહેવામાં આવે છે. આ સૂત્રથી પ્રતિક્રમણના સમયે ગુરુને પ્રતિક્રમણ યુક્ત વંદન કરવામાં આવે છે. બાકીના સમયે કયારે ય પણ શાંત મુદ્રામાં સ્થિત પૂ. સાધુ-સાધ્વીજીને તિક્ષુતોના પાઠથી વંદન કરવામાં આવે છે, એવું અનેક આગમોના વર્ણનથી સપ્રમાણ સિદ્ધ છે. ગતિમાન મુદ્રામાં અર્થાત્ ચાલતા જતા સાધુ-સાધ્વીને કેવળ ‘મર્ત્યએણે વંદામિ’ શબ્દનું ઉચ્ચારણ કરતાં Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત :. થોડા દૂર રહીને જ વંદન કરવામાં આવે છે. - [નોંધ :- કોઈ પરંપરામાં અન્ય સમયે પણ સાધુઓને તિક્ષુતોના પાઠથી ગુરુવંદન નહીં કરતાં આ જ પાઠના ૪-૫ શરૂઆતના શબ્દ બોલી તિતોના પાઠના અંતિમ શબ્દો "મત્થએણં વંદામિ" બોલી દેવામાં આવે છે, જે એક અશુદ્ધ સંકલન માત્ર છે.] (૨) ગુરુના સીમિત અવગ્રહક્ષેત્રમાં પ્રવેશ કરીને આ સૂત્રથી વંદન કરવામાં આવે છે અર્થાત્ અતિ દૂર કે અતિ નિકટથી વંદન કરવામાં આવતું નથી. પ. ર. (૩) ઉભડક આસનથી બેસી બે વાર આ પાઠનું ઉચ્ચારણ કરવામાં આવે છે. (૪) ચાર વાર ત્રણ-ત્રણ આવર્તન કરવામાં આવે છે. ચાર વાર મસ્તક ઝુકાવીને વંદન કરવામાં આવે છે. કુલ ૧૨ આવર્તનથી વંદન પૂર્ણ કરવામાં આવે છે. (૫) ગુરુદેવની સંયમ યાત્રાની સુખશાતા પૂછવામાં આવે છે અને પોતાના અપરાધોની અથવા કોઈ પણ પ્રકારના અવિનય, અશાતનાઓની ક્ષમાયાચના કરવામાં આવે છે. મન, વચન અને કાયાથી અથવા ક્રોધ આદિના વશમાં કોઈ પણ ભગવદાશા કે ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન થયું હોય તો તેનું સમુચ્ચય રૂપે પ્રતિક્રમણ કરવામાં આવે છે. (૬) બાર આવર્તન-- ૧. અદ્દો ૨. વ્હાય ૩. જાય ૪. ગત્તામે ૫. નળિખ્ખું, શ્વ મેં; આ છ શબ્દો ઉપર દ્ર આવર્તન પ્રથમ વારમાં થાય છે અને છ આવર્તન પુનઃ બીજીવારના ઉચ્ચારણમાં કરવામાં આવે છે. તે રીતે કુલ ૧૨ આવર્તન થાય છે. (૭) આવર્તનથી ગુરુદેવની ભક્તિ તેમજ બહુમાન કરવામાં આવે છે. આ ક્રિયા આરતી ઉતારવાની જેમ જ ગુરુની જમણી બાજુથી ડાબી બાજુ તરફ હાથની અંજલિ ફેરવીને કરવામાં આવે છે. આ સૂત્રમાં ગુરુ માટે અત્યધિક બહુમાન સૂચક 'ક્ષમાશ્રમણ' શબ્દનો પ્રયોગ કરવામાં આવેલ છે.[નોંધ :- ઘણા લોકો પરંપરાના કારણે ગુરુને ડાબીથી જમણી તરફ આવર્તન કરવા રૂપ અંજલિ(હથેળી સંપુટ) ફેરવે છે, જે આરતી આદિના અનેક પ્રમાણોથી અશુદ્ધ પ્રતીત થાય છે. ચોથું આવશ્યક(અધ્યયન) મંગલ સૂત્ર : (૧) લોકમાં ૧. અરિંહત ૨. સિદ્ધ ૩. સાધુ અને ૪. સર્વજ્ઞો દ્વારા ઉપદિષ્ટ ધર્મ એ ચારેય ઉત્તમ છે, મંગલ સ્વરૂપ છે અને શરણભૂત છે. (૨) નમસ્કાર મંત્રમાં કહેવામાં આવેલ પાંચ પદ અહિંયા ત્રણ પદમાં કહેવામાં આવ્યા છે અને એ પાંચ પદોને પ્રાપ્ત કરાવનાર ધર્મને ચોથા પદથી કહ્યો છે. (૩) આ રીતે ધર્મને નમસ્કરણીય વંદનીય પદોમાં એટલે નમસ્કારમંત્રમાં કહેવામાં આવેલ નથી પરંતુ લોકમાં ઉત્તમ, મંગલ અને શરણભૂત પદોમાં એટલે આ પાઠમાં ધર્મને લેવામાં આવેલ છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર : આવશ્યક સૂત્રનો સારાંશ (૪) મતલબ કે શરણભૂત તો ધર્મ તથા ધર્મી આત્માઓ બંને હોય છે, પરંતુ નમસ્કરણીય તો ધર્મી આત્માઓ જ હોય છે, ધર્મ નમસ્કરણીય હોતો નથી. (૫) અરિહંત, સિદ્ધ,સાધુ અને સર્વજ્ઞ કથિત ધર્મ સિવાય જે કાંઈપણ લોકમાં ઉત્તમ કે મંગલ અથવા શરણભૂત માનવામાં આવે છે તે લૌકિક દૃષ્ટિએ કે બાલ દૃષ્ટિએ હોય છે, પરંતુ તે સર્વે, આધ્યાત્મ દૃષ્ટિથી વાસ્તવમાં મંગલરૂપ કે શરણભૂત હોતા નથી. ૧૫ (૬) આ સૂત્રને ‘મંગલપાઠ’, ‘માંગલિક’, ‘મંગલિક’ આદિ નામો દ્વારા ઓળખવામાં આવે છે. સમુચ્ચય અતિચાર પ્રતિક્રમણ સૂત્ર : (૧) આ સૂત્રમાં રૂામિ નાપ્તિ એ પ્રથમ પદ છે તેથી તેને ઇચ્છામિ ઠામિનો પાઠ પણ કહેવામાં આવે છે. (૨) આ સૂત્રમાં સંક્ષિપ્તમાં પ્રતિક્રમણ કરવા યોગ્ય સ્થાનોનું સંકેતપૂર્વકનું વર્ણન છે, જેમ કે— (અ) ભગવાનની આજ્ઞા વિરુદ્ધ મન, વચન, કાયાની પ્રવૃતિ, (બ) અયોગ્ય, અકલ્પ્ય આચરણ, દુર્ધ્યાન, માઠું ચિંતન (ક) જ્ઞાન-દર્શન-ચારિત્રમાં અતિચરણ (ડ) શ્રુતજ્ઞાન, સામાયિક, ગુપ્તિ, મહાવ્રત, પિંડૈષણા તથા બ્રહ્મચર્યની નવ વાડ, દસ શ્રમણધર્મ આદિમાં અતિચરણ (ઈ) કષાય વિજયમાં અને છ કાય રક્ષણમાં સ્ખલના. આ પ્રકારે આ પાઠમાં સાધુ ગુણોના અતિચારનું દેવસીય ક્ષિપ્ત પ્રતિક્રમણ છે. (૩) શ્રાવક પ્રતિક્રમણ સૂત્રની અપેક્ષા આ પાઠમાં મહાવ્રત આદિની જગ્યાએ ૧૨ વ્રતના અતિચારની વિશેષતા છે, શેષ સમાનતા છે. ગમનાગમન પ્રતિક્રમણ સૂત્ર : (૧) આ સૂત્રનો પ્રથમ શબ્દ રૂાારેળ હોવાથી તેને ઇચ્છાકારેણનો પાઠ કહેવામાં આવે છે. માર્ગમાં ચાલવાથી કે બીજી અન્ય શારીરિક ક્રિયાઓ કરવામાં નાના-નાના જીવોની જાણતા-અજાણતા વિરાધના થતી રહે છે, તેનું પ્રતિક્રમણ-શુદ્ધિકરણ આ સૂત્રથી કરવામાં આવે છે. (૨) તે જીવોના આ પ્રકાર છે— ૧. પ્રાણી—કીડી, મકોડી, કંથવા આદિ ૨. અનેક પ્રકારના બીજ ૩. લીલું ઘાસ, ફૂગ, અન્ય વનસ્પતિ, અંકુરા આદિ ૪. પાણી, ઝાકળ બિંદુ આદિ ૫. સચિત માટી, નમક આદિ અથવા એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય તથા પંચેન્દ્રિય. (૩) જીવ વિરાધનાના પ્રકાર– ૧. તેમની ગતિમાં અવરોધ કરવો ૨. ધૂળ, વસ્ત્ર આદિથી ઢંકાઈ જવું, ઢાંકી દેવા ૩. મસળવા, રગદોળવા ૪. એક જ જગ્યાએ અનેક જીવોને સરકાવીને એકઠા કરવા ૫. ચોટ લગાડવી ૬. પરિતાપ-કષ્ટ આપવું ૭. કિલામના = અધિક કષ્ટ આપવું ૮.ઉપદ્રવિત = ભય પમાડવો ૯. એક = Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : નાગમ નવનીત સ્થળેથી બીજે સ્થળે ખસેડવા, સ્થાન ભ્રષ્ટ કરવા ૧૦. જીવન રહિત, પ્રાણ રહિત કરવા, મારી નાખવા. આ પ્રકારે આ ક્રમમાં વિશેષ-વિશેષ જીવ વિરાધનાના બોલ સમજવા જોઈએ. નિદ્રા પ્રતિક્રમણ સૂત્ર:(૧) આ સૂત્રમાં સાધુઓની શયનવિધિમાં થતાં અતિક્રમણોનો નિર્દેશ છે તથા સ્વપ્નાવસ્થા દરમ્યાન સંયમ મર્યાદાનું ઉલ્લંઘન થવાનો નિર્દેશ પણ છે. (૨) શયન દોષ- ૧. વધુ સમય સુધી સૂવું ૨. વારંવાર સૂવું કે દિવસે સૂવું ૩. પથારી પર બેસતાં-સૂતાં, હાથ-પગ આદિ અંગોપાંગોને ફેલાવવા-સંકોચવા આદિ ક્રિયા કરતી વખતે પોંજવાનો વિવેક ન રાખવો. ૪. જૂ આદિનો સંઘટ્ટો થવો પ. છીંક, બગાસા સંબંધી અયતના થવી ઇ. ઉંઘમાં બોલવું, દાંત પીસવા ૭. આકુળવ્યાકુળ થવું એટલે ઉતાવળથી સૂઈ જવું, શયનવિધિરૂપ કાયોત્સર્ગ આદિન કરવા. (૩) સ્વપ્નાવસ્થાના દોષ– ૧. અનેક સંકલ્પ-વિકલ્પોની જંજાળરૂપ સ્વપ્ન જોવું ૨. સ્ત્રી આદિના સંયોગ સંબંધી સંયમ વિપરીત સ્વપ્ન જોવું અથવા સ્ત્રીવિકાર, દષ્ટિવિકાર કે મનોવિકાર સંબંધી સ્વપ્ન જોવું ૩. આહાર-પાણી, ખાવા-પીવા સંબંધી સંયમ મર્યાદા વિરુદ્ધ સ્વપ્ન જોવું, જેમ કે રાત્રિએ ખાવું, અકલ્પનીય વસ્તુ લાવવી, ખાવી કે ગૃહસ્થના ઘેર ખાવું, અદત વસ્તુ લાવવી, ખાવી. ઇત્યાદિ શયન, નિદ્રા અને સ્વપ્ન સંબંધી દોષો અતિચારોનું આ સૂત્રથી ચિંતન-સ્મરણ કરી પ્રતિક્રમણ કરવામાં આવે છે. ગોચરી પ્રતિક્રમણ સૂત્ર :(૧) ગાયના ચરવાની ક્રિયા સમાન એક ઘરેથી અલ્પમાત્રામાં આહારાદિ લેવાની પ્રક્રિયાના કારણે તેનું નામ ગોચરી = ગોચર ચરિયા છે. અનેક ઘરોમાં ફરીને આહારાદિ પ્રાપ્ત કરવાના કારણથી તેને ભિક્ષા ચરિયા' કહેવામાં આવે છે. (૨) અહિંસા મહાવ્રત આદિની રક્ષા હેતુ આ ચરિયામાં વિવિધ નિયમોનું પાલન કરવામાં આવે છે. આ નિયમોને ગવેષણા, એષણા આદિ નામોથી ઓળખવામાં આવે છે. આ નિયમોમાં જાણતાં-અજાણતાં કોઈ અતિચરણ થયું હોય, ઉલ્લંઘન થયું હોય તેનું પ્રતિક્રમણ આ સૂત્રથી કરવામાં આવે છે. (૩) એમ તો એષણાના ૪૨ દોષ કહેવામાં આવે છે તેમજ સૂત્રમાં તે સિવાય પણ અનેક દોષોનું કથન છે પરંતુ પ્રસ્તુત સૂત્રમાં સંખ્યા નિર્દેશ કર્યા વગર અનેક દોષોનું સંકલન કરવામાં આવેલ છે. (૪) પ્રતિક્રમણ યોગ્ય કથિત અતિચાર આ મુજબ છે– ૧. ઘરના દ્વારને ખોલવું કે આજ્ઞા વગર ખોલવું ૨. કૂતરા, વાછરડા, બાળકો આદિનું સંઘટ્ટન થઈ જવું કે સ્ત્રી આદિનો સ્પર્શ થઈ જવો ૩. ઈંતેજારીયુક્ત વ્યવસ્થિત જુદા રાખેલ આહારાદિમાંથી લેવું ૪. બલિકર્મ યોગ્ય યા પૂજાનો આહાર લેવો ૫. ભિક્ષાચર યાચક અથવા Page #17 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્રઃ આવશ્યક સૂત્રનો સારાંશ ૧૦ શ્રમણો માટેના સ્થાપિત અર્થાત્ તેઓને દેવા માટે જ નક્કી કરેલ આહારમાંથી વહોરવો નિર્દોષતામાં શંકા હોય તેવી વસ્તુ લેવી ૭. ભૂલથી સદોષ આહારાદિ લેવા ૮. અયોગ્ય, અનેષણીય આહાર, પાણી, બીજ, લીલોતરી આદિ ખાવા ૯. પશ્ચાત્કર્મ અને પૂર્વ કર્મ દાન દેવાની પહેલા કે પછી હાથ આદિ ધોવાનો દોષ ૧૦. અભિહત– સામે ન દેખાય તેવી જગ્યાએથી લાવીને આપવામાં આવેલ વસ્તુ લેવી ૧૧. પૃથ્વી, પાણી આદિથી લિપ્ત કે સ્પર્શિત વસ્તુ લેવી ૧૨. ઢોળતા થકા કે ફેંકતા થકા અર્થાત્ ભિક્ષા દેતી વખતે જળ, કણ, બંદ આદિ ઢોળતા થકા ભિક્ષા દેતા હોય તેવી ભિક્ષા લેવી ૧૩. ભિક્ષા દેતી વખતે વચ્ચે-વચ્ચે કંઈક ફેંકવા યોગ્ય વસ્તુને, પદાર્થને ફેંકી દે અને એવું કરતા થકા ભિક્ષા દે તે લેવી અથવા પરઠવા યોગ્ય પદાર્થને ભિક્ષામાં લેવા ૧૪. વિશિષ્ટ ખાદ્ય પદાર્થોને માંગીને કે દીનતા કરીને લેવા અથવા જે પદાર્થ સ્વાભાવિક રીતે જ્યાં સુલભ ન હોય તેવા પદાર્થની યાચના કરવી ૧૫. એષણાના ૪ર દોષોમાંથી કોઈ દોષથી યુક્ત આહારાદિ લેવાં. (૫) આ દોષો જો અજાણતા લાગે, તો તેની પ્રતિક્રમણથી શુદ્ધિ થાય છે. કોઈ વિશિષ્ટ દોષ(આધાકર્મી સચેત આદિ)થી યુક્ત આહાર ભૂલથી આવી જાય તો ખબર પડવા છતાં ખાવો એ પણ સ્વતંત્ર દોષ છે. તેથી તેવા આહાર આદિને યોગ્ય સ્થાનમાં પરઠવામાં આવે છે પરંતુ ખાવામાં આવતા નથી. (૬) જાણીને લગાડેલ દોષોનું સ્વતંત્ર પ્રાયશ્ચિત્ત (તપ આદિ) પણ હોય છે. (૭) પ્રતિક્રમણના સમય સિવાય અર્થાત્ ગોચરીએથી આવ્યા પછી પણ આ પાઠનો કાયોત્સર્ગ કરવામાં આવે છે. સ્વાધ્યાય પ્રતિલેખન-પ્રતિક્રમણ સૂત્રઃ(૧) સ્વાધ્યાય સમાપ્તિ તથા પ્રતિલેખન સમાપ્તિ બાદ કાયોત્સર્ગ કરી આ સૂત્ર પર ચિંતન કરી પ્રતિક્રમણ કરવામાં આવે છે. (૨) દિવસ-રાત્રિના પ્રથમ અને અંતિમ પ્રહર, એમ ચારેય પ્રહર સ્વાધ્યાય કરવાનો કાળ છે. તેમાં યથાસમયે સ્વાધ્યાય ન કરવો તેને પણ અહીં અતિચાર દર્શાવેલ છે. આ ચારેય સમયે સાધુ-સાધ્વીજીએ સૂત્રોના સ્વાધ્યાય અવશ્ય કરવો જોઈએ. (૩) સાધુના સંયમ ઉપયોગી જે પણ ઉપકરણ–વસ્ત્ર, પાત્ર, રજોહરણ, પંજણી આદિ તથા પુસ્તક, પાના ડંડા આદિ સકારણ રાખવામાં આવતાં ઉપકરણોની બંને સમય પ્રતિલેખના કરવામાં આવે છે–૧. સવારે અને ૨. સાંજે અર્થાતુ પ્રથમ પ્રહરમાં અને ચોથા પ્રહરમાં. (૪) પ્રતિલેખન જતનપૂર્વક તથા વિધિપૂર્વક કરવામાં આવે છે, આવુંવિધિયુક્ત પ્રતિલેખન સર્વથા ન કર્યું હોય કે અવિધિ, અજતનાથી કરેલ હોય તો તેનું પ્રતિક્રમણ તથા પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે. તેમજ સ્વાધ્યાય ન કરવાથી તથા અવિધિએ કે Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૮ : મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત નિષેધ કરેલ સમયે સ્વાધ્યાય કરવાથી પણ પ્રાયશ્ચિત્ત આવે છે. તે જ રીતે પ્રમાર્જન (પંજવા સંબંધી) પ્રતિક્રમણ પણ આ સૂત્રથી થાય છે. તેત્રીસ બોલ પ્રતિક્રમણ સૂત્ર - (૧) સાધુ આચારના અનેક પ્રકીર્ણકવિષયોને અહિંયા ૧થી ૩૩ સુધીની સંખ્યાના (આધારે) સંગ્રહ કરેલ છે. (૨) આ બધા જ બોલોમાં કહેવામાં આવેલ આચારના વિધિ નિષેધરૂપવિષયોમાં કોઈ પ્રકારની અલના થઈ હોય, અતિચાર દોષ લાગ્યા હોયતો તેનું ચિંતન-સ્મરણ કરી આ સૂત્રથી પ્રતિક્રમણ કરવામાં આવે છે. (૩) વિધિરૂપ વિષય- સમિતિ, ગુપ્તિ, મહાવ્રત, બ્રહ્મચર્યની ૯ વાડ, યતિ ધર્મ, પડિમાઓ શ્રમણની તથા શ્રાવકની, પચ્ચીસ ભાવના, સત્તાવીસ અણગાર ગુણ, અઠ્યાવીસ આચાર પ્રકલ્પ તથા બત્રીસ યોગ સંગ્રહ આદિ. (૪) નિષેધરૂપ વિષય- અસંયમ, દંડ, બંધ, શલ્ય, ગર્વ, વિરાધના, કષાય, સંજ્ઞા, વિકથા, ક્રિયા, કામગુણ, ભય, મદ, ક્રિયાસ્થાન, અબ્રહ્મ, સબળ દોષ, અસમાધિ સ્થાન, પાપ સૂત્ર, મહામોહ બંધ સ્થાન, તેત્રીસ આશાતના. (૫) શેય વિશેય વિવેક રૂપ વિષયકાયા, ઇલેશ્યા, જીવના ચૌદ ભેદ, પરમાધામી, સૂયગડાંગ સૂત્રના અધ્યયનો, જ્ઞાતા સૂત્રના અધ્યયનો, ત્રણ છેદ સૂત્રોના ઉદ્દેશક(અધ્યયન), રર પરીષહ, ૨૪ દેવતા, ૩૧ ભેદ સિદ્ધોના. આ ભેદ તથા અધ્યયન જાણવા યોગ્ય તેમજ વિવેક કરવા યોગ્ય છે. (૬) ઉભય- ચાર ધ્યાનમાં બે ધ્યાન વિધિરૂપ છે, બે ધ્યાન નિષેધરૂપ છે. આ પ્રકારે તેત્રીસ બોલ સુધી સમગ્ર આચારના સંગ્રહિત વિષયોમાં જાણવા યોગ્ય જાણ્યા ન હોય, આચરણ કરવા યોગ્યનું આચરણ ન કર્યું હોય, ત્યાગવા યોગ્યનો ત્યાગ ન કર્યો હોય, વિવેક કરવા યોગ્યનો વિવેક ન કર્યો હોય, સહન કરવા યોગ્યને સહન ન કર્યું હોય ઈત્યાદિ સાધકની વિવિધ ભૂલોનું અને કર્તવ્યોનું જ્ઞાન કરાવનાર આ તેત્રીસ બોલનું સૂત્ર છે. આ બોલોના વિસ્તાર માટે જુઓ પૃષ્ટ ૨૦૭ માં. નિગ્રંથ પ્રવચન શ્રદ્ધાન, નમન અને પ્રતિક્રમણ સૂત્ર - (૧) આ સૂત્રમાં નિગ્રંથ પ્રવચન એટલે વીતરાગ ધર્મનું મહત્ત્વ બતાવ્યું છે. ૨૪ તીર્થકરોને તથા સમસ્ત શ્રમણ ગુણ યુક્ત મહાત્માઓને નમસ્કાર કરવામાં આવ્યા છે. તેમજ પોતાની શ્રદ્ધા, સંયમની પ્રતિજ્ઞા તથા પ્રતિક્રમણ કરવામાં આવ્યું છે. (૨) આ વીતરાગ ધર્મ સત્ય, અનુત્તર, શ્રેષ્ઠ, હિતાવહ, મુક્તિદાતા તથા સમસ્ત દુઃખોથી છોડાવનાર છે. આ ધર્મના આચરણ તથા શ્રદ્ધામાં સ્થિત પ્રાણી એક દિવસ અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે. (૩) તેથી આ ધર્મની અંતરમનથી સમજપૂર્વક શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ કરવી જોઈએ તથા લગનીપૂર્વક તેનું પાલન કરવું જોઈએ. Page #19 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્રઃ આવશ્યક સૂત્રનો સારાંશ ૧૯ (૪) સૂત્રમાં પ્રતિજ્ઞા તેમજ પ્રતિક્રમણ યોગ્ય વર્ણિત સ્થાન–૧.અસંયમ ત્યાગસંયમ ધારણ ૨. અબ્રહ્મચર્ય ત્યાગ–બ્રહ્મચર્ય ધારણ ૩. અકલ્પનીય ત્યાગકલ્પનીય આચરણ ૪. અજ્ઞાનત્યાગ–જ્ઞાન ધોરણ-વૃદ્ધિ ૫. અક્રિયા(અનુદ્યમ) ત્યાગ–ક્રિયા(ઉદ્યમ) ધારણ ૬. મિથ્યાત્વ ત્યાગ-સમ્યકત્વ ધારણ ૭. અબોધિ ત્યાગ–બોધિ ધારણ ૮. ઉન્માર્ગ ત્યાગ-સન્માર્ગ ગ્રહણ. જે પણ દોષ યાદ હોય કે યાદ ન હોય તે બધાનું પ્રતિક્રમણ થાય છે, તેમાંથી કોઈ પાપોનું પ્રતિક્રમણ પૂર્વ પાઠોના ઉચ્ચારણ ચિંતનમાં ન થઈ શકયું હોય, તેનું અહીંયા સમુચ્ચયરૂપે પુનઃ પ્રતિક્રમણ આ પાઠથી કરવામાં આવે છે. (૫) શ્રમણગુણ :- જતના કરનાર, પાપોથી દૂર રહેનાર, ઇન્દ્રિયોને વશમાં રાખનાર, ભાવી ફળની ઇચ્છા-આકાંક્ષા ન કરનાર, સુદષ્ટિથી સંપન, કપટ પ્રપંચથી મુક્ત, આવા ગુણ સંપન્ન સાધુ અઢી દ્વીપના પંદર કર્મભૂમિ ક્ષેત્રોમાં હોય છે. આ શ્રમણો મુખ્યરૂપે મુખવસ્ત્રિકા, રજોહરણ, પંજણી, વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણોને રાખનાર હોય છે, મુખ્ય પાંચ મહાવ્રતોને ધારણ કરનાર હોય છે અને વિશાળ દષ્ટિએ જોતાં અઢાર હજાર શીલ-ગુણોને ધારણ કરવાવાળા નિર્દોષ પરિપૂર્ણ સંયમનું પાલન કરવાવાળા હોય છે. આવા ગુણોના ધારક સાધુને આ સૂત્રથી ભાવપૂર્વક વંદન કરવાની સાથે મસ્તક ઝુકાવીને વંદન પણ કરવામાં આવે છે. સર્વ જીવ ક્ષમાપના પાઠ - (૧) વ્રત શુદ્ધિરૂપ પ્રતિક્રમણની સાથે-સાથે હૃદયની પવિત્રતા, વિશાળતા અને સમભાવોની વૃદ્ધિ હેત ક્ષમાપના ભાવની પણ આત્મ ઉન્નતિમાં પરમ આવશ્યકતા છે. તેથી પ્રતિક્રમણ અધ્યાયના સમસ્ત સૂત્રો પછી આ ક્ષમાપના સૂત્ર આપવામાં આવેલ છે. આ સૂત્રનું પાંચમા આવશ્યકના કાયોત્સર્ગમાં ચિંતન-મનન કરી આત્માને વિશેષ વિશુદ્ધ બનાવી શકાય છે. (૨) આત્માને વિશેષ શુદ્ધ કરવા માટે પૂર્ણ સરળતા અને શાંતિની સાથે, સમસ્ત પ્રાણીઓના અપરાધોને ઉદાર ચિંતન સાથે માફ કરી પોતાના મન-મસ્તિષ્કને તેમના પ્રત્યે પરમ શાંત અને પવિત્ર બનાવી લેવું જોઈએ. (૩) અહંભાવ દૂર કરી પોતાની યત્કિંચિત ભૂલોનું સ્મરણ કરી, સ્વીકાર કરી, તેનાથી સંબંધિત આત્માઓની સાથે લઘુતાપૂર્વક(નમ્રતાપ્રવક) ક્ષમા યાચના કરી, તેમના હૃદયને શાંત કરવાનો પોતાનો ઉપક્રમ(પ્રયત્નો કરી લેવો જોઈએ. (૪) આપણી મનોદશા એવી બની જવી જોઈએ કે જગતના સમસ્ત પ્રાણીઓની સાથે મારે મૈત્રી જ છે, કોઈ પણની સાથે અમેત્રી કે વેર વિરોધ ભાવ નથી. જે પણ કોઈ વેર ભાવ ક્ષણિક બની ગયેલ હોય તેને દૂર કરી ભૂલી જવો જોઈએ અને સમભાવ દ્વારા માનસમાં મૈત્રીભાવ સ્થાપિત કરી દેવો જોઈએ. આ રીતે પ્રસ્તુત Page #20 -------------------------------------------------------------------------- ________________ | ૨૦ | |મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત T , , , પાઠમાં સમસ્ત આત્મદોષોની આલોચના,નિંદા, ગહ, આદિ સમ્યક પ્રકારે કરવાનું સૂચન છે. તેમજ મન, વચન અને કાયાના પ્રતિક્રમણનો ઉપસંહાર કરતાં થકાં અંતમાં ૨૪ તીર્થકરોને વંદન કરવામાં આવેલ છે. પાંચમું આવશ્યક(અધ્યયન)) કાયોત્સર્ગ પ્રતિજ્ઞા સૂત્ર:(૧) આ સૂત્ર તક્ષ સત્તરી કરો" શબ્દથી શરૂ થાય છે, તેથી તેને તસ્સઉત્તરીનો પાઠ પણ કહેવામાં આવે છે. પ્રત્યેક કાયોત્સર્ગ પહેલાં આ સૂત્રનું ઉચ્ચારણ કરવામાં આવે છે. તેથી આ કાયોત્સર્ગ પ્રતિજ્ઞા સૂત્ર છે. (ર) કાયોત્સર્ગ એક આત્યંતર તપ છે. આત્માને શ્રેષ્ઠ-ઉન્નત બનાવવા માટે, અકૃત્યોના પ્રાયશ્ચિત કરવા માટે, આત્માને વિશુદ્ધ અને દોષ રહિત બનાવવા માટે, આત્મચિંતન કરવા માટે તથા પાપ કર્મોનો વિશેષ ક્ષય કરવા માટે કાયોત્સર્ગ કરવામાં આવે છે. આમાં કાયાના સંચારનો ત્યાગ કરવામાં આવે છે, સ્થિર રહેવામાં આવે છે, તો પણ સ્વાભાવિક અનેક કાયિક પ્રક્રિયાઓ અને કાયિકવેગ રોકી શકાતા નથી, તેનો આગાર પણ કાયોત્સર્ગમાં રહે છે. (૩) તે આગાર આ પ્રમાણે છે–૧. શ્વાસ લેવો ૨. શ્વાસ છોડવો ૩. ખાંસી ૪. છીંક પ.બગાસું . ઓડકાર ૭. વાયુનિસર્ગ૮.ચક્કર આવવા ૯. મૂચ્છ આવવી ૧૦. સૂક્ષ્મ અંગ સંચાર ૧૧. સૂક્ષ્મ ખેલ-કફ સંચાર ૧૨. સૂક્ષ્મ દષ્ટિ સંચાર. (૪) આવી ઉપરોક્ત શારીરિક આવશ્યક પ્રક્રિયાથી કાયાનો સંચાર થવા છતાં પણ કાયોત્સર્ગની મર્યાદાનો ભંગ થતો નથી, કાયોત્સર્ગની વિરાધના થતી નથી. (૫) અન્ય કોઈ પણ આત્મિક ચંચળતા, અસ્થિરતાને કારણે કાયિક સંચાર કરવાથી કાયોત્સર્ગની મર્યાદાનો ભંગ થઈ જાય છે. () કાયોત્સર્ગમાં કાયાને સ્થિર રાખવામાં આવે છે, વચનથી પૂર્ણ મૌન રહેવામાં આવે છે તથા ચિંતન-મનન પણ લક્ષિત વિષયમાં જ કેન્દ્રિત કરવામાં આવે છે અર્થાતુ જે લક્ષ્યથી કાયોત્સર્ગ કરવામાં આવે છે, તેમાં જ ચિત્તને એકાગ્ર કરવામાં આવે છે. જ્યારે ચિંતાનું કોઈ પણ પ્રકારનું લક્ષ્ય ન હોય ત્યારે શુદ્ધ અર્થાત્ વિકલ્પ કેચિંતન રહિત,નિર્વિકલ્પ કાયોત્સર્ગ કરવામાં આવે છે, તેમાં પૂર્ણ યોગ વ્યુત્સર્જન કરવામાં આવે છે. (૭) કાયોત્સર્ગનો વિષય કે સમય પૂર્ણ થવા પર 'નમો અરિહંતાણં શબ્દના ઉચ્ચારણ સાથે તેને પૂર્ણ કરવામાં આવે છે, સમાપ્ત કરવામાં આવે છે અર્થાત્ કાયોત્સર્ગ પાળવામાં આવે છે. (૮) પ્રતિક્રમણમાં મુખ્ય રૂપે બે કાયોત્સર્ગ હોય છે– ૧. અતિચાર ચિંતન ૨. તપ ચિંતન અથવા ક્ષમાપના ચિંતન. Page #21 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર: આવશ્યક સૂત્રનો સારાંશ | ર૧ [નોંધઃ- અતિચાર ચિંતનના પાઠો અને ક્ષમાપના ચિંતનનો પાઠ સૂત્રમાં છે પરંતુ તપચિંતનનો પાઠ સૂત્રમાં નથી. તેના ચિંતન માટે જિજ્ઞાસુ પાઠક સારાંશખંડ-૮માં આવશ્યક સૂત્રના પરિશિષ્ટ વિભાગ પૃષ્ટ ૨૧દમાં જુઓ.] છડું આવશ્યક(અધ્યયન) દસ પચ્ચકખાણ સૂત્રઃ(૧) પ્રતિક્રમણ અને વિશુદ્ધિકરણ પછી તપ રૂપી પ્રાયશ્ચિત્ત સ્વીકારવું એ પણ આત્મા માટે પુષ્ટિકારક થાય છે. તપથી વિશેષ કર્મોની નિર્જરા થાય છે, તેથી આ છઠ્ઠા આવશ્યકમાં ઈવરિક અનશન પરૂપ ૧૦ પ્રત્યાખ્યાનના પાઠ કહેવામાં આવેલ છે. તેમાં સંકેત પ્રત્યાખ્યાન પણ છે અને અદ્ધા પ્રત્યાખ્યાન પણ છે. નમસ્કાર સહિત(નવકારસી) – પ્રારંભના પ્રથમ પ્રત્યાખ્યાનના પાઠમાં “સહિય’ શબ્દનો પ્રયોગ થયો છે, જે “ગંઠી સહિયે”, “મુક્ટિ સહિય'ના પ્રત્યાખ્યાન જેવો છે. તેથી સહિત શબ્દની અપેક્ષાએ આ સંકેત પ્રત્યાખ્યાન થાય છે. સંકેત પ્રત્યાખ્યાનોમાં કાળની નિશ્ચિત મર્યાદા હોતી નથી, તે સંકેતમાં નિર્દિષ્ટ વિધિએ ગમે ત્યારે પૂર્ણ કરી લેવામાં આવે છે. કાળ મર્યાદા ન હોવાથી સંકેત પ્રત્યાખ્યાનોમાં સર્વસમાધિ પ્રત્યયિક આગાર હોતો નથી, કારણ કે પૂર્ણ સમાધિ ભંગ થવાની અવસ્થા પહેલાં જ સંકેત પચ્ચકખાણ ગમે ત્યારે પાળી શકાય છે. તળુસાર નવકારસીના પાઠમાં પણ આ આગાર કહેવામાં આવેલ નથી અને નમસ્કાર સહિયં શબ્દ પ્રયોગ કરવામાં આવેલ છે. તેથી આ અદ્ધા પ્રત્યાખ્યાન નથી પરંતુ સંકેત પ્રત્યાખ્યાન છે અર્થાત્ તેમાં સમયની કોઈ પણ મર્યાદા હોતી નથી, સૂર્યોદય પછી ગમે ત્યારે નવકાર મંત્ર ગણી આ પ્રત્યાખ્યાન પૂર્ણ કરવામાં આવે છે. બાકી બધા (૯) અદ્ધા પ્રત્યાખ્યાન છે. નવકારસી પ્રખ્યાખ્યાનમાં ચારે ય આહારનો ત્યાગ હોય છે, તેમજ બે આગાર હોય છે, (૧) ભૂલથી ખાઈ લેવાય (૨) અચાનક પોતાની જાતે મોઢામાં ચાલ્યું જાય, તો આગાર. (નોધઃ- વર્તમાન પરંપરાઓમાં નવકારસીને અાપ્રત્યાખ્યાન માનવામાં આવે છે જેમાં તેનો સમય ૪૮ મિનિટનો નિશ્ચિત કરેલ છે. માટે વર્તમાન રૂઢ પ્રત્યાખ્યાનની અપેક્ષાએ તે પાઠના પ્રારંભમાં સદના સ્થાને નમુક્ઝરી બોલવું યોગ્ય થાય છે અને આગાર બેના સ્થળે ત્રણ બોલવા જોઈએ. અર્થાત્ તેમાં સવા સમાદિ વરિયાપારનું આગાર વધારે બોલવું જોઈએ.] આ રીતે ૪૮ મિનિટની નવકારસીને પરંપરા સત્ય કે રૂઢ સત્ય સમજી શકાય. Page #22 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત આ સૂત્રનું આગમોચિત અને વ્યવહારોચિત નામ છૂટીને રૂઢ નામ પ્રચલિત છે. યથા– (૧) આગમિક નામ નમાર સહિત (૨) વ્યવહારોચિત નામ મુફ્ફરસી અને (૩) રૂઢનામ- નવારસી ! પોરસી:– દિવસના ચોથાભાગને એક પોરસી કહે છે, સૂર્યોદયથી લઈ પાદિવસ વીતે ત્યાં સુધી ચારેય આહારનો ત્યાગ કરવાને “પોરસી પ્રત્યાખ્યાન' કહે છે. પોરસી આદિ ૯ પ્રત્યાખ્યાનોમાં હીનાધિક વિવિધ આગાર છે. પૂવાદ્ધ(પુરિમઢ) – બે પોરસી. તેમાં સૂર્યોદયથી અડધા દિવસ સુધી ચારેય આહારનો ત્યાગ હોય છે. એકાસણું – તેમાં એક સ્થાને બેસી એક વખત ભોજન કરવામાં આવે છે, તે સિવાયના સમયમાં ત્રણેય આહારનો ત્યાગ હોય છે. માત્ર અચેત પાણી લઈ શકાય છે. એક સ્થાન(એકલ ઠાણા) - તેમાં એક વાર એક સ્થાને ભોજન કરવા સિવાય બાકીના સમયે ચારેય આહારનો ત્યાગ કરવામાં આવે છે, અર્થાત્ આહાર-પાણી એક સાથે જ લેવામાં આવે છે. નવી :- તેમાં એકવાર રૂક્ષ(વિગય રહિત) આહાર કરવામાં આવે છે, પાંચેય વિગયોનો અને મહાવિયનો ત્યાગ હોય છે. એકવારના ભોજન સિવાય ત્રણેય આહારનો ત્યાગ હોય છે. અચેત પાણી દિવસે પી શકાય છે. ખાદિમ-સ્વાદિમનો આ તપમાં સર્વથા ત્યાગ હોય છે. આયંબિલઃ- તેમાં એક વાર ભોજન કરવામાં આવે છે, જેમાં એક જ રૂક્ષ પદાર્થને અચેત પાણીમાં ડુબાડી-ભીંજાવી નીરસ બનાવી ખાઈ તથા પી શકાય છે. અન્ય કાંઈપણ ખાઈ શકાતું નથી. એક વારના ભોજન સિવાય દિવસમાં જરૂરિયાત અનુસાર અચેત પાણી લઈ શકાય છે. ઉપવાસ – તેમાં સૂર્યોદયથી લઈ બીજા દિવસના સૂર્યોદય સુધી ચારેય આહારનો ત્યાગ કરવામાં આવે છે. પરંપરાથી દિવસમાં અચેત પાણી પીવાય છે. દિવસ ચરિમ :- ભોજનપછી ચોથા પ્રહરમાં જ્યારે ચારેય આહારનો ત્યાગ કરવામાં આવે છે, તેને દિવસ ચરિમ પ્રત્યાખ્યાન કહે છે. આ પ્રત્યાખ્યાન સૂર્યાસ્ત પહેલાં ગમે ત્યારે લઈ શકાય છે. આ પ્રત્યાખ્યાન હંમેશા કરી શકાય છે અર્થાત્ આહારના દિવસે અથવા આયંબિલ, નીવી તેમજ તિવિહાર ઉપવાસમાં પણ આ દિવસ ચરિમ પ્રત્યાખ્યાન કરી શકાય છે. તેમાં સૂર્યાસ્ત સુધીનો અવશેષ સમય તેમજ પૂર્ણ રાત્રિનો કાળ નિશ્ચિત હોય છે, તેથી આ પણ અદ્ધા પ્રત્યાખ્યાન છે. તેથી આ પ્રત્યાખ્યાન પાઠમાં “સર્વ સમાધિ પ્રત્યયિક’ આગાર કહેવામાં આવે છે. અભિગ્રહ:- આગમ નિર્દિષ્ટ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ સંબંધી વિશિષ્ટ નિયમ Page #23 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્રઃ આવશ્યક સૂત્રનો સારાંશ ૨૩ PC અભિગ્રહ કરવા અને અભિગ્રહ સફળ ન થતાં તપસ્યા કરવી. આવા અભિગ્રહ મનમાં ધારણ કરવામાં આવે છે, પ્રગટ કરવામાં આવતા નથી. સમય પૂર્ણ થયા પછી આવશ્યક હોય તો જ કહેવામાં આવે છે. આ દશ પ્રત્યાખ્યાનોમાંથી કોઈપણ પ્રત્યાખ્યાન કરવાથી આ છઠ્ઠો પ્રત્યાખ્યાન આવશ્યક પૂર્ણ થાય છે. દસ પ્રત્યાખ્યાનના ૧૫ આગારોના અર્થ - (૧) અણાભોગઃ–પ્રત્યાખ્યાનની વિસ્મૃતિથી અર્થાત્ ભૂલથી અશનાદિ ચાખવા અથવા ખાવા-પીવાનું થઈ જાય તો આગાર. (૨) સહસાકાર:- વૃષ્ટિ થવાથી, દહીં આદિ મંથન કરતા, ગાય આદિ દોહતા, મોઢામાં ટીપાં-છાંટા પડી જાય તો આગાર. (૩) પ્રચ્છન્નકાળ :– સઘન વાદળ આદિના કારણે પોરસિ આદિનો બરાબર નિર્ણય ન થવાથી સમય મર્યાદામાં ભૂલ થઈ જાય તેનો આગાર. (૪) દિશા મોહ:- દિશા ભ્રમના કારણે પોરસી આદિનો બરાબર નિર્ણય ન થવાથી સમય મર્યાદામાં ભૂલ થઈ જાય તો તેનો આગાર. (૫) સાધુ વચન - પોરસી આદિનો સમય પૂર્ણ થઈ ગયો' – આ પ્રકારે કોઈ સાધુ (સભ્ય પુરુષ)ના કહેવાથી સમય મર્યાદામાં ભૂલ થઈ જાય તો આગાર. (૬) સર્વ સમાધિ પ્રત્યયાગાર :– સંપૂર્ણ સમાધિ ભંગ થઈ જાય અર્થાત્ આકસ્મિક રોગાતંક થઈ જાય તો તેનો આગાર. (૭) મહત્તરાગાર – ગુરુ આદિની આજ્ઞાનો આગાર. (૮) સાગારિકાગાર:- ગૃહસ્થના આવી જવાથી સાધુને સ્થાન પરિવર્તન કરવાનો આગાર(એકાસણામાં) (૯) આકુંચન પ્રસારણ - હાથ-પગ આદિ ફેલાવવાનો અથવા સંકુચિત કરવાનો આગાર(એકાસણામાં) (૧૦) ગુર્વવ્યુત્થાન - ગુરુ આદિના વિનય માટે ઊભા થવાનો આગાર. (૧૧) પારિષ્ઠાપનિકાગાર :- વધેલ આહાર પરઠવો પડે તેમ હોય તો તેને ખાવાનો આગાર.(વિવેક રાખવા છતાં પણ ગોચરીમાં આહાર અધિક આવી જાય, આહાર વાપર્યા પછી પણ શેષ રહી જાય તો ગૃહસ્થ આદિને દેવો કે રાત્રે રાખવો એ સંયમ વિધિ નથી, તેથી એવો આહાર પરઠવા યોગ્ય હોય છે. તે ખાવાનો અનેક પ્રત્યાખ્યાનમાં સાધુને આગાર રહે છે. ગૃહસ્થને આ આગાર હોતો નથી.) (૧૨) લેપાલેપ – શાક, ઘી આદિથી લિપ્ત વાસણમાં રાખેલો કે તેવા પદાર્થને સ્પર્શેલો ગૃહસ્થ વહોરાવે, તેનો આગાર.(૧૩) ઉક્લિપ્ત વિવેક - રૂક્ષ આહાર ઉપર રાખેલા સુકા ગોળ આદિને ઉઠાવીને દે તો તે લેવાનો આગાર. Sાના) Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત , ૧ | છે ovy yux જ દ (૧૪) ગૃહસ્થ સંસૃષ્ટ :- દાતાના હાથે, આંગળી આદિએ લાગેલ ગોળ-ઘી આદિનો લેપ માત્ર રૂક્ષ આહારમાં લાગી જાય તેનો આગાર. (૧૫) પ્રતીત્ય પ્રક્ષિત :- કોઈ કારણો અથવા રિવાજથી કિંચિત અંશ માત્ર વિગય લગાવવામાં આવે તો તેનો આગાર. જેમ કે બાંધેલા લોટ પર ઘી લગાવવામાં આવે છે, પાપડ કરતી વખતે તેલ ચોપડવામાં આવે છે. દૂધ કે દહીંના વાસણ ધોયેલ ધોવણ પાણી ઇત્યાદિ આ પદાર્થોનો નિવમાં આગાર હોય છે. નોંધ:- કયા પ્રત્યાખ્યાનમાં કયા કયા આગાર છે તે મૂળ પાઠ જોઈને જાણવાનો પ્રયત્ન કરવો, તેની સંખ્યા આ પ્રકારે છે– ક્રમ તપનામ | આગાર ક્રમ) તપનામ | આગાર | ૧ | નવકારસીમાં નિવામાં પોરસીમાં આયંબિલમાં પૂર્વાર્ધ—પરિમઢમાં ઉપવાસમાં એકાસણામાં | ૮ | ૯ | દિવસ ચરિમમાં એકલઠાણામાં | ૭ ૧૦ | અભિગ્રહમાં | ૪. નવકારશીમાં સર્વસમાધિ પ્રત્યધિક આગાર હોતો નથી, બાકી બધામાં હોય છે. પરિઠાવણિયાગાર પાંચમાં હોય છે, પાંચમાં ન હોય. (૧) એકાસણુ (૨) એકલઠાણ (૩) નીવી (૪) આયંબિલ (૫) ઉપવાસમાં હોય છે. મહત્તરાગાર બેમાં હોતા નથી–નવકારસી અને પોરસીમાં, બાકીના આઠમાં હોય છે. પ્રતીત્યા પ્રક્ષિત આગાર માત્ર નીવીમાં જ હોય છે. લેપાલેપ, ઉક્લિપ્તવિવેક, ગૃહસ્થ-સંસૃષ્ટ આ ત્રણ આગાર આયંબિલ અને નવી આ બે પ્રત્યાખ્યાનોમાં જ હોય છે. અણાભોગ અને સહસાગાર આ બે આગાર બધા જ પ્રત્યાખ્યાનોમાં હોય છે. ( અંતિમ મંગલ - ઉપસંહાર ) સિદ્ધ સ્તુતિ સૂત્ર(સ્તવ સ્તુતિ મંગલ સૂત્ર) - (૧) આ સૂત્રમાં પ્રથમ શબ્દ નમોલ્યુઇ છે, આ કારણે આ સૂત્રને “નમોત્થર્ણનો પાઠ પણ કહેવામાં આવે છે. (૨) શકેન્દ્ર આદિ ઇન્દ્રદેવલોકમાં પણ તીર્થકરોને તથા સિદ્ધોને આ સૂત્રથી સ્તુતિ સાથે નમસ્કાર કરે છે. આ કારણે આ સૂત્રનું નામ “શકસ્તવ” પણ છે. (૩) આ પાઠમાં કેટલાક સ્તુતિ શબ્દ અરિહંતને માટે લાગુ પડે છે, કેટલાક શબ્દ સિદ્ધોને માટે અને કેટલાક શબ્દ બંનેને માટે છે તથા કેટલાક શબ્દ અપેક્ષાથી બંનેમાં ઘટિત કરવામાં આવે છે. (૪) ઘણા લોકોમાં એવો ભ્રમ પણ પ્રચલિત છે કે ત્રીજુ નમોન્થોં ગુરુને કરવામાં Page #25 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્રઃ આવશ્યક સૂત્રનો સારાંશ ૨પ આવે છે, પરંતુ આગમમાં ગુરુને માટે નમોત્થણનો આ પાઠ પૂરો બોલવામાં આવતો નથી. કેવળ 'નમોઘુર્ણ એક જ શબ્દ બોલવામાં આવે છે, બાકી બીજા શબ્દો જ બોલવામાં આવે છે. (૫) આ સૂત્રના અંતમાં ઢાળ સંપવિરામ પાઠ બોલવાથી સૂત્રોક્ત બધાં જ ગુણો તીર્થકરોમાં ઘટિત થઈ જાય છે. તાઈ સંપાઈ કહેવાથી થોડાક ગુણ સિદ્ધોમાં ઘટિત થઈ જાય છે, બાકી બધાં ગુણોને અપેક્ષાથી કલ્પિત કરીને સિદ્ધોમાં ઘટિત કરી શકાય છે. અરિહંતાણે, ભગવંતાણંથી શરૂ કરી સર્વજ્ઞ સર્વદર્શી સુધીના બધા ગુણ સ્વાભાવિક રૂપે તીર્થકર અરિહંત ભગવંતોમાં ઘટિત થાય છે. સાર એ છે કે સિદ્ધોના ગુણ તીર્થકરોમાં ભાવિનયની અપેક્ષા અને અરિહંતોના ગુણ તીર્થકર સિદ્ધોમાં ભૂતનયની અપેક્ષા અધ્યાહાર કરીને સ્વીકાર કરવામાં આવ્યા છે. સ્તુતિગત ગુણ:- ધર્મની આદિ કરવાવાળા, સ્વયં સંબુદ્ધ, પુરુષોત્તમ, ઉત્તમ સિંહ, કમળ તેમજ ગંધ હસ્તિની ઉપમાવાળા, લોકના નાથ, લોકમાં જ્ઞાન પ્રકાશ કરવાવાળા, જીવોને શરણ, બોધિ અને ધર્મદેવાવાળા, ધર્મના ચક્રવર્તી, વીતરાગી શ્રેષ્ઠ જ્ઞાન દર્શનના ધારક, સર્વજ્ઞ-સર્વદર્શી, સ્વયં તરવાવાળા અને બીજાને બોધ દઈને તારનાર, અવ્યાબાધ સુખના સ્થાનરૂપ મોક્ષ ગતિને પ્રાપ્ત કરેલ અથવા કરનાર ઇત્યાદિ. આ ગુણોનો નિર્દેશ કરવાની સાથે જ સૂત્રના પ્રારંભમાં અને અંતમાં જિનેશ્વર ભગવંતોને નમસ્કાર કરવામાં આવે છે. (ા અતિ આવશ્યક સૂત્ર સારાંશ સમાપ્ત .. બત્રીસ આગમોનો સારાંશ કોઈપણ, ક્યાંય પણ અને ક્યારે યા પણ વાંચી શકે છે. તેને માટે સ્વાધ્યાય-અસ્વાધ્યાયનો કોઈ નિયમ લાગતો નથી. Page #26 -------------------------------------------------------------------------- ________________ | २ | મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત - 'ગણધર રશિત: આવશ્યક સૂત્ર આદિ મંગલ પાઠ नमस्कार मंत्र: णमो अरिहंताणं, णमो सिद्धाणं, णमो आयरियाणं । णमो उवज्झायाणं, णमो लोए सव्वसाहणं ॥ एसो पंच णमुक्कारो, सव्व-पाव-प्पणासणो । मंगलाणं च सव्वेसिं, पढम हवइ मंगलं ॥ (प्रथम मावश्य) સામાયિક લેવાનો પાઠઃ करेमि भंते ! सामाइयं सव्वं सावज जोगं पच्चक्खामि, जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वायाए काएणं, न करेमि न कारवेमि करतपि अण्णं ण समुणजाणामि; तस्स भंते ! पडिक्कमामि जिंदामि गरिहामि अप्पाणं वोसिरामि । (जीआवश्य ચવીસ જિન સ્તુતિનો પાઠ - लोगस्स उज्जोयगरे, धम्मतित्थयरे जिणे । अरिहंते कित्तइस्स, चउवीस पि केवली ।१। उसभमजियं च वंदे, संभवमभिणंदणं च सुमई च । पउमप्पहं सुपास, जिणं च चंदप्पह वंदे ।२। सुविहिं च पुप्फदंत, सीयल-सिजसं वासुपुज्जं च । विमल-मणंतं च जिणं, धम्म संतिं च वंदामि ।३। कुंथु अरं च मल्लि वंदे, मुणिसुव्वयं णमिजिणं च । वंदामि रिट्ठणेमि, पास तह वद्धमाणं च । ४। एवं मए अभिथुआ, विहुय-रय-मला पहीण-जर-मरणा। चउवीस पि जिणवरा, तित्थयरा मे पसीयतु ।५। कित्तियवंदियमहिया, जे ए लोगस्स उत्तमा सिद्धा । आरुग्गबोहिलाभ, समाहिवरमुत्तमं दितु ।६। चंदेसु णिम्मलयरा, आइच्चेसु अहियं पयासयरा । सागरवर गंभीरा, सिद्धा सिद्धिं मम दिसंतु ।७। Page #27 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્રઃ ગણધર રચિત આવશ્યક સૂત્ર (श्रीमावश्य) ઉત્કૃષ્ટ ગુરુ વંદનનો પાઠ - इच्छामि खमासमणो ! वंदिउं जावणिज्जाए णिसीहियाए अणुजाणह मे मिउग्गह णिसीहि; अहो-कायं काय-संफास; खमाणिज्जो भे किलामो अप्पकिलताणं बहुसुभेणं भे दिवसो वइक्कतो; जत्ता भे ! जवणिज्जं च भे ! खामेमि खमासमणो! देवसियं वइक्कम आवस्सियाए पडिक्कमामि खमासमणाणं देवसियाए आसायणाए तित्तीसण्णयराए जं किंचि मिच्छाए; मणदुक्कडाए वयदुक्कडाए कायदुक्कडाए, कोहाए माणाए मायाए लोहाए, सव्वकालियाए सव्वमिच्छोवयाराए सव्वधम्माइक्कमणाए आसायणाए; जो मे देवसिओ अइयारो कओ, तस्स खमासमणो ! पडिक्कमामि जिंदामि गरिहामि अप्पाणं वोसिरामि । (ચોથું આવશ્યક भंगल पाठ : चत्तारि मंगलं, अरिहंता मंगल, सिद्धा मंगलं, साहू मंगलं, केवलिपण्णत्तो धम्मो मंगलं ॥ चत्तारि लोगुत्तमा, अरिहंता लोगुत्तमा, सिद्धा लोगुत्तमा, साहू लोगुत्तमा, केवलिपण्णत्तो धम्मो लोगुत्तमो । चत्तारि सरणं पवज्जामि, अरिहंते सरणं पवज्जामि, सिद्धे सरणं पवज्जामि, साहू सरणं पवज्जामि, केवलि पण्णत्तं धम्म सरणं पवज्जामि॥ ચાર શરણા, ચાર માંગલિક, ચાર ઉત્તમ કરે જેહ, ભવસાગરમાં ન બૂડે તેહી સકળ કર્મનો આણે અંત, મોક્ષ તણા સુખ લહે અનંતા ભાવ ધરીને જે ગુણ ગાય, તેહ જીવ તરીને મુક્ત જાય ! સંસાર માંહી શરણા ચાર, અવર શરણ નહિ કોઈI જે નર નારી આદરે, તેને અક્ષય અવિચળ પદ હોય ! અંગુઠે અમૃત વસે, લબ્ધિતણા ભંડારા ગુરુ ગૌતમને સમરીએ, મનવાંછિત ફળ દાતાર સમુચ્ચય અતિચાર પ્રતિક્રમણનો પાઠ - इच्छामि ठामि काउस्सग्गं जो मे देवसिओ अइयारो कओ, काइओ, वाइओ, माणसिओ, उस्सुत्तो, उम्मग्गो, अकप्पो, अकरणिज्जो, दुज्झाओ, दुव्विचिंतिओ अणायारो, अणिच्छिअव्वो, असमणपाउगो, नाणे तह दंसणे, चरिते सुए, सामाइए, तिण्हं गुत्तीणं, चउण्हं कसायाणं, पंचण्हमहव्वयाणं, छण्हं जीवणिकाएणं, सतण्हं Page #28 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત पिंडेसणाणं, अट्ठण्हं पवयणमाउणं, नवण्हं बंभचेर गुत्तीणं, दसविहे समणधम्मे, समणाणं जोगाणं जं खंडियं जं विराहियं, तस्स मिच्छामि दुक्कडं । ગમનાગમન પ્રતિક્રમણનો પાઠ : ૨૮ [ इच्छाकारेणं संदिसह भगवं ! इरियावहियं पडिक्कमामि । इच्छं ।] इच्छामि पडिक्कमिउं इरियावहियाए विराहणाए गमणागमणे पाणक्कमणे बीयक्कमणे हरियक्कम ओसा उत्तिंग पणग दगमट्टी मक्कडा संताणा, संकमणे जे मे जीवा विराहिया एगिंदिया, बेइंदिया, तेइंदिया, चउरिंदिया, पंचिदिया। अभिहया वत्तिया, लेसिया, संघाइया, संघट्टिया परियाविया, किलामिया, उद्दविया, ठाणाओ ठाणं संकामिया, जीवियाओ ववरोविया, तस्स मिच्छामि दुक्कडं । નિદ્રા પ્રતિક્રમણનો પાઠ : इच्छामि पडिक्कमिउं पगामसिज्जाए णिगामसिज्जाए संथारा- उवट्टणाए परियट्टणाए आउट्टणाए पसारणाए छप्पई संघट्टणाए कुइए कक्कराइए छीए जंभाइए आमोसे ससरक्खामोसे आउलमाउलाए सुवणवत्तियाए इत्थी ( पुरिस ) विप्परियासियाए दिट्ठिविप्परियासियाए मणविप्परियासियाए पाणभोयणविप्परियासियाए जो मे देवसिओ अइयारो कओ तस्स मिच्छामि दुक्कडं । ગોચરી પ્રતિક્રમણનો પાઠ : पडिक्कमामि गोयरग्गचरियाए भिक्खायरियाए उग्घाडकवाड उग्घाडणाए साणावच्छा-दारा संघट्टणाए मंडिपाहुडियाए बलिपाहुडियाए ठवणापाहुडियाए संकिए सहसागारे असणार पाणभोयणाए बीयभोयणाए हरियभोयणाए पच्छाकम्मियाए पुरेकम्मियाए अदिट्ठहडाए दगसंसट्टहडाए रयसंसट्टहडाए परिसाडणियाए परिट्ठावणियाए ओहासणभिक्खाए जं उग्गमेणं उप्पायणेसणाए अपरिसुद्धं परिग्गहिय परिभुत्तं वा जंण परिट्ठवियं जो मे देवसिओ अइयारो कओ तस्स मिच्छामि दुक्कडं । સ્વાધ્યાય અને પ્રતિલેખન પ્રતિક્રમણનો પાઠ : पडिक्कमामि चाउक्कालं सज्झायस्स अकरणयाए उभओकालं भंडोवगरणस्स अप्पडिलेहणाए दुप्पडिलेहणाए अप्पमज्जणाए दुप्पमज्जणाए अइक्कमे वइक्कमे अइयारे अणायारे जो मे देवसिओ अइयारो कओ तस्स मिच्छामि दुक्कडं । તેત્રીસ બોલ પ્રતિક્રમણનો પાઠ : saमामि एगविहे असंजमे; पडिक्कमामि दोहिं बंधेणेहिं- राग बंधणेणं दोस बंधणे ; पडिक्कमामि तिहिं दंडेहिं- मणदडेणं वयदडेणं कायदडेणं; पडिक्कमामि तिहिं गुत्तीहिं- मणगुत्तीए, वयगुत्तीए, कायगुत्तीए; पडिक्कमामि तिहिं सल्लेहिंमायासल्लेणं णियाणसल्लेणं मिच्छादंसणसल्लेणं; पडिक्कमामि तिहिं गारवेहिं Page #29 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્રઃ ગણધર રચિત આવશ્યક સૂત્ર इड्डीगारवेणं रसगारवेणं सायागावेणं; पडिक्कमामि तिहिं विराहणाहिं- णाणविराहणाए दसणविराहणाए चरित्तविराहणाए; पडिक्कमामि चउहिं कसाएहिं- कोहकसाएणं माणकसाएणं मायाकसाएणं लोहकसाएणं; पडिक्कमामि चउहिं सण्णाहिंआहारसण्णाए भयसण्णाए मेहुणसण्णाए परिग्गह सण्णाए; पडिक्कमामि चउहिं विकहाहिं- इत्थीकहाए भत्तकहाए देसकहाए रायकहाए; पडिक्कमामि चउहिं झाणेहिंअट्टेणं झाणेणं रुद्देणं झाणेणं धम्मेणं झाणेणं सुक्केणं झाणेणं; पडिक्कमामि पंचहि किरियाहि- काइयाए अहिगरणियाए पाउसियाए पारितावणियाए पाणाइवायकिरियाए; पडिक्कमामि पंचहि कामगुणेहि- सद्देणं रुवेणं गंधेणं रसेणं फासेणं; पडिक्कमामि पंचहिं महव्वएहिं- सव्वाओ पाणाइवायाओ वेरमणं सव्वाओ मुसावायाओ वेरमणं सव्वाओ अदिण्णादाणाओ वेरमणं सव्वाओ मेहुणाओ वेरमणं सव्वाओ परिग्गहाओ वेरमणं; पडिक्कमामि पंचहि समिइहिइरियासमिइए भासासमिइए एसणासमिइए आयाण-भंडमत्त-णिक्खेवणा-समिइए उच्चारपासवण-खेल-सिंघाण-जल्ल-परिट्ठावणिया-समिइए; पडिक्कमामि छहिं जीवणिकाएहिं- पुढविकाएणं आउकाएणं तेउकाएणं वाउकाएणं वणस्सइकाएणं तसकाएणं; पडिक्कमामि छहिं लेसाहिं- किण्हलेसाए णीललेसाए काउलेसाए तेउलेसाए पम्हलेसाए सुक्कलेसाए; पडिक्कमामि सत्तहिं भयट्ठाणेहिं- इहलोगभए परलोगभए आदाणभए अकम्हाभए आजीवियाभए असिलोगभए मरणभए; पडिक्कमामि अट्ठहिं मयट्ठाणेहिं- जाइमए कुलमए बलमए रूवमए तवमए सुयमए लाभमए इस्सरियमए; पडिक्कमामि णवहिं बंभचेरगुत्तीहिं, दसविहे समणधम्मे, एगारसहिं उवासगपडिमाहिं, बारसहिं भिक्खुपडिमाहिं, तेरसहिं किरियाठाणेहिं, चोद्दसहिं भूयग्गामेहिं, पण्णरसहिं परमाहम्मिएहि, सोलसहिं गाहा-सोलसएहि, सत्तरसविहे असंजमे, अट्ठारसविहे अबंभे एगूणवीसाए णायज्झयणेहिं, वीसाए असमाहिठाणेहिं एगवीसाए सबलेहिं, बावीसाए परिसहेहि, तेवीसाए सूयगडज्झयणेहिं, चोवीसाए देवेहिं, पणवीसाए भावणाहिं, छव्वीसाए दसा-कप्प-ववहाराणं उद्देसण-काले हिं, सत्तावीसाए अणगारगुणेहिं,अट्ठावीसाए आयारप्पकप्पेहि,एगूणतीसाए पावसुयप्पसंगेहिं, तीसाए महामोहणीयठाणेहिं, एगतीसाए सिद्धाइगुणेहिं, बत्तीसाए जोगसंगहेहिं, तेत्तीसाए आसायणाहि- १. अरिहंताणं आसायणाए २. सिद्धाणं आसायणाए ३. आयंरियाणं आसायणाए ४. उवज्झायाणं आसायणाए ५. साहूणं आसायणाए ६. साहुणीणं आसायणाए ७. सावयाणं आसायणाए ८. सावियाणं आसायणाए ९. देवाणं आसायणाए १०, देवीणं आसायणाए ११. इहलोगस्स आसायणाए १२. परलोगस्स आसायणाए १३. केवलिपणत्तस्स धम्मस्स आसायणाए १४. सदेवमणुयासुरस्स लोगस्स आसायणाए १५. सव्वपाणभूयजीवसत्ताणं आसायणाए १६. कालस्स Page #30 -------------------------------------------------------------------------- ________________ | 301 મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત आसायणाए १७. सुयस्स आसायणाए १८. सुयदेवयाए आसायणाए १९. वायणायरियस्स आसायणाए २०. वाइद्धं २१. वच्चामेलियं २२. हीणक्खरं २३. अच्चक्खरं २४. पयहीणं २५. विणयहीणं २६. जोगहीणं २७. घोसहीणं २८. सुठुदिण्णं २९. दुठ्ठपडिच्छियं ३०. अकाले कओ सज्जाओ ३१. काले न कओ सज्झाओ ३२. असज्झाए सज्झाइयं ३३. सज्झाए न सज्झाइयं जो मे देवसिओ अइयारो कओ तस्स मिच्छामि दुक्कडं । નિર્ગસ્થ પ્રવચન શ્રદ્ધાન નમન પ્રતિક્રમણનો પાઠ - णमो चउवीसाए तित्थयराणं उसभाइ-महावीर पज्जवसाणाणं इणमेव निग्गथं पावयणं सच्च अणुत्तरं केवलियं पडिपुण्णं णेयाउयं संसुद्धं सल्लगत्तणं सिद्धिमग्गं मुत्तिमग्गं णिज्झाणमग्गं णिव्वाणमग्गं अवितहमविसंधि सव्वदुक्खप्पहीणमग्गं इत्थं ठिया जीवा सिझंति बुज्झति मुच्चंति परिणिव्वायंति सव्वदुक्खाणमंतं करेंति तं धम्म सद्दहामि पत्तियामि रोएमि फासेमि पालेमि अणुपालेमि, तं धम्म सद्दहतो पत्तियंतो रोयंतो फासंतो पालतो अणुपालतो तस्स धम्मस्स केवलिपण्णत्तस्स अब्भुटिओमि आराहणाए विरओमि विराहणाए । १. असंजमं परियाणामि संजमं उवसंपज्जामि २. अभं परियाणामि बंभ उवसंपज्जामि ३. अकप्पं परियाणामि कप्पं उवसंपज्जामि ४. अण्णाणं परियाणामि णाणं उवसंपज्जामि ५. अकिरियं परियाणामि किरियं उवसंपज्जामि ६. मिच्छत्तं परियाणामि सम्मत्तं उवसंपज्जामि ७. अबोहि परियाणामि बोहिं उवसंपज्जामि ८. अम्मग्गं परियाणामि मग्गं उवसंपज्जामि। जं संभरामि, जं च ण संभरामि, जं पडिक्कमामि जं च ण पडिक्कमामि, तस्स सव्वस्स देवसियस्स अइयारस्स पडिक्कमामि । समणोहं संजय-विरय-पडिहयपच्चक्खाय-पावकम्मो अणियाणो दिट्ठिसंपण्णो मायामोसं विवज्जिओ अढाइज्जेसु दीव-समुद्देसु पण्णरसकम्मभूमिसु जावंति केइ साहु रयहरण-गुच्छग-पडिग्गह-धरा पंच महव्वयधरा अट्ठारस-सहस्स-सीलंग-रहधरा अक्खयायारचरित्ता ते सव्वे सिरसा मणसा मत्थएण वंदामि । સર્વ જીવ ક્ષમાપનાનો પાઠઃ खामेमि सव्वे जीवा, सव्वे जीवा खमंतु मे । मित्ती मे सव्वभूएसु, वेरं मज्झं न केणई ॥ एवमहं आलोइयं, णिदियं गरहियं दुगंछियं सम्म । तिविहेणं पडिक्कतो, वंदामि जिण चउव्वीसं ॥ (પાંચમું આવશ્યક) કાયોત્સર્ગ પ્રતિજ્ઞા પાઠઃतस्स-उत्तरी-करणेणं, पायच्छित्त-करणेणं, विसोहि-करणेणं विसल्ली-करणेणं, Page #31 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર: ગણધર રચિત આવશ્યક સૂત્ર 3१ - पावाणं कम्माणं, णिग्घायणट्ठाए ठामि काउस्सग्ग। अण्णत्थ उससिएणं णिससिएणं खासिएणं छीएणं, जंभाइएणं, उड्डुएणं वायणिसग्गेणं भमलिए, पित्तमुच्छाए । सुहुमेहिं अंगसंचालेहिं, सुहुमेहिं खेलसंचालेहिं, सुहुमेहिं दिट्ठिसंचालेहिं एवमाइएहिं आगरेहिं, अभग्गो अविराहिओ हुज्ज मे काउस्सग्गो । जाव अरिहंताणं भगवंताणं णमोक्कारेणं ण पारेमि ताव कार्य, ठाणेणं मोणेणं झाणेणं, अप्पाणं वोसिरामि । ( मावश्य) પ્રત્યાખ્યાનના દસ પાઠો :[नवासी] उग्गए सूरे णमुक्कारसहियं पच्चक्खामि, चउव्विहं पि आहारं- असणं, पाणं, खाइम साइम; १. अण्णत्थणाभोगेण २. सहसागारेणं, वोसिरामि । [पारसी] उग्गए सूरे पोरिसिं पच्चक्खामि, चउव्विहं पि आहारं असणं, पाणं, खाइम, साइम; १. अण्णत्थणाभोगेणं, २. सहसागारेणं ३. पच्छन्नकालेणं, ४. दिसामोहेणं ५. साहुवयणेणं, ६. सव्वसमाहि-वत्तियागारेणं वोसिरामि । ले पोरसी] उग्गए सूरे पुरिम8 पच्चक्खामि, चउव्विहँ पि आहारं असणं, पाणं खाइम, साइमं १. अण्णत्थणाभोगेणं, २. सहसागारेणं ३. पच्छण्णकालेणं, ४. दिसामोहेणं ५. साहुवयणेणं, ६. महत्तरागारेणं ७. सव्वसमाहि-वत्तियागारेणं वोसिरामि। [भेडासन] एगासणं पच्चक्खामि, तिविहं पि आहारं असणं, खाइमं साइमं । १. अण्णत्थणाभोगेणं, २. सहसागारेणं ३. सागारियागारेणं ४. आउंटणपसारणेणं ५. गुरुअब्भुट्ठाणेणं ६. पारिट्ठावणियागारेणं, ७. महत्तरागारेणं, ८. सव्वसमाहिवत्तियागारेणं वोसिरामि। स्थान-] एक्कासणं एगट्ठाणं पच्चक्खामि, चउन्विहं पि आहार असणं, पाणं, खाइम, साइमं । १. अण्णत्थणाभोगेणं, २. सहसागारेणं, ३. सागारियागारेणं ४. गुरुअब्भुट्ठाणेणं ५. परिट्ठावणियागारेणं, ६. महत्तरागारेणं, ७. सव्वसमाहि-वत्तियागारेणं वोसिरामि । [नीवी] विगइओ पच्चक्खामि १. अण्णत्थणाभोगेणं, २. सहसागारेणं ३. लेवालेवेणं, ४. गिहत्थसंसटेण, ५. उक्खित्तविवेगेणं, ६. पडुच्चमक्खिएण, ७. पारिट्ठावणियागारेणं, ८. महत्तरागारेणं ९. सव्वसमाहि-वत्तियागारेणं वोसिरामि । [आयनित आयंबिल पच्चक्खामि, १. अण्णत्थणाभोगेणं, २. सहसागारेणं ३. लेवालेवेणं ४. उक्खित्तविवेगेणं ५. गिहित्थसंसटेणं ६. पारिट्ठावणियागारेणं, ७. महत्तरागारेणं ८. सव्वसमाहि वत्तियागारेणं वोसिरामि । [64वास] उग्गए सूरे, अभत्तटुं पच्चक्खामि, चउव्विहं पि आहारं असणं, पाणं, खाइम, साइम; १. अण्णत्थणाभोगेणं, २. सहसागारेणं ३. पारिट्ठावणियागारेण ४. Page #32 -------------------------------------------------------------------------- ________________ 32 મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત महत्तरागारेणं ५. सव्वसमाहि-वत्तियागारेण वोसिरामि । [[हिवस यरिभ] दिवसचरिमं पच्चक्खामि, चउव्विहं पि आहारं असणं, पाणं, खाइम, साइमं'; १. अण्णत्थणाभोगेणं, २. सहसागारेणं ३. महत्तरागारेण ४. सव्वसमाहिवत्तियागारेण वोसिरामि । [अभिग्रह] अभिग्गहं पच्चक्खामि, चउव्विहं पि आहारं असणं पाणं, खाइमं, साइमं; १. अण्णत्थणाभोगेणं, २. सहसागारेणं ३. महत्तरागारेणं ४. सव्वसमाहिवत्तियागारेण वोसिरामि । ઉપસંહાર ઃ અંતિમ મંગલ सिद्ध स्तुति पाठ (स्तव स्तुति मंगल पाठ ) : णमोत्थुणं अरिहंताणं भगवंताणं आइगराणं तित्थयराणं सयं संबुद्धाणं पुरिसुत्तमाणं पुरिससीहाण पुरिसवर पुंडरीयाण पुरिसवर गंधहत्थीण लोगुत्तमाणं लोगणाहाणं लोगहियाणं लोगपईवाणं लोगपज्जोयगराणं अभयदयाणं चक्खुदयाणं मग्गदयाणं सरणदयाणं जीवदयाणं बोहिदयाणं धम्मदयाणं धम्मदेसयाणं धम्मणायगाणं धम्मसारहीणं धम्म-वर- चाउरंत चक्कवट्टीणं दीवोत्ताणं सरण गई- पइट्ठाणं अप्पडिहय-वर-णाणदंसणधराणं विअट्टछउमाणं जिणाणं जावयाणं तिण्णाणं तारयाणं बुद्धा बोहयाणं, मुत्ताणं मोयगाणं सव्वण्णूणं सव्वदरिसीणं सिव-मयल-मरुअ-मणतमक्खय- मव्वाबाह मपुणरावित्ति सिद्धिगइणामधेयं ठाणं संपत्ताणं णमो जिणाणं जियभयाणं । આગમમનીષી શ્રી ત્રિલોકમુનિજી મ. સા. दीक्षाना खत्रीस यातुर्भास :- (१) पासी (२) न्होर (3) पासी (४) गढसिवाना (4) ४यपुर (5) पासी (७) जीयन (८) भंहसौर (८) नाथद्वारा (१०) भेधपुर (११) जालोतरा (१२) रायपुर (म. पी. ) ( 13 ) आगर (१४) भेधपुर ( 14 ) महामंदिर (१५) भेधपुर (१७) ज्यावर (१८) आसोतरा (१८) भेधपुर (२०) महावाह (२१) खाजु पर्वत (२२) सिरोही (२३) खाजु पर्वत (२४) भसूहा (२५) जेडला (२८) खाजु पर्वत (२७) महनग (२८) भाएासा (२८) प्रागपर (४२४) (30) सुरेन्द्रनगर (31-34) रोयस पाई, रा४डोट. (35-3८) आराधना भवन, वैशालीनगर, रा४ भेट. કુલ : ચાર મધ્યપ્રદેશમાં, તેર ગુજરાતમાં, એકવીસ રાજસ્થાનમાં વર્તમાનમાં – આરાધના ભવન, વૈશાલીનગર..... ઓગષ્ટ ૨૦૦૪ Page #33 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર ઃ દશવૈકાલિક સૂત્ર પ્રસ્તાવના દશવૈકાલિક સૂત્ર 33 પ્રાકથન : સાહિત્ય એ સમાજનું દર્પણ છે, સંસ્કૃતિની રજૂઆત કરનાર છે, માર્ગદર્શક પણ છે, ભૂત અને ભવિષ્યકાળના વક્તા પણ સાહિત્ય જ છે, વર્તમાનનો ચિરાગ છે. સત્સાહિત્ય, સદ્ગુણોનો અક્ષયકોષ છે, મોક્ષ માર્ગનો દીવો છે. તેથી જ આગમ જૈન સાહિત્યની અમૂલ્ય નિધિ છે. આગમ અક્ષરદેહથી જેટલા વિશાળ છે, એથી પણ વધુ અર્થ ગરિમાની દૃષ્ટિથી ગહન તેમજ વ્યાપક છે. સૂત્ર સ્થાન ઃ– દશવૈકાલિક સૂત્ર અંગ બાહ્ય સૂત્ર છે, તેને વર્તમાનમાં મૂળ સૂત્રમાં ગણવામાં આવે છે અને તેનું અધ્યયન સાધુઓ માટે અનિવાર્ય માનવામાં આવે છે. જૈન આગમોમાં સાધુઓના આચાર સંબંધી મૂળ ગુણો, મહાવ્રત, સમિતિ, ગુપ્તિ, જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિનું નિરૂપણ છે, જે સાધુની જીવનચર્યામાં મૂળભૂત સહાયક બને છે, તે બધાનું અધ્યયન સુચારુરૂપે જેમાં મળે છે, તે મૂળસૂત્ર છે. તેથી દશવૈકાલિક સૂત્રને પણ મૂળસૂત્રના રૂપમાં સ્વીકાર કરેલ છે. આ ઉત્કાલિક સૂત્ર છે, તેને ૩ર અસ્વાધ્યાય સમય છોડી દરેક સમયે વાંચી શકાય છે. ઐતિહાસિક પરિચય :- આ સૂત્રની રચના માટે ઇતિહાસ તેમજ કથાનક એવું છે કે, શય્યભવાચાર્યે પોતાના અલ્પ વયસ્ક દીક્ષિત પુત્રને બોધ પમાડવા માટે વિભિન્ન આગમ સૂત્રોમાંથી સાધ્વાચારના વિષયોનું નિર્મૂહણ કરી આ સૂત્રની રચના કરી છે. બંને ચૂલિકાઓ માટે પણ કથાનક તેમજ ઇતિહાસ એવો ઉપલબ્ધ છે કે સ્થૂલિભદ્રજીની બહેન મહાવિદેહ ક્ષેત્રમાંથી લાવેલ તેને અહીંયા જોડી દીધેલ છે. પરંતુ અગસ્ત્યસિંહસૂરી આ ચૂલિકાઓના કર્તા પણ શય્યભવાચાર્યને જ માને છે. ઉપરોકત બંને કથાનક સમીક્ષા કરવાથી મહત્ત્વપૂર્ણ પ્રતીત થતા નથી. નંદીસૂત્રની શ્રુતસૂચિમાં આ શાસ્ત્રની 'અંગબાહ્ય' સૂત્રોમાં ગણના કરેલ છે. તેથી આ સૂત્ર નન્દીસૂત્રથી પહેલા રચાયેલું છે એટલું તો સ્પષ્ટ જ છે. રચના :- આ આગમના રચનાકાર આચાર્ય શય્યભવ છે તેવું મનાય છે. તેઓ રાજગૃહીના બ્રાહ્મણ પરિવારના હતા, તેમનો જન્મ વીર નિર્વાણના ૩૬ વર્ષ બાદ (વિક્રમ પૂર્વ ૪૩૪માં) થયો હતો. તેઓ વેદાંતી હતા, જૈન માન્યતાઓના કટ્ટર વિરોધી હતા. એક વખત આચાર્ય પ્રભવના બે શિષ્યો તેમને પ્રતિબોધ આપવા ગયા. ત્યારે તેમનું ઘોર અપમાન થયું પરંતુ નિગ્રંથ ખરેખર નિગ્રંથ હતા. તેમના મુખારવિંદથી નીકળેલ એક જ શબ્દ શય્યભવની વિચારધારાને મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વમાં બદલી નાંખી, પરિવર્તિત કરી નાંખી. "અહો ! કષ્ટ, અહો કષ્ટ, તત્ત્વ Page #34 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત વિજ્ઞાયતે ના હિ !' અહો ! ખેદની વાત છે, તત્ત્વને જાણવામાં આવી રહ્યું નથી. બસ ! શય્યભવને આ વાક્યે બદલી નાંખ્યા. તેમણે વિચાર્યું કે, જે હું જાણી રહ્યો છું કે માની રહ્યો છું તે અલગ છે અને સત્ય કંઈક અલગ છે, તે જ સમયે તેઓ તલવાર લઈને ગુરુજી પાસે પહોંચ્યા અને ખુલ્લી તલવારનો ઇશારો કરી ગુરુજીને સત્ય અને તથ્યનો મર્મ પૂછ્યો, તલવારનો ઇશારો સમજી ચૂકેલા ગુરુજીએ સત્ય વાત જણાવી દીધી અને કહ્યું કે ‘અર્હત ધર્મ જ યથાર્થ ધર્મ છે, યથાર્થ તત્ત્વ છે', શય્યભવ અભિમાની હતા પરંતુ સાચા જિજ્ઞાસુ હતા. તેઓ તે જ ક્ષણે પોતાના ગુરુ પાસેથી રવાના થઈ આચાર્ય પ્રભૃવ પાસે પહોંચ્યા અને આત્મબોધ પામી દીક્ષિત થયા. નામકરણ :- દશવૈકાલિકનો શાબ્દિક અર્થ દસ + વૈકાલિક અથવા ઉત્કાલિક છે. તેમાં ઉત્કાલમાં પણ વાંચી શકાય તેવા દશ અધ્યયન છે. તેથી દશવૈકાલિક નામકરણ કરવામાં આવેલ છે. આ આગમ ૧૦ અધ્યયન અને ર ચૂલિકાઓમાં વિભક્ત છે, તેમાંથી પાંચમા અધ્યયનમાં બે અને નવમામાં ચાર ઉદ્દેશક છે, બાકીમાં ઉદ્દેશક નથી. અધ્યયન ૪ તથા ૯ ગદ્ય-પદ્યાત્મક છે, બાકી પદ્યાત્મક રચના છે. આ સૂત્ર ૭૦૦ શ્લોક પરિમાણ માનવામાં આવેલ છે. 38 વિષય :- આ સૂત્રમાં સાધ્વાચારનું પ્રતિપાદન કરવામાં આવેલ છે. તેના દશ અધ્યયન અને બે ચૂલિકાઓ છે. પ્રત્યેકના વર્ણ વિષય ક્રમશઃ આ પ્રકારે છે-(૧) ભિક્ષા ભ્રમર વૃત્તિ (ર) સ્ત્રી પરીષહ (૩) અનાચાર (૪) છ કાયા, પાંચ મહાવ્રત (૫) પિંડૈષણા (૬) અઢાર આચારસ્થાન (૭) ભાષા-વિવેક (૮) આચાર-પ્રણિધિ (૯) વિનય-સમાધિ (૧૦) ભિક્ષુ-સ્વરૂપ (૧૧) પ્રથમ ચૂલિકા-સંયમ રુચિ-વૃદ્ધિ (૧૨) દ્વિતીય ચૂલિકા-એકલ વિહારની પ્રેરણા અને તેના સાવધાન સ્થાન. સાહિત્ય સંસ્કરણ ઃ– આ સૂત્ર ઉપર બે ચૂર્ણિઓ પ્રકાશિત છે. અગસ્ત્યસિંહસૂરિ કૃત અને જિનદાસગણિ કૃત. હરિભદ્રીય ટીકા પણ મુદ્રિત છે. ત્યારપછી પણ અનેક આચાર્યોએ આ સૂત્ર પર ટીકાઓ લખી છે, જેમાંથી ઘ ણી પ્રકાશિત છે. આ સૂત્ર બહુ પ્રચલિત સૂત્ર છે. તેનાં સેંકડો સંસ્કરણ પ્રસારિત થયેલ છે, અનેક ભાષાઓમાં અનુવાદ થયેલ છે. સારાંશ પ્રાવધાનમાં આ સૂત્રનો સંક્ષેપમાં સારાંશ લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સાથે જ અનેક ઉપયોગી પરિશિષ્ટ પણ આપવામાં આવ્યા છે. જે કારણે આ સંક્ષિપ્ત સારાંશ પણ સાધુ-સાધ્વી માટે અતિ ઉપયોગી થશે. આગમ મનીષી ત્રિલોકમુનિ Page #35 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્રઃ દશવૈકાલિક સૂત્રનો સારાંશ રૂપ - - , , , , , , , - સ સરકારમાં સવાર નો સહામ વાર દશવકાલિક સૂત્ર સારાશ તે જ સ ન માન છે - તેમજ કી નાના નાના કડા પ્રથમ અધ્યયનનો સારાંશ (૧) ધર્મ અહિંસા પ્રધાન હોય છે, સંયમ પ્રધાન તેમજ તપ પ્રધાન પણ હોય છે. એવો ધર્મ જ આત્મા માટે મહાન કલ્યાણકારી થાય છે, (ર) શુદ્ધ ભાવોથી ધર્મની આરાધના કરવાવાળાને દેવ સહાય માટે લાલચ થવું પડતું નથી, પરંતુ દેવ સ્વયં તેને વંદન નમસ્કાર કરવા ઉપસ્થિત થાય છે. (૩) સૂત્રમાં કહ્યું છે કે ધર્મ ઉત્કૃષ્ટ મંગલરૂપ છે અને તે અહિંસા, સંયમ, તપરૂપ છે. જેનું મન, ધર્મમાં અનુરક્ત રહે છે તેને દેવતા પણ નમસ્કાર કરે છે. (૪) ભિક્ષુની ભિક્ષાચર્યા ભ્રમરવૃત્તિ સમાન છે, અર્થાત્ ભ્રમર ભ્રમણ કરતાં-કરતાં ફૂલોમાંથી રસ ગ્રહણ કરી લે છે. આ ફૂલો ભ્રમર માટે રસ તૈયાર કરતા નથી. તે પ્રકારે ભિક્ષુ પણ ગૃહથો દ્વારા, પોતાના માટે તૈયાર કરેલ આહારમાંથી અનેક ઘરોમાંથી થોડું થોડું ગ્રહણ કરે છે. વિશેષતા એ છે કે મુનિ ગૃહસ્થ દ્વારા દેવામાં આવે ત્યારે અને ગવેષણા કરતાં એષણા સમિતિની મર્યાદાઓને ધ્યાનમાં રાખી આહારાદિ ગ્રહણ કરે છે. (૫) ભ્રમરની ઉપમા ૧. સહજ રીતે ગૃહસ્થો માટે નિષ્પન્ન ૨. અનેક ઘરોમાંથી તેમજ ૩. અતિ અલ્પ પ્રમાણમાં લેવાની અપેક્ષાએ દેવામાં આવેલી છે. () કોઈ એક વ્યક્તિ પર અવલંબિત ન થતાંn fપરા સંતા અનેક ઘરોમાંથી થોડું થોડું લઈને સંયમમાં રત રહેવાવાળા સાધુ “મુનિ કહેવાય છે. બીજા અધ્યયનનો સારાંશ (1) પ્રાપ્ત સુખ-સામગ્રીનો સ્વેચ્છાએ ત્યાગ કરનારને ‘ત્યાગી” કહેવામાં આવે છે. જે શરીરથી સ્વસ્થ, સમર્થ અને સશક્ત હોવા છતાં પ્રાપ્ત મોગોનો ત્યાગ કરે છે, તેને ત્યાગી કહેવામાં આવે છે. (૨) સુકમારતા અને સુખશીલિયાપણાને કારણે કામવાસનાઓ પર વિજય પ્રાપ્ત થઈ શકતો નથી પરંતુ બ્રહ્મચર્યની સફળતા માટે તેનો ત્યાગ કરીને આતાપના લેવી, વિહાર કરવો આદિ કાયક્લેશ તપ અથવા પરિશ્રમી જીવન વૃત્તિ(ચર્યા) ધારણ કરવી આવશ્યક બને છે. (૩) કામવાસનાઓ ઉપર તેમજ ઇચ્છાઓ પર નિયંત્રણ થયા બાદ દુઃખોનું નિયંત્રણ તો આપમેળે જ થઈ જાય છે. (૪) અગત્પન કુળના સર્પ પોતે છોડેલા વિષને મૃત્યુસંકટ આવે તો પણ પુનઃ આ સર ક - - - વાત ન HE * ગાના *, Page #36 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત ગ્રહણ નથી કરતા. તેવી જ રીતે મુનિઓએ ત્યાગેલ ભોગો તેમજ ૧૮ પાપોની કયારેય પણ આકાંક્ષા (ઇચ્છા) ન કરવી જોઈએ. ત્યાગેલ ભોગોની ચાહના તેમજ પુનઃ સેવન કરનાર વ્યક્તિ વમન (ઉલટી)ને ચાટનાર કાગડા અને કૂતરા જેવા નિમ્ન પશુ-પક્ષીઓની જેમ નિંદા પાત્ર થાય છે. (૫) કદાચિત મોહકર્મના ઉદયથી સ્ત્રી આદિને જોઈ વિષય-વાસના જાગૃત થઈ જાય તો એ એકત્વ, અન્યત્વ ભાવનાથી અંતઃકરણને પ્રભાવિત કરવું તેમજ તેના ભાવી વિપાક(ફળ)નું ચિંતન કરી સંયમમાં સ્થિર રહેવું તથા શરીરને ક્રશ કરવું. (૬) જે પ્રકારે રાજમતિ દ્વારા પ્રતિબોધિત અસ્થિર આત્મા રથનેમિ પુનઃ સ્થિર થઈ બ્રહ્મચર્ય સંયમની આરાધના કરી સંસાર ચક્રથી મુક્ત થઈ ગયા. તે પ્રકારે વૈરાગ્ય તેમજ જ્ઞાનપૂર્વક સંયમ તેમજ બ્રહ્મચર્યમાં મેરુ સમાન સ્થિર રહેવું જોઈએ. ' ત્રીજા અધ્યયનનો સારાંશ (૧) આ અધ્યયનમાં ભિક્ષુ માટે અનાચરણીય પ્રવૃત્તિઓનો સંગ્રહ છે. પ્રચલનમાં, શ્રુતિ પરંપરામાં તેને બાવન અનાચારના નામથી ઓળખવામાં આવે છે. વાસ્તવમાં ભિક્ષુની સેંકડો અનાચારણીય પ્રવૃત્તિ છે, જે જુદા-જુદા આગમોમાં અનેક પ્રકારથી વર્ણિત છે, તેથી બાવન અનાચારને જ સમગ્ર અનાચાર ન સમજી લેવા જોઈએ. (૨) ૧. સાધુના નિમિત્તે બનેલું ૨. ખરીદેલું ૩. સામે લાવેલ ૪. નિત્ય નિમંત્રણ યુક્ત ૫. રાજપિંડ. દાનપિંડ ૭. શય્યાતરપિંડ૮. સચિત કે મિશ્ર આહાર-પાણી ૯. સચેત મૂળા, આદુ, શેરડીના ટુકડા, કંદમૂળ, ફળ તેમજ બીજ આદિ ૧૦. સચિત સંચળ, સિંધવ નમક, સામુદ્રિકનમક, રોમ નમક, કાળુંનમક તેમજ પંસુખાર આદિ નમક, આ ઉપરોકત પદાર્થોને ગ્રહણ કરવા સાધુને માટે અનાચાર છે. (૩) ૧૧. રાત્રિભોજન ૧૨. રાત્રિ સંગ્રહ ૧૩. ગૃહસ્થનાં વાસણો ૧૪. છત્ર ૧૫. ઔષધ ઉપચાર ૧૬. જૂતા-પગરખા ૧૭. અગ્નિ જલાવવો ૧૮. મુઢા(દુષ્પતિલેખ્ય આસન) ૧૯. પલંગ(ખાટ આદિ) ૨૦. ગૃહસ્થના ઘરમાં બેસવું ૨૧. સુગંધી અત્તર-તેલ રર. પુષ્પ આદિની માળા ૨૩. પંખા આદિથી હવા નાખવી વગેરે. આ બધું સાધુ માટે ત્યાગ કરવા યોગ્ય છે. (૪) ૨૪. સ્નાન ૨૫. સમ્બાહન-મર્દન૨૬દંતપ્રક્ષાલન ૨૭. દેહ અવલોકન (કાચ આદિમાં મુખ જોવું) ૨૮. ઉબટન(પીઠી) ૨૯. ધૂવણ(નાક દ્વારા જલ પ્રાણાયામ) ૩૦. વમન ૩૧. બસ્તીકર્મ ૩ર. વિરેચન (જુલાબ) ૩૩. અંજન ૩૪. મંજન ૩૫. વિભૂષા. આ સર્વ શરીર પરિકર્મ ભિક્ષુ માટે ત્યાજ્ય છે. (૫) ૩૪. અષ્ટાપદ રમત ૩૭. નાલિકા ખેલ ૩૮. ગૃહસ્થની સેવા ૩૯. નિમિત્ત આદિથી આજીવિકા વૃત્તિ ૪૦. ગૃહસ્થ શરણે રહેવું. આવા કાર્યો સંયમ મર્યાદાને યોગ્ય નથી. ભિન્ન પદ્ધતિએ ગણવાથી આ ચાલીસના બદલે બાવન થઈ જાય છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ફ આચારશાસ્ત્ર : દશવૈકાલિક સૂત્રનો સારાંશ (૭) મુનિ પાંચ આશ્રવોના ત્યાગી, છ કાયના રક્ષક, ત્રણ ગુપ્તિને ધારણ કરનાર અને પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરનાર હોય છે. (૮) સુસમાધિવત મુનિ ગ્રીષ્મૠતુમાં આતાપના લે છે, શીતકાળમાં નિર્વસ્ત્ર રહે છે અને વર્ષાઋતુમાં પ્રવૃત્તિને સંકોચ કરી એક સ્થાન પર રહે છે. (૯) તેઓ દુષ્કર સંયમ તપનું પાલન કરીને, પરીષહ ઉપસર્ગ સહન કરીને, સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી સિદ્ધ થાય છે. ચોથા અધ્યયનનો સારાંશ આ અધ્યયનમાં છ કાયનું તેમજ પાંચ મહાવ્રત અને છઠ્ઠા રાત્રિ ભોજન વ્રતનું વિસ્તૃત સ્વરૂપ બતાવેલ છે. તેમજ આ વિષયમાં ભિક્ષુની પ્રતિજ્ઞા ગ્રહણ કરવાની વિધિ કહી છે. આ સંપૂર્ણ અધ્યયનનું ઉચ્ચારણ કરીને નવદીક્ષિત ભિક્ષુને મહાવ્રતારોપણ-વડી દીક્ષા દેવામાં આવે છે. (૧) સૂક્ષ્મ તથા સ્થૂલ બધા જ પ્રકારની હિંસા, જૂઠ, અદત્ત, કુશીલ, પરિગ્રહ અને રાત્રિ ભોજનનું મન, વચન અને કાયાથી સેવન કરવું, કરાવવું કે અનુમોદન કરવું, ભિક્ષુ તેનો જીવન પર્યંત ત્યાગ કરી પ્રતિજ્ઞાબદ્ધ બની જાય છે. (ર) વાયુ સિવાય ચાર સ્થાવર અને ત્રસ કાયની સંપૂર્ણ હિંસાનો ત્યાગ કરી, તે પ્રતિજ્ઞાબદ્ધ બની જાય છે. (૩) વાયુકાયની અપેક્ષા- ૧. ફૂંક મારવી અને ૨. હવા નાંખવાનો તે ત્યાગ કરે છે. બાકીની પ્રવૃત્તિમાં તે ચાલવું, ઊઠવું, બેસવું, બોલવું, ખાવું, સૂવું આદિયતનાથી સાવધાનીથી અર્થાત્ વેગ રહિત, શાન્તિથી કરવા માટે પ્રતિજ્ઞાબદ્ધ બને છે. (૪) નાડીના સ્પંદન માત્રથી પણ વાયુકાયના જીવોની હિંસા થાય છે, તેથી ઉપરોક્ત અપેક્ષાથી ભિક્ષુને વાયુકાય સંબંધી પ્રતિજ્ઞા જીવન પર્યંતની હોય છે. (૫) આ બધી જ પ્રતિજ્ઞાઓને ગ્રહણ કરવામાં તેના સ્વયંનું એટલે આત્મકલ્યાણનું પ્રયોજન હોય છે. જનકલ્યાણએ સંયમ-ગ્રહણનું પ્રયોજન હોતું નથી. તે તો તેની સંયમ યોગરૂપ સ્વાધ્યાય પ્રવૃત્તિ છે. (૬) સંયમ પાલન કરવામાં– સંયમ સંબંધી બધી વિધિઓનું, જીવ-અજીવ આદિ તત્ત્વોનું જ્ઞાન કરવું, ચિંતન કરવું અને અનુભવ કરવો અત્યંત આવશ્યક છે, તેના માટે સૂચિત ગાથાનો ભાવ હિન્દી પદ્યમાં આ પ્રકારે છે. प्रथम ज्ञान पीछे क्रिया, यह जिनमत का सार ज्ञान सहित क्रिया करे, तो उतरे भव पार ॥१॥ (૭) જ્ઞાન વિના હિત-અહિતનો, કર્તવ્યાકર્તવ્યનો બોધ થતો નથી, કર્મ બંધ અને નિર્જરાનું જ્ઞાન પણ થતું નથી, જે હોવું સાધનામાં આવશ્યક છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત (૮) સુખશીલ, નિદ્રાશીલ, પ્રક્ષાલન(ધોવાની)પ્રવૃતિ કરનાર સાધુની સતિ થવી દુર્લભ છે. 34 (૯) તપ-ગુણોની પ્રધાનતાવાળા, સ૨ળ બુદ્ધિ, ક્ષમાદિ ધર્મોનું પાલન કરનાર, પરીષહ વિજેતા ભિક્ષુની સદ્ગતિ થવી સુલભ છે. (૧૦) પાછલી વયે(વૃદ્ધાવસ્થામાં) પણ દુર્લભ સંયમને પ્રાપ્ત કરી જે તપ, સંયમ, ક્ષમા, બ્રહ્મચર્યમાં લીન રહે છે, તે પણ જલ્દીથી કલ્યાણ કરી લે છે અર્થાત્ અલ્પસમયનું પણ શુદ્ધ ભાવપૂર્વકનું સંયમ પાલન સદ્ગતિને પ્રાપ્ત કરાવી દે છે. પાંચમા અધ્યયનનો સારાંશ પ્રથમ ઉદ્દેશક (૧) આ અધ્યયનમાં બે ઉદ્દેશક છે. બંનેમાં આહારાદિની ગવેષણા અને પરિભોગેષણા સંબંધી વિધિ અને નિષેધ છે. (૨) ભિક્ષાના યોગ્ય સમયે ભિક્ષુ ઉદ્વેગ અને મૂર્છાથી રહિત થઈ ચાર હાથ પ્રમાણ ભૂમિમાં બીજ, લીલોતરી તેમજ ત્રસ સ્થાવર જીવોનું શોધન-સંરક્ષણ કરતાં, શાંત ચિત્તે તેમજ મંદ ગતિથી ચાલે. (૩) ભિક્ષુ કંટક આદિથી યુક્ત તેમજ વિષમ માર્ગેથી ન જાય. (૪) તુસ અથવા રાખ આદિમાં ચાલવું હોય અને પગ ઉપર સચેત રજ હોય તો પગનું પ્રમાર્જન કરવું જોઈએ. (૫) ભિક્ષુ વેશ્યાઓના મહોલ્લામાં ગોચરીએ ન જાય. (૬) ઉગ્ન-પશુ, રમતા બાળક તેમજ ક્લેશ, યુદ્ધ આદિથી યુક્ત માર્ગો પર ન જાય. (૭) ગોચરી માટે જતી વખતે ઉતાવળથી ન ચાલે, વાતો કરતાં થકા ન ચાલે કે હસતાં થકા ન ચાલે. (૮) ચોરીની શંકાના સ્થાનરૂપ સંધિ આદિને જોતાં થકા ન ચાલે અને રાજા કે રાજપુરુષ આદિના ગુપ્ત વાતચીતના સ્થાનોથી દૂર રહે. (૯) નિષિદ્ધ તેમજ અપ્રતીતકારી કુળોમાં ન જાય. (૧૦) દરવાજા, પડદા વગેરે ઢાંકયા હોય તો ગૃહસ્થની આજ્ઞા વિના ન ખોલે. (૧૧) મળ-મૂત્રના આવેગને રોકે નહિ. (૧૨) ફૂલ, બીજ વેરાયેલ ન હોય તેવા તેમજ પ્રકાશયુક્ત સ્થાનમાં ગોચરી કરે. (૧૩) વાછરડા, કૂતરા આદિ પશુને ઓળંગીને કે દૂર કરીને જાય નહિ. (૧૪) સ્ત્રી તેમજ કોઈ પણ પદાર્થો કે સ્થાનોને આસક્તિ ભાવથી ન જોવે. (૧૫) જે ઘરમાં સાધુના પ્રવેશ યોગ્ય જેટલું સ્થાન હોય ત્યાં સુધી જ જાય. (૧૬) સચેત-પાણી, પૃથ્વી, બીજ, લીલોતરીનું વર્જન કરી ઉભા રહે. Page #39 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્રઃ દશવૈકાલિક સૂત્રનો સારાંશ (૧૭) પદાર્થને ઢોળતાં થકા ભિક્ષા દે તો ન લેવી. પ્રાણી, બીજ, લીલોતરીનો સ્પર્શ કરતાં કે કચડતાં થકા દે તોપણ ભિક્ષા ન લેવી, પાણીની વિરાધના કે સ્પર્શ કરીને દે તોપણ ગોચરી ન લેવી. (૧૮) ભિક્ષા દેતાં પહેલાં કે પછી હાથ, વાસણ આદિ ધોવે તો ભિક્ષા ન લેવી. (૧૯) દાતાના હાથ, વાસણ આદિ કોઈ પણ સચેત અથવા મિશ્ર પદાર્થ, લીલોતરી, બીજ, મીઠું, સચેત પૃથ્વી કે જળબિન્દુથી લિપ્ત હોય કે સંયુક્ત હોય તો તેની પાસેથી ભિક્ષા ન લેવી. ૩૯ (૨૦) ભાગીદારોની ભાવના જાણીને અનુકૂળતા હોય તો ભિક્ષા લેવી. (૨૧) ગર્ભવતી સ્ત્રી માટે બનેલ આહાર, તેના ખાધા પહેલાં ન લેવો, અગર તેને ઉભા થવું કે બેસવું પડેતો પણ તેના હાથથી આહાર ન લેવો. ન (૨૨) સ્તનપાન કરાવતી સ્ત્રી બાળકને રડતું છોડી આહાર વહોરાવે તો ન લેવો. (૨૩) કોઈ પદાર્થની કલ્પ્ય-અકલ્પ્યની શંકા પડે તો તે ન લેવો. (૨૪) બહુ જ ભારે પદાર્થને ઉપાડવો પડે અથવા કોઈ પેકિંગ ખોલવું પડે અર્થાત્ મુશ્કેલીથી કાંઈપણ દેવામાં આવે તો ન લેવું. (૨૫) કોઈ પણ પ્રકારનું દાન-પિંડ કે શ્રમણ નિમિત્તે બનાવેલ, ખરીદેલ કે તેના માટે સામે લાવેલ તેમજ મિશ્ર, પૂતિકર્મદોષ વાળો આહાર ન લેવો. (૨૬) દોષની શંકા હોય અને તે પદાર્થ લેવો આવશ્યક હોય તો નિર્ણય કરવા માટે, તેને કોણે બનાવ્યો, તે જાણકારી કરીને પછી તેને પૂછવું કે કોના માટે બનાવ્યો? કયારે બનાવ્યો ? વગેરે; સરળ ભદ્રિક પરિણામી વ્યક્તિને એકાદ પ્રશ્ન કરી તેમજ હોંશિયાર અનુરાગીને અનેક પ્રશ્ન કરી સાચો નિર્ણય કરવો. (૨૭) સચેત પાણી, ફૂલ, લીલોતરી, બીજ વગેરે પર રાખેલ ખાદ્ય પદાર્થ ન લેવો. (૨૮) અગ્નિ પર રાખેલ પદાર્થ તેમજ અગ્નિની વિરાધના કરીને દેવામાં આવતો પદાર્થ ન લેવો. (૨૯) અસ્થિર લાકડા, શિલા કે પત્થર પર ન ચાલવું. (૩૦) નીચેથી નીસરણી લગાવીને ઉપરથી આપે અથવા દાતાના પડી જવાનો કે લપસી જવાનો ભય હોય તે પ્રકારે દે અથવા કષ્ટપૂર્વક દે તો આહાર ન લેવો. (૩૧) કંદ, મૂળ, આદુ, ફળ અથવા ભાજી વગેરે સચેત હોય અથવા શસ્ત્રથી કાપેલ હોય તો પણ ન લેવા અર્થાત્ પાકા ફળ કાપીને બીજ કાઢેલ હોય અને કાચી વનસ્પતિ અગ્નિમાં પાકેલી હોય તો જ અચેત બને છે અને ત્યારે તે ભિક્ષુ માટે ગ્રાહ્ય બને છે. (૩૨) વેચવા માટે ખુલ્લી પડેલી, સચેત રજથી યુક્ત મીઠાઈ આદિ ન લેવી. Page #40 -------------------------------------------------------------------------- ________________ ४० મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત (૩૩) જેમાં ફેંકવા યોગ્ય ભાગ વધારે હોય તેવી વસ્તુ ન લેવી. (૩૪) લોટના વાસણ ધોયેલ, ચોખા ધોયેલ કે અન્ય કોઈપણ પદાર્થથી લિપ્ત, વાસણ ધોયેલ પાણી, જોવામાં સારું હોય કે ખરાબ પરંતુ તરસ છીપાવવા યોગ્ય હોય અને ધોયેલ પાણીને એક ઘડી યા બે ઘડી(૨૪ કે ૪૮ મિનિટ) થઈ ગયેલ હોય તો તે પાણી ભિક્ષુ ગ્રહણ કરી શકે છે. ક્યારેક જોવાથી તે પાણી તરસ છીપાવવા માટે શંકાવાળુ લાગે તો ચાખીને પણ નિર્ણય કરી શકાય છે, લીધા પછી પણ તરસ છીપાવવા યોગ્ય ન લાગે તો વિધિપૂર્વક અચેત સ્થાને પરઠી દેવું જોઈએ. (૩૫) ગોચરીમાં ગયેલ ભિક્ષુ ક્યારેક કોઈ પદાર્થ શારીરિક કારણથી ત્યાંજ વાપરી લેવો જરૂરી સમજે તો એકાન્ત ઓરડાની આજ્ઞા લઈ ખાઈ-પી શકે છે પરંતુ ત્યાં ગંદકી બિલકુલ ન કરે. (૩૬) ભિક્ષા લઈ ઉપાશ્રયમાં વિનયપૂર્વક પ્રવેશ કરવો, ગુરુને આહાર દેખાડવો, ઇરિયાવહીનો કાઉસગ્ગ કરવો, દોષોની આલોચના કરવી, સ્વાધ્યાય કરવો, તેમજ અસાવધવૃતિની અનુમોદનાનું ચિંતનરૂપ ધ્યાન કરવું. ત્યાર પછી અન્ય સાધુને નિમંત્રણ કરવું, નિમંત્રણ સ્વીકાર કરે તો તેમને દઈ અથવા તેમની સાથે આહાર કરવો. નિમંત્રણ ન સ્વીકારે તો એકલા જ યતનાથી વિધિપૂર્વક આહાર કરવો. (૩૭) આહાર વાપરવાની વિધિ-આહારની નિંદા-પ્રશંસા ન કરવી, સ્વાદ માટે પદાર્થોનો સંયોગ ન કરવો. જે કારણથી જેટલો આહાર જરૂરી હોય તેટલો જ લેવો. પરંતુ પોતાના ખોરાકથી કંઈક ઓછું અવશ્ય ખાવું. (૩૮) અતિ ધીમે અથવા અતિ જલ્દી ન ખાવું. પહોળા પાત્રમાં અને નીચે ન ઢોળતા થકા, મોઢેથી ચટાચટ કે સુડ-સુડ આદિ કોઈ પ્રકારનો અવાજ ન આવે તે પ્રકારે ખાવું કે પીવું. (૩૯) સંયમ યોગ્ય, સ્વાસ્થ્ય યોગ્ય જેવા પણ આહારાદિ મળે તેવા તેને ઘી-સાકર સમાન માનીને ચિત્તની પ્રસન્નતાપૂર્વક વાપરવા. (૪૦) અતિ અલ્પ આહાર મળે તો પણ ખેદ ન કરવો, તપ સમજી સંતોષ રાખવો. (૪૧) નિઃસ્વાર્થ ભાવથી(અર્થાત્ પ્રત્યુપકારની કોઈ આશા ન રાખતા થકા) દેવાવાળા દાતા અને નિઃસ્પૃહ ભાવથી(અર્થાત્ આશીર્વચન આદિ ન બોલતા થકા અને રાગભાવ કે કોઈ પ્રત્યુપકાર ન કરતા થકા) લેનાર મુનિને 'મુહાદાઈ' અને 'મુહાજીવી' કહેવામાં આવે છે અને બંને સદ્ગતિને પ્રાપ્ત કરે છે. બીજો ઉદ્દેશક (૧) જરૂરિયાત મુજબ ભિક્ષુ આહાર કર્યા પહેલાં કે પછી પણ પુનઃ ગોચરીએ જઈ શકે છે. ધ્યાન એ જ રાખવાનું કે તે વસ્તી–એરિયામાં ભિક્ષા મળવાનો અનુકૂળ સમય હોવો જોઈએ. Page #41 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર ઃ દશવૈકાલિક સૂત્રનો સારાંશ (ર) માર્ગમાં પશુ કે પક્ષી, દાણા(આહાર-પાણી) લઈ રહ્યા હોય તો તેમને કોઈ પણ પ્રકારે અંતરાય ન પડે તેનો વિવેક રાખવો. ૪૧ (૩) ગોચરી ગયેલ ભિક્ષુ ગૃહસ્થના ઘેર વાત કરવા માટે ન ઉભો રહે કે ન બેસે. (૪) બારી-દરવાજા કે તેના કોઈ પણ વિભાગનું અવલંબન ન લે. (૫) કોઈ યાચક દ્વાર પર ઉભેલ હોય તો તેના ઘેર ભિક્ષા લેવા ન જવું અને તેની સામે ઉભા રહેવું ન જોઈએ. (૬) જલજ ખાદ્ય વનસ્પતિ કે ઇક્ષુ ખંડ આદિ અચેત, તેમજ શસ્ત્ર પરિણત ન હોય તો ન લેવા. મગફળી વારંવાર સારી રીતે શેકેલ ન હોય તો ન લેવી. તેની જેમ જ અન્ય પણ શેકવામાં આવે તેવા પદાર્થોના વિષયમાં સમજી લેવું જોઈએ. (૭) બીજ, ફળ તેમજ અન્ય વનસ્પતિઓ તથા તે બધાના ચૂર્ણ જો અચેત ન હોય તથા અગ્નિ આદિથી શસ્ત્ર પરિણત ન હોય, તો ન લેવા. (૮) ભિક્ષુ સામાન્ય ઘરને છોડી શ્રીમંત ઘરોમાં ગોચરી જવાનો આગ્રહ ન રાખે. (૯) ખાદ્ય-પદાર્થ અથવા અન્ય વસ્ત્ર, શય્યા-સંસ્તારક વગેરે હોવા છતાં અને સામે દેખાવા છતાં દાતા ન દે તો બિલકુલ ખિન્ન ન થવું. (૧૦) અધિક સન્માન દેવાવાળા હોય તો પણ ભિક્ષુ તેના પાસે કોઈ વિશિષ્ટ વસ્તુ ન માગે અર્થાત્ સામાન્યરૂપથી ખાવા અને દેવા યોગ્ય પદાર્થ રોટલી, શાક, પાણી, છાસ આદિની યાચના ભિક્ષુ કરી શકે છે. (૧૧) જે પણ ભિક્ષા મળે તેમાં લોભ ન કરતા આવશ્યકતા અનુસાર જ લે. સાથે જ દાતા અને બાજુમાં ઉભેલી વ્યક્તિના ભાવોનો વિવેક રાખીને લે. તેમજ ગુરુ આદિથી કોઈ વસ્તુ છુપાવીને ન ખાય. પ્રાપ્ત આહારને સરળભાવ તેમજ સરળ વ્યવહારથી સંયમ યાત્રાના નિર્વાહ માટે, આસક્તિ ભાવથી રહિત બનીને ખાય. (૧૨) કપટ કરનાર, રસમાં આસક્ત અથવા ગુપ્ત રીતથી મદિરા આદિનું સેવન કરનાર ક્યારે ય પણ આરાધક થતાં નથી તેમજ તે નિંદાને પાત્ર બને છે. (૧૩) બુદ્ધિમાન મુનિ પૌષ્ટિક પદાર્થોનો તેમજ મધ પ્રમાદનો ત્યાગ કરતાં ઉત્કૃષ્ટ તપ-આચરણથી સંયમની આરાધના કરે છે અને પ્રશંસા પ્રાપ્ત કરે છે. (૧૪) જે તપ, વ્રત, રૂપ તેમજ આચારના ચોર હોય છે અર્થાત્ જે આ વિષયોમાં ભગવાનની આજ્ઞાથી વિપરીત આચરણ કરે છે અથવા શક્તિ હોવા છતાં પણ વ્રત-નિયમોનું ઔત્સર્ગિક ઉત્કૃષ્ટ આચરણ કરતા નથી, તપમાં આગળ વધવાની રુચિ રાખતા નથી, વસ્ત્ર-પાત્ર આદિમાં ઊણોદરી કરતાં થકા, અચેલ, અપાત્ર થવા પ્રયત્ન કરતા નથી, પરંતુ છતી શક્તિએ આરામથી રહેવાનું લક્ષ્ય રાખે છે, તેને અહીંયા 'ચોર' કહેવામાં આવેલ છે. (૧૫) આવો સાધક, કિક્વિષિક દેવ, તિર્યંચ, નરક ગતિમાં ભ્રમણ કરે છે. તેથી Page #42 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત| + ' , , સરળતાપૂર્વક, શક્તિ અનુસાર તપ સંયમમાં ઉત્તરોત્તર વૃદ્ધિ કરતા રહેવું જોઈએ તેમજ એષણાના વિવિધ નિયમો-ઉપનિયમોને, ઔદેશિક આદિ દોષોને ગુરુ આદિ પાસે સારી રીતે સમજીને એષણા સમિતિનું વિશુદ્ધરૂપે પાલન કરતા રહેવું જોઈએ. છઠ્ઠા આધ્યયનનો સારાંશ આ અધ્યયનમાં સાધ્વાચારના વિષયોને અઢાર સ્થાન દ્વારા વિશ્લેષણ કરી સમજાવવામાં આવેલ છે અને સાથે એ પણ કહેવામાં આવેલ છે કે આ અઢાર સ્થાનનું આબાલ-વૃદ્ધ, રોગી-નિરોગી બધા જ સાધુ-સાધ્વીજીઓએ અખંડરૂપથી પાલન કરવું જરૂરી છે. તેમાંથી કોઈપણ સ્થાનની વિરાધના(નિયમોનું ખંડન) કરનાર ભિક્ષુ સાધુપણાથી ભ્રષ્ટ થઈ જાય છે. (૧) બધા જ ત્રસ અને સ્થાવર જીવ જીવવા ઇચ્છે છે, પ્રાણાવધ ઘોર પાપ છે. તેથી મુનિ તેનો સર્વથા (કરવું, કરાવવું, અનુમોદન કરવું–મન, વચન, કાયાથી) ત્યાગ કરે છે. (૨) જૂઠું બોલવું પર પીડાકારી છે, તેમજ અવિશ્વાસ ઉત્પન્ન કરનાર છે. તે બધા ધર્મોમાં ત્યાજ્ય ગણેલ છે. તેથી મુનિ પોતાના માટે કે બીજા માટે ક્રોધાદિ કષાય વશ અથવા હાસ્ય કે ભયથી પણ જૂઠું બોલવાનો સર્વથા ત્યાગ કરે છે. (૩) દીધા વિના કે આજ્ઞા વિના મુનિ તૃણ માત્ર પણ ગ્રહણ કરતા નથી. (૪) મૈથુન સંસર્ગ: મહાન દોષોને તેમજ પ્રમાદને ઉત્પન્ન કરનાર છે, વળી તે અધર્મનું મૂળ છે તથા પરિણામમાં દુઃખદાયક છે. તેથી મુનિ અબ્રહ્મચર્યનો સર્વથા ત્યાગ કરે છે. (૫) મુનિ સંયમના આવશ્યક ઉપકરણો રાખવા સિવાય કોઈપણ પદાર્થોનો સંગ્રહ કરતા નથી, આવશ્યક ઉપકરણોમાં પણ મમત્વભાવ રાખતા નથી, કેવળ સંયમ જીવનના નિર્વાહ માટે તેમજ દેહ સંરક્ષણ માટે તે ઉપકરણોને ધારણ કરે છે. મુનિએ પોતાના શરીર પર પણ મમત્વભાવ ન રાખવો. મમત્વ, મૂર્છા જો હોય તો શરીર તેમજ ઉપકરણને પણ પરિગ્રહ ગણવામાં આવે છે. ગાથા ૨૧ માં કહ્યું છે કે મીઠું, તેલ, ઘી, ગોળ વગેરે ખાદ્ય સામગ્રીનો સંગ્રહ કરનાર ગૃહસ્થ છે, સાધુ નથી. (૬) અનેક સૂમ, ત્રસ તેમજ સ્થાવર પ્રાણી રાત્રે દેખાતા નથી. એષણા સમિતિ તેમજ દરિયા સમિતિનું પાલન પણ રાત્રે થઈ શકતું નથી. તેથી મુનિ રાત્રે સંપૂર્ણ આહારનો ત્યાગ કરે છે. (૭–૧૨) પૃથ્વી આદિ છ કાય જીવોનું મુનિ મન, વચન, કાયાથી સંરક્ષણ કરે છે. (૧૩) અકલ્પનીય– જે પોતાના નિમિત્તથી બનેલ, ખરીદેલ, અન્ય ઓરડાથી કે Page #43 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર : દશવૈકાલિક સૂત્રનો સારાંશ , , , નહીં દેખાતા સ્થાનથી સામે લાવેલ આહાર ગ્રહણ કરે છે, નિત્ય નિમંત્રણ સ્વીકારીને મનોજ્ઞ અને સદોષ આહાર ગ્રહણ કરે છે, તે પ્રાણવધનું અનુમોદન કરે છે, તેથી તેવું કરનાર તીર્થકર ભગવાનની આજ્ઞામાં નથી. (૧૪) ગૃહી-ભાજન– મુનિએ ગૃહસ્થના થાળી, વાટકા, ગ્લાસ વગેરેમાં આહારપાણી વાપરવા નહીં, કારણ કે પછી ગૃહસ્થ તે વાસણોને ધોવા માટે સચેત પાણીની વિરાધના કરે કે તે ધોયેલા પાણીને ગટર આદિમાં ફેંકે અથવા તે ફેકેલ પાણી ક્યાંક ભેગું થવાથી તેમાં ત્રસ જીવ પડીને મરે છે. (કપડાં ધોવા કે પાણી શીતલ કરવા, ગ્રહણ કરેલ સાધનો માટે આ વિધાન લાગુ પડતું નથી કારણ કે તે સાધનો ગૃહસ્થને ધોવા પડે નહીં; સાધુ પોતે જ સ્વચ્છ કરીને રાખે છે.) (૧૫) પલંગ, ખાટ, મુઢા(વિશેષ પ્રકારની ખુરશી) વગેરે દુષ્પતિલેખ્ય શવ્યા આસનોને ઉપયોગમાં ન લેવાં.(સુપ્રતિલેખ્ય કાષ્ટ, પ્લાસ્ટિકના ઉપકરણો માટે આ નિયમ લાગુ પડતો નથી.) (૧૬) ગોચરી માટે ગયેલ ભિક્ષુ ક્યાંય પણ ગૃહસ્થના ઘેર બેસે નહીં. ત્યાં બેસવાથી– બ્રહ્મચર્યમાં વિપત્તિ, પ્રાણી વધે અને અન્ય ભિક્ષાજીવકોના અંતરાયરૂપ તેમજ ઘરના માલિકના ક્રોધનું નિમિત્ત બને છે, મતલબ કે એવા કુશીલ વર્ધક સ્થાનનો મુનિ સર્વથા ત્યાગ કરે. વૃદ્ધ, રોગી, તપસ્વી આ ત્રણે ગોચરીમાં ગૃહસ્થના ઘેર કયારેક બેસી શકે છે. (૧૭) રોગી હોય કે સ્વસ્થ, સ્નાન કરવું કોઈપણ સાધુને કલ્પતું નથી. એવું કરવાથી તે આચારથી ભ્રષ્ટ બને છે. તેમનો સંયમ શિથિલ બની જાય છે. તેથી ભિક્ષુ ઠંડા કે ગરમ પાણીથી કયારેય પણ સ્નાન કરતા નથી. (૧૮) ઉબટન, માલિસ આદિ કરવું તેમજ શરીર કે વસ્ત્રોને સુસજ્જિત-વિભૂષિત કરવા, એ કાર્યો ભિક્ષુને કહ્યું નહિ. નગ્ન, મુંડ, દીર્ઘ રોમ અને નખવાળા બ્રહ્મચારી ભિક્ષુને વિભૂષાથી શું પ્રયોજન હોય? વિભૂષાવૃત્તિથી અથવા તેના સંકલ્પ માત્રથી ભિક્ષુને ચીકણા કર્મનો બંધ થાય છે. કારણ કે તેના માટે અનેક સાવધ પ્રવૃત્તિઓ કરવી પડે છે. વિભૂષાવૃત્તિથી જીવ ઘોર સંસારમાં પરિભ્રમણ કરે છે. તેથી છ કાય જીવના રક્ષક મુનિ વિભૂષા વૃત્તિનું સેવન કરતા નથી. (૧૯) મોહ રહિત તત્ત્વવેત્તા મુનિ તપ, સંયમ તેમજ ક્ષમા, નિર્લોભતા, સરળતા આદિ દશ યતિ ધર્મોમાં તલ્લીન બની જાય છે. તે નવા કર્મબંધ કરતાં નથી તેમજ પૂર્વે કરેલા કર્મોનો ક્ષય કરે છે. (ર૦) તે નિર્મમત્વી, ઉપશાંત, નિષ્પરિગ્રહી, યશસ્વી મુનિ સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે અથવા વૈમાનિક દેવ બને છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ જ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત સાતમા અધ્યયનનો સારાંશ (૧) આ અધ્યયનમાં ભાષા સંબંધી વિવેક શીખવતાં સૂકમતમ સત્યનું નિરૂપણ કરવામાં આવેલ છે. (૨) વેશ માત્ર જોઈને કોઈ સ્ત્રીને પુરુષ' કહે, તો પણ તેને અસત્ય ભાષણના પાપ કર્મનો બંધ થાય છે. તેથી મુનિએ સાવધાનીપૂર્વક સત્ય ભાષણ કરવું જોઈએ. (૩) જઈશું, ખાઈશું, કરીશું, બોલીશું, એવા ભવિષ્યકાળ સંબંધી નિશ્ચયાત્મક પ્રયોગ ભિક્ષુ ન કરે, પરંતુ જવાનો વિચાર છે, ખાવાનો ભાવ છે, કરવાનો ભાવ છે ઇત્યાદિ એ રીતે બોલવું જોઈએ. (૪) ત્રાસ-સ્થાવર પ્રાણીનો વિનાશ થાય તેવી ભાષા ન બોલવી જોઈએ. (૫) કાણાને કાણો, આંધળાને આંધળો, રોગીને રોગી ઇત્યાદિ કોઈને પીડાકારી ભાષા ન બોલવી જોઈએ. તેમજ મુનિએ દુષ્ટ, મૂર્ખ, કપટી, બદમાસ, લંપટ, કૂતરો વગેરે કઠોર ભાષા બોલવી ન જોઈએ. (૬) મા, દાદી, ભાભી, માસી, ફુઈ, દાસી, સ્વામિની અથવા પિતા, દાદા, મામા, માસા, ફઆ, દાસ, સ્વામી વગેરે ગૃહસ્થ વચન ન બોલવા પરંતુ તેના નામ આદિથી કે બહેન, ભાઈ, બાઈ જેવા યથાયોગ્ય સંબોધનથી બોલાવવા જોઈએ. (૭) મનુષ્ય, પશુ-પક્ષીના વિષયમાં આ જાડા તાજા છે, ખાવા પકાવવા યોગ્ય છે' વગેરે ન બોલવું જોઈએ. (૮) આ વૃક્ષ, મકાનના લાકડા માટે યોગ્ય છે, તેવું ન બોલવું. આ જ રીતે ફળ, ધાન્ય, વનસ્પતિના સંબંધમાં ખાવા-પકાવવા યોગ્ય છે તથા નદીના વિષયમાં આ તરવા યોગ્ય છે, તેનું પાણી પીવા યોગ્ય છે ઇત્યાદિ સાવદ્ય ભાષા ન બોલવી. (૯) શુદ્ધ પ્રાપ્ત આહાર માટે પણ 'આ સારૂ બનાવ્યું છે, સારૂ પકાવ્યું છે, વગેરે ભાષા ન બોલવી. (૧૦) આ વસ્તુ સર્વોત્કૃષ્ટ છે, દુનિયામાં આવું અન્ય કયાંય નથી, એમાં અગણિત અસંખ્ય ગુણ છે અથવા આ વસ્તુ ખરાબ છે વગેરે ન બોલવું જોઈએ. (૧૧) “બધું જ શબ્દનો પ્રયોગ મુનિએ ન કરવો, જેમ કે બધું જ કહી દઈશ', બધું જ કરી લઈશ”, “બધું જ ખાઈશ” વગેરે. (૧૨) ખરીદવા વેચવાની પ્રેરણા અથવા નિષેધ સૂચક ભાષા ન બોલવી. (૧૩) ગૃહસ્થને આવો, બેસો, જાવ, કરો, ખાઓ વગેરે આદેશ વાક્ય ન કહેવા. (૧૪) લોકમાં ઘણા વેશધારી સાધુ હોય છે; હિંસાના પ્રેરક, માયાવી, ભગવાનની આજ્ઞાના ચોર, રસના આસક્ત, મહાવ્રત, સમિતિ, ગુપ્તિમાં અનુપયુક્ત હોય છે; Page #45 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્રઃ દશવૈકાલિક સૂત્રનો સારાંશ N છ કાય જીવોની યતનામાં લક્ષ્યહીન હોય છે, તેવા અસાધુ(કુસાધુ)ને સાધુ ન કહેવા. પરંતુ જે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપથી સંપન્ન હોય અને ઉપરોક્ત અવગુણોથી રહિત હોય તેવા સાધુઓને જ સાધુ કહેવા. (૧૫) કોઈના જય અથવા પરાજયની ભવિષ્યસૂચક ભાષા ન બોલવી. (૧૬) વરસાદ, ઠંડી, ગરમી, દુષ્કાળ, સુકાળ વગેરે કુદરતી રચનાઓના સંબંધમાં તેના થવા કે ન થવા સંબંધી કોઈ ભાષા ન બોલવી જોઈએ, એવી ભાષા નિરર્થક છે, કારણ કે પ્રકૃતિ કોઈ મનુષ્યના વશમાં નથી. (૧૭) “આ તો રાજા છે', “આ તો દેવ છે એવી અતિશયોક્તિની ભાષા ન બોલવી. કોઈને રિદ્ધિમાન, ઐશ્વર્યવાન, સંપત્તિશાળી વગેરે કહી શકાય છે. (૧૮) સાવધ કાર્યો(આરંભ-સમારંભ)ની પ્રેરક અથવા પ્રશંસક નિશ્ચયકારી, પર-પીડાકારી ભાષા ન બોલવી. ક્રોધ, માન, માયા, લોભ અને ભયને વશ થઈન બોલવું તેમજ હાંસી-મજાકમાં ન બોલવું. (૧૯) આ પ્રકારે ભાષાનાં ગુણદોષ, વિધિનિષેધોને જાણીને, વિચારપૂર્વક ભાષા પ્રયોગ કરનાર, ઇન્દ્રિયોને વશમાં રાખનાર, કષાયોથી રહિત તેમજ કોઈ પણ પ્રતિબંધથી કે કોઈના આશ્રયથી રહિત મુનિ કર્મોનો ક્ષય કરીને આરાધક બને છે. આઠમા અધ્યયનનો સારાંશ (૧) આચારના ભંડાર સ્વરૂપ સંયમ-તપને પ્રાપ્ત કરી, મુનિએ સદા તેની સર્વોત્કૃષ્ટ આરાધનામાં લીન રહેવું જોઈએ. (૨) પૃથ્વી, પાણી, અગ્નિ, હવા, લીલાઘાસ અને વૃક્ષમાં પણ જીવ છે અને નાના-નાના ત્રસ પ્રાણી છે તેનામાં મનુષ્ય સમાન જ જીવ છે. મન, વચન, કાયાએ કરી હંમેશા તે જીવોની સાથે અહિંસક તેમજ સાવધાની યુક્ત વ્યવહાર કરવો જોઈએ. કોઈપણ લક્ષ્યથી અર્થાત ૧. જીવન-નિર્વાહ માટે ૨. યશ-કીર્તિ માટે ૩. આપત્તિમાં અથવા ૪. ધર્મ સમજીને જન્મ-મરણથી મુક્ત થવાના લક્ષ્યથી પણ મુનિએ તે સ્થાવર અને ત્રસ જીવોની હિંસા ન કરવી જોઈએ અને ન તો તેવા હિંસાજનક કાર્યોની પ્રેરણા કે અનુમોદના આપવી જોઈએ. (૩) સચેત પૃથ્વી અથવા સચેત રજ યુક્ત આસન વગેરે પર ન બેસવું તથા સચેત પૃથ્વીના છેદન-ભેદન કે તેને ખોતરવી વગેરે કૃત્યો ન કરવા. (૪) કાચું પાણી ન પીવું, ન તેનો સ્પર્શ કરવો, વરસાદ આદિથી કયારેક શરીર ભીંજાઈ જાય તો તેને લૂછવું નહિ, સ્પર્શ ન કરવો, પોતાની જાતે સુકાઈ જાય ત્યાં સુધી સ્થિરકાય ઉભા રહેવું. (૫) અગ્નિનો સ્પર્શ કરવો કે તેને પેટાવવો, બુઝાવવો વગેરે ન કરવું. Page #46 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જેનાગમ નવનીત (૬) પંખા, ફૂંક આદિથી હવા ન નાખવી. (૭) વનસ્પતિનું છેદન-ભેદન ન કરવું ન કરાવવું. તેમજ લીલા ઘાસ, ફૂલ આદિ ઉપર ઉભા ન રહેવું તેમજ ચાલવું બેસવું વગેરે પ્રવૃતિ ન કરવી. (૮) ત્રસ જીવોની મન, વચન અને કાયાથી હિંસા ન કરવી. (૯) આઠ સૂક્ષ્મ (સજીવ) હોય છે, તેની રક્ષામાં અને યતનામાં અત્યંત સાવધાની રાખવી. તે આઠ સૂમ આ મુજબ છે– ૧, ઝાકળ, ધુમ્મસ, બરફ, કરા આદિ જલ(સ્નેહ સૂક્ષ્મ છે ૨. વડ, ઉંબરના ફૂલ આદિ ફૂલ સૂક્ષ્મ છે. ૩. તેવી ભૂમિના જ રંગના કંથવા આદિ પુસ્તકોના સૂક્ષ્મજીવ તથા મચ્છર, લીખ, જૂ, મકોડા આદિ પ્રાણ સુક્ષ્મ' ૪. કીડીઓના દર ૫. પાંચ પ્રકારની લીલ-ફૂગ ૬. વડ આદિના બીજ “બીજ સૂક્ષ્મ૭. નાના-નાના અંકુર “હરિતકાય સૂમ' ૮. માખી, કીડી, ગરોળી, કંસારી આદિના ઈંડા “અંડ સૂક્ષ્મ’ છે. તેથી મુનિ વસ્ત્ર, પાત્ર, શય્યા, આસન, ગમન ભૂમિ, પરિષ્ઠાપન ભૂમિને એકાગ્રચિત્તે સાવધાનીપૂર્વક જુએ અને જીવોની યતના કરે. (૧૦) ગોચરી માટે ગયેલ સાધુ ત્યાં યતનાથી ઉભા રહે તેમજ પરિમિત ભાષા બોલે તથા દષ્ટિને કેન્દ્રિત રાખે, ત્યાં અનેક જોયેલી, સાંભળેલી અને અનુભવ કરેલી વાતોને ગંભીરતાથી હૃદયમાં ધારણ કરે. પણ જે-તેને કે કોઈને કહે નહીં. (૧૧) કોઈના પૂછવાથી કે પૂછ્યા વિના કોના ઘરેથી શું મળ્યું કે શું ન મળ્યું ખરાબ મળ્યું કે સારું મળ્યું, ઇત્યાદિ ગૃહસ્થોને ન કહેવું. (૧૨) ભિક્ષુ અનાસક્ત ભાવે અજ્ઞાત ઘરોમાં(મતલબ કે જે ઘરમાં સાધુના આવવાની તૈયારી કે ઇન્તજારી ન હોય, એવા ઘરોમાં) નિર્દોષ ભિક્ષા પ્રાપ્ત કરે, પરંતુ સાધુના નિમિતે બનાવેલ, ખરીદેલ કે લાવેલ સદોષ આહારને ગ્રહણ ન કરે (૧૩) ભિક્ષુ સંતોષી તેમજ અલ્પ ઇચ્છાવાળો હોય તેમજ જેવા આહાર, શય્યા વગેરે મળે તેમાં જ નિર્વાહ કરનાર તેમજ સંતોષ રાખી પ્રસન્ન રહેનાર બને. (૧૪) કષ્ટ-પરીષહ તેમજ મનોજ્ઞ-અમનોજ્ઞ, ઇન્દ્રિય વિષયો પ્રાપ્ત થાય ત્યારે અદીન-ભાવે સહન કરે. (૧૫) દ દુઃાં મહત્ત, શારીરિક કષ્ટોને સમ્યક પ્રકારે સહન કરવા, તે મોક્ષ રૂપી મહાન ફળને દેનાર છે. (૧) મુનિ ઇચ્છા કે જરૂરિયાતથી અલ્પ મળે ત્યારે ક્રોધ કે નિન્દા ન કરે (૧૭) મુનિ આત્મપ્રશંસા (ઉત્કર્ષ) તેમજ પર નિંદા(તિરસ્કાર) જ્યારે ય ન કરે. જ્ઞાનનું અભિમાન ન કરે. સૂત્રકૃતાંગ સૂત્ર અધ્યયન-રમાં કોઈનો પરાભવ = નિંદા-તિરસ્કાર(અપમાન) કરનારને મહાન સંસારમાં પર્યટન કરનાર કહેલ છે. (૧૮) પોતાની યોગ્યતા, ક્ષમતા, સ્વાસ્થનો વિચાર કરી સંયમ પાલન કરતા Page #47 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર ઃ દશવૈકાલિક સૂત્રનો સારાંશ મુનિને તપ, સ્વાધ્યાય, ધ્યાન આદિ યોગોમાં ઉત્તરોત્તર વૃદ્ધિ કરતા રહેવું જોઈએ, પરંતુ પ્રમાદ ન કરવો જોઈએ (૧૯) વૃદ્ધાવસ્થા, રોગ અને ઇન્દ્રિયોથી અશક્ત થયા પહેલાં જ સંયમમાં પરાક્રમ કરી લેવું જોઈએ. ४७ (૨૦) ક્રોધ પ્રીતિનો, માન વિનયનો, માયા મિત્રતાનો નાશ કરે છે અને લોભ સર્વગુણોનો નાશ કરે છે. તેથી તે સર્વેના પ્રતિપક્ષી ઉપશમ, મૃદુતા, સરળતા અને સંતોષને ધારણ કરી કષાય વિજેતા બનવું જોઈએ. ખરેખર કષાય જ પુનર્જન્મના મૂળને સિંચનાર અવગુણ છે. (૨૧) રત્નાધિક ભિક્ષુઓની વિનય-ભક્તિ કરવી, તેમાં પણ સંયમ મર્યાદાનું અર્થાત્ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન યારે ય ન કરવું. (૨૨) નિદ્રાને બહુ આદર ન આપવો, હાસ્યનો તેમજ પરસ્પર વાતો કરવાનો ત્યાગ કરવો અને સદા સ્વાધ્યાયમાં લીન રહેવું જોઈએ. (૨૩) મુનિએ આળસ છોડી સંયમ, તપ, સ્વાધ્યાયમાં વૃદ્ધિ કરવી. (૨૪) કાયાથી, આસનથી તેમજ વચનથી ગુરુનો પૂર્ણવિનય કરવો. (૨૫) જે ભાષાને બોલવાથી કોઈને અપ્રીતિ થાય, ગુસ્સો આવે; એવું ન બોલવું. (૨૬) ગંભીરતાથી વિચાર કરીને અસંદિગ્ધ ભાષા બોલવી. (૨૭) વિદ્વાન, બહુશ્રુત આદિની પણ યારે ય ભાષામાં સ્ખલના-ભૂલ થઈ જાય તો તેમનો ઉપહાસ કરવો નહીં. (૨૮) મુનિ સ્વપ્ન ફળ, નિમિત્ત, ઔષધ, ભૈષજ ગૃહસ્થને ન બતાવે. (૨૯) મુનિએ ગૃહસ્થ માટે બનાવેલ, સ્ત્રી, પશુ આદિથી રહિત અને મળ-મૂત્ર પરઠવાની ભૂમિથી યુક્ત સ્થાનમાં જ રહેવું. ગૃહસ્થોનો સંપર્ક-પરિચય ન વધારવો. (૩૦) મરઘીના બચ્ચાને સદાય બિલાડીનો ડર રહે છે, તેવી જ રીતે બ્રહ્મચારી મુનિને સ્ત્રી શરીરથી સદા જોખમ રહે છે, તેથી સ્ત્રી સહનિવાસ ન કરવો; તેમના રૂપ કે ચિત્ર ન જોવા; દષ્ટિ પડતાં જ તેને ફેરવી લેવી; જેવી રીતે સૂર્ય પર ગયેલ દૃષ્ટિ તરત હટી જાય છે. ન (૩૧) અતિ વૃદ્ધ જર્જરિત દેહવાળી સ્ત્રી હોય તો પણ સનિવાસ ન કરવો. (૩૨) બ્રહ્મચારી ભિક્ષુ માટે ત્રણ પ્રવૃત્તિઓ તાલપુટ વિષ સમાન છે– ૧. વિભૂષાશ્રૃંગાર ૨. સ્ત્રી-સંસર્ગ રૂ. પૌષ્ટિક ભોજન. (૩૩) સુંદર રૂપ પણ પુદ્ગલ પરિણમન છે, ક્ષણિક છે, પરિવર્તનશીલ છે, તેવું જાણી મુનિ તેમાં અનાસક્ત બને. (૩૪) જે ભાવનાથી, લક્ષ્યથી, વૈરાગ્યથી ઘર છોડી સંયમ ગ્રહણ કરેલ, તે લક્ષ્યને Page #48 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત કાયમ રાખવું જોઈએ. અન્ય લક્ષ્યોને સ્થાન ન દેતા તેનાથી મુક્ત રહેવું જોઈએ. સંયમ ગ્રહણનું લક્ષ્ય હોય છે– સ્વ આત્મ કલ્યાણ કરવું, શરીરનું મમત્વ ન રાખતાં ૨૨ પરીષહ જીતવા, સમભાવ રાખવો અને સંપૂર્ણ ઇચ્છાઓને, જીવનને જિન આજ્ઞામાં સમર્પિત કરી દેવા, તેમજ સમય માત્રનો પણ પ્રમાદ ન કરતાં, સદા સ્વાધ્યાય, ધ્યાન, વૈયાવૃત્યમાં લીન રહેવું, સાથે જ પોતાની ક્ષમતા તેમજ ચિત્ત સમાધિનો ખ્યાલ રાખવો, સર્વત્ર જરૂરી સમજવું જોઈએ. ૪૮ (૩૫) સ્વાધ્યાય અને શુભ ધ્યાનમાં લીન રહેનાર તેમજ વિશુદ્ધ ભાવથી તપમાં પુરુષાર્થ કરનાર, કષ્ટ સહિષ્ણુ, જિતેન્દ્રિય મુનિ રાગદ્વેષ અને પરિગ્રહથી મુક્ત થઈ જાય છે. નવમા અધ્યયનનો સારાંશઃ પ્રથમ ઉદ્દેશક (૧) ગુરુ, રત્નાધિક ભિક્ષુ અલ્પવય, અલ્પબુદ્ધિવાળા હોય તો પણ તેમનો પૂર્ણ વિનય કરવો જોઈએ. તેમની કયારે ય હીલના(આશાતના) ન કરવી જોઈએ. (ર) ગુરુ આદિની આશાતના સ્વયં ને જ અહિત કરનારી છે. (૩) અગ્નિ પર ચાલવું, આશીવિષ સર્પને છંછેડવો, જીવવાની ઇચ્છાથી વિષ ખાવું, પર્વતને મસ્તકથી તોડવાનો પ્રયત્ન કરવો, સૂતેલા સિંહને જગાડવો, તલવારની ધાર પર હાથથી પ્રહાર કરવો, વગેરે જેમ દુઃખકારી અને મૂર્ખતાપૂર્ણ પ્રવૃત્તિઓ છે તેમજ ગુરુ આદિની આશાતના, હીલના કરવી તે પણ સ્વયંના દુઃખોની એટલે સંસારની વૃદ્ધિ કરવા સમાન છે. તેથી મોક્ષના અભિલાષી મુનિએ સદા ગુરુ આદિના ચિત્તની આરાધના કરતાં થકા રહેવું જોઈએ. (૪) અગ્નિહોત્રી(હવન કરનાર) જીવન પર્યંત, તેમજ વિદ્વાન થઈ જવા છતાં પણ અગ્નિનું સન્માન-બહુમાન રાખે છે, તે પ્રકારે મુનિએ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય તો પણ ગુરુ આદિના વિનય, બહુમાન કરતાં રહેવું જોઈએ. બીજો ઉદ્દેશક (૧) વૃક્ષના મૂળમાંથી જ સ્કંધાદિ ફળ પર્યન્ત વૃદ્ધિ થાય છે, તે પ્રકારે ધર્મમાં વિનય મૂળની સુરક્ષા તેમજ વૃદ્ધિથી મોક્ષ-ફળ પર્યન્ત બધાં જ ગુણોની ઉપલબ્ધિ થાય છે. અર્થાત્ આ જિનશાસન વિનયમૂળ ધર્મવાળું છે. વિનયથી યુક્ત મુનિને જ કીર્તિ, શ્લાઘા, શ્રુત આદિ સંપૂર્ણ લાભ પ્રાપ્ત થાય છે. (૨) અવિનીત, અભિમાની, બોલવામાં ફુવડ, માયાવી વ્યક્તિ, પાણીના તીવ્ર પ્રવાહમાં પડેલ લાકડાની જેમ દુઃખમય સંસારમાં ગોથા ખાતા રહે છે. (૩) સંસારમાં પણ અવિનીત વિદ્યાર્થી અધ્યાપકોનો માર ખાય છે, અવિનીત હાથી-ઘોડા પણ મારપીટથી વશમાં કરવામાં આવે છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્રઃ દશવૈકાલિક સૂત્રનો સારાંશ ૪૯ (૪) દેવ બનનારમાં પણ અવિનીતોની હીન દશા થાય છે અર્થાત્ તેને પણ કિલ્વિષિક આદિની પ્રાપ્તિ થાય છે. (૫) શિલ્પકળા શીખનાર વિદ્યાર્થી અધ્યાપકોના અનેકો કષ્ટ સહન કરીને પણ સ્થિર બુદ્ધિથી અભ્યાસ કરે અને ત્યારે જ તે પારંગત થાય છે. (૬) તેથી મોક્ષાર્થી મુનિ આચાર્ય-ઉપાધ્યાયના અનુશાસનથી કયારેય પણ સંત્રસ્ત ન બને, તો જ તેને અક્ષય સુખ-નિધી પરમ નિર્વાણની પ્રાપ્તિ થાય છે. (૭) ફક્ત એક ભવના સુખના લક્ષ્યવાળા પણ કેટલા સહનશીલ બને છે? જ્યારે મુનિએ તો અનંત ભવભ્રમણમિટાવી પરમસુખી બનવા માટે પૃથ્વી સમાન મહાન સહનશીલ બની સંયમ આરાધના કરવી જોઈએ. (૮) આચાર્ય આદિ પ્રત્યે કયારેય પણ ખિન્ન બનવું નહિ. પરંતુ દરેક પ્રકારે વિનય ભક્તિ સુશ્રષાથી તેમની આરાધના કરવી. તેમના ઇશારા અને સંકેત માત્રને સમજી, નિર્દેશ અનુસાર પ્રવૃત્તિ કરવી. (૯) અવિનીતની તેમજ અવગુણોને ધારણ કરનારની મુક્તિ થતી નથી. (૧૦) વિનયથી સંપન્ન શિષ્ય ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે. ( ત્રીજે ઉદ્દેશક ) (૧) આ ઉદ્દેશકમાં પૂજ્ય કોણ હોય છે, તે બતાવવા ભિક્ષુના અનેક ગુણોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. જેમાં મુખ્ય વિષય છે– ૧. વિનય ૨. શુદ્ધ અજ્ઞાત ભિક્ષા ૩. અલ્પ ઇચ્છા ૪. વચનરૂપી બાણોને પોતાનો મુનિ ધર્મ સમજી સહન કરવા. ૫. ભાષા વિવેક દ નિંદાનો અથવા વિરોધ ભાવનો ત્યાગ ૭. લોલુપતા રહિત થવું ૮. મંત્ર-તંત્ર, નિમિત્ત, કુતૂહલથી દૂર રહેવું વગેરે. (ર) જે પ્રકારે સુપુત્રીને માતા-પિતા યોગ્ય વર સાથે સ્થાપિત કરે છે, તે પ્રકારે યોગ્ય શિષ્યને, ગુરુ આદિ શ્રેષ્ઠ શ્રુતસમ્પન્નતા વગેરે ગુણોથી પ્રતિષ્ઠિત કરે છે તેમજ ઉચ્ચ શ્રેણીમાં પહોંચાડી દે છે. (૩) તેથી ગુરુની આજ્ઞામાં રત રહેનાર મુનિ, સત્યરત, જિતેન્દ્રિય, કષાય મુક્ત, જિનમતમાં નિપુણ બની પૂજ્ય બની જાય છે અને અંતમાં કર્મ રજને પૂર્ણ નષ્ટ કરી મુક્ત બની જાય છે. | (ચોથો ઉદેશક) મોક્ષ પ્રાપ્તિ માટે ચાર પ્રકારની સમાધિ મુનિ ધારણ કરે – ૧. વિનય ૨. શ્રત ૩. તપ અને ૪. આચાર. (૧) વિનય– હિતકારી અનુશાસનનો સ્વીકાર કરવો, ગુરુની સુશ્રુષા કરવી અને અભિમાનને સદા અલગ રાખવું. Page #50 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત (૨) શ્રુત– ‘શ્રુતજ્ઞાનની વૃદ્ધિ થશે. ચિત્ત એકાગ્ર બનશે', તેવું સમજી અધ્યયનમાં લીન રહેવું. શ્રુતસંપન્ન મુનિ પોતાને અને બીજાઓને સંયમમાં, ધર્મમાં સ્થિર રાખી શકે છે. તેથી જ મુનિએ હંમેશાં શ્રુતનું અધ્યયન કરતા રહેવું જોઈએ. (૩) તપ- આ લોકની કોઈપણ ઇચ્છા ન રાખતા તેમજ પરલોકની પણ ઇચ્છા ન રાખતા, એકાન્ત કર્મ નિર્જરા માટે તપ કરવું. તપથી યશ-કીર્તિની ચાહના પણ ન હોવી જોઈએ. ૫૦ (૪) આચાર– જિનાજ્ઞાને સદા પ્રમુખ રાખતા, તેમજ ગણગણાટ ન કરતાં મહાવ્રત, બ્રહ્મચર્ય, સંયમ, સમાચારી, પરીષહ સહન આદિનું કેવળ મુક્તિના હેતુથી તેમજ જિનાજ્ઞાની આરાધનાના હેતુથી પાલન કરવું જોઈએ. જિનાજ્ઞા વિરુદ્ધ અન્ય કોઈ હેતુ-લક્ષ્ય ન હોવું જોઈએ. (૫) આ ચારે ય સમાધિથી વિશુદ્ધ આત્મા વિપુલ, હિતકારી, સુખકારી, કલ્યાણકારી, નિર્વાણ પદને પ્રાપ્ત કરે છે અર્થાત્ નરક આદિ ગતિઓના જન્મમરણથી સર્વથા મુક્ત બની જાય છે. દશમા અધ્યયનનો સારાંશ આ અધ્યયનમાં ભિક્ષુ કોણ હોય છે, તે બતાવતાં અનેક આચારોનો, ગુણોનો નિર્દેશ કરવામાં આવેલ છે. (૧) મુનિ નિત્ય ચિત્તને સંયમ સમાધિમાં રાખે, સ્ત્રીના વશમાં ન થાય, વમન કરેલ વિષયોની ઇચ્છા ન રાખે. (ર) મુનિ ભૂમિ ન ખોદે, ન ખોદાવે; કાચું પાણી ન પીવે, ન પીવાનું કહે; અગ્નિન પેટાવે, ન પેટાવવાનું કહે; પંખો કરે નહિ, કરાવે નહિ; લીલોતરીનું છેદન ન કરે, બીજને કચડતા ન ચાલે, સચેત કયારે ય પણ ન ખાય. (૩) અનેક ત્રસ અને સ્થાવર પ્રાણીઓની હિંસાનું કારણ જાણી મુનિ પોતાના ઉદ્દેશ્યથી બનેલ આહારને ન ખાય તેમજ પોતે ભોજન પકાવે નહીં અને અન્ય પાસે પકાવરાવે નહીં. (૪) મુનિ છકાયને આત્મવત્ સમજે, પાંચ મહાવ્રત પૂર્ણ પાળે, પાંચ આશ્રવથી સદા નિવૃત્ત રહે. (૫) મુનિ ચાર કષાયનું સદા વમન(ત્યાગ) કરે, જિનાજ્ઞાનું દઢતાથી પાલન કરે, ગૃહસ્થના કૃત્ય ન કરે. (૬) મુનિ સમજપૂર્વક તેમજ ચિંતન યુક્ત સમ્યક્ત્વ, જ્ઞાન, તપ અને સંયમને ધારણ કરી મન, વચન અને કાયાથી સુસંવૃત બને. (૭) મુનિ મળેલ આહાર પરસ્પર વહેંચીને ખાય, તેનો સંગ્રહ ન કરે. Page #51 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર: દશવૈકાલિક સૂત્રનો સારાંશ (૮) મુનિ ક્લેશ-કદાગ્રહથી દૂર રહે. (૯) મુનિ અનેક કઠણ તપસ્યાઓ અને ભયાનક પ્રતિમાઓને ધારણ કરે અને શરીરની આકાંક્ષા-મમત્વ છોડી દે. (૧૦) મુનિ આક્રોશ, પ્રહાર, તર્જનાઓને સહન કરી સુખ, દુઃખમાં સમાન રહે. સહનશીલતામાં પૃથ્વી સમાન બને. (૧૧) મુનિ જન્મ-મરણના મહાન ભયને જાણી તેનાથી પોતાના આત્માનો ઉદ્ધાર કિરવા શ્રમણ્યમાં તથા તપમાં લીન રહે. (૧૨) મુનિ હાથ, પગ, કાયા, ઇન્દ્રિયોને પૂર્ણ સંયમમાં રાખે તેમજ પોતાના સૂત્રાર્થ જ્ઞાનની વૃદ્ધિ કરે. (૧૩) મુનિ ઉપકરણો પર મૂછભાવ-મોહભાવ ન રાખે, શરીરનું મમત્વ છોડી અજ્ઞાત ભિક્ષા લે, અલ્પ તેમજ સામાન્ય આહાર કરે, ક્રય-વિક્રયથી કે સંગ્રહથી દૂર રહે, તેમજ ગૃહસ્થ સંસર્ગ, આસક્તિથી પણ મુક્ત રહે. (૧૪) મુનિ લોલુપી અને સમૃદ્ધ નબને, દોષોનું સેવન ન કરે અને ઋદ્ધિ, સત્કાર, પૂજા ઇચ્છે નહિ. (૧૫) મુનિ બીજાને આ કુશીલ છે, વગેરે; ન કહે અને એવું પણ ન કહે કે જેનાથી બીજાને ગુસ્સો આવે. “પ્રત્યેક વ્યક્તિના પુણ્ય, પાપ, પુરુષાર્થ ભિન્ન-ભિન્ન હોય છે તેવું ચિંતન કરી સમભાવ, મધ્યસ્થ ભાવ, કરુણા ભાવ રાખે, પરનિંદા તેમજ સ્વપ્રશંસા ન કરે. (૧૬) મુનિએ પોતાની જાતિ, રૂપ, લાભ, જ્ઞાન વગેરે બધા જ પ્રકારના મદનો ત્યાગ કરવો તેમજ ધર્મધ્યાનમાં સદા લીન રહેવું. (૧૭) મુનિએ સંયમ ધારણ કરી કુશીલનો ત્યાગ કરવો, પોતે સંયમ ધર્મમાં લીન રહેવું, બીજાને સ્થિર કરવા, હાસ્ય, કુતૂહલનો ત્યાગ કરવો. (૧૮) આ પ્રકારે મુનિ નિત્ય આત્મ હિતમાં સ્થિર થઈ, અનિત્ય અને અપવિત્ર દેહની દેહાધીનતા છોડી દેહાતીત બની, જન્મ મરણથી મુક્ત થઈ જાય છે. ' પ્રથમ ચૂલિકાનો સારાંશ આચાર તેમજ વિનય સંબંધી વિષયનાં વર્ણનને દશ અધ્યયનમાં કહ્યા બાદ બાકીના વિષયને બે ચૂલિકા દ્વારા કહેવામાં આવ્યા છે. (૧) સંયમથી ચિત્ત ચલિત થઈ જાય અર્થાત્ કષ્ટો સહેવામાં કે બ્રહ્મચર્ય પાલનમાં ચિત્ત થાકી જાય અને ફરી ગૃહસ્થ જીવન સ્વીકાર કરવાનો વિચાર ઉત્પન્ન થઈ જાય તો તે વિચારોને નિયંત્રિત કરવા માટે કે અંકુશમાં રાખવા માટે “રતિ વાક્ય” Page #52 -------------------------------------------------------------------------- ________________ પર | મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત નામની પ્રથમ ચૂલિકા છે. તેમાં સંયમના પ્રતિ રતિ-રુચિ ઉત્પન્ન કરનાર વાક્યઉપદેશ વાક્ય કહેવામાં આવેલ છે. (૨) શ્રમણનું સંયમમાં તો ચિત્ત હોય, પરંતુ તેને સામુહિક જીવનમાં શાંતિ-સમાધિ તથા સંયમ આરાધનામાં સંતોષ ન હોય અને અન્ય કોઈ યોગ્ય સમાધિકારક સાથી ન મળે તો એકલા જ વિચરણ કરી આરાધના કરવી. તેના સ્પષ્ટીકરણ માટે “ વિવિક્ત ચર્ચા' નામની બીજી ચૂલિકા છે. વિવિકત ચર્ચા એ “એકલ વિહાર ચર્ચાનો જ પર્યાયવાચી શબ્દ છે. અસ્થિર આત્માવાળાએ આ પ્રકારે વિચાર કરવો જોઈએ(૧) હે આત્મન્ ! આ દુષમ કાળ—પાંચમા આરાનું જીવન જ દુઃખમય છે. (૨) ગૃહસ્થ લોકોના કામભોગ અતિઅલ્પ અને અલ્પકાલીન છે. (૩) સંપર્કમાં આવનાર લોકો બહુ જ માયાવી અને સ્વાર્થી હોય છે. (૪) આ ઉત્પન્ન થયેલ દુઃખ અધિક સમય તો રહેનાર નથી જ. (૫) ગૃહસ્થ જીવનમાં ઘણા બધા સામાન્ય લોકોની ગરજ કરવી પડે છે. () ગૃહસ્થ બનવું તે વમન કરેલ વસ્તુને ચાટવા એટલે ફરી ખાવા સમાન છે. (૭) ફરી ગૃહસ્થી બનવું તે નિમ્નસ્તરમાં જવાની અથવા દુર્ગતિની તૈયારી છે. (૮) ગૃહસ્થ જીવનમાં ધર્મ પાલન અતિ કઠિન હોય છે. (૯-૧૦) રોગ તેમજ સંયોગ-વિયોગના સંકલ્પ આત્મ સુખોનો નાશ કરનાર છે. (૧૧-૧૨) ગૃહવાસ એ કલેશ, કર્મબંધ અને પાપથી પરિપૂર્ણ છે અને સંયમ એ કલેશ રહિત, મોક્ષરૂપ અને પાપ રહિત છે. (૧૩) ગૃહસ્થના સુખ-કામભોગ અત્યન્ત તુચ્છ સામાન્ય છે. (૧૪) પોતાના શુભાશુભ કર્મ અનુસાર સુખ-દુઃખ ભોગવવા આવશ્યક છે. (૧૫) મનુષ્ય જીવન ઝાકળ બિંદુ સમાન અસ્થિર છે. (૧૬) હે આત્મન્ ! નિશ્ચયથી પૂર્વે બહુ જ પાપ કર્મોનો સંચય કરી રાખેલ છે. (૧૭) પૂર્વ સંચિત દુષ્કૃતનું ફળ અવશ્ય ભોગવવું પડશે અથવા તપથી ક્ષય કરવું પડશે, ત્યારે જ મુક્તિ મળી શકે છે. (૧૮) કોઈપણ અસ્થિર આત્મા સંયમને છોડ્યા બાદ પશ્ચાત્તાપ કરે છે. દેવલોકના ઈન્દ્ર, દેવ, રાજા, વગેરે પોતાના સ્થાનેથી શ્રુત થઈ નિમ્ન સ્થાનોને પ્રાપ્ત કરી પૂર્વ અવસ્થાનું સ્મરણ કરીને ખેદ કરે છે. તેવી જ રીતે યુવાની વીતી ગયા પછી વૃદ્ધાવસ્થામાં તે સંયમ ત્યાગનાર ખેદ કરે છે. (૧૯) જયારે કુટુંબ પરિવારની અનેક ચિંતાઓથી ચિંતિત થાય છે, ત્યારે કીચડમાં ફસાયેલહાથીની જેમ પશ્ચાત્તાપ કરે છે. તેને એ વિચાર આવે છે કે અગર હું આજે Page #53 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્રઃ દશવૈકાલિક સૂત્રનો સારાંશ પણ જો સાધુ અવસ્થામાં હોત તો બહુ મોટો આચાર્ય કે બહુશ્રુત વગેરે બન્યો હોત. (ર૦) વાસ્તવમાં જો મુનિ જ્ઞાન અને વૈરાગ્યથી યુક્ત બની સંયમ તપમાં લીન બને તો સંયમ મહાન સુખકર છે, તેમજ ઉચ્ચ દેવલોક સમાન આનંદકર છે પરંતુ સંયમમાં અરુચિ રાખનાર માટે એ જ સંયમ મહાન નરક સમાન દુઃખકર બની જાય છે. (ર૧) આવું જાણી સદા સંયમમાં રમણતા કરવી જોઈએ અર્થાત્ સ્વાધ્યાય, ધ્યાન, તપમાં તલ્લીન રહેવું જોઈએ. (રર) સંયમથી વ્યુત થયેલાં તેમજ ભોગોમાં આસક્ત બનેલા જીવને અપયશ, અપકીર્તિ અને દુર્ગતિની પ્રાપ્તિ થાય છે. (ર૩) મુનિ એવો વિચાર કરે કે– નરકના અસંખ્ય વર્ષોના દુઃખની સામે સંયમના માનસિક આદિ દુઃખ અત્યંત નગણ્ય છે; આ દુઃખ, આ શરીર અને આ ભોગ બધું જ અલ્પકાલીન છે, ક્ષણિક છે. (ર૪) તેવી રીતે પોતાના આત્માને અનુશાસિત કરી હિત-અહિત, હાનિ-લાભનો વિચાર કરી સંયમમાં સ્થિર રહેવું જોઈએ અને મન, વચન અને કાયાથી જિનાજ્ઞાની આરાધના કરવી જોઈએ. (બીજી ચૂલિકા) (૧) સંસારની સમસ્ત વૃત્તિઓ અનુશ્રોત ગમન રૂપ એટલે કે પ્રવાહમાં ચાલવા સમાન છે અને સંયમના સમસ્ત આચાર પ્રતિશ્રોત ગમનરૂપ = પ્રવાહની સામે ચાલવા સમાન છે. ખરેખર ઇચ્છા-સુખ, ઇન્દ્રિય-સુખ તેમજ લોક પ્રવાહની અપેક્ષાએ સંયમના આચાર નિયમ વિપરીત કેવિલક્ષણ જ હોય છે. ઇન્દ્રિયાભિમુખ પ્રવૃત્તિ અને ૧૮ પાપ સેવન સંસાર(અનુશ્રોત) છે. ઇન્દ્રિયોથી વિરક્ત (ઉદાસીન) પ્રવૃત્તિ અને પાપ ત્યાગ પ્રયત્ન એ ધર્મ પ્રવૃત્તિઓ(પ્રતિશ્રોત ગમન) છે. (૨) સંયમચર્યા, ગુણ, નિયમ આદિ સંવર તેમજ સમાધિની મુખ્યતાવાળા છે. (૩) અનિયતવાસ, અનેક ઘરેથી આહાર પ્રાપ્તિ, અજ્ઞાત ઘરોથી અલ્પઆહાર ગ્રહણ, એકાત્તવાસ, અલ્પઉપધિ એ મુનિના પ્રશસ્ત આચાર છે. આકીર્ણ = જનાકુલ સંખડી(સમૂહ ભોજન) વર્જન; દષ્ટ સ્થાનેથી દેવામાં આવતો આહાર જ ગ્રહણ કરવો; પશ્ચાત્ કર્મ આદિ દોષ વર્જન, મદિરા, માંસ, મત્સ્ય આહારનો ત્યાગ; વારંવાર કાયોત્સર્ગ તેમજ સ્વાધ્યાયના યોગોમાં જ પ્રયત્નશીલ રહેવું તે ભિક્ષુના આવશ્યક આચાર છે. કોઈપણ શયનાસનમાં કે પ્રામાદિમાં મમત્વભાવ ન કરવો, પ્રતિબદ્ધ ન થવું, ગૃહસ્થ સેવા તેમજ તેમને વંદન-પૂજન ન કરવા, સંક્લેશકારી સાથીઓ સાથે ન રહેવું, સંયમ ગુણોની હાનિ ન થાય તેનું ધ્યાન રાખવું. Page #54 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત પુણ્યભાવથી સહયોગી, શાન્તિ પ્રદાયક, ગુણવાન સાથી ન મળે તો સંયમ છોડવાનો સંકલ્પ ન કરતાં એકલા જ સંયમ પાલન કરવું. ભિક્ષુ એકલ વિહારચર્યા કાળમાં અત્યંત સાવધાન રહે; કામભોગોમાં, ઇન્દ્રિય વિષયોમાં અનાસક્ત રહે. ૪ જ્યાં ઉત્કૃષ્ટ કલ્પ ચાતુર્માસ રહેલ હોય, ત્યાં વધુમાં વધુ એક વર્ષ સુધી પુનઃ ન જવું, અન્ય પણ સૂત્રાજ્ઞાઓનું પૂર્ણ ધ્યાન રાખવું. હંમેશાં સૂતાં, ઊઠતાં મુનિ આત્મનિરીક્ષણ-ગવેષણ કરે કે– મૈં તપ સંયમમાં શું પુરુષાર્થ કર્યો છે અને કયો પુરુષાર્થ કરવાનો બાકી છે ? શક્તિ હોવા છતાં પણ હું શું પુરુષાર્થ કરતો નથી ? બીજાને મારા કયા અવગુણ દેખાય છે અને મને કયા દેખાય છે ? કયા દોષોને હું જાણવા છતાં પણ છોડતો નથી ? આ પ્રમાણે વિચાર કરી મુનિ કોઈ પણ દૂષણ લાગે તો તેને શીઘ્ર દૂર કરી ગુણોને ધારણ કરે. આ પ્રમાણે પ્રયત્ન કરનાર મુનિ એકલા હોવા છતાં પણ સદા સંયમી જીવન જીવે છે, તેથી લોકો તેને આત્માર્થી, ઉચ્ચ આત્માની દૃષ્ટિએ જુએ છે. સાધકે બધી જ ઇન્દ્રિયોને સમાધિમાં રાખતા થકા, કર્મબંધથી આત્માની રક્ષા કરવી જોઈએ. આત્મરક્ષા નહીં કરનાર જન્મ-મરણ વધારે છે. સાચો આત્મરક્ષક સર્વ દુઃખોનો અંત કરી મોક્ષ પ્રાપ્ત કરે છે. નોંધ :- વિસ્તૃત અધ્યયન માટે ગુરુ પ્રાણ ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત દશવૈકાલિક સૂત્રના વિવેચનનું અધ્યયન કરવું જોઈએ. ।। દશવૈકાલિક સૂત્રનો સારાંશ સમાપ્ત । વ્રત–નિયમ તેમજ ગવેષણા કે સમાચારીના વિપરીત આચરણ કરવા છતાં પ્રાયશ્ચિત્ત શુદ્ધિનું કોઈપણ લક્ષ્ય ન હોય તો તેને શિથિલાચાર સ્વીકારવું જોઈએ. Page #55 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર : દશવૈકાલિક સૂત્ર પરિશિષ્ટ-૧ : અધ્યયન-ર : પરિશિષ્ટ બ્રહ્મચર્યની જાણો શુદ્ધિ, ઉપનિયમોમાં જેની બુદ્ધિ (૧) દૂધ, ઘી, મીઠાઈ, માવા-મલાઈ, માખણ આદિ પૌષ્ટિક પદાર્થોનું સેવન ન કરવું, બદામ-પિસ્તા આદિ મેવાના પદાર્થોનો પણ ત્યાગ કરવો. પ (૨) આ પદાર્થોની કયારેક જરૂર હોય તો અલ્પ માત્રાનું ધ્યાન રાખવું અને નિરંતર અનેક દિવસ સુધી સેવન ન કરવું. (૩) મહિનામાં ઓછામાં ઓછા ચાર દિવસ આયંબિલ અથવા ઉપવાસ આદિ તપસ્યા અવશ્ય કરવી. (૪) હંમેશાં ઊણોદરી કરવી અર્થાત્ કોઈપણ સમયે પૂર્ણ ભોજન ન કરવું.(પેટ ભરી જમવું નહિ). તેમજ સાંજના સમયે ભોજન ન કરવું અથવા અતિ અલ્પ માત્રામાં આહાર લેવો. (પ) સ્વાસ્થ્ય અનુકૂળ હોય તો એકવારથી વધુ ભોજન ન કરવું અથવા યથા સંભવ ઓછી વખત ખાવું. તેમજ એકવારના ભોજનમાં પણ ખાધ પદાર્થોની સંખ્યા બહુ ઓછી રાખવી. (૬) ભોજનમાં મરચાં-મસાલાની માત્રા અતિ અલ્પ રાખવી, અથાણા આદિનું સેવન ન કરવું. તેમજ તળેલા ખાદ્ય પદાર્થોનું સેવન ન કરવું. ચૂર્ણ અથવા ખાટા પદાર્થોનું સેવન ન કરવું. (૭) રાસાયણિક ઔષધિઓનું કે ઉષ્મા(ગરમી/શક્તિ) વર્ધક ઔષધિનું સેવન ન કરવું. બને ત્યાં સુધી ઔષધનું સેવન પણ ન કરવું. (૮) મહિનામાં ઓછામાં ઓછા ૧૫ દિવસ રૂક્ષ અથવા સામાન્ય આહાર કરવો અર્થાત્ ધાર વિગયનો(ઘી, દૂધ, દહીં આદિ) ત્યાગ કરવો. (૯) સ્ત્રીનો નજીકથી સંપર્ક અથવા તેના મુખ, હાથ, પગ, સ્તન તેમજ વસ્ત્રાભૂષણ આદિને જોવાની પ્રવૃતિ ન કરવી. (૧૦) દિવસે સૂવું નહિ. ભોજન પછી સંકુચિત પેટથી બેસવું નહીં અને સૂવું નહિ. (૧૧) ભિક્ષુએ વિહાર અથવા ભિક્ષાચારી આદિ શ્રમ કાર્ય અવશ્ય કરવું અથવા તપશ્ચર્યા કે ઉભા રહેવાની પ્રવૃતિ રાખવી. (૧૨) ઉત્તરાધ્યયન સૂત્ર, આચારાંગ સૂત્ર, સૂયગડાંગ સૂત્ર, તેમજ દશવૈકાલિક સૂત્રનો સ્વાધ્યાય તેમજ વાચના, અનુપ્રેક્ષા આદિ કરતાં રહેવું. [તથા નિયમિત ભક્તામર સ્તોત્ર કે લોગસ્સ પાઠથી પ્રભુ ભક્તિ તેમજ પેટ શુદ્ધિ માટે પ્રાણાયામ અવશ્ય કરવો.] Page #56 -------------------------------------------------------------------------- ________________ | પ૬L મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત (૧૩) સૂતા સમયે અને ઊઠતા સમયે કંઈક આત્મહિત વિચાર અવશ્ય કરવા. (૧૪) ક્રોધનો પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે મૌન રહેવું, આવેશયુક્ત બોલવાની પ્રવૃત્તિનો ત્યાગ કરવો. (૧૫) યથાસમયે સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ અવશ્ય કરવા. આ સાવધાની રાખવી એ ગચ્છગત અને એકાકી વિહારી બધાં જ તરુણ ભિક્ષુઓ માટે અત્યન્ત હિતકર છે. આ સાવધાનીઓથી યુક્ત જીવન બનાવવાથી વિકાર ઉત્પન્ન થવાની સંભાવના પ્રાયઃ રહેતી નથી. પરિશિષ્ટ-૨, અધ્યયન- ૩છેષ્ઠ નિયાગ પિંડ(નિત્ય ગોચરીની ચર્ચા): સંવાદ [જ્ઞાનમુનિ અને સુંદરમુનિ તેમજ પંડિત ન્યાયચંદ્રજીની આ ચર્ચાનો વિષય છે– નિયાગ પિંડ અનાચારનો અર્થ નિર્ણય. જ્ઞાનમુનિ: ભતે ! નિયાગ પિંડ નામના ત્રીજા અનાચારનો અર્થ શું છે? સુંદરમુનિ ઃ મહાભાગ! નિમંત્રણપૂર્વક નિશ્ચય કરી કોઈના ઘરે નિત્ય ભિક્ષાર્થે જઈ વિશિષ્ટ પદાર્થ ગ્રહણ કરવા, તે નિયાગ પિંડ – નિત્ય અગ્રપિંડ દોષ છે. જ્ઞાનમુનિ: ભંતે! અગર નિશ્ચય કર્યા વિના નિત્ય જાય તો? સુંદરમુનિ મહાભાગ! અગર સ્વાભાવિક જ સ્વેચ્છાથી સાધુ કોઈના ઘેર કોઈપણ સમયે કોઈપણ દિવસે ભિક્ષાર્થે જાય તો “નિયાગ' દોષ થતો નથી. જ્ઞાનમુનિ ભંતે! શું આજે ગોચરી કરેલ ઘરેથી કાલે ગોચરી કરી શકાય છે? સુંદરમુનિ મહાભાગ! ભિક્ષુ અનિયત ચારી અને અતિથિ છે. તેથી તેનો ક્યાંય પણ કોઈના પણ ઘરે ભિક્ષાર્થે જવા કે ન જવાનો સમય નિયત હોતો નથી. તે સવારે, બપોરે, સાંજે, કાલે, પરમદિવસે ગમે ત્યારે કોઈપણ જગ્યાએ નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરી શકે છે. જ્ઞાનમુનઃ ભતે! શું એવું કરવાથી નિત્યપિંડ દોષ નથી લાગતો? સુંદરમુનિઃ મહાભાગ! એષણાના ૪ર દોષોમાં આવો કોઈ દોષ જ બતાવવામાં આવેલ નથી. જ્ઞાનમુનિ ભંતે ! આચારાંગ સૂત્ર અને નિશીથ સૂત્રમાં નિત્યપિંડ દોષનું કથન છે તેમજ પ્રાયશ્ચિત્ત પણ કહેલ છે. સુંદરમુનિ મહા ભાગ! આ બંને સૂત્રમાં પ્રયુક્ત નિત્યપિંડ તો એક “દાન પિંડ રૂપ દોષ છે, જે ત્યાંના મૂળપાઠ અને વ્યાખ્યાઓથી સ્પષ્ટ છે. ત્યાં એવા નિત્ય નિયત દાન દેવાવાળા કુળોમાં ગોચરી જવાનો જ નિષેધ છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્રઃ દશવૈકાલિક સૂત્ર પરિશિષ્ટ જ્ઞાનમુનિ ઃ ભંતે ! મને તો એવો ખ્યાલ છે કે આજે ગોચરી કરેલ ઘરે કાલે ગોચરી એ જવું તે અનાચાર છે. સુંદરમુનિ : પંડિતજી ! આપ આ સંબંધી કંઈક સ્પષ્ટીકરણ કરશો ? ન્યાયચંદ્રજી : ભંતે ! અનાચાર અધ્યયનમાં તથા અન્ય આગમોમાં એવો કોઈ અનાચાર કહેવામાં આવેલ નથી. 'નિયાગ' નામનો અનાચાર આવેલ છે, તેનો અર્થ પૂર્વચાર્યો એ આ પ્રકારે કરેલ છે. ૫૦ (૧) દશવૈકાલિક (અગસ્ત્ય સિંહ સૂરિ) ચૂર્ણિ = 'નિમંત્રણપૂર્વક નિયત કરી પ્રતિદિન ભિક્ષા ગ્રહણ કરવી તે 'નિયાગ દોષ' છે, પરંતુ સ્વાભાવિક જ કયારેક કયાંય પ્રતિદિન ગોચરીએ ચાલ્યા જાય તો 'નિયાગ' દોષ નથી !' (૨) દશવૈકાલિક ચૂર્ણિ (જિનદાસગણિ) : નિયાગનો અર્થ છે, નિયત કરવું, નક્કી કરવું. જે આદરપૂર્વક આમંત્રિત કરવાથી થાય છે. યથા− ભંતે ! આપ અમુક સમયે અમુક વસ્તુ માટે મારા ઘેર પ્રતિદિન લાભ આપજો,' એવું કહે તેના ઘેર યથાસમયે હંમેશાં જવું, એ નિયાગ પિંડદોષ છે. પરંતુ નિયંત્રણ વિના મુનિ સ્વાભાવિક રીતે ક્યાંય પ્રતિદિન ગોચરીએ જાય તો તે નિયાગ દોષ અનાચાર નથી. – ચૂર્ણિ. (૩) ટીકાકાર હરિભદ્રસૂરિએ પણ આ પ્રકારે જ અર્થ કરેલ છે. (૪)દીપિકા તેમજ (૫) અવસૂરિ નામની વ્યાખ્યામાં પણ આવા જ ભાવને સમ્મત અર્થ કહેવામાં આવેલ છે. આ પ્રકારે બધા પ્રાચીન આચાર્ય તેના અર્થમાં એકમત છે. જ્ઞાનમુનિ ઃ દશવૈકાલિક સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં પણ ‘નિયાગ’ દોષ કહેલ છે, તેનું શું તાત્પર્ય છે ? : ન્યાયચંદ્રજી : હા ભંતે ! ત્યાં નિયાગ પિંડને ગ્રહણ કરવાથી તેમાં થનાર હિંસાનું અનુમોદન કરવાનું બતાવ્યું છે. તેનાથી એ સ્પષ્ટ થાય છે કે આ દોષ, આજ ગોચરી કરેલ ઘરે બીજા દિવસે ગોચરી લેવા માત્રથી નથી લાગતો, પરંતુ નિયત, નિમંત્રણપૂર્વક જવાથી લાગતાં અનેક દોષોથી સંબંધિત છે, ત્યારે જ સૂત્રોક્ત હિંસાનું અનુમોદન લાગવાનું કથન સંગત થઈ શકે છે. જ્ઞાનમુનિ : ભગવતી સૂત્ર શ. ૬ ઉ. ૯ તેમજ પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં 'અણાહૂય' દોષ કહેવામાં આવેલ છે, તેનો અર્થ શું છે ? જ્ઞાનમુનિ : હા ભંતે ! ત્યાં પણ તેની વ્યાખ્યામાં બતાવવામાં આવેલ છે કે આમંત્રણપૂર્વક કોઈના ઘરે નિત્ય ગોચરી જવું આહૂત દોષ છે, આ દોષથી રહિત આહાર ગ્રહણ કરવો અણાહૂત કહેવામાં આવેલ છે. સુંદરમુનિ ઃ આ પરંપરા કેવી રીતે થઈ ગઈ કે આજે સ્પર્શેલ ઘેર કાલે આહાર પાણી ન લેવા અને સવારે સ્પર્શેલ ઘરે સાંજે ન જવું ? ન્યાયચંદ્રજી : ભંતે ! સમયે-સમયે કોઈ દષ્ટિની પ્રમુખતાથી ઘણી પરંપરાઓ Page #58 -------------------------------------------------------------------------- ________________ |. પ૮ | | મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ચાલે છે, પરંતુ ભગવતી સૂત્ર, ઠાણાંગ સૂત્ર અને વ્યવહાર સૂત્રમાં બતાવવામાં આવેલ છે કે ધારણા–પરંપરાની અપેક્ષાએ આગમ પ્રમાણને સદા પ્રાથમિકતા આપવી જોઈએ. બધા જ વ્યાખ્યાકારોએ એક મતથી જે નિયાગનો અર્થ કરેલ છે તેનાથી આ પરંપરા નિરાધાર જ પ્રતીત થાય છે. પ્રાચીન કાળમાં આવા અર્થની તેમજ પ્રવૃત્તિની પરંપરા ન હતી, એ સ્પષ્ટ છે. સેંકડો હજારો સાધુ-સાધ્વીજીઓનું એક સાથે વિચરણ તેમજ અલગ-અલગ ગોચરી જવાના આગમ વર્ણનોથી પણ એ સ્પષ્ટ થાય છે કે, તે સમયે આવી નિત્યપિંડદોષ માનવાની કોઈ પરંપરા ન હતી. અનિકસેન આદિ છ મુનિનું ત્રણ સિંઘાડામાં દેવકી રાણીના ઘરે પ્રવેશવું તે પણ આ વાતની પુષ્ટિ કરે છે. અર્જુન માળી, ધર્મરુચિ અણગાર આદિના વર્ણનોથી તથા અનેક અભિગ્રહ તેમજ પડિમાધારણપૂર્વક ગોચરી જવાના જુદા-જુદા સાધુઓના વર્ણનથી પણ એ સ્પષ્ટ થાય છે કે તેવો કોઈ નિયમ એ સમયે ન હતો, છતાં પણ આ નિયમની જો કલ્પના કરવામાં આવે તો તે સમયના વિચરણ વર્ણનો તેમજ ગોચરીના આગમ વર્ણનોની સંગતિ થઈ શકશે નહિ. તેથી સ્પષ્ટ થાય છે કે નિમંત્રણ વિના સહજ સ્વાભાવિકરૂપે કોઈના ઘેર ગોચરી જવું એ કોઈ સ્વતંત્ર દોષ નથી. તે અનાચાર પણ નથી અને ૪ર દોષમાં પણ તે સમાવિષ્ટ નથી. જ્ઞાનમુનિ : ભંતે! આ પ્રકારે હંમેશાં કોઈના ઘેર ગોચરી જવાથી અનેક દોષ લાગશે અને લોકોની ભાવના ઘટી જશે. સુંદરમુનિ મહાભાગ! લોકોની ભાવના વધવી કે ઘટવી તે તો ગોચરી જનારના ભાષા, વ્યવહાર, વિવેક આદિ પર નિર્ભર રહે છે. અનેક એષણા દોષો લાગવામાં પણ ગોચરી જનારમાં વિચક્ષણતા, ગવેષણા રુચિ તેમજ અનુભવની ખામીનું કારણ જ મુખ્ય હોય છે. અયોગ્ય ગવેષક બે દિવસે કે ચાર દિવસે ગોચરીએ જાય તો પણ અનેક દોષ લાગી જાય છે. તે સવાર-સાંજના ઘરોને નિયત કરી દે છે, અવિવેક અને આસક્તિથી વસ્તુઓ લે છે. આ પ્રકારે દોષો લાગવાનું મુખ્ય કારણ તો ગોચરી જનારની અયોગ્યતા છે. તે માટે આગમોક્ત ગુણોથી સંપન્ન, યોગ્યને જ ગોચરીનું કાર્યદેવામાં આવવું જોઈએ. વાસ્તવમાં જોવા જઈએ તો યોગ્ય કે અયોગ્ય હર કોઈને ગોચરીએ મોકલવાની જે પરંપરા છે, તેનો જ સુધારો કરવો આવશ્યક છે. તેમને સુધાર્યા વિના આગમ સિવાયના અનેક સેંકડો નિયમો પણ કરી દેવામાં આવે તો પણ દોષોથી બચી શકતા નથી. Page #59 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર : દશવૈકાલિક સૂત્ર પરિશિષ્ટ જ્ઞાનમુનિ : પંડિત જી ! હવે અહીં શું સમજવું જોઈએ ? ન્યાયચંદ્રજી : ભંતે ! પરંપરાઓ ઘણી શુદ્ધ અને ઘણી અશુદ્ધ ચાલતી જ રહે છે અને કાલાંતરથી તે અનુપયુક્ત પણ થઈ શકે છે. જેમકે મુહપત્તિ હાથમાં રાખવી, ડંડો રાખવો, મૂર્તિની પ્રરૂપણા કરવી વગેરે-વગેરે. ЧС સંયમ અને ગવેષણાના આગમિક નિયમ જ એટલા બધાં છે કે સાધક માટે તેનું શુદ્ધ પાલન કરવું કઠિન બને છે. પછી અન્ય અનેક વધારાના નવા નિયમો ઘડીને સાધકના સાધનામય જીવનને વધુ પડતું ક્લિષ્ટ કરી દેવું ઉચિત કહી શકાતું નથી. તેની અપેક્ષાએ તો ગોચરીની ગવેષણામાં જ સાધુ-સાધ્વીને પૂર્ણ યોગ્ય બનાવવાનો પરિશ્રમ કરવો જોઈએ અને તેને એટલા કુશળ કરી દેવા જોઈએ કે આગમોક્ત સ્પષ્ટ નિયમો અને ૪૨ દોષો સિવાય કોઈ પણ નિયમ ઘડવો ન પડે ! જેમ કે- ૧. આજ ગયેલ ઘરે કાલે ન જવું. ૨. સવારે ગયેલ ઘરે સાંજે ન જવું. ૩. દર્શનાર્થીના ઘેર જ જવું. ૪. વાત-વાતમાં ઘરને અસૂઝતા કરી દેવા ૫. અમુક ખાદ્ય પદાર્થ ન લેવા. ૬. ઘણા પદાર્થોને અભક્ષ્ય કહી દેવા આદિ. ઉચિત તો એ છે કે કયારે, ક્યાં, કયા ઘરે ગોચરી જવું કે ન જવું અને ક્યારે, ક્યાં, કઈ વસ્તુ લેવી કે ન લેવી તે ગવેષકની બુદ્ધિના નિર્ણય ઉપર નિર્ભર હોવું જોઈએ. તેટલો જેના પર વિશ્વાસ હોય તેને જ ગોચરી સોંપવી જોઈએ. જ્ઞાનમુનિ ઃ ભંતે ! આચારાંગ સૂત્રમાં આવેલ નિત્ય પિંડના પાઠનો અર્થ દાન પિંડ કઈ રીતે થાય છે ? તે સ્પષ્ટ રીતે સમજાવશો ? સુંદરમુનિ ઃ મહાભાગ ! આ સૂત્રનો અર્થ આ પ્રકારે છે– સાધુ અથવા સાધ્વી જે ઘરો બાબત જાણે કે તે ઘરોમાં નિત્ય ભોજન બનાવી સંપૂર્ણ દાન દેવામાં આવે છે, નિત્ય બનાવેલ ભોજનનો અડધો ભાગ દાનમાં દેવામાં આવે છે, ત્રીજો ભાગ અથવા ચોથો અથવા છઠ્ઠો ભાગ દાનમાં દેવામાં આવે છે, એવા નિત્ય દાન માટે જે પ્રસિદ્ધ ઘરો છે, તેવા ઘરોમાં ભિક્ષુ ગોચરીને માટે ન જાય. આ સૂત્રથી આજે સ્પર્શેલ ઘ૨માં કાલે ગોચરી ન જવાના અર્થની કલ્પનાને કોઈ પ્રબુદ્ધ પાઠક સત્ય માની શકતો નથી. આ પ્રકારે નિશીથ સૂત્રમાં પણ આ દાન પિંડોને ગ્રહણ કરવાના ચાર સૂત્રોથી પ્રાયશ્ચિત્ત કહેલ છે. આ બંને સૂત્રોમાં દાનપિંડ અને દાનકુળની અપેક્ષાએ જ નિત્યપિંડ શબ્દનો પ્રયોગ છે, એમાંથી અન્ય મનમાન્યો અર્થ કાઢવો સર્વથા અયોગ્ય-અનુચિત છે. આ સિવાય ૩૨ સૂત્રમાં નિત્ય પિંડનું અન્ય કોઈ કથન છે જ નહીં. દશવૈકાલિક સૂત્રમાં પ્રયુક્ત ‘નિયાગ’ અનાચારનો અર્થ પૂર્વાચાર્યોની વ્યાખ્યાઓ દ્વારા પહેલાં જ સ્પષ્ટ કરી દેવામાં આવેલ છે કે કોઈના દ્વારા નિમંત્રણપૂર્વક, આદરપૂર્વક, નિયત કરી, નિત્ય દેવામાં આવતું વિશિષ્ટ ભોજન યા વિશિષ્ટ પદાર્થ ‘નિયાગ Page #60 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત દોષયુક્ત છે.’ સ્વાભાવિક જ ભિક્ષુ કયાંય એક બે દિવસ નિરંતર જાય, તેને કોઈ નિમંત્રણ યા નિયતતા ન હોય તો તે નિયાગ દોષ નથી. આ પ્રકારે આગમોમાં આવેલ નિયાગ અને નિત્યપિંડથી તેમજ તેની વ્યાખ્યાથી તેવું કોઈપણ પ્રકારે સિદ્ધ થતું નથી કે આજ ગયેલ ઘરમાંથી કાલે ગોચરી પાણી ન જ લેવાય. જ્ઞાનમુનિ : પૂર્વાચાર્યો પણ કેટલા વિદ્વાન થઈ ગયા, તેઓ પણ સમજતા તો હતા જ ! હવે કોઈ પણ પરંપરાનું મન ફાવે તેમ પરિવર્તન કરી દે, તે કેવી રીતે ઉચિત કહેવાય ? Go ન્યાયચંદ્રજી : ભંતે ! કોઈ પણ પરંપરાને આગમના આધારે અથવા આગમ અનુપ્રેક્ષણથી પરિવર્તિત કરવી તે અનુચિત ન સમજવું જોઈએ. તેનાથી કોઈનું અપમાન નથી થતું પરંતુ આગમોનું સન્માન અને બહુમાન જ થાય છે. આવું સમજવાથી મૂર્તિ પૂજકમાંથી અમૂર્તિપૂજક બનવું તેમજ અન્ય અનેક પરંપરાઓ ને છોડવી ઉચિત કહેવાશે અને એવું ન માનવાથી સદા લોહ વાણિયા સમાન જ બની રહેનાર હાસ્યાપદ બનશે. તેથી આગમ તેમજ તેની વ્યાખ્યાઓના પ્રમાણપૂર્વક કરવામાં આવેલ સ્પષ્ટીકરણની સામે આવો તર્ક કરવો તે કેવળ ‘ગાડરિયા પ્રવાહ’નું પોષણ કરવાની બુદ્ધિનું સૂચક છે. તેથી આવો તર્ક પ્રબુદ્ધ આગમ પ્રેમીએ કયારેય પણ ન કરવો જોઈએ. વિશેષ માટે જુઓ— દશવૈકાલિક સૂત્ર, વિશ્વભારતી લાડનૂથી પ્રકાશિત. પરિશિષ્ટ-૩ : અધ્યયન-૩: సొంపుసొంప સાધુ જીવનમાં દન્તમંજન સંયમ પાલન કરવા માટે શરીરનુંનિરોગી હોવુંનિતાન્ત આવશ્યક છે કારણ કે સંયમ જીવનમાં શરીરનું રોગગ્રસ્ત હોવું છિદ્રોવાળી નાવ દ્વારા સમુદ્ર પાર કરવા સમાન છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩માં અધ્યયનમાં શરીરને ‘નાવ’ કહેલ છે અને જીવને ‘નાવિક’ કહેલ છે. છિદ્રો રહિત નૌકાને સંસાર સમુદ્ર પાર કરવા માટે યોગ્ય કહેલ છે. શરીરરૂપી નૌકા સછિદ્ર હોવાનું તાત્પર્ય છે – તેનું રોગગ્રસ્ત હોવું ! મંજન કરવું એ સ્વસ્થ રહેવાનું પ્રમુખ અંગ માનવામાં આવે છે. કહ્યું પણ છે કે 'આંખમાં અંજન, દાંતમાં મંજન, નિત કર નિત કર નિત કર ! પ્રસ્તુત સૂત્રના ત્રીજા અઘ્યયનમાં મંજન કરવું, દાંત ધોવા સાધુ માટે અનાચરણીય કહેલ છે. અન્યત્ર પણ અનેક આગમોમાં મંજન ન કરવાને સંયમના મહત્ત્વશીલ નિયમરૂપે સૂચિત કરવામાં આવેલ છે. યથા– જે હેતુથી સાધકે નગ્ન ભાવ યાવત્ અદંત ધાવન(દાંત સાફ ન કરવાની પ્રતિજ્ઞા)નો સ્વીકાર કરેલ હતો તે Page #61 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ આચારશાસ્ત્ર : દશવૈકાલિક સૂત્ર હેતુ ને પૂર્ણ સિદ્ધ કરી મોક્ષ પ્રાપ્ત કર્યો ! વર્તમાન કાળની ખાવા-પીવાની પદ્ધતિ તેમજ અશુદ્ધ ખાધ પદાર્થોની ઉપલબ્ધિના કારણે દાંતના રોગો, જેમ કે પાયોરિયા આદિની બીમારીઓ જલ્દી થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં સ્વાસ્થ્યની સુરક્ષાના હેતુથી ઘણા સંતસતીજીઓએ દંત મંજનને આવશ્યક સમજી લીધેલ છે. ૧ આવી સમજ અને આચરણ પાછળ આગમ નિષ્ઠા તેમજ આચાર નિષ્ઠાના પરિણામોની શિથિલતાની સાથે સાથે શુદ્ધ વિવેકપૂર્ણ જ્ઞાનની અનભિજ્ઞતા પણ છે જ. તેનું કારણ એ છે કે જૈન આગમોમાં આવતા સાધ્વાચારના નિયમો સાધારણ છદ્મસ્થો દ્વારા સૂચિત નથી પરંતુ તે સર્વજ્ઞ જિનેશ્વર ભગવંતોના અનુભવજ્ઞાન તેમજ કેવળજ્ઞાનના પ્રભાવથી યુક્ત છે. તેના પર શુદ્ધ શ્રદ્ધા અને ઊંડા ચિંતનની આવશ્યકતા છે. ચિંતન તેમજ અનુભવ કરવાથી ખ્યાલ આવે છે કે આ અવ્યવહારિક જેવા લાગતા આગમ વિધાન પણ મહાન વૈજ્ઞાનિક છે, તેના મૂળમાં શરીર સ્વાસ્થ્ય તેમજ સંયમ સ્વાસ્થ્ય બંન્નેનો હેતુ રહેલ છે. સાધુને સદા ભૂખથી ઓછું ખાવારૂપી ઉણોદરી તપ કરવું આવશ્યક છે. મંજન ન કરવા છતાં પણ દાંતોને સ્વસ્થ રાખવા માટે ઓછું ખાવું, તેમજ ક્યારેક-ક્યારેક ઉપવાસ આદિ તપ કરવું આવશ્યક છે. બ્રહ્મચર્ય પાલન માટે તેમજ ઇન્દ્રિય નિગ્રહ માટે પણ ઓછું ખાવું અને કયારેક-કયારેક ઉપવાસ આદિ કરવા આવશ્યક છે. બ્રહ્મચર્યની શુદ્ધિ જ સંયમની શુદ્ધિ છે. દિવસમાં એક જ વાર ખાવું કે દિવસભર ન ખાવું તે સંયમ તેમજ શરીર તથા દાંતો માટે અતિ આવશ્યક છે. પાચન શક્તિ તેમજ લીવરની સ્વસ્થતા માટે પણ અલ્પ-ભોજન આવશ્યક છે. આ પ્રકારે અલ્પ ભોજન, મંજનત્યાગ, બ્રહ્મચર્ય, સંયમ, સ્વાસ્થ્ય આદિ એક બીજા સાથે સંલગ્ન(જોડાયેલા) છે. રોક-ટોક વગર ખાતા રહેવું તેમજ કેવળ દાંત શુદ્ધિ માટે મંજન કરી લેવું અપૂર્ણવિવેક છે. એવું કરવાથી પાચન શક્તિ(લીવર)ની ખરાબી અને બ્રહ્મચર્યની વિકૃતિ અટકવી શકય નથી. તેથી ભિક્ષુએ મંજન કર્યા વિના પણ દાંત નિરોગી રહે તેટલો જ આહાર કરવો, તેને પોતાનું પ્રમુખ કર્તવ્ય સમજવું જોઈએ. આજના વૈજ્ઞાનિકો પણ મંજન કર્યા વગર ખાવાને સ્વાસ્થ્ય માટે ઉપયોગી માને છે. સપ્તાહમાં એક ઉપવાસ કરી લેવાથી દાંતોની અત્યાધિક સફાઈ સ્વતઃ થઈ જાય છે. ભોજન કર્યા બાદ પાત્ર ધોઈને પાણી પીવાનો આચાર પણ વૈજ્ઞાનિક છે, એવું કરવાથી દાંત સ્વતઃ પાણીથી ધોવાઈ જાય છે અને થૂંકવા ફેંકવાની પ્રવૃતિ સાધુ જીવનમાં વધતી નથી. Page #62 -------------------------------------------------------------------------- ________________ ર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત દંત રોગની આશંકાથી શંકાશીલ ભિક્ષુઓએ મંજન કરવાની અપેક્ષાએ નીચેની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. (૧) ઓછું ખાવું, ઓછી વાર ખાવું અને ઓછી વસ્તુ ખાવી. મન કહે તે ન ખાવું, શરીર માંગે તે ખાવું. (ર) ખાધા પછી તરત કે થોડા સમય પછી દાંતોમાં પાણીને હલાવતા રહી એક-બે ઘૂંટ પાણી ગળવું જોઈએ. જ્યારે પણ પાણી પીવામાં આવે ત્યારે અંતમાં પાણીને દાંતોમાં હલાવીને ગળવું જોઈએ. (૩) મહિનામાં ર અથવા ૪ ઉપવાસ આદિ અવશ્ય કરવા જોઈએ. આહારની અરુચિ હોય કે વાયુનિસર્ગ દુર્ગધયુક્ત હોય તો ભોજન છોડી દેવું જોઈએ. ઝાડા-ઉલ્ટી હોય તો ભોજન છોડી દેવું જોઈએ. આ પ્રકારે શ્રદ્ધા અને વિવેક રાખવામાં આવે તો અદંત ઘાવન(મંજન નહીં કરવાના) નિયમનું પાલન કરતા હોવા છતાં પણ સ્વસ્થ રહી શકાય છે. આવું કરવાથી જ સર્વજ્ઞોની આજ્ઞાની શ્રદ્ધા તેમજ આરાધના શુદ્ધ થઈ શકે છે. સ્નાન નહિ કરવા આદિનિયમોમાં પણ અહિંસા, બ્રહ્મચર્ય, ઇન્દ્રિયનિગ્રહ, આત્મલક્ષ્ય અને શરીર અલક્ષ્ય આદિ હેતુ છે. સાથે જ નિર્વસ્ત્ર, અલ્પવસ્ત્ર, ઢીલા વસ્ત્ર પહેરવાનો પણ તેની સાથે સંબંધ છે. વિહાર યાત્રા, પરિશ્રમી તેમજ સ્વાવલંબી જીવન, અપ્રમત્ત ચર્યા વગેરે પણ તેમાં સંબંધિત છે. સંયમના અન્ય આવશ્યક નિયમોનું ધ્યાન રાખવામાં આવે તો અસ્નાન તેમજ અદંત ઘાવન નિયમ શરીરના સ્વસ્થ રહેવામાં જરા પણ બાધક બની શકે નહીં. તાત્પર્ય એ જ છે કે શરીર પરિચર્યાના નિષેધ કરનારા આગમના નિયમોનું પાલન કરવું હોય તો ખાન-પાન તેમજ જીવનવ્યવહારના આગમ વિધાનોનું અને વ્યવહારિક વિવેકોનું પાલન કરવું પણ અતિ આવશ્યક સમજવું જોઈએ. ત્યારે જ શરીર-સ્વાથ્ય તેમજ સંયમ-શુદ્ધિ તથા ચિત્ત-સમાધિ કાયમ રહી શકે છે. સાથે જ પોતાની ક્ષમતાનો ખ્યાલ રાખવાથી સુંદર આરાધના થઈ શકે છે. సంపద પરિશિષ્ટ-૪: અધ્યયન-૪ અને ૬: રાત્રિ ભોજન રાત્રિભોજન કરવાથી પ્રાણાતિપાત આદિ મૂળગુણોની વિરાધના થાય છે અને છઠું રાત્રિભોજન વિરમણ વ્રત પણ મૂળગુણ છે, તેનો ભંગ થાય છે. રાત્રે કુંથુવા આદિ સૂક્ષ્મ પ્રાણી તથા લીલ-ફૂગ આદિનું દેખાવું અશક્ય હોય છે. રાત્રે આહારની ગવેષણા કરવામાં એષણા સમિતિનું પાલન પણ થતું નથી. ચૂર્ણિકારે કહ્યું છે– “જે પ્રત્યક્ષ જ્ઞાની હોય છે, તે આહારાદિને વિશુદ્ધ જાણવા છતાં Page #63 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્રઃ દશવૈકાલિક સૂત્ર પરિશિષ્ટ ૩. પણ રાત્રે ખાતા નથી, કારણ કે મૂળગુણનો ભંગ થાય છે. તીર્થંકર, ગણધર અને આચાર્યો દ્વારા આ રાત્રિભોજન અનાસેવિત છે, તેનાથી છઠ્ઠા મૂળ ગુણની વિરાધના થાય છે, અતઃ રાત્રિભોજન ન કરવું જોઈએ. –દશવૈ, (૧) દશવૈકાલિકસૂત્ર અધ્યયન-૩માં રાત્રિ ભોજનને અનાચરણીય કહેલ છે. (૨) દશવૈકાલિક અધ્યયન-૬માં રાત્રિભોજન કરવાથી નિગ્રંથ અવસ્થામાંથી ભ્રષ્ટ થવાનું કહેલ છે તથા રાત્રિભોજનના દોષોનું કથન પણ કરેલ છે. (૩) દશવૈકાલિક અધ્યયન-૪માં પાંચ મહાવ્રત સાથે રાત્રિભોજન વિરમણને છઠું વ્રત કહેલ છે. (૪) દશવૈકાલિક અધ્યયન–૮માં સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી અર્થાત રાત્રે આહારની મનથી પણ ઈચ્છા કરવાનો નિષેધ છે. (૫) ઉત્તરાધ્યયન અધ્યયન–૧૯, ગાથા-૩૧માં – સંયમની દુષ્કરતાના વર્ણનમાં ચારેય પ્રકારના આહારનું રાત્રિએ વર્જન કરવું અતિ દુષ્કર કહેલ છે. () બૃહત્કલ્પ ઉદ્દેશક–૧માં રાત્રે કે વિકાલ(સંધ્યા)ના સમયે ચારેય પ્રકારના આહાર ગ્રહણ કરવાનો નિષેધ છે. (૭) બૃહત્કલ્પ ઉદ્દેશક–પમાં કહેવામાં આવેલ છે કે આહાર કરતી વખતે ખ્યાલ આવી જાય કે સૂર્યોદય થયો નથી કે સૂર્યાસ્ત થઈ ગયેલ છે તો મોઢામાં રહેલા આહાર પણ કાઢીને પરઠી દેવો જોઈએ અને ત્યાં તેને ખાવાનું પ્રાયશ્ચિત્ત કહેલ છે તથા રાત્રે આહાર-પાણી યુક્ત ઓડકાર આવી જાય તો પણ તેને ગળી જવાનું (ગળામાં ઉતારી જવાનું પ્રાયશ્ચિત્ત કહેલ છે. (૮)દશાશ્રુતસ્કંધ સૂત્ર દશા–ર તથા સમવાયાંગ સૂત્ર સમવાય-૨૧માં – રાત્રિભોજન કરવાને સબળ દોષ કહેલ છે. (૯) બૃહત્કલ્પ ઉદ્દેશક-૪માં– રાત્રિભોજનનું ગુરુ પ્રાયશ્ચિત્ત કહ્યું છે. (૧૦) ઠાણાંગ અધ્યયન-૩ તથા પમાં– રાત્રિભોજનનું ગુરુ પ્રાયશ્ચિત્ત કહ્યું છે. (૧૧) સૂયગડાંગ સૂત્ર શ્ર.–૧, અ-૨, ૬-૩માં રાત્રિભોજન ત્યાગ સહિત પાંચ મહાવ્રત પરમ રત્ન કહેવામાં આવેલ છે, જેને સાધુ ધારણ કરે છે. આ પ્રકારે અહીં મહાવ્રત તુલ્ય રાત્રિભોજન વિરમણનું મહત્વ કહેવામાં આવ્યું છે. (૧૨) સૂયગડાંગ સૂત્ર અધ્ય.—કહેવામાં આવેલ છે કે ભગવાન મહાવીર સ્વામી એ તપ માટે અને દુઃખોનો નાશ કરવા માટે રાત્રિભોજનનો ત્યાગ કર્યો હતો. (૧૩) ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન-૩રમાં રાત્રિભોજનના ત્યાગથી જીવનો આશ્રવ ઘટવો તેમજ અનાશ્રવ થવો કહેલ છે. (૧૪) નિશીથ સૂત્ર ઉદ્દેશક-૧૧માં– રાત્રિભોજન કરવાનું તેમજ તેની પ્રશંસા કરવાનું ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત કહેલ છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત (૧૫) દશાશ્રુતસ્કંધ સૂત્ર દશા–માં શ્રાવકને છઠ્ઠી પડિમા ધારણ કરવામાં રાત્રિ ભોજનનો પૂર્ણ ત્યાગ કરવાનું આવશ્યક કહ્યું છે. તેની પૂર્વ અવસ્થાઓમાં પણ શ્રાવકે રાત્રિભોજનનો ત્યાગ કરવો જોઈએ પરંતુ ત્યાં સુધી ઐચ્છિક છે અને છઠ્ઠી પ્રતિમાથી લઈ અગ્યારમી પ્રતિમા સુધી રાત્રિભોજનનો ત્યાગ કરવો જરૂરી છે. અન્ય ગ્રંથોમાં : (૧) કાર્તિકેયાનુપ્રેક્ષા ૩૮૩માં– રાત્રિભોજન ત્યાગને ૬ મહિનાના ઉપવાસ તુલ્ય બતાવવામાં આવેલ છે. ५४ (૨) મહાભારતના શાન્તિપર્વમાં– નરકમાં જવાના ચાર બોલ કહેલ છે, જેમાં પ્રથમ બોલથી રાત્રિભોજનને નરકમાં જવાનું કારણ કહેલ છે બાકીના ત્રણ કારણોમાં નરક ગમનના આ કારણો છે– ૧. પર સ્ત્રી ગમન ૨. આચાર- અથાણા ખાવા ૩. કંદમૂળ ભક્ષણ.(આગમમાં ચાર કારણ જુદા છે.) (૩) વેદવ્યાસના યોગશાસ્ત્ર અ—૩માં કહેવામાં આવેલ છે કે રાત્રે ખાનાર મનુષ્ય ઘુવડ, કાગડો, ગીધ, સૂકર, સર્પ અને વીંછી આદિ યોનિમાં જન્મ ધારણ કરે છે. (૪) મનુસ્મૃતિમાં કહેવામાં આવેલ છે કે રાત્રિ રાક્ષસી હોય છે તેથી રાત્રે શ્રાદ્ધ્ કરવું જોઈએ નહિ. (૫) યોગશાસ્ત્ર અ—૩માં કહેવામાં આવેલ છે કે– નિત્ય રાત્રિભોજન ત્યાગ કરવાથી અગ્નિહોત્રનું ફળ મળે છે તેમજ તીર્થ યાત્રાનું ફળ મળે છે. આહિત, સ્નાન, દેવતા પૂજન, દાન, શ્રાદ્ધ તેમજ ભોજન રાત્રિએ કરવામાં આવતા નથી. કીટ, પતંગ આદિ અનેક સત્ત્વોનું ઘાતક આ રાત્રિભોજન અતિ નિંદિત છે. (૬) માર્કડેય મુનિએ તો રાત્રે પાણી પીવું લોહી સમાન અને ખાવું માંસ સમાન કહી દીધેલ છે. (૭) બૌદ્ધ મતના ‘મજ્જમેનિકાય’ તેમજ ‘લકુટિકોપમ સુત્ત’માં રાત્રિ ભોજનનો નિષેધ કર્યો છે. (૮) હેમચન્દ્રાચાર્ય એ દિવસે અને રાત્રે કોઈ રોકટોક વિના ખાનારને 'શિંગડા અને પૂંછડા વગરના જાનવર' હોવાનું સૂચિત કરેલ છે. જીવન શિક્ષાઓ : (૧) રાત્રે ઘણા નાના-નાના જીવો દેખાતા નથી, તે ખાવામાં આવી જાય તો તેનાથી ઘણા પ્રકારની બીમારીઓ થાય છે. (૨) અનેક પક્ષીઓ પણ રાત્રે ખાતા નથી, કહ્યું પણ છે કે વિડી, મેડી, ગાતા, રાત ઘુળ નહી નાય ! नरदेहधारी जीव तुं, रात पड्या क्यों खाय ? (૩) રાત્રે અંધકાર હોય છે, અંધકારમાં જો ભોજન સાથે કીડી ખાવામાં આવી Page #65 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર: દશવૈકાલિક સૂત્ર પરિશિષ્ટ ૬૫ જાય તો બુદ્ધિ નષ્ટ થઈ જાય છે. માખી જો આવી જાય તો તરત જ ઉલ્ટી થઈ જાય છે. જો ભોજનમાં જું આવી જાય તો જલોદર જેવો ભયંકર રોગ પેદા થઈ જાય છે. ગરોળી આવી જાય તો કષ્ટ જેવી મહાવ્યાધિ ઉત્પન્ન થઈ જાય છે. તે સિવાય ઉચ્ચ રક્તપાત, દમ, હૃદયરોગ, પાચનશક્તિની ખરાબી આદિ બીમારીઓની સંભાવના રહે છે. (૪) સૂર્યાસ્ત પૂર્વે ભોજન કરવું પાચનની દષ્ટિએ સર્વોત્તમ છે. સુવાના ત્રણ કલાક પહેલાં ભોજન કરવું આરોગ્યદાયક છે. એવું કરવાથી ભોજનને પચવા માટે સમય મળી જાય છે. રાત્રે ૯-૧૦ વાગ્યે ભોજન કરી સૂઈ જવાથી પાણી બરાબર પી શકાય છે તેથી તેના ભોજનનું પાચન પણ બરાબર થતું નથી. (૫) સૂર્યના પ્રકાશની પોતાની અલગ જ વિશેષતા છે. સૂર્યના પ્રકાશમાં હીરાજવેરાત આદિનું જે પરીક્ષણ કરવામાં આવે છે તેવું વિધુત પ્રકાશમાં ન થઈ શકે. સૂર્યની રોશનીમાં કમળ ખીલે છે. સૂર્યોદય થતાં જ પ્રાણવાયની માત્રા વધી જતી હોય છે. રાત્રે પાચન સંસ્થાન પણ બરાબર કામ કરતું નથી. તે સિવાય કોઈ સૂક્ષ્મ જીવ સૂર્યની રોશનીમાં જ જોઈ શકાય છે, વિદ્યુત પ્રકાશમાં નહીં. આ બધી વાતોને ધ્યાનમાં રાખતા થકા વિધુતના પ્રકાશને સૂર્યના પ્રકાશ સમકક્ષ ન સમજવો જોઈએ. બંનેમાં ઘણું અંતર છે, જે સ્વયંસિદ્ધ છે. (૬) તેથી ધર્મી પુરુષો એ તેમજ વિશેષ કરી સાધુ-સાધ્વીજીઓ એ રાત્રિભોજનનો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ. પરિસ્થિતિવશ શ્રાવક હીનાધિક રૂપમાં પણ તેનો અભ્યાસ કરતાં-કરતાં પૂર્ણ ત્યાગનું લક્ષ્ય રાખે છે, અંતે એક સમયે તેના માટે પણ રાત્રિભોજનનો ત્યાગ આવશ્યક બની જાય છે. સંક્ષેપમાં– મુનિઓએ પૂર્ણ અને ગૃહસ્થીએ યથાશક્તિ રાત્રિ ભોજનનો ત્યાગ કરી સ્વાથ્ય-લાભ તેમજ આત્મોન્નતિનો લાભ પ્રાપ્ત કરવો જોઈએ. પરિશિષ્ટ-પઃ અધ્યયન-પાર્જs ફિ. ગોચરીએ જાવાની તેમજ આહાર કરવાની વિધિ (૧) ગોચરી જતાં પહેલાં મુનિએ મુખવસ્ત્રિકાની તેમજ જોળી તથા પાત્રાની પ્રતિલેખના કરવી. (૨) કાયોત્સર્ગ કરી ચિંતનમાં લેવું ૧. ગોચરીમાં દષ્ટિની ચંચળતા ન થવી ૨. ચાલમાં શાન્તિ રાખવી, ઉતાવળ ન કરવી ૩. ગવેષણામાં ઈમાનદારી રાખવી, લાપરવાહી ન કરવી ૪. આહાર સંબંધી વિશેષ ત્યાગ નિયમ અથવા અભિગ્રહ કરવો, પ્રાતઃ કરેલો હોય તો સ્મૃતિમાં લેવો. (૩) ગુરુ આદિની આજ્ઞા લેવી. + = Page #66 -------------------------------------------------------------------------- ________________ SS મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત (૪) આવત્સહિ, આવત્સહિ ઉચ્ચારણ કરી ઉપાશ્રયની બહાર નીકળવું. (૫) ગોચરી લઈ આવતી વખતે નિસ્સહિ, નિસ્સહિ ઉચ્ચારણ કરી વિનયયુક્ત ઉપાશ્રયમાં પ્રવેશ કરવો. (૬) ભૂમિ પ્રમાર્જન કરી આહાર રાખવો, ગુરુને દેખાડવો. (૭) જોળીનું પ્રતિલેખન કરવું. (૮) આવશ્યક સામગ્રી અને આસન તેમજ ભાજન (માત્રક) લઈ બેસવું. (૯) તસ્ય ઉત્તરીનો પાઠ બોલી ઇરિયાવહિનો કાયોત્સર્ગ કરવો તથા ગોચરીના ઘરોને યાદ કરીને ક્રમશઃ અતિચારોનું ચિંતન કરવું. (૧૦) કાયોત્સર્ગ શુદ્ધિનો પાઠ બોલવો. (૧૧) ગોયરષ્ણચરિયાનો પાઠ ઉચ્ચારણ કરવો. (૧૨) તસ્સ ઉત્તરીનો પાઠ બોલી કહો નહિં અસીવMી... આ ગાથાનું ચિંતન કાયોત્સર્ગ મુદ્રામાં કરવું. (૧૩) કાયોત્સર્ગ પૂર્ણ કરી લોગસ્સનો પાઠ પ્રગટપણે બોલવો. (૧૪) સ્વાધ્યાય કરવો. (૧૫) વિશ્રાંતિ કર્યા પછી ભાવપૂર્વક અન્ય મુનિવરોને આહાર નિમંત્રણ કરવું. કોઈ લે તો સહર્ષ દેવું. (૧) જ્ઞાતા સૂત્રમાં કહેલા બેદાંતોનું ચિંતન કરી આહાર કરવો. ૧. પિતા-પુત્રોએ અટવીમાં ફસાઈ જવાથી પ્રાણ રક્ષાર્થે ઉદાસીનતાપૂર્વક મૃત પુત્રીના શરીરનો આહાર કર્યો તેવી ગ્લાનિ તેમજ ઉદાસીનતાથી શરીર સંરક્ષણાર્થે આહાર કરવો અર્થાત્ આહાર કરવામાં જરા પણ આનંદ ન માનવો ૨. પુત્ર ઘાતક વિજય ચોરને ધન્ના શેઠ દ્વારા પોતાના આહારમાંથી દેવાની જેમ પૂર્ણ લાચારી તેમજ વિવશતા સાથે આહાર કરવો. સંયમ ક્રિયા, તેમજ જ્ઞાન તથા ચિત્ત સમાધિ માટે શરીરને આહાર પુદ્ગલ દેવા જરૂરી બની જાય છે, એવી વૃત્તિથી આહાર કરવો. (૧૭) માંડલાના દોષ ટાળવા માટે સ્મૃતિમાં લેવું. યથા– ૧. સ્વાદ વૃદ્ધિ માટે સંયોગ ન મેળવવા ૨. આહારની પ્રશંસા-નિંદા ન કરવી ૩. આહાર નિમિત્તે આનંદિત કેખિન્ન ન થવું. ભૂખથી ઓછું ખાવુંપ, અતિ ધીરે ન ખાવું. ઉતાવળ થી પણ ન ખાવું. સુખાસને બેસવું ૭. આહાર નીચે જમીન પર ઢોળવો નહિ. ૮. મોઢેથી ચવચવ, સુડસુડ અવાજ ન કરવો ૯. ખાદ્ય પદાર્થને પૂર્ણ ચાવવો, તેમજ મોઢામાં રસ થઈ જાય પછી જ ઉતારવો. (૧૮) મરવિર વાવિ... અને મતોને ન રહે ...આ બન્ને ગાથાઓનું ઉચ્ચારણ મનન કરી પચ્ચખાણ પાળવા, પાંચ વાર નમસ્કાર મંત્ર ગણવા. ત્યાર પછી મૌન વ્રત લઈ આહાર કરવો. Page #67 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્રઃ દશવૈકાલિક સૂત્ર પરિશિષ્ટ || ૬૭ (૧૯) સવાર-સાંજની ગોચરીમાં કે ગુરુ આજ્ઞા થાય ત્યારે સંક્ષિપ્ત વિધિ કરવી જેમ કે– ૧. ગોચરી ગયા હોય તો ઇરિયાવહિ આદિનો કાઉસ્સગ્ન કરવો. ૨. પચ્ચકખાણ પાળવા, પાંચ નમસ્કાર મંત્ર ગણવા. મહો નિદિ કરવા ... ગાથાનું ચિંતન કરવું. મૌન સ્વીકાર કરી મુખવસ્ત્રિકા ખોલવી તેમજ આહાર પ્રારંભ કરવો. ખુલ્લા મોઢે જરા પણ ન બોલવું. (૨૦) આહાર કર્યા બાદ નમસ્કાર સહિતનાં સાગારી પચ્ચકખાણ કરવા. (૨૧) આહાર કરવાના સ્થાન તેમજ પાત્રાની શુદ્ધિ કરવી. (નિહાર વિધિ ) (૧) લઘુનીતની ઇચ્છા (બાધા) થાય ત્યારે પ્રસવણ પાત્રમાં કરવું. (૨) અવર જવર રહિતના સ્થાને ઉકડુ આસને બેસવું. (૩) અવાજ ન થાય તે રીતે પાત્રમાં મૂત્ર વ્યુત્સર્જન કરવું. (૪) યોગ્ય, અચેત તેમજ ત્રણ-સ્થાવર જીવ રહિત ભૂમિમાં વિસ્તૃત સ્થાનમાં છૂટું છવાયું કરી પરઠવું. એક જ જગ્યાએ સઘન રૂપથી ન પરઠવું. (૫) પરઠવા પૂર્વે આજ્ઞા લેવી, ભૂમિ જોવી અથવા પ્રમાર્જન કરવું. () પરહ્યા બાદ વોસિરે-વોસિરે બોલવું, પછી સ્થાન પર આવી તસ્સ ઉત્તરીનો પાઠ ગણી ઈરિયાવહીનો કાયોત્સર્ગ કરવો. (૧) વડીનીતની બાધા થાય ત્યારે જો અનુકૂળતા હોય તો ગામથી બહાર જવું. (૨) ચાલવાના માર્ગમાં કે બેસવાના સ્થાન પર લીલી વનસ્પતિ, અંકુર, કીડી આદિન હોવા. (૩) લોકોની અવર જવર ન હોય. (૪) લોકોને આપત્તિ ન હોય તેવા સ્થાન પર બેસી, વસ્ત્ર ખંડથી અંગ શુદ્ધિ કરી, પછી જળથી શુદ્ધિ કરવી. અધિક જળ પ્રયોગ ન કરવો. મળથી થોડા દૂર થઈને શુદ્ધિ કરવી. બાકી વિધિ પૂર્વવત્ ! (૫)જો બાધાનો વેગ તીવ્ર હોય કે બહાર જવામાં શરીરની અનુકૂળતા ઓછી હોય, માર્ગ તેમજ સ્થાન વિરાધના વાળા હોય, લોકોની અવર જવર રહિત સ્થાન ન મળે તો ઉપાશ્રયના કોઈપણ એકાંત સ્થાને પોતાના ઉચ્ચાર માત્રકમાં શૌચ નિવૃત્તિ કરવી. ત્યારબાદ યોગ્ય સ્થાને પૂર્વોક્ત વિધિપૂર્વક પરઠી દેવું. વિહાર વિધિ) (1) રસ્તે ચાલતાં વાર્તાલાપ ન કરવો. (૨) ઉતાવળથી ન ચાલવું. (૩) ઇયમાં જ એકાગ્ર ચિત્ત રાખવું, અન્ય જે તે વિચાર ન કરવા. (૪) ઇર્યા સંબંધી વિવેક વૃદ્ધિ થાય તેવું ચિંતન કરતા રહેવું, જેમકે Page #68 -------------------------------------------------------------------------- ________________ ૬૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત રસ્તે ચાલતાં સાવચેતીની બાબતો - (૧) પત્થરના ટૂકડા, માટી, ગારો, મીઠું, પત્થરના કોલસા વગેરે તો નથી ને ! (૨) સચેત કે મિશ્ર પાણી તો ઢોળાયેલું કે ફેકેલું તો નથી ને! (૩) સ્ત્રી-પુરુષનો, બીડીવાળાનો અને સ્કૂટરવાળા આદિનો સંઘટ્ટો કરવાનો નથી. (૪) કપડા, પાત્ર, શરીરને વધારે હલાવવાના નથી. (૫) લીલું ઘાસ, અંકુર, લીલ-ફૂગ, અનાજ, મરચાના બીજ, શાક આદિના છોતરા, ફૂલ, પાંદડાં આદિ તો વિખરાયેલા નથી ને! તેને બચાવીને પગ મૂકવાના છે. () કીડી-મકોડા-કંથવા આદિ જીવ તો નથી ને! (૭) ચાલતાં ચાલતાં વાતો કરવાની નથી, આજુબાજુ જોવાનું નથી. (૮) ચિત્ત એકાગ્ર રાખવાનું છે, અન્ય વિચાર કરવાનો નથી. (૯) ઇર્યામાં તન્યૂર્તિ તેમજ તન્મય બનીને ચાલવાની ભગવાનની આજ્ઞા છે. (૧૦) આગળની ભૂમિ અને વાહન આદિ જોઈને ચાલવાનું છે. (૧૧) શાંતિથી ચાલવાનું છે. પગ ધીરે મૂકવાનો છે. ઉતાવળ કરવાની નથી. વરે H૬ મgવો તેવી ભગવાનની આજ્ઞા છે. (૧૨) જીવ, કાંટો, પત્થર, લીલ, બીજ, કીડી વગેરેનું જરૂર પડ્ય(પ્રસંગે) રટણ કરવાનું છે, યાદ કરવાના છે. પ્રતિલેખન કરતાં સાવચેતીની બાબતો:(૧) ત્રણ દષ્ટિ ગણવી અર્થાત્ પ્રતિલેખન માટે હાથમાં સામે રાખેલ વસ્ત્ર વિભાગને ઉપરે, મધ્યમાં અને નીચે એમ ક્રમશઃ ત્રણ દષ્ટિથી જોવું, એક જ દષ્ટિમાં તે વિભાગને ન જોઈ લેવું. (૨) એકાગ્ર ચિત્ત રાખવું. (૩) અન્ય વિચાર ન કરવા. (૪) ઉતાવળ ન કરવી. શાંતિથી કાર્ય કરવું. (૫) હાથ તેમજ વસ્ત્રને ધીરે-ધીરે ચલાવવાં, વધારે ન હલાવવા. (૬) જીવ છે કે શું છે? તેવી અન્વેષણ બુદ્ધિ રાખવી. (૭) પ્રતિલેખન સમયે વાતો ન કરવી, મીન રાખવાનું અને સ્થિર આસને બેસવાનું. (૮) પ્રતિલેખન કરતાં કપડાને આજુ-બાજુ કે જમીન સાથે સ્પર્શ ન કરાવવો. (૯) કપડાને નીચે રાખતી વખતે ભૂમિ જોવી. (૧૦) પ્રતિલેખિત તેમજ અપ્રતિલેખિત વસ્ત્ર જુદા-જુદા રાખવાના. (૧૧)પ્રતિલેખના પૂરી થઈ ગઈ છે, તેવો ઉપયોગ લગાવી, વિચારી, પછી શ્રમણ સૂત્રના ત્રીજા પાઠનો કાયોત્સર્ગ કરવો. Page #69 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર : દશવૈકાલિક પરિશિષ્ટ સૂત્ર શયન વિધિ (૧) ભૂમિ પ્રમાર્જન કરવું, આસન બિછાવવું, શરીર પ્રમાર્જન કરવું, આસન પ્રમાર્જન કરી બેસવું, ઇરિયાવહી કરી, ૧. પ્રગટ લોગસ્સ ૨. ત્રણ વાર કરેમિ ભંતે, ૩. ચત્તારિ મંગલનો પાઠ ૪. અરિહંતો મહદેવો ૫. ખામેમિ સવ્વજીવા ૬. અઢાર પાપસ્થાન આ પાઠોનું ઉપયોગ સહિત ઉચ્ચારણ કરવું. પ્રમાદ કરવાની લાચારીનું કે આત્માનું ચિંતન કરવું. પાંચ નમસ્કાર મંત્ર ગણવા. શરીર અને આસનનું પ્રમાર્જન કરતા સૂઈ જવું. SC (૨) ઊઠ્યા પછી અતિ જરૂરી હોય તો શરીરની બાધાઓથી નિવૃત્ત થયું. અતિ આવશ્યક ન હોય તો નમસ્કાર મંત્ર, તસ્સ ઉત્તરી, પગામસિજ્જાએ પાઠનો કાઉસ્સગ્ગ કરવો, પ્રગટ લોગસ્સ ગણવો, આકાશ(કાળ) પ્રતિલેખન કરવું. ગુરુ વંદન કરીને સ્વાધ્યાય કરવો, પછી સવારનું પ્રતિક્રમણ કરવું. Ad પરિશિષ્ટ-૬ : અધ્યયન-૬ : સંયમ તપના હેતુ કેવા હોય ? ધર્મનું કોઈપણ આચરણ કરવામાં આવે ત્યારે તેનો હેતુ શુદ્ધ હોવો આવશ્યક છે. તેને ત્રણ વિભાગથી સમજવો જોઈએ. ૧. ધર્મના આચરણ ૨. અશુદ્ધ હેતુ ૩. શુદ્ધ હેતુ. ધર્મના આચરણ :– ૧. નમસ્કાર મંત્રની માળા ફેરવવી ૨. આનુપૂર્વી ગણવી ૩. પ્રત્યેક કાર્યમાં નમસ્કાર મંત્ર ગણવા ૪. મુનિ દર્શન કરવા ૫. માંગલિક સાંભળવું. ૬. ભજન કીર્તન કરવું ૭. વ્રત-પચ્ચખાણ આદિ ધર્મ પ્રવૃતિ કરવી. ૮. તપસ્યા કરવી. અશુદ્ધ હેતુ :- ઇહલૌકિક સુખ-સમૃદ્ધિ, પુત્ર, ધન આદિની પ્રાપ્તિ; કાર્ય સિદ્ધિ; ઇચ્છા પૂર્તિ; આપત્તિ-સંકટ વિનાશ આદિના હેતુ ધર્મ પ્રવૃતિમાં અશુદ્ધ હેતુ છે. યશ, કીર્તિ, પ્રશંસાની પ્રાપ્તિનો ઉદ્દેશ્ય પણ અશુદ્ધ હેતુ છે. - શુદ્ધ હેતુ :– કર્મોની નિર્જરા માટે, થોડો સમય ધર્મ ભાવમાં તેમજ ધર્માચરણમાં વ્યતીત થાય તે માટે, પાપકાર્ય ઓછા થાય, પાપકાર્ય કરતાં પહેલા પણ ધર્મ ભાવ સંસ્કારોની જાગૃતિ થાય તે માટે, ભગવદ્ આજ્ઞાની આરાધના માટે, ચિત્ત સમાધિ તેમજ આત્માનંદની પ્રાપ્તિ માટે વગેરે તે શુદ્ધ હેતુ છે. સાર ઃ– ધર્મની કોઈપણ પ્રવૃતિમાં ઇહલૌકિક ઇચ્છા બિલકુલ ન હોવી જોઈએ; એકાંત નિર્જરા ભાવ, આત્મ ઉન્નતિ અને મોક્ષ પ્રાપ્તિનો હેતુ હોવો જોઈએ. ઐહિક ચાહના યુક્ત કોઈપણ પ્રવૃતિ હોય પછી ભલે તે માળા ફેરવવાની Page #70 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જેનાગમ નવનીત, હોય કે વ્રતની હોય કે તપની પ્રવૃતિ હોય તેને ધર્મ આચરણ ન સમજી સંસારભાવની લૌકિક પ્રવૃતિ સમજવી, તે આત્માની ઉન્નતિમાં એક કદમ પણ આગળ વધવા દેવાવાળી પ્રવૃતિ નથી. ભગવદજ્ઞાની આરાધના અને કર્મ-મુક્તિના શુદ્ધ લક્ષ્યવાળી ધર્માચરણની પ્રવૃત્તિ જ ધાર્મિક પ્રવૃત્તિ છે, એવું સમજવું જોઈએ. ધાર્મિક પ્રવૃત્તિની સાથે લૌકિક રુચિની પ્રવૃત્તિઓ મિશ્રિત કરી દેવી તે પણ ધાર્મિક પ્રવૃત્તિને લૌકિક પ્રવૃત્તિ બનાવી દેવા સમાન માનવું જોઈએ. જેમ કે અઠ્ઠાઈ આદિ વિભિન્ન તપસ્યાઓ સાથે આડંબર, દેખાડો, શૃંગાર તેમજ આરંભ-સમારંભ પ્રવૃત્તિ જોડી તેને વિકૃત કરવી તે ભગવદજ્ઞાની બહાર છે, વિપરીત છે એવું સમજવું જોઈએ. માટે ધાર્મિક કોઈપણ પ્રવૃત્તિમાં લોકિક રુચિઓ, લૌકિક પ્રવૃત્તિઓને મિશ્રિત કરવી નહીં. જેમ કે મહેંદી લગાવવી, વસ્ત્ર આભૂષણ વધારે પહેરવા, બેંડવાજા બોલાવવા આદિ. તાત્પર્ય એ જ છે કે ધાર્મિક પ્રવૃત્તિને સંપૂર્ણ લૌકિક પ્રવૃત્તિઓથી પૂર્ણ મુક્ત રાખવી જોઈએ, તેમજ લૌકિક રુચિથી કરવામાં આવતી પ્રવૃત્તિને ધર્મ ન સમજતા માત્ર સાંસારિક કે લૌકિક પ્રવૃત્તિ જ સમજવી જોઈએ. હેતુ શુદ્ધિ માટે પ્રત્યેક પ્રવૃત્તિમાં અંતર્મનને જ્ઞાન-ચેતનાથી જાગૃત રાખી સાચું ચિંતન કરવું જોઈએ અને અશુદ્ધ ચિંતનોને વિવેકપૂર્વક દૂર કરી શુદ્ધમાં પરિવર્તન કરી દેવા જોઈએ. જેમ કે- દુકાન ખોલતી વખતે નમસ્કાર મંત્ર ગણવામાં સારી ગ્રાહકી થાય તેવા વિચાર ન કરતાં એમ ચિંતન રાખવું કે સંસારમાં આ પ્રવૃત્તિઓ કરવી આવશ્યક છે છતાં પણ પહેલાં એક મિનિટ આત્મા માટે ધર્મભાવ કરી લેવો. આ રીતે દરેક પ્રવૃત્તિમાં ચિંતનનું સંશોધન કરી લેવું જોઈએ. अण्णाय उंछं चरइ विसुद्धं । जवणट्ठया समुयाणं चणिच्चं ॥ ભિક્ષુની ભિક્ષાવૃતિ ભ્રમરવૃત્તિની ઉપમાવાળી છે. ભિક્ષુ અનેક ઘરોમાંથી અને અજ્ઞાત ઘરોથી ભિક્ષા ગ્રહણ કરે. અજ્ઞાતનું મતલબ છે કે ભિક્ષુના ગોચરી ગયા પહેલાં જ્યાં કોઈ રાહ કે તૈયારી ન હોય. આ રીતે ભ્રમણ કરતાં પણ આગમોક્ત એષણા નિયમોનો ધ્યાન રાખી નિદૉષ ભિક્ષા ગ્રહણ કરે. એટલું ધ્યાન રાખતાં કોઈના ઘેર ક્યારેક મુનિ બીજે, ત્રીજે દિવસે પણ સંલગ્ન ચાલ્યા જાય તો આગમોક્ત નિવાગપિંડ દોષ હોતો નથી, તેમ સમજવું. ગોચરી કરનાર મુનિ કોઈના ભાવોમાંગિરાવટ ન આવે તેનું અને ગૃહસ્થની આર્થિક સ્થિતિનું પૂરેપૂરું ધ્યાન રાખનાર હોય. Page #71 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્રઃ આચારાંગ સૂત્રઃ દ્વિતીય શ્રુતસ્કંધ આચારાંગ સૂત્રઃ દ્વિતીય શ્રુતસ્કંધ : પ્રથમ અધ્યયન ૦૧ આ અઘ્યયનમાં શ્રમણોની આહાર-પાણી સંબંધી ગવેષણા વિધિનું વર્ણન વિભિન્ન રીતે અગિયાર ઉદ્દેશકોમાં કરવામાં આવ્યું છે. પ્રથમ ઉદ્દેશક :– (૧) લીલોતરી, બીજ, ફૂલ અને સૂક્ષ્મ ત્રસ જીવ સંયુક્ત આહાર ન લેવો અને ભૂલથી આવી જાય તો શોધન કરીને ઉપયોગ કરવો. જો શોધન ન થઈ શકે તો પરઠી દેવું જોઈએ. (૨) સૂકું ધાન્ય, બીજ, શીંગ આદિના ટુકડા થયા હોય કે અગ્નિ દ્વારા પરિપક્વ થયા હોય તો કલ્પનીય છે. (૩) કાચા ધાન્ય આદિના ભૂંજેલ ધાણી આદિ અગ્નિ પર પરિપૂર્ણ શેકેલા હોય તો તે ગ્રાહ્ય છે. (૪) અન્ય ભિક્ષાચર અથવા પારિહારિક સાધુની સાથે આવાગમન ન કરવું. (૫) સાધુ-સાધ્વી માટે બનાવેલો, ખરીદેલો, ઉધાર લાવવામાં આવેલો, કોઈ પાસેથી પડાવીને લાવવામાં આવેલો, સામે લાવેલો આહાર સાધુ માટે કલ્પનીય નથી. (૬) સામાન્ય રીતે શાક્યાદિ બધાં શ્રમણો માટે ગણી-ગણીને બનાવાયેલો આહાર પણ ભિક્ષુકો માટે અગ્રાહ્ય છે, કારણ કે ગણવામાં જૈન ભિક્ષુ પણ હોય છે. (૭) કોઈની પણ ગણતરી કર્યા વગર સામાન્ય રીતે ભિક્ષાચરો માટે બનાવાયેલો આહાર પુરુષાંતર કૃત થયા પછી અર્થાત્ ભિક્ષાચરો અથવા ગૃહસ્થજનો દ્વારા ગ્રહણ કે ઉપભોગ કરાયા પછી લેવો ક૨ે છે. (૮) જ્યાં જેટલો આહાર ફક્ત દાન માટે જ નિર્ધારિત કરીને બનાવવામાં આવતો હોય અને ગૃહસ્વામી કે કર્મચારી તેનો ઉપયોગ ન કરતા હોય; એવા દાન કુળોમાંથી તે આહાર ન લેવો. દ્વિતીય ઉદ્દેશક :– (૧)મહોત્સવોમાં જમણવારના સમયે આહાર ગ્રહણ ન કરવો. તે જ આહાર પુરુષાંતરકૃત થઈ ગયા પછી કલ્પે છે. બે કોષથી વધારે આગળ જમણવાર હોય તો ત્યાં ભિક્ષાર્થે ન જવું. જ્યાં જવાથી અનેક દોષો લાગવાની સંભાવના રહે છે. (૨) ક્ષત્રિય, વણિક, ગોવાળ, વણકર, કોટવાળ, વાણંદ, સુથાર, લુહાર, દરજી, કંદોઈ, સોની આદિના ઘરોમાંથી અને અન્ય પણ આવા લોક વ્યવહારમાં જે અજુગુપ્સિત અને અનિન્દ્રિત કુળ હોય ત્યાંથી આહાર લેવો કલ્પે છે. તૃતીય ઉદ્દેશક :– (૧) જમણવાર (મોટા ભોજન સમારંભ)વાળા ગ્રામાદિ માટે, Page #72 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત, તે આહારને ગ્રહણ કરવાના હેતુથી, વિહાર કરીને ત્યાં જવું ન જોઈએ. (૨) ઉપાશ્રયથી અન્યત્ર ક્યાંય જવું હોય તો સર્વ ઉપકરણોથી એટલે કે બહાર જવાની સંપૂર્ણ વેશભૂષાથી યુક્ત થઈને જવું. (૩) રાજા અને તેના સ્વજન-પરિજનનો(આશ્રિતજનોનો) આહાર ન લેવો જોઈએ. ચતુર્થ ઉદ્દેશકઃ- (૧) વિશિષ્ટ ભોજનવાળા ઘરમાં લોકોનું આવાગમન અધિક થઈ રહ્યું હોય તે સમયે ભિક્ષા લેવા ન જવું જોઈએ. શાંતિના સમયે વિવેકપૂર્વક જવું કહ્યું છે. (૨) દૂધ દોહવાતું હોય અથવા આહાર બનતો હોય, એવું જાણીને ત્યારે ભિક્ષા માટે પ્રવેશ ન કરવો અને નિશ્ચિત વ્યક્તિ (જેના માટે ભોજન બનાવવામાં આવ્યું હોય તે વ્યક્તિ)ને આપ્યા પછી જ આહાર લેવો. (૩) આગન્તુક નવા સાધુઓની સાથે ભિક્ષાચર્યા સંબંધી માયાપૂર્ણ વ્યવહાર ન કરવો પરંતુ આસક્તિ દૂર કરી ઉદાર વૃત્તિથી વ્યવહાર કરવો. પંચમ ઉદ્દેશક – (૧) કોઈ આહારની શીધ્ર પ્રાપ્તિ થાય એવા હેતુથી ઉતાવળ પૂર્વક ન જવું જોઈએ અને હોશિયારી કરીને પણ ન જવું જોઈએ. (૨) આપત્તિકારક, બાધાજનક માર્ગેથી ભિક્ષાર્થે ન નીકળવું. (૩) અપરિચિત, અભાવિત ઘરોના નાના કે મોટા દરવાજા કે બંધ માર્ગ આજ્ઞા વગર ન ખોલવા જોઈએ. (૪) અનેક ભિક્ષાચરો(ભિક્ષુકો) કે અસાંભોગિક સાધુઓને માટે દાતાએ સામુહિક આહાર આપ્યો હોય તો સંવિભાગ કરીને પોતાના ભાગમાં આવેલો આહાર જ લેવો અને સાધર્મિકોની સાથે જ આહાર કરવાનો હોય તો પણ પોતાના ભાગમાં આવેલા આહારથી અધિક આહાર ખાવાની ઇચ્છા કે પ્રયત્ન ન કરવો. (૫) ઘરની બહાર કોઈ ભિક્ષુક ઊભો હોય તો તે ઘરમાં ભિક્ષા માટે ન જવું, તે ભિક્ષા લઈને નિવૃત્ત થાય અર્થાત્ ચાલ્યા જાય પછી જ એ ઘરે જવું કહ્યું છે. છઠ્ઠો ઉદ્દેશક :- (૧) માર્ગમાં કબૂતર આદિ પ્રાણીઓ આહાર કરતા હોય તો અન્ય માર્ગેથી ભિક્ષાર્થે જવું જોઈએ. (૨) ગૃહસ્થના ઘરમાં ઉચિત સ્થાન પર અને વિવેકપૂર્વક ઊભા રહેવું જોઈએ તથા ચક્ષુઇન્દ્રિયને વશમાં રાખવી જોઈએ. (૩) પૂર્વકર્મ દોષયુક્ત ભિક્ષા લેવી નહીં તેમજ સચેત પાણી, મીઠું આદિ કે વનસ્પતિ વગેરેથી ખરડાયેલા હાથ કે ચમચા વડે ભિક્ષા લેવી નહિ. (૪) સચેત કે કોઈપણ અચેત વસ્તુ સાધુ માટે કૂટીને પીસીને, ઝાટકીને આપવામાં આવે તો તે ન લેવી. Page #73 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્રઃ આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ (૫) અગ્નિ પર રાખેલી વસ્તુ ન લેવી. સાતમો ઉદ્દેશક :- (૧) માલોહડ(નિસરણી આદિ રાખીને આપવામાં આવે એવી) વસ્તુ ન લેવી તથા મુશ્કેલીથી બહાર કાઢીને અથવા લઈને આવે એવી વસ્તુ પણ ન લેવી. (ર) બંધ ઢાંકણું ખોલવામાં પહેલાં કે પછી વિરાધના થતી હોય તો તેને ખોલાવીને વસ્તુ ન લેવી. (૩) સચેત પૃથ્વી, પાણી, વનસ્પતિની ઉપર રાખવામાં આવેલા પદાર્થ ન લેવાં. (૪) પંખા આદિની હવાથી ગરમ પદાર્થ ઠંડો કરીને આપે તો ન લેવો. (૫) ધોવાથી અચેત બનેલા પાણીને ૨૦ થી ૩૦ મીનિટ સુધી ન લેવું. (૬) ક્યારેક દાતા વહોરાવવા યોગ્ય સ્થિતિમાં ન હોય અથવા તેના વહોરાવવામાં વિરાધનાની સંભાવના થતી હોય તો ભિક્ષુ આજ્ઞા પ્રાપ્ત કરીને સ્વયં તે પાત્રમાંથી ઉલેચીને અથવા લોટી, ગ્લાસ કે પોતાના પાત્રાથી ઘરના માલિકની ઇચ્છા (સ્વીકૃતિ) અનુસાર લઈ શકે છે. (૭) સચિત સ્થાનની અત્યંત નજીક રાખેલા અથવા સચિત પદાર્થોની ઉપર કે નીચે રાખવામાં આવેલાં અચેત પાણીને ન લેવું તેમજ સચેત પાણી લેવાના પાત્રથી અચેત પાણી આપે તો ન લેવું જોઈએ. આઠમો ઉદ્દેશક – (૧) બીજ કે ગોટલી યુક્ત અચેત પાણી હોય અને તેને ગાળીને આપવામાં આવે તો પણ ન લેવું. (૨) ક્યાંયથી પણ સુગંધ આવતી હોય તો એમાં આસક્ત ન થવું. (૩) સૂકી કે લીલી વનસ્પતિના બીજ, ફળ, પાન, શાકભાજી આદિ સંપૂર્ણપણે શસ્ત્ર પરિણત થઈને અચેત થાય, પછી જ ગ્રહણ કરવા કલ્પે છે. (૪) કોઈ પદાર્થમાં રસજ આદિત્રસજીવો ઉત્પન્ન થઈ ગયા હોય તો શસ્ત્રપરિણત થયા પહેલાં કે અચેત થયા પહેલાં ન લેવા જોઈએ.. (૫) કુંભીપક્વફળો એટલે કુંભમાં પકાવેલા ફળોને અપ્રાસુક અનેષણીય માનીને ન લેવા. નવમો ઉદ્દેશક :– (૧) સાધુને આહાર વહોરાવીને, અન્ય આહાર બનાવાશે એવું જણાય અથવા એવી શંકા લાગે તો પણ ત્યાંથી આહાર ન લેવો. (૨) ભક્તિ સંપન્ન અથવા પોતાના પારિવારિક ઘરોમાં આહાર નિષ્પન્ન(બન્યા) થયા પહેલાં જઈને ફરીથી બીજી વાર જવું ભિક્ષુને કહ્યું નહિં. કારણ કે ત્યાં દોષ લાગવાની અધિક સંભાવના રહે છે. (૩) સારું-સારું(સરસ સ્વાદિષ્ટ) આહાર-પાણી ખાવા-પીવા અને ખરાબ Page #74 -------------------------------------------------------------------------- ________________ ૭૪ | મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત, (અમનોજ્ઞ, રુક્ષ, નીરસ)ને પરઠી દેવું; આવું કરવું સાધુને કહ્યું નહિ. (૪) અધિક આહાર આવી જાય તો અન્ય સાધુઓને નિમંત્રણ કર્યા વિના મનોજ્ઞ આહાર ન પરઠવો જોઈએ. (૫) કોઈની નિશ્રાના આહારને કે એના નિમિત્તે બનાવેલો આહાર એને પૂછ્યા વિના બીજા દ્વારા ન લેવો. દશમો ઉદ્દેશક – (૧) ભિક્ષામાં મળેલા સામાન્ય આહારમાંથી કોઈને આપવામાં પોતાની ઇચ્છાનુસાર વર્તન ન કરવું જોઈએ પરંતુ તે સહવર્તી ભિક્ષુઓની આજ્ઞા લઈને જ કોઈને આપવા. (૨) વ્યક્તિગત ગોચરી હોય તો આહાર બતાવવામાં નિષ્કપટભાવ રાખવો. (૩) ઇક્ષુ આદિ બહુ ઉજિઝત ધર્મા(જેમાં ખાવાનું થોડું અને ફેંકી દેવાનું ઘણું) એવા પદાર્થો ન લેવા જોઈએ. (૪) ભૂલથી કોઈ અચેત પદાર્થ ગ્રહણ કર્યો હોય તો પુનઃ દાતાની આજ્ઞા પ્રાપ્ત કરીને તેને વાપરવો. જો અનુપયોગી હોય તો પાછો આપી દેવો. અગિયારમો ઉદ્દેશક :- (૧) કોઈ રોગી ભિક્ષુને માટે લાવવામાં આવેલા આહારમાં નિઃસ્વાર્થવૃત્તિ રાખવી અને નિઃસ્વાર્થભાવે સેવા કરવી. (૨) ભોજન સંબંધી ૭ અભિગ્રહ(પિડેષણા) છે– ૧. સલેપ હાથ વગેરેથી લેવું ૨. અલેપ હાથ આદિથી લેવું ૩. મૂળ વાસણમાંથી લેવું ૪. અલેપ્ય પદાર્થ લેવા ૫. અન્ય પીરસવા આદિના વાસણમાંથી લેવું . ભોજન કરનારની થાળીમાંથી લેવું ૭. ફેંકી દેવા યોગ્ય આહાર લેવો. આ જ પ્રકારે સાત પાણેષણા જાણવી. આ બીજ અધ્યયન આ અધ્યયનમાં ઉપાશ્રય સંબંધિત વર્ણન છે. (૧) લીલું ઘાસ, બીજ, અગ્નિ અને જળ તથા ત્રસ જીવ, કીડી, મંકોડા આદિથી યુક્ત સ્થાનમાં ન રોકાવું. (૨) જૈન સાધુઓના ઉદ્દેશથી અથવા ગણતરી યુક્ત ઉદ્દેશથી બનાવાયેલ સ્થાનમાં ન ઉતરવું. (૩) ક્રીદોષ અને નાના-મોટા સુધારા-વધારાથી યુક્ત કાર્યસાધુના માટે કરવામાં આવેલ હોય તો એવા સ્થાનમાં ન રહેવું. ગૃહસ્થના ઉપયોગમાં આવી જાય તો કીત કે પરિકર્મયુક્ત બધા ઉપાશ્રય કલ્પનીય કહેવાય છે. (૪) જમીનથી ઊંચા અને ચારે તરફ ખુલ્લા આકાશવાળા સ્થાનોમાં ન રહેવું. (૫) સપરિવાર ગૃહસ્થના મકાનોમાં અથવા ધન-સંપત્તિયુક્ત સ્થાનોમાંન રહેવું. + Page #75 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્રઃ આચારાંગ સૂત્રઃ દ્વિતીય શ્રુતસ્કંધ (૬) ગૃહસ્થના રહેવાના સ્થાનની અને સાધુને ઉતરવાના(રહેવાના) સ્થાનની છત અને ભીંત બંને ભેગાં(સંલગ્ન) હોય તેને દ્રવ્ય પ્રતિબદ્ધ ઉપાશ્રય કહે છે તથા જ્યાં સ્ત્રી અને સાધુને બેસવાની કે લઘુનીત કરવાની જગ્યા એક જ હોય, જ્યાંથી સ્ત્રીનું રૂપ સરળતાથી જોઈ શકાતું હોય, તેના શબ્દો સરળતાથી સંભળાતા હોય, તે ભાવ પ્રતિબદ્ધ ઉપાશ્રય કહેવાય છે. આવા પ્રતિબદ્ઘ ઉપાશ્રયમાં ન રહેવું. (૭) ભિક્ષુ અસ્નાન ધર્મનું પાલન કરનાર હોય છે અને સમયે સમયે કેટલાય કાર્યોમાં લઘુનીતનો ઉપયોગ કરનાર હોય છે. તેથી ભિક્ષુના શરીરની ગંધ કે દુર્ગંધ આદિ પણ ગૃહસ્થોને માટે પ્રતિકૂળ તેમજ અમનોજ્ઞ બની શકે છે, તેથી ભિક્ષુને પરિવારયુક્ત ગૃહસ્થના ઘરમાં રહેવાની જિનાજ્ઞા નથી. (૮) સાધુને ક્યારેક સ્થાન નાનું અને અનેક વસ્તુઓથી રોકાયેલું મળે તો રાત્રે ગમનાગમન કરતી વખતે પહેલાં હાથથી જોઈને (અનુમાન કરીને) પછી ચાલવું. (૯) અધિક ચિત્રો અને લેખો યુક્ત ઉપાશ્રયમાં ન ઊતરવું જોઈએ. ou (૧૦) પાટ કે ઘાસ પણ જીવ રહિત, હલકાં, પાછા આપવા જેવા અને સુયોગ્ય હોય તો જ ગ્રહણ કરવાં, તે પાછા આપતી વખતે પ્રતિલેખન કરીને અને આવશ્યકતા હોય તો તાપ (તડકો) આપીને જીવ રહિત થયા પછી આપવાં. (૧૧) સૂવા-બેસવાની જગ્યા અને પાટ આદિ દીક્ષા પર્યાયના ક્રમથી કરવા અને આચાર્ય આદિ પૂજ્ય પુરુષો તથા રોગી, તપસ્વી આદિના ગ્રહણ કર્યા પછી જ યુવાન અને સ્વસ્થ શ્રમણોએ ગ્રહણ કરવાં. (૧૨) મળ-મૂત્ર પરઠવાની ભૂમિ આજુબાજુમાં જ હોય એવા સ્થાનમાં જ રહેવું. (૧૩) શરીર અને શય્યાનું પ્રમાર્જન કરીને પરસ્પર હાથ-પગ ન લાગે એવી રીતે યતનાપૂર્વક સૂવું(શયન કરવું). ખાંસી, છીંક, બગાસા, વાયુ નિસર્ગ આદિક્રિયાઓ થાય તો મુખને અથવા ગુદાભાગને હાથથી ઢાંકીને તે પ્રવૃત્તિઓ કરવી. (૧૪)અનુકૂળ અથવા પ્રતિકૂળ શય્યામાં સમાધિભાવ પૂર્વક સમય વ્યતીત કરવો. ત્રીજું અધ્યયન ઉદ્દેશક-૧ ઃ- આ અધ્યયનમાં વિચરણ(વિહાર) સંબંધી વર્ણન છે. (૧) વરસાદ થઈ જાય પછી એ લીલું ઘાસ તેમજ ત્રસ જીવોની અધિક ઉત્પત્તિ થયા પછી કે વિરાધના રહિત માર્ગો અનુપલબ્ધ થઈ ગયા પછી અષાઢી પૂર્ણિમા પહેલાં જ ચાતુર્માસ માટે સ્થિર થઈ જવું જોઈએ. (૨) જ્યાં આહાર, પાણી, મકાન, પરઠવાની ભૂમિ, સ્વાધ્યાય ભૂમિ વગેરે હોય એવા ક્ષેત્રોમાં જ ચાતુર્માસ કરવા. સુલભ Page #76 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત (૩) ચાતુર્માસ પછી માર્ગ જીવ વિરાધના રહિત બની જાય ત્યારે વિહાર કરવો. (૪) જીવ રક્ષા અને જતના કરતાં-કરતાં, પગ અને શરીરને સંભાળીને, જાળવીને ચાલવું. વિવેકપૂર્વક વિરાધના રહિત માર્ગો પરથી જવા માટેનો નિર્ણય કરવો. (૫) અનાર્ય પ્રકૃતિનાં લોકોની વસ્તીવાળા ક્ષેત્રો કે માર્ગો પરથી વિહાર ન કરવો. (૬) જન રહિત અતિ-અધિક લાંબા માર્ગો પરથી વિહાર ન કરવો. (૭) પરિસ્થિતિ ઉપસ્થિત થવા સમયે સૂત્રોક્ત વિવેક અને વિધિઓની સાથે નૌકા વિહાર કરવો ક૨ે છે. ન the (૮) સાધકને નદીમાં ફેંકી દેવામાં આવે તો તરીને તેને પાર કરવી કલ્પે છે. (૯) શરીર પાણીની ભિનાશથી રહિત થાય ત્યાં સુધી નદીના કિનારે ઊભું રહેવું. પછી વિરાધના રહિત અથવા અપેક્ષિત અલ્પાતિઅલ્પ વિરાધનાવાળા માર્ગની અન્વેષણા કરી વિહાર કરવો. (૧૦) વિહાર કરતી વખતે કોઈની સાથે વાતચીત કરતાં-કરતાં ન ચાલવું. (૧૧) ઘુંટણની નીચે સુધી પાણી હોય, એવાં નદી-નાળાં માર્ગમાં આવે અને અન્ય માર્ગ આસપાસ ન દેખાય તો પાણીનું મંથન ન થાય એવી રીતે તથા અન્ય સૂત્રોક્ત વિવેક રાખીને, ચાલીને તેને પાર કરવા ક૨ે છે. (૧૨) અતિ વિષમ અથવા અસમાધિકારક માર્ગો પરથી ન ચાલવું જોઈએ. (૧૩) ગ્રામ આદિની શુભ-અશુભતાના પરિચય સંબંધી રાહગીરોના પ્રશ્નોનો (કોઈ) ઉત્તર ન આપવો અને એને લગતાં(આવા) પ્રશ્નો પૂછવા પણ નહીં. (૧૪) ચાલતી વખતે માર્ગમાં અનેક સ્થાનોને, જળાશયોને અને જીવોને આસક્તિપૂર્વક જોવા નહીં અને દેખાડવાં પણ નહીં. (૧૫) આચાર્ય અથવા રત્નાધિક સાધુઓની સાથે વિનય અને વિવેકપૂર્વક ચાલવું અને બોલવામાં પણ વિવેક રાખવો. (૧૬) પશુ, અગ્નિ કે પાણી વિશે અથવા માર્ગની લંબાઈ આદિ વિશે કોઈ પથિક પ્રશ્ન પૂછે તો ઉત્તર ન આપતાં, મૌનપૂર્વક, ઉપેક્ષા ભાવથી ગમન કરવું જોઈએ. (૧૭) માર્ગમાં ચોર, લૂંટારા, શ્વાપદ આદિથી ભયભીત થઈને, ગભરાઈને ભાગ-દોડ ન કરવી, ધીરજ અને વિવેકપૂર્વક ગમન કરવું જોઈએ. ચોથું અધ્યયન આ અધ્યયનમાં ભાષા સંબંધી વર્ણન કરવામાં આવ્યું છે. (૧) ક્રોધ, માન, માયા અને લોભયુક્ત વચન બોલવાં, જાણે કે અજાણે કઠોર વચન બોલવાં, આ બધી સાવધ ભાષા છે. આવી ભાષા ન બોલવી. Page #77 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર: આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ (ર) નિશ્ચયકારી ભાષા ન બોલવી અને અશુદ્ધ ઉચ્ચારણ ન કરતાં વિવેકપૂર્વક શુદ્ધ સ્પષ્ટ ભાષા બોલવી. (૩) સત્ય અને વ્યવહાર બે પ્રકારની ભાષા બોલવી. તે પણ સાવધ, સક્રિય, કર્કશ, કઠોર, નિષ્ફર, છેદકારી, ભેદકારી, ન હોય એવી ભાષા બોલવી. (૪) એકવાર કે અનેકવાર બોલાવવા છતાં પણ કોઈ ન બોલે તો પણ તેને માટે હીન કે અશુભ શબ્દોનો પ્રયોગ ન કરવો પરંતુ ઉચ્ચ શબ્દ અને સંબોધનનો જ પ્રયોગ કરવો. (૫) કોઈના સંબંધમાં અતિશયોક્તિ યુક્ત વચન ન બોલવાં. () વરસાદ, ઠંડી, ગરમી, હવા, સુકાળ, દુષ્કાળ, રાત, દિન, વગેરે પ્રાકૃતિક પ્રવૃત્તિઓના સંબંધમાં થશે કે નહિ થાય, એવા સંકલ્પો કે વચન પ્રયોગ ન કરવા. અર્થાત્ આગાહી ન કરવી. (૭) અન્ય કડવા વચન સંબોધન(કોઢી, રોગી, આંધળા વગેરે) ન બોલવા. શુભ સંબોધન વચન (યશસ્વી, ભાગ્યશાળી વગેરે...) બોલવાં. (૮) રમણીય આહાર, પશુ-પક્ષી આદિની સુંદરતા, વગેરેની પ્રશંસા ન કરવી. તેમજ અન્ય પશુ-પક્ષીઓ, ધાન આદિ વિશે પણ અનાવશ્યક, પાપકારી (સાવધ) કે પીડાકારી વચન ન બોલવાં જોઈએ. (૯) શબ્દ-રૂપ આદિના વિશે રાગ-દ્વેષ ભાવયુક્ત પ્રશંસા કે નિંદા ન કરવી. આમ, કષાયભાવોથી રહિત, વિચારપૂર્વક, ઉતાવળ રહિત, વિવેક સાથે, આવશ્યક અને અસાવધ વચનો બોલવાં જોઈએ. પાચણ અધ્યયન | આ અધ્યયનમાં વસ્ત્ર સંબંધિત વર્ણન છે. (૧) ૧. ત્રસ જીવો (વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય)ની લાળ અથવા વાળમાંથી બનેલાં વસ્ત્રો ૨. અળસી-વાંસ આદિમાંથી બનેલા વસ્ત્રો ૩. શણ આદિમાંથી બનેલા વસ્ત્રો ૪. તાડ આદિના પાનથી બનેલા વસ્ત્રો પ. કપાસ(રૂ)થી બનેલા વસ્ત્રો છે. આકડા આદિના રૂથી બનેલા વસ્ત્રો. આમાંથી સ્વસ્થ ભિક્ષુને કોઈપણ એક પ્રકારના વસ્ત્રો ધારણ કરવા કહ્યું છે. વ્યાખ્યાકારોએ કપાસના વસ્ત્રોને પ્રાથમિકતા આપી છે. ત્યારપછી ઊની વસ્ત્રોને ગ્રાહ્ય કહ્યા છે. આ બે પ્રકારના વસ્ત્રો ઉપલબ્ધ હોય તો અન્ય જાતિના વસ્ત્રોને ગ્રહણ ન કરવાં જોઈએ, એવો નિર્દેશ કરવામાં આવ્યો છે. (૨) બે કોષથી વધારે આગળ વસ્ત્ર યાચના માટે ન જવું. (૩) ઉદ્દેશિક(સાધુના ઉદ્દેશથી હોય) એવા દોષયુક્ત વસ્ત્રો ન લેવા. Page #78 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : નાગમ નવનીત (૪) ક્રીત આદિ દોષયુક્ત વસ્ત્રો ન લેવા, પરંતુ ભિક્ષુના હેતુ વગર ગૃહસ્થને સહજ રીતે ઉપયોગમાં આવ્યા પછી તેને વહોરવું કલ્પે છે. ७८ (૫) સામાન્યજન માટે અપરિભોગ્ય હોય એવા બહુમૂલ્યવાળા વસ્ત્રો ન લેવા. (૬) ૧. સંકલ્પિત જાતિના વસ્ત્ર ૨. સામે દેખાતાં હોય તે વસ્ત્ર ૩. ગૃહસ્થે જેનો થોડો ઉપયોગ કર્યો છે એવાં વસ્ત્ર ૪. જે ગૃહસ્થો માટે તદ્દન(પૂર્ણરૂપે) બિનઉપયોગી બની ગયા છે, એવાં વસ્ત્રોને જ ગ્રહણ કરવાની વિશિષ્ટ પ્રતિજ્ઞાઅભિગ્રહ ધારણ કરવાં. (૭) ગૃહસ્થ વસ્ત્રો માટે પાછળથી સમય આપીને બોલાવે તો સ્વીકાર ન કરવો અને તે જ વખતે (વસ્ત્ર વહોરવા ગયા હોય તે વખતે) કોઈપણ પ્રકારની પ્રક્રિયા (વસ્ત્રોને ધોવા, સુવાસિત કરવા આદિ ક્રિયા) કર્યા વગર આપે તો લેવું. (૮) વસ્ત્રમાંથી સચેત પદાર્થ ખાલી કરીને આપે તો ન લેવું. (૯) પૂર્ણ નિર્દોષ વસ્ત્રને ત્યાં જ પૂરેપૂરું ખોલીને જોઈને પછી જ લેવું. (૧૦) જીવ રહિત અને ઉપયોગમાં આવે એવું જ વસ્ત્ર વહોરવું. (૧૧) વસ્ત્ર લીધા પછી તરત જ ધોવાની પ્રક્રિયા કરવી પડે એવા વસ્ત્રો ન લેવા. (૧૨) ક્યારેય પણ વસ્ત્ર ધોઈને સુકાવવું હોય ત્યારે જીવ-વિરાધના થાય એવા સ્થાનમાં અથવા ચારેય તરફ ખુલ્લા આકાશવાળા ઊંચા સ્થાનમાં(વેદી વિનાની અગાશી આદિમાં) ન સુકાવવું જોઈએ. (૧૩) વસ્ત્ર વિશે, માયા-છલ-કપટ પ્રવૃત્તિ ન કરવી અને ફાડવું, સીવવું, અદલાબદલી કરવી આદિ નિરર્થક પ્રવૃત્તિઓ ન કરવી. છઠ્ઠું અધ્યયન આ અધ્યયનમાં પાત્ર સંબંધિત વર્ણન કરવામાં આવ્યું છે. (૧) લાકડું, તુંબડું અને માટી આ ત્રણ જાતના પાત્રો લેવા કલ્પે છે. (૨) સ્વસ્થ ભિક્ષુ આમાંથી એક જાતના જ પાત્ર ગ્રહણ કરે. (દા.ત. લાકડાનું) (૩) સોના, ચાંદી, લોઢું આદિ ધાતુના અને કાચ, મણિ, વસ્ત્ર, દાંત, પત્થર, ચામડું આદિના પાત્ર લેવા ભિક્ષુને કલ્પતાં નથી. બાકીનું વર્ણન વસ્ત્રની જેમ જ પાત્ર વિશે પણ સમજવું. સાતમું અધ્યયન આ અધ્યયનમાં આજ્ઞા લેવા વિશે વર્ણન કરવામાં આવ્યું છે. (૧) ભિક્ષુને કોઈપણ વસ્તુ અદત્ત(આપ્યા વગર) લેવી કલ્પતી નથી. કોઈ તેને આપે તો તેમજ સ્વયં આજ્ઞા લઈને કે પૂછીને તે વસ્તુ ગ્રહણ કરી શકે છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્રઃ આચારાંગ સૂત્રઃ દ્વિતીય શ્રુતસ્કંધ ૯ | (ર) સાધર્મિક, સહચારી શ્રમણોના ઉપકરણો આજ્ઞા વિના લેવાં કલ્પતા નથી. (૩) મકાનના માલિકની અથવા જે વ્યક્તિને મકાન સોંપ્યું હોય તેની અથવા મકાન માલિક કહે તેમની આજ્ઞા લેવી. (૪) મકાનની સીમા, પરઠવાની ભૂમિ, સમયની મર્યાદા વગેરેનો ખુલાસો કરવો. (૫) સાંભોગિક સાધુઓ પધાર્યા હોય તો, તેમને સ્થાન, પથારી, પાટ અને આહારપાણી આપવાનું નિમંત્રણ આપવું. () અન્ય સાંભોગિક સાધુઓ પધારે તો તેમને સ્થાન, પથારી, પાટ આદિ આપવા, નિમંત્રણ આપવું. (૭) અન્ય મતના શ્રમણ આદિથી યુક્ત મકાન મળ્યું હોય તો તેને કોઈપણ જાતના અણગમાં વગર વિવેકપૂર્વક વાપરવું. (૮) જો સાધક લસણ, શેરડી કે કેરીની અધિકતાવાળા સ્થાનમાં રહ્યો હોય અને ક્યારેક તે પદાર્થો ગ્રહણ કરવા હોય તો અચેત અને દોષરહિત થયા પછી તેને ગ્રહણ કરવા કલ્પે છે. (૯) વ્યક્તિની અપેક્ષાએ આજ્ઞા પાંચ પ્રકારની છે– ૧. દેવેન્દ્રની ૨. રાજાની ૩. શય્યાતરની ૪. ગૃહસ્થની ૫. સાધર્મિક સાધુની. આઠમું અધ્યયન કરી છે (૧) આ અધ્યયનમાં ઊભા રહીને કાઉસ્સગ્ન કરવાની પ્રતિજ્ઞા વિશે વર્ણન કરવામાં આવ્યું છે. એના માટે યોગ્ય સ્થાન ગ્રહણ કરવાનું સંપૂર્ણ વર્ણન બીજા અધ્યયનમાં બતાવ્યા પ્રમાણે છે. (૨) આ પ્રતિજ્ઞા કરનાર વ્યક્તિ આલંબન લઈને ઊભો રહી શકે છે. હાથ-પગનું સંચાલન(હલન-ચલન) કરી શકે છે. મર્યાદિત ભૂમિમાં સંચરણ (ચાલવ) પણ કરી શકે છે અને સંપૂર્ણપણે નિશ્ચલ, આલંબન રહિત કાઉસ્સગ્ગ પણ યથાસમય કરે છે, પરંતુ બેસતો નથી અને સૂતો પણ નથી. નવમું અધ્યયન (૧) આ અધ્યયનમાં બેસવા સંબંધિત અને સ્વાધ્યાય સંબંધિત ચર્યાનું વર્ણન કરવામાં આવ્યું છે. યોગ્ય સ્થાનની યાચના વિધિ પૂર્વવત્ છે. દશમું અધ્યયન આ અધ્યયનમાં મળ ત્યાગવા(ઈંડિલ) અને પરઠવા વિશે વર્ણન કરવામાં આવ્યું છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૮૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત (૧) ઉચ્ચાર-પાસવણ (મળોત્સર્ગ)ની બાધા ઊભી થવા પર, મળદ્વાર સાફ કરવા માટેનો વસ્ત્રખંડ પોતાની પાસે ન હોય તો અન્ય સાધુઓ પાસેથી લેવું. (૨) જીવ રહિત અચેત અને નિર્દોષ ભૂમિમાં પરઠવું. (૩) પોતાને અસુવિધાકારી અને અન્યને અનિચ્છનીય(અમનોજ્ઞ) લાગે એવા સ્થળે ન જવું. (૪) મનોરંજનના સ્થળો, લોકોને ઉપયોગમાં આવતા હોય તેવા સ્થળો અને ફળ, ધાન્ય વગેરેનો સંગ્રહ થતો હોય તેવાં સ્થળોમાં સ્પંડિલ ન જવું અથવા તેવા સ્થળોની આસપાસની જગ્યાએ પણ મળોત્સર્ગ માટે ન જવું. (૫) ભિક્ષુ જ્યાં રોકાયા હોય ત્યાં અને તેની આસપાસની ભૂમિમાં તેના માલિકની આજ્ઞા કે રજા વગર મળોત્સર્ગ ન કરવો. () આવશ્યકતા ઊભી થાય તો પોતાના અથવા અન્ય ભિક્ષુના ઉચ્ચાર-માત્રકને લઈને ઉપાશ્રયના કોઈ એકાંત સ્થાનમાં બેસીને તે પાત્રમાં મલોત્સર્ગ કરવો અને પછી યોગ્ય ભૂમિમાં પરિષ્ઠાપન કરવું, પરઠી દેવું. અગિયારમું અધ્યયન આ અધ્યયનમાં શબ્દ શ્રવણ સંબંધિત વર્ણન કરવામાં આવ્યું છે. (૧) તત, વિતત, ધન, નૃસિર આ ચાર પ્રકારના વાદ્યોના અવાજ સાંભળવા ન જવું. અન્ય પણ અનેક સ્થાનો, વ્યક્તિઓ અને પશુઓનો અવાજ સાંભળવા માટે ન જવું. (૨) સ્વાભાવિક રીતે જે શબ્દો સંભળાઈ જાય તો તેમાં આસક્તિ ભાવ ન રાખવો. બારણું અધ્યયન (૧) આ અધ્યયનમાં રૂપ જોવા સંબંધિત અર્થાત્ દર્શનીય સ્થાનોને જોવા જવા માટેનો નિષેધ કરવામાં આવ્યો છે. જેનું વર્ણન પૂર્વ અધ્યયન મુજબ જ છે. (૨) સ્વાભાવિક રીતે જ કોઈ પદાર્થ દષ્ટિગોચર થાય તો તેમાં આસક્તિ ભાવ ન રાખવો. | તેરમું અધ્યયન | HD આ અધ્યયનમાં પર ક્રિયા સંબંધિત વર્ણન કરવામાં આવ્યું છે. (૧) કોઈપણ ગૃહસ્થ સાધુના શરીર પર સુશ્રુષા પરિચર્યા આદિ પ્રવૃત્તિઓ કરે તો તેને મનાઈ કરી દેવી તથા પોતે જાતે પણ ગૃહસ્થને કહીને સેવા ન કરાવવી. Page #81 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્રઃ આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ | |૮૧T (ર) એ જ પ્રમાણે શલ્ય ચિકિત્સા, મેલ નિવારણ, કેસ-રોમ કર્તન(કપાવવાં), જૂ-લીખ નિષ્કાશન આદિ પ્રવૃત્તિઓનાં વિષયમાં પણ સમજી લેવું. (૩) એ જ પ્રમાણે કોઈ ગૃહસ્થ અશુદ્ધ કે શુદ્ધ મંત્રથી ચિકિત્સા કરે અથવા સચેત કંદ આદિથી (સચેત પદાર્થથી) ચિકિત્સા કરે તો પણ ના પાડી દેવી (નિષેધ કરવો.) (૪) પ્રત્યેક પ્રાણી પોતાના કર્મોને ઉપાર્જિત કરીને પછી તેના વિપાક-ફળ (પરિણામ) અનુસાર વેદના ભોગવે છે, એવું જાણીને સમભાવથી દુઃખ સહન કરવું અને સંયમ-તપમાં સમ્યક પ્રકારે રમણતા કરવી. ચૌદમું અધ્યયન સાધુ-સાધુ પરસ્પર પણ શરીર પરિકર્મ આદિ ક્રિયાઓ ન કરે. એનું વર્ણન તેરમા અધ્યયન મુજબ જાણવું. [ પંદરમું અધ્યયન | આ અધ્યયનમાં પ્રભુ મહાવીરના પારિવારિક જીવનનું જન્મથી માંડી દીક્ષા સુધીનું સંક્ષિપ્ત વર્ણન છે, દીક્ષા મહોત્સવનું પણ વર્ણન છે. (સંભવતઃ આ વર્ણન પર્યુષણા કલ્પસૂત્રમાંથી અહીં ક્યારેક પ્રવિષ્ટ થયું છે. કેમ કે આચાર વર્ણનની સાથે આ વર્ણન અપ્રાસંગિક જેવું છે તથા એ વિષય પર વ્યાખ્યાઓ (એટલે ભાષ્ય નિયુક્તિ પણ કરવામાં આવી નથી. અન્યત્ર વિસ્તૃત વર્ણન હોવાને કારણે અહીં અનાવશ્યક પણ છે કેવળજ્ઞાન પ્રાપ્તિ પછી પાંચ મહાવ્રતના સ્વરૂપ અને ભાવનાઓના કથન સુધી સંબંધ જોડવામાં આવેલ છે. પ્રથમ મહાવ્રતની પાંચ ભાવના – (૧) ઈરિયા સમિતિ યુક્ત હોવું (૨) પ્રશસ્ત મન રાખવું (૩) અસાવધવચન, સત્યવચન અને પ્રશસ્ત વચનનો પ્રયોગ કરવો (૪) કોઈપણ પદાર્થને ગ્રહણ કરવો, મૂકવો, આદિ પ્રવૃત્તિઓ યતનાપૂર્વક કરવી (૫) આહાર-પાણીને સારી રીતે અવલોકન કર્યા પછી વાપરવા. બીજા મહાવ્રતની પાંચ ભાવનાઃ- (૧) સારી રીતે વિચારીને શાંતિપૂર્વક રાગ-દ્વેષ રહિત ભાષા બોલવી (૨) ક્રોધનો નિગ્રહ કરવો (૩) લોભનો નિગ્રહ કરવો (ઉપલક્ષણથી માન-માયાનો પણ નિગ્રહ કરવો) અર્થાત્ ક્રોધાદિ કષાય ભાવની અવસ્થામાં મૌન રાખવું (૪) ભયનો ત્યાગ કરીને નિર્ભય બનવા પ્રયત્ન કરવો (૫) હાસ્ય પ્રકૃતિનો ત્યાગ કરીને ગંભીરતા ધારણ કરવી. ત્રીજા મહાવ્રતની પાંચ ભાવનાઃ- (૧) બધી વાતોનો વિચાર કરીને ઉપાશ્રયની આજ્ઞા લેવી. (૨) ગુરુજન અથવા આચાર્યની આજ્ઞા લઈને જ આહાર કરવો કે કોઈપણ વસ્તુનું આસ્વાદન કરવું. (૩) મોટા સ્થાનમાં અથવા અનેક વિભાગ WW Page #82 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત યુક્ત સ્થાનમાં ક્ષેત્ર સીમાની સ્પષ્ટતા કરીને આજ્ઞા લેવી અથવા શય્યાદાતા જેટલા સ્થાનની આજ્ઞા આપે એટલા જ સ્થાનનો ઉપયોગ કરવો. (૪) પ્રત્યેક આવશ્યક વસ્તુઓની સમયસર ફરીને આજ્ઞા લેવાની પ્રવૃત્તિ અને અભ્યાસ રાખવો. (૫) સહચારી સાધુઓના ઉપકરણ-આદિની આજ્ઞા લઈને પછી જ તેને ગ્રહણ કરવા. ચોથા મહાવ્રતની પાંચ ભાવના :– (૧) સ્ત્રી સંબંધી રાગજનક વાતો ન કરવી (૨) સ્ત્રીના મનોહર અંગોનું રાગ ભાવથી અવલોકન ન કરવું (૩) પૂર્વ જીવનનું, એશ-આરામનું સ્મરણ ચિંતન ન કરવું (૪) અતિ ભોજન અથવા સરસ ભોજન ન કરવું (પ) સ્ત્રી-પશુ આદિ રહિત ઉપાશ્રયમાં રહેવું. ૨ પાંચમા મહાવ્રતની પાંચ ભાવના :– (૧) શબ્દ (૨) રૂપ (૩) ગંધ (૪) રસ (૫) સ્પર્શ. આ પાંચ વિષયોનો સંયોગ ન કરવો અને સ્વાભાવિક સંયોગ થવા પર રાગ ભાવ કે આસક્તિ ભાવ ન રાખવો. સોળમું અધ્યયન આ ‘વિમુક્તિ’ નામનું અંતિમ અધ્યયન છે. આમાં મોક્ષ પ્રાપ્તિની પ્રેરણા અને તેના ઉપાયો સૂચિત કર્યા છે. (૧) અનિત્ય ભાવનાથી ભાવિત થઈને (ભાવતાં-ભાવતાં) આરંભપરિગ્રહનો ત્યાગ કરવો. (૨) હીલના વચન આદિ કઠોર શબ્દરૂપી તીરોને સંગ્રામશીર્ષ હાથીની સમાન સહન કરવાં. (૩) તૃષ્ણા રહિત થઈને ધ્યાન કરવું કે જેનાથી તપમાં, પ્રજ્ઞામાં અને યશમાં વૃદ્ધિ થાય. (૪) કલ્યાણકારી મહાવ્રતોનું યથાવત્ પાલન કરવું. (૫) ક્યાંય પણ રાગ ભાવ ન રાખવો. સ્ત્રીઓમાં આસક્તિ ન રાખવી. પૂજા-પ્રતિષ્ઠાની ચાહના ન રાખવી. (૬) આવા સાધકનાં કર્મમેલ, જેમ અગ્નિથી ચાંદીનો મેલ સાફ થાય છે તેમ સાફ થઈ જાય છે. (૭) સાધકોએ સદા આશાઓનો ત્યાગ કરવો જોઈએ. સાપ જેમ કાંચળીનો ત્યાગ કરે છે તેમ મમતા આદિનો ત્યાગ કરનાર દુઃખ શય્યાથી મુક્ત થઈ જાય છે. (૮) દુષ્કર સમુદ્ર સમાન સંસાર સાગરને મુનિ તરી જાય છે. (૯) બંધ-વિમોક્ષનું સ્વરૂપ જાણીને મુનિ મુક્ત થઈ જાય છે. (૧૦) જેમને આ લોક-પરલોકમાં કિંચિત્ પણ રાગ-ભાવનું બંધન નથી, તે સંસાર-પ્રપંચથી મુક્ત થઈ જાય છે. ઉપસંહાર :- લિપિ-કાળમાં થયેલા અનેક પ્રકારનાં ઠાણાંગ, સમવાયાંગ સૂત્ર સંબંધી સંપાદનોને લીધે ઐતિહાસિક ભ્રમપૂર્ણ કલ્પિત ઉલ્લેખોને કારણે અને અનેક ઇતિહાસકારોના વ્યક્તિગત ચિંતનના પ્રચારને લીધે આ સૂત્રના દ્વિતીય શ્રુતસ્કંધના મૌલિક સ્વરૂપના વિષયમાં અનેક વિકલ્પો અને પ્રશ્નાર્થ છે પરંતુ Page #83 -------------------------------------------------------------------------- ________________ | આચારશાસ્ત્રઃ આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ | T૮૩ | - - - કોઈપણ આગમ પ્રમાણ વિના માત્ર બૌદ્ધિક કલ્પનાઓને મહત્વ આપવામાં કોઈ જ લાભ નથી. હજારો વર્ષના લાંબાકાળમાં સંપાદન અથવા સ્વાર્થપૂર્ણ ઐચ્છિક પરિવર્તન-પરિવર્ધન સૂત્રોમાં સમયે-સમયે થયા છે પરંતુ તે માત્ર વિદ્વાનોને માટે મનનીય છે. સામાન્યજન તો આત્મસંયમના હિતકર વિષયોના અધ્યયનોથી ભરપૂર એવા આ શ્રુતસ્કંધનો શ્રદ્ધાપૂર્વક સ્વાધ્યાય કરે તે જ પૂરતું (શ્રેષ્ઠ) છે. પરિશિષ્ટ-૧: డదు ના મહાવ્રતોની ભાવનાઓનો તુલનાત્મક પરિચય પ્રથમ મહાવ્રતઃ- (૧) આચાશંગસૂત્રમાં ચોથી ભાવના આદાન-નિક્ષેપ સમિતિ છે. પાંચમી ભાવના છે જોઈ જાણીને આહાર કરવો (૨) સમવાયાંગસૂત્રમાં ચોથી ભાવના પ્રકાશયુક્ત પહોળા સ્થાનમાં, પહોળા પાત્રમાં આહાર કરવો અને પાંચમી ભાવના “આદાન નિક્ષેપણ સમિતિ' છે (૩) પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં ચોથી ભાવના પરિપૂર્ણ એષણા સમિતિ છે. અર્થાત્ ગવેષણા તેમજ પરિભોગેષણાનું પૂર્ણરૂપે પાલન કરવું. પાંચમી ભાવના આદાન-નિક્ષેપણ સમિતિ છે. સાર :- ત્રણ ભાવનાનો ક્રમ સમાન છે. ચોથી, પાંચમી ભાવનામાં ક્રમમાં ભેદ છે. સમવાયાંગ પ્રશ્નવ્યાકરણમાં સમાન ક્રમ છે આચારાંગમાં ભિન્ન ક્રમ છે. એષણા સમિતિના વિષયનું કથન ત્રણેમાં જુદી-જુદી રીતે છે. બીજું મહાવ્રત – ત્રણે સૂત્રોમાં ક્રમ તેમજ વિષય સમાન છે જેમ કે– (૧)વિચાર કરીને બોલવું (ર) ક્રોધ ત્યાગ (૩) લોભ ત્યાગ (૪) ભય ત્યાગ (૫) હાસ્ય ત્યાગ. ત્રીજું મહાવ્રત – પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં- (૧) નિર્દોષ ઉપાશ્રયની ગષણા (૨) નિર્દોષ સંસ્તારક ગવેષણા (૩) શય્યાનો પરિકર્મ ત્યાગ (૪) સાધારણપિંડ (સામુહિક આહાર) વિવેકથી વાપરવો (૫) સાધર્મિકની વિનય સેવા ભક્તિ કરવી. આચારાંગ સૂત્રમાં– (૧) નિર્દોષ ઉપાશ્રય ગવેષણા (૨) આજ્ઞાપૂર્વક આહાર કરવો (૩) ઉપાશ્રયની સીમાનું સ્પષ્ટીકરણ (૪) તૃણકાષ્ઠ આદિ પ્રત્યેક ચીજની આજ્ઞા લેવી અર્થાત્ અલગ-અલગ ફરી-ફરી આજ્ઞા લેવાનો અભ્યાસ રાખવો (૫) સાધર્મિકના ઉપકરણાદિ આજ્ઞા લઈને ગ્રહણ કરવા. સમવાયાંગ સૂત્રમાં(૧) નિર્દોષ ઉપાશ્રય ગવેષણા (ર) તેની સીમાનું સ્પષ્ટીકરણ (૩) તૃણ કાષ્ઠાદિની આજ્ઞા (૪) સાધર્મિકોના ઉપકરણની આજ્ઞા (૫) સાધારણ પિંડ આજ્ઞા અને વિવેક પૂર્વક ખોરાક. સાર– આચારાંગ, સમવાયાંગમાં વિષય સમાન છે, ક્રમ ભિન્ન છે. પ્રશ્નવ્યાકરણમાં વિષય પણ અલગ અને ક્રમ પણ અલગ છે. ચોથું મહાવ્રત:- સમવાયાંગ તથા પ્રશ્નવ્યાકરણમાં ક્રમ તેમજ વિષય સમાન Page #84 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત છે. આચારાંગમાં ક્રમ ભિન્ન છે. વિવિક્ત શયનાસન આચારાંગમાં અંતિમ છે અને બંને સૂત્રમાં પ્રારંભમાં છે બીજું કંઈ પણ અંતર નથી. પાંચમું મહાવ્રત :— ત્રણે સૂત્રોમાં ક્રમ અને વિષય સમાન છે (૧) શબ્દાદિ પાંચ ઇન્દ્રિય વિષયોની આસક્તિ અને કામનાનો ત્યાગ. ८४ ઉપરોક્ત ક્રમ ભેદ થવામાંલિપિદોષની અધિક સંભાવના છે તથા અપેક્ષાથી વિવક્ષાથી તેમજ વિસ્તારથી કહેવાથી પણ વિષયમાં ભેદ થઈ જવો સંભવ છે. ન પર વજ્ન્માસિ અય લ્યુસિલે, નેળ 7 ઝુવિખ્ત ન ત વખ્તા । (દશ અ૧૦) અર્થ :- કોઈપણ એક સાધકે અન્ય સાધક માટે, આ કે પેલો કુશીલવાન છે. અર્થાત્ સંયમભ્રષ્ટ કે શિથિલાચારી છે. એવું ભિક્ષુકે ન બોલવું જોઈએ. જે વચનો બોલવાથી કોઈને રોષ ભરાય તેવા કંઈ પણ વચન પ્રયોગ ભિક્ષુઓએ ન કરવા. સોહી રજ્જુય ભૂયસ્ત, થો યુદ્ધમ્સ વિદુર ॥ (ઉત્તરાધ્યયન સૂત્ર અ॰ ૩) અર્થ :સરલતાથી પરિપૂર્ણ આત્માની શુદ્ધિ થાય છે માટે કપટ, હોશિયારી, (છલ) આદિ અવગુણોનો ત્યાગ કરીને સાફ અને સરળ હૃદયી બનીએ ત્યારે જ આત્મામાં ધર્મ ટકી શકે છે. ★ સાધુ-સાધ્વીઓએ પાંચ મહાવ્રતની આ ૨૫ ભાવનાઓ પર રોજ નિયમિત આત્મ ચિંતન કરતા રહેવું જોઈએ. ★ પાંચ મહાવ્રત અને પાંચ સમિતિ સંબંધી સૂત્રમાં કહેલ બધા નિયમોનું ઇમાનદારીથી, શ્રદ્ધાપૂર્વક, દઢતાની સાથે પાલન કરવું જોઈએ. * જે કોઈપણ સાધક શાસ્ત્રમાં કહેલ આ વિધિનિયમોનું, દ્રવ્ય-આચાર કે ભાવ શુદ્ધિના આદેશોનું જો કિંચિત્ માત્ર પણ પાલન કરતા નથી તેને સ્પષ્ટ શબ્દોમાં આગમકારોએ ‘ચોર ચોર' આ સંજ્ઞાથી સૂચિત કર્યા છે. તેથી સાધકોએ હંમેશા એ બાબતનું ચિંતન કરવું જોઈએ કે જો અમને ચોર કહેવડાવવામાં શરમ આવતી હોય તો જિનાજ્ઞાના ચોર બનવું પણ ન જોઈએ. કારણ કે ચોર બનવું અને ચોર કહેવડાવામાં શરમ રાખવી તે નાદાનતા છે. અંદર બહાર એક જ હોવું તે જ સાધનાનો સાર છે. ‘જેવા છો તેવા દેખાવ’... સરળ બનો.... સદા કથની કરણી એક રાખો. @ @ @ Page #85 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર: ઠાણાંગ સૂત્ર પ્રસ્તાવના ઠાણાંગ સૂત્ર પ્રાકથન : આ ત્રીજું અંગ સૂત્ર છે. મૌલિક રૂપે આ ગણધર કૃત સૂત્ર છે. આ સૂત્રમાં એકથી દશની સંખ્યા સંબંધી અનેક વિષયોનો સંગ્રહ છે, તેથી સંખ્યાથી સંબંધિત વિષયો સમયે-સમયે સંપાદિત સંવર્ધિત કરવામાં આવેલ છે. એવું આગમ વગેરેના અનુપ્રેક્ષણથી જણાય છે. આ ઠાણાંગ સૂત્રમાં ક્યાંક કોઈ અન્ય અપેક્ષાથી અને ક્યાંક કોઈ અપેક્ષા વિના કેવળ સંખ્યાની મુખ્યતાને લઈને વિશિષ્ટ રચના પદ્ધતિ સ્વીકાર કરવામાં આવેલ છે, અર્થાત્ એક જ વિષયમાં જો નવ કે દસ સંખ્યા હોય તો તેને પાંચ છે, સાત, આઠ, નવ, દસની સંખ્યામાં પણ કહેવામાં આવેલ છે. યથા ક્રિયાઓ પચ્ચીસ છે, તેને એક પદ્ધતિથી બીજા ઠાણામાં બે-બેની સંખ્યાથી કહેવામાં આવેલ છે અને ફરી તેને પાંચમાં ઠાણામાં પાંચ-પાંચની સંખ્યાથી કહેવામાં આવેલ છે. આ પ્રકારે આ સૂત્રમાં સંખ્યાનું આલંબન લઈને અનેક તત્ત્વોનું, આચારોનું ક્ષેત્રોનું, કથાઓના અંતર્ગત વિષયોનું, ઉંમરનું તેમજ અનેક પ્રકીર્ણક વિષયોનું સંકલન છે. નવમાં ઠાણામાં શ્રેણિક મહારાજાના ભાવી બે ભવોનું કથન કરી વિસ્તાર પૂર્વક કથાનક પણ કહેવામાં આવેલ છે. પ્રથમ ઠાણા(સ્થાન)નો સારાંશ (૧) એક સંખ્યાનો આધાર લઈને અહીં સંગ્રહાયથી કે જાતિવાચક કથનની અપેક્ષાથી અનેક તત્ત્વોને એક સંખ્યામાં કહેવામાં આવેલ છે. (૨) આત્મા, લોક, કર્મ, નવ તત્ત્વ, ષ દ્રવ્ય, ૧૮ પાપ અને તેનો ત્યાગ, વેદના, ત્રણ યોગ, પુદ્ગલ, અવસર્પિણી વગેરે કાળ તેમજ અલોક, ચોવીસ દંડક, ત્રણ દષ્ટિ, છ વેશ્યા છે. ચાર ગતિ છે અને તેમાં જીવોનું ગમનાગમન છે. તેમજ અનેક પ્રકારના દેવોનું અસ્તિત્વ છે. (૩) સિદ્ધોના પંદર ભેદોને પણ જુદી-જુદી વર્ગણાઓના આધારથી કહેવામાં આવેલ છે. (૪) ભગવાન શ્રી મહાવીર સ્વામી એકલા જ મોક્ષે ગયા. (પ) અનુત્તર વિમાનના દેવ વધુમાં વધુ એક હાથની ઊંચાઈવાળા હોય છે. (૬) આદ્ર, ચિત્રા, સ્વાતિ નક્ષત્રોના એક-એક તારા જ છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત - બીજા સ્થાનનો સારાંશ: પ્રથમ ઉદ્દેશક (૧) આ ઉદ્દેશકમાં અનેક અપેક્ષાથી જીવોનો બે ભેદોમાં સમાવેશ કરવામાં આવેલ છે. જેમ કે–ત્રાસ-સ્થાવર, સઇન્દ્રિય-અનિંન્દ્રિય, સાયુષ્ય-નિરાયુષ્ય, સિદ્ધ-સંસારી વગેરે. (૨) ક્રિયાઓના અનેક ભેદ-પ્રભેદ બે-બેની સંખ્યામાં કહેવામાં આવેલ છે, જેમ કે–૧. જીવ ક્રિયા ૨. અજીવ ક્રિયા. જીવ ક્રિયાના બે ભેદ–૧. સમ્યકત્વ ક્રિયા ર. મિથ્યાત્વ ક્રિયા. અજીવ ક્રિયાના બે ભેદ–૧. સાપરાયિક ક્રિયા ૨. ઇરિયાવહી ક્રિયા. તદંતર કહેવામાં આવેલ રર ક્રિયાઓ- ૧. કાયિકી ૨. અધિકરણિકી ૩. પ્રાષિકી ૪. પારિતાપનિકી ૫. પ્રાણાતિપાતિકી ૬. અપ્રત્યાખ્યાનિકી ૭. આરંભિકી ૮, પરિગ્રહિતી ૯, માયા–પ્રત્યયા ૧૦. મિથ્યાદર્શન પ્રત્યયા ૧૧. દષ્ટિજા ૧૨ સ્પર્શજા ૧૩. પ્રાતિત્યની ૧૪. સામંતોપનિપાતિકી ૧૫. સ્વસ્તિકી ૧૬. નૈષ્ટિકી ૧૭. આજ્ઞાનિકી ૧૮. વૈદારિણી ૧૯. અનવકાંક્ષિકી ૨૦. અનાભોગિકી ૨૧. રાગ પ્રત્યયિકી રર. વૈષ પ્રત્યયિકી. (૩) મનથી અને વચનથી પણ પચ્ચખાણ થઈ શકે છે. (૪) જ્ઞાન અને ચારિત્રથી સંપન્ન જીવ મુક્ત થઈ શકે છે. (૫) આરંભ અને પરિગ્રહમાં આસક્ત જીવ ધર્મ કે જ્ઞાન-દર્શનચારિત્રને કે મોક્ષને પ્રાપ્ત કરી શકતો નથી. (૬) જીવ કોઈ પાસે સાંભળીને કે સાંભળ્યા વિના પોતાના ક્ષયોપશમથી ધર્મ આદિને પ્રાપ્ત કરી શકે છે. (૭) નંદી સૂત્ર વર્ણિત પાંચ જ્ઞાનના ભેદ-પ્રભેદ અહીં કહેવામાં આવેલ છે. (૮) ધર્મ બે પ્રકારના છે યથા–૧. શ્રત ધર્મર. ચારિત્ર ધર્મ. અથવા–૧.આગાર ધર્મ ૨. અણગાર ધર્મ. સંયમ પણ બે પ્રકારના છે – ૧. સરાગ ૨. વીતરાગ. (૯) પાંચ સ્થાવરના પર્યાપ્ત-અપર્યાપ્ત, સૂક્ષ્મ-બાદર, પરિણત-અપરિણત, સ્થાન પ્રાપ્ત અને વાટે વહેતા આદિ બે-બે ભેદ છે. (૧૦) આલોચના, પ્રતિકમણ, દીક્ષા, વડી દીક્ષા, સ્વાધ્યાય તેમજ સંથારો (આજીવન અનશન) કરતી વખતે પૂર્વ અથવા ઉત્તર તેમ બેમાંથી કોઈપણ દિશા તરફ મોઢું રાખવું જોઈએ. ( બીજો ઉદ્દેશક (૧) જીવ આ ભવમાં કરેલ પાપ કર્મનું ફળ આ ભવમાં પણ ભોગવે છે અને આગળના ભાવમાં પણ ભોગવે છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર: ઠાણાંગ સૂત્ર સારાંશ ક . (ર) જીવને જે પણ જ્ઞાન થાય, તે સમવહત-અસમવહત બંને અવસ્થામાં રહે છે. (૩) ઇન્દ્રિયોના વિષયોનું ગ્રહણ જીવને એક દેશથી પણ થાય છે અને સર્વથી પણ થાય છે. (૪) દેવો બે શરીરવાળા હોય છે. ૧. ભવધારણીય ર. ઉત્તરવૈક્રિય. ( ત્રીજો ઉદ્દેશક ) (૧) ભાષા(શબ્દ) બે પ્રકારના છે– ૧. અક્ષર સંબદ્ધ ૨.નોઅક્ષર સંબદ્ધ. નો ભાષા શબ્દ અનેક પ્રકારના છે- તત, વિતત, ઘન, નૃસિર, તાલ, લત્તિકા, ભૂષણ આદિના શબ્દો. (૨) શબ્દની ઉત્પત્તિ બે પ્રકારે થાય છે– ૧. પુગલોના જોડાવાથી કે ટકરાવાથી ૨. પુદ્ગલોના વિખરાવાથી કે ભેદન થવાથી અર્થાત્ વાંસ, વસ્ત્ર ફાટવાથી કે ફાડવાથી પણ શબ્દ ઉત્પત્તિ થાય છે. (૩) સામાયિક બે પ્રકારની છે– ૧. આગાર સામાયિક ૨. અણગાર સામાયિક. (૪) તદનંતર ક્ષેત્ર, પર્વત, નદી વગેરે અનેક વિષયોનું કથન કરતાં-કરતાં ૬૪ ઇન્દ્રોનું કથન કરવામાં આવેલ છે. (૫) જંબૂદ્વીપમાં બળદેવ, વાસુદેવ, ચક્રવર્તી વગેરે તેમજ સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર વગેરેનું બે-બેની સંખ્યામાં કથન કરવામાં આવેલ છે. (ચોથો ઉદ્દેશક ) (૧) સમય, આવલિકા આદિ કાળ, ગ્રામાજિક ક્ષેત્ર તથા છાયા, અંધકાર વગેરે જીવ સાથે સંબંધ રાખતા હોવાથી જીવ પણ કહી શકાય છે અને તે અજીવ રૂપ તેમજ પુદ્ગલ રૂપ હોવાથી તેને અજીવ પણ કહી શકાય છે. (૨) આયુષ્ય સમાપ્ત થતી વખતે આત્મપ્રદેશ શરીરના કોઈપણ એક ભાગમાંથી પણ નીકળી શકે છે અને સંપૂર્ણ શરીરમાંથી પણ નીકળી શકે છે. સંસારી જીવોનો આત્મા એકદેશથી નીકળે છે અને મોક્ષે જતી વખતે જ આત્મા આખા શરીરમાંથી એક સાથે નીકળે છે. (૩) કર્મોના ક્ષયથી અથવા ક્ષયોપશમથી એમ બંને પ્રકારથી બોધિ, ચાર જ્ઞાન તેમજ સંયમની પ્રાપ્તિ થાય છે. (૪) ક્રોધ આદિ પાપ સ્વયં માટે કે બીજા માટે પણ કરવામાં આવે છે. (૫) સયોગી-અયોગી, જ્ઞાની-અજ્ઞાની, આહારક-અનાહારક, ભાષક-અભાષક, સશરીરી અશરીરી વગેરે બે-બે પ્રકારના જીવના ભેદ કહ્યા છે. બાર પ્રકારના આત્મઘાત અર્થાત્ આર્તધ્યાનથી પોતાની જાતે મરવા રૂપી બાળમરણ કહ્યા છે. () આઠે ય કર્મોના બે-બે ભેદ કહ્યા છે. જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયના Page #88 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જેનાગમ નવનીત દેશ' અને 'સર્વ' એમ બે ભેદ છે. આયુષ્ય કર્મના કાયસ્થિતિ અને 'ભવસ્થિતિ રૂપ બે ભેદ છે અને અંતરાય કર્મના ૧. વર્તમાન લાભને નષ્ટ કરનાર અને ૨. ભાવી લાભને રોકનાર, આ પ્રકારે બે ભેદ છે. (૭) બે ચક્રવર્તી સાતમી નરકમાં ગયા- ૧. સુભૂમ ૨. બ્રહ્મદત્ત. (૮) તીર્થકરોના વર્ણ, દેવોની સ્થિતિ તથા પરિચારણાનું કથન કરવામાં આવ્યું છે. (૯) બે તારાવાળા ચાર નક્ષત્ર કહ્યા છે. બે ભાદ્રપદ, બે ફાલ્ગની. (૧૦) લોકમાં ઢિપ્રદેશી, ઢિપ્રદેશાવગાઢ અને ક્રિસમય સ્થિતિક પુદ્ગલ સ્કંધ અનંત છે. અન્ય પણ અનેક તત્ત્વોના બે-બેની સંખ્યામાં કથન કરવામાં આવેલ છે. 'ત્રીજા સ્થાનનો સારાંશ: પ્રથમ ઉદ્દેશક (૧) જીવ બાહ્ય અથવા આત્યંતર પુદ્ગલોને ગ્રહણ કરીને અથવા કર્યા વગર પણ વિવિધ ક્રિયારૂપ વિદુર્વણા કરી શકે છે. (ર) દેવ લોકમાં દેવો– ૧. પોતાની દેવી ૨. વિકર્વિત દેવી અને ૩. અન્ય દેવોની દેવી સાથે પરિચારણા કરનાર પણ હોય છે. (૩) તીવ્ર પરિણામોથી હિંસા તેમજ જૂઠનું સેવન કરનાર અલ્પ આયુષ્યનો તેમજ અશુભ દીર્ધાયુનો બંધ કરે છે. શ્રમણનિગ્રંથને મોહ અથવા અજ્ઞાનવશ અકલ્પનીય આહાર વહોરાવવાથી ઓછા આયુષ્યનો બંધ પડે છે અને તેમની નિંદા કરવાથી કે ખરાબ બોલવાથી અશુભ લાંબા આયુષ્યનો બંધ પડે છે. આદર સહિત, ભાવ સભર શુદ્ધ આહાર વહોરાવવાથી શુભ દીર્ધાયુનો બંધ પડે છે. (૪) દેવ આકાશમાં વિકુવર્ણા કરે અથવા સંઘર્ષ કરે અથવા તારાવિમાનને અન્યત્ર લઈ જાય તો આકાશમાં તારો તૂટતો હોય તેવું લાગે છે. (૫) તથારૂપના સાધુ સામે દેવો પોતાની ઋદ્ધિનું પ્રદર્શન કરવા માટે ગર્જના, વીજળી વગેરે કરે છે. તીર્થકરના જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન ઉત્પન્ન થવા સમયે પણ દેવોનું અંગફુરણ, આવાગમન વગેરે થાય છે, તેમજ લોકમાં પ્રકાશ થાય છે. તીર્થકરના મોક્ષગમન સમયે, ધર્મ- વિચ્છેદ થવા સમયે તેમજ પૂર્વજ્ઞાન વિચ્છેદ થવા સમયે લોકમાં અંધકાર થાય છે. () માતા-પિતાની, ગુરુની, સ્વામી (સંરક્ષક)ની અનુપમ સેવા, સુશ્રુષા કરવા છતાં પણ સંપૂર્ણ ઋણ ઉતરતું નથી. તેમને ઉન્માર્ગમાંથી સન્માર્ગમાં લાવવાથી, ધર્મની આરાધના કરાવવામાં મદદરૂપ થવાથી જ તેમનું ઋણ સારી રીતે ઉતરે છે. (૭) ૧.નિદાન ન કરવાથી ૨. સમજ શુદ્ધ રાખવાથી ૩. ઉત્કૃષ્ટ જ્ઞાન આરાધનાથી For Private & Personal Page #89 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર: ઠાણાંગ સૂત્ર સારાંશ અને ૪. કામ-ક્રોધ વગેરેથી રહિત સમાધિ-વંત બની ચિત્તમાં શાંતિ-સમાધિ રાખવાથી જીવ શીધ્ર સંસાર સાગર તરી જાય છે. (૮) જીવોને ત્રણ પ્રકારની ઉપધિ અને પરિગ્રહ હોય છે– કર્મ, શરીર, ઉપકરણ. (૯) કૂર્મોન્નત યોનિમાં તીર્થકર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ વિગેરે જન્મ લે છે. શંખાવર્તા યોનિ સ્ત્રી રત્નની હોય છે. તેમાં જીવ જન્મ મરણ પામે છે, પરંતુ ગર્ભમાંથી બહાર આવતા નથી. વંશીપત્રા યોનિમાં સામાન્ય જીવ જન્મ લે છે. (૧૦) ધાન્ય (ઘઉં, બાજરી વગેરે)ની યોનિ ત્રણ વર્ષ બાદ, દ્વિદળ (ચણા-મગ વગેરે)ની યોનિ પાંચ વર્ષ બાદ અને બીજોની યોનિ સાત વર્ષ બાદ નષ્ટ થઈ જાય છે. ત્યારબાદ તે અચેત થઈ જાય છે અને સ્વાભાવિક રૂપથી તે ઉગતા નથી, પરંતુ પ્રયોગથી કે અમુક રીતે રાખવાથી ઉગી પણ શકે છે. જેમકે આગમમાં શ્રોતેન્દ્રિયનો વિષય અલ્પ બતાવવામાં આવેલ છે, છતાં પણ પ્રયોગ વડે હજારો માઈલ દૂરથી પણ તે જ ક્ષણે સાંભળી શકાય છે. (૧૧) જંબુદ્વીપ, સાતમી નરકનો અપ્રતિષ્ઠાન નરકાવાસ અને સર્વાર્થસિદ્ધવિમાન ત્રણે ય એક લાખ યોજન પ્રમાણ છે અને એક જ લાઈનમાં આવેલ છે. (૧૨) પ્રથમ નરકનો સીમંતક નરકાવાસ, સમયક્ષેત્ર અને સિદ્ધ શિલા આ ત્રણેય ૪૫ લાખ યોજનાના છે અને એક લાઈનમાં આવેલ છે. (૧૩) કાલોદધિ સમુદ્ર, પુષ્કર સમુદ્ર અને સ્વયંભૂરમણ સમુદ્રનું પાણી શુદ્ધ પાણીના સ્વાદ અને ગુણવાળું છે. બાકીના સમુદ્રનું પાણી સ્વાભાવિક પાણી સમાન નથી. (૧૪) લવણ, કાલોદધિ અને સ્વયંભૂરમણ સમુદ્રમાં મચ્છ કચ્છ ભર્યા છે. (૧૫) માંડલિક રાજા, ચક્રવર્તી રાજા અને મહાઆરંભી, મહાપરિગ્રહી આ ત્રણેય જો ધર્મનું આચરણ(શ્રાવક વ્રત કે સાધુ વ્રત) ન કરે તો નરકમાં જાય છે. (૧૬) ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, અને દ્વીપ સાગરપ્રજ્ઞપ્તિનું અધ્યયન વિશિષ્ટ યોગ્યતા તથા વિશિષ્ટ તપ સાથે કરવામાં આવે છે. (બીજો ઉદેશક) (૧) જ્ઞાન-દર્શન ચારિત્રરૂપ લોક અથવા ઊંચા, નીચા, તિરછા એમ ત્રણ-ત્રણ પ્રકારના લોક કહેવામાં આવેલ છે. દેવોના ઇન્દ્ર, સામાનિક, ત્રાયન્ટિંશક અને લોકપાલ એમ ચારેયની ત્રણ-ત્રણ પ્રકારની પરિષદ હોય છે. (૨) કોઈપણ સમયે તેમજ કોઈપણ ઉંમરમાં જીવ બોધ, સંયમ અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. યથા– બાલવય, તરુણવય, વૃદ્ધાવસ્થા. (૩) અનેક હેતુઓ, નિમિત્તો અને પરિસ્થિતિઓથી દીક્ષા લેવામાં આવે છે, તેથી તે અનેક પ્રકારની છે. પરસ્પર પ્રતિજ્ઞાબદ્ધ હોય તો પણ દીક્ષા લેવામાં આવે છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ GO | મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીતી (૪) સુમન અને દુશ્મન ને લઈને અનેક વિકલ્પો કહેવામાં આવેલ છે. જેમાં જવું, આવવું, ખાવું, બોલવું, સાંભળવું, જોવું, ઊભા રહેવું, બેસવું, દેવું-લેવું વગેરે તથા મારવું, છેદન-ભેદન, કાપવું વગેરે અનેક ક્રિયાઓથી પણ બે-બે (સુમન-દુર્મન) વિકલ્પ કહ્યા છે. (૫) સુવતીનો આ ભવ, પરભવ અને ભવોભવ પ્રશસ્ત થાય છે. (૬) લોકમાં વાયુ, આકાશના આધારથી; જળ, વાયુના આધારથી અને પૃથ્વી જળના આધારથી રહેલ છે; આ લોક સંસ્થિતિ છે. (૭) દિશાઓ ત્રણ છે– ૧. ઉપર ૨. નીચે ૩. તિરછી. ત્રસકાય ત્રણ છે– ૧. તેઉકાય ૨. વાયુકાય ૩. ત્રસકાય. (૮) સમય, પ્રદેશ, પરમાણુ એ ત્રણે ય અદ્ય, અભેદ્ય, અગ્રાહ્ય, અનર્વ, અવિભાજિત અને અપ્રદેશ છે. (૯) સમસ્ત પ્રાણીઓને દુઃખનો ભય લાગતો રહે છે. આ દુઃખ પોતાના જ પ્રમાદજન્ય કૃતકર્મોથી ઉત્પન્ન થાય છે અને તે દુઃખનો ક્ષય પોતાના અપ્રમાદથી થઈ શકે છે. ત્રીજો ઉદ્દેશક (૧) જીવ પોતાના દોષોની આલોચના ત્રણ કારણે કરતો નથી. યથા– ૧. યશકીર્તિ ઓછા થવાના ભયથી. ૨. અપયશ-અકીર્તિ થવાના ભયથી. ૩. દોષ-સેવનનો ત્યાગ ન કરવો હોય. આ લોક અને પરલોક બંને સુંદર થશે, જ્ઞાન-દર્શન-ચારિત્રની શુદ્ધ આરાધના થશે, આત્મ-સમાધિની પ્રાપ્તિ થશે આ ત્રણ પ્રકારે વિચારી, સરળ આત્મા પોતાના દોષોની આલોચના, પ્રતિક્રમણ, આત્મનિંદા, ગોં કરી પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે છે. (૨) ઘણા સાધકો મૂળ સૂત્રોને (કંઠસ્થ) ધારણ કરે છે, ઘણા અર્થને ધારણ કરે છે અને ઘણા સાધક મૂળ તેમજ અર્થ બંનેને ધારણ કરે છે. સૂત્રોને ધારણ કરનારને ગીતી અને અર્થને ધારણ કરનારને અર્થી કહેવાય છે તથા સૂત્રાર્થ ઉભય (બંને)ને ધારણ કરનારને ગીતાર્થ કે બહુશ્રુત કહેવાય છે. (૩) લાકડાનું, તુંબડાનું અને માટીનું તેમ ત્રણ પ્રકારના પાત્ર સાધુ રાખી શકે છે. (૪) સાધુ ત્રણ કારણોસર વસ્ત્ર ધારણ કરે છે– ૧. લજ્જા નિવારણ ૨. ધૃણા નિવારણ ૩. સહનશીલતાના અભાવના કારણે. (૫) ત્રણ આત્મ રક્ષક છે– ૧. સાથીઓની સારણા, વારણા કરી ગુણ ધારણ કરાવનાર ૨. અવસર ન હોય તો ઉપેક્ષા કે મૌન ભાવથી રહેનાર ૩. પ્રતિકૂળતા લાગે તો ત્યાંથી પોતાની જાતને અલગ કરી લેનાર. Page #91 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્રઃ ઠાણાંગ સૂત્ર સારાંશ ૯૧ (૬) કોઈને મોટા દોષનું સેવન કરતાં સ્વયં જોઈ લે અથવા તો પોતાની વિશ્વાસુ વ્યક્તિ જોઈ લે અને આ દોષોની તે શુદ્ધિ ન કરે તો તેની સાથે આહારનો સંબંધ બંધ કરી શકાય છે. જૂઠનું ત્રણ વાર પ્રાયશ્ચિત લઈને ચોથી વાર જૂઠું બોલે તો તે પણ સંબંધ રાખવા યોગ્ય નથી. (૭) ત્રણ આવશ્યક તેમજ મુખ્ય પદવી છે– ૧. આચાર્યર. ઉપાધ્યાય ૩. ગણી (સંઘાડા પ્રમુખ) તાત્પર્ય એ છે કે વિશાળ ગચ્છને આ ત્રણ પદવીધારી સિવાય રહેવું કલ્પતું નથી. (૮) ત્રણ કારણોથી અલ્પ વૃષ્ટિ થાય છે– ૧. પાણીના જીવો અને પુગલોનો ચય, ઉપચય ઓછો થવાથી ર. દેવતાઓ વાદળાઓને અન્ય જગ્યાએ સંહરણ કરે. ૩. વાદળોને હવા વિખેરી દે. તેનાથી વિપરીત પ્રકૃતિ થવાથી વરસાદ વધુ થાય છે, અથવા દેવો અન્યત્રથી વાદળ લાવી અધિક વર્ષા કરી શકે છે. (૯) ત્રણ કારણોસર દેવ મનુષ્ય લોકમાં આવે છે– ૧. પોતાના ગુરુ વગેરેની ભક્તિ કરવા ૨. જ્ઞાની, તપસ્વી તેમજ દુષ્કર સાધના કરનારની સેવા કે વંદન કરવા. ૩. પોતાના માતા-પિતા વગેરે પ્રિયજનોને પોતાની ઋદ્ધિ બતાવવા. ત્રણ કારણોસર દેવો આવી શકતા નથી. ૧.દેવલોકના સુખોમાં લીન થઈ જવાથી ૨. કોઈ પ્રયોજન કે રુચિ ન હોવાના કારણે ૩. “થોડીવાર પછી જઈશ” એવું વિચારતાં-વિચારતાં સેંકડો વર્ષ વ્યતીત થઈ જવાથી. (૧૦) ઘણા દેવો મનુષ્યભવ, આર્ય ક્ષેત્ર અને ઉત્તમકુળ પ્રાપ્તિની ઇચ્છા કરે છે. (૧૧) દેવોનો પશ્ચાત્તાપ– ૧. અહો ! મનુષ્ય ભવમાં મારી પાસે સુંદર સ્વસ્થ શરીર અને અનુકૂળ સંયોગો હોવા છતાં શ્રુતનું વિશાળ અધ્યયન ન કર્યું. ૨. દીર્ઘ સંયમ પર્યાયનું પાલન ન કર્યું. ૩. સંયમનું શુદ્ધ રીતે આરાધન ન કર્યું. (૧૨) દેવો પોતાના મરણનો સમય ત્રણ રીતે જાણી જાય છે– ૧. વિમાન તેમજ આભૂષણોને નિસ્તેજ દેખવાથી ૨. કલ્પવૃક્ષ પ્લાન(ઝાંખુ) દેખવાથી ૩. શરીરની ક્રાંતિ (તેજ) ન્યૂન દેખવાથી. (૧૩) ત્રણ વાતોનું દેવો દુઃખ અનુભવે છે–૧.દૈવી સુખ છોડવાના ખ્યાલ માત્રથી ૨. મનુષ્ય જન્મના શુક્ર-શોણિતમય આહારોથી ૩. ગર્ભવાસના ખ્યાલથી. (૧૪) દેવોના વિમાન ત્રણ પ્રકારના હોય છે– ૧. સ્થાયી રહેનાર ૨. મનુષ્ય લોકમાં આવવાના ઉપયોગમાં આવનાર ૩. વૈક્રિયથી બનાવેલ વિમાન. (૧૫) ઉપવાસ, છઠ, અઠ્ઠમમાં ધોવણ પાણી પીવું સાધુઓને ખપે છે–૧. ચોખાનું ઓસામણ ૨. છાશની પરાશ ૩. શુદ્ધોદક–રાખ, લવિંગ વગેરેથી બનાવેલ પાણી. (૧) એક વસ્ત્ર કે એક પાત્ર રાખવું એ 'ઉણોદરી' છે. કલ્પનીય આગમ સંમત ઉપકરણ જ રાખવા અને અકલ્પનીય ન રાખવા તે પણ ઉપકરણ ઉણોદરી છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત (૧૭) વિલાપ કરવો, બડબડાટ કરવો તેમજ આર્ત-રૌદ્રધ્યાન કરવું તે સાધુ માટે યોગ્ય નથી. (૧૮) ચૌવિહાર ત્યાગ યુક્ત તપસ્યાઓ કરવાથી લબ્ધિઓ ઉત્પન્ન થાય છે અર્થાત્ તપસ્યામાં પાણીનો ત્યાગ કરવો એ મહત્ત્વશીલ આચાર છે. ર (૧૯) સામ, દામ, દંડ અને ભેદ એ ચાર નીતિ તે રાજનીતિ છે. (૨૦) ત્રણ પ્રકારના વિશિષ્ટ અવિનય કહેવાય છે– ૧. સ્થાન છોડી ચાલ્યા જવું. ૨. પૂર્ણ સંબંધ છોડી દેવો. ૩. રાગ-દ્વેષ ફેલાવવો. (૨૧) શ્રમણ નિગ્રંથોની સેવામાં શાંતિથી બેસવાથી અર્થાત્ પર્યુપાસના કરવાથી ધર્મ શ્રવણનો લાભ મળે છે, જેનાથી જ્ઞાન, શ્રદ્ધા, વ્રત, પચ્ચક્ખાણ વિગેરેની પ્રાપ્તિ થાય છે, તેમજ તેની ઉત્તરોત્તર વૃદ્ધિ કરતાં કરતાં તપ-સંયમની આરાધનાથી મોક્ષનો લાભ મળે છે. તેથી સાંસારિક કાર્યોમાંથી થોડો સમય બચાવીને અવશ્ય ધર્મલાભ પ્રાપ્ત કરવો જોઈએ. ચોથો ઉદ્દેશક (૧) ઉદ્ગમ, ઉત્પાદના અને એષણાના, તે ત્રણેય દોષો સંયમને દૂષિત કરે છે. (૨) અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચાર (કોઈ કાર્ય માટે વિચારવું, પગલું ભરવું અને આગળ વધવું)ની આલોચના, પ્રતિક્રમણ, નિંદા ગહરૂપે પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. અનાચારની આલોચના સાથે તપ વગેરે ગ્રહણ રૂપ વિશેષ પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. (૩) ત્રણ કારણોથી (અલ્પ) સામાન્ય ભૂમિકંપ થાય છે– ૧. પૃથ્વીમાં રહેલા કોઈ પુદ્ગલોનો ક્ષય (નષ્ટ) થવાથી. ૨. પૃથ્વીની અંદર રહેનાર વિશાળકાય 'મહોરગ'ના વિશેષ રીતના હલનચલન વગેરે ક્રિયા કરવાથી. ૩. વ્યંતર તેમજ નવનિકાય વગેરે દેવોનો પૃથ્વી પર સંગ્રામ થવાથી. ત્રણ કારણોથી સંપૂર્ણ પૃથ્વીનું કંપન થાય છે – ૧. પૃથ્વીને આધારભૂત ઘનવાત વગેરે ક્ષુભિત થવાથી ૨. કોઈ મહા ઋદ્ધિવાન દેવ શ્રમણ નિગ્રંથને પોતાની ઋદ્ધિ સામર્થ્ય દેખાડવા સંપૂર્ણ પૃથ્વીનું કંપન કરે. ૩. વૈમાનિક દેવો અને અસુરોમાં પૃથ્વી પર સંગ્રામ થવાથી. (૪) સૌધર્મ-ઈશાન દેવલોકમાં ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા પ્રથમ કિવિષી છે. સનત્કુમાર-માહેન્દ્ર દેવલોકમાં ત્રણ સાગરોપમની સ્થિતિવાળા બીજા કિલ્વિષી છે. લાંતક (છઠ્ઠા) દેવલોકમાં તેર સાગરોપમની સ્થિતિવાળા ત્રીજા કિલ્વિષી છે. (૫) ત્રણ પર્વત ચૂડી આકારના (વલયાકાર) છે – ૧. માનુષોત્તર પર્વત ૨. કુણ્ડલવર પર્વત ૩. રુચકવર પર્વત. Page #93 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર: ઠાણાંગ સૂત્ર સારાંશ (૬) તપસ્વી, રોગી અને નવદીક્ષિત એમ ત્રણે ય અનુકંપાને પાત્ર છે, જે તેમને પ્રતિકૂળ આચરણ કરે છે, તે અનુકંપાના પ્રત્યેનીક(વિરોધી) ગણાય છે. (૭) શરીરમાં હાડકા, મજ્જા, વાળ, મૂંછ, દાઢી, રોમ, નખ, એ પિતાના અંગ છે; માંસ, લોહી અને મસ્તક એ માતાના અંગ છે. ૯૩ (૮) શ્રમણ નિગ્રંથના ત્રણ મનોરથ છે– ૧. થોડું કે વધારે જેટલું પણ શ્રુત જ્ઞાન ઉપલબ્ધ છે તેનું સંપૂર્ણ અધ્યયન કરું. ૨. એકલ વિહાર પ્રતિજ્ઞા ધારણ કરી વિહાર કરુ. ૩. સલેખના-સંથારાયુક્ત પંડિત મરણ પ્રાપ્ત કરું. (૯) શ્રાવકના ત્રણ મનોરથ છે- ૧. ઓછો કે વધુ જેટલો પણ પરિગ્રહ છે તેનો ત્યાગ કરું. ૨. સંયમનો સ્વીકાર કરું. ૩. સંલેખના-સંથારો ધારણ કરી પંડિત મરણ પ્રાપ્ત કરું. મન-વચન અને કાયા એમ ત્રણેય યોગથી આ ત્રણે ય ભાવના ભાવવાથી મહાન કર્મનિર્જરા થાય છે, તેમજ સાધુ કે શ્રાવક સંસારચક્રનો અંત પામનાર બને છે. (૧૦) પરમાણુ પુદ્ગલની ગિત ૧. પરમાણુ પુદ્ગલથી ૨. અત્યંત રૂક્ષતાથી તેમજ ૩. અલોકથી પ્રતિહત થાય છે અર્થાત્ આ ત્રણે સિવાય પરમાણુની ગતિમાં અવરોધ આવતો નથી. (૧૧) સામાન્ય મનુષ્ય એક ચક્ષુવાળા, અવધિજ્ઞાની બે ચક્ષુવાળા અને કેવળજ્ઞાની ત્રણ ચક્ષુવાળા કહેવામાં આવ્યા છે.(અથવા કેવલજ્ઞાની એક ચક્ષુ, સામાન્ય મનુષ્ય દ્વિચક્ષુ અને અવધિજ્ઞાની ત્રણ ચક્ષુ.) (૧૨) અવધિજ્ઞાન થવા પર જીવ પહેલાં ઉપર જુએ છે, પછી તિરછું જુએ છે, અને ત્યારબાદ નીચે જુએ છે. (૧૩) સમ્યક પ્રકારથી અધ્યયન કરેલ, ચિંતન કરેલ અને સમ્યક પ્રકારથી તપ-સંયમનું આચરણ કરી અનુભવેલ ધર્મ 'સુઆખ્યાત' થાય છે. (૧૪) પાપ ત્યાગ ત્રણ પ્રકારથી થાય છે – ૧. જ્ઞાનપૂર્વક ૨. જ્ઞાન વિના જ કેવળ શ્રદ્ધા, દેખા-દેખીથી ૩. શંકા-પૂર્વક (સંદેહપૂર્વક). (૧૫) અવધિજ્ઞાની, મનપર્યવજ્ઞાની અને કેવળજ્ઞાની એ ત્રણેય ‘જિન’ કહેવાય છે. આ ત્રણે ય ‘કેવળી’ અને ‘અર્હત’ પણ કહેવાય છે. (૧૬) જિન પ્રવચન, મહાવ્રતો અને છ કાય જીવો એમ ત્રણેયમાં શંકા રહિત બની, શ્રદ્ધા રાખી પરીષહો જીતે, એ સાધુ માટે હિતકર તેમજ કલ્યાણકારી થાય છે. (૧૭) દરેક નરક પૃથ્વી પિંડની ચારેય તરફ ત્રણ વલય છે. ૧. ઘનોદધિ ૨. ઘનવાત ૩. તનુવાતવલય. (૧૮) પાંચ સ્થાવરને છોડીને શેષ દંડકની વિગ્રહગતિ ઉત્કૃષ્ટ ત્રણ સમયની છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત (૧૯) ત્રણ તીર્થંકર ચક્રવર્તી પદ પ્રાપ્ત કર્યા બાદ તીર્થંકર બન્યા. આ સ્થાનમાં ત્રણની સંખ્યા સંબંધી અન્ય પણ અનેક વિષય કહેવામાં આવેલ છે, તેમાંના ઘણા વિષયોનું અન્ય આગમોમાં વિસ્તારથી વર્ણન છે. જેમાં વેદ, લેશ્યા, જીવોના ભેદ, યોનિ, કાલચક્ર, દીક્ષા, શૈક્ષ, સ્થવિર, પુરુષોની જુદી-જુદી મનોભાવના, શલ્ય, દર્શન, પ્રયોગ, સુગતિ, દુર્ગતિ, વચન, આરાધના, મિથ્યાત્વ, સંક્લેશ, નદી, વ્રહ, પર્વત, ક્ષેત્ર, દ્વીપ, સમુદ્ર, પ્રવ્રજ્યા આદિ માટેના અયોગ્ય, પ્રત્યેનીક, ઋદ્ધિ આદિ ગર્વ, કરણ, મરણ, નક્ષત્ર, ત્રૈવેયક, પાપ કર્મ, પુદ્ગલ વગેરે વિષય છે. ચોથા સ્થાનનો સારાંશ પ્રથમ ઉદ્દેશક (૧) ૧. ઓછામાં ઓછું કષ્ટ અને ઓછી દીક્ષા પર્યાયથી મોક્ષ મેળવનાર ‘મરુદેવી માતા’. ૨. ઓછું કષ્ટ, વધુ દીક્ષા પર્યાયથી ‘ભરત ચક્રવર્તી’ને મોક્ષ પ્રાપ્ત થયેલ. ૩. વધુ કષ્ટ અને ઓછી દીક્ષા પર્યાયથી મોક્ષ મેળવનાર ‘ગજસુકુમાલ’. ૪. અધિક કષ્ટ અને અધિક દીક્ષા પર્યાયથી મોક્ષપદ પામનાર ‘સનત્કુમાર’ ચક્રવર્તી. (૨) મનુષ્ય, શરીરથી ઉચ્ચ હોવાની સાથે સાથે – ૧. ગુણોથી ૨. ભાવોથી ૩. રૂપથી ૪. ઉદારતાથી ૫. સંકલ્પોથી ૬. બુદ્ધિથી ૭. દ્રષ્ટિથી ૮. શીલાચારથી ૯. વ્યવહારથી ૧૦. પુરુષાર્થથી પણ ઉચ્ચ હોવા જોઈએ. તેના માટે દસ ચૌભંગી વૃક્ષની સાથે તુલના કરીને કહેલ છે. આ પ્રકારે અન્ય પણ દસ-દસ ચૌભંગી છે. મનુષ્ય, શરીરથી સરળ હોવાની સાથે ઉપરોક્ત ગુણોમાં પણ સરળ હોવા જોઈએ; તેની પણ દસ ચૌભંગી છે. (૩) પ્રતિમાધારી સાધુ ચાર કારણોથી બોલે છે—૧. આહાર-વસ્ત્ર આદિની યાચના કરવા માટે ૨. સૂત્ર, અર્થ કે માર્ગ પૂછવા માટે ૩. મકાન વગેરેની આજ્ઞા લેવા માટે ૪. પ્રશ્નનો ઉત્તર દેવા માટે. ર. (૪) ૧. પિતાથી સારો ૨. પિતા સમાન ૩. પિતાથી હીન ૪. કુળનો યશ વગેરે નાશ કરનાર, આ ચાર પ્રકારના પુત્ર હોય છે. (૫) વેલ, બહુથી જલ્દીથી ફળ આપે છે, આંબો તેના યોગ્ય સમયે ફળ આપે છે. તાલવૃક્ષ લાંબા સમયે ફળ આપે છે અને મિંઢ-વિષાણ ફળતું જ નથી. તેવી જ રીતે મનુષ્ય પણ ચાર પ્રકારના હોય છે. (૬) નરકના દુઃખોથી ગભરાઈને નારકી મનુષ્ય લોકમાં જવા ઇચ્છે છે પરંતુ કર્મક્ષય અને આયુષ્ય ક્ષય થયા વિના જઈ શકતા નથી. કોઈ દેવ પણ તેમને લાવી શકતા નથી. Page #95 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્રઃ ઠાણાંગ સૂત્ર સારાંશ ૯૫ (૭) ક્રોધ આદિ ચાર કષાય પોતાની ઉપર, અન્ય પર, બંને પર અથવા કેવળ મનથી પણ થાય છે. આ કષાયો જમીન-જાયદાદ, મકાન, શરીર અને ઉપકરણોના નિમિત્તથી થાય છે. આ કષાયોની તીવ્રતા-મંદતાની અપેક્ષાએ ચાર પ્રકાર છે– ૧. અનંતાનુબંધી ૨. અપ્રત્યાખ્યાની ૩. પ્રત્યાખ્યાનાવરણ ૪. સંજ્જવલન. બીજી રીતે આભોગ, અનાભોગ, ઉપશાન્ત અને અનુપશાંત એમ ચાર ભેદ પણ હોય છે. આ કષાયોથી જીવ કર્મ બંધ તેમજ તેનો સંગ્રહ કરે છે. (૮) પ્રતિજ્ઞા ચાર પ્રકારની હોય છે ૧. આત્મ સમાધિ-સંયમ સમાધિરૂપ ૨. તપસ્યારૂપ ૩. વિવેક(ત્યાગ) તેમજ સાવધાની રૂ૫૪. કાયોત્સર્ગરૂપ. (૯) આયુ અને શ્રુત અભ્યાસની સાથે મધુરભાષી હોવું શ્રેષ્ઠ છે. (૧૦) પોતાના અવગુણોને જોવા તેમજ દૂર કરવા એ શ્રેષ્ઠ છે. (૧૧) સૂત્ર અને અર્થ બંને ધારણ કરનાર શ્રેષ્ઠ હોય છે. (૧૨) દરેક ઈન્દ્રોના ચાર-ચાર લોકપાલ હોય છે. (૧૩) ચતુર્યામ ધર્મમાં ચોથું મહાવ્રત છે, સર્વબાહ્ય વસ્તુને ગ્રહણ કરવાનો ત્યાગ. (૧૪) ચારેય ગતિમાં દુર્ગતિક હોય છે. સુગતિક ચાર કહ્યા છે, જેમ કે– દેવ, મનુષ્ય, સિદ્ધ, સુકુળ. (૧૫) લાકડું, રૂ, મોટું અને પત્થર, એમાં જેમ ભિન્નતા હોય છે, તેમજ મનુષ્યોમાં પણ ભિન્નતા હોય છે. (૧) નોકર ચાર પ્રકારના હોય છે – ૧. દૈનિક-વેતન લેનાર ૨. યાત્રામાં સાથે ચાલનાર ૩. ઠેકો લઈ કાર્ય કરનાર ૪. નિયત કાર્ય/કલાક મુજબ વેતન લેનાર. (૧૭) ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી ઇન્દ્રોની ચાર-ચાર અગ્રમહિષીઓ છે. (૧૮) ચાર ગોરસ વિગય છે– દૂધ, દહીં, ઘી, માખણ, ચાર સ્નેહ વિગય છે– ઘી, તેલ, વસા, માખણ. ચાર મહા વિગય – મધ, માખણ, દારૂ, માંસ. (૧૯) ગુપ્ત અને ગુપ્તદ્વારવાળી કુડાગર શાળા સમાન સ્ત્રીઓ પણ ગુપ્ત અને ગુપ્ત ઇન્દ્રિયવાળી હોવી જોઈએ. ( બીજો ઉદેશક (૧) દીન પુરુષની અપેક્ષાએ ૧૭ ચૌભંગી કહેલ છે. જેમાં દસ પૂર્વવતુ અને ૧૧. જાતિ, ૧૨. વૃત્તિ, ૧૩. ભાષી, ૧૪. અવભાષી, ૧૫. સેવી, ૧૪. પર્યાય, ૧૭ પરિવાર, આ સત્તર થઈ. તેમજ આર્ય-અનાર્યની પણ ૧૭ ચૌભંગીઓ છે. અઢારમી ચૌભંગી આર્યભાવની સાથે છે. (૨) જાતિ, કુલ, બળ, રૂપ સંપન બળદની ઉપમાથી ચૌભંગી છે. ગુણોની Page #96 -------------------------------------------------------------------------- ________________ | ૯૬ GS મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત ઉત્કૃષ્ટતા, મંદતા, ભીરુ અને મિશ્ર ગુણવાળા હાથીની ઉપમાથી ચાર ચૌભંગી છે અને ચારે પ્રકારના હાથીઓના લક્ષણ પણ ગાથા દ્વારા બતાવેલ છે. (૩) વિકથાઃ ૧. સ્ત્રીની જાતિ, કુળ, રૂપ તેમજ વેષ ભૂષાની ચર્ચા વાર્તા કરવી. ૨. ખાદ્ય પદાર્થો પાકી ગયેલ છે કે નહીં; તેની અવસ્થાની ચર્ચા, પકાવવાની વિધિ, સાધન અને ખર્ચ, વગેરેની ચર્ચા ૩. દેશોના વિધિ-વિધાન, ગઢ, કોટ, સીમા, પરિધિ વિવાહના રીત-રિવાજ, વેશભૂષાની ચર્ચા-વાર્તા અથવા તેના બલાબલ, જય-પરાજય, સમ્યક-અસમ્યકની ચર્ચા-વાર્તા કરવી. ૪. રાજાના શરીર, વૈભવ, ભંડાર, સેના તેમજ વાહન આદિની ચર્ચા કરવી. (૪) ધર્મ-કથાઃ૧.સાધુ-શ્રાવકના આચારમાં આકર્ષિત કરનાર, સંદેહ દૂર કરનાર વિવિધ દ્રષ્ટિકોણથી સમજાવે તેવી કથા કરવી. ૨. પરમત(પરધર્મ)ના મિથ્યા તત્ત્વોને સમજાવતાં-સમજાવતાં સ્વમતના સમ્યક તત્ત્વોની પુષ્ટિ કરવી. ૩. સંસારની અસારતા, શરીરની અપવિત્રતાનું સ્વરૂપ સમજાવવું. ૪. કર્મ સ્વરૂપ તેમજ કર્મફળ સમજાવવું. (૫) શરીરની અને ભાવોની નબળાઈ તથા દ્રઢતાની ચૌભંગી કહીને તેમાં જ્ઞાનદર્શનની ઉત્પત્તિની ચૌભંગી કહેલ છે. () ચાર કારણથી અતિશય જ્ઞાન (વિશિષ્ટ શ્રુતજ્ઞાન) તેમજ અવધિજ્ઞાન વગેરે ઉત્પન્ન થાય છે. ૧. ઉપરોક્ત ચારે ય વિકથાઓ નહીં કરવાથી ૨. વિવેક તેમજ વ્યુત્સર્ગમાં સમ્યક વૃદ્ધિ કરવાથી. ૩. સુતાં-ઉઠતાં ધર્મ જાગરણ(આત્મ-ચિંતન) કરવાથી ૪. આહાર-પાણીની શુદ્ધ ગવેષણા કરવાથી. તેનાથી વિપરીત આચરણ કરવાથી અતિશય જ્ઞાન થતું નથી. (૭) ચાર પ્રતિપદાના દિવસે અર્થાત્ કારતક, માગસર, વૈશાખ અને શ્રાવણ વદી એકમના દિવસે ર૪ કલાક સ્વાધ્યાય કરવો નહીં. (ગુજરાતની પરંપરાએ આસો, કારતક, ચૈત્ર અને અષાઢ વદ એકમ).ચાર સંધ્યાઓમાં એક-એક મુહૂર્ત સ્વાધ્યાય ન કરવો. ચાર પ્રહરમાં સ્વાધ્યાય કરાય. પ્રથમ અને અંતિમ પ્રહર, દિવસમાં તેમજ રાત્રિમાં. (૮) ઘણા મનુષ્ય કેવળ પોતાના આત્માનું કલ્યાણ કરે છે અને ઘણા ઉપદેશ આદિ દ્વારા અન્યનું પણ કલ્યાણ કરે છે. એ પ્રકારે ખેદ, દમન અને સમર્થની અપેક્ષાએ ચૌભંગી છે. (૯) સરળતા પણ દેખાવની અને વાસ્તવિકતાની એમ બંને હોય છે. (૧૦) શંખના આવર્તનની ચૌભંગીથી મનુષ્ય સ્વભાવને ઉપમાદેવામાં આવી છે. (૧૧) નમસ્કાયના ૧ર નામ છે. તે ચાર દેવલોકને આવરી લે છે. (૧૨) લવણ સમુદ્રમાં ૪૨૦૦૦ યોજન જતાં ચારેય દિશાઓમાં વેલંધર Page #97 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર ઃ ઠાણાંગ સૂત્ર સારાંશ નાગકુમારોના આવાસ પર્વત છે અને વિદિશાઓમાં અણુવેલંધર નાગકુમારોના આવાસ પર્વત છે. (૧૩) નંદીશ્વર દ્વીપમાં અંજન પર્વત આદિ છે. તેનું અહીં વિસ્તૃત વર્ણન છે. (૧૪) ગોશાલક મતમાં પણ ચાર પ્રકારના તપ છે— ૧. ઉપવાસ - છઠ્ઠ વિ. ૨. સૂર્ય આતાપના સાથે તપસ્યા ૩. નિવી-આયંબિલ ૪. રસનેન્દ્રિય-પ્રતિસંલીનતા— મનોજ્ઞ કે અમનોજ્ઞ રસોમાં રાગ-દ્વેષ રહિત થઈને રહેવું. CO (૧૫) સંયમ, ત્યાગ અને અકિંચનતા ચાર પ્રકારના છે – મન-વચન-કાયા અને ઉપકરણ. અહિંસા સંયમમાં સમિતિ, ત્યાગથી ગુપ્તિ અને અકિંચનતાથી વ્યુત્સર્જનની સૂચના છે. ત્રીજો ઉદ્દેશક (૧) ચાર પ્રકારનો ક્રોધ–૧. પત્થરની લકીર ૨. ભૂમિની તિરાડ ૩. રેતીમાં પડેલ લીટી સમાન ૪. પાણીમાં ખેંચાતી લીટી સમાન. ચાર પ્રકારનુ માન– ૧. વજ સ્તંભ સમાન ૨. હાડકાંના સ્તંભ સમાન ૩. કાષ્ટ(લાકડા)ના સ્તંભ સમાન ૪. નેતરના સ્તંભ સમાન. ચાર પ્રકારની માયા− ૧. વાંસની ગાંઠ સમાન ૨. ઘેટાના શીંગડા સમાન ૩. બળદના મૂત્ર સમાન ૪. વાંસની છાલ સમાન. ચાર પ્રકારના લોભ-૧. કિરમજી રંગ ૨. કાદવના રંગ સમાન ૩. ગાડાના ખંજન સમાન ૪. હળદરના રંગ સમાન. આ ચારે ય પ્રકાર ક્રમાનુસાર અનંતાનુબંધી ક્રોધ વગેરેના છે અને તેમાં પ્રવિષ્ટ જીવ કાળ કરે તો ક્રમાનુસાર નરક, તિર્યંચ, મનુષ્ય તેમજ દેવગતિમાં જાય છે. (૨) જીવોના ભાવ ચાર પ્રકારના હોય છે– ૧. કીચડવાળા જળ સમાન અત્યંત મલીન ૨. અન્ય કચરા માટી યુક્ત જળ સમાન ૩. બાલુ – રેતીના જળ સમાન ૪. પર્વતીય જળ સમાન અત્યંત નિર્મળ. આ ચારે ય ભાવવાળા જીવો ક્રમશઃ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિમાં જાય છે. (૩) સ્વર અને રૂપથી સંપન્નની ચૌભંગીથી એમ સમજવું કે મયુર સમાન બંને કે ગુણથી સંપન્ન મનુષ્ય શ્રેષ્ઠ છે, બાકી મનુષ્ય કાગડા, કોયલ અને સામાન્ય પોપટ સમાન છે. (૪) ચાર પ્રકારના વૃક્ષની ઉપમા— ૧. પત્ર સંપન્ન = સ્વયં ગુણ સંપન્ન ૨. પુષ્પ સંપન્ન = પોતાના ગુણ આપનાર અથવા સૂત્ર જ્ઞાન આપનાર ૩. ફળ સંપન્ન ધન અથવા સૂત્રાર્થ વિસ્તાર બીજાને દેનાર ૪. છાયા સંપન્ન = પોતાના આશ્રયમાં આવેલ અનેકોની આજીવિકા કે ચારિત્રનું રક્ષણ કરનાર. = Page #98 -------------------------------------------------------------------------- ________________ ૯૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત, (૫) ભારવાહકના ચાર વિશ્રામ સમાન શ્રાવકને પણ સંસાર બોજના ચારવિશ્રામ છે– ૧. એક ખંભાથી બીજા ખંભા ઉપર અથવા એક હાથથી બીજા હાથમાં ભાર લેવો = અનેક ત્યાગ, નિયમ, વ્રત ધારણ કરવા તથા તેનું પાલન કરવું. ૨. મળ -મૂત્રના ત્યાગ સમયે ભાર નીચે રાખવો = સામાયિક, ૧૪ નિયમ ધારણ કરવા ૩. માર્ગમાં મંદિર વગેરેમાં રાત્રિ નિવાસ કરવો = પ્રતિ મહિનામાં છ પૌષધ કરવા ૪. નિયત સ્થાને પહોંચી ભાર છોડી દેવો = મારણાંતિક સંખણા કરી ભક્ત પ્રત્યાખ્યાન વગેરે આજીવન અનશન સ્વીકાર કરવું. () ઉન્નત તેમજ અવ ત પુરુષની ચૌભંગીમાં ૧. ભરત ચક્રવર્તી ૨. બ્રહ્મદત્ત ચક્રવર્તી ૩. હરિકેશી મુનિ ૪. કાળશૌરિક એમ ચાર ઉદાહરણ રૂપ છે. (૭) કુળથી અને વૈભવથી ઉચ્ચ પુરુષ, ઉચ્ચ વિચારવાળા અને ઉદારતા સંપન્ન હોય તો શ્રેષ્ઠ છે; કૃપણતાવાળા, નીચ કે સંકુચિત વિચારવાળા શ્રેષ્ઠ હોતા નથી. (૮) ૧. જાતિ ૨. કુળ ૩. બળ ૪. રૂ૫ ૫. શ્રત ૬. શીલ ૩. ચારિત્રથી સંપન્ન, અસંપન્ન પુરુષની એકવીસ ચૌભંગિઓ કહેવામાં આવેલ છે, જેમાં ઉભય સંપન્ન ત્રીજો ભાંગો શ્રેષ્ઠ છે. (૯) આંબળા, દ્રાક્ષ, દૂધ અને સાકર એમ ચારે ય પ્રકારની મધુરતાની ઉપમા આચાર્યોને આપવામાં આવેલ છે. (૧૦) વૈયાવૃત્ય તેમજ ગણકૃત્ય કરનારની ચૌભંગીઓ કહેવામાં આવેલ છે, તેમાં કર્તવ્ય બજાવી માન(હું પણું) નહીં કરનાર શ્રેષ્ઠ કહેવાય છે. ગુરુ શિષ્યની તેમજ દઢ-ધર્મી વગેરેની આ ચૌભંગીઓ વ્યવહાર સૂત્રની સમાન છે. (૧૧) સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાના વ્રત-પર્યાયની તેમજ આરાધક તથા અનારાધકની ચૌભંગીઓ કહેવામાં આવેલ છે. (૧૨) સાધુ પ્રતિ શ્રાવક– ૧. માતા-પિતા ૨. ભાઈ ૩. મિત્ર ૪. અને શોક્યનું કર્તવ્ય કરનાર હોય છે. અર્થાત્ પોતાના વ્યવહાર-પ્રવૃત્તિ અનુસાર શ્રાવક હોય છે. કાચની સમાન નિર્મલ ચિત્ત, ધજાપતાકાની સમાન અસ્થિર ચિત્ત, સૂંઠા સમાન નમ્રતા રહિત દુરાગ્રહી અને કંટક સમાન કલુષતા યુક્ત દુઃખદાઈસ્વભાવના શ્રમણોપાસક પણ હોય છે. (૧૩) મનુષ્ય લોકથી ૪૦૦ થી ૫૦૦ યોજન ઉપર ગંધ આવવાથી દેવતાઓ મનુષ્ય લોકમાં આવતાં નથી.(ત્રણ ત્રીજા ઠાણામાં કહેલા જ અહીં કહ્યા છે.) (૧૪) મનુષ્યભવમાં કોઈને સંકેત કે વચન આપેલ હોય તો દેવતા મનુષ્ય લોકમાં આવે છે. તે સિવાય ત્રણ-ત્રણ કારણ ત્રીજા ઠાણામાં છે. તે સહિત અહીં કુલ ચારચાર બતાવવામાં આવેલ છે. (૧૫) તીર્થકરના નિર્વાણ સમયે પણ લોકમાં પ્રકાશ થાય છે, જ્યારે અગ્નિના Page #99 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર: ઠાણાંગ સૂત્ર સારાંશ ૯૯ વિચ્છેદ થવાથી અંધકાર થાય છે, તેના પણ ત્રણ ત્રણ કારણ ત્રીજા ઠાણામાં કહેલ છે. કુલ મળી અહીં ચાર-ચાર કારણ કહ્યા છે. (૧૬) સંયમી માટે ચાર દુઃખ શય્યા એટલે દુઃખ અવસ્થા છે–૧.નિગ્રંથ પ્રવચનમાં અશ્રદ્ધા થવાથી ૨. સ્વયંના લાભ કે સુખ શાંતિમાં અસંતુષ્ટ થવાથી. ૩. કામ ભોગોની અભિલાષા રાખવાથી. ૪. શરીર પરિકર્મની અભિલાષા કરવાથી. મનમાંને મનમાં જ સંકલ્પ-વિકલ્પથી ભિક્ષુ દુઃખી થાય છે. (૧૭) સંયમીની ચાર સુખ શય્યા એટલે સંયમીની પ્રસન્નચિત્ત આનંદમય ચાર અવસ્થા છે–૧.દઢ શ્રદ્ધાથી સંયમ પાલન કરવું. ૨. પોતાના લાભ તેમજ સુખમાં સંતુષ્ટ રહેવું. ૩. કામભોગોની અભિલાષાથી મુક્ત રહેવું, વિરક્ત રહેવું૪. ઉત્પન થયેલી બધી જ અશાતાવેદનાને સમભાવ તેમજ મહાન નિર્જરા સમજી ઉત્સાહપૂર્વક સહન કરવી. આ પ્રકારે જીવવાવાળા સાધક સંકલ્પ-વિકલ્પથી રહિત બની સદા સુખી-પ્રસન્ન રહે છે. (૧૮) દીક્ષિત-પ્રવ્રજિત થનાર પુરુષ ચાર પ્રકારના હોય છે–૧. ઉત્કૃષ્ટ વૈરાગ્યથી સંયમ લઈ ઉત્કૃષ્ટ આરાધના કરનાર વગેરે ભંગ સમજી લેવા. આ પ્રકારે વીરતા અને કાયરતાથી ચાર ભંગ થાય છે. (૧૯) પ્રથમ દેવલોકનું ‘ઉડુ' નામનું મધ્યવિમાન ૪૫ લાખ યોજન લાંબુપહોળું છે. અને સમય ક્ષેત્રની સીધમાં છે. (ત્રીજા ઠાણામાં ત્રણ કહેલ છે.) (૨૦) પૃથ્વી, પાણી, અગ્નિ અને સાધારણ વનસ્પતિ જીવોનાં એક શરીર આંખોથી જોઈ શકાતા નથી. (ર૧) આંખ સિવાયની ચારે ઇન્દ્રિયો પોતાના વિષયને સ્પષ્ટ થાય ત્યારે જાણે છે. (રર) ચાર કારણથી અલોકમાં જીવ અને પુદ્ગલ જઈ શકતા નથી. ૧. ગતિ અભાવ ૨. ધર્માસ્તિકાયનો અભાવ ૩. રૂક્ષતા હોવાથી ૪. લોક-સ્વભાવ મર્યાદા હોવાથી. (ર૩) ઉદાહરણ અનેક પ્રકારના હોય છે, તેમાં દોષયુક્ત અને નિર્દોષ પણ હોય છે. મુખ્યત્વે ચાર પ્રકારના હોય છે. ૧. સામાન્ય ૨. એકદેશીય ૩. દોષયુક્ત ૪. ખંડનમાં દેવામાં આવતા વિરોધી ઉદાહરણ. (૨૪) દારિક શરીર જીવરહિત પણ રહે છે તેમજ દેખાય છે અને શેષ ચાર શરીર જીવ રહિત રહેતા નથી તેમજ દેખાતા પણ નથી. (૨૫) હેતુતક પ્રમાણના ૧ર પ્રકાર કહેવામાં આવેલ છે. (ર) અંધકાર કરનાર ચાર–નરકનૈરયિક, પાપ અને અશુભ પુદ્ગલ. દેવલોકમાં પ્રકાશ કરનાર ચાર–દેવ, દેવી, વિમાન અને આભૂષણ. તિરછાલોકમાં પ્રકાશ કરનાર ચાર–ચંદ્ર, સૂર્ય, મણિ, અગ્નિ. Page #100 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત (ચોથો ઉદેશક ) (૧) અપ્રાપ્ત સુખો તથા ભોગો માટે અને પ્રાપ્તના સંરક્ષણ માટે જીવ પ્રયત્નશીલ બની ભટકતો રહે છે. (ર) નારકીઓનો આહાર અત્યંત ગરમ અથવા અત્યંત ઠંડા પુગલોનો હોય છે. તિર્યચનો આહાર શુભ, અશુભ અને માંસ આદિ વિભિન્ન પ્રકારનો હોય છે. મનુષ્યનો આહાર ચાર પ્રકારનો હોય છે– ભોજન, પાણી, ફળ-મેવા અને મુખવાસ, (અશન, પાન, ખાદિમ, સ્વાદિમ.) દેવતાઓનો આહાર ચાર પ્રકારનો છે, ઉત્તમ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળો. (૩) વીંછીનું ઉત્કૃષ્ટ વિષ અધ ભરત ક્ષેત્ર પ્રમાણ હોય છે. તે જ રીતે દેડકાનું ભરતક્ષેત્ર પ્રમાણ, સર્પનું જંબૂદીપ પ્રમાણ, અને મનુષ્યનું અઢીદ્વીપ પ્રમાણ. આ પ્રમાણ સામર્થ્યની અપેક્ષાએ છે. (૪) બધાં જ રોગ વાયુ, પિત્ત અને કફના દોષિત થવાથી થાય છે અથવા ત્રણેયના સંયુક્ત પ્રકોપથી થાય છે. વૈદ્ય, ઔષધ, રોગી અને સેવા કરનારના સુમેળથી ચિકિત્સા સફળ થાય છે. સ્વયંની તેમજ અન્યની ચિકિત્સા કરનારના ચાર ભંગ થાય છે. (૫) ઘણા સાધુ કથન કરે છે પરંતુ તે કથન મુજબ જીવિકા તેમજ માધુકરી વૃત્તિનું પાલન કરતા નથી અને ઘણા જેવું કથન કરે છે, તેવું જ વર્તન-આચરણ કરે. (૬) વાદળના ગરજવા-વરસવાની, વિજળીના ચમકવાની અને સુયોગ્ય સમય તેમજ ક્ષેત્રની ચૌભંગી બને છે. અર્થાત્ બધાં જ વિકલ્પ બને છે. આ પ્રકારે પુરુષ પણ બધા પ્રકારના હોય શકે છે. મેઘ અને માતા-પિતા સંબંધિત ચૌભંગીમાં બતાવવામાં આવેલ છે કે ઘણા માતા-પિતા જન્મદે છે, પરંતુ સંરક્ષણ, ભરણ-પોષણ નથી કરતા. એક જ ક્ષેત્રમાં કે બધાં ક્ષેત્રમાં વરસાદ કરનાર વાદળને રાજાની ઉપમા દેવામાં આવેલ છે. (૭) ચાર પ્રકારના વાદળ હોય છે–૧. દસ હજાર વર્ષ સુધી જમીનને સ્નિગ્ધ કરી દેનાર ૨. એક હજાર વર્ષ સુધી ૩. દસ વર્ષ સુધી ૪. એક વર્ષ સુધી ભૂમિને સ્નિગ્ધ કરી શકનાર. (૮) ૧. ઓછું જ્ઞાન ધરાવનાર આચાર્ય ભંગીની છાબડી (ગમે તેટલું નાખો છતાં હંમેશાં ખાલી રહેતું પાત્ર) સમાન છે. ૨. ઓછું જ્ઞાન હોવા છતાં પણ વાણી ચાતુર્યવાળા વેશ્યાના કરંડક સમાન છે. ૩. સ્વસમય, પરસમયના જ્ઞાતા ચારિત્રનિષ્ઠ આચાર્યશેઠના આભૂષણો, સોના, રત્નની પેટી સમાન છે. ૪. આચાર્ય પદવીને યોગ્ય સર્વગુણ સંપન્ન આચાર્ય રાજ ભંડાર સમાન શ્રેષ્ઠ છે. તે જ પ્રકારે Page #101 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર: ઠાણાંગ સારાશ સૂત્ર વિશાળ છાયા, પરિવારવાળા વૃક્ષ સમાન ઉપમાવાળા આચાર્ય શ્રેષ્ઠ છે. (૯) માર્ગ ગમનની અપેક્ષાએ ભિક્ષાચરોના ચાર પ્રકાર છે. (૧૦) મીણ, લાખ, લાકડી, માટીના ગોળા સમાન મનુષ્યના હૃદયની કોમળતા, કઠોરતાનું અંતર હોય છે. લોઢા આદિના ગોળા સમાન મનુષ્ય ભારે કર્મી આદિ હોય છે. સોના, ચાંદી વગેરેના ગોળા સમાન મનુષ્યની ગુણ સંપન્નતા તથા હૃદયની નિર્મલતા ઉચ્ચ, ઉચ્ચતર હોય છે. ૧૦૧ (૧૧) દેવ, દેવી, મનુષ્ય અને મનુષ્યાણી, આ સર્વેયનો પણ પરસ્પર સહવાસ, સંભોગ થઈ શકે છે. (૧૨) શરીર કૃશ અને કષાયનો પણ કોઈ એકાંત સંબંધ નથી. બધા ભંગ સંભવ છે. તે જ રીતે જ્ઞાન-વિવેક, આચરણ-વિવેક અને હૃદય-વિવેકમાં પણ બધા વિકલ્પ સંભવે છે. (૧૩) ચારિત્ર પાલન કરવા છતાં— ૧. ક્રોધી થવાથી ૨. ક્લેશી થવાથી ૩. આહાર વગેરે માટે તપસ્યા કરવાથી ૪. નિમિત્ત-હાનિ લાભ વગેરે બતાવવાથી, જીવ અસુરત્વને પ્રાપ્ત કરે છે. ૧. પોતાની પ્રશંસા ૨. પરનિંદા-પરદોષ કથન ૩. ભસ્મ કર્મ–રક્ષા પોટલી વગેરે કરવાથી તથા ૪. કૌતુક કર્મ–મંત્રિત જળ વગેરે પ્રયોગ કરનાર સાધક આભિયોગિક એટલે નોકર દેવ બને છે. મિથ્યા માર્ગનો ઉપદેશ, મોક્ષ માર્ગમાં અંતરાય, કામભોગની અભિલાષા, નિદાનકરણથી જીવ મોહ કર્મમાં વૃદ્ધિ કરી દુર્લભ બોધિ બને છે. ૧. અરિહંત ૨. અરિહંત ધર્મ ૩. આચાર્ય આદિ ૪. સંઘ વગેરેના અવગુણ ગાવાથી જીવ કિલ્વિષક દેવ બને છે અને કાળાંતરે મૂંગા પશુની યોનિમાં જન્મ ધારણ કરે છે. (૧૪) સંકલ્પ તેમજ પરિસ્થિતિની અપેક્ષાએ ૨૮ પ્રકારની પ્રવ્રજ્યા કહેવામાં આવી છે. (૧૫) ચાર સંજ્ઞાઓ ઉત્પન્ન થવાના ચાર-ચાર કારણો છે. જેમાં એક-એક વિશેષ કારણ છે યથા-૧. પેટ ખાલી હોવાથી– આહાર સંજ્ઞા ૨. કમજોર મનના કારણે– ભય સંજ્ઞા ૩. લોહી, માંસ, વીર્યની વૃદ્ધિથી– મૈથુન સંજ્ઞા ૪. પરિગ્રહના સંગ્રહને કારણે તથા તેનો ત્યાગ ન કરવાથી– પરિગ્રહ સંજ્ઞા; આ રીતે ચારે ય સંજ્ઞા ઉત્પન્ન થાય છે. આ ચારેયમાં સામાન્ય ત્રણ કારણ એ છે કે તે-તે સંબંધી કર્મ ઉદયથી તેમજ જોવાથી, સાંભળવાથી, ચિંતન કરવાથી અને તત્સંબંધી વાર્તા કરવાથી; ઉપરોક્ત કારણ ન હોવા છતાં પણ આ સંજ્ઞાઓ ઉત્પન્ન થાય છે. (૧૬) પૂર્ણ-અપૂર્ણ, કુરૂપ-સુરૂપ, પ્રિય-અપ્રિય કુંભ સમાન મનુષ્ય પણ ગુણોથી Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧૦ર | મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત પૂર્ણ-અપૂર્ણ આદિ હોય છે. ૧. ફૂટેલર. જૂના ૩. ઝરતું હોય તેવા અને ૪. લક્ષણ સંપન્ન ઘડા સમાન ચારિત્ર પણ ચાર પ્રકારના હોય છે. જેમ કે-૧.'મૂળ' પ્રાયશ્ચિત યોગ્ય ૨. 'છેદ' પ્રાયશ્ચિત યોગ્ય ૩. સૂક્ષ્મ અતિચાર ૪. નિરતિચાર-સર્વથા શુદ્ધ ચારિત્ર. (૧૭) મધના ઘડા અને ઝેરના ઘડા અથવા ઢાંકણા સમાન મનુષ્યના હૃદય અને જીભ પણ મીઠા તેમજ કડવા હોય છે. હૃદય અને વચન બંને મિષ્ટ અને કલુષતા રહિત હોય; એ શ્રેષ્ઠ છે. (૧૮) આકસ્મિક ઘટનાઓને આત્મકૃત ઉપસર્ગ સમજવો જોઈએ; દેવ, મનુષ્ય અને તિર્યચે સર્જેલા ઉપસર્ગથી આ ઉપસર્ગ અલગ પ્રકારનો એટલે કે ચોથા પ્રકારનો ઉપસર્ગ(વિશેષ કષ્ટ) છે. આંખમાં ધૂળ પડવી, પગમાં કાંટો વાગવો, ક્યાંયથી પડી જવાથી, અંગોપાંગ શૂન્ય થઈ જવાથી, સાંધાઓ બંધાઈ જવાથી થનાર કષ્ટ પણ આત્મ સમુત્ય ઉપસર્ગ છે. ૧.દેવતા- કુતૂહલ, દ્વેષ, પરીક્ષા અથવા મિશ્ર હેતુથી ઉપસર્ગ કરે છે. ૨. મનુષ્ય-કુતૂહલ, દ્વેષ, પરીક્ષા અથવા કુશીલ સેવન માટે ઉપસર્ગ કરે છે. ૩. તિર્યચ– ભય, દ્વેષ, આહાર, પોતાના બચ્ચાં કે સ્થાનના રક્ષણ અર્થે ઉપસર્ગ કરે છે. ૪. સ્વતઃ કર્મોના ઉદયથી. (૧૯) સંઘ ચાર કહ્યા છે–૧. શ્રમણ ૨. શ્રમણી ૩. શ્રાવક૪. શ્રાવિકા. એટલે કે ચારેય મળે ત્યારે સંઘ કહેવાય છે. (૨૦) દ્રવ્યથી પરિગ્રહ મુક્ત અને ભાવથી આસક્તિ- મમત્વ રહિત સાધુ જ મુક્ત અને મુક્તરૂપ થાય છે. (ર૧) સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વની ક્રિયા સિવાય બધી જ ક્રિયાઓ લાગી શકે છે. (૨૨) ક્રોધથી, ઈર્ષાથી, ઉપકાર ન માનવાથી અર્થાત્ અકૃતજ્ઞ બનવાથી, તેમજ દુરાગ્રહથી ગુણોનો નાશ થઈ જાય છે. ગુણ ગ્રહણના અભ્યાસથી, સ્વચ્છંદતાના ત્યાગથી, ઉપકાર કરવાથી અને ઉપકારનો બદલો ઉપકારથી વાળવાથી ગુણોની વૃદ્ધિ થાય છે. (૨૩) ધર્મના દ્વાર ચાર છે– ૧. ક્ષમાભાવ ૨. સરળતા ૩. લઘુતા-નમ્રતા ૪. નિર્લોભતા. (૨૪) ૧. મહા આરંભથી ૨. મહા પરિગ્રહથી ૩. માંસાહારથી ૪. પંચેન્દ્રિય વધથી; નરકના આયુષ્યનો બંધ પડે છે. ૧. કપટ ૨. ઠગાઈ ૩. જૂઠાવચન અને ૪. જૂઠા લેખ લખવાથી તિર્યંચના આયુષ્યનો બંધ પડે છે. ૧. ભદ્રતાર. વિનય૩. દયાળુ, સહૃદયતા અને ૪.મત્સર (ઈર્ષ્યા-અસૂયા) Page #103 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર: ઠાણાંગ સૂત્ર સારાંશ ભાવરહિત થવાથી મનુષ્યના આયુષ્યનો બંધ પડે છે. ૧. સરાગ સંયમ (છઠ્ઠા, સાતમા ગુણસ્થાનકના સંયમ)થી ૨. શ્રાવકપણાથી ૩. બાલ(અજ્ઞાન) તપથી ૪. અકામનિર્જરા(અનિચ્છાથી ભૂખ, તરસ સહન કરવી, બ્રહ્મચર્ય પાલન)થી દેવના આયુષ્યનો બંધ થાય છે. (૨૫) વાદ્ય, નૃત્ય, ગીત, માળા, અલંકાર, નાટક વગેરે ચાર-ચાર પ્રકારના છે. (૨૬) કાવ્યના ચાર પ્રકાર છે– ૧. ગધકાવ્ય (છંદરહિત) મુક્તક કાવ્ય વગેરે ર. પદ્યકાવ્ય (છંદ યુક્ત) દોહા, શ્લોક વગેરે ૩. કલ્પકાવ્ય ઢાલ, ચોપાઈ વગેરે ૪. ગેય કાવ્ય ગાયન વગેરે. ૧૦૩ (૨૭) પાંચમાથી આઠમા દેવલોક સુધીના ચાર દેવલોક પૂર્ણ ગોળાકાર છે. બાકીના આઠ દેવલોક અર્ધ ચંદ્રાકાર છે. (૨૮) ચાર સમુદ્રનું પાણી સ્વતંત્ર રસવાળું છે, જેમ કે- લવણ સમુદ્ર, વરુણ સમુદ્ર, ક્ષીર સમુદ્ર, દ્યુત સમુદ્ર અને તેના પાણી અનુક્રમે નમક, દારૂ, દૂધ અને ઘી જેવા સ્વાદ તેમજ ગુણવાળા છે. વૃક્ષ, શુદ્ધ-વસ્ત્ર, સત્યવાદી, શુચિ-વસ્ત્ર, ગરીબ-પુરુષ, યાન, ઘોડા, સૂર, યુગ્મ, જુમ્મા, સારથી, ઘોડા, હાથી, પુષ્પ વગેરેની પુરુષ સાથે ઉપમાયુક્ત અનેક ચૌભંગીઓ કહેવામાં આવી છે. ઘાવ સંબંધી તેમજ શ્રેષ્ઠ અને પાપી, પ્રજ્ઞાપક-પ્રભાવક, મિત્ર-અમિત્ર, સંવાસ, જળ તરવૈયા સંબંધી અનેક ચોભંગીઓ કહેવામાં આવી છે. સમવસરણ, દેવોના વર્ણ-અવગાહના, ગતાગત, ગર્ભ, કર્મબંધ, બેઇન્દ્રિય આદિ જીવોની હિંસા, અહિંસાથી સંયમ, અસંયમ, આવર્ત, નક્ષત્રોના તારા તેમજ પુદ્ગલ સંબંધી ચાર-ચાર સંખ્યાવાળા વર્ણન છે. ચાર ધ્યાન અને તેના ચાર-ચાર ભેદ, આલંબન, લક્ષણ, ભાવના વગેરેનું વિસ્તૃત વર્ણન છે. દ્વીપ, ક્ષેત્ર, પર્વત, નદી, દ્રહ તેમજ છપ્પન અન્તર્રીપોનું વિસ્તૃત વર્ણન છે. તૃણ વનસ્પતિ, અતિકાય, અજીવ, અસ્વાધ્યાય, પ્રાયશ્ચિત્ત, કાળ વગેરે વિવિધ વિષયોનું કથન પણ છે. એ પ્રકારે આ ચોથું અધ્યયન સૈદ્ધાંતિક, ભૌગોલિક, પ્રાકૃતિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક એમ અનેક વિષયોનો ભંડાર છે. પાંચમા સ્થાનનો સારાંશ : પ્રથમ ઉદ્દેશક (૧) કાયોત્સર્ગ પ્રતિમા પાંચ છે— ૧. ભદ્રા ૨. સુભદ્રા ૩. મહાભદ્રા ૪. સર્વતોભદ્રા પ. ભદ્રોત્તરા. તેમાં અમુક દિશા, વિદિશા તરફ મોઢું રાખીને અથવા તે દિશામાં જઈને નિર્ધારિત સમયનો કે અહોરાત્રનો કાયોત્સર્ગ કરવો.(૨) ઇન્દ્ર, બ્રહ્મા, શિલ્પ, સમ્મતિ અને પ્રજાપત્ય; એ પાંચ સ્થાવરકાયના અધિપતિ દેવ છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત (૩) અવધિજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે જો ભય, વિસ્મય આદિથી સાધક વિચલિત થઈ જાય તો તે સમયે જ તે જ્ઞાન નષ્ટ થઈ જાય છે. ચિત્ત ચંચળ થવાના કારણોમાં ૧. અત્યધિક જીવ, ૨. ભયાનક વિકરાળ જીવ, ૩. દેવની ઋદ્ધિ તથા ૪. નિધાન વગેરે નિમિત્તભૂત બને છે. ૧૦૪ (૪) પ્રથમ અને અંતિમ તીર્થંકરના શાસનમાં ધર્મને સમજવો, પાલન કરવું, પરીષહ સહેવા; એ બધું દુષ્કર (કઠિન) હોય છે, જ્યારે મધ્યમ તીર્થંકરોના શાસનમાં સુગમ હોય છે. (૫) ૧. મહાદોષ સ્થાનનું સેવન કરવાથી ૨. આલોચના ન કરવાથી ૩. પ્રાયશ્ચિત્ત સ્વીકાર ન કરવાથી ૪. પ્રાયશ્ચિત્ત વહન ન કરવા અને પ. દુસ્સાહસ– ખોટું સાહસ કરી મર્યાદાઓનું ઉલ્લંઘન કરવાથી. આવી વૃત્તિવાળા ભિક્ષુ સાથે સંબંધ વિચ્છેદ કરી શકાય છે. (૯) કુલ, ગણ, સંઘમાં ભેદ પાડવાની દૂષિત મનોવૃત્તિ, હિંસકવૃત્તિ, બીજાની ભૂલો છિદ્રો જોવાની વૃત્તિ, તેમજ વારંવાર પ્રશ્ન, કુતૂહલ, નિમિત્તવૃત્તિ કરવાથી દશમું પ્રાયશ્ચિત્ત આવે છે. (૭) ૧. આચાર્ય-ઉપાધ્યાય ગચ્છમાં આજ્ઞા-ધારણાનું પાલન ન કરાવી શકે. ૨. વિનય-વ્યવહારનું પાલન ન કરાવી શકે. ૩. યથાસમયે વાચના ન દઈ શકે. ૪. બીમારની સેવા સારી રીતે ન કરાવી શકે. ૫. પોતાને યોગ્ય લાગે તેમ કરે પરંતુ કોઈની સલાહ લે નહિ, સાંભળે નહિ, તો ગચ્છ અશાંત તેમજ છિન્ન-ભિન્ન થઈ જાય છે. (૮) સામાન્ય રીતે બેસવાના પાંચ પ્રકાર છે. જેમ કે ૧. બંને પગ ઉપર ૨. બંને પંજા ઉપર ૩. બંને પગ અને પુત ને ભૂમિ ઉપર લગાવીને ૪. પલાંઠી લગાવીને ૫. અર્ધ પલાંઠી લગાવીને(અથવા ૪. પદ્માસન ૫. અર્ધપદ્માસન) (૯) કુશીલ સેવનનો સંતોષ પાંચ પ્રકારે થઈ શકે છે ઃ ૧. મૈથુન સેવનથી ૨. આલિંગનથી ૩. કામભાવથી રૂપમાં તલ્લીન થવાથી ૪. કામભાવથી શબ્દમાં તલ્લીન થવાથી. ૫. કામભાવના ચિંતનમાં તલ્લીન થવાથી. (૧૦) દેવોને પણ પાંચ-પાંચ સંગ્રામિક સેના અને સેનાપતિ હોય છે. (૧૧) જાતિ, કુળ, કર્મ, શિલ્પ બતાવીને તેમજ લિંગ દ્વારા આજીવિકા કરનાર પાંચ આજીવક હોય છે. - (૧૨) પાંચ રાજ-ચિન્હ છે- છત્ર, ચામર, ખડ્ગ, મુગટ તેમજ મોજડી. (૧૩) નીચેના સંકલ્પોથી પરીષહ સહન કરવા– ૧. આ પુરુષ કર્મને આધીન કે ઉન્મત અવસ્થામાં છે, અજ્ઞાની છે, તેથી જ પ્રતિકૂળ આચરણ કરે છે. ૨. એ પુરુષ યક્ષાવિષ્ટ છે અથવા દયાપાત્ર કે નાસમજ છે. ૩. મારા જ કર્મો ઉદયમાં આવ્યા Page #105 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર: ઠાણાંગ સારાંશ સૂત્ર છે, તેને ભોગવવા જ પડશે. તે પુરુષ તો નિમિત્ત માત્ર છે. ૪. જો હું સાધુ થઈને જ પરીષહ સહન નહી કરું તો એકાંત પાપકર્મોનું ઉપાર્જન થશે. પરીષહ સહન કરી લેવાથી મારા કર્મોની મહાનિર્જરા થશે, અંતે તો મને જ એકાંતે લાભ થશે. ૫. મારા સહન કરવાના ઉદાહરણને આદર્શ રૂપ રાખી બીજા સાધુ પણ નિર્જરા લાભ પ્રાપ્ત કરશે. (૧૪) કેવળીના જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ અને વીર્ય તેમ પાંચ અણુત્તર હોય છે. બીજો ઉદ્દેશક (૧) સાધુ પાંચ કારણથી નૌકા વગેરે દ્વારા ગંગા નદી જેવી મોટી નદીઓ પાર કરી શકે છે– ૧. કોઈ પણ પ્રકારનો ભય હોય. ૨. દુર્ભિક્ષ હોય. ૩. કોઈ પાણીમાં ફેંકી દે. ૪. પૂર આવવાથી ૫. અનાર્યોનો ઉપદ્રવ થવાથી. ૧૦૫ (૨) ચાર્તુમાસમાં પણ વિહાર કરવાના દસ કારણો– પાંચ ઉપર મુજબ ૬-૮. જ્ઞાન-દર્શન-ચારિત્ર માટે. ૯. આચાર્યના કાળ કરી જવાથી. ૧૦. વૈયાવચ્ચ માટે. (૩) જરૂરી કાર્ય કે પરિસ્થિતિમાં ભિક્ષુ રાજાના અંતઃપુરમાં જઈ શકે છે. (૪) મૈથુન સેવન કર્યા વિના ગર્ભ ધારણના પાંચ કારણો છે— ૧. શુક્ર પુદ્ગલ પ્રક્ષિપ્ત હોય તે સ્થાન ઉપર અવિધિએ બેસવાથી. ૨. શુક્ર યુક્ત વસ્ત્ર યોનીમાં દાખલ થવાથી. ૩. જાતે જ કોઈ સ્ત્રી શુક્ર પુદ્ગલને યોનિમાં દાખલ કરી દે. ૪. બીજી કોઈ વ્યક્તિ દાખલ કરાવી દે. ૫. નદીમાં સ્નાન કરતી વખતે કોઈ શુક્ર પુદ્ગલ યોનીમાં દાખલ થઈ જાય. (૫) મૈથુન સેવન કરવા છતાં પણ ગર્ભ ધારણ નહીં થવાના કારણો ઃ ૧. અપ્રાપ્ત યૌવન ૨. અતિક્રાંત યૌવન ૩. વાંઝણી સ્ત્રી ૪. રોગથી પીડિત ૫. શોક આદિથી ઘેરાયેલ ૬. સદા ઋતુતિ રહેનાર ૭. ઋતુતિ ન થનાર ૮. નષ્ટ ગર્ભાશયવાળી ૯. અનંગક્રીડા કરનાર સ્ત્રી ૧૦. ક્ષીણ શક્તિ ગર્ભાશયવાળી ૧૧. દેવતા વગેરેના શ્રાપવાળી. (૬) મકાનના અભાવથી, દેવ, મનુષ્ય, તિર્યંચ સંબંધી ભયના કારણથી કયારેક સાધુ-સાધ્વી એક જ મકાનમાં એક-બે દિવસ માટે રહી શકે છે. (૭) નગ્ન કે સવસ્ત્ર પાગલ, યક્ષાવિષ્ટ કે બાળક સાધુને; કારણવશ સાધ્વી પોતાની પાસે રાખી શકે છે, તેમજ તેવી સાધ્વીને સાધુ પણ પોતાની પાસે રાખી શકે છે. (૮) મિથ્યાત્વાદિ પાંચ આશ્રવ અને સમકિત વગેરે પાંચ સંવર છે. ક્રિયાઓ ૨૫ છે. ૧. પ્રયોગ ક્રિયા ૨. સામુદાન ક્રિયા ૩. ઇરિયાવહી ક્રિયા અને બાકીની રર ક્રિયા બીજા સ્થાનમાં જોઈ લેવી. (૯) પાંચ વ્યવહારોનો યોગ્ય ક્રમથી અને અનાગ્રહ ભાવથી ઉપયોગ કરવો Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત . ના જ જામ રામ રામ રામ - નવા કરાર જોઈએ, ત્યારે જ આરાધના થાય છે. સ્પિષ્ટીકરણ માટે જુઓ વ્યવહાર સૂત્ર (૧૦) શરીર અને ઉપકરણોના પરિકર્મ(ધોવું, સીવવું વગેરે)થી તેમજ વધુ ઉપકરણો રાખવાથી પણ સંયમનો ઉપઘાત (ક્ષતિ) થાય છે અને પ્રમાદમાં સમય વ્યતીત થાય છે. (૧૧) ધર્મ, ધર્મજન અને ધર્મફળની નિંદા કરવાથી જીવદુર્લભ બોધિ (કઠિનતાથી જ્ઞાનાવરણીય કર્મ તોડી શકે તેવો) થાય છે. તેનાથી વિપરીત, ગુણ કીર્તન કરવાથી જીવ સુલભ બોધિ થાય છે. (૧૨) વનસ્પતિ ઊગવાના પસ્થાન–૧. અગ્ર ૨. મૂળ ૩. સ્કંદ૪. પર્વપ.બીજ. (૧૩) પાંચ આચાર પ્રકલ્પ(નિશીથ સૂત્રની અપેક્ષા) છે– ૧. લઘુ માસિક પ્રાયશ્ચિત્ત સ્થાન. ૨. ગુરુ માસિક પ્રાયશ્ચિત્ત સ્થાન. ૩. લઘુ ચોમાસી ૪. ગુરુ ચોમાસી પ. આરોપણ. તેમાં ક્રમશઃ ચાર, એક, આઠ, છ તેમજ એક ઉદ્દેશક છે. (૧૪) આરોપણાના પાંચ પ્રકાર છે–૧. વહન કરાવવામાં આવનાર ૨. સ્થાપિત રાખનાર ૩. થોડો સમય ઓછો કરવામાં આવનાર૪. પરિપૂર્ણ દેવામાં આવનાર ૫. શીધ્ર વહન કરાવવામાં આવનાર. (૧૫) ત્રીષભદેવ ભગવાન, બ્રાહ્મી, સુંદરી, ભરત, બાહુબલી એ પાંચેયની ૫૦૦ ધનુષની ઊંચાઈ હતી. (૧) અવાજથી, સ્પર્શથી, ભૂખ લાગવાથી, સ્વપ્ન જોવાથી અને ઊંઘ પૂરી થવાથી સૂતેલી વ્યક્તિ જાગી જાય છે, મળ-મૂત્રની બાધા ઘવાથી કે વેદના થવાથી પણ વ્યક્તિ જાગી શકે છે. (૧૭) કોઈ પશુ-પક્ષી સાધ્વીને પરેશાન, ત્રસ્ત કરે તો સાધુ તેને સહારો દઈ શકે છે, પકડીને સુરક્ષિત કરી શકે છે, અન્ય કારણ બૃહત્કલ્પ સૂત્રમાં જોવા. (૧૮) આચાર્ય - ઉપાધ્યાય પાંચ કારણથી ગચ્છ છોડી શકે છે. ૧. અનુશાસન બરાબર ન ચાલવાથી. ૨. ગણમાં વિનયનું પાલન બરાબર ન કરાવી શકવાથી. ૩. વાચનાદાન પ્રવૃત્તિ બરાબર ન થઈ શકવાથી. ૪. કોઈ નિર્ચથી પ્રત્યે આસક્તિ ભાવ, અસંયમ ભાવ થઈ જવાથી. ૫. મિત્ર, કુટુંબી વગેરે ગણમાંથી નીકળી જતા તેમને પુનઃ લાવવા કે સંભાળવા માટે. (ત્રીજો ઉદેશક) (૧) પાંચ દ્રવ્યો અસ્તિકાય છે અને તેના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ગુણથી પાંચ-પાંચ ભેદ છે. કાળ દ્રવ્ય અસ્તિકાય નથી. (ર) મુંડન દસ છે – પાંચ ઇન્દ્રિય મુંડન (નિગ્રહ), ચાર કષાય મુંડન અને દશમું શિર મુંડન. Page #107 -------------------------------------------------------------------------- ________________ १०७ આચારશાસ્ત્ર : ઠાણાંગ સારાંશ સૂત્ર (૩) પાંચ અગ્નિ-- ૧. અંગાર-ધગધગતો અગ્નિ પિંડ ૨. જ્વાલા-છિન્ન શિખા ૩. મુર્મર-ભસ્મ યુક્ત અગ્નિ કણ ૪. અર્ચિ--અશ્ચિન્ન જ્વાળા ૫. અલાત બળતી લાકડી, છાણું વગેરે. (૪) પાંચ અચિત વાયુ-- ૧. કોઈ પણ પદાર્થને પટકવા-ઝાટકવાથી ઉત્પન્ન થતો વાયુ ૨. ધમણ, ફૂંકણીથી ઉત્પન્ન વાયુ ૩. કોઈ ચીજ દબાવવાથી કે નિચોવવાથી નીકળતો વાયુ ૪. શરીરગત વાયુ, ઉચ્છ્વાસ, નિઃશ્વાસ, ઓડકાર, વાયુ છૂટ, છીંક વગેરેનો વાયુ ૫. પંખો ચાલવાથી ઉત્પન્ન વાયુ. (૫) સંયમ પાલનમાં ઉપકારક પાંચ છે— ૧. છ કાય ૨. ગચ્છ ૩. રાજા ૪. ગૃહસ્થ ૫. શરીર. (૬) કોઈક સમયે અથવા હંમેશાં કામ આવનારી વસ્તુને નિધિ કહેવામાં આવે છે, તે ૧. પુત્ર ૨. મિત્ર ૩. શિલ્પ-કલા ૪. ધન ૫. ધાન્ય, તેમ પાંચ છે. (૭) શુદ્ધિ-પવિત્રતા પાંચ પ્રકારની હોય છે– ૧. અશુચિની શુદ્ધિ- માટીથી ૨. મેલની શુદ્ધિ પાણીથી ૩. વાસણની શુદ્ધિ અગ્નિ કે રાખથી ૪. મનની શુદ્ધિમંત્રથી ૫. આત્માની શુદ્ધિ બ્રહ્મચર્યથી થાય છે. (૮) અચેલ હોવાથી પાંચ શ્રેષ્ઠ લાભ- ૧. ઓછું પ્રતિલેખન ૨. લઘુતાઉપકરણોને સંભાળવા અને વિહારમાં ઉઠાવવા ઓછા ૩. પરિગ્રહ રહિતતા રૂપ(વેષ) ઉપર વિશ્વાસ ૪. વિપુલ તપ થાય છે અને જિન મત અનુસાર તપ થાય છે. ૫. મહાન ઇન્દ્રિય નિગ્રહ, પરીષહ વિજય થાય છે. (૯) મૃત્યુ સમયે જીવ પાંચ સ્થાનેથી નીકળે છે– ૧. પગેથી નીકળનાર જીવ નરકમાં જાય છે. ૨. ઘૂંટણ ઉપરના પગમાંથી નીકળનાર, જીવ તિર્યંચમાં જાય છે. ૩. છાતીએથી નીકળનાર મનુષ્યલોકમાં જાય છે. ૪. મસ્તકથી નીકળનાર જીવ દેવલોકમાં જાય છે. ૫. સર્વાંગથી નીકળનાર જીવ મોક્ષમાં જાય છે. (૧૦) પચ્ચક્ખાણ શુદ્ધતા- ૧. શ્રદ્ધાપૂર્વક ગ્રહણ ૨. વિનય યુક્ત ગ્રહણ ૩. વચનથી સ્વીકાર તેમજ અંતિમ ઉચ્ચારણ ૪. શુદ્ઘ-નિરતિચાર પાલન ૫. ભાવશુદ્ધ-- રુચિપૂર્વક, સમજપૂર્વક, ઉત્સાહયુક્ત ગ્રહણ, ધારણ અને પાલન. (૧૧) સૂત્ર અધ્યયનના હેતુ અથવા લાભ- ૧. તત્ત્વોથી જ્ઞાન, વિજ્ઞાન થાય છે. ર. શ્રદ્ધાની શુદ્ધિ થાય છે. ૩. ચારિત્ર આરાધનાના પરિણામોને બળ મળે છે. ૪. પ્રાપ્ત શુદ્ધ જ્ઞાન, કદાગ્રહ જડતાને નિર્મૂળ કરવામાં, સુલટાવવામાં સહાયક બને છે. ૫. પદાર્થોના યથાર્થ ભાવનું જ્ઞાન થાય છે. (૧૨) સૂત્ર અધ્યાપન (વાંચણી)નો હેતુ અથવા લાભ- ૧. શ્રુત-સંપન્ન શિષ્યોની વૃદ્ધિ થાય છે. ર. શિષ્યને યોગ્યતા સંપન્ન બનાવવાથી તેની પર ઉપકાર થાય છે તેમજ પોતાનું કર્તવ્ય પાલન થાય છે. ૩. કર્મોની નિર્જરા થાય છે. ૪. પોતાનું Page #108 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત જ્ઞાન મજબૂત બને છે. ૫. શ્રુત પરંપરા જૈન શાસનમાં અસ્ખલિત ચાલે છે. (૧૩) પાચં તીર્થંકર કુમારવાસમાં (રાજા થયા વિના) દીક્ષિત થયા. ૧. વાસુપૂજ્ય ૨. મલ્લી ૩. અરિષ્ટનેમિ ૪. પાર્શ્વનાથ ૫. મહાવીર. આ સ્થાનમાં પાંચની સંખ્યાને સંબંધિત અન્ય આગમોમાં આવતાં કે ન આવતાં અન્ય પણ અનેક વિષય છે. જેમકે— મહાવ્રત, સમિતિ, આશ્રવ-સંવર, પાંચ ઇન્દ્રિયોના વિષય શબ્દ આદિ, પાંચ સ્થાવર, શરીર, રસ-ત્યાગ તપ, કાયકલેશ તપ, ભિક્ષાચરી, જ્યોતિષી, પરિચારણાઓ, અગ્રમહિષિઓ, સ્થિતિઓ, અજીવ, હેતુ-અહેતુ, અનુત્તર, જિન કલ્યાણક, અનુદ્ઘાતિક, દંડ, પરિક્ષા, સુપ્ત-જાગૃત, દત્તિ, ઉપઘાત, વિશુદ્ધિ, પ્રતિ સંલીનતા, સંવર-અસંવર, આચાર, નિગ્રંથ, દ્રહ, પર્વત, ક્ષેત્ર, અવગાહના, ઋદ્ધિમંત, ગતિ, ઇન્દ્રિયાર્થ, બાદર, ઉપધિ, છદ્મસ્થના અજ્ઞાત તત્ત્વ, મહાનરક, મહાવિમાન, સત્વ, ભિક્ષાચર, ગતિ-આગતિ, બીજ-યોનિ, સંવત્સર, છેદન, અનંતર અનંત, જ્ઞાન, પ્રતિક્રમણ, વિમાનોના વર્ણ, ઊંચાઈ, નદીઓ, સભા, નક્ષત્ર, તારા, કર્મચયાદિ અને પુદ્ગલ વગેરે. છઠ્ઠા સ્થાનનો સારાંશ ૧૦૮ (૧) વ્યવહાર સૂત્રના ત્રીજા ઉદ્દેશકના પ્રથમ સૂત્રમાં ગુણ સંપન્ન ભિક્ષુને ગણ ધારણ કરવાનું (સંઘાડાના પ્રમુખ બનવાનું) કલ્પનીય બતાવેલ છે અને જો ગુણ સંપન્ન ન હોય તો તેને ગણ ધારણ કરી સંઘાડાના પ્રમુખ બની વિચરણ કરવાનું અકલ્પનીય કહેવામાં આવેલ છે. અહીં તેના છ ગુણો બતાવવામાં આવ્યા છે— ૧. શુદ્ધ શ્રદ્ધા સંપન્ન ૨. પૂર્ણ સત્યવાદી ૩. બુદ્ધિમાન ૪. બહુશ્રુત ૫. શારીરિક શક્તિ સંપન્ન ૬. કલેશ રહિત સ્વભાવવાળા. અર્થાત્ શાંત સ્વભાવી, ધૈર્યવાન તેમજ ગંભીર. [વ્યાખ્યાકાર આ ગુણોને આચાર્યથી સંબંધિત કરે છે, પરંતુ આચાર્યની આઠ સંપદા રૂપ જુદા ગુણ કહેવામાં આવેલ છે. તેથી આને સંઘાડા પ્રમુખની યોગ્યતાના લક્ષણો સમજવા જોઈએ. આવા ગુણોના અભાવમાં કોઈને પણ સાધુઓના પ્રમુખ બની વિચરણ કરવું કે ચાતુર્માસ કરવું કલ્પતું નથી. તેને ઉપરોક્ત ગુણ સંપન્ન અન્ય સાધુ-સાધ્વીની નિશ્રામાં જ વિચરણ આદિ કરવું જોઈએ. ગચ્છ પ્રમુખોએ પણ આવા ગુણ રહિત સાધુ-સાધ્વીને સંઘાડા પ્રમુખ બનાવી વિચરણ કરવાની આજ્ઞા ન દેવી જોઈએ. (ર) કાળગત સાધુ કે સાધ્વીઓ માટે આ કૃત્ય કરી શકાય છે— ૧. તેવા મૃત શરીરને ઓરડાની અંદરથી બહાર લાવી શકાય છે. ૨. મકાનની બહાર લાવી શકાય છે. ૩. ગૃહસ્થ તે મૃત શરીરને કાંઈ કરે તો તેની ઉપેક્ષા રાખવી અથવા તેના શરીર અને વસ્ત્રોનું પ્રતિલેખન કરવું. ૪. શબ પાસે રાત્રિ વ્યતીત કરવી. ૫. ગૃહસ્થોને સોપવું ૬. સ્વયં મૌનપૂર્વક એકાંતમાં વિસર્જિત કરવા જવું. Page #109 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર: ઠાણાંગ સૂત્ર સારાંશ ૧૦૯ (૩) વનસ્પતિ વિના બીજના પણ સંમૂર્ણિમ(સ્વતઃ) ઉત્પન્ન થાય છે. (૪) જો આત્મજાગૃતિ આત્માર્થીપણું ન હોય તો ૧. સંયમ પર્યાય જયેષ્ઠતા ૨. શિષ્ય પરિવાર ૩. શ્રુતજ્ઞાન સંપન્નતા ૪. તપ સંપન્નતા ૫. અંતરાય કર્મના ક્ષયથી લબ્ધિવાન થવું . પૂજા, સત્કાર, યશ વગેરે આ બધું જ તેના માટે અહિતકર બને છે. જો આત્મજાગૃતિ અને આત્માર્થીપણું હોય તો આ બધું હિતકર બને છે. આત્માર્થી સાધક આવા નિમિત્તોથી નિર્જરા જ કરે છે. અનાત્માર્થી તેનાથી મોહ, ઘમંડ વગેરે કરી કર્મ બંધ બાંધી પોતાનું અહિત કરે છે. (૫) ૧. અરિહંત ૨. અરિહંત પ્રરૂપિત ધર્મ ૩. આચાર્ય-ઉપાધ્યાય ૪. સંઘના અવર્ણવાદ બોલવાથી તથા પ. પક્ષના પ્રવેશથી તેમજ ૬. મોહ કર્મના ઉદયથી જીવ ઉન્માદ પ્રાપ્ત કરે છે અર્થાત્ પાગલ થઈ જાય છે. (૬) છ પ્રમાદ–૧. મધર. વિષય ૩. કષાય ૪. નિન્દ્રા કે નિન્દા ૫. ધૂત અને દ. પ્રતિલેખન પ્રમાદ, (૭) શાસ્ત્રાર્થના અંગ– ૧. વાદી ૨. પ્રતિવાદી ૩. અધ્યક્ષ ૪. નિર્ણાયક પ. સભ્ય-ગણ ૬. દર્શક-ગણે. શાસ્ત્રાર્થના બે હેતુ છે– ૧. હારજીત અને ૨. સત્ય તત્ત્વ નિર્ણય. પ્રથમ અપ્રશસ્ત વિવાદ છે તેમજ અકલ્પનીય છે અને બીજો યોગ્ય અવસરે કલ્પનીય છે. વિવાદમાં છળ, અનૈતિકતાનું અવલંબન લેવામાં આવે છે. યથા- ૧. ઉત્તર ન આવડવાથી વિષયાંતરમાં જવું ૨. ફરી તે વિષય પર આવવું ૩. અધ્યક્ષને અનુકૂળ બનાવવા ૪. તેના પ્રતિ અસ વ્યવહાર કરવો પ. તેમની સેવા કરી પ્રસન્ન કરવા ૬. નિર્ણાયકોનો બહુમત પોતાની તરફેણમાં કરવો. (૮) છ ઋતુ છે– ૧. પ્રાવૃત્ ઋતુઅષાઢ, શ્રાવણ ૨. વર્ષાઋતુ- ભાદરવો, આસો ૩. શરદઋતુ– કારતક, માગસર ૪. હેમંતઋતુ- પોષ, મહા ૫. વસંતફાગણ,ચૈત્ર ૬. ગ્રીષ્મ- વૈશાખ, જેઠ આમ ક્રમ છે. (૯) તિથિ ક્ષય- ૧. અષાઢી વદમાં ૨. ભાદરવા વદમાં ૩. કારતક વદમાં ૪. પોષ વદમાં ૫. ફાગણ વદમાં દ. વૈશાખ વદમાં. (૧૦) તિથિ વૃદ્ધિ– ૧. અષાઢ સુદમાં ર. ભાદરવા સુદમાં ૩. કાર્તિક સુદમાં ૪. પોષ સુદમાં ૫. ફાગણ સુદમાં છે. વૈશાખ સુદમાં. (૧૧) આહારના સારા પરિણામો ૧. આનન્દ્રિત કરનાર ૨. રસોત્પાદક ૩. ધાતુપૂર્તિ કરનાર ૪. ધાતુ વૃદ્ધિ કરનાર ૫. મદ-મસ્તી દેનાર ૬. શરીર પોષક-ઉત્સાહવર્ધક. (૧ર) છ પ્રકારના ઝેર– ૧. કોઈના કરડવાથી ૨. પોતે જ વિષ ખાઈ લે તો ૩. કોઈના સ્પર્શ કરવાથી ૪. માંસ સુધી અસર કરનાર પ. લોહીમાં અસર કરનાર Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ૬. હાડકા તેમજ મજ્જામાં અસર કરનાર. (૧૩) આયુ બંધ સમયે છ બોલનો બંધ (અથવા પૂર્વબદ્ધનો સંબંધ નિકાચિત) થાય છે— ૧. જાતિ ૨. ગતિ ૩. કર્મોની સ્થિતિ ૪. શરીરની અવગાહના ૫. કર્મ પ્રદેશ અને ૬. તેનો વિપાક(ફળ), આખા ભવ માટેના આ બોલ નિશ્ચિત સંબંધિત થઈ જાય છે. મતલબ કે ગતિ, જાતિ, અવગાહના; એ આયુષ્ય અનુસાર સંબંધિત થઈ જાય છે અને બધા કર્મોની સ્થિતિઓ, પ્રદેશ અને વિપાક આયુષ્ય સાથે નિશ્ચિત થઈ જાય છે. (૧૪) નારકી, દેવતા અને જુગલિયા છ માસનું આયુષ્ય બાકી રહે ત્યારે ‘આયુષ્ય કર્મનો’ બંધ કરે છે. (૧૫) પ્રશ્ન પૂછવાના હેતુ— ૧. સંશય દૂર કરવા માટે ૨. પોતાના અભિનિવેશને રાખી, બીજાના પરાભવ માટે ૩. અર્થ વ્યાખ્યા જાણવા માટે ૪. પોતાના ચિત્તની પ્રસન્નતા કે સંતોષ માટે ૫. જાણવા છતાં પણ બીજાની જ્ઞાન વૃદ્ધિ માટે ૬. પોતાને જાણવા માટે. (૧૬) છ ભાવ- ૧. ઉદય ભાવ- ક્રોધ આદિ૨. ઉપશમ ભાવ- સમ્યક્ત્વ આદિ ૩. ક્ષાયિક ભાવ- કર્મક્ષય, કેવળજ્ઞાન આદિ ૪. ક્ષયોપશમ ભાવ ઃ ચાર જ્ઞાન તથા ઇન્દ્રિય આદિ ૫. અનાદિ સ્વભાવ– આત્માનું જીવત્વ આદિ . મિશ્ર ભાવદ્વિસંયોગી આદિ. (૧૭) પ્રતિક્રમણ— મળ-મૂત્ર આદિ વ્યુત્સર્જનનું, ગોચરીનું, પ્રતિલેખનનું, નિદ્રાનું, દિવસ-રાત્રિ આદિનું, અતિ અલ્પ ભૂલનું અને મરણ સમયનું. તે ઉપરાંત આ અધ્યયનમાં અન્ય આગમોમાં આવેલ વિષયો જ વધારે છે, તેમજ કેટલાક બીજા વિષયો પણ છે, તે આ પ્રકારે છે— નિગ્રંથ-નિગ્રંથી પરસ્પર આલંબન, જ્ઞેય-અજ્ઞેય, સંભવ-અસંભવ, છ કાય, સંસારી-જીવ, ગતિ-આગતિ, જ્ઞાન, શરીર, ઇન્દ્રિયાર્થ, અવગ્રહાદિના ભેદ, સંવર-અસંવર, પ્રાયશ્ચિત્ત, તપ, મનુષ્ય, દ્વીપ, ક્ષેત્ર, પર્વત, નદી, દ્રહ, ફૂટ, કાળ, જ્યોતિષી—ગ્રહ, નક્ષત્ર, તારા, સંઘયણ, સંસ્થાન, ઊંચાઈ, આર્ય, લોક-સ્થિતિ, દિશાઓ, આહાર કરવાના તેમજ ન કરવાના કારણ, પ્રતિલેખનના ગુણ-દોષ, લેશ્યા, અગ્રમહિષી, દિશા કુમારીઓ, ક્ષુદ્ર-પ્રાણી, ગોચરી, મહાનરકના આવાસો, મહાવિમાન, શલાકા પુરુષ, ચંદ્ર અને નક્ષત્રનો સંબંધ, સંયમ-અસંયમ, અવધિજ્ઞાન, ભિક્ષુના અવચન, કલ્પ પ્રસ્તાર, સંયમ-નાશક, કલ્પસ્થિતિ, અંતર-વિરહ કાળ, નક્ષત્રોના તારા તેમજ પુદ્ગલ આદિ 'છ'ની સંખ્યાને સંબંધિત વિષયો છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર ઠાણાંગ સૂત્ર સારાંશ સાતમા સ્થાનનો સારાંશ (૧) ગણાપક્રમણ- ગણાપક્રમણ એટલે ગણનો પરિત્યાગ'. રુચિ અનુસાર અધ્યયન કે અઘ્યાપન રૂપ જ્ઞાન લાભ પ્રાપ્ત ન થાય, રુચિ અનુસાર ચારિત્ર તેમજ ચિત્ત સમાધિની આરાધના ન થાય અથવા પોતાની રુચિ કે શક્તિથી વધુ આચરણનો આગ્રહ હોય તો ભાવ સમાધિના હેતુથી એક ગણને છોડી બીજા ગણનો સ્વીકાર કરવો એ 'ગણાપક્રમણ' છે. સામૂહિક જીવનથી, સંયમમાં કે ચિત્ત સમાધિમાં અસંતોષ હોવાથી એકલા જ ગચ્છ-મુક્ત થઈ વિચરણ કરવું હોય તો ગુરુને નિવેદન કરી ગચ્છ ત્યાગ કરવો પણ 'ગણાપક્રમણ' છે. ૧૧૧ પડિમાઓ, જિનકલ્પ, પરિહાર વિશુદ્ધ ચારિત્ર, અચેલત્વ પ્રતિજ્ઞા આદિ અનેક સાધનાઓ માટે એકલા વિચરણ કરવું એ ગણાપક્રમણ નથી, પરંતુ તે તો આચાર્યની સંપદામાં જ ગણવામાં આવેલ છે. તેઓ ક્રિયા-સાધના પૂર્ણ કરી આવે ત્યારે તેમનું સન્માન સંપૂર્ણ સંઘ કરે છે. સંક્ષેપમાં ગણાપક્રમણ એ પારિસ્થિતિક તેમજ અસંતુષ્ટિપૂર્વક ગચ્છ ત્યાગ છે અને પડિમાઓ વિશિષ્ટ વિશિષ્ટતર તપ આરાધના છે. (૨) વિભગજ્ઞાનના પ્રકાર- ૧. એક દિશાનું ૨. પાંચ દિશાનું ૩. જીવ ક્રિયાથી જ આવૃત છે- કર્મ કાંઈ નથી ૪. જીવ પુદ્ગલમય છે અથવા જીવ અપુદ્ગલમય જ છે, પ. બધા જીવ સુખી છે અથવા દુઃખી છે. . જીવ રૂપી જ છે ૭. હલચલ કરવાવાળા પુદ્ગલો અને જીવોને જોઈને એમ સમજવું કે આ બધા જીવો જ છે. (૩) આચાર્ય–ઉપાધ્યાયનું કર્તવ્ય બને છે કે તેઓ પણ ગણના સાધુ-સાધ્વીઓના જરૂરી વસ્ત્ર, ઉપકરણ વગેરેની પ્રાપ્તિ તેમજ સંરક્ષણ કરે. (૪) ૧. સહેજ પણ હિંસા કરે ૨. જૂઠું બોલે ૩. અદત્ત ગ્રહણ કરે ૪. શબ્દ આદિમાં આનંદિત થાય કે ખિન્ન થઈ જાય. ૫. પૂજા-સત્કારમાં પ્રસન્ન થાય . આ 'સાવધ' છે, તેવું કહીને પણ તેવી સાવધ વસ્તુનું સેવન કરે અને ૭. જેવું બોલે તેવું આચરે નહિ. તો તે કેવળી નહીં, પરંતુ છદ્મસ્થ છે તેમ જાણવું. (૫) સાત નય ૧. ભેદ-અભેદ બંનેને ગ્રહણ કરનાર-- નૈગમનય ૨. કેવળ અભેદને ગ્રહણ કરનાર- સંગ્રહનય ૩. કેવળ ભેદને ગ્રહણ કરનાર વ્યવહારનય ૪. વર્તમાન પર્યાયને સ્વીકાર કરનાર ઋજુસૂત્રનય ૫. લિંગ, વચન, કારકના ભેદથી (ભિન્નતાથી) વસ્તુમાં ભેદ સ્વીકારનાર--- શબ્દનય . પર્યાયવાચી શબ્દોના ભેદથી વસ્તુનો ભેદ સ્વીકાર કરનાર– સમભિરૂઢનય ૭. વર્તમાન ક્રિયામાં પરિણત વસ્તુને જ વસ્તુરૂપે સ્વીકાર કરનાર- એવંભૂતનય Page #112 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત (૬) સાત સ્વર છે અને સાત સ્વરોના સ્થાન છે. આ સ્વરો જીવ અને અજીવ બંનેના હોય છે. આ સ્વરવાળાના લક્ષણો-સ્વભાવ તેમજ લાભ જુદા-જુદા હોય છે. સ્વરોની મૂર્ચ્છનાઓ વગેરે અનેક પ્રકારના વર્ણન છે. (૭) ભૂતકાળની ઉત્સર્પિણીમાં, વર્તમાન-અવસર્પિણીમાં અને ભવિષ્યકાળની ઉત્સર્પિણીમાં સાત-સાત કુલકર થયા અને થશે. (૮) આ અવસર્પિણીના પ્રથમ કુલકર વિમળવાહનના સમયમાં સાતમું કલ્પવૃક્ષ ઉપભોગમાં આવતું હતું અને છ પ્રકારના વૃક્ષો કામમાં આવતાં હતાં. (૯) સાત દંડ નીતિ– ૧. હકાર ર. મકાર ૩. ધિક્કાર ૪. નજર કેદ ૫. નિયત ક્ષેત્રમાં કેદ ૬. જેલ ૭. અંગોપાંગ છેદન. ૧૧૨ (૧૦) ચક્રવર્તીના ચૌદ રત્નો હોય છે. સાત એકેન્દ્રિય અને સાત પંચેન્દ્રિય રત્ન. (૧૧) દુસ્લમ કાળનો પ્રભાવ જાણવા ના બોલ– ૧. અકાળે વરસાદ થવો. ૨. સમયે વરસાદ ન થવો. ૩. અસાધુ(કુસાધુ)ઓનો વધુ આદર થવો. ૪. સાધુઓને ઓછો આદર મળવો. પ. ગુરુજનો પ્રત્યે ભાવોમાં કમી આવવી. ૬. માનસિક દુઃખોની વૃદ્ધિ. ૭. વાચિક દુર્વ્યવહારની વૃદ્ધિ. આનાથી વિપરીત અવસ્થામાં એમ સમજવું કે દુસ્લમ કાળનો પ્રભાવ મંદ છે. (૧૨) અકાળ મરણના સાત નિમિત્ત- ૧. હર્ષ, શોક, ભય વગેરે પરિણામોની તીવ્રતાથી ૨. શસ્ત્રાઘાતથી ૩. આહારની વિપરીતતાથી ૪. રોગની તીવ્ર વેદનાથી પ. પડી જવાથી કે અન્ય દુર્ઘટનાથી ૬. સર્પ આદિ કરડવાથી કે વિષ આદિ ખાઈ જવાથી ૭. શ્વાસ રૂંધાવાથી. (૧૩) સ્ત્રી આદિ ચારવિકથા, ૫. કરુણ રસ આદિ યુક્ત કથા, ૬. દર્શન અને ૭. ચારિત્રના વિધાત કરનારી કથા. આ ત્રણેયને પણ વિકથા સમજવી જોઈએ. બધી જ વિકથાઓથી જ્ઞાનનો વિઘાત થાય છે, તેથી અલગ ભેદ કહેલ નથી. (૧૪) આહાર તેમજ ઉપકરણોમાંથી આચાર્ય, ઉપાધ્યાયને ઉત્તમ-મનોજ્ઞ ઉપકરણ તેમજ આહાર દેવામાં આવે છે. આ બંને અતિશય સહિત અહીં સાત અતિશય કહ્યુ છે. પાંચમા સ્થાનમાં અને વ્યવહાર સૂત્રમાં પાંચ અતિશય કહેલ છે. (૧૫) પ્રત્યેક લોકાંતિક દેવોમાં પ્રમુખ દેવ હોય છે અને સાતસો કે સાત હજાર સદસ્ય દેવો પણ હોય છે. તે સિવાય સામાન્ય દેવો હોય છે. (૧૬) ઇન્દ્રોની સાત સેના— ૧. હાથી ૨. ઘોડા ૩. મહિષ ૪. રથ ૫. પાયદળ ૬. નર્તક ૭. ગંધર્વ સેના અને તેમના અધિપતિ પણ હોય છે. પાયદળ સેનાની સાત કક્ષાઓ હોય છે. (૧૭) પાપ રહિત નિર્દોષ પવિત્ર મન રાખવું, તેમજ નિર્દોષ વચન બોલવું તે પ્રશસ્ત મન-વચનનો વિનય છે. જતનાપૂર્વક બેસવું, સૂવું, પડખું બદલવું, ઉભા Page #113 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર : ઠાણાંગ સૂત્ર સારાંશ ૧૧છે. થવું, ચાલવું, ઉલ્લંઘન કરવું તેમજ બધી જ ઇન્દ્રિયોનું કાર્ય જતનાપૂર્વક કરવું પ્રશસ્ત કાય વિનય છે. (૧૮) લોકોપચાર = વ્યવહાર વિનય- ૧. ગુરુ આદિની સમીપ રહેવું. એમના અભિપ્રાય અનુસાર ચાલવું ૩. કોઈનું પણ કાર્ય કરી દેવું ૪. પ્રતિ-ઉપકાર કરવો ૫. કોણ દુઃખી છે, બીમાર છે, તેનું ધ્યાન રાખવું ૬. દેશ-કાળને જાણી યોગ્ય પ્રવૃત્તિ કરવી ૭. સર્વ પ્રકારે અનુકૂળ વર્તન કરવું. (૧૯) તીર્થંકર પ્રરૂપિત અમૂક સિદ્ધાંતો ખોટા છે, એવું કહીને કે માનીને ભિન્ન પ્રરૂપણા કરનારને 'નિતંવ' કહેવામાં આવ્યા છે. અન્ય પણ અનેક સાત સંખ્યા સંબંધિત વિષયોનું કથન આ અધ્યયનમાં છે. યથા– યોનિસંગ્રહ, ગતિ-આગતિ, પ્રતિમા, આચાર-ચૂલા, અધોલોક સ્થિતિ, બાદર વાયુ, સંસ્થાન, ભય, ગોત્ર, કાય, કલેશ, ક્ષેત્ર, પર્વત, જીવ, ઉત્તમ પુરુષ દર્શનસૂત્ર, છદ્મસ્થ, કેવલી, સંયમ અસંયમ, સ્થિતિ, અગ્રમહિષી, દેવ, નંદીશ્વર દ્વીપ, શ્રેણિઓ, વચન વિકલ્પ, વિનયના ભેદ-પ્રભેદ, સમુદ્યાત, નક્ષત્ર દ્વાર, પુદ્ગલ આદિ. આઠમા સ્થાનનો સારાંશ (૧) પ્રમુખ બની વિચરણ કરનાર માટે છઠ્ઠા સ્થાનમાં કહ્યા પ્રમાણે શ્રદ્ધા, સત્ય, બુદ્ધિમતા વગેરે છ ગુણ અને (૭) ધૈર્યવાન (૮) ઉત્સાહશીલ, આ આઠ ગુણ એકલા વિહાર કરનાર સાધુમાં હોવા જોઈએ. ત્યારે જ તે એકલવિહાર માટે યોગ્ય થાય છે. તાત્પર્ય એ છે કે ભોળા ભદ્રિક, ક્રોધી, ઘમંડી, કલહશીલ, ઉત્સાહહીન, વૈર્યહીન, અબહુશ્રુત વ્યક્તિ એકલવિહાર માટે યોગ્ય હોતા નથી. (૨) અંડજ, પોતજ, જરાયુજ, રસજ, સંસ્વેદ, સંમૂર્છાિમ, ઉભિન્જ, ઔપપાતિક, એ આઠ પ્રકારના જીવ યોનિ-સંગ્રહ છે. (૩) આઠ સમિતિઓ છે : પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ. (૪) આલોચના સાંભળવા માટે યોગ્ય- ૧. આચાર સંપન્ન ર. અતિચારોના અનુભવી ૩. પાંચ વ્યવહારના ઉપયોગના અનુભવી ૪. આલોચનામાં સાહસ ઉત્પન્ન કરનારા ૫. શુદ્ધિ કરાવવા માટે યોગ્ય છે. કોઈની પણ પાસે કોઈ પણ રૂપમાં દોષને પ્રગટ ન કરનાર ૭. દેવામાં આવેલ પ્રાયશ્ચિત્તને વહન કરાવી શકે અથવા સામર્થ્યના જ્ઞાતા ૮.દોષ સેવન તેમજ પ્રાયશ્ચિત્તને ભંગ કરવાથી આવતા ખરાબ પરિણામો સમજાવવામાં સમર્થ. (૫) ૧. ધર્માસ્તિકાય ૨. અધર્માસ્તિકાય ૩. આકાશાસ્તિકાય ૪. શરીર રહિત જીવ. ૫. શબ્દ ૬. ગંધ ૭. હવા ૮, પરમાણુ યુગલને આંખોથી જોઈ શકાતા Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત - ૨. નથી. કેવલી તેને પૂર્ણ રૂપે જાણે છે અને જુવે છે. (૬) ભરત ચક્રવર્તીના રાજ્ય પર બેસનાર આઠ રાજા ક્રમશઃ મોક્ષે સિધાવ્યા. (૭) ભગવાન મહાવીરની પાસે દીક્ષિત થનારા રાજાઓની સંખ્યા કુલ આઠ થઈ. (૮) દરેક લોકાંતિક દેવોની આઠ સાગરોપમની સ્થિતિ (આયુષ્ય) હોય છે. (૯) ત્રણ અસ્તિકાય અને જીવના આઠ મધ્ય(ચક) પ્રદેશ કહેવામાં આવેલ છે. (૧૦) ૧ યોજન = આઠ હજાર ધનુષ પ્રમાણ. (૧૧) ભિક્ષુ નીચેના બોલમાં પ્રયત્નશીલ રહે– ૧. નહીં સાંભળેલા ધર્મ તત્ત્વોને સાંભળવામાં જાણવામાં ૨. સાંભળેલા બોલને ધારણ કરવામાં ૩. નવા કર્મ-બંધ રોકવામાં ૪. તપ દ્વારા પૂર્વ કર્મ ક્ષય કરવામાં પ. નવા-નવા યોગ્ય મુમુક્ષુઓ - આત્માર્થીઓને સંયમ ગ્રહણ કરાવવામાં. ૬. નવદીક્ષિતોની યથાયોગ્ય સંભાળ રાખવામાં ૭. રોગી વૃદ્ધ સાધુની સેવા કરવામાં ૮. ક્લેશને શાન્ત કરવામાં (૧૨) કેવળી સમુદ્યાત આઠ સમયનો હોય છે. તે દરેક કેવળીને નહિ પરંતુ કોઈ કોઈ કેવળીને હોય છે. અન્ય પણ આઠની સંખ્યાને સંબંધિત અનેક વિષયો આ અધ્યયનમાં છે. જેમ કે ગતિ આગતિ, કર્મ, આલોચના, સંવર-અસંવર, સ્પર્શ, લોક-સંસ્થિતિ, ગણિ-સંપદા, મહાનિધિ, પ્રાયશ્ચિત્ત, મદ, વાદી, મહાનિમિત્ત, વિભક્તિઓનું સ્વરૂપ, આયુર્વેદ, મહાગ્રહ, અગ્રમહિષી, સૂક્ષ્મ, દર્શન, કાળ, આહાર, કૃષ્ણરાજી, પૂર્વશ્રુત, ગતિ, દ્વીપ, સમુદ્ર, દ્વાર, કૂટ, કાકણિ રત્ન, જગતી, દિશાકુમારીઓ, દેવલોક, પ્રતિમા, સંયમ, પૃથ્વી,વિમાન, અણુત્તરોપપાતિક, જયોતિષ, બંધ-સ્થિતિ, કુલ કોડી, પાપકર્મ વગેરે. 'નવમા સ્થાનનો સારાંશ (૧) આચાર્ય આદિ સાથે પ્રતિકૂળ પ્રવર્તન કરનાર તેમજ જ્ઞાન-દર્શનચારિત્રનું વિપરીતપણે આચરણ કે પ્રરૂપણા કરનારને સંઘમાંથી અલગ કરી શકાય છે. (૨) સંયમ સાધનામાં બ્રહ્મચર્ય પાલન જરૂરી છે અને બ્રહ્મચર્યની સુરક્ષા માટે ૧. સ્ત્રીઓની અવર-જવરવાળું સ્થાન ૨. સ્ત્રી સંબંધી કથા વાર્તા ૩. સ્ત્રીઓના ૩૫ સૌંદર્ય તેમજ અંગોપાંગનું અવલોકન ૪. તેમના હાસ્ય ગીત વગેરેનું શ્રવણ ૫. મધુર તેમજ ગરિષ્ટ ભોજન ૬. અતિભોજન ૭. શરીર, વસ્ત્રો આદિના સૌંદર્યને વૃદ્ધિ રૂપ સજાવટ કરવી, હાવું ધોવું વગેરે પ્રવૃત્તિઓ ત્યાગવા યોગ્ય છે. ૮. સુખશીલતા તેમજ ઇન્દ્રિયોનું પોતાના વિષયમાં યથેચ્છ પ્રવર્તન ઈત્યાદિનો પરિત્યાગ કરવો શ્રમણને નિતાંત આવશ્યક છે. ૯. પૂર્વ ગૃહસ્થ જીવનના સુખ તેમજ ભોગોનું સ્મરણ પણ ન કરવું જોઈએ. * ક ક : નમક, મરાવ - Page #115 -------------------------------------------------------------------------- ________________ | આચારશાસ્ત્ર: ઠાણાંગ સૂત્ર સારાંશ ૧૧૫ (૩) રોગોથી સુરક્ષિત રહેવા માટે રોગોત્પત્તિના નવ સ્થાનને સમજી તેનું ધ્યાન રાખવું જોઈએ—૧. વધુ બેસી રહેવાથી, એક સાથે વધુ ખાવાથી અથવા વારંવાર ખાતા રહેવાથી ૨. પોતાની અનુકૂળતાથી વિપરીત અથવા સ્વાથ્યના નિયમોથી વિપરીત આસને બેસવાથી અને વિપરીત ખાણી-પાણીથી ૩. વધારે સવાથી કે નિદ્રા લેવાથી ૪. વધારે જાગવાથી ૫/૬, શરીરના કુદરતી આવેગ એટલે કે મળ -મૂત્ર વગેરેના વેગ રોકવાથી ૭. વધુ વિહારથી અર્થાત્ વધારે ચાલવાથી ૮. સમયે-અસમયે ખાવાથી કે ભૂખ્યા રહેવાથી ૯. ઇન્દ્રિયોનો અતિ ઉપયોગ કરવાથી કે અતિ કામ વિકાર સેવનથી. (૪) જેબૂદ્વીપમાં લવણ સમુદ્રમાંથી નવ યોજનના મચ્છ આવ-જા કરી શકે છે. અર્થાત્ એટલા મોટા માર્ગ હોય છે. (૫) વિગય અને મહાવિગય બંને મળી કુલ નવ વિગય છે. () શરીરમાં નવ સોત સ્થાન છે – બે આંખ, બે કાન, બે નાક, મુખ, ગુદા અને મૂત્રન્દ્રિય. (૭) નિમિત્ત વિદ્યા, મંત્ર, વાસ્તુ વિધા, ચિકિત્સા, કલા, શિલ્પ અને પ્રાવચનિક સિદ્ધાંત આદિને પાપ શ્રુતમાં બતાવેલ છે. અર્થાત્ કેવળ આત્મ કલ્યાણને અહિંસા પ્રધાન આગમ જ ધર્મશાસ્ત્રમાં ગણવામાં આવે છે. આત્મ કલ્યાણ સાધના કરનાર માટે ઉપરોક્ત બધા પાપ મૃત ત્યાજ્ય છે. તેને સ્વીકારનાર સાધક આત્મ-સાધનાથી દૂર થઈ જાય છે. (૮) શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ૧૧ ગણધરોના નવ ગણ હતાં. (૯) શ્રમણ નિગ્રંથોના નવ કોટિ શુદ્ધ આહાર હોય છે– ૧. જીવ હનન (ફળ યા બીજ વગેરેનું ભેદન) ૨. અગ્નિ વગેરેથી પકવવું ૩. કરાવવાથી અને અનુમોદન (પ્રશંસા કે ઉપયોગ)થી રહિત આહાર કરે છે. પોતાના માટે કે અન્ય સાધર્મિક સાધુ-સાધ્વી માટે છેદન-ભેદન કરેલ, પકવેલ અને ખરીદેલ આહાર કરનાર શ્રમણ નવ કોટિથી અશુદ્ધ આહાર કરનાર હોય છે. (૧૦) ભગવાન મહાવીરના શાસનમાં નવ જીવોએ તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું– ૧. શ્રેણિક ૨. સુપાર્થ ૩. ઉદાયી ૪. પોટિલ અણગાર ૫. દઢાયુ. શંખ શ્રાવક ૭. શતક શ્રાવક ૮. સુલસા શ્રાવિકા ૯. રેવતી શ્રાવિકા. (૧૧) શ્રેણિક રાજાનો જીવ પ્રથમ નરકમાં ૮૪૦૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મહાપદ્મના રૂપે જન્મ લેશે, ત્યાં તેના અનેક નામો હશે. ત્યારબાદ ભગવાન મહાવીરની જેમ જ ૩૦ વર્ષમાં દીક્ષા અને ૪રમા વર્ષે કેવળજ્ઞાન થશે. ૭ર વર્ષની સંપૂર્ણ ઉંમર થશે. પ્રથમ તીર્થકર બની સંપૂર્ણ કર્મ ક્ષય કરી સિદ્ધ થશે. અહીં તેનું Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત નવમા ઠાણામાં વિસ્તૃત વર્ણન કરવામાં આવેલ છે. (૧૨) પ્રથમ કુલકર ‘વિમળ વાહન’ નવસો ધનુષ ઊંચા હતાં. તે સિવાય નવની સંખ્યાને સંબંધિત અન્ય અનેક વિષય આ અધ્યયનમાં કહેવામાં આવેલ છે, જેમ કે આચારાંગના અધ્યયન, તીર્થંકર, જીવ, ગતિ-આગતિ, દર્શનાવરણીય કર્મ, અવગાહના, જ્યોતિષ, બળદેવ વાસુદેવ, નિધિ, શરીર, પુણ્ય, નિપુણતા, દેવ વર્ણન, નવ ગ્રેવેયક દેવ, આયુષ્ય પરિણામ, પડિમા, પ્રાયશ્ચિત્ત, કૂટ, નક્ષત્ર, વિમાન ઊંચાઈ, શુક્ર ગ્રહ,નો કષાય, કુલ કોડી, પાપકર્મ ચય, પુદ્ગલ વગેરે. દસમા સ્થાનનો સારાંશ (૧) સંસાર અને પાપકર્મ કયારેય સમાપ્ત નથી થતા. જીવ એ અજીવ નથી થતો અને અજીવ એ જીવ નથી બનતો. સ્થાવર અને ત્રસ જીવ બંને હંમેશા રહેશે. લોકની બહાર જીવ નથી અને આવન-જાવન પણ નથી. જીવ વારંવાર જન્મ અને મરણ કરતો રહે છે. દરેક દિશાઓના લોકાંતમાં પુદ્ગલ રૂક્ષ હોય છે અને અન્ય આવનાર પુદ્ગલોને પણ અત્યંત રૂક્ષ ભાવમાં બદલી નાખે છે. તેના કારણે આગળ ગતિ થતી નથી, આ લોક સ્વભાવ છે. (૨) દસ કારણોસર પુદ્ગલ ચલાયમાન થાય છે. (૩) ક્રોધની ઉત્પત્તિ– ૧. મનોજ્ઞ વિષયોનો કોઈ વિયોગ કરે, અમનોજ્ઞ વિષયોનો સંયોગ કરે, તેના ભૂતકાલ આદિના ૯ ભંગ થાય અને ૧૦. સમ્યક્ વ્યવહાર કરવા છતાં પણ કોઈ પ્રતિકૂળ વ્યવહાર કરે તો ક્રોધ આવે. (૪) દસ સંવર– પાંચ ઇન્દ્રિય નિગ્રહ, ત્રણ યોગ નિગ્રહ, ઉપકરણ સંવર અને સૂઈ કુશાગ્ર સંવર. આ દશેયના પ્રતિપક્ષ અસંવર છે. (૫) પાંચ મહાવ્રત અને પાંચ સમિતિ આ દશ સમાધિ સ્થાનો છે. (૬) દશ અભિમાનના પ્રકાર છે— ૧. દેવ આગમનનું ૨. વિશિષ્ટ અવધિજ્ઞાન તથા અન્ય જ્ઞાનનું ૩–૧૦. જાતિ વગેરે ૮ મદ છે. (૭) દીક્ષા લેવાના વિભિન્ન કારણો હોય છે– ૧. સ્વયંના વૈરાગ્ય ભાવોથી ૨. રોષના કારણોસર ૩. દરિદ્રતાના કારણે ૪. સ્વપ્ન નિમિત્તે ૫. પ્રતિજ્ઞા નિભાવવા માટે ૬. પૂર્વ-જન્મનું સ્મરણ થવાથી ૭. રોગના નિમિત્તથી ૮. અપમાનિત થઈને ૯. દેવ-સૂચનાથી ૧૦. પિતા, પુત્ર, મિત્ર વગેરેના નિમિત્તથી. (૮) દશ શ્રમણ ધર્મ— ૧ થી ૪. ગુસ્સો, અભિમાન, કપટ, લાલચ ન કરવા પણ ક્ષમા, નમ્રતા, સરળતા, નિર્લોભતાના ગુણ ધારણ કરવા પ. દ્રવ્ય-ભાવથી લઘુભૂત રહેવું. સત્યભાષી તેમજ સત્યનિષ્ઠ ઈમાનદાર રહેવું. ૭. ઇન્દ્રિય- મનને વશમાં રાખવા ૮. યથાશક્તિ તપમાં વૃદ્ધિ કરતા રહેવું ૯. ત્યાગ-પ્રત્યાખ્યાન અને Page #117 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર ઃ ઠાણાંગ સૂત્ર સારાંશ ૧૧૦ આહારાદિનું દાન કરવું ૧૦. નિયમ-ઉપનિયમ સહિત શુદ્ધ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવું. (૯) આચાર્ય વગેરેની તેમજ રોગી, તપસ્વી, નવદીક્ષિત વગેરેની વૈયાવચ્ચ કરવી. (૧૦) ગાજ, વીજ, ધુમ્મસ વગેરે દશ આકાશ સંબંધી અસ્વાધ્યાય છે, હાડકાંમાંસ-લોહી-સૂર્યગ્રહણ વગેરે દશ ઔદારિક અસ્વાધ્યાય છે. આવા અસ્વાધ્યાય પ્રસંગોમાં સૂત્ર પાઠ ન કરવો જોઈએ. (૧૧) ભરતક્ષેત્રમાં ૧૦ મહા નદીઓ ગંગા-સિંધુમાં મળે છે– ૧. જમુના ૨. સરયુ ૩. આપી(આવી) ૪. કોશી ૫. મહી ૬. શતદ્રુ ૭. વિતસ્તા ૮. વિપાસા ૯. એરાવતી ૧૦. ચંદ્રભાગા. (૧૨) પ્રતિસેવના– દોષ સેવન દશ કારણથી થાય છે— ૧. ઉદ્ધત ભાવોથી ૨. પ્રમાદ વશ ૩. ઉપયોગ શૂન્યતાથી ૪. પીડિત થવાના કારણોથી ૫. આપત્તિ આવવાથી ૬. કલ્પિત છે કે અકલ્પિત તેવી – શંકાથી ૭. ભૂલ – અકસ્માતથી ૮. ભયથી ૯. દ્વેષ ભાવથી ૧૦. પરીક્ષાર્થે. (૧૩) આલોચનાના દસ દોષ— ૧. કાંપતા—ધ્રૂજતા કરે ૨. ઓછા પ્રાયશ્ચિત્તનો અનુનય કરે ૩. કેવળ બીજાએ જોયેલા દોષોની આલોચના કરે ૪. મોટા-મોટા દોષોની આલોચના કરે. ૫. નાના-નાના દોષોની આલોચના કરે ૬. અત્યંત ધીમેથી બોલે ૭. અત્યંત જોશથી બોલે ૮. અનેકની પાસે વારંવાર આલોચના કરે. ૯. અસ્પષ્ટ બોલે અથવા અયોગ્ય, અગીતાર્થ પાસે આલોચના કરે. ૧૦. તેવા જ દોષનું સેવન કરનાર પાસે આલોચના કરે. (૧૪) પ્રિયધર્મી અને દઢ ધર્મી વગેરે દશ ગુણયુક્તની આલોચના કરવી જોઈએ. (આઠમા સ્થાનમાં આઠ ગુણ કહ્યા છે.) (૧૫) આલોચના, પ્રતિક્રમણ વગેરે દશ પ્રાયશ્ચિત્ત છે. (૧૬) દશ મિથ્યાત્વ- ૧. ધર્મને અધર્મ શ્રદ્ધે, પ્રરૂપે તે મિથ્યાત્વ ૨. જિન માર્ગને અન્ય માર્ગ શ્રદ્ધે, પ્રરૂપે તે મિથ્યાત્વ ૩. જીવને અજીવ શ્રદ્ધે પ્રરૂપે તે મિથ્યાત્વ ૪. સાધુને કુસાધુ શ્રદ્ધે, પ્રરૂપે તે મિથ્યાત્વ પ. આઠ કર્મથી મુકાણા તેને નથી મૂકાણા શ્રદ્ધે, પ્રરૂપે તે મિથ્યાત્વ ૬ થી ૧૦. આ પાંચને ઉલટા ક્રમથી (અર્થાત્ અધર્મને ધર્મ વગેરે) વિપરીત સમજ તેમજ શ્રદ્ધા પ્રરૂપણા કરે તે મિથ્યાત્વ. (૧૭) દશ ભવનપતિનાં દશ ચૈત્યવૃક્ષો છે ૧. અસુરકુમાર-પીપળ૨. નાગકુમાર– સપ્તપર્ણ ૩. સુવર્ણકુમાર—સેમલ(શાલ્મલિ) ૪. વિદ્યુતકુમાર- ગૂલર(ઉમ્બર) ૫. અગ્નિકુમારસિરીસ ૬. દીપકુમાર—દધિપર્ણ ૭. ઉદધિકુમાર-અશોક ૮. દિશાકુમાર—પલાશ ૯. વાયુકુમાર-લાલ એરંડ ૧૦. સ્તનિતકુમાર–કનેર. (૧૮) દશ સુખ– ૧. પહેલુ સુખ સ્વસ્થ શરીર ૨. લાંબી ઉંમર ૩. ધન સમ્પન્નતા Page #118 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ૪૫. ઇન્દ્રિય અને વિષયોનું સુખ . સંતોષવૃતિ ૭. યથા સમયે આવશ્યક વસ્તુ મળવી ૮. સુખ-ભોગના સુંદર સાધન ૯. સંયમ ગ્રહણનો સંયોગ ૧૦. સંપૂર્ણ કર્મ ક્ષય. ૧૧૮ (૧૯) સંક્લેશ થવાના દસ નિમિત્ત-૧. ઉપધિ ૨. ઉપાશ્રય ૩. કષાય ૪. આહાર ૫ થી ૭. મન-વચન-કાયા ૮. જ્ઞાન ૯. દર્શન ૧૦. ચારિત્રના નિમિત્તથી સંક્લેશ થઈ શકે છે. તેથી હંમેશાં અસંક્લેશ ભાવોમાં સાવધાન રહીને સાધના કરવી. (૨૦) જૂઠું બોલવાના દસ કારણો- ૧. ક્રોધ ૨. માન ૩. માયા ૪. લોભ ૫. રાગ ૬. દ્વેષ ૭. હાસ્ય ૮. ભયથી જૂઠું બોલવું ૯. કથા-વાર્તાને સરસ-રસિક બનાવવામાં કે પોતાનો ઉત્કર્ષ દેખાડવા માટે જૂઠું બોલવું ૧૦. બીજાનું અહિત કરવા માટે પણ જૂઠ્ઠું બોલવામાં આવે છે અથવા તો બીજા માટેના સત્ય છતાં અહિતકર વચન પણ મૃષાવચન છે.આ બધાં જૂઠ કર્મબંધન કરાવનાર છે, તેવું જાણી સત્ય ભાષણ કરવું. (૨૧) સત્ય અને અસત્યથી મિશ્રિત ભાષા પણ ત્યાજ્ય છે. તેથી સમજી-વિચારીને નિર્ણય લઈ શુદ્ધ સત્ય ભાષા બોલવી જોઈએ. - (૨૨) દશ શસ્ત્ર-- ૧. અગ્નિ ૨. વિષ ૩. લવણ ૪. સ્નિગ્ધ પદાર્થ ૫. ક્ષાર પદાર્થ ૬. ખાટા પદાર્થો ૭ થી ૯. દુષ્ટ મન-વચન-કાયા ૧૦. અવિરતિ– પાપ ત્યાગ ન કરવા કે વ્રત ધારણ ન કરવા. આ સર્વેય આત્મા માટે, શરીર માટે, કે જીવો માટે શસ્ત્રભૂત છે. (૨૩) વાદના દૂષણો– ૧. સભામાં ભૂલી જવું. ૨. પક્ષપાત કરવો. ૩. વાદમાં છલ-છેતરપિંડી કરવી. ૪. દોષયુક્ત બોલવું. ૫. ખોટો તર્ક રજૂ કરવો. ૬. વિષયાંતરમાં જવું. ૭. અસભ્ય વ્યવહાર કરવો વગેરે વાદના દોષો છે. (૨૪) દશ દાન– ૧. અનુકંપા ભાવથી ૨. સહાયતા માટે ૩. ભયથી ૪. મૃત્યુ પામનારના નિમિત્તે ૫. લોક-લાજથી ૬. યજ્ઞ માટે - મોટાઈ બતાવવા માટે ૭. જેનાથી હિંસા વગેરેને પોષણ મળે તેવું શસ્ત્ર આદિનું દાન ૮. ધાર્મિક વ્યક્તિને દેવું અથવા ધર્મ-સહાયક પદાર્થનું દાન દેવું ૯. કૃતજ્ઞતા પ્રગટ કરવા માટે દેવું ૧૦. કોઈની આજ્ઞાથી દેવું. (૨૫) સમ્યગ્દર્શન દશ પ્રકારનું છે— ૧. બાહ્ય નિમિત્ત વિના થનાર ૨. ઉપદેશ સાંભળીને થતું ૩. સર્વજ્ઞની આજ્ઞાના પાલનથી ૪. સૂત્ર-અધ્યયનથી ૫. અનેક અર્થોના બોધક એકવચનના ચિંતનથી ઉત્પન્ન ૬. સૂત્રાર્થના વિસ્તૃત જ્ઞાનથી ૭. પ્રમાણ નય ભંગ વગેરેના સૂક્ષ્મતમ જ્ઞાનથી ઉત્પન્ન ૮. ધાર્મિક ક્રિયાઓના આચરણથી ઉત્પન્ન ૯. સંક્ષિપ્ત ધર્મ પદને સાંભળવા-સમજવા માત્રથી ઉત્પન્ન ૧૦. શ્રુત ધર્મ-ચારિત્ર ધર્મના જ્ઞાન-શ્રદ્ધાથી ઉત્પન્ન. (૨૬) નરકમાં દશ વેદના હોય છે— ૧. ભૂખ ૨. તરસ ૩. ઠંડી ૪. ગરમી ૫. Page #119 -------------------------------------------------------------------------- ________________ | આચારશાસ્ત્ર: ઠાણાંગ સૂત્ર સારાંશ ૧૧૯/ ખંજવાળ ૬. પરતંત્રતા કે પરજન્ય કષ્ટ ૭. ભય ૮. શોક ૯. બુઢાપો-ઘડપણ ૧૦. રોગ. (૨૭) દશ તત્ત્વોને છદ્મસ્થ પૂર્ણ રીતે જાણી શકતા નથી–૧થી ૩. ત્રણ અસ્તિકાય ૪. શરીર રહિત જીવ ૫. પરમાણુ દ. શબ્દ ૭. ગંધ ૮ વાય ૯. આ જીવ કેવળી થશે ૧૦. આ જીવ મોક્ષમાં જશે. આઠમા સ્થાનમાં આઠ બોલ કહેલ છે. (૨૮) દશ આગમોની દશ દશાઓ છે–અર્થાત્ જે શાસ્ત્રોમાં દશ અધ્યયન છે, તે આગમોનાં નામ–૧. ઉપાસક દશા ર. અંતગડ દશા ૩. અણુત્તરોપપાતિક દશા ૪. પ્રશ્ન વ્યાકરણ દશા ૫. આચાર દશા(દશાશ્રુત સ્કંધ) ૬. કર્મ-વિપાક દશા ૭. બંધ દશા ૮. દોગિદ્ધિ દશા ૯. દીર્ઘ દશા ૧૦. સંક્ષેપિક દશા. આમાં ચાર સૂત્ર તો અપ્રસિદ્ધ છે તથા અંતગડ, અણુતરોપપાતિક અને પ્રશ્નવ્યાકરણ તે ત્રણ સૂત્રના ઉપલબ્ધ અધ્યયનોથી સંપૂર્ણપણે અલગ નામ છે, વિપાક સૂત્રના પણ કોઈક નામ અલગ છે અને સંક્ષેપિક દશાના જે દશ અધ્યયન કહેવામાં આવ્યા છે તેને જ નંદી સૂત્રમાં અને વ્યવહાર સૂત્રમાં દશ આગમોના રૂપમાં બતાવવામાં આવ્યા છે. સંભવિત રીતે આ ભૂલો લિપિકર્તાઓથી અથવા તો કોઈની સમજ ભ્રમથી થયેલ હોય તેમ સંભવિત છે. (૨૯) સારા-સુખકર કર્મોનું ઉપાર્જન દશ પ્રકારે થાય છે– ૧. તપ કરીને તેના બદલામાં ભૌતિક સુખનમાગવાથી કેનિયાણું નહીં કરવાથી ૨. સમ્યક સમજ-શ્રદ્ધા રાખવાથી ૩. યોગોની શુદ્ધિ તેમજ લઘુતા-ઓછી પ્રવૃત્તિ ૪. સમર્થ હોવા છતાં પણ અપરાધીને ક્ષમા કરવાથી ૫. ઈન્દ્રિય વિષયોથી વિરક્તિ ભાવ રાખવાથી ૬. પૂર્ણ સરળતા રાખવાથી ૭. સંયમમાં શિથિલાચાર વૃત્તિ ન કરવાથી અર્થાત્ પાર્વસ્થઆદિ અવસ્થાને ન સ્વીકારવાથી. ૮. શ્રમણ ધર્મની શુદ્ધ આરાધનાથી ૯. જિન પ્રવચનમાં તેમજ જિન શાસન પ્રત્યે અનન્ય ભક્તિ અનુરાગથી ૧૦. જિન શાસનની પ્રભાવના કરવાથી. (૩૦) ત્યાગ કરવા યોગ્ય આકાંક્ષાઓ–૧. સુખની ૨. ભોગની ૩. લાભની ૪. જીવનની ૫. મરણની . પ્રશંસાની ૭. સત્કારની ૮. સન્માનની. (૩૧) પુત્ર અનેક પ્રકારના હોય છે જેમકે–૧. વાસ્તવિક (માતા-પિતા થી ઉત્પન્ન થયેલ) પુત્ર ર. દત્તક પુત્ર(ગોદ લેવામાં આવેલ પુત્ર) ૩. સ્નેહ થી સંભાળેલ પુત્ર(ઔરસ પુત્ર) ૪. વચન પ્રયોગથી સંબંધિત પુત્ર ૫. અનાથનું પોષણ કરવાથી કહેવાતો પુત્ર ૬ ૭. દેવતાના નિમિત્તથી કે ઔષધ પ્રયોગથી ઉત્પન્ન પુત્ર૮. ધર્મ અંતેવાસી શિષ્યરૂપ પુત્ર ૯. વિદ્યાગુરુનો શિષ્યરૂપ પુત્ર ૧૦. વીરતાના કારણે માનેલ પુત્ર. (૩૨) દુષમકાળની ઉત્કૃષ્ટતા જાણવાના દસ બોલ– ૧. અકાલ વૃષ્ટિ થવી. ૨. Page #120 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત સમયે વૃષ્ટિ ન થવી. ૩. અસાધુઓને સન્માન વૃદ્ધિ ૪. સાધુઓને અલ્પ આદર ૫. ગુરુજનો પ્રત્યે લોકોનો અસવ્યવહાર ૬ થી ૧૦ શબ્દાદિ પાંચેય વિષયોમાં અમનોજ્ઞતાની વૃદ્ધિ (સાતમા સ્થાનમાં સાત કહેલ છે.) ૧૨૦ આથી વિપરીત સંજોગો હોય તો દુસ્લમ કાળની મંદતા જાણવી અર્થાત્ સમયે-સમયે જુદા-જુદા ક્ષેત્રમાં દુષમકાળની ઉત્કટતા કે મંદતા (ઉતાર-ચઢાવ)ના પરિવર્તન થયા કરે છે. (૩૩) ઉત્સર્પિણી કાળમાં ૧૦ કુલકર થયા હતાં અને ૧૦ કુલકર હવેના ઉત્સર્પિણી કાળમાં પણ થશે. જોકે સાતમા સ્થાનમાં સાત કહેવામાં આવેલ છે, તેમ કેમ ? સમાધાન– સાત મુખ્ય અને ત્રણ કુલકર સમકાલીન સમજવા. (૩૪) બાર દેવલોકમાં ૧૦ ઇન્દ્ર છે અને બધાના સ્વતંત્ર પાલક, પુષ્પક વગેરે યાન-વિમાન છે. (૩૫) તેજોલબ્ધિવાળા શ્રમણની કે દેવની આશાતના કરનાર વ્યક્તિ પર જો શ્રમણ કે દેવ કોપાયમાન થાય તો તેઓના શરીરમાંથી તેજ નીકળે છે જેના પરિણામે— ૧. તે વ્યક્તિ ભસ્મ થઈ જાય છે, અથવા ર. તેના શરીરમાં ફોડલા થઈને ફાટે ત્યારે ભસ્મ થઈ જાય છે અથવા ૩. ફોડલામાંથી ફોડકી નિકળી ફૂટવાથી તે ભસ્મ થઈ જાય છે, ૪. લબ્ધિ સંપન્ન શ્રમણની આશાતના કરનાર કોઈ વ્યક્તિ પોતે જ મુનિ પર તેજો લેશ્યા ફેંકે છે પરંતુ તે લેશ્યા દરેક દિશાએથી નિષ્ફળ બની ફેંકનારના જ શરીરમાં પ્રવેશ કરી તેને જ ભસ્મ કરી દે છે. (૩૬) દશ અચ્છેરા– ૧. તીર્થંકર ઉપર ઉપસર્ગ ૨. તીર્થંકરનું ગર્ભહરણ ૩. સ્ત્રી-તીર્થંકર થવું ૪. પ્રથમ દેશનામાં તીર્થંકરના તીર્થની સ્થાપના ન થવી. ૫. કૃષ્ણનું ધાતકી ખંડમાં જવું. ૬. ચંદ્ર-સૂર્યનું વિમાન સહિત પૃથ્વી પર આવવું. ૭. હરિવર્ષ ક્ષેત્રના જુગલિયાનું રાજા બનીને નરકમાં જવું. ૮. ચમરેન્દ્ર દેવનો પ્રથમ દેવલોકમાં જઈ ઉપદ્રવ કરવો. ૯. એક સમયે ૧૦૮ ઉત્કૃષ્ટ અવગાહના− વાળા જીવોનું સિદ્ધ થવું. ૧૦. ૯ થી ૧૫મા તીર્થંકર ભગવાનના શાસનકાલમાં શ્રુત ધર્મ અને ચારિત્ર ધર્મનો વિચ્છેદ જવો. આ દશ અચ્છેરા આ અવસર્પિણી કાળના ત્રીજા-ચોથા આરામાં થયા. જે ઘટનાઓ સામાન્ય રૂપે હંમેશા થતી નથી પરંતુ બહુ જ લાંબા સમયબાદ અથવા બહુ જ ઓછા પ્રમાણમાં બને તે ઘટનાઓ આશ્ચર્યકારક હોવાથી તેને અચ્છેરા એટલે આશ્ચર્ય કહેવામા આવે છે. આવી ઘટનાઓ અનંતકાળે ક્યારેક કોઈક અવસર્પિણી કાળમાં બને છે. જોકે અચ્છેરાની સંખ્યા અનિશ્ચિત હોય છે, તે દશથી વધુ ઓછા પણ હોઈ શકે છે. તે માટે શાસ્ત્રમાં કોઈ ઉલ્લેખ નથી. (૩૭) દશ નક્ષત્રોના ચંદ્ર સંયોગના સમયે અધ્યયનનો પ્રારંભ કરવો જોઈએ કારણ Page #121 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર ઃ ઠાણાંગ સૂત્ર સારાંશ કે તે નક્ષત્રો જ્ઞાન વૃદ્ધિ કરાવનાર નક્ષત્ર છે– ૧. મૃગશીર્ષ ૨. આર્દ્ર ૩. પુષ્ય ૪. મૂળ પ. અશ્લેષા ૬. હસ્ત ૭. ચિત્રા ૮. પૂર્વા ફાલ્ગુન ૯. પૂર્વાષાઢા ૧૦. પૂર્વા ભાદ્રપદ. આ સિવાય પણ અન્ય અનેક દશની સંખ્યાથી સંબંધિત વિષય આ અધ્યયનમાં કહેવામાં આવેલ છે. જેમ કે– લોક સંસ્થિતિ, દેશથી અને સર્વથી ઇન્દ્રિય વિષયક જ્ઞાન, શબ્દોના પ્રકાર, સંયમ-અસંયમ, સંવર-અસંવર, સમાધિઅસમાધિ, જીવ-અજીવ, પરિણામ(ગતિ વગેરે), સૂક્ષ્મ, નદી, રાજધાનીઓ-રાજા, મન્દર મેરુ, દિશાઓ, લવણ સમુદ્ર, પાતાળ કળશ, દ્વીપ, પર્વત, ક્ષેત્ર, દ્રવ્યાનુયોગના ભેદ, ઉત્પાદ પર્વત, અવગાહના, અનંત, તીર્થંકર, પૂર્વ આલોચના કરનાર વ્યક્તિની યોગ્યતા, શલાકા પુરુષ, ઉપઘાત-વિશોધિ, બળ, સત્ય, મિશ્ર-વચન, દષ્ટિવાદના નામ, દોષ, વિશેષ-દોષ, શુદ્ધ વાચનાનુયોગ, ગતિ, મુંડન, ગણિત, પચ્ચક્ખાણ, સમાચારી, શ્રમણ ભગવાન મહાવીરના દશ સ્વપ્ન તેમજ તેના પરિણામ, સંજ્ઞા, કાલચક્ર, નરક, સ્થિતિ, ધર્મ, સ્થવિર, કેવળીના દશ અનુત્તર, જંબુ સુદર્શન આદિ મહાદ્ગમ, યુગલિક ક્ષેત્રના ૧૦ વૃક્ષ, વક્ષસ્કાર પર્વત, પડિમા, સંસારી જીવ, ઉંમરની દશ દશાઓ, વૃક્ષના વિભાગ, શ્રેણિઓ, વિમાન, કાંડ વિસ્તાર, સમુદ્ર-નદીની ઊંડાઈ, નક્ષત્ર, કુલકોડી, પાપકર્મચય અને પુદ્ગલ. પૂર્વ અધ્યયનોમાં આવેલ અનેક વિષયોમાં થોડી સંખ્યા વૃદ્ધિ કરીને પણ દશની સંખ્યાથી ઘણા વિષયો આ અધ્યયનમાં સમાવિષ્ટ થયા છે. ઉપસંહાર સંખ્યા પ્રધાન એવા આ સૂત્રમાં બે સ્થાન વધુ મનનીય છે– (૧) ત્રીજા ઠાણાના બીજા ઉદ્દેશકનું અંતિમ દુઃખ વિષયક સૂત્ર. (ર) નવમા ઠાણામાં શ્રેણિક(મહાપદ્મ)નું વર્ણન. આ બંને વિષયોનું આ(સ્થાન) ઠાણાની વર્ણન પદ્ધતિથી અર્થાત્ ત્રીજા અને નવમા ઠાણાની સંખ્યા સાથે કોઈ સંબંધ થતો નથી. ૧ર૧ સંભાવના— લિપિકાળમાં ભગવતી સૂત્રના કોઈ પાનાઓના અંશોની નકલ સ્થાનાંગ સૂત્ર સાથે જોડાઈ ગઈહોય. એથી એવું સમજી શકાય કે આવી ભૂલ લિપિ-કર્તાની અસાવધાની ને કારણે થયેલ હોય. આ ચર્ચિત સૂત્રોના પ્રારંભિક ઉચ્ચારણથી પણ તે વાતને ટેકો મળે છે. આ બંને પ્રકરણો સિવાય આ સૂત્રનું શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ વર્ણન સંખ્યાથી અને અઘ્યયનથી સંબંધિત છે. નોંધ :- આ શાસ્ત્ર સંબંધી વિસ્તૃત જાણકારી માટે ગુરુ પ્રાણ ફાઉન્ડેશન, રાજકોટથી પ્રકાશિત ઠાણાંગ સૂત્રના બે ભાગોનું અધ્યયન કરવું જોઈએ. Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત - - પરિશિષ્ટ-૧ : પ્રથમ પદમાં કેવળી ભગવંત નથી પરંતુ પાંચમાં પદમાં છે શાસ્ત્રોમાં અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ અપેક્ષાથી 'અરિહંત' શબ્દનો પ્રયોગ થયો છે. ક્યાંક ફક્ત તીર્થકરની અપેક્ષાથી જ અરિહંત શબ્દનો પ્રયોગ થયો છે તો કયાંક સમુચ્ચય કેવળી માટે પણ આ શબ્દ પ્રયોગ થયો છે. આ જ રીતે “જિન” શબ્દનો અર્થ પણ રાગ-દ્વેષને જીતનાર અર્થાત્ કેવળી થાય છે. તેમ છતાં “લોગસ્સના પાઠમાં એનો પ્રયોગ ફક્ત તીર્થકરો માટે થયો છે અને અન્ય જગ્યાએ અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની અને વિર્ભાગજ્ઞાનીને પણ 'જિન' કહેવામાં આવ્યા છે. તેથી માત્ર શબ્દાર્થની અપેક્ષાએ 'અરિહંત' અને 'જિન' શબ્દથી કેવળી અને તીર્થકર બંનેને ગ્રહણ કરી શકાય છે. પરંતુ જ્યાં શાસ્ત્રકાર એકાન્ત તીર્થકરની અપેક્ષાએ અરિહંત કે જિન શબ્દનો પ્રયોગ કરે ત્યાં અન્ય કેવળી વગેરેને માની લેવું ઉચિત નથી. યથા– “અરિહંતના જન્મ સમયે, દીક્ષા સમયે કે કેવળજ્ઞાન પ્રસંગે લોકમાં પ્રકાશ થાય છે. ત્યાં અરિહંત શબ્દ કેવળ તીર્થકર માટે જ છે. જો ત્યાં કેવળીનો પણ સમાવેશ કરવામાં આવશે તો અયોગ્ય થશે. એ જ રીતે નવકારમંત્રમાં પણ તીર્થકરની અપેક્ષાએ જ છે, કારણ કે સિદ્ધથી આગળ પ્રથમ અરિહંતને સ્થાન દેવાનો હેતુ પણ તીર્થ સ્થાપનાર ઉપકારી તીર્થકર માટે જ અભિપ્રેત છે. જૈન સિદ્ધાંત બોલ સંગ્રહ ભાગ-૭માં (બીકાનેર, રાજસ્થાનથી પ્રકાશિત) પણ આ વિષયના પ્રશ્નોત્તર આપીને એ જ સમજાવ્યું છે કે તીર્થકરના ઉપકારની મહત્તાને ધ્યાનમાં લઈને નમસ્કાર મંત્રમાં તેમને પ્રથમ સ્થાન આપેલ છે. જ્યારે “નમોત્થણના પાઠમાં ગુણ કીર્તનની પ્રધાનતાને લક્ષ્યમાં રાખીને સિદ્ધને પ્રથમ સ્થાન આપવામાં આવે છે અને પછી અરિહંતોનું ગુણ કીર્તન કરાય છે. તેથી અરિહંત શબ્દના શબ્દાર્થમાં કેવળી એમ અર્થ પણ થાય છે તો પણ નવકારમંત્ર', “લોગસ્સ” તથા “નમોલ્યુ” વિગેરે પાઠમાં અરિહંત શબ્દ ફક્ત તીર્થકરની અપેક્ષાએ જ છે, એમ માનવામાં લેશમાત્ર પણ શંકાને સ્થાન નથી. શાસ્ત્રકારોએ ઠાણાંગસૂત્રના પાઠમાં પણ અનેક જગ્યાએ માત્ર તીર્થકરની અપેક્ષાએ જ અરિહંત શબ્દનો પ્રયોગ કર્યો છે. અરિહંત' શબ્દમાં કેવળી અર્થ માન્ય હોવા છતાં પણ દરેક “અરિહંત' શબ્દમાં કેવળી અર્થ સ્વીકારવો એ આગમના હેતુથી વિરુદ્ધ થાય છે, કારણ કે નવકારમંત્ર'માં સિદ્ધથી પહેલાં, પ્રથમ પદમાં અરિહંતને સ્થાન આપવાથી; લોગસ્સ'માં ર૪ તીર્થકરોના જ નામ હોવાથી અને “નમોત્થણમાં જે ગુણ કીર્તન છે તે તીર્થકરને જ અનુરૂપ હોવાથી “નવકાર મંત્ર', “લોગસ્સ” તથા “નમોલ્યુમાં અરિહંત શબ્દનો અર્થ કેવળ તીર્થકર જ સમજવું, આગમ માન્ય છે. તેથી એ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ આચારશાસ્ત્રઃ ઠાણાંગ સૂત્ર પરિશિષ્ટ સ્થળે કેવળી અર્થ ઘટિત કરવો એ કોઈ રીતે ઉચિત નથી. પહેલા પદની ભાવ વંદનાના ગુણ પણ આ વાતની પુષ્ટિ કરે છે. પ્રતિક્રમણ સૂત્રમાં ખામણા એટલે પંચ પરમેષ્ટીની ભાવવંદના સેંકડો વર્ષોથી પ્રવેશ પામેલી છે, તે આગમનો પાઠ નથી. તેમાં પણ પ્રથમ પદમાં ૨ કરોડ કે ૯ કરોડ કેવળીના જે શબ્દો છે તે બહુ જ પાછળથી ઉમેરાયેલા છે. એનું કારણ એ છે કે અનેક જગ્યાએથી છપાયેલ પ્રતિક્રમણના પુસ્તકોમાં આ વિષયને સંબંધિત મતભેદ જોવા મળે છે. જેમ કે (૧) રાજકોટ, ગુજરાતમાંથી વિક્રમ સંવત્ ૨૦૨૨માં (૨) શાહપુરાથી સં. ૧૯૯૮માં (૩) અજમેરથી સં. ૨૦૨૦/૨૦૨૪માં (૪) ધર્મદાસ જૈન મિત્ર મંડળ, રતલામથી સં. ૧૯૯૩માં (૫) ધૂલિયાથી અમોલક ઋષિજી મ. સા. દ્વારા સં. ૨૦૦૮ અને ૨૦૩૦માં (૬) ગુલાબપુરાથી પ્રકાશિત દસમી આવૃતિ સં. ૨૦૩૩માં; આ છ પ્રતિઓમાં પ્રથમ પદમાં ૨ ક્રોડ ૯ ક્રોડનો પાઠ નથી. તાત્પર્ય એ છે કે ઉપરોક્ત પ્રમાણોથી વિચારતાં સમાધાન મેળવી શકાય છે કે નમસ્કાર મંત્રના પહેલા પદમાં માત્ર તીર્થંકર જ છે. પ્રશ્ન : કેવળજ્ઞાન સૌથી મોટું જ્ઞાન છે, તેથી એ જ્ઞાનવાળાને આચાર્ય, ઉપાધ્યાયની પાછળ છેલ્લા પાંચમા પદમાં બતાવવું કઈ રીતે યોગ્ય છે. જવાબ ઃ પદ વ્યવસ્થા, જ્ઞાનની અપેક્ષાએ નથી હોતી. કાર્યક્ષેત્ર, કાર્યક્ષમતા વગેરેની ગણતરીએ પદ વ્યવસ્થા કરવામાં આવે છે. જ્ઞાન વધારે હોય તો પણ તેનામાં શારીરિક ક્ષમતા, શિસ્તપાલન અને અભ્યાસ ક્ષમતા વધારે હોય જ તેવું નથી, પદ વ્યવસ્થા તો જવાબદારી સંભાળવાની અપેક્ષાએ અને કાર્યક્ષમતાની પાત્રતાથી થાય છે. સિદ્ધ ભગવાન આત્મગુણોથી મહાન હોવા છતાં પણ સંસારના જીવોને ઉપકારી તીર્થંકર મહાન હોવાથી તેમને નવકાર મંત્રના પ્રથમ પદમાં કહેવામાં આવ્યા છે, તોપણ સિદ્ધોનું અપમાન થતું નથી અને પ્રથમ પદમાં હોવાથી અરિહંતને સિદ્ધોથી મોટા પણ કહેવાતું નથી, કારણ કે તે પણ સિદ્ધોને વંદન કરે છે. શ્રી જિન ભદ્રગણિ ક્ષમા શ્રમણે વિશેષાવશ્યક ભાષ્યમાં આ બાબતમાં પ્રશ્ન કરી ઉત્તર આપ્યો છે, એમણે પણ તીર્થંકરને જ પ્રથમ પદમાં માન્ય કરેલ છે. આચાર્ય, ઉપાધ્યાય પોત પોતાના કાર્યક્ષેત્રમાં પોતાની વ્યવસ્થા ચલાવે છે, છતાં પણ પોતાનાથી પૂર્વ દીક્ષિત પાંચમા પદવાળા સાધુઓને મોટા જ માને છે અને વંદન પણ કરે છે. સમાજમા મુખિયા અને હોદ્દેદાર પોતાની ખાસ યોગ્યતાને કારણે બનાવવામાં આવે છે. છતાં પણ તેઓ પોતાના માતા–પિતા, વડિલો તથા ગુરુ— અધ્યાપકોને પોતાથી મોટા માની વિનય કરે છે. એક સંઘમાં ચાર-પાંચ વ્યક્તિઓને પદ આપવામાં આવે છે તો અન્ય અનેક ગુણવાનોનું અપમાન થઈ જતું નથી. એ હોદ્દેદારોથી પણ અનેક વિશિષ્ટ જ્ઞાની, તપસ્વી શ્રાવક પણ હોય છે Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧ર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત કે જેઓ કોઈ હોદ્દો ધારણ કરતા નથી અને કોઈક તે પદ લેવા માટે લાયક હોતા નથી. જ્ઞાન વધી જવાથી હોદ્દો વધી જાય તેવો કોઈ નિયમ નથી હોતો. હોદ્દો તો એક પ્રકારની વ્યવસ્થાથી તથા કાર્ય ક્ષમતાની યોગ્યતાથી પ્રાપ્ત થાય છે, જે યોગ્ય સમયે લેવામાં તથા આપવામાં આવે છે. ત્રીજા પદ વાળાને ૨ જ્ઞાન હોય અને પાંચમા પદવાળાને ત્રીજું–ચોથું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય તો તે આપોઆપ આચાર્યના આચાર્ય બની જતા નથી. વધારે દીક્ષા પર્યાયવાળા ઓછા જ્ઞાની હોય અને ઓછી દીક્ષા પર્યાયવાળા કોઈ સર્વ બહુશ્રત પણ થઈ જાય તોપણ વધારે જ્ઞાનથી એની વંદન વ્યવસ્થા કેવિનય વ્યવહાર બદલાતો નથી. કોઈ શિષ્યને કેવળ જ્ઞાન પ્રાપ્તિ થઈ જાય તેથી સામાન્ય જ્ઞાની ગુરુ એને વંદન કરવાનું શરૂ કરી દેતા નથી. એ કેવળજ્ઞાની છદ્મસ્થ ગુરુનો વિનય કરવાનું ચાલુ જ રાખે છે. એ વાત આગમથી સિદ્ધ છે. જેમ કે जहाहि अग्गि जलणं नमसे, णाणाहुई मंत पयाभिसित्तं । एवायरियं उवचिट्ठइज्जा, अणतणाणोवगओवि संतो ॥ દિશવૈકાલિક સૂત્ર અ.૯, ઉ. ૧, ગાથા-૧૧] જે સદ્ગુરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન : ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન ! શાસ્ત્રકારનો આ ગાળામાં સ્પષ્ટ આશય છે કે અનંત જ્ઞાની શિષ્ય પણ ગુરુનો વિનય કરે. તેથી વંદન વ્યવહાર અને રત્નાધિકતા'માં પણ જ્ઞાન રત્નની પ્રધાનતા હોતી નથી પરંતુ પર્યાયની પ્રધાનતા રહે છે. એ જ પ્રમાણે પંચ પરમેષ્ટી” પદના ક્રમમાં પણ જ્ઞાન–ગુણની અધિકતાની પ્રધાનતા સમજવી ન જોઈએ પરંતુ પદને અનુરૂપ કાર્યક્ષેત્ર, ક્ષમતા આદિ ગુણોની પ્રધાનતા છે, એમ સમજવું જોઈએ. પાંચમા પદવાળા સ્થવિર સાધુનું શ્રુત જ્ઞાન આચાર્ય તથા ઉપાધ્યાયથી પણ વિશાળ હોય શકે છે. આત્માના ગુણોમાં પણ પાંચમા પદવાળા આચાર્યથી આગળ હોય શકે છે. ભગવાનના સમયમાં ગણધરોથી ધનામુનિનો ક્રમ સંયમ ગુણોમાં આગળ થઈ ગયેલ હતો. છતાં પણ ધન્ના મુનિ પાંચમાં પદમાં હતા ગૌતમ ગણધર ત્રીજા પદમાં હતા. તેથી કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ જવાથી પાંચમા પદવાળાને પહેલા પદમાં નહિ ગણવાથી અપમાન થઈ જતું નથી. જ્ઞાન વૃદ્ધિ અને પદની વ્યવસ્થા સંબંધી સ્વરૂપને ઊંડા દષ્ટિકોણથી સમજવાને બદલે કેવળ ઉપર છલ્લી દષ્ટિથી વિચારવાથી આ ભ્રમ ઉત્પન્ન થઈ શકે છે પરંતુ જ્ઞાન વૃદ્ધિ અને પદ વ્યવસ્થા એ બન્નેના વાસ્તવિક સ્વરૂપ અને સંબંધને સમજી લેવાથી તેમજ દશવૈકાલિક સૂત્રની ઉપરોકત ગાથાના અર્થ અને ભાવને સમજી લેવાથી આ પ્રશ્નનું–શંકાનું સમાધાન થઈ શકે છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર: ઠાણાંગ સૂત્ર પરિશિષ્ટ વડસરળ પફળા નામના સૂત્રમાં ત્રીજા સદ્ સરળમાં કેવળીનું સ્વરૂપ ૪થા શરણમાં કેવળી પ્રરૂપિત ધર્મનું સ્વરૂપ છે પરંતુ પ્રથમ ‘અરિહંત શરણ’ના વિસ્તારમાં માત્ર તીર્થંકર સંબંધી જ વર્ણન કર્યું છે, કેવલીનું કથન તેમાં કર્યું નથી. Øસરળ પળા સૂત્રનું નામ નંદીસૂત્રમાં ઉત્કાલિક સૂત્રોની યાદીમાં આવ્યું છે, તથા તે સૂત્ર એક પૂર્વધારી(વીરભદ્ર) દ્વારા રચાયેલ શાસ્ત્ર છે. વર્તમાન સમયમાં પંચપરમેષ્ટી સ્તવનોના રચિયતા પણ પહેલા પદમાં તીર્થંકરને ધ્યાનમાં રાખીને જ રચના કરે છે. જેમ કે– ૧. મનાઉં મૈં તો શ્રી અરિહંત મહંત-યુગપ્રધાન આચાર્ય માધવમુનિ ૨. ભવિકજનક નિત જપીએ– શ્રી અજ્ઞાત મુનિ ૩. એકસો આઠ વાર પરમેષ્ઠી-પારસમુનિ ‘ગીતાર્થ’ ૪. આનંદ મંગલ કરૂં આરતી—વિનયચંદ્ર મુનિ ૫. નિતવંદુ સો સો બાર પંચ પરમેષ્ઠી કો–સમર્થ શિષ્ય રતનમુનિ ૬. ઘણો હૈ સુખકારી યો પરમેષ્ટી કો જાપ-બહુશ્રુત શ્રમણ શ્રેષ્ઠ શ્રી સમર્થમલજી મ.સા. સારાંશ એ છે કે પંચ પરમેષ્ઠીના ‘નમો અરિહંતાણં’ પદમાં કેવળ તીર્થંકરનો જ સ્વીકાર છે. અન્યત્ર જ્યાં યોગ્ય હોય ત્યાં અરિહંત શબ્દથી કેવળી અર્થ પણ સમજી શકાય છે. ૧૫ એજ રીતે ‘લોગસ્સ’ તથા ‘નમોત્થણ’ના પાઠમાં પણ અરિહંત અથવા તો જિન શબ્દથી તીર્થંકર જ સમજવું જોઈએ. તેથી જ્યારે પણ અરિહંત શબ્દ કેવળ તીર્થંકરની અપેક્ષાએ હોય ત્યારે કેવળી અર્થ કરવો તે આગ્રહ યોગ્ય નથી. સંક્ષેપમાં—જિજ્ઞાસુ, જ્ઞાની સરલાત્માઓ, સાચું તત્ત્વ સમજી હૃદયમાં ધારણ કરે, એવી આશા અને અપેક્ષા... પરિશિષ્ટ-ર: సాంపసాగ પ્રચલિત ભ્રાંતિકારક ઉપમા : કહેવતનું સંશોધન (૧) પોતાની ઝૂંપડીમાં આગ લગાડવી : કોઈપણ સાધુ કે સાધ્વી સમાજના હિત માટે કે શ્રાવક સમુદાયની જરૂરિયાતના આગ્રહથી કોઈ સમયે, સંયમમાં કોઈ અપવાદરૂપ દોષનું આચરણ કરે છે, તે સમયે કહેવાતા જ્ઞાનીઓ ઉતાવળ કરી દે છે કે "આ તો અન્યની ઠંડી દૂર કરવા પોતાની ઝૂંપડીમાં આગ લગાડવા જેવી મૂર્ખતા છે." આ પ્રકારનો તર્ક લગાડવો એ અવિવેકપૂર્ણ છે તેમજ જ્ઞાનનો અપચો છે કારણ કે ક્યાં સંયમમાં કિંચિત્ એક દેશરૂપ દોષ લગાવીને જિન શાસનનું કે મહાન સંઘનું હિત કરવું અને Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત ક્યાં સંપૂર્ણ ઝૂંપડી સળગાવી તાપણું કરવું! આમાં આકાશ-પાતાળનો ભેદ છે, છતાં પણ ગાડરિયા પ્રવાહથી આ કહેવત પ્રચલિત થઈ હોય એમ લાગે છે. આ કહેવત તો ત્યારે ઉપયુક્ત કહેવાય કે જ્યારે કોઈ સાધુ નાની બાબતની પૂર્તિ કરવા માટે કે કોઈના નાના ઉદ્દેશને પૂર્ણ કરવા સંયમ છોડી ગૃહસ્થ બની જાય, હંમેશાં માટે સંપૂર્ણ સંયમનો નાશ કરી દે, જેમ કે તાપણાં માટે ઝૂંપડી બાળવી; પરંતુ વિવેક પૂર્વક તથા આજ્ઞાપૂર્વક સંઘ અને શાસનના હિત ખાતર અપવાદરૂપ નાના દોષનું સેવન કરી તેનું પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધિકરણ કરવાની ભાવનાવાળાને, પોતાની ઝૂંપડી સળગાવવાની કહેવત દ્વારા દોષિત કહેવા એ દોઢ ડહાપણ તથા પોતાની જ મૂર્ખાઈ પ્રગટ કરવા બરોબર છે. - સાચા અર્થમાં તો સંઘહિત માટે વિવેકપૂર્વક દોષનું સેવન કરવું એ પોતે સંચિત કરેલ અને જીવન માટે આવશ્યક પદાર્થ એવું લોહી પોતાના શરીરમાંથી અડધો કિલો અતિ આવશ્યક સમયે અન્યને માટે આપવા સમાન(પરોપકારરૂપ) છે. લોહી આપવાથી નબળાઈ આવે છે અને તેની પૂર્તિ કર્યા વગર વારંવાર (લોહી આપ્યા કરે) તેમજ, ખૂબ જ જરૂરિયાત કે બિનજરૂરી સંજોગોમાં લોહી આપ્યા કરે – કાઢયા કરે તો અવિવેકી અને નિરર્થક શરીરનો નાશ કરવાવાળો થશે. એજ પ્રકારે શુદ્ધિ કરવાને બદલે, વિશેષ પરિસ્થિતિમાં દોષનું સેવન કરી, અત્યંત જરૂરી અને અપવાદરૂપ સંજોગો સિવાય વારંવાર એ દોષનું સેવન કરતા રહે અને કોઈ પ્રકારે એની શુદ્ધિ ન કરે કે શુદ્ધિ માટે ભાવ ન રાખે તેમજ એનો પસ્તાવો ન કરે તો એના સંયમ જીવનને નષ્ટ થવામાં સમય લાગતો નથી અર્થાત્ એવું કરવાવાળાનું સંયમ જીવન નષ્ટ થઈ જાય છે. સંક્ષેપમાં, તલ અને તાડને એક સરખા વર્ણવી ગાડરીયાવૃત્તિથી કોઈ કહેવત કહીને કોઈનો અવર્ણવાદ કરવો એ ખોટું છે અને તેનાથી પોતાના આત્માને જ દોષ લાગે છે. તેથી ઉપરોકત ન્યાય તેમજ દષ્ટાંતને સમજીવિવેકપૂર્વક ચિંતન-મનન કરી પ્રરૂપણા કરવી જોઈએ. (ર) કુંભારવાળી ક્ષમાપના : કોઈ સાધુ સંજોગોને આધીન, સંઘ અથવા શાસનના હિતમાં એકવાર કે અનેક વખત કોઈ દોષનું સેવન કરી પ્રાયશ્ચિત્ત ધે છે તો એવું કહેવામાં આવે છે કે એ તો “કુંભારવાળુ મિચ્છામિ દુક્કડ છે, એનાથી કોઈ લાભ નથી. આ પણ ગાડરિયાવૃત્તિથી ખોટો આક્ષેપ લગાવવાનું કૃત્ય છે. કારણ કે કુંભારના દષ્ટાંતવાળુ મિચ્છામિ દુક્કડ અને પ્રવૃત્તિ તો કુતૂહલ અને મૂર્ખતાપૂર્ણ હોય છે તથા તે હેતુવિહીન વૃત્તિ છે. એના ' મિચ્છામિ દુક્કડ'માં દુ:ખ, પશ્ચાત્તાપ કે પ્રાયશ્ચિત્તનો કોઈ ભાવ હોતો નથી પરંતુ કેવળ મજાક કરવાનું જ ધ્યેય હોય છે. એવું ધૃણિત Page #127 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર: ઠાણાંગ સૂત્ર પરિશિષ્ટ T ૧ર૦ કૃત્ય કરવાવાળામાં અને વિવેકબુદ્ધિથી પ્રાયશ્ચિતના લક્ષ્ય જરૂરિયાત પડ્યે ફરી એ કૃત્યનું વિવેકપૂર્વક સેવન કર્યા પછી, પ્રાયશ્ચિત્ત લેવામાં આસમાન જમીનનો ફરક છે માટે બંને પરિસ્થિતિને સરખી રીતે મુલવવી મૂર્ખતા છે. જ્યારે સાધુ પોતાના શરીર માટે એક વર્ષમાં અનેક વખત દોષનું સેવન કરે, અનેક વખત 'ઓપરેશન કરાવતા રહે તથા વારંવાર પ્રાયશ્ચિત્ત પણ કરે, થોડા દિવસ પછી શારીરિક પરિસ્થિતિને કારણે ફરી દોષનું સેવન કરે અને તેનું પ્રાયશ્ચિત્ત કરે તો પણ તેને પોતાના માન્ય ગચ્છના કે ગુરુના હોવાને કારણે કુંભાર વાળુ મિચ્છામિ દુક્કડ' કહેવામાં આવતું નથી કે સમજવામાં આવતું નથી. પોતાને માન્ય ગચ્છ ગુરુથી જુદા સાધુ તેનાથી પણ ઓછા દોષનું સેવન કરે તો 'કુંભાર વાળુ મિચ્છામિ દુક્કડે કહેવામાં આવે તો તે સરાસર અન્યાય જ છે. દરેક વ્યક્તિની અપવાદરૂપ પરિસ્થિતિ જુદી-જુદી હોય છે, શરીર સિવાય પણ અનેક અપવાદરૂપ પરિસ્થિતિ હોય છે, તેનો ગીતાર્થ દ્વારા કે ગીતાર્થની નિશ્રાએ નિર્ણય કરી દોષનું સેવન કરવું એ અપવાદરૂપ જ કહેવાય. સંયોગોને કારણે એકવાર કે અનેકવાર દોષના સેવનની શુદ્ધિ થાય છે તેવું વ્યવહાર સુત્રમાં તથા નિશીથ સુત્રમાં દર્શાવેલ છે. છતાં પણ કોઈ પોતાની મનઘડંત કલ્પનાથી અનેકવારના દોષ સેવનને એકાંત દૃષ્ટિથી કુંભારવાળા મિચ્છામિ દુક્કડ બતાવીને, શુદ્ધિ આરાધના ન થઈ શકે તેમ કહે તો, એ એની મૂર્ખતા છે અને આગમ વિરુદ્ધની પ્રરૂપણા છે. એને તો વ્યવહાર સૂત્ર, ઉદ્દેશક ૧, સૂત્ર ૧ થી ૧૮ તથા નિશીથ સૂત્ર ઉદ્દેશક ર૦ને વિદ્વાન વાચના પ્રમુખ દ્વારા સમજવા પ્રયત્ન કરવો જોઈએ કે કેટલી વાર દોષનું સેવન અને તેની શુદ્ધિ, આલોચના, પ્રાયશ્ચિત્ત અને આરોપણા વગેરે હોય છે. સ્યાદ્વાદમય જિન શાસનમાં એવી મનઘડત એકાંત આગ્રહવાળી કલ્પનાઓ કરવી અને ગાડરિયા પ્રવાહે એવી અસંગત કહેવત દ્વારા આક્ષેપ કરવો સર્વથા અનુચિત છે. એવી હોશિયારીની વૃત્તિનો સરળતા અને સમભાવ ધારણ કરી ત્યાગ કરવો, એ જ હિતકારી છે. એમ કરવાથી પોતાની ચડતી તથા અન્યની અપકીર્તિ કરવાની વૃત્તિનો તથા કર્મબંધનો ત્યાગ થશે અને તેથી આત્માનું અહિત થતું રોકાશે. બુદ્ધિમાન વાંચકોએ એ જ સમજવાનું છે કે વગર વિચાર્યે ગાડરિયા પ્રવાહ ચાલતી કહેવતનો ઉપયોગ કરી પોતાના આત્માનું અહિત કરવું જોઈએ નહીં અને બીજાને પણ નિરર્થક અપમાનિત કરવા નહિ. શાસ્ત્ર પ્રમાણ વગેરેની જગ્યાએ પરંપરાનો તર્ક આગળ કરવો એ આગમ વિરુદ્ધ છે, કારણ કે પરંપરાનું મહત્ત્વ શાસ્ત્રની આજ્ઞા કરતાં ઓછું જ હોય છે. પરંપરાઓનો મોહ રાખવો એક પ્રકારની નાસમજ છે અને આગમ વિરુદ્ધ પરંપરાનો મોહ અને દુરાગ્રહ કરવો અક્ષમ્ય ભૂલ છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત Q000 સમવાયાંગ સૂત્ર પ્રાકથન : આ ચોથું અંગ સૂત્ર છે. ઠાણાંગ સૂત્રની સમાન આ પણ સંખ્યાબદ્ધ વિષય સંકલન સૂત્ર છે. તેથી આનો પરિચય સ્થાનાંગ સૂત્રની સમાન જ સમજવો જોઈએ. વિશેષતા એ છે કે સ્થાનાંગમાં એક થી દશ સંખ્યા સુધીમાં અનેક વિષયોનો વિશાળ સંગ્રહ છે, પરંતુ આ સૂત્રમાં એક થી ૧૦૦ સંખ્યા સુધી ક્રમબદ્ધ વર્ણન છે. ત્યારપછી અનેક સંખ્યા વૃદ્ધિ કરતાં વર્ણન કરેલ છે. ત્યારપછી બાર અંગ સૂત્રોનું પરિચય વર્ણન છે અને અંતમાં અનેક પ્રકીર્ણક વિષયોની સાથે તીર્થંકર આદિનું વિસ્તૃત પરિચયાત્મક સંકલન છે. સ્થાનાંગના અધ્યયનોનું નામ ‘ઠાણા’(સ્થાન) છે અને સમવાયાગના વિભાગોનું નામ ‘સમવાય' છે. સમવાયાંગના આ વિભાગમાં સ્થાનાંગ જેટલું વિશાળ સંકલન નથી. તેનું કારણ એ છે કે સંખ્યા સંબંધી અધિકાંશ વિષયોનું સંકલન ત્રીજા અંગશાસ્ત્ર ઠાણાંગ સૂત્રમાં કરી દેવાયું છે. અલ્પ વિષયોના આ સંકલનમાં કેટલાક વિષય સ્થાનાંગથી વિશેષ પણ છે. છતાં ય અનેક વિષયોનું તેમાં પુનઃ સંકલન થયું છે. આ પ્રકારે આ સૂત્રમાં પણ સંખ્યાના આલંબનથી સ્થાનાંગની સમાન જ તત્ત્વોનું, આચારોનું, ક્ષેત્ર, ઉંમર, જીવ, અજીવ સંબંધી વર્ણન છે. તેમજ જીવ અને પુદ્ગલના અનેક પરિણામોનું તથા પ્રકીર્ણક વિષયોનું સંકલન પણ છે. અંતમાં સંખ્યાનું આલંબન છોડીને અનેક છૂટક વિષય પણ છે. સમવાયઃ ૧ (૧) વ્યાર્થિક સંગ્રહ નયની અપેક્ષા અહીં એક સંખ્યામાં તત્ત્વો કહેલ છે જેમ કે– આત્મા-અનાત્મા, દંડ-અદંડ, ક્રિયા-અક્રિયા, પુણ્ય-પાપ, આશ્રવ-સંવર આદિ પક્ષ-પ્રતિપક્ષના તત્ત્વોને કહેલ છે. (૨) કેટલાક નૈરિયક, ભવનપતિ, વ્યંતર આદિની એક પલ્યોપમ તેમજ એક સાગરોપમની સ્થિતિ કહી છે. (૩) પહેલા-બીજા દેવલોક ગત સાગર સુસાગર, મનુ-માનુષોત્તર આદિવિમાનોમાં ઉત્પન્ન થનારા દેવોની એક સાગરોપમની સ્થિતિ હોય છે, તેઓ એક પખવાડિયે શ્વાસોશ્વાસ લે છે. (૪) કેટલાક ભવસિદ્ધિક જીવ એક મનુષ્યનો ભવ કરીને મોક્ષ જશે. બીજા પણ યાન-વિમાન, જંબુદ્રીપ, નક્ષત્ર, તારા આદિ સંબંધી વિષયોનું એક સંખ્યા પણ ન થઇ. Page #129 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર : સમવાયાંગ સૂત્ર સારાંશ સમવાયર (૧) બેની સંખ્યાથી સંબંધિત દંડ, રાશિ, બંધન, નક્ષત્ર, તારા અને સ્થિતિઓ આદિનું વર્ણન છે. (૨) શુભ, શુભકંત સૌધર્માવતંસક આદિ વિશિષ્ટ વિમાનોના દેવોની બે સાગરોપમની સ્થિતિ હોય છે. (૩) કેટલાક ભવસિદ્ધિક બે ભવ કરીને મોક્ષ જશે. સમવાય:૩ ૧ર૯ (૧) દંડ, ગર્વ, શલ્ય, ગુપ્તિ, વિરાધનાના ત્રણ-ત્રણ પ્રકાર છે. (૨) નક્ષત્રોના ત્રણ-ત્રણ તારા, ત્રણ પલ્યોપમ અને ત્રણ સાગરોપમની નારકી દેવતાની સ્થિતિ કહેતાં ત્રીજા-ચોથા દેવલોકના વિશિષ્ટ વિમાન– આશંકર, ૫ભંકર, ચંદ્ર, ચંદ્રાવર્ત આદિમાં દેવોની ત્રણ સાગરોપમની સ્થિતિ કહી છે. (૩) કેટલાક ભવસિદ્ધિક જીવ ત્રણ ભવ કરીને સિદ્ધ થશે. સમવાય: ૪ થી ૧૦ (૧) એક યોજનમાં ચાર ગાઉ હોય છે. (૨) કષાય, ધ્યાન, વિકથા આદિ ચાર-ચાર બોલ છે. (૩) નક્ષત્રોના તારા, નારકી દેવતાની પલ્યોપમ અને સાગરોપમની સ્થિતિઓ, તેટલા જ પખવાડિયે દેવોનો શ્વાસોશ્વાસ, વિશિષ્ટ વિમાનોની સ્થિતિ અને ભવસિદ્ધિકના ભવ વગેરેની ચારથી લઈને દસ સુધીની સંખ્યા કહી છે (૪) મિથ્યાત્વાદિ પાંચ આશ્રવ છે, સમ્યક્ત્વાદિ પાંચ સંવર છે, પ્રાણાતિપાત વિરમણાદિ પાંચ નિર્જરા સ્થાન છે, પાંચ અસ્તિકાય છે. (૫) ક્રિયા, મહાવ્રત, સમિતિ અને કામગુણ પાંચ-પાંચ છે. (૬) લેશ્યા, કાયા, આપ્યંતર-બાહ્ય તપ, છદ્મસ્થિક સમુદ્દાત અને અર્થાવગ્રહ છ-છ છે. (૭) ભય, સમુદ્દાત, જંબુદ્રીપમાં વર્ષધર પર્વત અને ક્ષેત્ર સાત-સાત છે. (૮) મદ, અષ્ટ પ્રવચનમાતા(સમિતિ-ગુપ્તિ), વ્યંતર દેવોના ચૈત્ય વૃક્ષની અને જંઠ્ઠીપની જગતીની ઊંચાઈના યોજન, કેવલી સમુદ્દાતના સમય આદિ આઠ-આઠ છે. (૯) બ્રહ્મચર્યની વાડ, આચારાંગ સૂત્રના અધ્યયન, નક્ષત્ર-યોગ આદિ નવ-નવના કથન છે, જ્યોતિષી તારા વિમાન ઉત્કૃષ્ટ ૯૦૦ યોજન સુધી સમભૂમિથીઊંચા છે. વ્યંતર દેવોની સુધર્માસભા નવ યોજનની ઊંચી છે. (૧૦) શ્રમણધર્મ ક્ષમા આદિ, ચિત્ત સમાધિ સ્થાન, જ્ઞાનની વૃદ્ધિ કરનારા નક્ષત્ર, Page #130 -------------------------------------------------------------------------- ________________ TET મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત જુગલિક ક્ષેત્રોના વૃક્ષ આદિ દસ-દસ સંખ્યામાં છે. નેમિનાથ ભગવાન, કૃષ્ણ અને બલરામ દસ ધનુષ ઊંચા હતા. CIET : સમવાય ૧૧ થી ૨૦ , સામા (૧) શ્રાવક પડિમા અગિયાર છે, ગણધર ઇન્દ્રભૂતિ આદિ અગિયાર છે. મેરુથી જ્યોતિષીનું અંતર ૧૧ર૧ યોજન છે અને લોકાંતથી ૧૧૧૧ યોજનનું અંતર છે. ૧૧ થી ર૦ પલ્યોપમની સ્થિતિ અને એટલા જ સાગરોપમની સ્થિતિ તથા તેટલા જ પખવાડિયે શ્વાસોશ્વાસ, વિશિષ્ટ વિમાનના દેવોની સ્થિતિ અને ભવસિદ્ધિકના મોક્ષનું કથન ૧૧ થી ૨૦ સુધીના સમવાયોમાં છે. (૨) ભિક્ષુ પડિમા બાર છે. (૩) સાધુઓના પારસ્પરિક વ્યવહાર(સંભોગ) બાર છે–૧. ઉપધિ આપવીર. શ્રુતજ્ઞાન આપવું ૩. આહાર પાણી સાથે કરવા ૪. હાથ જોડવા ૫. આહાર આદિ આપવા ૬. નિમંત્રણ કરવું. વિનય માટે ઊભા થવું૮.વિધિથી (આવર્તન સહિત) વંદન કરવા ૯ સેવા કરવી ૧૦. એક સ્થાને, ઉપાશ્રયમાં રહેવું ૧૧. એક આસનપાટ પર બેસવું ૧૨. એક સાથે વ્યાખ્યાન દેવું. જેની સાથે આ ૧ર સંભોગ-પારસ્પરિક વ્યવહાર હોય છે તેને સાંભોગિક સાધુ કહેવાય છે. આહાર એક સાથે એક માંડલામાં જેની સાથે ન હોય તેને અસાંભોગિક સાધુ કહેવાય છે. જે સાધુઓની સમાન સમાચારી છે, આદેશ-નિર્દેશ, નેતૃત્વ એક હોય છે તેનો આહાર એક માંડલામાં(એક સાથે) હોય છે. જે સાધુઓની સમાચારી ભિન્ન હોય છે, આદેશ, નિર્દેશ, નેતૃત્વભિન્ન હોય, છે, તેઓ પરસ્પર અસાંભોગિક અથવા અન્ય સાંભોગિક શ્રમણ કહેવાય છે. તેના આહાર-પાણી ભેગા હોતા નથી તેમજ ભેગા આહાર-પાણી સિવાય અગિયાર વ્યવહાર તે શુદ્ધ આચારવાળા શ્રમણ સમુદાયની સાથે રાખવામાં આવે છે. અશુદ્ધાચારી–શિથિલાચારી શ્રમણ સમુદાયની સાથે તથા ભિન્નલિંગી જૈન સાધુઓની સાથે એ અગિયાર વ્યવહારોમાંથી ક્ષેત્ર-કાળને યોગ્ય કોઈપણ સભ્ય વ્યવહાર રાખી બહુશ્રુત શ્રમણના કે આચાર્યના નિર્ણયથી તાત્કાલિક અને દીર્ઘકાલિક બંને પ્રકારે રાખી શકાય છે. (૪) કૃતિકર્મનો અર્થ છે– વિધિપૂર્વક ઉત્કૃષ્ટ વંદન. તેમાં બે વાર ખમાસમણાના પાઠથી વંદન કરવામાં આવે છે. જેમાં ૧ર આવર્તન હોય છે, ચાર વખત મસ્તક ઝુકાવવું. (ત્રણ-ત્રણ આવર્તન પછી એક વખત) બે વખત નમન (નમસ્કાર). ૩yગાળદ ને ઉષ ૩૬ ઉચ્ચારણની સાથે, બે વાર પ્રવેશ (બેસવું, એકવાર Page #131 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર: સમવાયાંગ સૂત્ર સારાશ નીકળવું (ઉભા થવું), ૧ ઉકડૂ આસન, ત્રણ ગુપ્તિથી ગુપ્ત થવું; એ ૨૫ વંદનાના અંગ છે. આ ઉત્કૃષ્ટ વંદના પ્રતિક્રમણના સમયે જ કરવામાં આવે છે. બાકીના સમયમાં ત્રણ આવર્તન યુક્ત વંદન કરવાનું જ વર્ણન આગમોમાં અનેક સ્થળે જોવા મળે છે. તીર્થંકરો તેમજ સાધુઓને પ્રતિક્રમણ સિવાયના સમયોમાં ત્રણ આવર્તન(પ્રદક્ષિણા થી વંદન કરવા જોઈએ. વર્તમાનમાં નવ આવર્તનની પરંપરા પણ પ્રચલિત છે. તેને માટે આગમનો આધાર જડતો નથી. 131 (૫) કૃષ્ણજીના ભાઈ બલરામજીની ઉંમર ૧૨૦૦ વર્ષની હતી. (૬) નાનામાં નાનો દિવસ અથવા રાત ૧૨ મુહૂર્તની હોય છે અર્થાત્ નવ કલાક, ૩ મિનિટ. (ભરતક્ષેત્રના પ્રથમ ખંડના મધ્યકેન્દ્ર સ્થાનની અપેક્ષા આ કાળમાન છે, એવું સમજવું. બીજી જગ્યાએ તેનાથી પણ નાનો દિવસ હોવાનો સંભવ છે.) (૭) સર્વાર્થ સિદ્ધ વિમાનથી સિદ્ધ શિલા બાર યોજન ઉપર છે. તેના ૧ર નામ છે. (૮) તેર ક્રિયા સ્થાન છે, પ્રથમ દેવલોકમાં તેર પાથડા પતર) છે, નિયંચમાં ૧૩ યોગ હોય છે. (૯) કુલ કોડી, પૂર્વ, સૂર્ય મંડલ, આદિના ૧૩ની સંખ્યાથી કથન છે. (૧૦) જીવના ૧૪ ભેદ, ૧૪ પૂર્વ, ૧૪ ગુણસ્થાન, ૧૪ ચક્રવર્તીના રત્ન હોય છે. ભગવાન મહાવીરની ૧૪ હજારની સાધુ સંપદા હતી. જંબુદ્રીપમાં ૧૪ મોટી નદીઓ છે. જે લવણ સમુદ્રમાં મળે છે. (૧૧) પરમાધામી દેવની ૧૫ જાતિ છે. ધ્રુવ રાહુ હંમેશાં ચંદ્રની સાથે રહે છે. મનુષ્યોને ૧૫ યોગ હોય છે. નક્ષત્ર યોગ, દિવસ-માન, પૂર્વવસ્તુ સંખ્યા આદિ ૧૫-૧૫ની સંખ્યામાં કથા છે. (૧૨) સોળ કષાય છે. સૂત્રકૃતાંગના ૧૬ અધ્યયન છે. મેરુ પર્વતના ૧૬ નામ છે. પાર્શ્વનાથ ભગવાનની ૧૬ હજાર સાધુ સંપદા હતી. લવણ સમુદ્રનું પાણી સમભૂમિથી ૧૬ હજાર યોજન ઊંચું છે. (૧૩) સત્તર પ્રકારનો સંયમ અને અસંયમ છે. લવણ સમુદ્રને પાર કરનારા જંઘાચારણ આદિને ૧૭ હજાર યોજન ઉપર ઉડવું પડે છે. (૧૪) પર્વતોની ઊંચાઈ, ઉત્પાત પર્વત, તિગિચ્છકૂટ, કર્મપ્રકૃતિ બંધ આદિ ૧૭ની સંખ્યાથી વર્ણિત છે. (૧૫) સત્તર પ્રકારના કુલ મરણ કહ્યા છે–૧. આવીચિ મરણ(સમયે-સમયે મરણ) ૨. અવિધ મરણ ૩. આત્યંતિક મરણ(ફરી તે સ્થાનમાં ઉત્પન્ન ન થવું) ૪. ગળું મરડી દબાવીને મરવું ૫. દુઃખથી હાય-વોય કરતા મરવું અથવા વિયોગ સંયોગના નિમિત્તે છાતી, માથું કૂટીને મરવું ૬. તીર, ભાલા વગેરે ભોંકીને મરવું ૭. કાશી કરવત લેવી ૮. બાળમરણ ૯. પંડિત મરણ ૧૦, બાલડિત મરણ ૧૧. છદ્મસ્થ Page #132 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત મરણ ૧૨. કેવળી મરણ ૧૩. ફાંસીએ લટકીને મરવું ૧૪. ગીધ આદિથી ખવાઈને મરવું ૧૫. ભક્ત પ્રત્યાખ્યાન અનશન ૧૬. ઈંગિત મરણ અનશન ૧૭. પાદપોપગમન અનશન. ૧ર (૧૬) ૧૮ પ્રકારના બ્રહ્મચર્ય (દેવસંબંધી અને મનુષ્ય સંબંધી) છે. ૧૮ સંયમ સ્થાન છે. ૧૮ લિપિઓ છે. મોટામાં મોટા દિવસ-રાત ૧૮ મુહૂર્તના હોય છે(મધ્ય ભરતક્ષેત્રના કેન્દ્રસ્થાનની અપેક્ષાએ). પૂર્વ વસ્તુ, સૂત્રપદ, નરક પૃથ્વીપિંડ આદિ ૧૮ સંખ્યાથી કહેલા છે. (૧૭) જ્ઞાતાસૂત્રના ૧૯ અધ્યયન છે. સૂર્ય ઉત્કૃષ્ટ ૧૯ સો યોજન ઉપર-નીચે તપે છે. ૧૯ તીર્થંકરોએ રાજ્ય ભોગવ્યા બાદ દીક્ષા લીધી હતી. (૧૮) વીસ સંયમના અસમાધિસ્થાન છે અર્થાત્ સામાન્ય દોષ છે. ૨૦ ક્રોડાક્રોડી સાગરોપમનું કાળ ચક્ર થાય છે. બધી નરક પૃથ્વીપિંડની નીચે ઘનોદધિ ૨૦ હજાર યોજનનો છે. સમવાયઃ ૨૧ થી ૩૩ (૧) સંયમના એકવીસ સબળ દોષ છે અર્થાત્ પ્રબળ દોષ છે, તેનાથી સંયમની વધારેમાં વધારે વિરાધના થાય છે. (૨) ચારિત્ર મોહનીયની ર૧ કર્મ પ્રકૃતિ છે. (૩) ઉત્સર્પિણી કાળનો પહેલો, બીજો આરો અને અવસર્પિણી કાળનો પાંચમો, છઠ્ઠો આરો ૨૧ હજાર વર્ષનો હોય છે. (૪) એકવીસથી તેત્રીસ પલ્યોપમ, સાગરોપમની નારક, દેવોની સ્થિતિ, તેટલા જ પખવાડિયે દેવોનો શ્વાસોશ્વાસ, ૨૧ સાગરોપમથી ૩૩ સાગરોપમ સુધીની સ્થિતિવાળા દેવોના વિશિષ્ટ વિમાન તેમજ ૨૧ થી ૩૩ ભવ કરીને મોક્ષે જનારાઓનું વર્ણન આ સમવાયોમાં છે. (૫) બાવીસ પરીષહ છે. બાવીસ પુદ્ગલ પરિણામ છે, જેમાં ૨૦ વર્ષાદિ, ૨૧મો અગુરુ-લઘુ સ્પર્શ, ૨૨મો ગુરુ-લઘુ સ્પર્શ. (૬) સૂત્રકૃતાંગના બંને શ્રુતસ્કંધના ૨૩ અધ્યયન છે. ત્રેવીસ તીર્થંકરોને પૂર્વાન્ડમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું. ત્રેવીશ તીર્થંકર પૂર્વભવમાં અગિયાર અંગના જ્ઞાતા હતા, ઋષભદેવ સ્વામી ચૌદપૂર્વી હતા. ત્રેવીશ તીર્થંકર પૂર્વભવમાં માંડલિક રાજા હતા, પ્રથમ તીર્થંકર પૂર્વભવમાં ચક્રવર્તી હતા. (૭) ૨૪ તીર્થંકર છે. ૨૪ દેવો છે. જેમાં ૧૦ ભવનપતિ, ૮ વ્યંતર, ૫ જ્યોતિષી, ૧ વૈમાનિક. (૮) સૂર્ય પ્રથમ મંડલમાં હોય છે ત્યારે ૨૪ અંગુલની પોરિષી છાયા હોય છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર સમવાયાંગ સૂત્ર સારાંશ ૧૩૩ (૯) ક્ષેત્ર પર્વતની જીવા, નદી પ્રવાહ અને વિસ્તાર ૨૪ની સંખ્યાથી કહેવાયા છે. (૧૦) પાંચ મહાવ્રતની ૨૫ ભાવનાઓ છે. (૧૧) આચારાંગ સૂત્રના કુલ રપ અધ્યયન છે. નિશીથસૂત્ર આચારાંગની ચૂલિકા રૂપ અધ્યયન છે. તેને જોડીને આચારાંગના રપ અધ્યયન કહ્યા છે. (અર્થાત્ વિક્તિ' અધ્યયન ગણવામાં આવતું નથી, આથી આ નિશીથ સૂત્રને અલગ કર્યા પછી અધ્યયન સંખ્યા પૂર્તિને માટે જોડવામાં આવેલ હોવાની સંભાવના છે.) (૧૨) ત્રણ છેદ સૂત્ર(દશા કલ્પ-વ્યવહાર)ના ર૬(૧૦+6+10) ઉદ્દેશક છે. (૧૩) સાધુના ૨૭ ગુણ કહ્યા છે. નક્ષત્ર માસ ૨૭ દિવસનો હોય છે. (૧૪) પ્રાયશ્ચિત્ત આરોપણા રૂપ આચાર પ્રકલ્પ ૨૮ છે. અહીં પ્રતોમાં પાઠ અશુદ્ધ જણાય છે અને વ્યાખ્યાકારોએ પણ તેની કોઈ ચર્ચા કરી નથી. વાસ્તવમાં પાંચ રાત્રિના પ્રાયશ્ચિત્તથી શરૂ કરીને એક માસ સુધી વિકલ્પ અને ચાર માસ સુધી ૨૪ વિકલ્પ કહેવા જોઈએ. આ પ્રાયશ્ચિત્તની વિધિ ભાષ્યાદિથી પણ સિદ્ધ છે. (૧૫) મતિજ્ઞાનના અવગ્રહાદિ ૨૮ ભેદ છે, મોહનીય કર્મના ર૮ ભેદ છે. (૧) ર૯ પાપ સૂત્ર છે. આષાડ આદિ ૬ મહિના ર૯ દિવસના હોય છે. (૧૭) ત્રીસ મોહનીય(મહામોહનીય) કર્મબંધના સ્થાન છે. (૧૮) એક દિવસના ૩૦ મુહૂર્ત હોય છે, તેના અલગ-અલગ નામ છે. (૧૯) ત્રેવીસમા, ચોવીસમાં તીર્થકર ૩૦ વર્ષ ગૃહવાસમાં રહ્યા હતા. (૨૦) સિદ્ધોના ૩૧ ગુણ છે. (૨૧) અંતિમ મંડલમાં સૂર્યનો ચહ્યુસ્પર્શ ૩૧૮૩૧ 3 યોજન હોય છે. (રર) પર યોગ સંગ્રહ છે, તેનું આચરણ કરવાથી સંયમની આરાધના સારી રીતે સંપન્ન થાય છે. (ર૩) બત્રીસ પ્રકારના નાટક કહ્યા છે. રેવતી નક્ષત્રના કર તારા છે. (૨૪) ગુરુની ૩૩ પ્રકારે આશાતના થાય છે. (૨૫) ચમચંચા રાજધાનીના એક દ્વારની ધાર શાખા પર ૩૩-૩૩ ભવન છે. તે સિવાય વિમાનાવાસ, નરકાવાસનો વિસ્તાર, કર્મ પ્રકૃતિના ભેદ અથવા બંધ, તીર્થકર વગેરેની અવગાહના આદિ, પૂર્વોની વસ્તુ સંખ્યા આદિ વિષય પણ યથા સ્થાન આ સમવાયોમાં છે. CLE | સમવાય: ૩૪ થી ૭૦ કિલો (૧) તીર્થકરના ચોત્રીસ અતિશય :- ૧. કેશ, મૂછ, રોમ, નખનું મર્યાદામાં વધવું, પછી ન વધવું. રોગ રહિત શરીર તેમજ નિરુપલેપ નિર્મળ શરીર ૩.રક્ત માંસ સફેદ ૪. શ્વાસોશ્વાસ સુગંધી ૫. આહાર-નિહાર અદશ્ય, પ્રછન્ન ૬. ચક ૭. છત્ર ૮ચામર ૯. સિંહાસન ૧૦, ઇન્દ્રધ્વજ ૧૧, અશોકવૃક્ષ ૧૨. ભામંડલ ૧૩. વિહારમાં સમભૂમિ ૧૪. કાંટાનું અધોમુખ થવું૧૫.ઋતુ પ્રકૃતિનું શરીરને અનુકૂળ Page #134 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : નાગમ નવનીત થવું ૧૬. એક યોજન (ભૂમિ પ્રમાર્જન ૧૭. જસિંચન ૧૮. પુષ્પોપચાર ૧૯. અમનોજ્ઞ શબ્દાદિનો અપહાર ર૦. મનોજ્ઞનો પ્રાદુર્ભાવ ૨૧. યોજનગામી સ્વર ૨૨. એક ભાષામાં ધર્મોપદેશ ૨૩. જીવોનું પોત પોતાની ભાષામાં પરિણમન ૨૪. સમવસરણમાં દેવ, મનુષ્ય, જનાવર બધા વેર ભૂલીને ધર્મશ્રમણ કરે ૨૫. અન્ય તીથિકા દ્વારા વંદન ર૬. નિરુત્તર થવું ૨૭. ૨૫ યોજન સુધી ઉપદ્રવ શાંતિ ૨૮. મારી-મરકી આદિ બિમારી ન હોય ૨. સ્વચક્રના ભયનો અભાવ ૩૦. પરચક્રના ભયનો અભાવ ૩૧. અતિવૃષ્ટિ ન હોય ૩ર. અનાવૃષ્ટિ ન હોય ૩૩. દુર્ભિક્ષ, દુષ્કાળ ન હોય ૩૪. પહેલાં ઉત્પન્ન થયેલા વ્યાધિ, ઉપદ્રવની શાંતિ. (૨) જંખ્વીપમાં ચક્રવર્તી, વિજય, વૈતાઢય પર્વત, ઉત્કૃષ્ટ તીર્થંકર ૩૪-૩૪ હોય છે. ચમરેન્દ્રના ચોત્રીસ લાખ ભવનાવાસ છે. 938 (૩) તીર્થંકરના પાંત્રીસ સત્ય વચનાતિશય હોય છે. જેમ કે— ૧ થી ૭ શબ્દ સૌંદર્યના અતિશય છે ૮. મહાન અર્થવાળા વચન ૯. પૂર્વાપર અવિરોધી ૧૦. શિષ્ટ વચન ૧૧. અસંદિગ્ધ ૧૨. દૂષણ નિવારક ૧૩. હૃદયગ્રાહી ૧૪. અવસરોચિત ૧૫. વિવક્ષિત તત્ત્વના અનુરૂપ ૧૬. નિરર્થક વિસ્તાર રહિત ૧૭. પરસ્પર અપેક્ષિત વાક્ય ૧૮. શાલીનતા સૂચક ૧૯. મિષ્ટ વચન ૨૦. મર્મ રહિત ૨૧. અર્થ, ધર્મને અનુકૂળ રર. ઉદારતા યુક્ત ૨૩. પરનિંદા, સ્વપ્રશંસા રહિત ૨૪. પ્રશંસનીય વચન૨૫. વ્યાકરણ દોષોથી રહિત ૨૬. કુતૂહલ યુક્ત આકર્ષણવાળા ૨૭. અદ્ભુત વચન ૨૮. ધારા પ્રવાહી ૨૯. મનના વિક્ષેપ, રોષ, ભય આદિથી રહિત ૩૦. અનેક પ્રકારે કથન કરનાર ૩૧. વિશેષ વચન ૩૨. સાકાર ૩૩. સાહસ પૂર્ણ ૩૪. ખેદ રહિત ૩૫. વિક્ષિત-કહેવા ધારેલ અર્થની સિદ્ધિ કરનાર વચન. (૪) કુંથુનાથ તીર્થંકર, દત્ત વાસુદેવ, નંદન બળદેવ ૩૫ ધનુષ ઊંચા હતા. (૫) ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬ અધ્યયન છે. ભગવાન મહાવીરનાં ૩૬ હજાર સાધ્વીઓ હતાં. (૬) કુંથુનાથ ભગવાનના ૩૭ ગણ અને ૩૭ ગણધર હતા. (૭) પાર્શ્વનાથ ભગવાનનાં ૩૮ હજાર સાધ્વીઓ હતાં. (૮) ક્ષુલ્લિકા વિમાન પ્રવિભક્તિ સૂત્રમાં દ્વિતીય વર્ગના ૩૮ ઉદ્દેશક છે. (૯) તીર્થંકર સંબંધી કથન, પર્વત, પોરિસી છાયા, ભવનાવાસ, નરકાવાસ, પર્વતોનો વિસ્તાર વગેરે વર્ણન આ સમવાયોમાં છે. (૧૦) નામ કર્મની ૪૨ પ્રકૃતિઓ છે. કાલોદધિ સમુદ્રમાં ૪૨ સૂર્ય, ૪૨ ચંદ્ર છે. (૧૧) મહત્ વિમાન પ્રવિભક્તિ સૂત્રના પ્રથમ વર્ગના ૪૧, દ્વિતીય વર્ગના ૪૨, ત્રીજા વર્ગના ૪૩, ચોથા વર્ગના ૪૪, પાંચમા વર્ગના ૪૫ ઉદ્દેશક છે. (૧૨) ૠષિભાષિત સૂત્રના ૪૪ અધ્યયન છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર: સમવાયાંગ સૂત્ર સારાંશ (૧૩) બ્રાહ્મી લિપિના ૪૬ માતૃકા પદ મૂળાક્ષર છે. (૧૪) ચક્રવર્તીના ૪૮ હજાર પાટણ હોય છે. (૧૫) પંદરમા તીર્થંકરના ૪૮ ગણધર હતા. (૧૬) યુગલિક ૪૯ દિવસમાં યૌવન પ્રાપ્ત કરે છે. તેઇંદ્રિયની ઉત્કૃષ્ટ ઉંમર ૪૯ દિવસની હોય છે. તિમિસ ગુફા અને વૈતાઢય પર્વત પચાસ યોજનના છે. ગોસ્નૂભ આવાસ પર્વતનું અંતર અહીં ૪૨ થી પર, ૫૭, ૫૮ સમવાયોમાં કહેલ છે. (૧૭) આચારાંગસૂત્રના ૯ અધ્યયનોના ૫૧ ઉદ્દેશક છે. (૧૮) મોહનીય કર્મના બાવન નામ છે. ૧૩૫ (૧૯) ભગવાન મહાવીરના ૫૩ સાધુ એક વર્ષની દીક્ષા પાળીને પાંચ અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. (૨૦) ઉત્તમ પુરુષ ચોપન હોય છે. ૨૪+૧૨+૯+૯ = ૫૪. (૨૧) એક દિવસ એક આસન પર જ શ્રમણ ભગવાન મહાવીરે ૫૪ વાર વાગરણા--ઉપદેશ આપ્યો. (૨૨) શ્રમણ ભગવાન મહાવીરે અંતિમ દિવસે ૫૫ દુઃખ વિપાકની અને ૫૫ સુખ વિપાકની ધર્મકથાઓ કહી અને મોક્ષ પધાર્યા. (૨૩) ત્રેઠ દિવસે યુગલિક મનુષ્ય યૌવન પ્રાપ્ત કરી લે છે. (૨૪) નિષધ પર્વત પર ૬૩ સૂર્યોદય થાય છે. (૨૫) દધિમુખ પર્વત ૬૪ હજાર યોજનના લાંબા, પહોળા અને ઊંચા છે. (૨૬) ચક્રવર્તીનો હાર ૪ સર વાળો હોય છે. (૨૭) શ્રમણ ભગવાન મહાવીરે ચોમાસાના એક માસ અને વીસ દિવસ વીતવા પર અને સિત્તેર દિવસ શેષ રહેવા પર પર્યુષણ કર્યા. [આ સૂત્રનું ગણિત જામતુ નથી. કલ્પસૂત્રમાંથી કોઈએ સ્વાર્થ વશ, પોતાના સવત્સરી સંબંધી મતને અંગસૂત્રની છાપ લગાડી પુષ્ટ કરવા આ સૂત્રને અહીં પ્રક્ષિપ્ત કર્યું હોય તેવી પૂર્ણ શક્યતા છે. (૨૮) પાર્શ્વનાથ તીર્થંકરની દીક્ષા પર્યાય સિત્તેર વર્ષની હતી. સમવાય ૦૧ થી ૧૦૦ (૧) વીર્ય પ્રવાદ પૂર્વના ૭૧ પાહુડ–અધ્યાય છે. (૨) પુરુષની ૭ર કળા :- (૧) લેખન કળા (૨) ગણિત (૩) ચિત્રકળા (૪) નૃત્ય (૫) ગીત (૬) વાદ્ય (૭) સ્વર-રાગ (૮) મૃદંગ જ્ઞાન (૯) સમતાલ વગાડવું (૧૦) દ્યૂત કળા (૧૧) લોકવાયકા (૧૨) શીઘ્ર કવિત્વ (૧૩) શેતરંજ (૧૪) જળ શોધન (૧૫) અન્ન સંસ્કાર (૧૬) જળ સંસ્કાર (૧૭-૧૮) ગૃહશય્યા નિર્માણ (૧૮) Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત આર્યા છંદ બનાવવો (૨૦) સમસ્યા-કોયડો (ર૧) માગધિકા છંદ (રર) ગાથા (૨૩) શ્લોક (ર૪) સુગંધિત કરવાની કળા (૨૫) મીણ પ્રયોગ કળા (૨૪) અલંકાર બનાવવા પહેરવાની કળા (૨૭) તરુણી પ્રસાધન કળા અથવા ખુશ કરવાની કળા (૨૮) સ્ત્રી લક્ષણ (ર૯-૪૧) પુરુષ, ઘોડા, હાથી, બળદ, કુકડા, ઘેટાંના લક્ષણ તથા ચક્ર, છત્ર, દંડ, તલવાર, મણિ, કાકણિ ચર્મ(રત્નો)ના લક્ષણ (૪૨-૪૫) ચંદ્ર, સૂર્ય, રાહુ, ગ્રહનું વિજ્ઞાન (૪૬) સૌભાગ્ય (૪૭) દુર્ભાગ્ય જાણવાનું જ્ઞાન (૪૮) રોહિણી પ્રજ્ઞપ્તિ વગેરે વિદ્યા (૪૯) મંત્ર વિજ્ઞાન (૫૦) ગુપ્ત રહસ્યો જાણવાની કળા (૫૧) પ્રત્યેક વસ્તુઓને પ્રત્યક્ષ જાણવાની કળા (પર) જ્યોતિષ ચક્રગતિ (પ૩) ચિકિત્સા વિજ્ઞાન (૫૪) યૂહ રચનાની કળા (૫૫) પ્રતિ યૂહ (૫૬) સૈન્ય માપ (૫૭) નગરમાપ (૫૮) મકાન માપ (૫૯-૬૧) સેના, નગર, મકાન બનાવવાની કળા (ડર) દિવ્યાસ્ત્ર જ્ઞાન (૩) ખડગ શાસ્ત્ર (૬૪) અશ્વશિક્ષા (૫) હસ્તિ શિક્ષા (૬) ધનુર્વેદ (૭) ચાંદી સુવર્ણ, મણિ-ધાતુની સિદ્ધિની કળા (૬૮) બાહુ, દંડ, મુષ્ઠિ, અસ્થિ આદિયુદ્ધ કળા (૯) ક્રીડા, પાસા, નાલિકા ખેલ (૭૦) પત્ર-છેદ કળા (૭૧) ધાતુને સજીવ-નિર્જીવ કરવાની કળા અને ફરી મૌલિક રૂપમાં લાવવું (૭ર) શકુન શાસ્ત્ર. જ્ઞાતાસૂત્ર, ઉવવાઈ સૂત્ર, રાજપ્રશ્નીય સૂત્ર, જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર આદિ આગમોમાં પણ આ ૭ર કળાઓ છે. ક્યાંય-ક્યાંય નામ અને ક્રમમાં ભિન્નતા છે. (૩) એક મુહૂર્તમાં ૭૭ લવ હોય છે. અંગ વંશમાં ૭૭ રાજા ક્રમશઃ દીક્ષિત થયા. (૪) ભગવતી સૂત્રના પાછળના છ શતકોમાં(૩૫-૪૦) ૮૧ મહાયુમ કહ્યા છે. એકેન્દ્રિયના ૧૨, બેઇન્દ્રિયના ૧૨, તે ઇન્દ્રિયના ૧ર, ચોરેન્દ્રિયના ૧૨, અસંસી પંચેન્દ્રિયના ૧ર, સંજ્ઞી પંચેન્દ્રિયના ૨૧. (૫) દર દિવસ પસાર થવા પર ભગવાન મહાવીરના ગર્ભનું સંહરણ થયું. ) ભરત ચક્રવર્તી ૮૩ લાખ પૂર્વ ગૃહવાસમાં રહીને કેવળી થયા. (૭) ભરત, બાહુબલી, બ્રાહ્મી, સુંદરી તેમજ ઋષભદેવ ભગવાનની ઉમર ૮૪ લાખ પૂર્વની હતી. (૮) બધા બાહ્ય મેરુ અને બધા અંજની પર્વત ચોરાસી હજાર યોજન ઊંચા છે. (૯) ઋષભદેવ ભગવાનના ચોરાસી હજાર પ્રકીર્ણ હતા. ચોરાસી ગણધર અને ચોરાસી ગણ હતા. ચોરાસી હજારની શ્રમણ સંપદા હતી. (૧૦) ચોરાસી લાખ જીવાયોનિ છે. (૧૧) ચાર મેરુ અને રુચક મંડલિક પર્વત પંચાસી હજાર યોજન સર્વાગ્રવાળા છે. (૧૨) ૯૧ વિનય વૈયાવૃત્યના વિકલ્પ છે. બાણુ કુલ પ્રતિમાઓ છે. (૧૩) ૯૩મા મંડળમાં સૂર્યના આવવા પર સમાન દિવસ વિષમ થવા લાગે છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર: સમવાયાંગ સૂત્ર સારાંશ ૧૨છે. (૧૪) ચક્રવર્તીના રાજયમાં ૯૬ કરોડ ગામ હોય છે. (૧૫) દંડ, ધનુષ્ય, યુગ, નાલિકા, અક્ષ, મૂસલ, ૯૬-૯૬ અંગુલના હોય છે. (૧૬) શતભિષક નક્ષત્રના સો તારા છે. (૧૭) પાર્શ્વનાથ ભગવાન અને આર્ય સુધર્માની ઉંમર 100 વર્ષની હતી. (૧૮) બધા કાંચનક પર્વત ૧00 યોજન ઊંચા છે. પ્રકીર્ણક સમવાય (૧) અસુરકુમારોના પ્રાસાદ ૨૫૦ યોજનના ઊંચા છે. (૨) વૈમાનિક દેવોના વિમાનોના કોટ ત્રણસો યોજનના ઊંચા છે. (૩) બધા વર્ષધર પર્વતોના કૂટ ૫00 યોજનના ઊંચા છે. હરિ હરિસ્સહ બે કૂટ સિવાય વક્ષસ્કાર પર્વતોના કૂટ પણ પ00 યોજનના ઊંચા છે. (૪) બલકૂટ સિવાય નંદનવનના બધા કૂટ ૫૦૦ યોજનના ઊંચા છે. (૫) કુલકર અભિચંદ્ર 600 ધનુષ્યના ઊંચા હતા. (૬) ભગવાન મહાવીરના ૭00 શિષ્ય કેવળી થયા હતા. (૭) ૮૦૦ યોજનનો વ્યંતરોનો ભૂમિ વિહાર છે. વિમલ વાહન ૯૦૦ ધનુષ્યના ઊંચા હતા. (૮) હરિ, હરિસ્સહ અને બલ આ ત્રણ કૂટ, બધા વૃત વૈતાઢય, જમક પર્વત, ચિત્ર-વિચિત્ર કૂટ એક હજાર યોજનના ઊંચા છે. (૯) અરિષ્ટનેમિ 1000 વર્ષની ઉંમરે મોક્ષ ગયા. (૧૦) શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પોટ્ટીલ ભવમાં એક કરોડ વર્ષ સંયમનું પાલન કર્યું. 'બાર અંગ સૂત્રોનો પરિચય આચારાંગ સૂત્ર :(૧) આ સૂત્રમાં શ્રમણનિગ્રંથનો આચાર-ગોચર, વિનય વ્યવહાર, બેસવું, ચાલવું, ઉભા રહેવું, બોલવુંઆદિ પ્રવર્તન, સમિતિ-ગુપ્તિ, શય્યા, ઉપધિ, આહાર-પાણીની ગવેષણા, ઉદ્ગમાદિ દોષોની શુદ્ધાશુદ્ધિ, વ્રત-નિયમ, તપ-ઉપધાનનું વર્ણન છે. (ર) તે સાધ્વાચાર પાંચ પ્રકારના છે– ૧. જ્ઞાનાચાર– શ્રુતજ્ઞાનના અધ્યયનનો વ્યવહાર ૨. દર્શનાચાર- સમ્યકત્વીનો વ્યવહાર-દષ્ટિકોણ ૩. ચારિત્રાચારસમિતિ-ગુપ્તિરૂપ વ્યવહાર ૪. તપાચાર– બાર પ્રકારના તપનું અનુષ્ઠાન પ. વીર્યાચાર- જ્ઞાનની પ્રાપ્તિમાં શક્તિનું અગોપન અથવા શક્તિ અનુસાર જ્ઞાન, દર્શન, ચારિત્ર તથા તપમાં પુરુષાર્થ–પ્રયત્ન વૃદ્ધિ. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત (૩) આ સૂત્ર પ્રથમ અંગસૂત્ર છે, તેના બે શ્રુતસ્કંધ છે, પચ્ચીસ(૯ + ૧૬) અધ્યયન છે, પંચાસી (૮૫) ઉદ્દેશનકાલ એટલે પાઠ દેવાના વિભાગ છે, પંચાસી સમુદેશન કાળ(તેને જ સાંભળીને શુદ્ધ કંઠસ્થ કરાવવું), અઢાર હજાર પદ(શબ્દ) છે. (૪) ૧. આ સૂત્રમાં પરિમિત (નિયત) વાચનાઓ (અર્થ સમજાવવાને માટે વિભાગ) છે. સંખ્યાતા વ્યાખ્યા પદ્ધતિઓ છે, સંખ્યાના મત મતાંતર છે, સંખ્યાતા વેષ્ટક અતિદેશ (ભલામણના પાઠ) છે. સંખ્યાતા શ્લોક (પરિમાણ) છે તેમજ ગુરુ પરંપરાથી પ્રાપ્ત વ્યાખ્યાઓ પણ સંખ્યાતા છે. ૨. સંખ્યાતા અક્ષર, અનંત અર્થ. અનંત પર્યાય, અસંખ્ય ત્રસ તેમજ અનંત સ્થાવરના સંરક્ષક જિનપ્રરૂપિત ભાવોનું સામાન્ય કથન, વિશેષ કથન, ભેદ-પ્રભેદ યુક્ત કથન, હેતુ દાંત યુક્ત કથન કર્યુ છે તેમજ સ્પષ્ટ સમજાવ્યું છે. ૩. આવા સૂત્રનું અધ્યયન કરવાવાળા "આત્મા જ" થઈ જાય છે. અર્થાત્ આચારમય બની જાય છે જ્ઞાતા અને વિજ્ઞાતા થઈ જાય છે. આ પ્રકારે આ સૂત્રમાં ચરણ(પાંચ મહાવ્રત, દશ યતિધર્મ, સત્તર સંયમ) કરણ(સમિતિ, ગુપ્તિ, તપ)નું તેમજ તેની સમ્યક આરાધનાનું વર્ણન છે.] નોંધઃ- ક્રમ નં. ૪નો સર્વ અંશ બધા અંગ સૂત્રોની સાથે સમજી લેવો. સૂત્રકૃતાંગ સૂત્ર - (૧) આ સૂત્રમાં સ્વસમય-પરસમય જીવાજીવ, લોકાલોકનું સૂચન છે. જીવાદિ નવ તત્ત્વોની, ૩૬૩ અન્ય દષ્ટિઓની સંક્ષેપમાં સૂચના કરી છે. સ્વસમય (જિનમત)ની સ્થાપના કરી છે. (ર) અનેક દૃષ્ટાંત આદિ દ્વારા સિદ્ધાંતોની નિસ્સારતાનું સમ્યક રીતે પ્રદર્શન કરવામાં આવ્યું છે. (૩) આ વર્ણન મોક્ષ પથના અવતારક, ઉદાર, અજ્ઞાન અંધકારને દૂર કરનાર તથા સિદ્ધિરૂપ ઉત્તમ પ્રાસાદને માટે સોપાન તુલ્ય છે. (૪) આ બીજું અંગ સૂત્ર છે, બે શ્રુતસ્કંધ છે, ત્રેવીસ(૧૬ + ૭) અધ્યયન છે. તેત્રીસ ઉદ્દેશન કાલ, તેત્રીસ સમુદેશન કાલ છે અને ૩૬ હજાર પદ . નોંધ – બાકીનું વર્ણન આચારાંગ સૂત્રના ક્રમ નં. ૪ની સમાન છે. ઠાણાંગ સૂત્ર:(૧) આ સૂત્રમાં સ્વસમય-પરસમય, જીવાજીવ, લોકાલોકનું વર્ણન છે. દ્રવ્ય, ગુણ, ક્ષેત્ર, કાલ અને પર્યાયોનું વર્ણન છે. (ર) પર્વત, નાની-મોટી નદીઓ, સમુદ્ર, સૂર્ય, ભવન, વિમાન, નિધિ, પુરુષોના પ્રકાર, સ્વર, ગોત્ર, જ્યોતિષ ચક્રનું સંચરણ ઇત્યાદિ વિષયોનું પણ વર્ણન છે. (૩) આ સૂત્રમાં એક થી લઈને દસ સુધીની સંખ્યાના જીવ, પુદ્ગલ આદિ લોકગત પદાર્થો વગેરેની પ્રરૂપણા કરી છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ ક - ર : | આચારશાસ્ત્ર સમવાયાંગ સૂત્ર સારાંશ ૧૩૯] (૪) આ ત્રીજું અંગસૂત્ર છે, એક શ્રુતસ્કંધ છે, દસ અધ્યયન છે, એકવીસ ઉદ્દેશન, એકવીસ સમુદેશન કાળ છે, ૭ર હજાર પદ . નોંધઃ- શેષ વર્ણન આચારાંગના ક્રમ નં. ૪ની સમાન છે. સમવાયાંગ સૂત્ર - (૧) આ સૂત્રમાં સ્વસમય-પરસમય, જીવાજીવ, લોકાલોકનું સૂચન છે. એકથી લઈને ક્રમથી સો સુધીની સંખ્યાના આલંબને અનેક તત્ત્વોનું કથન છે. (૨) ત્યાર પછી ક્રમ વગર કરોડની સંખ્યા સુધીના વિષયોનું વર્ણન છે. પછી દ્વાદશાંગીનો સાર ગર્ભિત વિષય પરિચય આપવામાં આવેલ છે. (૩) ચાર ગતિના જીવોનો આહાર, ઉચ્છવાસ, લેગ્યા, આવાસોની સંખ્યા, લંબાઈ-પહોળાઈ, ઉત્પત્તિ, ચ્યવન, અવગાહના, અવધિજ્ઞાન, વેદના-ભેદ, ઉપયોગ, યોગ, ઈન્દ્રિય અને કષાયનું વર્ણન છે. વિવિધ પ્રકારની જીવાયોનિ, પર્વતોનો વિસ્તાર આદિ, કુલકર, તીર્થકર, ગણધર, વાસુદેવ, બળદેવ, ચક્રવર્તીનું વર્ણન છે. બીજા પણ અનેક એવા વિષયોનું વર્ણન છે. (૪) આ ચોથું અંગસૂત્ર છે, એક શ્રુતસ્કંધ છે, એક અધ્યયન છે, એક ઉદ્દેશન સમુદેશન કાળ છે અને એક લાખ ચુંમાલીસ હજાર પદ . નોંધ – શેષ વર્ણન આચારાંગના ક્રમ નં.૪ની સમાન છે. ભગવતી સૂત્રઃ(૧) આ સૂત્રમાં સ્વસમય-પરસમય, લોકાલોકનું વ્યાખ્યાન છે. તેનું આગમિક નામ “વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ” છે. (ર) આ સૂત્રમાં દેવ, નરેન્દ્ર, ગણધર અને રાજર્ષિ આદિ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્રોના મહાવીર ભગવાન દ્વારા આપેલા ઉત્તરોનું પ્રતિપાદન કર્યું છે. આ પ્રશ્નો તેમજ સમાધાન ભવ્યજનોના હૃદયને આનંદિત કરવાવાળા છે, અંધકારનો નાશ કરવાવાળા છે, દીપની સમાન પ્રકાશક છે તેમજ અર્થ-બોધરૂપ ગુણની પ્રાપ્તિ કરાવવાને માટે સિદ્ધ હસ્ત છે. (૩) આ પાંચમું અંગસૂત્ર છે, એક શ્રુતસ્કંધ છે, સો થી વધારે અધ્યયન છે. (૪૧ શતક છે) દસ હજાર ઉદ્દેશક સમુદેશક છે. છત્રીસ હજાર પ્રશ્નોત્તર છે. ચોરાસી હજાર(બે લાખ અઠ્ઠાવીસ હજાર) પદ છે. નોંધ:- અહીં મૂળપાઠમાં પદ સંખ્યા લિપિદોષથી અશુદ્ધ થઈ ગઈ હોય તેવું પ્રતીત થાય છે, કારણ કે ૩૬ હજાર પ્રશ્નોત્તરમાં ૮૪ હજાર પદનું કથન સત્ય થઈ શકતું નથી. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત જ્ઞાતા ધર્મકથા સૂત્ર :(૧) આ સૂત્રમાં પ્રથમ વિભાગમાં ઓગણીસ દષ્ટાંત છે. જેમાં કેટલીક ઘટનાઓ છે, કેટલાક ઉપમારૂપ છે અને કેટલાક કાલ્પનિક રૂપક છે. બીજા વિભાગમાં દસ અધ્યયન ધર્મકથા યુક્ત છે. (૨) આ સૂત્રમાં નગર, ઉદ્યાન, દેવાલય, વનખંડ, રાજા, માતા-પિતા, સમવસરણ ધર્માચાર્ય, ધર્મકથા, ઋદ્ધિ, ભોગ, તેનો ત્યાગ, દીક્ષા ગ્રહણ, શ્રતગ્રહણ, શ્રુતના તપ તેમજ અન્ય તપસ્યાઓ, દીક્ષાપર્યાય, સંલેખના, આજીવન અનશન, દેવલોકગમન, પુનરાગમન, બોધિલાભ તેમજ મુક્તિ આદિ વિષયોનું કથન છે. (૩) ધર્મને પ્રાપ્ત કરીને તેનાથી વ્યુત થયેલાનું તેમજ તે ધર્મની વિરાધના કરનારાના સંસાર ભ્રમણના દુઃખનું આખ્યાન કર્યું છે. તેનાથી વિપરીત ધીર વીર, કષાયો અને પરીષહો પર વિજય પ્રાપ્ત કરનારા સંયમમાં ઉત્સાહી આરાધક જીવોના સંસાર સુખ તેમજ મોક્ષ પ્રાપ્તિનું પ્રરૂપણ કર્યું છે. (૪) આ સૂત્રમાં સંયમ માર્ગથી વિચલિત અથવા અપરિપક્વ મુનિઓમાં ધૈર્ય ઉત્પન્ન કરનારા, બોધ અને અનુશાસન ભરનારા તથા ગુણ અને દોષનું સંદર્શન દેનારા દષ્ટાંતોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. (૫) આ છઠું અંગસૂત્ર છે, બે શ્રુતસ્કંધ છે, ર૯(૧૯+૧૦) અધ્યયન છે, બીજા શ્રુતસ્કંધમાં દશ કથાઓનો વર્ગ છે. તેમાં સાડા ત્રણ કરોડ કથાઓ સમાવિષ્ટ છે. ઓગણત્રીસ ઉદ્દેશન કાલ છે, સખ્યાતા લાખો પદ છે. નોંધ – શેષ વર્ણન આચારાંગના ક્રમ નં. ૪ની સમાન છે. ઉપાસક દશા સૂત્ર -- (૧) આ સૂત્રમાંદસ શ્રાવકોનું વર્ણન છે. તેમાં તે શ્રાવકોના નગર, ઉધાન, દેવાલય, વનખંડ, રાજા, માતા-પિતા, સમવસરણ, ધર્માચાર્ય, ધર્મકથા, શ્રાવકોની કૃદ્ધિ, વ્રત પ્રત્યાખ્યાન, પૌષધ, શ્રુતગ્રહણ, શ્રુતનું ઉપધાન(તપ), શ્રાવક પડિયા ધારણ, ઉપસર્ગ, સંલેખના, આજીવન અનશન, દેવલોક ગમન, પુનરાગમન, બોધિલાભ, ભોગત્યાગ, મોક્ષ પ્રાપ્તિ ઈત્યાદિ વિષયોનું આખ્યાન કર્યું છે. (૨)વિસ્તારથી ધર્મપરિષદ, ધર્મશ્રવણ, પાંચ અભિગમ, સમ્યકત્વવિશુદ્ધિ, વ્રતોના અતિચાર, વ્રતપર્યાય, નિવૃત્ત-સાધના, તપસ્વી જીવનનું શરીર આદિ વર્ણન છે. (૩) આ સાતમું અંગસૂત્ર છે. એક શ્રુતસ્કંધ છે, દસ અધ્યયન છે, દસ ઉદ્દેશન કાલ અને દસ સમુદેશન કાલ છે તથા સંખ્યાતા લાખ પદ છે. અંતકૃત દશા સૂત્ર -- (૧) આ સૂત્રમાં વર્ણિત ૯૦ જીવો(બધા જીવો)એ તે જ ભવમાં સંયમ તપની Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ આચારશાસ્ત્રઃ સમવાયાગસૂત્ર સારાંશ ઉત્કૃષ્ટ આરાધના કરી ક!(સંસાર)નો અંત કરી દીધો છે. (૨) રખા સૂત્રમાં તે જીવોના નગર આદિનું વર્ણન છે; તેમજ રાયમગ્રહણ, શ્રુતગ્રહણ અને ઉપધાન તપનું વર્ણન છે. અનેક પ્રકારની ડિમાઓ, ક્ષમા આદિ યતિધર્મ, સત્તર પ્રકારનો સંયમ, બ્રહ્મચર્ય, અકિંચનતા, તપ, ત્યાગ, સમિતિ, ગુપ્તિ, અપ્રમત્ત યોગ, સ્વાધ્યાય, સંયમ પર્યાય, કેવળજ્ઞાન, પરીષહ, ઉપસર્ગ આદિનું વર્ણન છે. (૩) આ આઠમું અંગસૂત્ર છે, એક શ્રુત સ્કંધ છે, દસ અધ્યયન છે, સાત વર્ગ છે, દસ ઉદ્દેશન-સમુદ્દેશન કાળ છે, સંખ્યાતા લાખ પદ છે. નોંધ :--- (૧) અહીં અયન તેમજ વર્ગનો પાઠ પણ લિપિ દોષથી અશુદ્ધ થઇ ગયો હોય તેવું લાગે છે. ઉપલબ્ધ આ સૂત્રના આઠ વર્ગ અને ૯૦ અઘ્યયન છે. (૨) બાકીનું વર્ણન આચારાગની સમાન છે. અનુત્તરોપણતિક સૂત્ર (૧) અનુત્તર વિમાનમાં ઉત્ત્તત્ત્ત થનારા જીવોના નગર આદિ તેમજ સંયમગ્રહણ, શ્રુતગ્રહણ, શ્રુતનું તત્ત્વ, સંયમપર્યાય, સંલેખના, અનુત્તરવિમાનમાં ઉત્પત્તિ, પુનરાગમન, બૌધિલાભ, સંયમપાલન અને અંતક્રિયાનું આખ્યાન કર્યુ છે. (૨) તીર્થંકરના સમવસરણ તેમજ અતિશયનું વર્ણન છે. ગંધહસ્તિની સમાન શ્રેષ્ઠ, પરીષહ વિજેતા, યશસ્વી તેમજ અનેક પ્રશસ્ત ગુણોથી યુક્ત તેમના શિષ્ય અણગાર મહર્ષિઓનું વર્ણન છે. દેવાસુર મનુષ્ય પરિષદનું આવવું, ઉપાસના કરવી, ધર્મદેશના, હળુકર્મી જીવોએ સંયમ-ધર્મ સ્વીકાર કરવો, અનેક વર્ષો સુધી સંયમ તપનું પાલન, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને અપ્રમત્ત યોગ, સ્વાધ્યાય-ધ્યાન આદિનું વર્ણન છે. (૩) આ નવમું અંગસૂત્ર છે, એક શ્રુતસ્કંધ છે, ત્રણ વર્ગ છે, દસ અધ્યયન છે, દસ ઉદ્દેશન-સમુદ્દેશન કાળ છે, સંખ્યાતા લાખ પદ છે. નોંધ :-- શેષ વર્ણન આચારાંગનાં ક્રમ નં. ૪ની સમાન છે. પ્રશ્ન વ્યાકરણ જૂ ર જે તેમ (૧) આ સૂત્રમાં ૧૦૮ પ્રત્રવિધા છે. આ વિધા દેવ અધિષ્ઠિત હોય છે. તેમાં અંગુઠા આદિને જોઈને શુભાશુભ ફળનું કથન કરવામાં આવે છે. (૨) ૧૦૮ પ્રશ્ન વિધા છે. આ મંત્રનો વિધિપૂર્વક જાપ કરવાથી આ વિદ્યા સિદ્ધ થાય છે અને પ્રશ્ન કર્યા વગર જ વ્યક્તિને શુભાશુભનો નિર્દેશ કરે છે. (૩) ૧૦૮ પ્રશ્નાપ્રશ્ન વિધા છે. આ અંગુઠા આદિના સદ્ભાવમાં અથવા અભાવમાં પણ શુભાશુભનું કથન કરે છે, નિશીલ ભાષ્યપૂર્ણિમાં એને સ્વપ્ન વિદ્યા કહી છે. આમાં વિધાથી અભિત્રિત ઘૂંટિકા કાન પાસે વગાડવામાં આવે છે, ત્યારે દેવતા Page #142 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત શુભાશુભનું કથન કરે છે. એને ઇખિની વિદ્યા પણ કહે છે, તેમાં દેવતા ભૂત, ભવિષ્યનું પૂછવાપર હાનિ, લાભ, જન્મમરણ આદિનું પણ કથન કરે છે. (૪) આ રીતે સેંકડો વિદ્યાઓ, સ્તંભન, સ્તોત્ર, વશીકરણ, ઉચ્ચાટન, વિદ્વેષીકરણ આદિ(મહાવિદ્યાઓ) વચન દ્વારા પૂછવા પર જ જવાબ દેવાવાળી દેવાધિષ્ઠિત વિદ્યા, મન પ્રશ્નવિદ્યા-મનમાં ઉઠેલા પ્રશ્નોના ઉત્તર દેવાવાળી દેવાધિષ્ઠિત વિદ્યાનું વર્ણન છે. ૧૪૨ (૫) નાગકુમાર અને સુવર્ણકુમાર દેવોના દિવ્ય સંવાદનું વર્ણન કરેલ છે. વિવિધ અર્થોમાં પ્રત્યેક બુઢ્ઢો દ્વારા ભાષિત, આચાર્યો દ્વારા વિસ્તારથી કહેલ અને મહર્ષિઓ દ્વારા વિવિધ વિસ્તારથી કહેલ જગત જીવોના હિતને માટે તત્ત્વ કહ્યા છે. દર્પણ, અંગુષ્ઠ, બાહુ, અસિ, મણિ, વસ્ત્ર અને સૂર્યથી સંબંધિત વિદ્યાઓના અધિષ્ઠાયક દેવોની પ્રમુખતાથી વિસ્મય કરવાવાળી, તત્ત્વનો પ્રત્યય કરાવવાવાળી વિદ્યાઓના મહાન અર્થોનું વર્ણન કરેલ છે. (૬) આ દશમું અંગસૂત્ર છે, એક શ્રુત સ્કંધ છે, ૪૫ અધ્યયન છે, ૪૫ ઉદ્દેશનસમુદ્દેશન કાળ છે અને સંખ્યાતા લાખ પદ છે. નોંધ :- શેષ વર્ણન આચારાંગના ક્રમ નં. ૪ની સમાન છે. વિમર્શ :– ટીકા ચૂર્ણ ભાષ્ય આદિ વ્યાખ્યાકારોના પહેલાં જ આ સૂત્રનું સ્વરૂપ લુપ્ત થઈ ગયું હતું અથવા લુપ્ત કરી દેવાયું હતું. તેમાં કહેલા ૠષિભાષિત અધ્યયન, પ્રત્યેક બુદ્ધ અને આચાર્ય ભાષિત અધ્યયન, વર્તમાનમાં ‘ૠષિભાષિત’ અને ‘ઉત્તરાધ્યયન’ નામના બે સ્વતંત્ર સૂત્રોમાં ઉપલબ્ધ છે. બાકી સંપૂર્ણ વિધાઓવાળા અધ્યયન અજ્ઞાતમાં વિલીન થઈ ગયા છે. વર્તમાનમાં આ સૂત્રના બે શ્રુતસ્કંધ છે, દસ અધ્યયન છે અને તેમાં આશ્રવસંવર, અશુભકર્મના પરિણામ, નરકના દુઃખો, સંયમવિધિઓ અને મહાવ્રતોનું વિસ્તારથી વર્ણન છે. ઠાણાંગ સૂત્રમાં આ સૂત્રના દસ અધ્યયન કહ્યા છે અને વિષય વર્ણન તો ઉપર કહેલ વિદ્યાઓથી યુક્ત જ છે. નંદી સૂત્રમાં પણ વિષય વર્ણન સમવાયાંગની જેવું જ છે પરંતુ કંઈક જુદું છે આ પ્રકારે ઠાણાંગ, સમવાયાંગ અને નંદી સૂત્રમાં કહેલા વિષયોમાં પણ પરસ્પર થોડીક ભિન્નતા છે અને વર્તમાનમાં ઉપલબ્ધ સૂત્ર આ ત્રણેથી સંપૂર્ણ જુદું જ છે. તેથી એ પણ સ્પષ્ટ થાય છે કે પ્રાચીન કાળમાં(લેખનકાલની પહેલાં) સૂત્ર રચના અથવા પરિવર્તન સંબંધી કોઈ પણ ઇતિહાસ લખવાની અથવા સૂચના કરવાની પરંપરા ન હતી. ઇતિહાસ સંકલનની પરંપરા દેવર્લિંગણીના લેખન Page #143 -------------------------------------------------------------------------- ________________ | આચારશાસ્ત્રઃ સમવાયાંગસૂત્ર સારાંશ ૧૪૩ સમયથી ઘણા સમય પછી શરૂ થઈ હશે. જેનો અધિક પ્રવાહ બારમી-તેરમી વિક્રમ શતાબ્દીમાં થયો છે. તેથી ઘણો ખરો ઇતિહાસ મનથી કલ્પિત થયો છે. આ કારણે ઇતિહાસકારોના ચિંતનમાં તે ઇતિહાસ અનેક વિરોધથી તેમજ ગડમથલથી પરિપૂર્ણ દેખાય છે. વિપાક સૂત્રઃ(૧) આ સૂત્રમાં સુકૃત-દુષ્કૃત કર્મોના ફળ વિપાકનું વર્ણન છે. (૨) તેમાં સુખપૂર્વક મોક્ષમાં જનારા તેમજ દુઃખપૂર્વક જીવન પસાર કરી દુર્ગતિમાં જનારા જીવોના નગર આદિનું વર્ણન છે. (૩) દુઃખ વિપાકમાં તે જીવોના હિંસાદિ પાપ, મહાતીવ્ર કષાય, ઇન્દ્રિય પ્રમાદ, અશુભ અધ્યવસાયથી પાપ બંધ તેમજ તેના પરિણામ સ્વરૂપ નરકાદિના દુઃખ ત્યાર પછી અવશેષ ભયંકર કર્મફળ મનુષ્ય ભવમાં ભોગવવાનું વર્ણન છે. અંગોપાંગના છેદન-ભેદન, અગ્નિથી વિવિધ પ્રકારના કષ્ટ, હાથી આદિ પશુઓ દ્વારા કષ્ટ, બાંધવું, પકાવવું, ચામડી ઉતારવી આદિ ભયંકર દુઃખોનું વર્ણન છે. (૪) સુખ વિપાકમાં તે જીવોના ધર્માચાર્ય, સમવસરણ, ધર્મકથા, ઋદ્ધિવિશેષ, ભોગ-પરિત્યાગ, સંયમ ગ્રહણ, શ્રુતગ્રહણ, તેનું ઉપધાન, સંયમ પર્યાય, સંલેખના અને આજીવન અનશન, દેવલોક ગમન, પુનરાગમન, બોધિલાભ, સંયમઆરાધના તેમજ મોક્ષ પ્રાપ્તિનું વર્ણન છે. શીલ, સંયમ, નિયમ, ગુણ, ઉપધાનને ધારણ કરનારા સુવિહિત સુસાધુઓને, આદર સહિત તીવ્ર શુભ અધ્યવસાયોવાળા વ્યક્તિ દ્વારા વિશુદ્ધ આહાર-પાણી દઈને સંસારને પરિત કરવાનું વર્ણન છે. સંસાર પરિત કરીને દેવાયું બંધ કરવાનું, અનુપમ સુખ પ્રાપ્ત કરવાનું, ફરી મનુષ્ય લોકમાં આવીને આયુ, શરીર, વર્ણ, જાતિ, કુળ, રૂપ, આરોગ્ય, બુદ્ધિ આદિ પ્રશસ્ત પ્રાપ્ત કરવાનું તથામિત્ર, સ્વજન, ધન, ધાન્ય, વૈભવ, સમૃદ્ધિ આદિ ઉત્તમ સુખ સાધનોને પ્રાપ્ત કરવાનું વર્ણન છે. અંતમાં ભોગોનો ત્યાગ કરીને સંયમ ધર્મ સ્વીકાર કરવાનો તેમજ પરંપરાથી મુક્ત થવાનો પરિચય આપેલ છે. આ અગિયારમું અંગસૂત્ર છે, બે શ્રુતસ્કંધ છે, વીસ અધ્યયન છે, વીસ જ ઉદ્દેશન-સમુદ્દેશન કાલ છે અને સંખ્યાતા લાખ પદ છે. નોંધઃ- શેષ વર્ણન આચારાંગના ક્રમ નં.૪ની સમાન છે. દષ્ટિવાદ અંગસૂત્ર – આ સૂત્રમાં સર્વભાવોની પ્રરૂપણા કરેલ છે. તેના મુખ્ય પાંચ વિભાગ છે(૧) પરિકર્મઃ— જે પ્રકારે ગણિત શાસ્ત્રના અભ્યાસને માટે સરવાળા, બાદબાકી, Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪. મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત | » - ગુણાકાર, ભાગાકાર, આદિ પ્રારંભિક જ્ઞાન આવશ્યક હોય છે, તેવું જ દષ્ટિવાદ શ્રુતના અધ્યયનની યોગ્યતાનું પ્રારંભિક જ્ઞાન પરિકર્મ છે. આ પરિકર્મના મૂળ ભેદ સાત છે અને મેદાનભેદ ૮૮ છે. (૨) સૂત્ર:- તેના મૂળ વિભાગ બાવીસ છે અને તેના સ્વમત, અન્યમત, વિભિન્ન નય વિભાગ પ્રરૂપણથી કુલ ૮૮ સૂત્ર વિભાગ છે. (૩) પૂર્વ – તેના ચૌદ વિભાગ છે, જેને ૧૪ પૂર્વ કહે છે. તેના ઉત્પાદપૂર્વ, કર્મપ્રવાદપૂર્વ આદિ ૧૪ નામ છે અને પહેલું પૂર્વ, બીજું પૂર્વ આદિ, નવમું પૂર્વ, દસમું પૂર્વ આદિ નામ પણ આગમમાં કહેવામાં આવ્યા છે. એ પૂર્વના વિભાગમાં ઉપવિભાગ પણ છે તેને "વસ્તુ" અને "ચૂલિકાવસ્તુ" કહે છે. પ્રથમના ચાર પૂર્વેમાં ચૂલિકા વસ્તુ છે, બાકીમાં કેવળ વસ્તુ જ છે. પૂર્વઃ વસ્તુઃ ચૂલિકા વસ્તુ - - પૂર્વના નામ | | ચૂલિકા વસ્તુ ઉત્પાદ પૂર્વ અગ્રણીય પૂર્વ વીર્યપ્રવાદ પૂર્વ અસ્તિનાસ્તિ પ્રવાદ પૂર્વ જ્ઞાન પ્રવાદ પૂર્વે સત્ય પ્રવાદ પૂર્વ આત્મ પ્રવાદ પૂર્વ કર્મપ્રવાદ પૂર્વ પ્રત્યાખ્યાન પ્રવાદ પૂર્વ વિદ્યાનુ પ્રવાદ પૂર્વ અવંધ્ય પૂર્વ ૧૨ | પ્રાણાયુ પૂર્વ ક્રિયાવિશાલ પૂર્વ ૧૪ | લોક બિંદુસાર પૂર્વ (૪) અનુયોગ – તેના બે વિભાગ છે– ૧.મૂળ પઢમાનુયોગ ૨. ચંડિકાનુયોગ. પ્રથમ વિભાગમાં તીર્થકરોના પૂર્વભવ તેમજ મુક્તિ પ્રાપ્તિ સુધીનું વિસ્તારથી વર્ણન હોય છે. શિષ્યાદિની વિભિન્ન સંપદાનું પણ વિસ્તારથી વર્ણન હોય છે. બીજા વિભાગમાં કુલકર, ગણધર, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, હરિવંશ, ભદ્રબાહુ, તપ, ઉત્સર્પિણી આદિની ચંડિકાઓ હોય છે. જ 9 | ૮ | ૧ ૦ | | : | | છે કે | | | ૧૩ | Page #145 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર: સમવાયાંગ સૂત્ર સારાંશ ૧૫ ગંડિકાનો અર્થ સમાન વક્તવ્યતાના અર્થાધિકારનું અનુસરણ કરવાવાળી વાક્ય પદ્ધતિ. ચિત્રાંતર ચંડિકામાં ઋષભદેવ તથા અજિતનાથ ભગવાનના અંતરાલ કાળમાં થયેલા તેના વંશજ રાજાઓના સંયમ ગ્રહણ, દેવલોક(અનુત્તર વિમાન) ગમન આદિ વર્ણન છે. (૫) ચૂલિકા – પ્રથમ ચાર પૂર્વોમાં ચૂલિકા છે, બાકીમાં ચૂલિકાઓ નથી. સૂત્રમાં અનુક્ત વિશિષ્ટ વિષય ચૂલિકામાં કહેવામાં આવે છે. પર્વત આદિના શીર્ષસ્થ સ્થાનને ચૂલિકા કહેવાય છે. આ બારમું અંગસૂત્ર છે, એક શ્રુતસ્કંધ છે, ચૌદપૂર્વછે, (રર૫) બસો પચીસ વસ્તુ છે, ચોત્રીસ ચૂલિકા વસ્તુ છે, સંખ્યાતા પ્રાભૃત છે, સંખ્યાતા પ્રાભૃત-પ્રાભૃત છે અને સંખ્યાતા લાખો પદ છે. નોધઃ- શેષ વર્ણન આચારાંગના ક્રમ નં. ૪ની સમાન છે. આ દ્વાદશાંગરૂપ ગણિપિટ્ટકની આરાધના(શ્રદ્ધા અને આચરણ) કરનારા સંસાર અટવીથી પાર થયા છે, થાય છે અને થશે તેમજ વિરાધના (અશ્રદ્ધા અને અશુદ્ધ આચરણ) કરનારા સંસારમાં ભટકે છે, ભટકતા હતા અને ભટકતા રહેશે. આ દ્વાદશાંગ ગણિપિટ્ટક સદા શાશ્વત છે અર્થાત્ પાંચ મહાવિદેહ ક્ષેત્રની અપેક્ષાથી બધા આગમ અને નમસ્કારમંત્ર આદિ શાશ્વત છે. એમાં અનંતભાવ-અનંત અભાવ છે, અનંત હેતુ-અહેતુ, કારણ અકારણ, જીવ-અજીવ, ભવસિદ્ધિક-અભવસિદ્ધિક, સિદ્ધ-અસિદ્ધનું વર્ણન છે તેમજ વિસ્તારથી સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. 'પ્રકીર્ણક વર્ણન (૧) જીવ અને અજીવ બે રાશિ છે, એનો વિસ્તાર પ્રજ્ઞાપના સૂત્રમાં જુઓ. (૨) નારકોના પૃથ્વીપિંડ, નૈરયિકોના રહેવાના ક્ષેત્ર તેમજ કર્કશ, અશુભ આદિ નરક વેદનાનું વર્ણન કરવામાં આવ્યું છે. નરક ક્રમાંક પૃથ્વીપિંડ(ઉપરથી નીચે) | નરકાવાસ એક લાખ એંસી હજાર એક લાખ બત્રીસ હજાર રપ લાખ એક લાખ અઠ્ઠાવીસ હજાર એક લાખ વીસ હજાર ૧૦ લાખ એક લાખ અઢાર હજાર એક લાખ સોળ હજાર ૯૯૯૯૫ એક લાખ આઠ હજાર ૩૦ લાખ ૧૫ લાખ જ તે ૩ લાખ . છ Page #146 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત > નરકનાં પૃથ્વીપિંડોમાં ઉપર નીચે એક હજારની ઠીકરી(છત અને ભૂમિ) છોડીને બાકી એક લાખ ૭૮ હજાર યોજન પ્રમાણ વગેરે ક્ષેત્રમાં નરકના આંતરા અને પાથડા છે. આંતરાઓનું ક્ષેત્ર હીનાધિક છે. પાથડા બધા ત્રણ હજાર યોજનના હોય છે. તેના મધ્યના હજાર યોજન ઊંચાઈવાળા પોલાણવાળા ક્ષેત્રમાં નૈયિક જીવો રહે છે. સાતમી નારકીની છત અને ભૂમિ(ઠીકરી) સાડા બાવન હજાર યોજનની છે, આંતરા નથી અને એક પાથડો ત્રણ હજાર યોજનનો છે. ૧૪૭ (૩) ભવનપતિ :– પ્રથમ નરક પૃથ્વીપિંડની ઉપરથી અથવા સમભૂમિથી ૪૦ હજાર યોજન નીચે જવા પર ભવનપતિઓના આવાસ છે અર્થાત્ પ્રથમ નરકના ત્રીજા આંતરામાં અસુરકુમારોના આવાસ છે અને આ રીતે ક્રમશઃ બારમા આંતરામાં સ્તનિત કુમારોના આવાસ છે. ૧. અસુરકુમારોના ૪ લાખ૨. નાગકુમારોના ૮૪ લાખ ૩. સુવર્ણકુમારના ૭૨ લાખ ૪. વાયુકુમારના ૯૬ લાખ અને (૫ થી ૧૦) બાકી દરેકના ૭૬-૭૬ લાખ ભવનાવાસ છે. : (૪) પૃથ્વીકાયથી લઈને મનુષ્ય સુધી બધાના અસંખ્ય આવાસ સ્થાન છે. (૫) વ્યંતર પહેલી નરક પૃથ્વીપિંડની ઉપરની એક હજાર યોજનની ઠીકરી (છત)ના મધ્યના આઠસો યોજનમાં વ્યંતરોના અસંખ્ય ભોમેય નગર છે. (૬) જ્યોતિષી :- સમભૂમિ ભાગથી ૭૯૦ યોજન ઉપર ગયા પછી ૧૧૦ યોજન ક્ષેત્રમાં અર્થાત્ ૯૦૦ યોજન ઊંચે સુધી સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારાના વિમાન છે. આ પાંચે પ્રકારના વિમાન અસંખ્ય-અસંખ્ય છે. (૭) વૈમાનિક ઃ— જ્યોતિષીથી અસંખ્ય ક્રોડા-ક્રોડ યોજન ઉપર વૈમાનિક દેવલોકના કુલ ૮૪ લાખ ૯૭ હજાર ૨૩ વિમાન છે. તે આ પ્રમાણે છે— બાર દેવલોકોમાં ક્રમશઃ - ૧. બત્રીસ લાખ ૨. અઠાવીસ લાખ ૩. બાર લાખ ૪. આઠ લાખ ૫. ચાર લાખ ૬. પચાસ હજાર ૭. ચાલીસ હજાર ૮. છ હજાર ૯-૧૦. ચારસો ૧૧-૧૨. ત્રણસો. નવગૈવેયકમાંઃ– પ્રથમ ત્રિકમાં ૧૧૧, બીજીત્રિકમાં ૧૦૭, ત્રીજીત્રિકમાં ૧૦૦, અણુત્તર દેવલોકમાં ૫ વિમાનાવાસ છે. (૮) શરીર પાંચ છે. વિસ્તૃત વર્ણન પ્રજ્ઞાપના સૂત્ર પદ એકવીસમાં જુઓ. આ રીતે સ્થિતિ પણ જુઓ. (૯) આહારક શરીર ઋદ્ધિ પ્રાપ્ત પ્રમત્ત સંયત મનુષ્યોને જ હોય છે. (૧૦) તેજસ-કાર્મણ શરીરની અવગાહના મારણાંતિક સમુદ્દાતની અપેક્ષાએ છે. (૧૧) અવધિજ્ઞાન :- ક્ષાયોપશમિક અને ભવ પ્રત્યયિક બે પ્રકારનું હોય છે. ઇત્યાદિ સંપૂર્ણ વર્ણન પ્રજ્ઞાપના સૂત્ર પદ-૩૩થી જાણવું. Page #147 -------------------------------------------------------------------------- ________________ | આચારશાસ્ત્ર સમવાયાંગ સૂત્ર સારાંશ ૧૪૦ (૧૨) વેદના ત્રણ પ્રકારની હોય છે– શીત, ઉષ્ણ, શીતોષ્ણ ઈત્યાદિ વર્ણન પ્રજ્ઞાપના સૂત્ર પદ-૩૫ થી જાણવું. (૧૩) એ જ રીતે વેશ્યાનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્ર પદ-૧૭થી જાણવું. (૧૪) આયુષ્યકર્મ જઘન્ય એક આકર્ષથી અને ઉત્કૃષ્ટ આઠ આકર્ષથી બંધાય છે. (૧૫) આહાર, સહનન, સંસ્થાન, વિરહ, વેદનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રથી જાણવું. (૧૬) કુલકર સાત કહ્યા છે, દસ પણ કહ્યા છે. ભૂત અને ભવિષ્યની ઉત્સર્પિણીમાં દસ કુલકર કહ્યા છે અને અવસર્પિણીમાં સાત કહ્યા છે. વર્તમાન અવસર્પિણીમાં સાત કુલકર થયા તેમજ તેને એક-એક પત્ની હતી. તીર્થકર સંબંધી વિવિધ વર્ણન:(૧૭) એક દેવ દૂષ્ય વસ્ત્ર લઈને સ્વલિંગથી બધા તીર્થકર દીક્ષિત થાય છે. તેઓ બીજા કોઈ ગૃહલિંગ કે અન્યલિંગ અથવા કુલિંગથી દીક્ષિત થતા નથી. (૧૮) પ્રથમ તીર્થકરની દીક્ષાનગરી વિનીતા છે અને બાવીસમાં તીર્થકરની દીક્ષા નગરી દ્વારિકા છે. બાકીના બધા તીર્થકર પોતાની જન્મનગરીમાં દીક્ષિત થયા. (૧૯) દીક્ષા પરિવારઃ- ભગવાન મહાવીર એકલા દીક્ષિત થયા. પાર્શ્વનાથ અને મલ્લિનાથ ત્રણસો પુરુષ સાથે, વાસુપૂજ્ય છ સો, ઋષભદેવ ચાર હજાર અને બાકીના ઓગણીસ તીર્થકર એક હજાર પુરુષો સાથે દીક્ષિત થયા. બધા તીર્થકરોની વિશિષ્ટ દીક્ષા શિબિકા હોય છે. સૂત્રમાં તેના નામ પણ કહેલ છે, જેને દેવ અને મનુષ્ય ઉપાડે છે. (૨૦) દીક્ષા તપ – પાંચમા તીર્થંકર–આહાર કરીને, બારમા–એક ઉપવાસમાં, ૧૯મા અને ૨૩મા અઠ્ઠમ તપમાં અને બાકી વીસ તીર્થંકર છટ્ટની તપસ્યામાં દીક્ષિત થયા હતા. (ર૧) ભિક્ષા પ્રાપ્તિ – પ્રથમ તીર્થકરને એક વર્ષ બાદ પ્રથમ ભિક્ષા મળી બાકી બધા તીર્થકરોને દીક્ષાના બીજા દિવસે ભિક્ષા મળી હતી. (રર) ભિક્ષા વસ્તુ – પહેલા તીર્થકરને પહેલી ભિક્ષામાં અક્ષરસ મળેલ, બાકીને ખીર(પરમાન)ની ભિક્ષા પ્રાપ્ત થઈ હતી. (૨૩) બધા તીર્થકરોના પારણા સમયે પુરુષ પ્રમાણ સોનૈયાની વૃષ્ટિ થઈ હતી. (૨૪) પહેલા તીર્થકરનું ચૈત્યવૃક્ષ અર્થાત્ કેવળજ્ઞાન વૃક્ષ ત્રણ કોશ ઊંચું હતું. અંતિમ તીર્થકરનું ૩ર ધનુષ્યનું(અશોકવૃક્ષ સહિત સાલ વૃક્ષ) હતું. બાકીના તીર્થકરોને પોતાની અવગાહનાથી બાર ગણું ચૈત્યવૃક્ષ હતું. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત (રપ) નવમા તીર્થંકરથી પંદરમા તીર્થંકરના શાસનમાં કાલિક શ્રુતનો શાસનનો) વિચ્છેદ થયો હતો. તીર્થ વિચ્છેદ કાળ પાતળા) પલ્યોપમ અથવા પોણા પલ્યોપમનો થયો હતો. બધા(ર૪) તીર્થકરોના શાસનમાં દષ્ટિવાદનો વિચ્છેદ(એક દેશથી) થાય છે. (૨૬) બલદેવ-વાસુદેવોના ગુણો, દ્ધિ વગેરેનું વિસ્તારથી વર્ણન છે. તેના શરીરમાં એકસો આઠ શુભ લક્ષણ હોવાનું કહ્યું છે. તેનો પૂર્વભવ, પૂર્વભવના ધર્માચાર્ય (દીક્ષાગુરુ), વાસુદેવોની નિદાન(નિયાણાની) ભૂમિ, તેમજ નિદાન કરવાના કારણોનો સ્પષ્ટ ઉલ્લેખ છે. (૨૭) વાસુદેવોના શત્રુરૂપ ચક્રધર નવ પ્રતિવાસુદેવ હોય છે. તેઓ પોતાના જ ચક્રથી વાસુદેવ દ્વારા કરે છે. વાસુદેવ અને પ્રતિવાસુદેવ બને નરકમાં જ જાય છે. આઠ બલદેવ મોક્ષમાં ગયા અને એક(કૃષ્ણના ભાઈ) પાંચમા દેવલોકમાં ગયા. દસ ચક્રવર્તી મોક્ષ ગયા અને બે(આઠમા, બારમા) નરકમાં ગયા. (૨૮) ભરતક્ષેત્રના ભાવી તીર્થકર, તેના માતા-પિતા, પૂર્વભવ આદિ તથા ભાવી ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ આદિનું વર્ણન પણ છે. (૨૯) ઐરાવતક્ષેત્રના વર્તમાન તીર્થકર તથા ભાવી તીર્થકરોનું પણ વર્ણન છે. (૩૦) એક ઉત્સર્પિણી અથવા અવસર્પિણી કાળમાં એક ભરતક્ષેત્રમાં ર૪ તીર્થકર ૧ર ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૯ બલદેવ, ૯ પ્રતિવાસુદેવ હોય છે. એક મહાવિદેહ ક્ષેત્રમાં ૪તીર્થકર, ૪ ચક્રવર્તી, ૪ વાસુદેવ, ૪ બલદેવ હંમેશાં મળે છે અને ઉત્કૃષ્ટ હોય તો ૩ર તીર્થકર, ૨૮ ચક્રવર્તી, ૨૮ વાસુદેવ, ૨૮ બલદેવ હોઈ શકે છે. બલદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ ત્રણે સમકાળમાં હોય છે. ચક્રવર્તી તેનાથી ભિન્નકાળમાં હોય છે. બલદેવ, વાસુદેવના પિતા એક હોય છે. માતાઓ અલગઅલગ હોય છે. (૩૧) સૂત્રમાં તીર્થકરોના માતાપિતા, પૂર્વભવ, ભિક્ષા દાતા, ચૈત્ય વૃક્ષ, પ્રથમ શિષ્ય, પ્રથમ શિષ્યા ઇત્યાદિ નામ આપેલ છે. તીર્થકરોની યાદી સંખ્યા, અવધિજ્ઞાની, મન:પર્યવ જ્ઞાની, કેવલી તેમજ મોક્ષગામી જીવોની સંખ્યા અલગઅલગ સમવાયોમાં કહેલ છે. નોધ:- ઠાણાંગ સમવાયાંગમાં સંક્ષેપમાં સૂચિત અનેક વિષયોનું સ્પષ્ટીકરણ અન્ય આગમોમાં જ્યાં વિસ્તારથી વર્ણન છે તે આગમના સારાંશમાં જોવું જોઈએ. વિમાન, દીપ, સમુદ્ર, પર્વત, નદી, કૂટ, દ્રહ, આવાસ, નરકાવાસ, પૃથ્વીકાંડ, પાતાળ કળશ, અવગાહના, સ્થિતિ, જ્યોતિષ મંડલ ચાર, અંતર વગેરે અનેક ગણિત વિષયોનું હુંડીની જેમ વર્ણન છે. તેનું સ્પષ્ટ વર્ણન જંબૂદીપ પ્રજ્ઞપ્તિ આદિ સૂત્રોના સારાંશમાં યથાસ્થાન છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્રઃ સમવાયાંગ સૂત્ર સારાંશ ચક્રવર્તી : ક્રમ ૧ ૮ નામ ભરત સગર માધવ ૪ | સનત્કુમાર સુમ ૬૦,૦૦૦ વર્ષ મહામમ ૩૦,૦૦૦ વર્ષ હરિષેણ ૧૦,૦૦૦ વર્ષ જયષેણ ૩૦૦૦ વર્ષ ૭૦૦ વર્ષ ૩ ૬ ન જ -: બલદેવ : .. ૫ સૂત્રમાં આવેલ અવશેષ વિષયોના કોષ્ટકો બ્રહ્મદત્ત : ૮૫ લાખ વર્ષ ૭૫ લાખ વર્ષ 3 ૬૫ લાખ વર્ષ ૪ ૫૫ લાખ વર્ષ પ ૧૭ લાખ વર્ષ S ૮૫,૦૦૦ વર્ષ ૭ નંદન ૬૫,૦૦૦ વર્ષ ૮ | પદ્મ(રામ) | ૧૫,૦૦૦ વર્ષ C બલભદ્ર ૧૨૦૦ વર્ષ વાસુદેવ :-- ક્રમ ૧ રે ૩ ઉંમર ૮૪ લાખ પૂર્વ ૭૭ લાખ પૂર્વ ૫ લાખ વર્ષ ૩ લાખ વર્ષ અચલ વિજય ભદ્ર સુપ્રભ સુદર્શન આનંદ નામ ત્રિપૃષ્ટ દ્વિષ્ટ સયંભૂ પુરુષોત્તમ પુરુષસિંહ શરીરમાન ૫૦૦ ધનુષ ૪૫૦ ધનુષ ૪૨.૫ ધનુષ ૪૧.૫ ધનુષ ૨૮ ધનુષ ૨૦ ધનુષ ૧૫ ધનુષ ૧૨ ધનુષ ૭ ધનુષ ૮૦ ધનુષ ૭૦ ધનુષ ૬૦ ધનુષ ૫૦ ધનુષ ૪૫ ધનુષ ૨૯ ધનુષ ૨૬ ધનુષ ૧૬ ધનુષ ૧૦ ધનુષ ઉંમર ૮૪ લાખ વર્ષ ૭૨ લાખ વર્ષ ૬૦ લાખ વર્ષ ૩૦ લાખ વર્ષ ૧૦ લાખ વર્ષ નગરી વિનીતા અયોધ્યા શ્રાવસ્તી હસ્તિનાપુર હસ્તિનાપુર બનારસ કપિલપુર રાજગૃહી કપિલપુર પોતાનપુર દ્વારિકા બારાવઈ બારાવઈ અશ્વપુર ચક્રપુર બનારસ રાજગૃહી મથુરા ગતિ સાતમી નક છઠ્ઠી નરક છઠ્ઠી નરક છઠ્ઠી નરક છઠ્ઠી નરક ૧૪૯ તીર્થંકર સમય પહેલાના સમયે બીજાના સમયે ૧૫મા પછી ૧૫મા પછી ૧૮મા પછી ૨૦મા પછી ૨૧મા પછી ૨૧મા પછી ૨૨મા પછી ૧૧માના સમયે ૧૨માના સમયે ૧૩માના સમયે ૧૪માના સમયે ૧૫માના સમયે ૧૮મા પછી ૧૮મા પછી ૨૦માના સમયે ૨૨માના સમયે પ્રતિવાસુદેવ સુગ્રીવ તારક મેરક મધુકૈટુભ નિશુંભ Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ક્રમ S ” ૪ ૩ ૨ ૩ ૪ ૫ S ૭ ८ ૩ ૧૦ સુવિવિધ શીતલ ૧૧ શ્રેયાંસ નામ પુરુષપુંડરીક દત્ત લક્ષ્મણ(નારાયણ) કૃષ્ણ સુભૂમ અને બ્રહ્મદત્ત નરકમાં ગયા, બાકીના ચક્રવર્તી મોક્ષમાં ગયા. બલભદ્ર નામના નવમા બલદેવ પાંચમા દેવલોકમાં ગયા, બાકી બલદેવ મોક્ષમાં ગયા. બલદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ ત્રણેની અવગાહના સમાન હોય છે. બલદેવ અને પ્રતિવાસુદેવની ઉંમર સમાન હોય. વાસુદેવની ઉંમર નાની હોય છે. પાંચમા, છઠ્ઠા, સાતમા ચક્રવર્તી જ સોળમા, સત્તરમાં, અઢારમા તીર્થંકર થયા. વાસુદેવ અને પ્રતિવાસુદેવની ગતિ સમાન નરકની હોય છે. તીર્થંકર ઃ--- ક્રમ તીર્થંકર નામ શરીરમાન | જન્મનગરી | ગણધર/ગણ| સાધુ સંપદા મોક્ષ પરિવાર ૧ વિનીતા ૮૪ અયોધ્યા ૯૫ ૧૦૨ ૧૧૬ ૧૦૦ ૧૦૭ ૯૫ ૯૩ ८८ ૮૧ ૭૬ s ૫૭ ૫૦ ૪૩ ૩ ૧૩ Öટ ૨ ૧૨ વાસુપૂજ્ય વિમલ અનંત ધર્મ શાન્તિ કુંથુ ૪૫૦ સંભવ ૪૦૦ અભિનન્દન ૩૫૦ સુમિત ૩૦૦ પદ્મપ્રભ ૨૫૦ સુપાર્શ્વ ૨૦૦ ચંદ્રપ્રભ ૧૫૦ ૧૦૦ ૯૦ ८० ૭૦ $O ૫૦ ૪૫ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ઋષભ ૫૦૦ ધનુષ અજિત £ an. અર ઉંમર ૬૫,૦૦૦ વર્ષ ૫૯,૦૦૦ વર્ષ × ૧૨,૦૦૦ વર્ષ ૧,૦૦૦ વર્ષ ૩૫ ૩૦ શ્રાવસ્તિ અયોધ્યા અયોધ્યા કોશંબી વારાણસી ચન્દ્રપુરી કાકંદી દ્દિલપુર સિંહપુર ચંપા કપિલપુર અયોધ્યા ગતિ છઠ્ઠી નરક પાંચમી નરક ચોથી નરક ત્રીજી નરક રત્નપુર ગજપુર ગજપુર ગજપુર ૩૫ ૩૩ પ્રતિવાસુદેવ વલિવતી પ્રહ્લાદ રાવણ જરાસંઘ ૮૪,૦૦૦ ૧ લાખ ૨લાખ ૩ લાખ ૩૦૦૦૦ ૩૩૦૦૦૦ ૩ લાખ ૨૫૦૦૦૦ ૨ લાખ ૧ લાખ ૮૪,૦૦૦ ૭૨,૦૦૦ ૬૮,૦૦૦ ૬૬,000 ૬૪,૦૦૦ ૨,૦૦૦ ૬૦,૦૦૦ ૫૦,૦૦૦ ૧૦,૦૦૦ ૧૦૦૦ ૧૦૦૦ ૧૦૦૦ ૧૦૦૦ ૩૦૮ ૫૦૦ ૧૦૦૦ ૧૦૦૦ ૧૦૦૦ ૧૦૦૦ SOO ooo ૭૦૦૦ ૧૦૮ 002 ૧૦૦૦ ૧૦૦૦ Page #151 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર: સમવાચાંગ સૂત્ર સારાંશ ક્રમ તીર્થંકર નામ| શરીરમાન | જન્મનગરી | ગણધર/ગણ | સાધુ સંપદા મોક્ષ પરિવાર ૨૫ મિથિલા ૨૦ રાજગૃહી ૧૫ મિથિલા ૧૦ નવહાથ ૭ હાથ ૧૯ મલ્લિ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ મુનિસુવ્રત નમિ અરિષ્ટનેમિ પાર્શ્વ વર્ધમાન તીર્થંકર ૧ ૨ ૩ ૪ ૫ S ૭ ८ 2 ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૧ ૨૨ ૨૩ ૨૪ ઉંમર ૮૪ લાખ પૂર્વ ૭૨ લાખ પૂર્વ ૬૦ લાખ પૂર્વ ૫૦ લાખ પૂર્વ ૪૦ લાખ પૂર્વ ૩૦ લાખ પૂર્વ ૨૦ લાખ પૂર્વ ૧૦ લાખ પૂર્વ ૨ લાખ પૂર્વ ૧ લાખ પૂર્વ ૮૪ લાખ વર્ષ ૭૨ લાખ વર્ષ ૬૦ લાખ વર્ષ ૩૦ લાખ વર્ષ ૧૦ લાખ વર્ષ સૌર્યપુર વારાણસી ક્ષત્રિયકુંડ ૨૮ ૧૮ ૧૭ ૧૧ ૧૦ ૧૧/૯ દીક્ષા પર્યાય એક લાખ પૂર્વ ૧ લા. પૂ.માં એક પૂર્વાંગ કમ ૧ લા. પૂ.માં ચાર પૂર્વાંગ કમ ૧ લા. પૂ.માં આઠ પૂર્વાંગ કમ ૧ લા. પૂ.માં ૧૨ પૂર્વાંગ કમ ૪૦,૦૦૦ ૩૦,૦૦૦ ૨૦,૦૦૦ ૧૮,૦૦૦ ૧૬,૦૦૦ ૧૪,૦૦૦ ૧ લા. પૂ.માં ૧૬ પૂર્વાંગ કમ ૧ લા. પૂ.માં ૨૦ પૂર્વાંગ કમ ૧ લા. પૂ.માં ૨૪ પૂર્વાંગ કમ ૧ લા. પૂ.માં ૨૮ પૂર્વાંગ કમ ૨૫ હજાર પૂર્વ ૨૧ લાખ વર્ષ ૫૪ લાખ વર્ષ ૧૫ લાખ વર્ષ સાડા સાત લાખ વર્ષ અઢી લાખ વર્ષ ૨૫ હજાર વર્ષ ૨૩૭૫૦ વર્ષ ૨૧ હજાર વર્ષ ૫૪૯૦૦ વર્ષ ૭૫૦૦ વર્ષ ૨૫૦૦ વર્ષ ૭૦૦ વર્ષ ૭૦ વર્ષ ૪૨ વર્ષ ૧ લાખ વર્ષ ૯૫ હજાર વર્ષ ૮૪ હજાર વર્ષ ૫૫ હજાર વર્ષ ૩૦ હજાર વર્ષ ૧૦ હજાર વર્ષ ૧ હજાર વર્ષ ૧૦૦ વર્ષ ૭૨ વર્ષ ।। સમવાયાંગ સૂત્ર સારાંશ સંપૂર્ણ ॥ ૧૫૧ ૫૦૦ ૧૦૦૦ ૧૦૦૦ ૫૩૬ ૩૩ એકાકી છદ્મસ્થ કાલ ૧૦૦૦ વર્ષ ૧૨ વર્ષ ૧૪ વર્ષ ૧૮ વર્ષ ૨૦ વર્ષ માસ ૯ માસ ૩ માસ ૪ માસ ૩ માસ ૨ માસ ૧ માસ ૨ માસ ૩ વર્ષ ૨ વર્ષ ૧ વર્ષ ૧૬ વર્ષ ૩ વર્ષ ત્રીજે પ્રહરે ૧૧ માસ ૯ માસ ૫૪ દિવસ ૮૪ દિવસ ૧૨ વર્ષ ૫-માસ Page #152 -------------------------------------------------------------------------- ________________ ઉપર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત પ્રશ્નવ્યાકરણ સૂત્ર પ્રાર્થન : દ્વાદશાંગીમાં આ દશમું અંગસૂત્ર છે. તે પહેલાના છઠ્ઠા, સાતમા, આઠમા, નવમા અંગસૂત્ર કથા પ્રધાન શાસ્ત્ર છે અને ત્યારપછી પણ અગિયારમું અંગસૂત્ર વિપાક સૂત્ર કથા પ્રધાન શાસ્ત્ર છે. ઉપલબ્ધ આ દશમા અંગશાસ્ત્રમાં પાંચ આશ્રવ અને પાંચ સંવરનું વિસ્તાર પદ્ધતિથી વર્ણન છે. ઐતિહાસિક વિચારણાઓ:- નંદીસૂત્ર તેમજ ઠાણાંગ, સમવાયાંગ સૂત્રમાં આ સૂત્રનો વિષય પરિચય કંઈ જુદો જ છે જે ઉપલબ્ધ સૂત્રથી પૂર્ણતઃ ભિન્ન છે. ઇતિહાસત્ત, ચિંતક તેમજ સંશોધક વિદ્વાનોએ આ વિષયમાં વિચારો પ્રગટ કર્યા છે પરંતુ તે બધા મળીને પણ સંપૂર્ણ નિર્ણયાત્મક કોઈ પરિણામ આવ્યું નથી. દેવવાચક શ્રી દેવદ્ધિગણી ક્ષમાશ્રમણ અથવા અન્ય સૂત્રકાર આચાર્યોએ મૌલિક આગમોમાં તે સમયની આગમ પરિવર્તનની પરિસ્થિતિઓનો કોઈ ઉલ્લેખ કર્યો નથી કે ન તે સમયે એવી ઐતિહાસિક સંકેત લખવાની પદ્ધતિ હતી. તે સમય ફક્ત સૂત્ર નિર્માણનો જ યુગ હતો. સૂત્રોની વ્યાખ્યા અથવા પરિચય અથવા ઐતિહાસિક લેખનનો યુગ ઘણા સમય પછી ક્રમથી પ્રગતિ કરવા લાગ્યો છે. તે જ કારણે કલ્પનાઓમાં ઉડવા સિવાય કોઈપણ નિર્ણય થયો નથી. નવીન વિચારધારા – બુદ્ધિજીવી વ્યક્તિઓને માટે એક નવું ચિંતન પ્રસ્તુત છે કે છટ્ટાથી અગિયારમા અંગશાસ્ત્ર સુધીના બધા કથા પ્રધાન શાસ્ત્રોની વચમાં આ દશમું અંગ પણ કથા પ્રધાન હોવું વધારે યોગ્ય થાય છે પરંતુ વચમાં નંદીસમવાયાંગ સૂત્ર સૂચિત ચમત્કારી વિદ્યાઓથી પરિપૂર્ણ આ સૂત્રનું હોવામાં કોઈ યોગ્ય કારણ સમજમાં આવતું નથી. બીજી વાત એ છે કે દ્વાદશાંગીમાં અગિયાર અંગશાસ્ત્રોનું પ્રત્યેક આત્માર્થી સાધુ તથા સાધ્વીજીઓ અધ્યયન(કંઠસ્થ) કરે છે. બારમા દષ્ટિવાદના અધ્યયનની યોગ્યતા દરેકમાં હોતી નથી. તે વિશેષ પાત્ર હોય તેને જ દેવામાં આવે છે. તેમજ સાધ્વીજીઓને માટે તેનું અધ્યયન પૂર્ણ નિષિદ્ધ છે. આગમકાર શ્રી ગણધર પ્રભુ દ્વારા સામાન્ય બધા સાધકોને અધ્યયન કરાવવામાં આવતા આગમમાં ચમત્કારી વિદ્યાઓને ગુંથન કરવાની કલ્પના કરવી તેમજ અન્ય વિદ્વાનો દ્વારા ભવિષ્યમાં તેના દુરુપયોગની આશંકાથી કાઢવાનું માનવું તેમાં ગણધર પ્રભુની પ્રતિષ્ઠાની હાનિ થાય છે. આવિચારધારા અનુસાર આચારાંગનું આઠમું અધ્યયન હોય અથવા સંપૂર્ણ પ્રશ્નવ્યાકરણ સૂત્ર, તેને ચમત્કારી વિદ્યાઓના કારણે લોપ કરી બતાવવું એક Page #153 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર: પ્રશ્વવ્યાકરણ સૂત્ર પ્રસ્તાવના ૧૫૩ ભ્રમિત ચાલેલી પરંપરા માત્ર છે. વાસ્તવમાં ઉધઈ લાગવા આદિ કોઈપણ કારણથી આ સૂત્ર અથવા અધ્યયન વિકૃત બની ગયા છે, ત્રુટિત થઈ ગયા છે. જેને ફરી સંપાદિત કરવા કઠિન થવા પર તેને વિચ્છેદ કહી દીધા છે અને પૂર્ણરૂપથી નવો જ વળાંક આપી દીધો છે. આ સંદર્ભમાં કેટલાય વિદ્વાનોનો મત છે કે તે ત્રુટિત પ્રશ્નવ્યાકરણ સૂત્રના અનેક વિભાગ બન્યા છે. જે આજે ઉત્તરાધ્યયન, જયપાહુડી તેમજ ઋષિભાષિત આદિ શાસ્ત્રના રૂપમાં ઉપલબ્ધ છે. ઠાણાંગમાં કહેલ અધ્યયનોના નામથી પણ આ વાતને બળ મળે છે. વિચારણાનો સાર – પ્રશ્ન વ્યાકરણ સૂત્રના નામ અને તેના અર્થથી અનેક કલ્પનાઓ ઉત્પન્ન થઈ છે. વાસ્તવમાં અગિયાર અંગ સામાન્ય સાધુ-સાધ્વી બધાને અધ્યયન યોગ્ય શાસ્ત્ર છે. તેમાંથી આ દશમું અંગશાસ્ત્ર છે. તેમાં ચમત્કારી વિધાઓની અપેક્ષા આચાર અથવા ધર્મકથાનો વિષય જ સંગત પ્રતીત થાય છે. બારમું અંગ વિશાળ છે તેમજ વિવિધ વિષયોનો ભંડાર છે. જેનું વિશિષ્ટ સાધક જ અધ્યયન કરી શકે છે. તેમાં જ ચમત્કારિક વિદ્યાઓ આદિનું વર્ણન હોય છે. ઉપલબ્ધ સ્વરૂપ – વર્તમાનમાં ઉપલબ્ધ આ આગમના બે શ્રુતસ્કંધ છે. બંનેમાં પાંચ-પાંચ અધ્યયન છે. જેમાં હિંસા આદિ પાંચ આશ્રવોનું અને અહિંસા આદિ પાંચ સંવરનું કમથી વર્ણન કરાયું છે. બીજો કોઈ વિષય અથવા ચર્ચા તેમાં નથી. ઉપલબ્ધ આ સૂત્ર ૧રપ૬ શ્લોક પ્રમાણ માનવામાં આવે છે. સંસ્કરણ:- આ સૂત્ર પર નવાંગી ટીકાકાર શ્રી અભયદેવ સૂરિની સંસ્કૃત ટીકા ઉપલબ્ધ છે. વર્તમાનમાં તે આચાર શાસ્ત્ર છે તો પણ તેની ભાષચૂર્ણિ નિર્યુક્તિ આદિ વ્યાખ્યાઓ નથી. હિંદી-ગુજરાતી અનુવાદ, વ્યાખ્યાઓ ઘણી જગ્યાએથી પ્રકાશિત છે. પૂજ્ય શ્રી ઘાસીલાલજી મ.સા. દ્વારા સંપાદિત સંસ્કૃત ટીકા પણ ઉપલબ્ધ છે. વિશેષમાં પંજાબી પં. રત્ન શ્રી અમરમુનિ દ્વારા સંપાદિત સુંદર પ્રકાશન ઉપલબ્ધ છે. સંસ્કૃતિ રક્ષક સંઘ સૈલાના તેમજ આગમ પ્રકાશન સમિતિ વ્યાવરથી પણ આ સૂત્રનો અનુવાદવિવેચન પ્રકાશિત થયો છે. આ સૂત્રની ભાષા વિશેષ ક્લિષ્ટ સામાસિક હોવા છતાં પણ તેનો વિશેષ પ્રચાર થયો છે. જેનું મુખ્ય કારણ છે કે આ આચાર શાસ્ત્ર છે. આગમ મનીષી ત્રિલોકમુનિ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત પ્રથમ શ્રુતસ્કંધ : આશ્રવ દ્વાર પહેલું અધ્યયન (હિંસા) હિંસાનું સ્વરૂપ ઃ— હિંસાના સ્વરૂપને સમજવાને માટે ૨૨ વિશેષણ છે, તે આ પ્રમાણે છે (૧) હિંસા પ્રથમ પાપ હોવાથી પાપરૂપ છે. (૨) ઉગ્ર થવાથી જીવ હિંસા કરે છે તેથી તે પ્રચંડ છે. (૩) રૌદ્ર પરિણામોથી થાય છે તેથી તે રૂદ્ર છે. (૪) ક્ષુદ્ર, અસહિષ્ણુતા, તુચ્છ પ્રકૃતિક તેમજ સંકીર્ણ મનવાળાથી જ હિંસા કરાય છે તેથી તે ક્ષુદ્ર છે. (૫) અચાનક વિચાર કર્યા વગર અથવા વિવેકની ખામીથી કરાય છે. (૬) અનાર્ય પુરુષો દ્વારા આચરિત હોય છે. (૭) પાપની ઘૃણા રહિત નિઘૃણા છે. (૮) ક્રૂર-રૂક્ષ હોવાથી નૃશંસ છે. (૯) મહાભયકારી છે અર્થાત્ જેની હિંસા કરાય છે તે પણ ભયથી વ્યાપ્ત થાય છે, હિંસાને જોનારા પણ ભયથી વ્યાપ્ત થાય છે અને હિંસા કરનારા પણ પોતાના ભૂત, ભવિષ્ય, વર્તમાન કોઈ પણ ભયથી વ્યાપ્ત થઈને હિંસા કરે છે. (૧૦) તે પ્રત્યેક પ્રાણીને ભયકારી છે અર્થાત્ પ્રાણીમાત્રને મૃત્યુનો ભય હોય છે. (૧૧) મૃત્યુથી વધીને બીજો કોઈ ભય નથી તેથી આ હિંસા અતિભયકારી છે. (૧૨) ભયને ઉત્પન્ન કરનારી છે. (૧૩) ત્રાસ–ક્ષોભકારી છે, પીડા ઉત્પન્ન કરનારી છે. (૧૪) જીવોને માટે અન્યાયકારી છે. (૧૫) ઉદ્વેગ–ગભરાટ કરાનારી છે. (૧૬) બીજાના પ્રાણોની પરવાહ કરનારી નથી. (૧૭) ત્રણ કાળમાં પણ હિંસા, ધર્મ થઈ શકતી નથી તેથી તે નિધર્મ છે. (૧૮) બીજાના જીવનની પરવાહ હોતી નથી તેથી તે નિષ્કિપાસ છે. (૧૯) કરુણા રહિત હોવાથી નિષ્કરુણા છે. (૨૦) હિંસા નરક ગતિને પ્રાપ્ત કરાવનારી છે. (૨૧) આત્માને મહામોહમાં નાખનારી હોવાથી મહામોહભય પ્રવર્તક છે. (૨) મરણરૂપ હોવાથી જીવોને વિમન બનાવનારી છે. તે હિંસાના સ્વરૂપની વિવિધ અવસ્થાઓને બતાવનારા આ વિશેષણો છે. હિંસાના નામ : પર્યાયવાચી શબ્દ :– (૧) પ્રાણવધ (૨) શરીરથી (જીવનું) ઉન્મૂલન (૩) અવિશ્વાસ (૪) હિંસ્ય, વિહિંસા (૫) અકૃત્ય (s) ઘાત (૭) મારણ (૮) વધના (વધકારી) (૯) ઉપદ્રવ (૧૦) અતિપાલ (૧૧) આરંભ-સમારંભ (૧૨) આયુષ્યનો ઉપદ્રવ (૧૩) મૃત્યુ (૧૪) અસંયમ (૧૫) કેટકમર્દન (૧૬) વ્યપરમણ(પ્રાણોથી જીવ જુદો કરવો) (૧૭) પરભવમાં પહોંચાડવાવાળી (૧૮) દુર્ગતિમાં પાડવાવાળી ‘દુર્ગતિ પ્રપાતક’ (૧૯) પાપકોપ(પાપને ઉત્તેજિત કરાવવાવાળી) (૨૦) પાપ લોભ (પાપ પ્રતિ પ્રેરિત લુબ્ધ કરવાવાળી) (૨૧) છવિચ્છેદ (૨૨) જીવંતકર (૨૩) ભયંકર (૨૪) ૠણકર(ઋણને ચઢાવવાવાળી) (૨૫) વજ(આત્માને ભારે કરવાવાળી) (૨૬) પરિતાપ આશ્રવ (૨૭) વિનાશ (૨૮) નિર્યાપન(પ્રાણ સમાપ્ત કરવાવાળી) (૨૯) લુંપન (૩૦) ગુણોની વિરાધક. Page #155 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર : પ્રશ્વવ્યાક ૧૫૫ કેટલાક નામ સમાન દેખાતા હોવા છતાં પણ પોતાની કંઈક વિશેષતાયુક્ત છે. હિંસકોના પાપકાર્ય – પાપમાં આસક્ત કરુણાહીન તેમજ અન્ય પ્રાણીઓને પીડા પહોંચાડવામાં આનંદનો અનુભવ કરવાવાળા પુરુષ જળચર જીવ–મચ્છ, કચ્છ, દેડકો, ગ્રાહ, સુસુમાર આદિ જીવોની ઘાત કરે છે. સ્થલચર-હાથી, ઘોડા, ગાય, બકરા, સસલા, હરણ આદિની ઘાત કરે છે. ઉરપરિસર્પ–સાપ આદિ, ભુજપરિસર્પ–નોળિયો, ઉંદર વગેરે અને ખેચર-ચકલી, કબૂતર, પોપટ, હંસ, કુકડા વગેરે પંચેન્દ્રિય જીવોની હિંસા કરે છે. બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય, ચોરેન્દ્રિય વગેરે વિવિધ દીન હીન પ્રાણીઓની પણ પાપી પુરુષ હિંસા કરે છે. હિંસાનું પ્રયોજન - પાપી પ્રાણી નીચેના કારણે અને પોતાના સ્વાર્થોને લઈને જીવોની હિંસા કરે છે– (૧) ચામડા, માંસ, લોહી, નખ, દાંત, આંતરડા, શીંગડા આદિ શરીર અવયવોને માટે પંચેન્દ્રિય જીવોનો ઘાત કરે છે. (૨) મધને માટે મધમાખીઓને હણે છે. (૩) શરીરની શાતા માટે માંકડ, મચ્છર આદિને મારે છે. આ રીતે પોતાના સ્વાર્થને માટે ઉંદર, ઉધઈ. અનાજના જીવ. સાપ, કતરા. વિંછી આદિ પ્રાણીઓનો વિનાશ કરે છે. (૪) રેશમ આદિ વસ્ત્રોને માટે અનેકાનેક બેઈન્દ્રિય કીડાઓનો ઘાત કરે છે. (૫) બીજા અનેક પ્રયોજનોથી ત્રસ પ્રાણીઓનો ઘાત કરે છે તથા પૃથ્વી, પાણી આદિ સ્થાવર જીવોના આશ્રમમાં રહેતા થકા અનેક ત્રસ જીવોની જાણી જોઈને અથવા અજાણતાહિંસા કરતા રહે છે. તે અજ્ઞાની પ્રાણી આ અસહાયત્રસજીવોને સ્થાવર જીવોને તેમજ સ્થાવર જીવોના આશ્રમમાં રહેલા ત્રસ જીવોને જાણતા નથી. કેટલાંક પ્રાણીઓના વર્ણ આદિ આશ્રયભૂત પૃથ્વી આદિની સમાન જ હોય છે તેથી તેમાંથી કેટલાક જીવો તો આંખથી પણ દેખાતા નથી. સ્થાવર જીવોની હિંસાનું પ્રયોજન:- (૧) ખેતી માટે, કૂવા, વાવડી, તળાવ અથવા સરોવર બનાવવા માટે, મકાન બનાવવા માટે, વાસણ, ઉપકરણ બનાવવા માટે તથા આજીવિકાને માટે કેટલાય પ્રકારના ખનિજ પદાર્થોનું ઉત્પાદન અથવા વ્યાપાર કરવાને માટે પૃથ્વીકાયના જીવોની હિંસા કરવામાં છે. (૨) સ્નાન, ભોજન બનાવવું, પીવા, ધોવા આદિ પ્રવૃત્તિઓમાં, ઘર કાર્યોમાં, આવાગમન માટે નાવ(હોડી)માં ચાલવા અથવા પાણીમાં તરવા આદિથી અષ્કાયના જીવોની હિંસા કરાય છે. પાણી પોતે જીવોના શરીરથી બને છે તેના ઉપયોગથી તે જીવોનો વિનાશ થાય છે. (૩) ભોજન બનાવવા, દીવા આદિ જલાવવા તેમજ પ્રકાશ કરવાને માટે અથવા ઠંડીમાં તાપણા માટે તેમજ કોઈપણ પદાર્થને જલાવવા માટે અગ્નિકાયના જીવોની વિરાધના(હિંસા) કરાય છે. (૪) ધાન્યાદિને સાફ કરવા, હવા નાખવી, ફૂંકવું, હિંડોળા, વાહનનો ઉપયોગ Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત અન્ય કાર્યો તેમજ શારીરિક પ્રવૃત્તિઓથી વાયુકાયની વિરાધના થાય છે. (૫) અનેક ઉપકરણ, શસ્ત્ર, મકાન તેમજ ભોજન સામગ્રી તથા ઔષધ, ભેષજ આદિને માટે વનસ્પતિના જીવોની વિરાધના કરાય છે. આ રીતે સંસારના સર્વ પ્રાણી પોતાના જીવનની આવશ્યકતાઓને માટે સ્થાવર જીવ–પૃથ્વી, જલ, અગ્નિ અને વનસ્પતિ જીવોની હિંસા કરતા રહે છે. હિંસક જીવોનું માનસ – હિતાહિતના વિવેકથી રહિત, સ્વવશ અથવા પરવશ થઈને, ક્રોધથી પ્રેરિત થઈને અથવા બીજા કષાય માન, માયા, લોભ, રાગ, દ્વેષ, સ્વાર્થ, મોહને વશીભૂત થઈને, હાસ્ય, વિનોદ, હર્ષશોકને આધીન થઈને અને કેટલાય અજ્ઞાની ધર્મલાભના ભ્રમથી પણ ત્રણ-સ્થાવર જીવોની હિંસા કરે છે. ધીવર, અનાર્ય, મ્લેચ્છ તેમજ શુદ્ર તથા હિતાહિતના વિવેકથી રહિત પ્રાણી પંચેન્દ્રિય ત્રસ પ્રાણીઓની વાત કરે છે. તેના સિવાય જે જીવ અશુભ પરિણામ લેશ્યાવાળા છે, તે પણ સંજ્ઞી-અસંજ્ઞી, પર્યાપ્ત-અપર્યાપ્ત જીવોને હણે છે. હિંસાના પરિણામ – ઉપર કહેલ વિવિધ હિંસા કૃત્યોમાં ડૂબેલો(મગ્ન) જીવ તે કૃત્યોનો જીવનભર ત્યાગ કરતો નથી તેમજ તે હિંસક અવસ્થામાં જ મરી જાય છે. તેથી તેની દુર્ગતિ થાય છે. જેનાથી તે નરકગતિમાં અથવા તિર્યંચગતિ (પશુયોનિ)માં ઉત્પન્ન થાય છે, ત્યાં પૂરેપૂરું જીવન દુઃખમાં જ પસાર કરે છે. નરકના દુઃખ:- (૧) ત્યાં હંમેશા ઘોર અંધકાર રહે છે. (૨) આયુષ્ય ઓછામાં ઓછું દશ હજાર વર્ષનું હોય છે ઉત્કૃષ્ટ અસંખ્યાત વર્ષનું અર્થાત્ ૩૩ સાગરોપમનું હોય છે. (૩) ભૂમિનો સ્પર્શ જાણે એક સાથે હજાર વિંછી ડંખ આપે તેવો હોય છે. (૪) સર્વ ભૂમિ ઉપર માંસ, લોહી, પરૂ, ચરબી આદિ ધૃણાસ્પદ વસ્તુઓ જેવા પુદ્ગલોના કીચડ જેવું બની રહે છે. (૫) ભવનપતિ જાતિના પરમાધામી દેવ જઈને ત્યાંના નૈરયિકોને ઉપદ્રવ આપી દુઃખ આપતા રહે છે અને તે દેવ તેમાં જ આનંદ માને છે. (૬) એકબીજા ગલીમાં રહેલા કૂતરાની જેમ તેનૈરયિક એકબીજાને જોતા જ ઝઘડે છે અને પરસ્પર વૈક્રિય શક્તિથી દારૂણ દુઃખ આપે છે. (૭) નરકાવાસ હંમેશા ઉષ્ણ અને તપેલો રહે છે અને કેટલાક નરકાવાસ મહાશીતલ બરફની શિલાઓથી પણ ઘણા જ શીત હોય છે. (૮) ત્યાંનૈરયિક હંમેશા મહાન અસાધ્ય રાજરોગોથી ઘેરાયેલ રહે છે. વૃદ્ધાવસ્થાથી પણ હંમેશા ઘેરાયેલા રહે છે. (૯) તલવારની ધારની જેમ ભૂમિનો સ્પર્શ તીક્ષ્ણ હોય છે. (૧૦) ત્યાં લગાતાર દુઃખ રૂપ વેદના ચાલુ જ રહે છે. પળભર પણ નૈરયિકોને શાંતિ મળતી નથી. (૧૧) ત્યાં હંમેશા અસહ્ય દુર્ગધ વ્યાપ્ત રહે છે. (૧ર) શરીરના ટુકડે ટુકડા કરી દેવા છતાં પણ તે મરતા નથી, ફરી શરીર જોડાઈ જાય છે પરંતુ વેદના ભયંકર થતી રહે છે. (૧૩) ત્યાં તેને કોઈપણ ત્રાણ અને શરણભૂત થતા નથી. પોતે જ પોતાના Page #157 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર: પ્રશ્નવ્યાકરણ સૂત્ર સારાંશ કરેલા કર્મોને પરવશ થઈને અને રોઈ રોઈને ભોગવે છે. શારીરિક અને માનસિક મહાન વ્યથાથી પીડિત થતા રહે છે. પરમાધામી દેવો દ્વારા અપાતા દુઃખ ઃ- (૧) ઉપર લઈ જઈને પછાડે છે. (૨) શરીરના ટુકડે ટુકડા કરીને ભાંડમાં પકાવે છે. (૩) દોરડાથી, લપાટોથી, ગડદાથી મારે છે. (૪) આંતરડા, નસો આદિ બહાર કાઢી નાખે છે. (૫) ભાલા આદિમાં પરોવે છે. (૬) અંગોપાંગોને ફાડી નાખે છે, ટુકડા કરી નાખે છે. (૭) કડાઈમાં પકાવે છે. (૮) નારકી જીવના શરીરના ટુકડે ટુકડા કરીને તેના માંસને ગરમાગરમ કરીને તેને જ ખવડાવે છે. (૯) તલવારની ધાર જેવા તીક્ષ્ણ પત્રો ઉપર પછાડીને તલ જેવડા શરીરના ટુકડે ટુકડા કરી નાખે છે. (૧૦) તીક્ષ્ણ બાણોથી હાથ, કાન, નાક મસ્તક આદિ વિભિન્ન શરીર અવયવોને ભેદી નાખે છે. (૧૧) અનેક પ્રકારની કુંભીઓમાં પકાવે છે. (૧૨) (વેળુ)રેતીમાં ચણાની જેમ શેકી નાખે છે. (૧૩) માંસ, લોહી, પરુ, ઉકળતું તાંબુ, સીસું આદિ અતિ ગરમ પદાર્થોની ઉકળતી, ઊફણતી વૈતરણી નદીમાં નૈરયિકોને ફેંકી દે છે. (૧૪) વજ્રમય તીક્ષ્ણ કાંટાઓથી વ્યાપ્ત શાલ્મલી વૃક્ષ ઉપર અહીંથી તહીં ખેંચે છે ત્યારે તે કરુણ આક્રંદન કરે છે. (૧૫) દુઃખથી ગભરાઈને ભાગતા નૈયિકોને વાડામાં બંધ કરી દે છે. ત્યાં તે ભયાનક અવાજ કરતા થકા રાડો પાડે છે. ૧૫૭ (૨) રોટલીની જેમ શેકાય જાય છે, ટુકડે ટુકડા કરીને બલિની જેમ ફેંકી દે છે. ફંદો નાંખીને લટકાવવામાં આવે છે. સૂળીમાં ભેદવામાં આવે છે. તિરસ્કાર કરાય છે, અપમાનતિ કરાય છે. પૂર્વભવના પાપોની ઘોષણા કરીને વધકને દેવામાં આવતા સેંકડો પ્રકારના દુઃખ દેવાય છે. (૩) દુઃખથી સંતપ્ત નારક જીવ આ પ્રકારે પુકાર કરે છે– હે બંધુ ! હે સ્વામિન! હે ભાઈ ! અરે બાપ ! હે પિતા ! હે વિજેતા, મને છોડી દો. હું મરી રહ્યો છું, હું દુર્બલ છું, હું વ્યાધિથી પીડિત છું, આપ કેમ નિર્દય થઈ ગયા છો ? મારા ઉપર પ્રહાર ન કરો અને થોડોક શ્વાસ તો લેવા દો, દયા કરો, રોષ ના કરો, હું જરા આરામ કરી લઉં, મારુ ગળું છોડી દો, હું મરી જાઉં છું, આ રીતે દીનતાપૂર્વક પ્રાર્થના કરે છે. (૪) પરમાધામી તેને નિરંતર પીડા આપે છે. તરસથી દુઃખી થઈને પાણી માગવા પર તપેલા લોઢા, સીસાને પિગાળીને આપે છે અને કહે છે– લ્યો ઠંડુ પાણી પીઓ અને ફરી જબરદસ્તીથી મોઢું ફાડીને તેના મુખમાં સીસું રેડી દે છે. આ રીતે પરમાધામી તેને ઘોરાતિઘોર માનસિક, શારીરિક દુઃખ અને વચન દ્વારા વિશેષ પ્રકારે પીડિત કરે છે. (૫) જાજ્વલ્યમાન અગ્નિથી તપેલા લોખંડમય રથમાં બળદની જગ્યાએ જોડીને ચલાવે છે, ભારે વજનદાર ભાર વહન કરાવે છે. કાંટાથી વ્યાપ્ત માર્ગમાં તપેલી રેતીમાં ચલાવે છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ | ૧૫૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત (૬) તે નારકી જીવ સ્વયં વિવિધ શસ્ત્રોની વિફર્વણા કરીને એકબીજા નૈરયિકોના મહાદુઃખોની ઉદીરણા કરતા રહે છે. (૭) ઘેટાં, ચિત્તા, બિલાડી, સિંહ, વાઘ, શિકારી કૂતરા, કાગડા આદિ રૂપ બનાવીને પણ નૈરયિકો ઉપર પરમાધામી દેવ આક્રમણ કરતા રહે છે. શરીરને ફાડી નાખે છે, નખથી ચીરી નાખે છે. પછી ઢંક ને કંક(કાગડો) તથા ગીધ બનેલા નરકપાલ તેના પર ચડી બેસે છે. ક્યારેક જીભ ખેંચે છે તો ક્યારેક આંખ બહાર કાઢી નાખે છે. આ પ્રકારની યાતનાઓથી દુઃખિત નારક જીવ ક્યારેક ઉપર ઉછળે છે ક્યારેક ચક્કર મારે છે તેમજ કિંકર્તવ્ય વિમૂઢ(વિવેકહીન) બની જાય છે. આ પ્રકારે તે નારક જીવ પોતાની પૂર્વકૃત હિંસક પ્રવૃત્તિઓનું દારુણ ફળ ભોગવે છે. (૮) આ ભયાનકકરુણાજનકયાતનાઓને જાણીને વિવેકી પુરુષોએ માનવભવમાં બેભાન બનીને હિંસાજન્ય પ્રવૃત્તિઓમાં તલ્લીન બનવું ન જોઈએ પરંતુ સાવધાન થઈને અહિંસામય જીવન જીવવાનો દઢસંકલ્પ કરવો જોઈએ. તિર્યંચ યોનિ(પશુ જીવન)ના દુઃખઃ- પાપોથી ભારે બનેલ જીવતિર્યંચ યોનિમાં દુઃખોથી ઘેરાયેલા રહે છે. પ્રાણીઓમાં પરસ્પર જન્મજાત વેરભાવ હોય છે. કૂતરા, બિલાડી, ઉંદર, તેતર, બાજપક્ષી, કબૂતર આદિ જીવ જીવના ભક્ષક બનતા રહે છે. રાત-દિવસ એક બીજાને તાકીને રહે છે. હિંસક માંસાહારી પ્રાણી તો બીજા જીવોના ભક્ષણથી જ પોતાનાં પેટનું પોષણ કરે છે. કેટલાય જીવ ભૂખ-તરસ કે વ્યાધિની વેદનાનો કોઈપણ રીતે પ્રતિકાર કરી શકતા નથી. કેટલાય પશુઓને ગરમ સળીયાઓથી ડામ દેવાય છે, મારપીટ કરાય છે, નપુંસક બનાવાય છે, ભાર વહન કરાવાય છે, તેમજ ચાબુકોથી માર મારીને અધમૂઆ કરી દેવાય છે. આ સર્વયાતનાઓને ચુપચાપ(મૂંગે મોઢે) સહન કરવી પડે છે. ઉદ્દેડતા કરવા પર વધારે આપત્તિઓનો સામનો કરવો પડે છે. કેટલાય માંસાહારી લોકો પશુપક્ષીઓનો અત્યંત નિર્દયતાપૂર્વક વધ કરે છે. બકરા, મરઘી, ઘેટાં આદિના માંસને વેચવાનો ધંધો કરનારા કસાઈ પણ તેને રોજ-રોજ પ્રાણથી રહિત કરતા રહે છે. આ પ્રકારે મૂક પશુ ભયપૂર્વક યાતનાઓને ભોગવે છે. પશુ જીવન કષ્ટોથી પરિપૂર્ણ છે. * કેટલાંય જીવ માખી, મચ્છર, ભમરા, પતંગિયા આદિ ચૌરેન્દ્રિય યોનિમાં દુઃખ પામે છે. કેટલાય કીડા, મકોડા આદિ તેઈન્દ્રિય જીવ બનીને અજ્ઞાનદશામાં દુ:ખ પામતા જ રહે છે. આ જ રીતે કરમિયા આદિ બેઇન્દ્રિય યોનિમાં જીવ દુઃખ પામે છે. પાંચ સ્થાવર, પૃથ્વી, પાણી, અગ્નિ, હવા તેમજ વનસ્પતિની વિવિધ યોનિઓમાં જીવ બેભાન અવસ્થામાં દુઃખ ભોગવતા રહે છે. પાપકર્મથી ભારે બનેલ જીવ મનુષ્ય ભવને પ્રાપ્ત કરીને પણ આંધળા, લંગડા, કુબડા, મૂંગા, બહેરા અથવા કોઢ આદિ રોગોથી વ્યાપ્ત, હીનાંગ, વિકલાંગ, Page #159 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર પ્રશ્નવ્યાકરણ સૂત્ર સારાંશ ૧પ૯ કુરૂપ, કમજોર, શક્તિહીન, મૂર્ખ, બુદ્ધિહીન, દીન-હીન થઈને દુઃખ ભોગવે છે. આ પ્રકારે હિંસક જીવ કુમતિઓમાં ભ્રમણ કરી દુઃખ ભોગવતા રહે છે. કે બીજું અધ્યયન : મૃષાવાદ મૃષાવાદનું સ્વરૂપ :- બીજું આશ્રવ દ્વાર છે– અસત્યવચન, મિથ્યાવચન. તે ગુણ ગરિમા રહિત, હલ્કા, ચંચળ, ઉતાવળા લોકો દ્વારા બોલવામાં આવે છે. તે વ્યથા (પીડા)ને ઉત્પન્ન કરનાર, દુઃખને ઉત્પન્ન કરનાર, અપશયકારી તેમજ વેરને ઉત્પન્ન કરનાર છે. હર્ષ, શોક, રાગ, દ્વેષ અને માનસિક સંક્લેશને આપનારા, શુભફળથી રહિત, ધૂર્તતા અને અવિશ્વસનીય વચનોની પ્રચુરતાવાળા, નીચા માણસોથી લેવાયેલ છે, તે નૃશંસકૂર તેમજ નિંદિત અને અપ્રીતિકારક છે. તે સમસ્ત સાધુજનો અને પુરુષો દ્વારા નિંદિત છે, બીજાને પીડા કરનારા છે, કૃષ્ણલેશ્યા- વાળો જીવ તેનો પ્રયોગ કરે છે. તે દુર્ગતિને વધારનાર તેમજ લાંબા સમયથી પરિચિત છે, નિરંતર સાથે ચાલનારા છે, ભવભ્રમણ કરાવનારા છે, તેનો અંત મુશ્કેલીથી થાય છે અર્થાત્ મુશ્કેલીથી છૂટે છે. અસત્યના પર્યાયવાચી શબ્દ – (૧) અલીક (૨) શઠ (૩) અન્યાય(અનાય) (૪) માયામૃષા (૫) અસત્ય (5) કૂડકપટ-અવસ્તુક (૭) નિરર્થક–અપાર્થક (૮) વિષ–ગહણીય (૯) અનૃજુક–સરળતા રહિત (૧૦) માયાચારમય (૧૧) વંચના (૧૨) મિથ્થા પશ્ચાત્ કૃત્ય-પાછળ કરી દેવા યોગ્ય, ત્યાજ્ય (૧૩) સાતિઅવિશ્વાસનું કારણ (૧૪) ઉછન્ન- સ્વદોષ અને પર ગુણ આચ્છાદક (૧૫) ઉસ્કૂલ– સન્માર્ગથી પાડનારા (૧૬) આર્ત (૧૭) અભ્યાખ્યાન (૧૮) કિલ્વેિષ (૧૯) વલય-ચક્કરદાર, ગોલમાલ (૨૦) ગહન (૨૧) મન્મન–અસ્પષ્ટ (રર) નૂમ– ઢાંકનારા (૨૩) નિયડિ–છૂપાવનારા (૨૪) અપ્રત્યય (૨૫) અસમય (ર૬) જૂઠી પ્રતિજ્ઞાનું કારણ (ર૭) વિપક્ષ (૨૮) અપધીક–નિંદિત બુદ્ધિથી ઉત્પન્ન (ર૯) ઉપધિ અશુદ્ધ-માયાચારથી અશુદ્ધ (૩૦) અપલોપ–વાસ્તવિક સ્વરૂપનો લોપક. આ નામોથી અસત્યના અનેક રૂપે પ્રગટ થાય છે. ખોટું બોલવાવાળાઃ- (૧) પાપી, સંયમવિહીન, અવિરત, કપટ, કુટિલ, કટુક, અસ્થિર ચિત્તવાળા, ક્રોધ, લોભ, હાસ્ય, ભયને આધીન બનેલા, વ્યાપારી, જુગારી, વ્યસની, શિલ્પી,ચોર, ચાડીખોર, કારીગર, ઠગ, ધૂર્ત, ડા, રાજકર્મચારી, સાહૂકાર, ઋણિ, અવિચારક, બુદ્ધિમાન, મૂર્ખ, ખોટીમતિ, કુલિંગી, નિરંકુશ, જેમ તેમ બોલનારા, આ લોકો બધા અસત્ય બોલનારા છે. (૨) નાસ્તિકવાદી–શૂન્યવાદી, પંચસ્કંધવાદી, બૌદ્ધ, મનજીવવાદી, વાયુજીવવાદી, ઈડાથી સંસારની ઉત્પત્તિ માનનારા, અસદ્ભાવવાદી, ઈશ્વર કતૃત્વવાદી, Page #160 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત એકાત્મવાદી, અકતૃત્વવાદી, યદચ્છાવાદી, સ્વભાવવાદી, વિધિવાદી, નિયતિવાદી, પુરુષાર્થવાદી, કાલવાદી, આ બધા મિથ્યાવાદી છે અર્થાત્ આ સર્વેય એકાંત ભાષણ કરનારા અથવા અનર્ગલ અતર્ક-સંગત ભાષણ કરવાથી મિથ્યાભાષી છે. ૧૦ (૩) અનેક પ્રકારના મિથ્યા આક્ષેપ લગાવનારા, ઈર્ષ્યા-દ્વેષવશ અને સ્વાર્થવશ ખોટું બોલે છે. તેઓ ગુણોની પરવાહ નહિ કરીને ખોટું ભાષણ કરવામાં કુશળ, મનથી બીજાના દોષોની કલ્પના કરીને બોલનાર હોય છે. તેઓ અત્યંત ગાઢ કર્મોથી આત્માને ભારે કરે છે. (૪) કેટલાક લોકો ધનને માટે, કન્યાને માટે, ભૂમિને માટે, પશુઓને માટે ખોટું બોલે છે; ખોટી સાક્ષી આપે છે. આ રીતે લોકો અધોગતિમાં લઈ જનારા મિથ્યા ભાષણનું સેવન કરતા રહે છે. (૫) કેટલાક લોકો પાપકારી સલાહ અથવા પાપકાર્યને પ્રેરણા મળે તેવા વચન બોલીને હિંસાને પ્રોત્સાહન આપે છે. તેના તે હિંસક વચન પણ અસત્ય વચન કહેવાય છે, કારણ કે બીજાને પીડા કરનાર વચન સત્ય કહેવામાં આવતા નથી. (૬) કેટલાંક લોકો જવાબદારીથી, સમજણ વગર, લોભથી, ક્રૂરતાથી, અથવા સ્વાર્થથી હિંસક આદેશ-ઉપદેશ નિર્દેશ કરે છે. તે પણ અસત્ય વચનની ગણતરીમાં આવે છે. તેમાં ત્રસ, સ્થાવર બધા જીવોના ઘાતક આદેશ-પ્રત્યાદેશનો સમાવેશ થાય છે. (૭) યુદ્ધ સંબંધી આદેશ-પ્રત્યાદેશનો પણ ખોટા વચનમાં સમાવેશ થાય છે. (૮) આ બધા અસત્ય તેમજ હિંસક વચન, વચનક્રિયાની અપેક્ષા બીજો આશ્રવ છે અને જીવને વિવિધ ગતિઓમાં ભયંકર યાતનાઓને દેનારા છે. મૃષાવાદનું ભયાનક ફળ :- (૧) બધા પ્રકારના ઉપર કહેલ અસત્ય વચન, હિંસક વચન, અસત્ય આક્ષેપ આદિનો પ્રયોગ કરનારા, પ્રથમ આશ્રવ દ્વારમાં વિસ્તારથી કહી ગયેલ નરકાદિ દુર્ગતિઓની યાતનાઓને લાંબા સમય સુધી પ્રાપ્ત કરે છે, તેના સિવાય નિમ્ન અવસ્થાઓને પણ પ્રાપ્ત કરે છે. (૨) તે મનુષ્ય ભવમાં પરાધીન જીવન તેમજ ભોગોપભોગની સામગ્રીથી રહિત જીવન પ્રાપ્ત કરે છે. તેની ચામડી ચીરા(ફાટ), ધાધર, ખુજલી આદિથી ફાટેલી રહે છે, પીડા આપતી રહે છે. તે કુરૂપ અને કઠોર સ્પર્શવાળા થાય છે. અસ્પષ્ટ અને નિષ્ફળ વાણીવાળા થાય છે, રતિરહિત મલિન અને સાર વગરના શરીરવાળા થાય છે. તેનો સત્કાર થતો નથી. તે દુર્ગંધથી વ્યાપ્ત, અભાગી, એકાંત, અનિષ્ટ સ્વરવાળા, ધીમા અને ફાટેલા અવાજવાળા હોય છે. તે બીજા દ્વારા સતાવાય અથવા ચીડાવાય છે. તેઓ જડ, બહેરા, મૂંગા, આંધળા અને તોતડું બોલનારા થાય છે. તેઓ વિકૃત ઇન્દ્રિયોવાળા તેમજ કુળ-ગોત્ર અથવા કાર્યથી નીચ થાય છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર ઃ પ્રશ્નવ્યાકરણ સૂત્ર સારાંશ તેને નીચ લોકોના નોકર અથવા દાસ બનવું પડે છે. સર્વજગ્યાએનિંદા તેમજ ધિક્કારને પાત્ર થાય છે. તે દુર્બુદ્ધિવાળા હોય છે. લૌકિક અને લોકોત્તર આગમ સિદ્ધાંતોના શ્રવણ તેમજ જ્ઞાનથી રહિત થાય છે અને ધર્મબુદ્ધિથી પણ રહિત થાય છે. (૩) આ પ્રકારે તે ખોટું બોલનારા લોકો કર્મવિપાકથી અસત્યની અગ્નિમાં બળતાં અધિકાધિક અપમાન, નિંદા, દોષારોપણ, ચુગલી, અસંપને પ્રાપ્ત કરે છે. ગુરુજનો, બંધુઓ, સ્વજનો, મિત્રો દ્વારા ધારદાર વચનોથી અનાદરને પ્રાપ્ત કરતા રહે છે, મનને સંતાપ દેનારા, જીંદગીભર શાંત ન થનારા, આરોપો, મિથ્યા આરોપોને પ્રાપ્ત કરે છે, મર્મવેધી તર્જનાઓ, તાડનાઓ અને તિરસ્કારને પ્રાપ્ત કરે છે. મૃષાવાદના કારણે તેને સારા ભોજન વસ્ત્રાદિ પણ નસીબ(ભાગ્ય)માં હોતા નથી. (૪) ભાવાર્થ અથવા સાર એ છે કે મૃષાવાદી ક્યાંય પણ આદર-સન્માન પામતા નથી; શરીરથી, વચનથી આકુળ-વ્યાકુળ રહે છે; ખોટા દોષનું આરોપણ પ્રાપ્ત કરીને સંતાપ-સંકલેશની જ્વાળાઓમાં નિરંતર બળતા રહે છે. દીનતા અને દરિદ્રતા તેનો ભવોભવ પીછો છોડતા નથી. તેઓ લોકોની પણ ઘૃણાને નિંદાને પાત્ર બન્ને છે. એવા ભયંકર દુઃખ અનેક ભવો સુધી તેમને ભોગવવા પડે છે. ૧૧ (૫) આ રીતે મૃષાવાદના કડવા પરિણામને જાણીને વિવેકી પુરુષોએ મનને ક્ષણિક ખોટો સંતોષ દેનારા અસત્યાચરણને પૂર્ણરૂપે તિલાંજલિ દેવી જોઈએ. અહીં અસત્ય ત્યાગ પર એક કથા પરિપેક્ષણીય(વિચારણીય) છે, જેને સમજીને જીવનને સત્ય પર દઢ પ્રતિજ્ઞ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જૂઓ પૃષ્ટ ૧૯૧માં પરિશિષ્ટ. ત્રીજું અધ્યયનઃ અદત્તાદાન(ચોરી) જે વસ્તુ વાસ્તવમાં પોતાની નથી, પરાઈ છે, તેને તેના સ્વામીની સ્વીકૃતિ, અનુમતિ વગર લેવી અથવા પોતાના અધિકારમાં કરી લેવું અદત્તાદાન છે, ચોરી કર્મ છે. આ ત્રીજું અધર્મદ્ગાર અથવા આશ્રવદ્વાર છે. અદત્તાદાન-ચોરીનું સ્વરૂપ :- આ ચૌર્યકર્મ બીજાના હૃદયને બાળનાર, મરણભયથી યુક્ત છે, પર ધનમાં મૂર્છા, લોભ જ તેનું મૂળ છે; રાત્રિ રૂપ અકાલમાં સેવ્ય છે. ચોરના નિવાસ, છુપાવાના સ્થાન પણ પર્વત ગુફાદિ વિષમ હોય છે. કલુષિત– અધોગતિને દેનાર બુદ્ધિવાળાઓનું અને અનાર્ય પુરુષોનું આ આચરણ છે; કીર્તિ પ્રતિષ્ઠામાં પાણી ફેરવનાર, રાજા આદિ દ્વારા વિપત્તિ કે દંડ પ્રાપ્ત કરાવનાર, મનુષ્યોને છેતરનાર, ધોખા દેનાર નિર્દયતા પૂર્ણ કાર્ય છે; રાજપુરુષો, ચોકીદાર, કોટવાલ, પોલિસ આદિ દ્વારા રોકવામાં આવે તેવું, સાધુ પુરુષોથી નિંદિતને ગર્હિત કાર્ય છે, પ્રિયજનો અને મિત્રોમાં વૈરભાવ, વૈમનસ્ય, ઉત્પન્ન કરનાર કાર્ય છે, અનેક લડાઈ-ઝઘડા, યુદ્ધ-સંગ્રામનું જનક છે, દુર્ગતિ દેનાર Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ભવભ્રમણ કરાવનાર, લાંબાકાળથી પરિચિત હોવાથી તેનો ત્યાગ કરવો દુષ્કર છે, અંતમાં તે ચૌર્યકર્મ પરિણામે ભયંકર દુઃખદાયી છે. અદત્તાદાનના પર્યાયવાચી શબ્દ – (૧) ચૌરિક્ય (ર) પરહડ (૩) અદત્ત (૪) ક્રૂરકર્મ (૫) પરલાભ (૬) અસંયમ (૭) પરધનમાં આસક્તિ (૮) લોલુપતા (૯) ચોરીપણું(ચૌર્ય) (૧૦) ઉપહાર (૧૧) હસ્તલઘુ-કુત્સિત હાથ, ઉઠાઉ હાથ (૧૨) પાપકર્મ (૧૩) સ્તન્ય (૧૪) હરણ વિપ્રણાસ (૧૫) પરધન ગ્રાહક (૧૬) ધનલૂટક (૧૭) અપ્રત્યય (૧૮) અવપીડ–પીડાને ઉત્પન્ન કરનાર (૧૯ થી ર૧) આક્ષેપ-પ્રક્ષેપ-સવિશેષ– બીજાની વસ્તુને ઝ૫ટવી, છીનવી લેવી, ફેંકી દેવી, જ્યાં ત્યાં કરી દેવી, નાશ કરી નાખવી. (રર) કૂટતા–બેઈમાની (ર૩) કુલમસિકલંકકારી (૨૪) કાંક્ષા–તીવ્ર ઇચ્છા ચાહના (રપ) લાલપના, પ્રાર્થના, નિંદિત લાભની અભિલાષા (૨૬) વ્યસન-વિપત્તિઓનું કારણ (૨૭) ઇચ્છામૂચ્છ (૨૮) તૃષ્ણાગૃદ્ધિ (૨૯) નિકૃતિકર્મ-કપટપૂર્વકનું આચરણ (૩૦) અપરાક્ષ–બીજાઓની નજરથી બચાવવાનું કાર્ય. ચૌર્ય કર્મના વિવિધ પ્રકારઃ- (૧) કોઈ છુપાઈને ચોરી કરે, કોઈ સામે પ્રહાર કરીને ચોરી કરે છે, કોઈ મંત્ર પ્રયોગ કરીને પણ ચોરી કરે છે. કોઈ ધન લૂટે છે, કોઈ પશુ, તો કોઈ સ્ત્રીઓ અથવા પુરુષોનું અપહરણ કરે છે, કોઈ રસ્તામાં ચાલતાં મુસાફરોને લૂંટે, તો કોઈ શસ્ત્રના બળથી રાજાઓના ખજાનાને લૂંટે છે. (૨) મહાન ધન, સંપત્તિ, ઐશ્વર્યના સ્વામી રાજા લોકો પણ અસંતોષવૃત્તિના શિકાર થઈને, બીજાઓના ધનની લાલસાથી એક બીજા રાજ્ય પર આક્રમણ કરીને મહાસંગ્રામ દ્વારા જનસંહાર કરાવીને બીજાનું ધન લૂંટીને આનંદ માને છે. આ ધનના લોભનું આંધળાપણું છે, જેનાથી તેના વિવેક નેત્ર બંધ થઈ જાય છે. (૩) કેટલાય જંગલોમાં, પહાડોમાં, અટવીઓમાં રહેનારા શસ્ત્રો રાખનારા ચોર હોય છે, તેને સેનાપતિ પણ હોય છે. તેઓ આજુબાજુના રાજ્યોમાં ચોરીઓ કરતાં જ રહે છે. તેઓ મનુષ્યોની હિંસા કરે છે, સમય આવવા પર રાજ્યસૈન્યનો સામનો કરીને પરાસ્ત કરે છે. (૪) કેટલાય ડાકૂલોકો પર ધનને માટે જ્યાં-ત્યાં આક્રમણ કરે છે. સમુદ્રમાં રહેનાર ચાંચિયા પણ લૂંટીને માર મારે છે, જહાજોને પણ નષ્ટ ભ્રષ્ટ કરી નાખે છે. (૫) કેટલાય દયાથી શૂન્ય હૃદયવાળા, પરલોકની ચિંતા ન કરનારા, ગામ, નગર આદિને લૂંટીને, મારકૂટ કરીને ઉજજડ જેવું કરી નાખે છે. (૬) આ રીતે વિવિધ પ્રકારના ચોર પાપકર્મોનો સંચય કરે છે, જેને નરકગતિમાં ભોગવ્યા વગર છૂટકારો મળતો નથી. તેઓ જંગલ આદિમાં ભટકતા રહે છે, ત્યાં પણ તેઓ ભૂખ તરસ થાકથી પીડિત થાય છે. ક્યારેક માંસ, મડદા, કંદમૂળ આદિ Page #163 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર ઃ પ્રશ્નવ્યાકરણ સૂત્ર સારાંશ જે કાંઈ મળે તે ખાઈને ગનીમત સમજે છે. તેઓ હંમેશા ગભરાયેલા, ચિંતાવાળા, ભયથી આક્રાંત બનેલા અને આકુળ-વ્યાકુળ થતા રહે છે. (૭) આ પ્રકારના વર્ણનથી સ્પષ્ટ થાય છે કે આ આશ્રવ દ્વારમાં સ્થૂલ ચૌર્ય કર્મનું વર્ણન છે, જેનો શ્રાવક ત્યાગ કરે છે પરંતુ સાધુને ત્યાગ કરવા યોગ્ય સૂક્ષ્મ અદત્તનું અહીં કથન કરવામાં આવ્યું નથી. તે અદત્તથી પણ કર્મબંધન અને આશ્રવ તો થાય જ છે પરંતુ અહીં જે બીભત્સ(ભયંકર) પાપ આશ્રવની અને સ્થૂલ અદત્ત ચૌર્યકર્મની અપેક્ષા છે, તેમાં અતિચારરૂપ સ્તૂન્ય કર્મનો અથવા સૂક્ષ્મ અદત્તનો સમાવેશ નથી. ચૌર્ય કર્મનું આ ભવમાં દુઃખદ પરિણામ :- (૧) ચૌર્ય કર્મ કરતાં ચોર જ્યારે પકડાય જાય છે ત્યારે તેને બંધનોથી બાંધી દેવામાં આવે છે, મારપીટ કરવામાં આવે છે, અધિકારીઓને સોંપવામાં આવે છે, જેલમાં પૂરી દેવામાં આવે છે, ત્યાં તેને લાકડી મારે છે, ગરદન અથવા ડોક પકડીને, ધક્કા દઈને અથવા મારીને, પછાડે છે. તેને તાડના-તર્જના આદિ કરવામાં આવે છે, વસ્ત્ર છીનવી લે છે, હાથકડી નાખવામાં આવે છે, બેડી, ખોડા, સાંકળથી બાંધવામાં આવે છે, પાંજરામાં, ભોંયરામાં જકડીને નાખી દેવામાં આવે છે, અંગોમાં ખીલા ઠોકી દેવામાં આવે છે, બળદોની જગ્યાએ જોડે છે અથવા ગાડીના પૈડા સાથે બાંધી દે છે, થાંભલા સાથે બાંધે છે, ઊંધા લટકાવે છે વગેરે અનેક બંધનોથી પીડા આપવામાં આવે છે. (૨) તેને સોયો ખૂંચાડવામાં આવે છે, વસુલોથી(છરીઓથી) શરીરને છોલવામાં આવે છે, ક્ષાર પદાર્થ, લાલ મરચા આદિ તેના પર છાંટે છે, લોખંડના અણીદાર દંડા તેના છાતી, પેટ, ગુદા અને વાંસામાં ભોકે છે. આ રીતે ચોરી કરનારાઓના અંગ-પ્રત્યંગના ચૂરેચૂરા કરી નાખે છે. યમદૂતોની સમાન જેલના કર્મચારી મારપીટ કરે છે. આ રીતે તે મંદ પુણ્યવાળા, અભાગી, ચોર જેલમાં લપાટો, મુક્કાઓ, ચર્મપટ્ટાઓ, તીક્ષ્ણ શસ્ત્રો, ચાબુકો, લાતો, જાડા દોરડાઓ, નેતરના વગેરે સેંકડો પ્રહારથી પીડિત થઈને મનમાં ઉદાસ, ખિન્ન થઈ જાય છે, મૂઢ બની જાય છે, તેના ઝાડો, પેશાબ, બોલવું, ચાલવું, ફરવું બંધ કરી દેવામાં આવે છે. આ પ્રકારની યાતનાઓને અદત્ત ચૌર્યકર્મ કરવાવાળા પાપી પ્રાપ્ત કરે છે. ૧૬૩ (૩) તે ચોર ૧. ઇન્દ્રિયોનું દમન નહીં કરી શકવાથી, ઇન્દ્રિયોનો દાસ બનવાથી, ૨. ધન લોલુપ હોવાથી ૩. શબ્દાદિ સ્ત્રી વિષયોમાં આસક્ત હોવાથી, તૃષ્ણામાં વ્યાકુળ થઈને ધન પ્રાપ્તિમાં જ આનંદ માનીને ચોરી કર્મ કરે છે, પરંતુ જ્યારે રાજસેવકો દ્વારા પકડાય જાય છે ત્યારે મૃત્યુદંડની પણ સજા દેવામાં આવે છે, નગરમાં પ્રસિદ્ધ સ્થળે, ચોરા પર લાવીને મારપીટ કરાય છે. (૪) તેને ઘસડવામાં આવે છે, ફાંસી પર લઈ જવામાં આવે છે, બે કાળા વસ્ત્ર પહેરાવવામાં આવે છે, વિવિધ રીતે અપમાન કરાય છે, કોલસાના ભૂકાથી આખા Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત, શરીરમાં લેપ કરવામાં આવે છે, તલ જેવા પોતાના શરીરના ટુકડા કરીને જબરદસ્તીથી ખવડાવે છે. આ રીતે તેને નગરમાં ફેરવીને નગરજનોને દેખાડવામાં આવે છે, પત્થર આદિથી માર મરાય છે. પછી તે અભાગીને શૂળીમાં પરોવવામાં આવે છે, જેનાથી તેનું શરીર ચિરાય જાય છે. કોઈના વધસ્થાનમાં કેટલાક ટુકડે ટુકડા કરી દેવામાં આવે છે, વૃક્ષોની ડાળીઓ પર લટકાવવામાં આવે છે. હાથપગને ખચકાવીને બાંધી દેવામાં આવે છે, પર્વત ઉપરથી ફેંકી દેવામાં આવે છે, હાથીના પગની નીચે કચડીને કચુંબર કરી નાખે છે. કેટલાયના નાક, દાંત, અંડકોશ ઉખાડી દેવામાં આવે છે, જીભ ખેંચીને બહાર કાઢી નાખે છે. કોઈકના અંગોપાંગ કાપીને દેશનિકાલ કરે છે, કેટલાય ચોરોને યાવજીવન જેલમાં રાખીને પીડા દેવામાં આવે છે. અંતમાં તે ત્યાં જ મરી જાય છે. આવી દુર્દશા અહીં મનુષ્ય લોકમાં ચોર ભોગવે છે. જો તે ચોર પહેલેથી જ આવી યાતનાઓની કલ્પના કરી લે અને ચોરીનું કાર્ય ન કરે તો દુઃખ આવતું નથી. ત્યાં તેને કોઈ પણ શરણ આપતું નથી. એટલાથી શું! હજુ તો તેને નરકાદિ દુર્ગતિઓની વેદના ભોગવાની બાકી છે. અર્થાત્ ત્યાંથી તે ખરાબ મૃત્યુ પામીને ક્લિષ્ટ-આર્ત પરિણામોથી નરકગતિમાં ઉત્પન્ન થાય છે. પ્રથમ આશ્રવ દ્વારમાં કહેવાયેલ ભયંકર વેદનાઓને ત્યાં નરકમાં ભોગવે છે. પછી ક્રમશઃ ભવોભવ નરક, તિર્યંચ ગતિમાં દુઃખ ભોગવતો જ રહે છે. બાકી રહેલા કર્મવાળા તે ચોર ક્યારેક મનુષ્ય પણ બને છે તો ત્યાં સુખ, ભોગ સામગ્રી તેમજ ધન આદિ તેને લાખ પ્રયત્ન કરવા છતાં પણ મળતા નથી; કઠિન પરિશ્રમ કરવા છતાં પણ અસફળતા જ મળે છે, તેને ન મળે સુખ કેન મળે શાંતિ, ફક્ત દુઃખ અને દીનતામાં જ જીવન પસાર કરે છે. (૫) આ પ્રકારે અદત્તાદાનના પાપથી ભારે કર્મબનેલ તે બિચારો વિપુલદુઃખોની અગ્નિમાં બળતો રહે છે. એવા અદત્ત પાપ અને તેના પરિણામને જાણીને વિવેકી પુરુષોએ સુખી થવા માટે પારકા ધનને ધુળ બરાબર સમજીને નેકનીતિ (પ્રમાણિકતા)થી પ્રાપ્ત પોતાની સંપત્તિમાં જ સંતોષી અને સુખી રહેવું જોઈએ. મરવું પડે તો મરી જવા તૈયાર થવું પણ ચોરીનું કામ કરવું જોઈએ નહિ. 'ચોથું અધ્યયન ઃ અબ્રહ્મચર્ય અબ્રહ્મચર્યનું સ્વરૂપ :- ચોથું આશ્રવ દ્વાર છે, અબ્રહ્મ કુશીલ. તેનું દેવોમાં, મનુષ્યોમાં, પશુઓમાં, અર્થાત સમસ્ત સંસારના પ્રાણીઓમાં સામ્રાજ્ય છે અર્થાત બધાં જ પ્રાણી આ કામની, અભિલાષાથી વ્યાપ્ત છે. તે પ્રાણીઓને ફસાવવા, તે કીચડની સમાન છે, પાશ તેમજ જાળની સમાન છે. આત્માને પતિત કરાવનાર, અનેક અનર્થોનું મૂળ, દોષોને ઉત્પન્ન કરાવનાર, સંસારને વધારનાર છે, મોહકર્મની સંતતિને વધારવાવાળા, તપ, સંયમના વિધાતક, બાધક, આત્મ શક્તિથી કાયર Page #165 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર: પ્રશ્નવ્યાકરણ સૂત્ર સારાશ તેમજ નિમ્ન પુરુષો દ્વારા સેવિત, વૃદ્ધાવસ્થા મરણ રોગ–શોકનું ભાજન છે. વીતરાગી તેમજ વીતરાગ માર્ગ પર ચાલનારા શ્રમણ શ્રમણીઓને માટે ત્યાજ્ય તેમજ નિંદિત છે. વધ બંધનની દશાઓને પ્રાપ્ત કરાવનાર, પરિવાર, પરિચય અને સંસારના પ્રવાહને વધારનાર તેમજ પોષણ કરનાર છે. અનાદિનો પરિચિત અને અભ્યસ્ત દૂષણ છે, આત્મ વિકાર રૂપ છે. દઢ મનોબળ તેમજ સંકલ્પ થવા છતાં પણ કઠિનાઈથી તેનો અંત થાય છે. અર્થાત્ તેનો ત્યાગ કરવો અને તેમાં સફળતા મળવી અત્યંત દુર્લભ છે. સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ, તેની નિશાની છે. અલગ-અલગ રૂપ છે. કર્તવ્યના બોધને, હિતાહિતના વિવેકને નષ્ટ કરનાર છે. બુદ્ધિને વિપરીત અથવા ભ્રષ્ટ કરનાર છે. અધર્મનું મૂળ તેમજ મોક્ષ સાધનાને માટે બિલકુલ વિપક્ષ વિરોધી છે. અબ્રહ્મના ત્રીસ પર્યાયવાચી શબ્દ ઃ (૧) અબ્રહ્મ (૨) મૈથુન (૩) ચરંત(સર્વત્ર વ્યાપ્ત) (૪) સંસર્ગિક (૫) સેવનાધિકાર (૬) સંકલ્પી (૭) સંયમબાધક (૮) દર્ષ–ઇન્દ્રિયોના પુષ્ટ થવાથી ઉત્પન્ન થનાર (૯) મૂઢતા (૧૦) મન સંક્ષોભ (૧૧) અનિગ્રહ (૧૨) વિગ્રહ (૧૩) વિદ્યાત(આત્મગુણનાશક) (૧૪) વિભંગ (૧૫) વિભ્રમ(બુદ્ધિ વિભ્રમ) (૧૬) અધર્મ (૧૭) અશીલતા (૧૮) ગ્રામ ધર્મ-તૃપ્તિઈન્દ્રિય પોષક (૧૯) રતિક્રીડા (૨૦) રાગ ચિંતા (૨૧) કામ-મોગ માર (૨૨) વૈર (૨૩) રહસ્ય (૨૪) ગુહ્ય (૨૫) બહુમાન(બહુ જ માન્ય છે) (૨૬) બ્રહ્મચર્ય વિઘ્ન (૨૭) વ્યાપત્તિ-આત્માના સ્વાભાવિક ગુણોનો વિનાશક (૨૮) વિરાધના (૨૯) પ્રસંગ(આસક્તિનું કારણ) (૩૦) કામગુણ. ૧૫ આ ત્રીસ ગુણ નિષ્પન્ન નામ છે. તેના પર વિચાર કરવાથી, અબ્રહ્મચર્યના સ્વરૂપનો, તેનાથી ઉત્પન્ન થતાં કારણોનો તથા તેનાથી થતી નુકસાનીઓનો બોધ થઈ જાય છે. અબ્રહ્મચર્યનું મૂળ મનમાં ઉત્પન્ન થનાર વિકાર ભાવ છે. તેવિકારભાવ આત્મ સ્વરૂપની ઉપલબ્ધિનો અને તેના સાધન તપ-સંયમનો વિઘાતક છે, તે ચારિત્રને ઉન્નત થવા દેતો નથી, પરંતુ તેમાં વિઘ્ન ઉત્પન્ન કરે છે. જ્યારે શરીર પુષ્ટ બને છે, ઇન્દ્રિયો બળવાન બની જાય છે, ત્યારે કામ વાસનાના વિકારભાવોને ઉત્પન્ન થવાનો અવસર મળે છે. તેથી બ્રહ્મચર્યની આરાધના કરનાર સાધકોએ વિવિધ તપશ્ચર્યા દ્વારા ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખવું, શરીરને બળવાન ન બનાવવું, જીહ્વા ઇન્દ્રિયને કાબૂમાં રાખી અને પૌષ્ટિક આહારનો ત્યાગ કરવો અનિવાર્ય છે. અબ્રહ્મસેવી ઃ — કામવાસનાની જાળમાં ફસાયેલા મોહિત બુદ્ધિવાળા ચારે જાતિના દેવ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક તથા મનુષ્ય અને તિર્યંચ જલચર, સ્થલચર, ખેચર આ બધા સ્ત્રી-પુરુષના રૂપમાં પરસ્પર મૈથુન સેવન કરે છે અને આત્માને મોહનીય કર્મના બંધનમાં ગ્રસ્ત કરે છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત મનુષ્યોમાં મહાઋદ્ધિઐશ્વર્યના સ્વામી ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ, માંડલિક રાજા આદિ વિપુલ ભોગોપભોગની સામગ્રીથી સંપન્ન, જીંદગી સુધી કુશીલનું સેવન કરીને પણ અતૃપ્ત અવસ્થામાં જ મરણને પ્રાપ્ત થાય છે. તેની ઉંમર ઉત્કૃષ્ટ એક કરોડપૂર્વ વર્ષોની હોય છે. યુગલિક મનુષ્યો જેની ઉંમર ત્રણ પલ્યોપમની ઉત્કૃષ્ટ હોય છે, તેઓ સદા યોવન અવસ્થામાં જ રહે છે, તેઓને રોગ, વૃદ્ધાવસ્થા આદિ કોઈ વિઘ્ન હોતા નથી, તેમ છતાં અસંખ્ય વર્ષો સુધી વિષય ભોગોનું સેવન કરીને પણ તે અતૃપ્ત અવસ્થામાં જ મૃત્યુને પ્રાપ્ત કરે છે. - સ્ત્રીના નિમિત્તથી પુરુષને અને પુરુષના નિમિત્તથી સ્ત્રીને વિકારભાવોની ઉત્પત્તિ થાય છે. કેટલાય અતિલુબ્ધ બની પરસ્ત્રીમાં આસક્ત થઈને ગુપ્ત રૂપે અબ્રહ્મચર્યનું સેવન કરે છે. પરસ્ત્રી લંપટતા પ્રગટ થવા પર તેને ખરાબ રીતે માર પડે છે. મૈથુન વાસનામાં આસક્ત પશુ પણ એકબીજા લડીને એકબીજાને મારે છે. પરસ્ત્રીગામી, પોતાના નિયમ, સમાજની મર્યાદા અને આચાર વિચારનો ભંગ કરી નાખે છે. ત્યાં સુધી કે ધર્મ સંયમમાં લીન બનેલ બ્રહ્મચારી પુરુષ પણ મૈથુન સંજ્ઞાને વશ થઈને ક્ષણભરમાં ચારિત્રથી ભ્રષ્ટ થઈ જાય છે. મોટા-મોટા યશસ્વી અને પ્રસિદ્ધ બ્રહ્મચારી પણ કુશીલ સેવનથી અપશય, અપકીર્તિના ભાગીદાર બની જાય છે. પરસ્ત્રીગામી પોતાના આલોક-પરલોક બંનેને બગાડી નાખે છે, અર્થાત્ તે સર્વ જગ્યાએ ભયથી આક્રાંત તેમજ દુઃખમય અવસ્થામાં સમય પસાર કરે છે. જેમ કે રાવણ, મણિરથ, પધરથ વગેરે. પ્રાચીન કાળમાંઅબ્રહ્મને માટે(સ્ત્રીઓને માટે) મોટા-મોટા યુદ્ધથયા છેલોહીની નદીઓ વહી છે. જેમ કે સીતા, દ્રૌપદી, રૂકમણી, પદ્માવતી, તારા, કંચના, અહલ્યા, સ્વર્ણગુલિકા, વિદ્યુમ્નતિ, રોહિણી આદિ. એ સિવાય બીજા પણ અનેક સેંકડો કલેશ, , યુદ્ધ પણ મૈથુન તેમજ સ્ત્રીઓના નિમિતે થયા છે અને થતા રહે છે. અબ્રહ્મચર્યનું ખરાબ પરિણામ – મોહને વશ થયેલ પ્રાણી અબ્રહ્મમાં આસક્ત થઈને મૃત્યુ સમયે અશુભ પરિણામોથી નરક તિર્યંચ ગતિમાં જાય છે. જ્યાં તે વિવિધ ભયંકર વેદનાઓનો અનુભવ કરે છે; ચાર ગતિ, ચોવીસ દંડક રૂપ સંસાર અટવીમાં વારંવાર પરિભ્રમણ કરે છે. અબ્રહ્મનું ફળ અત્યંત દુઃખકારી છે. ક્ષણમાત્રનું દેખાતું સુખ અને અપાર દુઃખોનું ભાજન છે. પરસ્ત્રી ગામી પ્રાણી અબ્રહ્મના સેવનથી પોતાની શાંતિનો ભંગ કરે છે, નિંદાને પાત્ર બને છે, તેને ખરાબ રીતે મારવામાં આવે છે, નરકગતિના મહેમાન બને છે. આગળ પણ ભવોભવ અબ્રહ્મની તૃષ્ણામાં જ પડ્યો રહે છે તેમજ ભોગ સામગ્રીથી વંચિત જ રહે છે. લાંબા સમય સુધી અનેક પ્રકારની ભયંકર તેમજ દુઃસહ્યયાતનાઓનો તે ભાગીદાર બને છે. દુઃખવિપાક સૂત્રમાં પણ અબ્રહ્મચર્યનું દારૂણ ફળ અનેક કથાઓમાં દીધેલું છે). Page #167 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર : પ્રશ્વવ્યાક ૧કo 'પાંચમું અધ્યયનઃ પરિગ્રહણ પરિગ્રહનું સ્વરૂપ :- આ પાંચમો અધર્મદ્વાર આશ્રદ્વાર છે. જમીન-જાયદાદ, ધન-સંપત્તિ, ખેતી, સોના ચાંદી, હીરા-ઝવેરાત, મકાન-દુકાન, સ્ત્રી-પુત્ર આદિ કેટલાય રૂપોમાં સંસારના પ્રાણીઓ પરિગ્રહથી જોડાયેલા છે. પોતાનું શરીર અને કર્મ પણ જીવનો પરિગ્રહ છે. આ પરિગ્રહ સ્થાનોમાં લાભની સાથે સાથે લોભ સંજ્ઞાની વૃદ્ધિ થતી રહે છે. આખા જગતનું ધન પણ કોઈ લોભી વ્યક્તિને મળી જાય તો તેને સંતોષ થઈ શકતો નથી. જેમકે અગ્નિમાં જેમ-જેમ ઘી આદિ સામગ્રી નાખતા જાશો, તેમ-તેમ તે અગ્નિ વધતી જશે. આ પરિગ્રહ રાજા મહારાજાઓથી સમ્માનિત છે. અનેક લોકોને હૃદયપ્રિય છે; અત્યંત મનગમતો છે; મુક્તિ પ્રાપ્તિમાં અર્ગલાની સમાન છે; મમત્વનું મૂળ છે; પાપોનો, અન્યાયોનો જનક છે. લોભમાં અંધ બનેલ વ્યક્તિ હિતાહિતના વિવેકને ખોઈ નાખે છે. ભાઈ-ભાઈમાં, મિત્ર-મિત્રમાં, પિતા-પુત્રમાં અને શેઠ અને નોકરમાં, આ પરિગ્રહ વેરની વૃદ્ધિ કરાવે છે; હિંસાના તાંડવ, મહાસંગ્રામનું નિમિત્ત છે. નાના-મોટા સામાન્ય ઝઘડા-કદાગ્રહ તો પરિગ્રહના નિમિત્તથી જ્યાં ત્યાં થતા જ રહે છે. પરિગ્રહના ત્રીસ પર્યાયવાચી શબ્દઃ - (૧) પરિગ્રહ (૨) સંચય (૩) ચય (૪) ઉપચય (૫) નિધાન (5) સંભાર(મંજૂષા) (૭) સંકર (૮) આદર (૯) પિંડ (૧૦) દ્રવ્યસાર (૧૧) મહેચ્છા (૧૨) પ્રતિબંધ (૧૩) લોભાત્મા (૧૪) મહર્વિકા (૧૫) ઉપકરણ (૧૬) સંરક્ષણ (૧૭) ભાર (૧૮) સંપાતોત્પાદક– અનર્થોને ઉત્પન્ન કરનાર (૧૯) કલહનો પટારો (૨૦) પ્રવિસ્તાર (ર૧) અનર્થ (રર) સંસ્તવ (ર૩) અગુપ્તિ (ર૪) આયાસ(ખેદ-પ્રયાસ) (રપ) અવિયોગ (ર૬) અમુક્તિ (૨૭) તૃષ્ણા (૨૮) અનર્થક (ર૯) આસક્તિ (૩૦) અસંતોષ. આ સાર્થક નામોમાં બંને પ્રકારના દ્રવ્ય અને ભાવ પરિગ્રહનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ત્રીસ નામ પરિગ્રહનું વિરાટ રૂપ સૂચિત કરે છે. શાંતિ સંતોષ સમાધિથી જીવન વ્યતીત કરનારાઓએ પરિગ્રહના વિભિન્ન રૂપોને સારી રીતે જાણીને તેનો ત્યાગ કરવો જોઈએ. પરિગ્રહધારીઃ- (૧) ચારે જાતિના ૯૯ પ્રકારના દેવ મહાન ઋદ્ધિના ધારક છે. તેમાં પણ ઇન્દ્ર, સામાનિક, ત્રાયન્ટિંશક, લોકપાલ, અહમિંદ્ર આદિ વિશેષ ઐશ્વર્યના સ્વામી છે. તે દેવગણ પણ પોત પોતાની પરિષદ સહિત, પરિવાર સહિત, વિશાળ પરિગ્રહના સ્વામી છે, તેમાં અલ્પાધિકમૂર્છાભાવ રાખે છે. ત્યાંના ભવન, વિમાન, આવાસ, યાન-વાહન, શય્યા, ભદ્રાસન, સિંહાસન, વસ્ત્ર આભૂષણ, શસ્ત્ર, અનેક Page #168 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત પ્રકારના મણિરત્ન તેમજ મણિરત્નોના પાત્ર, વૈક્રિય લબ્ધિ સંપન્ન અપ્સરાઓ (દેવીઓ) આદિ તેના સ્વામીત્વમાં હોય છે. ૧૬૮ (૨) ચૈત્યસ્તૂપ, માણવક સ્થંભ, ગ્રામ, નગર, બગીચા, જંગલ, દેવાલય, સરોવર, વાવડી, પરબ તેમજ વસ્તી આદિ સ્થાનોનો આ દેવ મમત્વપૂર્વક સ્વીકાર કરે છે. (૩) અત્યંત વિપુલ લોભમાં ગ્રસિત આ દેવોમાંથી કોઈ દેવ તિરછાલોકના વર્ષધર(વિશાળ) ક્ષેત્ર, દ્વીપ, સમુદ્ર, નદી, પર્વત, ઇક્ષુકાર, ધિમુખ, શૈલ, ફૂટ આદિમાં રહે છે. આ પ્રકારના દેવ ઉપર કહેલ મહાન ઋદ્ધિના સ્વામી, વૈક્રિય લબ્ધિ તેમજ દેવાંગનાઓ યુક્ત થઈને વિપુલ ઐશ્વર્યનો અનુભવ ભોગ—ઉપભોગ અસંખ્યવર્ષો સુધી કરવા છતાં તૃપ્ત (સંતોષ) થતા નથી અને અતૃપ્ત અવસ્થામાં જ ત્યાંથી મરીને અન્ય ગતિમાં ચાલ્યા જાય છે. પરિગ્રહની લાલસામાં દેવગણને પણ સંતોષ હોતો નથી, તો મનુષ્યોને અથવા અન્ય પ્રાણીઓનું તો કહેવું જ શું ? (૪) અકર્મભૂમિમાં રહેનારા યુગલિક મનુષ્ય અને કર્મભૂમિમાં રહેનારા ચક્રવર્તી બલદેવ, વાસુદેવ, માંડલિક રાજા, સામાન્ય રાજા, રાજ્યકર્મચારી, મંત્રી, રાજકુમાર, શેઠ, શાહુકાર, સેનાપતિ, પુરોહિત સાર્થવાહ આદિ મહાન ઋદ્ધિ સંપત્તિથી તેમજ મનોજ્ઞ ભોગોપભોગની સામગ્રીથી સંપન્ન હોય છે. મનોહર મનોજ્ઞ લલનાઓ સ્ત્રીઓ તેમજ પુત્ર પરિવારથી સંપન્ન હોય છે. તેને પણ ધન-ધાન્ય, પશુ, ભંડાર, વ્યાપાર, મકાન, જમીન, જાયદાદ, આભૂષણ, વસ્ત્ર, હીરા, પન્ના, માણેક, મોતી, સોના, ચાંદી, ઝવેરાત, યાન, વાહન, રથ, પાલખી, આદિ સુખ સામગ્રી અને ભોગ સામગ્રી હોય છે. દાસ, દાસી, નોકર આદિ જેમની સેવામાં હાજર રહે છે. તે પણ મહાપરિગ્રહના સ્વામી, મમત્વ, લોભ, લાલસાની અગ્નિ શાંત ન થવાથી અંતમાં અતૃપ્તપણામાં જ મરી જાય છે. અર્થાત્ તેઓ પણ વિશાલ પરિગ્રહ, સુખ, ભોગથી સંતુષ્ટ તૃપ્ત થતાં નથી, તો પછી સામાન્ય પ્રાણીઓને માટે શું કહેવું ! (૫) બીજા પણ અનેક સામાન્ય મનુષ્ય, તિર્યંચ પોતપોતાને મળેલ પરિગ્રહ, ધન, સંપત્તિ, કુટુંબ, પરિવાર-સ્ત્રી-પુત્ર સુખ-ભોગ સામગ્રીમાં, ખાવા-પીવામાં, વસ્ત્ર, ઉપકરણ, મકાન, દુકાન આદિમાં તથા જીવનના જે કોઈપણ સાધન અને આ શરીરમાં મુર્છાભાવ રાખે છે, નહિ પ્રાપ્ત થયેલ વસ્તુની સદા કામના ઇચ્છા તેને હોય છે, તે પણ લાલસાની લાય શાંત ન થવાથી મહાપરિગ્રહી કહેવાય છે અને અતૃપ્ત અસંતુષ્ટ જ મરી જાય છે. (૬) બીજા પણ કેટલાક લોકો પરિગ્રહ—સંગ્રહને માટે કેટલાય પ્રકારની (૪) વિદ્યાઓ (૭૨) કલાઓ શીખે છે; અસિ-મસિ-કૃષિ કર્મ કરે છે, વિવિધ વ્યાપારવાણિજ્ય, ખેતી, કારખાના આદિ સેંકડો ઉપાય કરીને ધન સંગ્રહને માટે જીવન પર્યંત અહીં-તહીં ભટકતા રહે છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર ઃ પ્રશ્નવ્યાકરણ સૂત્ર સારાંશ (૭) પરિગ્રહ સંગ્રહને માટે કેટલાક લોકો અનેક હિંસા કાર્ય કરે છે, ખોટા અનૈતિક કાર્યોનું સેવન કરે છે; ક્રોધ, માન, માયા, લોભ, ક્લેશ-ઝઘડા-વૈર-વિરોધ વધારતા રહે છે; ઇચ્છા, તૃષ્ણા, ગૃદ્ધિ લોભમાં ગ્રસ્ત રહે છે. (૮) આ રીતે આ પરિગ્રહની જાળમાં બધા સંસારી જીવો ફસાયેલા છે. પરિગ્રહ પાપના ખરાબ પરિણામ :– પરિગ્રહમાં આસક્ત બનેલા પ્રાણી તેના ઉપાર્જનમાં, ઉપભોગમાં તેમજ તેની રક્ષા કરવામાં અનેક પ્રકારના પાપકાર્યોનું આચરણ કરીને કર્મનો સંગ્રહ કરતાં રહે છે. તેઓ આ લોકમાં પણ સદ્ગતિ સન્માર્ગ અને સુખશાંતિથી નષ્ટ-ભ્રષ્ટ થાય છે, અજ્ઞાન મોહ અંધકારમાં ડૂબતા રહે છે. લોભને વશ થયેલા વિવેક વગરના થઈને ભૂખ, તરસ, ગરમી, ઠંડી આદિ કષ્ટોને સહન કરે છે. અંતમાં બધો પરિગ્રહ પરવશપણે છોડીને તથા તેના મમત્વ આસક્તિથી બંધાયેલ કર્મોની સાથે નરકગતિ, તિર્યંચગતિ આદિ સંસાર અટવીમાં પરિભ્રમણ કરે છે અને મહાન દુઃખોને ભોગવતા રહે છે. વિવેકવાન વિજ્ઞજનોએ આ પરિગ્રહ, લોભ, તૃષ્ણાની જાળથી મુક્ત થઈને આત્માની દુર્દશાથી સુરક્ષા કરવી જોઈએ. ભવોભવમાં વિવિધ પરિગ્રહને અને સ્વર્ગલોકને પણ છોડીને આ જીવ મરતો રહે છે અને અહીંથી પણ છોડીને એક દિવસ મરી જાવું પડશે. માટે જ્ઞાન અને વિવેક દ્વારા સમજીને, સંતોષ તેમજ વૈરાગ્ય ભાવના ધારણ કરીને આ પરિગ્રહનો સંપૂર્ણ ત્યાગ કરી લેવો ખૂબ જ કલ્યાણકારી છે. સંપૂર્ણ ત્યાગ કદાચ ન થઈ શકે તો પણ આશાતૃષ્ણાને રોકી, પરિગ્રહની સીમા(હદ) મર્યાદા કરીને બાકી સંપૂર્ણ પરિગ્રહથી નિવૃત્ત થઈ જવું જોઈએ. આમ કરવાથી પ્રાણી સંસારમાં રહેવા છતાં પણ પરિગ્રહના આ કટુ પરિણામોથી મુક્ત રહી શકે છે અને તક મળતાં એક દિવસ સંપૂર્ણ પરિગ્રહનો ત્યાગ કરીને સંસાર ભ્રમણથી હંમેશાંને માટે મુક્ત થઈ શકે છે. ૧૬૯ પ્રથમ શ્રુતસ્કંધનો ઉપસંહાર :- આ પાંચ આશ્રવોના નિમિત્તથી જીવ નિરંતર કર્મોનો સંગ્રહ કરીને ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરતો રહે છે. કોઈ અભાગી પ્રાણી તો ધર્મનું શ્રવણ પણ કરતા નથી. કોઈ મિથ્યાદષ્ટિ અધાર્મિક નિકાચિત બંધવાળા અથવા પ્રમાદી, ધર્મનું આચરણ કરતા નથી. તીર્થંકર ભગવંતોએ સમસ્ત રોગો, દુઃખોનો નાશ કરવાને માટે ગુણયુક્ત મધુર વિરેચન દવા બતાવી છે, પરંતુ નિઃસ્વાર્થ ભાવથી અને મફતમાં અપાતી આ ઔષધિનું પણ કોઈ સેવન જ ન કરે તેને શું કહેવાય ? જે બુદ્ધિમાન વિજ્ઞ-પુરુષ આ પાંચ આશ્રવોને સમજીને તેનો ત્યાગ કરે છે તે એક દિવસ કર્મ-રજથી સર્વથા રહિત થઈને સર્વોતમ સિદ્ધિ(મુક્તિ)ને પ્રાપ્ત કરે છે. પરિશેષ નિર્દેશ :– સારાંશમાં વિવિધ જાણવા યોગ્ય વિષયોનું સ્વરૂપ સ્પષ્ટ કરવા છતાં પણ કેટલાંક જાણવા યોગ્ય વિષયોનો સમાવેશ કરાયો નથી જે સૂત્રમાં Page #170 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત કહેલ છે. યથા જલચર, સ્થલચર ખેચરના અલગ-અલગ નામ છે. અનાર્ય દેશના ૫૪ નામ સૂચિત કરાયા છે. નાસ્તિકવાદી અનેક મતાંતરોનાં સિદ્ધાંતોનું કથન છે. અનેક હિંસક આદેશ-ઉપદેશ પ્રેરણાઓના પ્રકાર, યુદ્ધની તૈયારી, તેમજ યુદ્ધસ્થળની ભયંકરતા, સમુદ્રી લૂંટનું વિસ્તારથી વર્ણન, સંસાર અને સમુદ્રની વિસ્તારથી ઉપમા, ચક્રવર્તીના શુભ લક્ષણ, તેની ઋદ્ઘિ, બલદેવ, વાસુદેવોની શારીરિક તેમજ ભૌતિક સમૃદ્ધિ, જુગલિયા પુરુષના તેમજ સ્ત્રીઓના સંપૂર્ણ અંગોપાંગોનું અલગ-અલગ વર્ણન કરાયું છે. તેમના પ્રશસ્ત(૩ર) લક્ષણ પણ કહ્યા છે. વિશેષ જાણકારીને માટે વિવેચન બીજા સંસ્કરણોમાં જુઓ. બીજો શ્રુતસ્કંધનો પ્રારંભ ૧૦૦ પ્રથમ શ્રુતસ્કંધમાં પાંચ આશ્રવ ધારોનું અર્થાત્ હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહ આ પાંચ મૌલિક પાપ સ્થાનોનું વિસ્તારથી વર્ણન કરાયું છે. ત્યારપછી બીજા શ્રુતસ્કંધમાં આ પાંચના ત્યાગરૂપ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, આ પાંચ સંવર દ્વારોનું વિસ્તારથી સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. એમ તો અન્યાન્ય આગમોમાં તેમજ જૈન સાહિત્યમાં આશ્રવ-સંવરના અપેક્ષાથી અનેક ભેદ પણ કહ્યા છે. અહીં સંક્ષેપની અપેક્ષાથી આ પાંચ ભેદોમાં સંપૂર્ણ આશ્રવોનો સમાવેશ કરતાં વર્ણન કર્યું છે. વાસ્તવમાં આગમોમાં કેટલાય તત્ત્વોના ભેદોની સંખ્યાને માટે કોઈપણ એક દિવાલ હોતી નથી. જેમ કે જીવોના ભેદ ૨ થી લઈને ૫૩ સુધી કહેવાય છે. દેવતાના ભેદ ૪, ૧૪, ૧૯૮ સુધી કહેવામાં આવે છે. માટે અપેક્ષાથી અહીં ૫-૫ આશ્રવ સંવરનું વર્ણન હોવા છતાં પણ તેની પ્રચલિત વિભિન્ન સંખ્યાઓનો કોઈ વિરોધ ન સમજવો જોઈએ. આ પ્રકરણમાં સંવરનું વર્ણન કરતા થકા અહિંસા આદિ પાંચોનું સ્વરૂપ તેમજ મહત્ત્વ આદિ બતાવવાની સાથે-સાથે હિંસાદિના સર્વથા ત્યાગરૂપ સંવરની પ્રમુખતા રાખીને સંયમના પ્રમુખ ગુણ પાંચ મહાવ્રતનું સ્વરૂપ સ્પષ્ટ કરાયું છે તેમજ તેમનું મહત્ત્વ બતાવાયું છે. મહાવ્રતોની સુરક્ષાને માટે પ્રત્યેક મહાવ્રતની પાંચ-પાંચ ભાવનાઓ અર્થાત્ તે મહાવ્રતોની સફળ નિબંધ આરાધના કરાવવા– વાળી સાવધાની રૂપ પ્રવૃત્તિઓ કહેવામાં આવી છે. તેનું યથાર્થ પાલન કરવાથી જ મહાવ્રતોનું સમ્યક પાલન થાય છે. જે પ્રમુખ પ્રવૃત્તિઓના માધ્યમથી આત્મામાં કર્મોનું આગમન થાય છે, તે પ્રવૃત્તિઓને આશ્રવ કહેવામાં આવે છે. જે સદનુષ્ઠાનો દ્વારા આત્મામાં કર્મોનું આગમન રોકાય છે, તેને સંવર દ્વારા કહેવામાં આવે છે. આ બીજા શ્રુતસ્કંધમાં પાંચ સંવર દ્વારોનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર ઃ પ્રશ્નવ્યાકરણ સૂત્ર સારાંશ પાંચ સંવરનું સ્વરૂપ ઃ- આ પાંચે સંવર પાંચ મહાવ્રત રૂપ છે, તપ-સંયમ રૂપ છે, સમસ્ત હિતોના પ્રદાતા છે, કર્મરૂપી રજને દૂર કરનાર છે, ચાર ગતિના ભ્રમણને ટાળનાર છે. સેંકડો ભવોનો નાશ કરનાર છે. વિપુલ દુઃખોથી છોડાવનાર, વિપુલ સુખોને આપનાર છે. કાયર પુરુષોને માટે તેનું આચરણ દુષ્કર છે કારણ કે તેમનું મનોબળ નબળું હોય છે. જે ઇન્દ્રિયોના દાસ છે, મન પર નિયંત્રણ કરી શકતા નથી, ધૈર્યહીન છે, સહનશીલ નથી; તેઓ પ્રથમ તો મહાવ્રતોને ધારણ જ કરી શકતા નથી; કદાચ ધારણ કરી લે તો પણ તે કાયર પુરુષ વચમાં જ ભ્રષ્ટ થઈ જાય છે, શિથિલ થઈ જાય છે અર્થાત્ સાધુ વેશમાં રહેવા છતાં પણ અસાધુ જીવન વ્યતીત કરે છે. ૧૧ ધૈર્યશાળી દઢ મનોબળવાળા સત્પુરુષ શૂરવીરતાથી પરીષહ ઉપસર્ગોને સામનો કરતાં સહજ અને દઢ ભાવથી સંયમ નિયમોનું પાલન કરે છે. તેઓ મન અને ઇન્દ્રિયોને વિવેકથી અંકુશમાં રાખે છે. તેઓને માટે આ પાંચ મહાવ્રત મોક્ષમાં પહોંચવાનો માર્ગ છે અથવા કર્મરજ બાકી રહે તો સ્વર્ગ પ્રાપ્ત કરાવનાર છે. પ્રથમ અધ્યયન : અહિંસા(મહાવ્રત) અહિંસાનું સ્વરૂપ :– આ નિગ્રંથ પ્રવચન તીર્થંકર ભગવંતોએ સંસારના સમસ્ત જીવોની દયા માટે (અનુકંપા માટે) અને તેની રક્ષા માટે કહેલ છે અર્થાત્ અહિંસાની પ્રમુખતાથી જ તીર્થંકર ઉપદેશ આપે છે. આમ પણ બધા મહાવ્રતોમાં મુખ્ય અહિંસા મહાવ્રત જ છે, તેની સુરક્ષાને માટે જ બાકીના ચાર મહાવ્રત છે અર્થાત્ બાકીના ચાર મહાવ્રતોથી પણ અહિંસા મહાવ્રતની પુષ્ટિ થાય છે. એવા અહિંસા પ્રધાન, સમસ્ત જીવોની અનુકંપા – રક્ષા પ્રધાન આ પ્રવચન, આત્માને માટે હિતકર છે આ ભવ અને પરભવ બંનેમાં કલ્યાણકર છે. બીજા પ્રવચનોમાં(સિદ્ધાંતોમાં) અનુત્તર, શ્રેષ્ઠતમ, સર્વોત્તમ છે અને બધા જ પાપો તેમજ દુઃખોને ઉપશાંત કરનાર અર્થાત્ તેનો અંત કરાવનાર છે. જેવી રીતે ભયભીતને માટે શરણ, પક્ષીઓને માટે આકાશ, ભૂખ્યાને ભોજન તરસ્યાઓને પાણી, સમુદ્રમાં ડૂબતા લોકોને માટે જહાજ, રોગથી પીડિતોને ઔષધ અને અટવીમાં સાર્થવાહોનો સંગ, પ્રાણીઓને સુખકારક થાય છે તેનાથી પણ અધિકતર આ અહિંસા ભગવતી ત્રસ-સ્થાવર સમસ્ત પ્રાણીઓને માટે મહાન કુશલ, કલ્યાણકારી, મંગળકારી અને સુખકારી છે. અહિંસા ભગવતીના પર્યાયવાચી સાઠ નામ ઃ— (૧) દ્વીપ, ત્રાણ, શરણ, ગતિ, પ્રતિષ્ઠા (૨) નિર્વાણ (૩) નિવૃત્તિ (૪) સમાધિ (૫) શક્તિ (૬) કીર્તિ (૭) ક્રાંતિ (૮) રતિ (૯) વિરતિ (૧૦) શ્રુતનું અંગ (૧૧) તૃપ્તિ (૧૨) દયા, અનુકંપા-કષ્ટ Page #172 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત પામતાં અથવા મરતાં પ્રાણીઓની કરુણા પ્રેરિત આત્મભાવોથી રક્ષા કરવી, યથાશક્તિ બીજાના દુઃખનું નિવારણ કરવું (૧૩) વિમુક્તિ (૧૪) ક્ષમા (૧૫) સમ્યફ આરાધના (૧૬) મહતી-વિશાલ(સમસ્ત વ્રતોનો સમાવેશ કરનારી), (૧૭) બોધિ (૧૮) બુદ્ધિને સાર્થક બનાવનારી (૧૯) ધૃતિ (૨૦) સમૃદ્ધિ(બધાં જ પ્રકારની સંપન્નતા) (ર૧) ઋદ્ધિ–લક્ષ્મી (રર) વૃદ્ધિ (ર૩) સ્થિતિ (૨૪) પુષ્ટિ (રપ) નંદા-આનંદકારી (ર૬) ભદ્રા-કલ્યાણકારી (૨૭) વિશુદ્ધિ (૨૮) લબ્ધિ (૨૯) વિશિષ્ટ દષ્ટિ–અનેકાંત દષ્ટિ (૩૦) કલ્યાણ (૩૧) મંગલ (૩ર) પ્રમોદ (૩૩) વિભૂતિ–આધ્યાત્મિક ઐશ્વર્ય (૩૪) રક્ષા (૩૫) સિદ્ધાવાસ (૩૬) અનાશ્રવ (૩૭) કેવલીસ્થાન (૩૮) શિવ (૩૯) સમિતિ (૪૦) શીલ (૪૧) સંયમ (૪૨) સદાચાર (૪૩) સંવર (૪૪) ગુપ્તિ (૪૫) વ્યવસાય (૪૬) ઉન્નતિ (૪૭) યજ્ઞ (૪૮) આયતન–ગુણોનુ ઘર (૪૯) અપ્રમાદ (૫૦) આશ્વાસન તસલ્લી (૫૧) વિશ્વાસ (પર) અભય (પ૩) અમારી (૫૪) ચોખી–ભલી (૫૫) પવિત્રા (૫૬) શુચિ(પવિત્ર) (૫૭) પૂલા (૫૮) વિમલા(૫૪ થી ૫૮ સુધી સારી – ભલી, નિર્મળ, નિષ્કલંક, શુદ્ધ, પવિત્ર આદિ અર્થો તેમજ ભાવોના સૂચક નામ છે) (૫૯) પ્રભાષા-પ્રકાશમાન (૬૦) નિર્મલતરા વિભિન્ન અપેક્ષાઓથી પરિપૂર્ણ આ ગુણ નિષ્પન્ન નામો છે. આ નામો દ્વારા અહિંસાનું સ્વરૂપ, અહિંસાનું મહત્ત્વ તેમજ અહિંસાનો વ્યાપક અર્થ સ્પષ્ટ થાય છે. અહિંસાના ધારક:- આ અહિંસા ભગવતીનું ત્રણે લોકમાં પૂજિત કેવળ જ્ઞાન, દર્શનના ધારક સમસ્ત જગતના જીવો પ્રત્યે વાત્સલ્યભાવ ધારણ કરનાર તીર્થકર પ્રભુએ સમ્યક રૂપથી કથન કર્યું છે. અનેક વિશિષ્ટ જ્ઞાની, લબ્ધિધારી, વિવિધ તપોનિરત તપસ્વી, ધરમતિ અતિશય લોકોત્તર બુદ્ધિ સંપન્ન, આહાર-વિહારમાં અતિશય સંપન્ન, સદા શીલ, સ્વાધ્યાય, ધ્યાનમાં લીન, મહાવ્રતધારી, સમિતિ ગુપ્તિ યુક્ત, છ કાયના રક્ષક, નિત્ય અપ્રમત રહેનારા, શ્રેષ્ઠ, મુનિવરો તેમજ તીર્થકર ભગવંતોએ પોતે આ અહિંસા ભગવતીનું સમ્યક પાલન કર્યું છે. અર્થાત્ તે જિનેશ્વરો દ્વારા પ્રરૂપિત તેમજ સેવાયેલ તથા ઘણા મહામુનિઓ દ્વારા લેવાયેલ છે. બીજા પણ એવા અથવા સામાન્ય અનંત જીવોએ અહિંસા મહાવ્રતનું આરાધન કર્યું છે. વર્તમાનમાં લાખો જીવ કરી રહ્યા છે, ભવિષ્યમાં પણ અનંતા અનંત જીવ આ અહિંસા મહાવ્રતનું સંપૂર્ણ પાલન કરીને મુક્તિ પ્રાપ્ત કરશે. અહિંસા મહાવ્રતધારીઓની આહાર ચર્યા :- શરીર અને આયુષ્યને ધારણ કરવા માટે મનુષ્ય માત્રને આહારની આવશ્યકતા હોય છે. આહાર વિના લાંબા સમય સુધી સંયમચર્યાનું આરાધન થઈ શકતું નથી, તેથી જ જિનેશ્વરોએ અસાવદ્ય વૃત્તિ એટલે પાપ રહિત અહિંસક વૃત્તિ આહારને માટે કહી છે. તે આ પ્રમાણે છે Page #173 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર પ્રશ્નવ્યાકરણ સૂત્ર સારાંશ ૧૦૩ અહિંસકમુનિઓએ પૃથ્વી, પાણી, અગ્નિ, હવા, વનસ્પતિ આદિ સ્થાવર તથા સમસ્ત ત્રસ પ્રાણીઓ પ્રત્યે પૂર્ણ સંયમ તેમજ દયા અનુકંપાને માટે નિર્દોષ ભિક્ષાની ગવેષણા કરવી જોઈએ. તે આહાર નવકોટિથી શુદ્ધ હોવો જોઈએ. (૧-૩) સાધુ પોતે આહારને માટે હિંસા ન કરે, ન કરાવે, અનુમોદના પણ ન કરે. (૪-૬) પોતે આહાર ન પકવે, ન પકાવે, પકાવતા હોય તેની અનુમોદના કરે નહિ. (૭-૯) પોતે ખરીદે નહિ, ખરીદાવે નહિ, ખરીદ કરવાવાળાને અનુમોદન આપે નહિ. આ નવ કોટી છે. મન, વચન, કાય આ ત્રણે યોગોથી તેનું શુદ્ધ પાલન કરે. ઉગમ, ઉત્પાદનો અને એષણાના આ૪રદોષોથી રહિત શુદ્ધ આહાર મળે તે માટે પ્રયત્ન કરે. ૪૨ દોષોનું સ્પષ્ટીકરણ આગળ પરિશિષ્ટમાં(પૃષ્ટ ૧૯૬) જુઓ. પૂર્ણરૂપે જીવ રહિત અચિત્ત તેમજ શંકારહિત આહાર પાણીની ગવેષણા કરવી જોઈએ. સાધુ આહાર ગ્રહણ કરવાને માટે ગૃહસ્થના ઘરે ધર્મકથાન કરે. શુભાશુભ સૂચક લક્ષણ, સ્વપ્ન ફળ, જ્યોતિષ, નિમિત આદિનું કથન ન કરે. જાદુ મંતર આદિ ચમત્કારોનો પ્રયોગ ન કરે. કોઈના વંદન, સન્માન, સત્કાર આદિ કરીને ભિક્ષા પ્રાપ્ત ન કરે, કોઈની પણ હીલના, નિંદા, તિરસ્કાર ન કરે. કોઈને પણ ભયભીત ન કરે અથવા મારવા, પીટવાનું કામ ન કરે. અભિમાન, માયાચાર, ગુસ્સો અથવા દીનતા (દરીદ્રતા) ન કરે. મિત્રતા, પ્રાર્થના(ગુણગ્રામ), અથવા સેવા કરીને આહારની પ્રાપ્તિ કરવી જોઈએ નહિ. અજ્ઞાત ઘરોથી એટલે કે જ્યાં સાધુને જવાના પહેલાં તેના આવવાની કોઈ જાણકારી અથવા તૈયારી ન હોય ત્યાંથી ભિક્ષા લેવી જોઈએ. ભિક્ષા લેવામાં કોઈપણ પ્રકારનો આસક્તિભાવ કે ખેદભાવ(નારાજીભાવ) ન હોય, દીનભાવ કે ઉદાસી ભાવ ન હોય, હતાશ અથવા હીન ભાવ ન હોય, દયનીય ન બને, કોઈ પ્રકારના ખેદનો અનુભવ કરી ખેદ ખિન્ન ન બને, ગભરાયેલા જેવો કે થાકેલા જેવો ન બને, અર્થાતુ ગોચરી કરતાં કોઈ પરેશાનીનો અનુભવ ન કરે. પરંતુ સંયમ નિર્વાહ, ચારિત્રનિર્માણ, વિનયક્ષમા આદિ ગુણ વૃદ્ધિની ચેષ્ટાથી યુક્ત થઈને જ સાધુઓએ આહાર પાણીની ગવેષણા કરવી જોઈએ. આ રીતે સાધુની આહાર પ્રાપ્તિ પણ દ્રવ્ય તેમજ ભાવથી પૂર્ણ અહિંસક, અસાવદ્ય, પૂર્ણ પાપ રહિત કહેલ છે. તેનું યથાર્થ પાલન કરવાથી જ ભિક્ષુ સંપૂર્ણ અહિંસક બને છે. અહિંસા મહાવ્રતની પાંચ ભાવનાઓ:મહાવ્રતોની રક્ષા અને સમ્યક આરાધના માટે આ ભાવનાઓ કહેલ છે. તેનું સાવધાનીપૂર્વક પાલન કરવાથી સંયમની આરાધના અને સફળતા સંભવે છે. પ્રથમ ભાવના–ઈર્ષા સમિતિ – ઉભા થવું, બેસવું, ચાલવું અથવા અન્ય પ્રવૃત્તિ મુનિ દ્વારા વિવેકપૂર્વક થવી જોઈએ. મુનિ ચાર હાથ પ્રમાણે આગળની ભૂમિને Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત સાવધાની પૂર્વક જોઈને ચાલે, ચાલવામાં પ્રત્યેક ત્રાસ-સ્થાવર પ્રાણીની દયામાં તત્પર થઈને ફૂલ, પાંદડા, કૂંપળ, કંદમૂળ, માટી, પાણી, બીજ, છાલ, દૂબ, લીલું ઘાસ આદિને બચાવતાં યતનાપૂર્વક ચાલે. કોઈપણ પ્રાણીની ઉપેક્ષા કરવી જોઈએ નહિ; નિંદા, ગહ કરવી જોઈએ નહિ; તેની હિંસા, છેદન, ભેદન કરવું જોઈએ નહિ; તેને દુઃખી કરવા જોઈએ નહિ. જરા માત્ર પણ કોઈ જીવોને ભય અથવા દુઃખ આપવું જોઈએ નહિ. આ રીતે સાધુ ઈર્ષા સમિતિમાં મન, વચન, કાયાથી ભાવિત થઈને મલિનતા રહિત, સંકલેશ રહિત તેમજ અતિચાર રહિત ચારિત્રનું પાલન કરે. બીજી ભાવના–મન સમિતિ – મનથી ક્યારેય પણ પાપકારી, અધાર્મિક, કૂર, વધ, બંધન, ભય, મરણ આદિથી કોઈને પીડા આપવાનું મુનિ ચિંતન ન કરે પરંતુ નિર્મળ સંક્લેશ રહિત મનના પરિણામ રાખે. મનને હંમેશાં સ્વચ્છ, શાંત અને સમભાવમાં રાખે. ત્રીજી ભાવના–વચન સમિતિ – મુનિઓએ પાપકારી પરિણતિઓથી યુક્ત થઈને કિંચિત પણ સાવદ્ય ભાષાનો પ્રયોગ કરવો જોઈએ નહિ અર્થાત્ કઠોર, કર્કશ, છેદકારી, ભેદકારી, મર્મયુક્ત, પાપપ્રેરક, ગૃહસ્થોને આવો, જાવો આદિની પ્રેરણાયુક્ત વચનોનો પ્રયોગ મુનિ ન કરે, ક્રોધ, માન, માયા, લોભને વશ થઈને ન બોલે, હાસ્ય, વિનોદ, ભય, વાચાળતા, વિકથામાં પ્રેરિત બુદ્ધિથી વચનનો પ્રયોગ ન કરે; આ બધાનું ધ્યાન રાખતાં થકાં અતિ આવશ્યક, મૃદુ(મધુર), અસાવધ, વિવેક યુક્ત ભાષા બોલે; કોઈને પણ પીડા થાય તેવી વાણી જરાપણ ન બોલે. ચોથી ભાવના-એષણા સમિતિ:- પૂર્વે કહેલ શુદ્ધ નિર્દોષ ગવેષણા કરીને ભિક્ષા(મધુકરી) વૃત્તિથી આહાર લઈને ગુરુની પાસે આવે. જવા-આવવાનું પ્રતિક્રમણ કરે. ગુરુની સમક્ષ આલોચના કરીને આહાર બતાવે. ત્યારપછી અપ્રમાદ ભાવથી ફરી દોષોની નિવૃત્તિ માટે કાઉસ્સગ્ગ પ્રતિક્રમણ કરે, પછી શાંતભાવ યુક્ત સુખશાંતિપૂર્વક બેસીને થોડો સમય શુભયોગ, ધ્યાન, સ્વાધ્યાયમાં સમય પસાર કરતાં ધર્મમન, અવિમન, સુખમન, અવિગ્રહમન, સમાધિમન, શ્રદ્ધા-સંવેગ નિર્જરાયુક્ત મન,જિનવચનો પ્રત્યે પ્રગાઢ વત્સલતા યુક્ત મનવાળા થઈને અર્થાત્ સંપૂર્ણ પવિત્ર પ્રસન્ન ચિત્તવાળા થઈને મુનિ ઊભા થાય અને ગુરુ રત્નાધિકને ક્રમથી નિમંત્રણ કરે (દૂર હોય તો ઉભા થાય તેમજ અતિ નજીકમાં બેઠા હોય તો બેઠા-બેઠા જ શ્રદ્ધા ભક્તિ વિનયયુક્ત થઈને નિમંત્રણ કરે) તેમજ ભાવપૂર્વક આપે. પછી યોગ્ય આસન ઉપર બેસે. સંપૂર્ણ શરીરનું પ્રમાર્જન કરી હાથનું પ્રમાર્જન કરે. પછી મૂછભાવ, ગૃદ્ધિ ભાવથી રહિત થઈને આકુળતા, લોલુપતા, લાલસા રહિત પરમાર્થ બુદ્ધિવાળા થઈને સાધુ જ્ઞાતાસૂત્રમાં કહેલદષ્ટાંતોનું ચિંતન કરતા થકા આહાર કરે. Page #175 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર ઃ પ્રશ્નવ્યાકરણ સૂત્ર સારાંશ આહાર કરતા સમયે મુખથી ચબ ચબ, સુડ-સુડ અવાજ ન કરતાં વિવેકપૂર્વક ખાય; જલ્દી-જલ્દી ઉતાવળથી ન ખાય; અત્યંત ધીમે-ધીમે આળસ કરતાં ન ખાય; વચમાં બીજી વાતોમાં, કાર્યોમાં સમય પસાર ન કરે; ભૂમિ પર ન ઢોળતાં ભોજન કરે, પહોળા મુખવાળા પાત્રમાં યતનાપૂર્વક તથા આદરપૂર્વક ભોજન કરે. રસ વૃદ્ધિ હેતુ સંયોગ મેળવવો, આહારની નિંદા અથવા પ્રશંસા કરવી અર્થાત્ આહાર પ્રત્યે અત્યંત ગ્લાનભાવ અથવા અતિહર્ષભાવ આદિ મુનિ ન કરે; જેવો આહાર મળે તેને વિરક્ત ભાવથી ખાય; મર્યાદાથી ખાય અર્થાત્ ગાડીની ધરીમાં તેલ દેવા અથવા ઘાવ પર મલમ લગાડવાની સમાન, ફક્ત સંયમ નિર્વાહને માટે જેટલો જરૂરી હોય તેટલો જ આહાર કરે. આ રીતે આહાર સમિતિનું સાધુ યોગ્ય રૂપથી અતિચાર રહિત પાલન કરે. ૧૭૫ આ રીતે અહીં સાધુની ભોજનવિધિ બતાવી દીધી છે. અન્ય શાસ્ત્રમાં પણ આ વિષયનું વર્ણન દશવૈકાલિક સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર, જ્ઞાતાધર્મકથા સૂત્ર આદિમાં છે. તે સમસ્ત વિધિનિયમોનું વિવેકપૂર્વક, ભાવપૂર્વક, યથાર્થ રૂપે પાલન કરવું જોઈએ. પાંચમી ભાવના–આદાન નિક્ષેપણા સમિતિ :- સંયમની રક્ષા માટે અથવા ગરમી, ઠંડી, જીવ, જંતુ, મચ્છર આદિથી શરીરની રક્ષા માટે સાધુ વસ્ત્ર, પાત્ર, પાટ, સંઘારા, રજોહરણ, મુખવસ્ત્રિકા આદિ ઉપકરણોને તેમાં રાગ-દ્વેષ ન કરતાં ધારણ કરે; તે ઉપકરણોને યતનાપૂર્વક રાખે અને યતનાથી લેવે. બંને વખત યતનાથી પડિલેહણ કરે, જરૂરી હોય તો જતનાથી ખંખેરે, જતનાથી પ્રમાર્જન કરે; દિવસે અને રાતે હંમેશા અપ્રમત્તભાવથી અર્થાત્ સાવધાનીપૂર્વક જ બધી પ્રવૃત્તિ કરે. અહીં ઉપલક્ષણથી પરઠવાની સમિતિ પણ સમજી લેવી જોઈએ અર્થાત્ મળ, મૂત્ર, શ્લેષ્મ આદિ શરીરથી નીકળેલી નકામી વસ્તુને યતનાથી, વિવેકપૂર્વક, કોઈને દુગંચ્છા કે ઘૃણા ન આવે એ રીતે પરઠે. પરઠવાની ભૂમિ કોઈની માલિકીની હોય તો તેની આજ્ઞા લઈને પરઠે. કોઈની માલિકી ન હોય તો શક્રેન્દ્રની આજ્ઞા લઈને પછી પરઠે. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન–૨માં બતાવેલ વિધિથી તેમજ નિશીથસૂત્રમાં કહેલ વિધિ અને દોષોનો વિવેક રાખતાં પરઠે. આ રીતે પહેલા મહાવ્રતની પાંચ ભાવનામાં પાંચ સમિતિઓનું સમ્યગ આરાધન સૂચિત કરાયું છે. મનને પવિત્ર રાખવાની પ્રેરણા અપાયેલી છે. ભાવાર્થ એ છે કે આપણા ભાવ પૂર્ણ અહિંસક હોવા જોઈએ અને તેની સાથે પ્રવૃત્તિ પણ સમ્યક હોવી જોઈએ, તે જ આ પાંચ ભાવનાઓનો ઉદ્દેશ છે. આ રીતે પાંચ ભાવનાઓ યુક્ત પ્રથમ સંવર દ્વારરૂપ પ્રથમ મહાવ્રતઅહિંસાનું સ્વરૂપ છે. તેનું હંમેશાં જીંદગી સુધી પાલન કરવું જોઈએ. Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત 'બીજું અધ્યયન: સત્ય(મહાવત) | સત્ય સ્વરૂપ – કે અહિંસાની આરાધના મોક્ષમાર્ગમાં મુખ્ય છે તો પણ તેની સમીચીન તેમજ સંપૂર્ણ આરાધનાને માટે સત્યની આરાધના પણ અત્યંત આવશ્યક છે. સત્ય અહિંસાને અલકૃત કરે છે, સુશોભિત કરે છે. તેથી અસત્યનો ત્યાગ કરીને સત્યનો પૂર્ણરૂપથી સ્વીકાર કરવો જોઈએ. સત્ય વચન બીજું સંવર દ્વાર છે. તે શુદ્ધ નિર્દોષ છે. પવિત્ર વ્રત છે. બધા ઉપદ્રવોથી રહિત છે. પ્રશસ્ત વિચારોથી ઉત્પન્ન થવાવાળા, સુસ્થિર કીર્તિવાળા, ઉત્તમ કોટિના દેવો તેમજ શ્રેષ્ઠ માનવોથી માન્ય કરાયું છે. સદ્ગતિ માર્ગનું પ્રદર્શક છે. આ સત્યવ્રત લોકમાં ઉત્તમ છે; બધાને માટે હિતકારી છે; મહાપુરુષો દ્વારા સ્વીકારેલ છે; સત્યનું સેવન કરનારા જ સાચા તપસ્વી અને નિયમનિષ્ઠ હોઈ શકે છે. સત્યની સંપૂર્ણપણે ભાવપૂર્વક આરાધના કરવાવાળા ભયંકરમાં ભયંકર આપત્તિના સમયમાં પણ આશ્ચર્ય પમાડે તેવી સહજતાથી બચી શકે છે. સત્યના પ્રભાવથી વિદ્યાઓ તેમજ મંત્ર સિદ્ધ થાય છે. સત્ય સાગરથી પણ વધારે ગંભીર અને મેરૂ પર્વતથી પણ અધિક સ્થિર હોય છે. સૂર્યથી પણ વધારે જાજ્વલ્યમાન અને ચંદ્રથી પણ વધારે શીતળ છે. સત્ય હોવા છતાં પણ ત્યાગ કરવા યોગ્ય – (૧) જે સંયમનું વિધાતક હોય (૨) જેમાં હિંસા અથવા પાપનું મિશ્રણ હોય (૩) ફાટફૂટ કરવાવાળું હોય (૪) અન્યાયનું પોષક હોય (૫) દોષનું આરોપણ કરવાવાળું હોય (૬) વિવાદપૂર્ણ હોય (૭) આ લોકમાં નિંદનીય હોય (૮) સારી રીતે જોયું, સાંભળ્યું કે જાણ્યું ન હોય (૯) પોતાની પ્રશંસા અને બીજાની નિંદા રૂપ હોય (૧૦) જે શિષ્ટાચારનું ઉલંઘન કરનાર હોય (૧૧) ઢોયુક્ત હોય (૧૨) જેનાથી કોઈને પણ પીડા થાય તેવું સત્ય પણ આશ્રવયુક્ત જ છે. તે સત્ય મહાવ્રતધારી માટે ત્યાગવા યોગ્ય છે. સત્ય ન હોવા છતાં સત્ય:- (૧) કોઈ દેશ વિદેશમાં જે શબ્દ પ્રસિદ્ધ હોય જેમ કે માતાને “આઈ', નાઈને “રાજા” આજનપદ સત્ય છે (ર) ઘણા લોકોએ જે શબ્દોનો પ્રયોગ માન્ય રાખ્યો હોય, જેમ કે પટરાણીને દેવી” આ શબ્દ સર્વને માન્ય સત્ય છે (૩) જેની મૂર્તિ હોય તે નામથી કહેવું અથવા શતરંજની ગોટીઓને હાથી ઘોડા કહેવા તે સ્થાપના સત્ય છે (૪) જેનું જે નામ રાખી દીધું તે ગુણ ન પણ હોય. જેમ કે નામ છે લક્ષ્મી પરંતુ હોય ભિખારણ, આ નામ સત્ય છે (૫) સાધુના ગુણ ન હોય પણ વેષ હોય તેને સાધુ કહેવા આ રૂપ સત્ય છે (૬) કોઈ અપેક્ષા વિશેષથી નાનું-મોટું કહેવું, જેમ પિતા દીક્ષા પર્યાયમાં નાના છે. પુત્ર મોટો છે તેને નાના મોટા કહેવા આ અપેક્ષા(પ્રતીત્ય) સત્ય છે (૭) લોકવ્યવહારમાં જે વચન પ્રચલિત Page #177 -------------------------------------------------------------------------- ________________ | આચારશાસ્ત્ર પ્રશ્નવ્યાકરણ સૂત્ર સારાંશ ૧eo થઈ જાય જેમ કે ગામ આવી ગયું. ગામ તો આવતું નથી, તોપણ બોલવું, આ વ્યવહાર સત્ય છે. (૮) કોઈ ગુણની મુખ્યતા હોય તેની અપેક્ષાએ કથન કરવું જેમ કે અનેક રંગ હોવા છતાં પણ મુખ્ય રંગનું કહેવું, અનેક ગુણ હોવા છતાં પણ એક અવગુણ હોવાથી અવગુણી કહી દેવું તે ભાવ સત્ય છે. (૯) સંયોગને કારણે તે નામથી કહેવું જેમ કે દંડ ધારણ કરવાથી દંડી. આ સંયોગ સત્ય છે. (૧૦) સમાનતાના આધારે ઉપમા લગાવી દેવી જેમ કે ચરણકમલ, મુખચંદ્ર આદિ. આ શબ્દ પ્રયોગ કરવાથી સત્ય મહાવ્રત દોષિત થતું નથી. ભાષાજ્ઞાન – પ્રાચીન પ્રસિદ્ધ છ ભાષા કહેલી છે– (૧) પ્રાકૃત (ર) સંસ્કૃત (૩) માગધી (૪) શૌરસેની (૫) પૈશાચી (૬) અપભ્રંશ. ગદ્ય અને પદ્યના ભેદથી તેમના બે-બે પ્રકાર છે. ભાષા શુદ્ધિ માટે ૧૬ પ્રકારનું વચન જ્ઞાન આવશ્યક છે (૧-૩) એકવચન, દ્વિવચન, બહુવચન. (૪-૬) સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગ. (૭૯) ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ. (૧૦) પ્રત્યક્ષ વચન–આ સજ્જન છે. (૧૧) પરોક્ષ વચન-તે ગુણવાન છે. (૧ર-૧૫) પ્રશંસાકારી અથવા દોષ પ્રગટ કરનારા વચનની ચૌભંગી (૧૬) આધ્યાત્મ વચન. મનની વાત અચાનક પ્રગટ થઈ જવી, એકાએક બોલી જવું. હૈયે તે હોઠે ની ઉક્તિ ચરિતાર્થ થઈ જવી. આ રીતે વિવેક તેમજ જ્ઞાન યુક્ત ભાષાનો પ્રયોગ કરનારા સત્ય મહાવ્રતના આરાધક થાય છે. સત્ય મહાવ્રતની પાંચ ભાવનાઓ:પહેલી ભાવનાઃ ચિંત્યભાષણ – જલ્દી-જલ્દી સમજ્યા કે વિચાર્યા વગર એકાએક ન બોલવું, ચપળતાથી ન બોલવું, કડવું ન બોલવું, કઠોર, પીડાકારી, સાવધન બોલવું. એનો વિચાર કરીને હિતકારી, પરિમિત, શુદ્ધ, સંગત, અવિરોધી, વિષયના અર્થને સ્પષ્ટ કરનારી, વિચારપૂર્વક, સમય અને પ્રસંગ અનુસાર, સંયતીઓએ સત્ય ભાષા જ બોલવી જોઈએ. વગર વિચાર્યું બોલવાથી ક્યારેક અસત્ય ભાષાનો પ્રયોગ થઈ જાય છે અને કોઈકવાર ભયંકર અનર્થ ઉત્પન્ન થઈ જાય છે. સારી રીતે વિચાર કરીને બોલનારને પશ્ચાતાપ કરવાનો અવસર આવતો નથી. તેને લાંછિત થવું પડતું નથી અને તેનું સત્યવ્રત અખંડિત રહે છે. બીજી ભાવનાઃ અક્રોધ:– કોઈ પ્રત્યે ક્રોધ ભાવ ન રાખવો, કારણ કે ક્રોધ ભાવનામાં રહેલી વ્યક્તિ જૂઠ, ચુગલી, કડવા વચન બોલે છે; ક્લેશ, વૈર, વિવાદ કરે છે, સત્ય, સદાચાર, વિનય ગુણનો નાશ કરે છે. ક્રોધાગ્નિમાં બળતી થકી વ્યક્તિ ભાષામાં અનેક પ્રકારના દોષોનું આચરણ કરે છે. આમ બીજા મહાવ્રતના આરાધક સાધુઓએ ક્રોધ ન કરવો જોઈએ તેમજ નિરંતર ક્ષમાથી ભાવિત Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત અંતઃકરણવાળા થઈને રહેવું જોઈએ. ક્રોધીનો વિવેક ચાલ્યો જાય છે, સત્ અસનું ભાન રહેતું નથી, પાગલ જેવો બની જાય છે. તેથી ક્રોધનો ત્યાગ કરવો, ક્રોધવૃત્તિ પર વિજય પ્રાપ્ત કરવો, શ્રમણને માટે પરમ આવશ્યક છે. = ત્રીજી ભાવના : નિર્લોભતા :– લોભનો અર્થ છે— નહિ પ્રાપ્ત થયેલની ઇચ્છા અને પ્રાપ્ત થયેલમાં આસક્તિ. લોભી વ્યક્તિ યશ, કીર્તિ, સુખ-સુવિધા, ઋદ્ધિવૈભવ, આદર-સત્કાર-સન્માન, પ્રતિષ્ઠા, ભોગ-ઉપભોગની આવશ્યક સામગ્રીને માટે તેમજ બીજા પણ અનેક પ્રયોજનથી અસત્ય ભાષણ, મિશ્ર ભાષણ કરે છે; તેથી સાધુઓએ ઉપર કહેલ કોઈપણ વિષયમાં લોભ ન કરવો જોઈએ. લોભી વ્યક્તિ મિથ્યા ભાષણ કરે છે. લોભ પણ ખોટું બોલવાનું એક મુખ્ય કારણ છે તેથી નિર્લોભતાથી અંતઃકરણને ભાવિત કરવું જોઈએ. ન ચોથી ભાવના : નિર્ભયતા :– ભયભીત ન થવું, નિર્ભય બનવું. ડરપોક, ભીરુ વ્યક્તિ અનેક ભયથી ભયગ્રસ્ત બનતી રહે છે. તે પોતે પણ ડરે છે અને બીજાને પણ ડરાવી દે છે. ડરપોક વ્યક્તિ ગ્રહણ કરેલ વ્રત નિયમની પ્રતિજ્ઞાને પૂર્ણ વહન કરી શકતી નથી. તેને છોડી દે છે, તેથી કોઈપણ વ્યક્તિથી કોઈપણ સંયોગમાં તેમજ રોગ, સંકટ, દુઃખ, મૃત્યુ આદિથી ભયભીત થવું ન જોઈએ. ઇષ્ટ-વિયોગ, અનિષ્ટ-આક્રોશ, ટકોર વગેરેના ભયથી પણ ડરવું ન જોઈએ. ભય આત્મશક્તિના વિકાસમાં બાધારૂપ બને છે, હિંમતને તોડી નાખે છે. ભય સમાધિનો વિનાશક છે, સંકલેશને ઉત્પન્ન કરનારો છે; તે સત્ય પર સ્થિર રહેવા દેતો નથી. ડરપોક માનવ પોતે પણ સન્માર્ગ પર ચાલી શકતો નથી અને બીજાઓને પણ ચાલવામાં બાધક બને છે. ભયભીત બનેલી વ્યક્તિ ભયથી બચવા માટે હિંસા અથવા ખોટા માર્ગનો સહારો લે છે. તેની સરળતા નાશ પામે છે; જેથી તે અસત્ય અને માયાચાર કરે છે. વાસ્તવમાં ભય રાખવાથી કોઈ રોગ, આપત્તિ કે પ્રતિકૂળ સંયોગ દૂર થતા નથી. ભય કોઈપણ પ્રતિકૂળ સંયોગની ઔષધિ નથી કે જેનાથી તે નષ્ટ થઈ જાય. તેથી દરેક સાધકે આત્માને ભયભીત ન બનાવતાં સરળ, સત્યનિષ્ઠ, નિડર, ધૈર્યવાન બનાવવો જોઈએ. તો જ સત્ય મહાવ્રતની સાચી આરાધના થઈ શકે છે. માટે જ સત્ય ભગવાનના આરાધકોએ હંમેશાં પોતાના અંતઃકરણને ચિત્તની સ્થિરતાથી ધૈર્યવાન, સરળ તેમજ નિર્ભયતાયુક્ત બનાવવું જોઈએ. પાંચમી ભાવના : હાસ્ય ત્યાગ :- - મહાવ્રતધારી સાધુઓએ હાસ્ય-મજાક, વિનોદનું સેવન કરવું ન જોઈએ. કદાચ એવો પ્રસંગ આવે તો મૌનનું અવલંબન લેવું જોઈએ. હાસ્ય કરનાર સાધક વ્યક્તિ સારી લાગતી નથી. હાસ્યમાં વ્યક્તિ અશાંતિને ઉત્પન્ન કરનાર શબ્દોનો પ્રયોગ કરે છે. કોઈનો પરિહાસ, તેના અપમાન Page #179 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર પ્રશ્નવ્યાકરણ સૂત્ર સારાંશ ૧૯ કે તિરસ્કારનું કારણ પણ બને છે. મજાકમાં બીજાઓની નિંદા, તિરસ્કાર બહુ પ્રિય લાગે છે, તેમાં જ આનંદ આવે છે પરંતુ તે હાસ્યમાં કરેલી વૃત્તિઓ બીજાઓને પીડાકારી થાય છે. હાસ્ય વિકથાઓનો વધારો કરનાર પણ છે તેમજ શરીરના અંગોને વિકૃત તથા ચેતના વગરના કરનાર છે. હાસ્યમાં એક બીજાની ગુપ્ત વાત પ્રગટ કરીને અપમાન કરાય છે. આ રીતે હાસ્યવૃત્તિ સત્ય તેમજ સંયમનો વિનાશ કરનાર છે. પરભવમાં પણ ગતિને બગાડનાર છે. તેથી સત્ય મહાવ્રત ધારી સાધુએ હાસ્ય મજાકનો ત્યાગ કરીને વધારેમાં વધારે મૌનવ્રત ધારણ કરીને પોતાના અંતઃકરણને ગંભીરતા, સરળતા તેમજ સત્યનિષ્ઠતા યુક્ત કરતા રહેવું જોઈએ. હાસ્યમાં સત્યને પણ વિકૃત કરવું પડે છે, મીઠાં-મરચાં ભભરાવીને બોલવું પડે છે. ભાવાર્થ એ છે કે હાસ્યમાં અસત્યનો આધાર લેવો પડે છે. તેથી સત્યવ્રતના રક્ષણ માટે હાસ્યવૃત્તિને છોડવી અત્યંત આવશ્યક સમજવી જોઈએ. તપ-સંયમમાં આગળ વધેલ સાધુ પણ જો હાસ્યવૃત્તિમાં પડી જાય તો તેના સંયમનો પ્રભાવ નષ્ટ થઈ જાય છે. તે કુતૂહલપ્રિય બની જાય છે અને દેવગતિમાં પણ કિલ્વિષિક આદિ દેવમાં ઉત્પન્ન થાય છે, સંયમનો વિરાધક બની જાય છે. આ સત્ય બોલવાના ઉપરોક્ત મુખ્ય પાંચ કારણ કહ્યા છે. તેનો ત્યાગ કરીને તેમાં આત્માને ભાવિત કરતા રહેવું જોઈએ. અસત્યથી બચવાનો આ સીધો અને સરળ ઉપાય છે કે સત્ય વ્રતના આરાધકોએ- (૧) હંમેશા ઊંડો વિચાર કરીને નિરવધ કોમળ વચન બોલવા. (૨-૩) ક્રોધ, લોભ આદિ કષાયોને વશ થઈને ન બોલવું (૪-૫) ભય તેમજ હાસ્ય વૃત્તિનો સહારો પણ ન લેવો પરંતુ વિચારકતા, શાંતિ, નિર્લોભતા, મૌન, ગંભીરતા આદિ ગુણો ધારણ કરવા જોઈએ. આ પાંચ ભાવનાઓથી પુષ્ટ થઈને સત્ય સંવર દ્વારા આત્માને આશ્રવરહિત બનાવવામાં પૂર્ણ સફળ થાય છે. તાલ ત્રીજું અધ્યયન અચોર્ય (મહાવત) | અચૌર્યનું સ્વરૂપ :- (૧) આ ત્રીજું સંવર દ્વાર છે, તેમાં ચોરી કરવાનું, દીધા વગર કોઈ વસ્તુ લેવી તેમજ આજ્ઞા વગર કોઈ પણ વસ્તુ લેવી, તે સર્વનો ત્યાગ કરાય છે. પૂર્ણરૂપે ત્યાગ કરનારા જ મહાવ્રતધારી કહેવાય છે. તેમાં પર દ્રવ્યની અનંત તૃષ્ણાનો નિગ્રહ થઈ જાય છે, આશ્રવોનોનિરોધ થાય છે. તેનું પાલન કરનાર નિર્ભય થાય છે અર્થાત્ ચોરી અને અદત્તથી ઉત્પન્ન થતી આપત્તિઓથી રહિત થઈ જાય છે. તેના અભ્યાસથી સંયમશીલ સાધકના હાથ-પગ પણ સંયમિત થઈ જાય છે. તેઓ અદત્ત અને આજ્ઞા વગરની વસ્તુનો સ્પર્શ પણ કરતા નથી. આવા Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીતી અસ્તેય મહાવ્રતનું અનેક ઉત્તમ પુરુષોએ સેવન કર્યું છે, તે ઉત્તમ પુરુષો દ્વારા પરમ શ્રેષ્ઠ ધર્માચરણરૂપે માન્ય કરાયું છે. (ર) આ મહાવ્રતના આરાધક શ્રમણ ક્યાંય પણ પડેલી કે ખોવાયેલી ચીજ, તેમજ કોઈપણ ભૂલી ગયા હોય તેવી વસ્તુને પોતે લેતા નથી, કોઈને લેવાનું પણ કહેતા નથી. તેને માટે સોનું, મણિ, રત્ન, પથ્થર બધું સમાન છે. કોઈમાં પણ આકર્ષણ કે કુતૂહલ પ્રલોભન હોતું નથી. આ રીતે તે મહાવ્રતધારી લોકમાં વિચરણ કરે છે. (૩) જંગલમાં, ખેતરમાં કે રસ્તામાં કોઈપણ પુષ્પ, પાંદડા, ફળ, ઘાસ, તૃણ, પથ્થર, રેતી વગેરે નાની કે મોટી, થોડી અથવા વધારે વસ્તુને દીધા વગર અથવા કોઈની આજ્ઞા વગર ગ્રહણ કરતા નથી. અર્થાત્ અચેત તૃણની આવશ્યકતા હોવા છતાં પણ અદત્ત અથવા આજ્ઞા વગર લેતા નથી. કોઈ સમયમાં વ્યક્તિગત માલિકીથી રહિત વસ્તુની શક્રેન્દ્ર મહારાજની આજ્ઞા લઈને ગ્રહણ કરે છે. (૪) અસ્તેય મહાવ્રતધારી મકાન, પાટ, આહાર, વસ્ત્ર, પાત્ર યા અન્ય વસ્તુ કોઈના દેવા પર જ ગ્રહણ કરે છે. બીજાના અવગુણ અપવાદ કરતા નથી. કોઈના ગુણોનો નિષેધ–નાશ કરતા નથી. બીજાના નામથી કોઈ વસ્તુ લેતા નથી. કોઈ દાન કરતું હોય તો તેમાં અંતરાય કરતા નથી. કોઈની ચાડી કરતા નથી. તેમજ કોઈની સાથે મત્સર(અહંકાર) ભાવ પણ રાખતા નથી. આ સૂક્ષ્મ અદત્તના ત્યાગની અપેક્ષાએ કથન છે. આ મહાવ્રતમાં જીવ-અદત્ત, તીર્થંકર-અદત્તનો પણ ત્યાગ થાય છે. (૫) જે સાધુ શય્યા સસ્તારક અથવા ભંડોપકરણવિધિ યુક્ત ગ્રહણ કરતા નથી, સાધર્મિકોમાં સંવિભાગ કરતા નથી, પોતે સંગ્રહ કરી લે છે, (૧) શક્તિ હોવા છતાં તપ કરતા નથી (ર) વ્રતોનું પાલન બરાબર કરતા નથી (૩) રૂપ(વેશ)ની મર્યાદાનો ભંગ કરે છે (૪) બીજી પણ સમાચારીનો ભંગ કરે છે (૫) ભાવોની વિશુદ્ધિ પૂર્ણરૂપે ન રાખતા કલુષતા, મત્સરતા, હર્ષ-વિષાદ, રાગ-દ્વેષ, નિંદાવિકથા આદિ કરે છે. આ રીતે જે ક્રમશઃ (૧) તપના ચોર, વ્રતના ચોર, રૂપના ચોર, આચારના ચોર, ભાવોના ચોર બને છે અર્થાત્ તે સંબંધી ભગવાનની આજ્ઞાઓમાં પુરુષાર્થ કરતા નથી; તેઓ પરસ્પરમાં બોલાચાલી, ક્લેશ, કલહ, વાદ-વિવાદ, વૈર-વિરોધ કરે છે, અસમાધિભાવ ઉત્પન્ન કરે છે, ખાવાની કોઈ મર્યાદા રાખતા નથી, લાંબા સમય સુધી વૈરભાવ રાખે છે, વારંવાર ગુસ્સો કરતા રહે છે, આવા લક્ષણોવાળા સાધક ભગવંતની આજ્ઞાના ચોર છે. તેઓ અસ્તેય વ્રતનું સમ્યક આરાધન કરી શકતા નથી. (ક) ઉપર કહેલ દોષોનો ત્યાગ કરીને જે આહાર-પાણી ભંડોપકરણોને સમ્યક વિધિથી પ્રાપ્ત કરીને, બાલ, ગ્લાન, તપસ્વી, સાધર્મિક સાધુઓની સેવા ભક્તિ કરે છે. આચાર્ય, ઉપાધ્યાય આદિ પૂજ્ય પુરુષોની વિનય, ભક્તિ, સેવા કરે છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર પ્રશ્નવ્યાકરણ સૂત્ર સારાંશ ૧૮૧ હિંમેશાં પૂજ્ય પુરુષોના ચિત્તની આરાધના કરે છે. નિર્જરાના લક્ષે દસ પ્રકારની વૈયાવચ્ચ-સેવા કરે છે. દીધા વગર કે આજ્ઞા વગર મકાન આદિ, આહાર આદિ કોઈપણ વસ્તુ ગ્રહણ કરતા નથી. ક્લેશ, વૈરભાવ, કષાય, નિંદા, કપટ, પ્રપંચ કરતા નથી. કોઈનું પણ ક્યારેય વિપરીત કે અપ્રિય કરતા નથી અથવા કોઈને પણ દાન ધર્મથી વિમુખ કરતા નથી. એવા સાધક આ અસ્તેયવ્રતના સમ્યક આરાધક થાય છે. (૭) આ રીતે જિનેશ્વરે કહેલ ત્રીજું મહાવ્રત આત્માને હિતકારી છે. બીજા ભવમાં શુભ ફળને આપનાર છે, ભવિષ્યને માટે કલ્યાણકારી છે. પાપોને અને પાપના ફળને શાંત કરનાર છે. આ મહાવ્રતની સુરક્ષા તેમજ સફળ આરાધનાને માટે પાંચ ભાવના કહી છે. અચૌર્ય મહાવતની પાંચ ભાવના :પ્રથમ ભાવનાઃ નિર્દોષ ઉપાશ્રય :- ગામ આદિમાં વિચરણ કરતા મુનિને નિવાસ કરવાને માટે જે કોઈ મકાનમાં રોકાવું હોય તે, પરબ હોય કે મંદિર (દવાલય), બગીચો કે ગુફા, કારખાના કે દુકાન, યાનશાળા કે મંડપ, શૂન્યઘર કે સ્મશાનમાં બનાવેલું સ્થાન, એવા કોઈપણ મકાન હોય તેમાં સચેત પાણી માટી, બીજ આદિ વેરાયેલ ન હોય, લીલોતરી રસ્તામાં નહોય, કીડી, મકોડા આદિત્રસ જીવો ન હોય, લઘુનીત, વડીનીત પરઠવાની જગ્યાની સુવિધા હોય, ગૃહસ્થોએ પોતાના માટે બનાવેલ હોય, સ્ત્રી આદિના નિવાસથી રહિત હોય, બીજી પણ કલ્પ મર્યાદાઓથી પૂર્ણ ઉપયુક્ત હોય ત્યાં સાધુઓએ રહેવું જોઈએ. જો તે સ્થાન આધાકર્મ આદિ દોષોથી યુક્ત હોય, સાધુને માટે તેમાં અનેક પ્રકારની તૈયારી એટલે સફાઈ કરવી, પાણી છાંટવું, લીપવું આદિ કાર્ય કરેલ હોય, અંદર રહેલ સચેત પદાર્થોને અથવા વધારે પડતો સામાન, વધારે ભારે ઉપકરણોને હટાવ્યા હોય, મકાન કે ઓરડા ખાલી કર્યા હોય, જેનાથી વિરાધનામાં વધારો થયો હોય, એવા ઉપાશ્રય(મકાન) સાધુએ ગ્રહણ કરવા જોઈએ નહિ. બીજા આગમ, આચારાંગ આદિમાં પણ તેનો નિષેધ કરવામાં આવ્યો છે. આ રીતે વિવિક્ત(સ્ત્રી આદિથી રહિત) વાસ અને શય્યાના વિવેકથી આત્માને ભાવિત કરવો જોઈએ, ક્લેશ કદાગ્રહ પાપકર્મોથી નિવૃત્ત રહેવું જોઈએ; દત અને અનુજ્ઞાત જ લેવું જોઈએ. બીજી ભાવના નિર્દોષ સંસ્તારક – ઉપાશ્રય-મકાન આદિઆજ્ઞા લેવા ઉપરાંત ઘાસ, પાટ આદિ સંસ્કારક રૂપ કોઈ પણ ઉપકરણની જરૂર હોય તો તેની આજ્ઞા પણ અલગથી લેવી જોઈએ. તાત્પર્ય એ છે કે મકાનની આજ્ઞા લેવાથી ત્યાં રહેલ અન્ય બધા પદાર્થની આજ્ઞા લીધી, તેમ ન સમજવું. પરંતુ ત્યાં રહેલ અન્યાન્ય Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત, ઉપકરણોની અથવા પથ્થર રેતી આદિની અલગ આવશ્યકતા અનુસાર આજ્ઞા લેવી જોઈએ. આ રીતે “અવગ્રહ ગ્રહણ સમિતિથી દત્ત અને અનુજ્ઞાત ગ્રહણ કરવાની રુચિથી આત્માને ભાવિત કરવો જોઈએ. ત્રીજી ભાવનાઃ શય્યા પરિકર્મ વર્જન – શય્યા સંસ્તારક મકાન આદિને માટે મુનિ કોઈ છેદન-ભેદન, આરંભ-સમારંભનું કાર્ય ન કરે અને કરાવે પણ નહિ. મકાનને સમવિષમ, હવાવાળું કેહવા રહિત આદિકરાવે નહિ; તેમજ એવું કરવાની ઈચ્છા રાખે નહીં; ડાંસ, મચ્છર આદિ પ્રાણીઓને શુભિત કરે નહીં, ત્રાસ પહોંચાડે નહીં. યતનાથી દૂર કરવા સિવાય કંઈ જ ન કરે. આ રીતે સંયમ, સંવર, સમાધિની પ્રમુખતાવાળા બનીને મુનિ કષાય તેમજ ઇન્દ્રિય નિગ્રહની પ્રધાનતાવાળા બને. ધર્યની સાથે આ મકાન સંબંધી સ્થિતિઓમાં મુનિસમભાવ રાખે, આત્મ-ધ્યાનમાં લીન રહે. મુનિ સદા સમિતિ યુક્ત થઈને એકત્વ આદિ ભાવનાઓથી પોતાને ભાવિત કરતા થકાં સંયમ, ધર્મ તેમજ અસ્તેય મહાવ્રતનું પાલન કરે. આ રીતે શય્યા સમિતિ યોગોથી આત્માને ભાવિત કરતા થકા જે શય્યા પ્રાપ્ત થાય તેમાં સમપરિણામી બને. ચોથી ભાવના : અનુજ્ઞાત ભક્તાદિ – અનેક સાધુઓને માટે જે સામુહિક આહાર આદિલાવ્યા હોય તેમાં ખાવાનો પૂર્ણ વિવેક રાખવો જોઈએ. અર્થાત્ તેમાં સ્વાદિષ્ટ મનોજ્ઞ શાક આદિ પોતે પહેલા અથવા વધારે અથવા જઠ્ઠી ન ખાવું જોઈએ. બીજાઓને કોઈપણ પ્રકારનો પરિતાપ, સંક્લેશ, અસમાધિ ન થાય, અંતરાય ન થાય તેવા વિવેકથી, ચંચળતા રહિત થઈને ખાવું જોઈએ. જેનાથી ત્રીજા વ્રતમાં કોઈ દોષ ન લાગે. આ રીતે સામુહિક આહાર પ્રાપ્ત સમિતિ'માં આત્માને સમ્યક પ્રકારે ભાવિત કરતો થકો દીધેલ અને અનુજ્ઞાત ગ્રહણની રુચિવાળા બને તથા કલેશ આદિ પાપો કરવા કરાવવાથી વિરક્ત બને. પાંચમી ભાવના સાધર્મિકવિનય – સાધર્મિક, સહવર્તી પ્રત્યે વિનયવંત રહે તેમજ તેમના ઉપકરણો પ્રત્યે પણ વિનય વિવેક રાખે. તેના તપના પારણામાં વિનય વિવેક રાખે. સ્વાધ્યાય આદિમાં, દેવા-લેવા કે પૂછવામાં, બહાર જવા-આવવામાં, તેના પ્રત્યે વિનય પ્રવૃત્તિ રાખે અર્થાત્ પ્રત્યેક કાર્ય પૂછીને તેમજ વિનય શિષ્ટાચાર પૂર્વક કરે. આ પ્રકારે બીજા બધા સંયમ યોગમાં સાધર્મિકની સાથે વિનયપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઈએ. વિનય પણ આત્યંતર તપ છે અને તપ જ સંયમમાં પ્રધાન ધર્મ છે તેથી ગુરુ, સાધર્મિક, તપસ્વીનો પૂર્ણરૂપે વિનય કરવો જોઈએ. આ રીતે વિનય વિવેકથી ભાવિત અંતઃકરણવાળા બને. આ ત્રીજા મહાવ્રતની પાંચ ભાવના યુક્ત કહેલ વર્ણન અદત્ત મહાવ્રતની સૂક્ષ્મતા તેમજ ભાવાત્મકતાથી પરિપૂર્ણ છે. તેનું તાત્પર્ય એ છે કે વિનય, સેવા, ભક્તિ ન કરવાથી અને સામુહિક આહાર આદિનો અવિવેકથી ઉપયોગ કરવાથી Page #183 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર ઃ પ્રશ્નવ્યાકરણ સૂત્ર સારાંશ પણ અસ્તેય મહાવ્રતની વિરાધના થાય છે. યોગ્યાયોગ્ય મકાન સંસ્તારકના વિષયમાં કોઈ પણ સંકલ્પ અથવા પ્રવૃત્તિ કરવી પણ અદત્ત છે. આધાકર્મ અથવા પરિકર્મ દોષયુક્ત મકાનનો ઉપયોગ કરવો પણ અદત્ત છે. તૃણ, કાંકરા, માટી આદિની યાચના કે અનુજ્ઞા વગર ગ્રહણ કરવું અદત્ત છે. સમૂહમાં રહેવા છતાં સેવાભાવ અથવા સેવા પ્રવૃત્તિ ન કરવી એ પણ અદત્ત છે. શક્તિ અનુસાર તપ, વ્રત-પાલન, સમાચારી પાલન આદિમાં ન્યૂનતા કરવી; એ પણ અદત્ત છે. કલહ, કદાગ્રહ, વિવાદ, વિકથા, કષાય વગેરે કરવા, માયા-પ્રપંચ, પરનિંદા, તિરસ્કાર અને ચાડી કરવી પણ અદત્ત છે. મત્સર ભાવ, વૈરભાવ રાખવા અને દિવસભર ખાતા રહેવું પણ અદત્ત છે. ૧૮૩ ઉપર કહેલ વર્ણનથી અદત્તની પૂર્ણ સૂક્ષ્મતા અને વિશાળતાને સમજીને પરિપૂર્ણ સાવધાની સાથે આ ત્રીજા અસ્તેય મહાવ્રત રૂપ સંવર દ્વારનું મન, વચન, કાયાથી પાલન કરવું જોઈએ. ચોથું અધ્યયનઃ બ્રહ્મચર્ય(મહાવ્રત) આ ચોથું સંવર દ્વાર ચોથા મહાવ્રતરૂપ છે. પાંચ મહાવ્રતોમાં આ મહાવ્રતનું વિશેષ સ્થાન છે. અનેકવિધ તપોમાં પણ બ્રહ્મચર્યને ઉત્તમ-શ્રેષ્ઠ તપ કહ્યું છે. આ અઘ્યયનમાં બ્રહ્મચર્યને ‘ભગવાન’ શબ્દથી ઉપમિત કરાયું છે. બ્રહ્મચર્યનો મહિમા ઃ- બ્રહ્મચર્ય એ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વિનય, સમ્યક્ત્વ આદિ ગુણોનું મૂળ છે, અનેક યમ નિયમોમાં મુખ્ય નિયમ છે. તેની વિદ્યમાનતામાં મનુષ્યનું અંતઃકરણ સ્થિર થઈ જાય છે. અર્થાત્ બ્રહ્મચર્યની સમ્યક્ આરાધનાથી ચિત્તવૃત્તિ અસ્થિર રહેતી નથી, ગંભીરતાની વૃદ્ધિ થાય છે; સરળ આત્મા એવા સાધુજનો દ્વારા આ સેવિત છે; સૌમ્ય, શુભ અને કલ્યાણકર છે; મોક્ષના પરમ માર્ગ અને સિદ્ધ ગતિના ઘર રૂપ છે; શૂરવીર ધીર પુરુષો દ્વારા વિશુદ્ધ આરાધિત છે; ખેદથી રહિત, નિર્ભય અને રાગાદિના લેપથી, કર્મબંધ સંગ્રહથી રહિત છે; ચિત્તની શાંતિનું સ્થાન છે; દુર્ગતિને રોકનાર અને સદ્ગતિનો પથ પ્રદર્શક છે; લોકમાં આ બ્રહ્મચર્ય ઉત્તમ મહાવ્રત છે. આ પદ્મસરોવરની પાળ–ભીંતની સમાન, ગાડીના આરા અથવા ધરીની સમાન, વૃક્ષના સ્કંધની સમાન, મહાનગરના કોટ દરવાજા તેમજ અર્ગલા સમાન, ધ્વજાની દોરીની સમાન, તેમજ વિશુદ્ધ અનેક ગુણોથી સુસંપન્ન છે અર્થાત્ કહેલ સરોવર આદિ જેમ પાળ આદિથી જ સુરક્ષિત હોય છે. પાળ આદિના નાશ થવા પર તે પણ નાશ થઈ જાય, તેવી જ રીતે બ્રહ્મચર્ય મહાવ્રતના આધારથી જ બધા મહાવ્રત સુરક્ષિત છે. તેમની અખંડતામાં જ બધા મહાવ્રતોની અખંડતા ટકી શકે છે. બ્રહ્મચર્યના વિનાશમાં વિનય, શીલ, તપ, નિયમ, આદિ બધા ગુણ સમૂહનો Page #184 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત વાસ્તવમાં વિનાશ થઈ જાય છે. ઉપરનો માત્ર વેશ રહે છે. આ રીતે બ્રહ્મચર્ય ભગવાન જ બધા વ્રતોમાં સર્વોપરિ મહત્ત્વવાન છે, પ્રાણ સ્વરૂપ છે. ૧૮૪ બ્રહ્મચર્ય મહાવ્રત સરળ, શુદ્ધ સ્વભાવી મુનિઓ દ્વારા સેવાયેલ, તીર્થંકરો દ્વારા ઉપદિષ્ટ, વૈરભાવ કષાયભાવથી મુક્ત કરાવનાર, સિદ્ધગતિના દરવાજાને ખોલનાર, નરક તિર્યંચ આદિ દુર્ગતિનો અવરોધ કરાવનાર છે; બધા પવિત્ર અનુષ્ઠાનોને સારયુક્ત બનાવનાર છે અર્થાત્ બ્રહ્મચર્યના અભાવમાં બધા અનુષ્ઠાન સાર વગરના થઈ જાય છે. બ્રહ્મચર્ય બધા ગુણોની સમ્યક આરાધના કરાવનાર છે. બ્રહ્મચર્યના પ્રભાવથી સાધક નરેન્દ્ર, દેવેન્દ્રોને પણ નમસ્કરણીય, સન્માનનીય, પૂજનીય બની જાય છે. જે બ્રહ્મચર્યનું પૂર્ણપણે શુદ્ધ પાલન કરે છે તે જ સાચા સાધુ છે, બ્રાહ્મણ છે, તપસ્વી, વાસ્તવિક સાધુ, ઋષિ, મુનિ, સંયતી અને ભિક્ષુ છે. બ્રહ્મચર્યના વિઘાતક આચાર :- રાગ, દ્વેષ અને મોહવર્ધક કાર્યો, મધ, પ્રમાદ, સ્નાન, મર્દન, વિલેપન વારંવાર અંગોપાંગોનું પ્રક્ષાલન, સુગંધી પદાર્થોનું સેવન, અલંકૃત-વિભૂષિત થવું. હાસ્ય, ગાન, વાદ્ય, નૃત્ય, ખેલ-કૂદ આદિ કૃત્યો તપ-સંયમ અને બ્રહ્મચર્યના બાધક કૃત્ય છે, તેનો ત્યાગ કરવો જોઈએ અને સદાસર્વદા તપ-સંયમ અને નિયમો દ્વારા આત્માને ભાવિત કરતા રહેવું જોઈએ. બ્રહ્મચર્યના સાધક આચાર :- સ્નાન-મંજન ત્યાગ, જલ-મેલ ધારણ, વધારેમાં વધારે મૌનવ્રતનું પાલન (અર્થાત્ મૌન વ્રત ધારણ કરવું એ પણ સંયમ બ્રહ્મચર્યની સાધનામાં આવશ્યક અંગ છે). કેશ લોચ, ક્ષમા, ઇન્દ્રિયદમન, ઇચ્છા નિરોધ, અલ્પવસ્ત્ર અથવા વસ્ત્ર રહિત રહેવું, ભૂખ-તરસ સહન કરવી, નગ્ન રહેવું, ઠંડી, ગરમી, સહન કરવી, કાષ્ઠ અથવા ભૂમિ પર શયન, ભિક્ષા માટે ભ્રમણ, લાભાલાભ, માન, અપમાન, નિંદામાં તટસ્થ રહેવું, ડાંસ-મચ્છર કષ્ટને સહન કરવું, અનેક નિયમ અભિગ્રહ તપસ્યા કરવી; તેમ અનેક ગુણો તેમજ વિનયથી આત્માને ભાવિત કરવો. આ રીતે આચરણ કરવાથી બ્રહ્મચર્ય વ્રત સ્થિર, દૃઢ, સુદઢ થાય છે અર્થાત્ તેની પૂર્ણ શુદ્ધિ રહે છે. આ રીતે બ્રહ્મચર્યનું રક્ષણ જિનોપદિષ્ટ છે. તેનું શુદ્ધ પાલન આત્માને માટે આ ભવમાં પર ભવમાં કલ્યાણકારી છે. તેમજ સંપૂર્ણ કર્મો અને દુઃખોને શાંત અને સમાપ્ત કરનાર છે. આ ચોથા મહાવ્રતની સુરક્ષાને માટે પાંચ ભાવનાઓ છે, તે આ પ્રમાણે છે બ્રહ્મચર્ય મહાવ્રતની પાંચ ભાવનાઓ : પ્રથમ ભાવના : વિવિક્ત શયનાસન :- ચોથા મહાવ્રતની આરાધના કરનાર શ્રમણોએ એવા સ્થાનોમાં રહેવું ન જોઈએ કે જ્યાં સ્ત્રીઓ રહેતી હોય, સ્ત્રીઓને બેસવાનું, વાતો કરવાનું અથવા બીજું કોઈપણ કાર્ય કરવાનું સ્થાન હોય, જ્યાં Page #185 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર પ્રશ્નવ્યાકરણ સૂત્ર સારાંશ ૧૮૫ સ્ત્રીઓ નજીકમાં રહેતી હોય, તેનો સંસર્ગ વધારે થતો હોય, તેનું શણગાર, સ્નાન, મળમૂત્ર વિસર્જન સ્થાન અને મોહને વધારનાર વાર્તા કે પ્રવૃત્તિ કરવાનું સ્થાન નજીક હોય અથવા સામે હોય; આવા સ્ત્રી નિવાસની નજીક તેમજ સ્ત્રી સંસર્ગવાળા સ્થાનોમાં બ્રહ્મચારી પુરુષોએ રહેવું જોઈએ નહિ. બ્રહ્મચારિણી સાધ્વીઓએ આવા પુરુષની નજીકના તેમજ પુરુષ સંસર્ગવાળા સ્થાનોમાં રહેવું જોઈએ નહિ. બીજી ભાવનાઃ સ્ત્રી કથા ત્યાગ:- બ્રહ્મચારી સાધકોએ સ્ત્રીઓની વચ્ચે બેસીને વાર્તાલાપ કરવાથી બચવું જોઈએ. સ્ત્રીઓની કામુકચેષ્ટાઓ અને વિલાસ, હાસ્ય આદિનું સ્ત્રીઓની વેશભૂષાનું, તેના રૂપ, સૌંદર્ય, વિવાહ આદિનું વર્ણન કરવું સાંભળવું અથવા વાંચન કરવું વગેરે પ્રવૃત્તિઓથી બચવું જોઈએ. આ પ્રકારના કથન તેમજ શ્રવણ પણ મોહને વધારનાર બને છે. આવા વર્ણનોનું વાંચન ચિંતન પણ કરવું ન જોઈએ. બ્રહ્મચારિણી સાધ્વીઓએ પુરુષ સંબંધી કહેલ વિષયોનું વાંચન, શ્રવણ અથવા વિવેચન કરવું ન જોઈએ. ત્રીજી ભાવનાઃ રૂ૫ ત્યાગ – બ્રહ્મચારી સાધકોએ ચક્ષુ ઇન્દ્રિયનો પૂર્ણરૂપથી નિગ્રહ કરવો જોઈએ. વિવિધ કામરાગ વધારનાર, મોહને ઉત્પન્ન કરનાર, આસક્તિ ઉત્પન્ન કરનાર દશ્યો કે ચિત્રોને જોવામાં વિરક્ત-ઉદાસીન રહેવું જોઈએ. સ્ત્રીઓની પાસે બેસીને, ઊભા રહીને અથવા દૂરથી તેના હાસ્ય, બોલચાલ, હાવ-ભાવ, ક્રિીડા, નૃત્ય, ગાયન, રૂપરંગ, હાથપગ આદિની સજાવટ, નયન, લાવણ્ય, યૌવન, શરીર સૌષ્ઠવ, સ્તન, ગુપ્તાંગ, વસ્ત્ર, આભૂષણ, કેશ, મુખ, લલાટ આદિ પર દષ્ટિ કરવી ન જોઈએ. સહજ ક્યારેક દષ્ટિ પડી જાય તો તરત જ દૂર કરી લેવી જોઈએ, એકીટશે જોવું ન જોઈએ. આ પ્રકારે વિવેક રાખવાથી નેત્રો દ્વારા મનમાં મોહભાવ ઉત્પન્ન થતો નથી. સાધ્વીને માટે પુરુષના રૂપ સંબંધી કહેલ વિષય સમજી લેવો જોઈએ. ચોથી ભાવના : ભોગવેલ ભોગોના સ્મરણનો ત્યાગ :- મગજમાં ગૃહસ્થ જીવનની કેટલીય ઘટનાઓ તેમજ દાંપત્ય જીવનની વૃત્તિઓના સંસ્કાર સંસ્મરણ સંચિત રહે છે. તે સમસ્ત સંસ્મરણોથી મુનિઓએ હંમેશાં બચતા રહેવું જોઈએ. ક્યારેક સ્મૃતિપટ પર ઉપસ્થિત થઈ જાય તો પણ તેના પ્રત્યે આકર્ષણભાવ ન રાખતા જ્ઞાન તેમજ વૈરાગ્ય દ્વારા ધૃણા, અરુચિ, ખેદ વગેરેના સંસ્કાર જાગૃત રાખવા જોઈએ. જે બાલદીક્ષિત હોય તેણે બીજાના દાંપત્ય જીવન સંબંધી સંસ્મરણોને સ્મૃતિપટ પર આવવા દેવા ન જોઈએ. ભાવાર્થ એ છે કે સ્વાધ્યાય, ધ્યાન, સંયમ, યોગ, અનુપ્રેક્ષા આદિમાં હંમેશાં તલ્લીન રહેવું જોઈએ. જ્ઞાન તેમજ વૈરાગ્યથી આત્માને સદા ભાવિત કરતાં ઉપરોક્ત આત્મવિકાસ કરતા રહેવું જોઈએ. પાંચમી ભાવના : સરસ સ્વાદિષ્ટ આહારનો ત્યાગ :- બ્રહ્મચર્યનો આહાર-ભોજન સાથે બહુ જ સંબંધ છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત (૧) બળને વધારનાર, ઇન્દ્રિયોને ઉત્તેજિત કરનાર આહાર બ્રહ્મચર્યનો વિઘાતક છે. જિàન્દ્રિય પર નિયંત્રણ કરવું, નિરતિચાર બ્રહ્મચર્ય પાલન માટે અત્યંત આવશ્યક છે. જિલ્લાલોલુપ, સરસ, સ્વાદિષ્ટ, પૌષ્ટિક ભોજન કરનારા, આ વ્રતનું સમ્યક આરાધન કરી શકતા નથી. તેથી દૂધ, દહીં, ઘી, માખણ, મીઠા, ખારા આદિ પદાર્થોનું સેવન અથવા વારંવાર સેવન બ્રહ્મચારીને માટે હાનિકારક છે. (૨) સાધકે આહારની માત્રાનું પણ પૂર્ણરૂપથી ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે; પેટભરીને ક્યારે ય પણ કોઈ ચીજ ખાવી-પીવી ન જોઈએ; હંમેશાં ઊણોદરીથી પેટને હલકું રાખવું જોઈએ; ઓછું ખાવું, ઓછીવાર ખાવું અર્થાત્ વારંવાર ન ખાવું અને ઓછા પદાર્થ ખાવા; આ નિયમોનું અવશ્ય પાલન કરવું જોઈએ. ૧૮ (૩) ખાસ વાત આહારના સંબંધમાં એ છે કે બ્રહ્મચર્ય સાધકે હંમેશાં ખાવું ન જોઈએ અર્થાત્ દરરોજ ભોજન કરવું ન જોઈએ, વચમાં ઉપવાસ કે આયંબિલ આદિ તપસ્યા કરતા રહેવું જોઈએ. જે સાધક આ પાંચ ભાવનાઓનું સારી રીતે પાલન કરે છે તે બ્રહ્મચર્ય મહાવ્રતની સાધનામાં સફળ થઈ શકે છે. પાંચમું અધ્યયન : અપરિગ્રહ(મહાવ્રત) (૧) અપરિગ્રહ એ પાંચમું સંવર દ્વાર છે. પરિગ્રહ સંસાર ભ્રમણનું મુખ્ય કારણ છે. તેનો ત્યાગ કરનારા; સાથે જ મમત્વભાવ, આસક્તિભાવનો ત્યાગ કરનારા, ઇન્દ્રિય તેમજ કષાયોનો સંવર-નિયંત્રણ કરનારા; જિનેશ્વર ભગવંતો દ્વારા પ્રરૂપિત બધા તત્ત્વોની એકથી લઈને તેત્રીશ સુધીના બોલોની પૂર્ણ અડગ શ્રદ્ધા રાખનારા અને તેમાં શંકા ન કરનારા; બીજા સિદ્ધાંતોની આકાંક્ષાઓથી દૂર રહેનારા; ઋદ્ધિ આદિ ગર્વ તેમજ નિદાનથી રહિત થઈને નિર્લોભી રહેનારા; મૂઢતાનો ત્યાગ કરીને જ્ઞાન અને વિવેક ધારણ કરનારા; બધા પ્રકારના લોભનો ત્યાગ કરીને મન, વચન અને કાયાથી સંવૃત બનનારા અપરિગ્રહી સાધુ છે અને તે જ સાચા સાધુ છે. (૨) મંદર મેરુ પર્વતના શિખરની ચૂલિકા સમાન આ મોક્ષ માર્ગના શિખરભૂત ચરમ સંવર સ્થાન છે. શ્રેષ્ઠ વૃક્ષની ઉપમાથી યુક્ત છે; જેમાં સમ્યક્ત્વ મૂળ છે, અનાશ્રવ અને મોક્ષ તેનો સાર છે. (૩) અપરિગ્રહી સાધક કોઈપણ ગામ નગર આદિને તેમજ કોઈપણ દાસ-દાસી, પશુ-વાહન, સોના-ચાંદી, મકાન-જમીન-જાયદાદની સંપત્તિને ગ્રહણ ન કરે. તેને પોતાની ન સમજે. તેમાં મમત્વ-મૂર્છાભાવ ન કરે. કોઈપણ નાના-મોટા પદાર્થ, વ્યક્તિ, સ્થાનને ‘મારું’‘મારું” એવું ન કહે કે ન સમજે. સંયમમાં આવશ્યક જ્ઞાન, દર્શન, ચારિત્રમાં સહાયક તેમજ શરીરના સંરક્ષક Page #187 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર પ્રશ્નવ્યાકરણ સૂત્ર સારાંશ ૧૮૭ | અતિ જરૂરી, ઉપકરણો પદાર્થો સિવાય છત્ર, જૂતા આદિ ન રાખે. બીજાના ચિત્ત લોભિત કે આકર્ષિત થાય તેવા બહુમૂલ્ય ઉપકરણ પણ ન રાખે. (૪) આહાર, ઔષધ,ભેષજ આદિને માટે પુષ્પ, ફળ, બીજ, કંદ, આદિ કોઈપણ સચિત પદાર્થ ગ્રહણ ન કરે, કારણ કે શ્રમણ સિંહોને માટે તીર્થકર ભગવંતોએ આ બધા સચિત પદાર્થ ત્યાજ્ય કહેલ છે. તેના ગ્રહણથી જીવોની યોનિનો વિનાશ થાય છે. અર્થાત્ જીવ હિંસા થાય છે. (૫) આચાર નિષ્ઠ શ્રમણોએ વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થ ઉપાશ્રયમાં, અન્ય ઘરમાં અથવા જંગલમાં ન રાખવા જોઈએ અર્થાત પોતાની નિશ્રામાં માનતા થકા કોઈ પણ સ્થાને ખાદ્ય પદાર્થો રાખવા જોઈએ નહીં. () અનેક પ્રકારના એષણા દોષોથી અને સાવધ કર્મોથી યુક્ત આહાર ગ્રહણ કરવો અપરિગ્રહી સાધુને માટે અકલ્પનીય છે. ૪રદોષસિવાય બીજા આ દોષોનો પણ ત્યાગ કરવો જોઈએ- (૧) રચિત (૨) પર્યવજાત (૩) દાનાર્થ (૪) પુણ્યાર્થ (૫) વનીપકાર્થ (૬) શ્રમણાર્થ (૭) પશ્ચાતકર્મ (૮) પૂર્વકર્મ (૯) નિત્યકર્મ (૧૦) અતિરિક્ત (૧૧) મૌખર્ય (૧ર) સ્વયંગ્રહણ. રચિત :- લીલાં-સૂકાં ફળોમાંથી બીજ આદિ કાઢવા, પદાર્થોને ખાંડવા, પીસવા તથા અન્ય પણ એવા આરંભ જનક સંભારકાર્ય કરી વસ્તુને તૈયાર કરવી. પર્યવજાત :- વસ્તુને સુધારવી, ઠીક કરવી, સાફ કરવી. જેમ કે મગફળી, ચણા સાફ કરીને રાખવા આદિ. દાનાર્યાદિ – દાનને માટે, પુણ્યને માટે, ભિખારીઓને માટે અને પાંચ પ્રકારના ભિક્ષાચર સાધુઓને દાન દેવા માટે બનાવાયેલો આહાર. પૂર્વકર્મ પશ્ચાત્કર્મ – આહારાદિ લાવવાના પહેલા અથવા પાછળથી ગૃહસ્થ હાથ, વાસણ આદિ પાણીથી ધોવા. નિત્યકર્મ – સાધુઓને વહોરાવવાનો જાણે કોઈએ નિત્યકર્મ બનાવી દીધો હોય અથવા સદાવ્રતની જેમ નિત્ય આપવામાં આવતો આહાર. અતિરિક્ત – સરતી, ખપતી અને યથોચિત માત્રાથી અધિક આહાર વહોરવો, જેનાથી પાછળથી ગૃહસ્થને ઓછું થવા પર નવું બનાવવાનો આરંભ કરવો પડે અથવા સચિત પદાર્થ ખાય તથા સાધુને વધારે પ્રમાણમાં પદાર્થો ખાવા પડે અથવા પરવા પડે તે અતિરિક્ત દોષ છે. મૌખર્ય – વાચાળતા કરીને અર્થાત્ ઘણી વાતો કરીને આહાર લેવો. સ્વયંગ્રહણઃ–પોતે પોતાના હાથે ખાદ્ય પદાર્થ લેવા અર્થાત્ ગૃહસ્થની આજ્ઞાથી પોતે તેમના વાસણમાંથી આહાર લેવો. પાણી પોતાના હાથથી લેવાનું વિધાન આચારાંગ સૂત્રમાં છે, તેથી તેનો નિષેધ ન સમજવો. Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત (૭) આ દોષોથી રહિત, ૪ર દોષોથી રહિત તેમજ નવ કોટિ પરિશુદ્ધ આહાર ગ્રહણ કરવો. આહાર કરતા સમયે ભોજન વિધિના અર્થાત્ પરિભોગેષણા (માંડલાના) પાંચ દોષોનો સંપૂર્ણપણે ત્યાગ કરવો. છ કારણે જ આહાર કરવો. કારણ ન હોય તો આહાર ન કરવો અને આહાર ત્યાગના છ કારણ ઉત્પન્ન થવા પર આહાર ન કરવો અર્થાત્ આહારનો ત્યાગ કરવો. (૮) આચારનિષ્ઠ શ્રમણોએ તીર્થકર ભગવંતની આજ્ઞામાં વિચરણ કરતાં ક્યારેક વિવિધ કષ્ટકારી, મારણાંતિક રોગ-આંતક ઉત્પન્ન થઈ જાય તોપણ ઔષધ-મેષજ ભક્તપાનનો સંગ્રહ કરવો કલ્પતો નથી. (૯) પાત્રા, પાત્રની જોળી, પાત્ર કેસરિકા, પાત્ર રાખવાનું માંડલું(વસ્ત્ર), પટલ (અસ્તાન), ગરણા, રજોહરણ, ગુચ્છા(પૂંજણી), ચાદર, ચોલપટ્ટો, મુહપતિ, કંબલ, પાદપ્રીંછન અને આસન આદિ સાધુના મુખ્ય ઉપકરણ છે, તે પણ નિર્દોષ ગ્રહણ કરવા તેમજ તેને રાગદ્વેષ રહિત ધારણ કરવા. તેનું પ્રતિલેખન યથાસમય કરવું તેમજ તેને યતનાપૂર્વક લેવા, રાખવા અને ઉપયોગમાં લેવા. આ પ્રકારના ઉપકરણને ધારણ કરવા છતાં પણ અપરિગ્રહ મહાવ્રતનું પાલન થાય છે. (૧૦) આત્યંતર પરિગ્રહત્યાગ :- મુનિ કષાય, કલુષતા, સ્નેહ, મમતા, મોહભાવ, આસક્તિ ભાવ અને આકાંક્ષાઓ-લાલાસાઓથી રહિત બને; ચંદનની સમાન સમપરિણામી, હર્ષ-શોકથી રહિત બને, લાંબા કાળના કષાય, રંજભાવ, નારાજી આદિ ગાંઠોથી રહિત બને; બધા પ્રત્યે વાત્સલ્યભાવ રાખે; સરળ બને; સુખ દુઃખમાં નિર્વિષયી બને અર્થાત્ પૌદ્ગલિક સુખ અથવા દુઃખ કંઈ પણ થાય તોપણ તેને પોતાના ચિંતનનો વિષય ન બનાવે. ઉપેક્ષા રાખીને પોતાના સંયમ યોગોમાં અને સ્વાધ્યાય, ધ્યાન, સેવા આદિમાં મગ્ન રહે. (૧૧) નિગ્રંથોની ઉપમાઓ – આવા દ્રવ્ય અને ભાવ અથવા આત્યંતર તથા બાહ્ય પરિગ્રહથી રહિત થઈને પાંચ મહાવ્રતોનું સમ્યક આરાધન કરનારા શ્રમણ નિગ્રંથો માટે અનેક ઉપમાઓ છે જેમકે– શંખની સમાન નિરંજન, કાંસાના પાત્રની સમાન નિર્લેપ, કાચબાની સમાન ગુપ્ત ઇન્દ્રિયવાળા, કમળ પત્રની સમાન સંસારથી અલગ(નિર્લેપ), ચંદ્રની સમાન સૌમ્ય, સૂર્યની સમાન તેજસ્વી, મેરુપર્વતની સમાન અડોલ-અકંપ, સમુદ્રની સમાન ગંભીર, પૃથ્વીની સમાન સહનશીલ, ગોશીષચંદનની સમાન શીતળ અને સુગંધિત, સાપની સમાન એકાગ્ર દષ્ટિવાળા, સિંહની સમાન દુર્જય, ભારંડ પક્ષીની સમાન અપ્રમત્ત, આકાશની સમાન નિરાલંબન, પક્ષીની સમાન સ્વતંત્ર હવાની સમાન અપ્રતિહત ગતિ એટલે રોટોક વગર ચાલનાર; ઈત્યાદિ ૩૧ ઉપમાઓ છે. (૧૨) અપરિગ્રહી શ્રમણ વિચરણ કાળમાં નાના ગામોમાં એક રાત તેમજ નગરોમાં પાંચ રાતથી વધારે ન રહેતાં અનાસક્ત અને નિર્મોહભાવથી વિચરણ કરે; એ જ Page #189 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર: પ્રશ્નવ્યાકરણ સૂત્ર સારાંશ ૧૮૯ સાધુઓનો આદર્શ માર્ગ છે. કલ્પની અપેક્ષા સ્થવિરકલ્પી (સામાન્ય સાધુનો) વિચરણ કાલ ગામ આદિમાં વધારેમાં વધારે(ઉત્કૃષ્ટની અપેક્ષાએ) ર૯ દિવસનો છે. સાધ્વીજીનો કલ્પ ૫૮ દિવસનો છે અને પડિમા ધારી શ્રમણોનો કલ્પ ૧-૨ દિવસનો જ છે. એનાથી વધારે પડિમાધારી સાધુ કયાંય પણ રોકાય નહિ. જિનકલ્પીને માટે ટીકા ગ્રંથોમાં વર્ણન છે કે તેઓ સંયમમાં તેમજ પરિચર્યામાં બાધા ન પડે તો ર૯ દિવસની પહેલાં કોઈપણ ક્ષેત્રથી વિહાર ન કરે. આ સૂત્રના અર્થમાં બે પ્રકારના વિકલ્પ પ્રાપ્ત થાય છે– (૧) ગામોમાં સાત દિવસ અને નગરોમાં ર૯દિવસ રહેવું કહ્યું છે, જ્યારે કલ્પ તો ર૯દિવસનો ગ્રામાદિ બધા ક્ષેત્રો માટે બૃહત્કલ્પસૂત્રમાં બતાવ્યો છે. (૨) પડિમાધારીઓને માટે આ સૂત્ર છે. ખરેખર તેને તો પાંચ રાત ક્યાંય પણ રહેવાનું હોતું જ નથી. તેને એક અથવા બે રાતનો વિકલ્પ છે. વિશેષ માટે જુઓ ગુરુપ્રાણ આગમ બત્રીસીના ઔપપાતિક સૂત્ર પૃષ્ટ ૩૯,૪૦. અપરિગ્રહ મહાવ્રતની પાંચ ભાવનાઓ - આ અપરિગ્રહ મહાવ્રતની સુરક્ષા માટે ભાવની અપેક્ષાથી પાંચ ભાવનાઓ કહી છે કારણ કે દ્રવ્ય પરિગ્રહ તો સાધુને હોય જ નહિ. ભાવમાં પણ ઇન્દ્રિયોના વિષય શબ્દાદિની આસક્તિ રાગદ્વેષનો સમાવેશ કરાયો છે. પ્રથમ ભાવનાઃ શ્રોતેન્દ્રિય સંયમ:- વાજિંત્રોના શબ્દ, આભૂષણોના શબ્દ, સ્ત્રીઓના શબ્દ, હાસ્ય-રુદન આદિ, પ્રશંસા વચન, તેમજ એવા જ મનોજ્ઞ સુહાવના વચન સાંભળવામાં સાધુઓએ આસક્ત ન થવું, અપ્રાપ્તની આકાંક્ષા ન કરવી, લુબ્ધ ન થવું, પ્રસન્ન ન થવું. આવા મનોજ્ઞ શબ્દોનું સ્મરણ અને વિચાર પણ ન કરવો, તેમજ આક્રોશ વચન, કઠોર વચન, અપમાનયુક્ત વચન, રૂદન, કંદન, ચિત્કાર કે અભદ્ર શબ્દોમાં રોષ ન કરવો જોઈએ અને હાલના નિંદા ન કરવી જોઈએ, કોઈને પણ સારા નરસા ન કહેવું જોઈએ. આ રીતે શ્રોતેન્દ્રિય સંયમની ભાવનાથી ભાવિત અંતઃકરણવાળા બનવું જોઈએ. બીજી ભાવના ચક્ષુઈન્દ્રિય સંયમ – અનેક પ્રકારના આભૂષણ, વસ્ત્ર, વસ્તુઓ, દશ્ય, ગ્રામાદિ, ભવન, મહેલ આદિ, નરનારી સમૂહ, સ્ત્રીઓ, નૃત્ય, નાટક, ખેલ આદિ શોભનીય રૂપોમાં આસક્તિ ન કરવી. તેને જોવાને માટે લાલાયિત ન થવું. અમનોજ્ઞ રૂપોને જોઈને ધૃણાભાવ ઉત્પન્ન ન થવો જોઈએ; ધેષ નિંદા તિરસ્કાર પણ ન કરવા જોઈએ. આ રીતે ચક્ષુઇન્દ્રિય સંયમની ભાવનાથી ભાવિત અંત:કરણવાળા બનવું જોઈએ. ત્રીજી ભાવના : ધ્રાણેન્દ્રિય સંયમ :- મુનિ ફૂલ, અત્તર, ખાદ્ય પદાર્થ, ધૂપ આદિ અનેક સુગંધિત પદાર્થોની ખુબૂ, ફળ, ચંદનની સુગંધ આદિ નાકને પ્રિય Page #190 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત લાગનારી સુગંધમાં આસક્ત ન થાય; તેની ઇચ્છા પણ ન કરે અને તેમાં ખુશ ન થાય પરંતુ ઉપેક્ષા ભાવ રાખે. કલેવર, ગટર, પાયખાના આદિ દુર્ગંધ ફેલાવનાર અશોભનીય પદાર્થોમાં ઘૃણા ન કરવી પરંતુ સુસંવૃત થઈને ધર્માચારણ કરવું. ચોથી ભાવનાઃ રસનેન્દ્રિય સંયમઃ— અનેક પ્રકારની મીઠાઈઓ, લવણ રસયુક્ત પદાર્થ, વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થ, વિગય, મહાવિગય, આદિમનોજ્ઞ પદાર્થોમાં આસક્ત ન થવું, તેની કામના ન કરવી; અનેક પ્રકારના અમનોજ્ઞ ખાદ્ય પદાર્થોમાં ઘૃણા, નિંદા કે દ્વેષના પરિણામો ન કરવા જોઈએ. ૧૯૦ પાંચમી ભાવના : સ્પર્શેન્દ્રિય સંયમ :– શીતલ, મનોજ્ઞ કોમલ, સુખકારી, શાતાકારી, આસન, સયન, વસ્ત્ર, માળાઓ, આદિશરીરને સુખ અને મનને આનંદ દેનારા એવા સ્પર્શોમાં શ્રમણોએ આસક્ત ન થવું જોઈએ. અનેક વધ, બંધન, મારપીટ, ઉષ્ણ-શીત કષ્ટ, કંટક, તીર, છેદન-ભેદન, ભૂમિ સ્પર્શ, તૃણસ્પર્શ, કંકર, પથ્થર ઇત્યાદિ અમનોજ્ઞ સ્પર્શોમાં શ્રમણ રુષ્ટ ન થાય, નિંદા ન કરે અને અપ્રસન્ન પણ ન થાય. આ રીતે મુનિ સ્પર્શેન્દ્રિય ભાવનાથી ભાવિત અંતઃકરણવાળા થઈને સંયમમાં વિચરણ કરે. : ઉપસંહાર ઃ- શબ્દ આદિ પાંચે ય ઇન્દ્રિય વિષય સમયે-સમયે પ્રાપ્ત થતા રહે છે. તેનાથી ઇન્દ્રિયોને બંધ કરીને અથવા ઢાંકીને રાખી શકાય નહીં પરંતુ તેમાં આસક્ત ન થવું, તેની કામના ન કરવી અને રાગ-દ્વેષરૂપ વિકૃતભાવોને થવા દેવા નહી; ઉપેક્ષા ભાવ, તટસ્થ ભાવમાં લીન થઈને, ઇન્દ્રિયાતીત બનીને સંયમનો સાચો આનંદ પ્રાપ્ત કરવો જોઈએ. [નોંધ :- પ્રસ્તુત સૂત્રના ભાવો સંબંધી વિસ્તૃત જાણકારીને માટે વિવેચનયુક્ત અન્ય સંસ્કરણોનું અધ્યયન કરવું જોઈએ.] ।। પ્રશ્નવ્યાકરણ સૂત્રનો સારાંશ સંપૂર્ણ સેલની ઘડીમાં અગ્નિનો કોઈપણ વ્યવહારિક લિંગ નથી, છતાં સૂક્ષ્મ તેઉકાયનો દાખલો આપવામાં આવે તો સૂક્ષ્મ તેઉકાયનો સંઘટો ન માનવા સમાન, સેલની ઘડીનો સંઘાટો પણ ન માનવો સિદ્ઘ થાય છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર : પરિશિષ્ટ વિભાગ પરિશિષ્ટઃ વિભાગ છે પરિશિષ્ટ-૧ : અસત્ય ત્યાગ : કથા વસંતપુર નામનું નગર હતું. ત્યાં અરિમર્દન રાજા રાજ્ય કરતા હતા. મતિસાગર તેના પ્રધાન હતા. તે નગરમાં ધનદત્ત શેઠ રહેતા હતા. પોતાના ગુણોથી તેણે નગરભરમાં ઘણી ખ્યાતિ મેળવી હતી. તેને મણિસાગર નામનો પુત્ર હતો. તે પણ બધા લક્ષણો તેમજ ગુણોથી યુક્ત હતો. ૧૯૧ એક જ પુત્ર હોવાથી તેને આઝાદી મળી ગઈ હતી. ખરાબ મિત્રોની સાથે હરતો-ફરતો રહેવાથી ખરાબ સંસ્કાર તેનામાં આવી ગયા હતા. ખરાબ સંગતથી તે આવારાની જેમ ઘૂમવા લાગ્યો. તેની સંગતિમાં તેને ચોરી કરવાનું વ્યસન પડી ગયું. બીજા દુર્ગુણોથી બચી ગયો. ચોરીના અવગુણમાં અત્યંત હસ્તગત કળાવાળો થઈ ગયો અને ચોરી કરવાની તેની આદત પણ બની ગઈ. પિતાને આ વાતની ખબર પડી ગઈ કે મણિસાગર ચોરીઓ કરીને ઘરમાં સામાન, ધન, સંપત્તિ ભરી રહ્યો છે. પિતાએ પુત્રને પોતાની પાસે બોલાવ્યો તેમજ ઘણા પ્રેમથી પુત્રને હૃદયની વાત કહેવા લાગ્યા. બેટા ! આજકાલ તું શું કરી રહ્યો છે ? કઈ કમાણીથી ઘર ભરી રહ્યો છે ? બોલ, આપણા ઘરમાં શું કમી છે? ધનદત્તના સમજાવવા પર પુત્રે જવાબ દીધો, પિતાજી ! હું આપનો પુત્ર નથી પણ કપૂત છું, નાલાયક છું, મારે હંમેશા ચોરી કરવી અને લોકોનો ખજાનો ખાલી કરવો એ જ મારું મુખ્ય કાર્ય બની ગયું છે. અત્યારે હું તે છોડી શકતો નથી, તેના સિવાય જે આપ કહો તે બધાનો સ્વીકાર કરવા તૈયાર છું. પિતાએ ફરી ભાર દઈને સમજાવવાનો તેમજ ચોરી છોડાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ સફળતા ન મળી. શેઠે વિચાર કર્યો આ રોગનું મૂળકારણ છે કુસંગત, તેથી સુસંગત જ તેનો ઉપાય છે. આમ વિચારીને પિતાએ કહ્યું કે હિતકારી વચન ન માનવા તે બરાબર નથી. બીજીવાર કહું છું કે મારી વાત માની જા. મણિસાગરે કહ્યું ચોરી સિવાય આપ જે આજ્ઞા કરશો તે હું સ્વીકારવા તૈયાર છું, કોઈપણ પ્રકારની આનાકાની નહિ કરું. શેઠે તેની દઢ પ્રતિજ્ઞા જાણીને કહી દીધું કે મારા મિત્ર શ્રી મતિસાગર જે રાજાના પ્રધાન છે, તેની પાસે રોજ જા અને થોડો સમય તેની સેવા-સત્સંગ કર. તેમાં જરાપણ ભૂલ નહીં કરું એવો પાકો નિયમ લે. બસ આ જ મારી છેલ્લી શિખામણ માની જા. મણિસાગરે પિતાની આજ્ઞા શિરોધાર્ય કરી. હવે રોજ સુસંગતમાં રહેવા લાગ્યો. થોડા સમય પછી ધનદત્ત મૃત્યુ પામ્યા. મણિસાગર ઘણા આનંદથી રહેવા લાગ્યો. ચોરીઓ કરવાનો ક્રમ તેણે ચાલુ રાખ્યો. તે ચોરી કરવામાં એટલો પાવરધો બની ગયો કે કોઈપણ તેનો પત્તો લગાવી શકતા નહિ. તેને કોઈ પકડી શકતા નહીં. રોજરોજ નગરમાં ચોરીઓ થવાથી લોકોએ મળીને પ્રધાનની પાસે નિવેદન કર્યું. પ્રધાને વિચાર કર્યો કે નગરમાં નકામો મર્યાદા વગરનો ખર્ચ કરનાર વ્યક્તિ કોણ છે? વિચારતા તેને મણિસાગર ધ્યાનમાં Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ૧૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત આવ્યો કે તેની કમાણી ઓછી છે અને નકામો ખર્ચ વધારે છે, તેથી તે ચોરોનો સરદાર છે. મંત્રીશ્વરે પ્રેમથી મણિસાગરને પોતાની પાસે બેસાડીને કહ્યું કે મારા મનમાં મોટુ આશ્ચર્ય એ છે કે શા માટે તું લોકોનું ધન હરણ કરે છે? શા માટે અધર્મનું કાર્ય કરે છે? તમારી પાસે ઘણી સંપતિ છે છતાં આ વ્યસન કેમ છે? મણિસાગરને આશ્ચર્ય થયું. વિચારતા તેનું માથુ ફરવા લાગ્યું કે મંત્રીશ્વરને આ વાતની ખબર કેવી રીતે પડી ? હવે શું કરવું? ખોટું બોલું તો પણ આ બુદ્ધિ નિધાન છે, અનુભવી છે, તેથી ખોટું ચાલશે નહિ. આમ વિચારીને પોતાની ચોરી કરવાની આદતને સ્વીકારી લીધી અને કહ્યું આપનું કથન બિલકુલ સાચું છે પરંતુ દુર્વ્યસની એવો હું આપનો બાળક છું હું ચોરી કરવામાં પૂરેપૂરો ટેવાઈ ગયો છું તેથી આપે મને તે બાબતમાં ક્યારેય પણ ન કહેવું. મંત્રી હેરાન થઈ ગયો કે પોતાના દુર્ગુણ પર પણ અડગ છે અને સ્પષ્ટ વક્તા પણ છે, તેથી મંત્રીએ તેને કહ્યું તમે જાઓ. યથા અવસરે ઉચિત ઉપાય કરવામાં આવશે. મણિસાગરના ગયા બાદ મંત્રીને ખબર પડી કે નગરીમાં ધર્મઘોષ આચાર્ય પધાર્યા છે. મંત્રી ઘણા પ્રસન્ન થયા. તેને મણિસાગરને કહેવડાવી દીધું કે કાલે સવારે મારી સાથે ગુરુદર્શને જવાનું છે. તેણે કોઈપણ આનાકાની કર્યા વગર વાતને સ્વીકારી લીધી. - સવાર થતાં જ બને ગુરુદર્શન કરીને તેઓની સમક્ષ યથાસ્થાને બેસી ગયા. બીજા પણ નગરના લોકોથી સભા સ્થળ ભરાઈ ગયું. મુનિરાજે જનતાની ભાવના જોઈને વ્યાખ્યાન શરૂ કર્યું. ધર્મની દુર્લભતા, ત્યાગવ્રતનું મહત્ત્વ બતાવતાં પાંચ આશ્રવોનો વિષય લીધો અને ક્રમથી ચોરી પર ઉપદેશ દેવા લાગ્યા. ચોર પોતાની ચતુરાઈથી પર દ્રવ્ય હરણ કરી આનંદ પ્રાપ્ત કરે છે પરંતુ જ્યારે ચોરી કરતો પકડાય જાય ત્યારે તેની બહુ જ દુર્દશા થાય છે. તે સુખપૂર્વક નિંદર કરી શકતો નથી, છુપાઈને રહે છે અપયશ મેળવે છે. તે લોકોને દુઃખ આપે છે. બધાની હાય લઈને મરે છે. વેરને બાંધીને તે દુર્ગતિમાં અનેક પ્રકારના દુઃખ પામે છે. સાંભળતાં-સાંભળ તાં મણિસાગરનો ચહેરો ફિક્કો પડી ગયો. આ બાજુ મંત્રીશ્વરે પણ ઈશારો કર્યો કે ગુરુદેવનું ફરમાન સ્વીકારી લેવું. આવો અવસર ચૂકવો નહિ. હાથ જોડીને ચોરી ન કરવાના પચ્ચકખાણ કરી લો. તેણે સ્પષ્ટ જવાબ દીધો કે એકવાર કહો કે લાખવાર કહો હું તેને છોડી શકતો નથી. બીજુ જે કાંઈ કહો તે બધું જ માનું પ્રાણ દેવાનો અવસર આવે તો પ્રાણ પણ દઈ દઉં. મંત્રીશ્વરે તેને વચનથી બાંધીને ખોટું ન બોલવાના પચ્ચખાણ ગુરુદેવની પાસે કરાવ્યા. મણિસાગરે પણ દઢ નિયમ લઈ લીધો. ચોરીનો ધંધો તેનો બરાબર ચાલતો રહ્યો. જનતાએ જોયું મંત્રીશ્વરે સાંભળીને કંઈપણ ઉપાય કર્યો નથી. હવે તો આ ફરીયાદ રાજાને કરવી જોઈએ. બધા ભેગા મળીને રાજાની પાસે ગયા. પોતાની વ્યથા સંભળાવી. રાજાએ આશ્વાસન દીધું કે સમજી લો આજથી જ ચોર ગયો. નિડર થઈને રહો. રાત્રે રાજા વેશ પરિવર્તન કરીને ચોકી કરવા નીકળ્યા. ચોર પણ બે નોકરને સાથે તે જ રાજકોષમાં ચોરી કરવા ચાલ્યા. સંયોગવશ રસ્તામાં રાજા તેને મળી ગયા. પૂછ્યું Page #193 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર: પરિશિષ્ટ વિભાગ : કથા અત્યારે રાતમાં ક્યાં જાવ છો ! તમે કોણ છો ! મણિસાગરને ખોટું બોલવાના પચ્ચક્ખાણ હતા. તેણે જવાબ આપ્યો અમે ત્રણ ચોર છીએ. આપે જે કહેવું હોય તે કહી દો અને જે કરવું હોય તે કરી લો. રાજાએ ફરીથી પૂછી લીધું કે ક્યાં ચોરી કરશો ! તે પણ બતાવી દો. ચોરે નિડરતાથી સત્ય બતાવી દીધું કે આજે રાજાના દરબારમાં ચોરી કરશું. રાજાએ મનમાં જ કહી દીધું કે આજે રાજ ભંડારમાં ચોરી કરવી, તો તે શું નાનીના ઘર છે કે શીઘ્ર ઘુસી જાશો ? રાજાએ સમજી લીધું કે કોઈ પાગલ દિમાગવાળા છે. તેને મજાકથી કહી દીધું, જાઓ જાઓ આ ખાસ રસ્તો પડયો છે, સમય ન ગુમાવો; તમને કોઈ રોકવાવાળા નથી; રત્નોથી ભંડાર ભરેલા છે, આજે અમૂલ્ય અવસર છે, બેડો પાર કરી લો. રાજાની આવી મંગળવાણી સાંભળીને, તેને શુકન માનીને, ચોર ખુશ ખુશ થઇ ગયા. રાજ ભંડારની પાસે પહોંચ્યા. પહેરેગીરોને નિંદર આવી રહી હતી. તેને કોઈપણ રોકવાવાળા ન મળ્યા. મંત્રેલુ પાણી છાંટીને તાળા તોડી અંદર પ્રવેશ કર્યો. ઘૂમી ઘૂમીને બધું ધન જોયું. ત્રણ પેટી ઝવેરાતની ભરેલી જોઈ, બે પેટી લઈને બંને નોકરોના માથા પર રખાવી દીધી. બાકી બધું ધન અને ખુલ્લા દરવાજા છોડીને નીકળી ગયા. રસ્તામાં ફરી ચક્કર લગાવતા તે જ રાજા મળ્યા. પૂછપરછ કરી, રાજાએ જોયું કે આટલા જલ્દી રાજભંડારથી અથવા બીજી જગ્યાએથી પણ ચોરી કરીને આવી ન શકે. સાચો જવાબ દેવા પર રાજા સમજી ગયા કે આ તે જ ત્રણે ખોપડી છે (ચોર છે), આવા દિમાગ વગરના સાથે વાતો કરવી તે સમય વ્યર્થ બગાડવા જેવું છે. એવું મનમાં વિચારીને રાજાએ કહ્યું કે જાઓ ભાઈઓ ! ખૂબ માલ ઉડાવો ચોરીનો અને આનંદ કરો. ચોરે સાચું બોલવાનું ફળ જોઈ લીધું. રાજા આખી રાત ફરતા રહ્યા ક્યાંય પણ ચોર મળ્યો નહીં. સવાર થતાં જ ખબર મળી કે રાજભંડારના તાળા તૂટી ગયા છે. ચોકીદારોએ તેમજ ખજાનચીઓએ પોતાની બધી વાત રાજાને સંભળાવી દીધી. બે પેટીની જગ્યાએ ત્રણ પેટીની ચોરી થયાની વાત જાહેર કરી દીધી. રાજા મનમાં જ પસ્તાવા લાગ્યા કે સત્ય બોલીને ચોર મને પણ ઠગી ગયો. સમય થવા પર મંત્રીશ્વર આવ્યા. રાજાને ચિંતાતુર જોઈને કારણ પૂછ્યું. રાજાએ રાતમાં બનેલી પોતાની આખી વાત સંભળાવી દીધી અને કહ્યું કે હવે કોઈ એવી બુદ્ધિ લગાવો કે જેથી ચોર સામે જ આવી જાય. ૧૯૩ મંત્રીએ ઉપાય વિચારીને કહ્યું કે નગરના બધા લોકોને બગીચામાં બોલાવો, પછી એક દરવાજેથી બધા નીકળે અને તેને પૂછવામાં આવે કે શું વ્યાપાર કરો છો ? નગરમાં ઘોષણા કરવામાં આવી બધા લોકો ગયા. મણિસાગર પણ બની ઠનીને આવ્યો. એક એક કરતા મણિસાગરનો નંબર લાગ્યો. રાજા તેને જોઈને પ્રેમથી પૂછવા લાગ્યા કે શ્રેષ્ઠિપુત્ર ! આજકાલ તમે શું વેપાર કરો છો ! ઝવેરાતનો વ્યાપાર કરો છો કે બીજો કોઈ, ભાડા અથવા વ્યાજ વટાવની કમાણી કરો છો ! મણિસાગર પોતાના પચ્ચક્ખાણ ઉપર દૃઢ હતો. તે બોલ્યો આપે જેટલા કાર્ય કહ્યા છે તેમાંથી એક પણ કાર્ય હું કરતો નથી. ચોરીના કાર્યથી જ મારો ભંડાર ભરું છું. બીજા વ્યાપારી બધા મારા માટે જ ધંધા કરે છે. મારે વ્યાપાર કરવાની કોઈ જરૂરત નથી. રાજાએ પૂછ્યું– મહીનામાં કેટલીવાર ચોરી કરો છો ? તેને સ્પષ્ટ ઉત્તર દીધો કે Page #194 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ૩૦ વખત કે હંમેશાં ચોરી કરવી મારું મુખ્ય કાર્ય છે. તેના સ્પષ્ટ કથન પર રાજા હેરાન થઈ રહ્યો હતો. રાજાએ પૂછ્યું, ચાલો બતાવો કાલ રાત્રે ક્યાં ચોરી કરી હતી ? કોણ મળ્યુ અને શું ચોરી કરી હતી ? જવાબમાં બધી સાચી હકીકત કહી દીધી. રાજાએ પૂછ્યું આ ચોરી કરીને સત્ય બોલવાનું કોણે શીખવ્યું ? કહી દીધું કે ગુરુકૃપા થઈ ગઈ. અસત્ય બોલવાનું છોડી દીધું, ત્યારથી સત્ય બોલું છું. પ્રાણ નીકળી જાય તો પણ સત્ય ન છોડું. રાજાએ તેને છોડી દીધો અને કહ્યું કાલે બોલાવીશ. પુણ્ય અને પાપ બંનેને જેટલા વધારે છુપાવો એટલા જ કંઈ ગુણા વધીને સામે આવે છે. રાજાએ ખજાનચીઓને બોલાવી પૂછ્યું કે બતાવો કેટલી પેટીની ચોરી થઈ છે ? ડરતાં-ડરતાં જીભથી બધા બોલ્યા ત્રણ. રાજાએ તલવાર કાઢીને કહ્યું સાચું બોલો નહીં તો હમણા જ તમને નવો જન્મ આપું છું. ભયને લીધે સાચી વાત કહી દીધી. રાજાએ બધા ખજાનચીઓનો અત્યંત તિરસ્કાર કરીને દેશ નિકાલ કરી દીધો. ૧૯૪ બીજા દિવસે મણિસાગરને બોલાવ્યો. આદરપૂર્વક રાજાએ પોતાની પાસે સિંહાસન પર બેસાડ્યો અને કહ્યું કે હવે ચોરી કરવાનું પણ છોડી દો. મણિસાગરનો તે જ ઉત્તર હતો જે પોતાના પિતા અને મંત્રીને દીધો હતો. ત્યારે રાજાએ તેને પ્રધાનમંત્રીનુ પદ આપ્યું. જેનો, વચનથી બંધાવાને કારણે તેને સ્વીકાર કરવો જ પડયો. થોડા દિવસ વિત્યા પછી કોઈ સમયે રાજાએ પૂછ્યું કે કહો મંત્રીશ્વર ! હવે ચોરીનો ધંધો કેવો ચાલે છે ? તેણે કહ્યું– હવે કેમ ચોરી કરવી ? એક મિનીટનો સમય મળતો નથી. રાજસિપાહી હંમેશા સાથે જ રહે છે. મને એકલા ક્યારેય પણ ક્યાંય જવા દેતા નથી. ઘણા સમય પછી તે જ ધર્મઘોષ આચાર્ય પધાર્યા. ઉપદેશ સાંભળીને મણિસાગરે ૧૨ વ્રતનો સ્વીકાર કર્યો. શ્રાવક ધર્મની શુદ્ધ આરાધના કરી દેવગતિને પામી ગયો. આ રીતે સુસંગત પામીને સત્ય પર અટલ રહીને મણિસાગરે પોતાના જીવનના અવગુણને પણ ગુણમાં ફેરવી નાખ્યો તેમજ સુખનો ભાગીદાર બન્યો. આપણે પણ તેના જીવનથી દઢ સત્ય પ્રતિજ્ઞ બનીને આત્મ કલ્યાણની સાધના કરવી જોઈએ. અસત્યનો હંમેશા ત્યાગ કરવો જોઈએ. સાંચ બરાબર તપ નહીં, જૂઠ બરાબર પાપ | જા કે હૃદય સાચ હૈ, તા કે હૃદય આપ ॥ સેલની ઘડીમાં ક્યાં ય પણ અગ્નિ પ્રાયોગ્ય શરીર કે પુદ્ગલ નહીં હોવા છતાં રૂઢિથી તેમાં અગ્નિ હોવાનું કથન કરવું અસત્ય છે અને ઘડીને સચિત્ત હોવાની પ્રરૂપણા કરવી તે ઉત્સૂત્ર પ્રરૂપણ પણ છે. કારણ કે કોઈપણ સૂત્રથી તેને સિદ્ધ કરી શકાતું નથી. Page #195 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર: પરિશિષ્ટ વિભાગ: ગોચરી નિયમ ૧૯૫ પરિશિષ્ટ-ર: જૈન શ્રમણોની ગોચરી અને શ્રાવકાચાર Eારાષasanwasiliar with પ્રસ્તાવના : સંયમ જીવનમાં શુદ્ધ આહાર વગેરેની ગવેષણાનું(તપાસવાનું) અતિ મહત્ત્વ છે. તેમજ શ્રમણોપાસક(શ્રાવક) જીવનમાં પણ મોક્ષસાધક નિગ્રંથ મુનિઓને વહોરાવવાનું(સુપાત્રદાનનું) વિશિષ્ટ મહત્ત્વ છે. શ્રી સ્થાનાંગ સૂત્ર સ્થાન–૪ અનુસાર નિર્દોષ આહારની તપાસમાં દત્તચિત્ત શ્રમણ(સાધુ) અલભ્ય, અતિશય જ્ઞાન પ્રાપ્ત કરે છે. શ્રી ભગવતી સૂત્ર અનુસાર નિર્દોષ આહારની તપાસ(ગવેષણા) કરનાર શ્રમણોને હિંસા, જૂઠ રહિત નિર્દોષ સુપાત્રદાન આપનાર શ્રમણોપાસક, શ્રમણની સંયમ સમાધિની પ્રાપ્તિ કરે છે. તાત્પર્ય એ છે કે સુપાત્રદાન આપનાર દાતા(શ્રાવક) સંયમની અનુમોદના અને સંયમના લાભને પ્રાપ્ત કરનાર થાય છે. વિશેષ – ભગવતી સૂત્રશતક-૩, ઉદ્દેશક-અનુસાર નિર્દોષ આહારની તપાસ કરનાર(ગવેષક) સાધુ માટે સાવધ હિંસાયુક્ત આચરણ કરી, જૂઠનો પ્રયોગ કરી, સદોષ આહાર આપનાર અલ્પ શુભાયુ પ્રાપ્ત કરે છે. (૨) ત્યાં જ હિંસા જૂઠ રહિત નિર્દોષ સુપાત્રદાન આપનાર શુભ દીર્ધાયુ બંધ કરે છે. (૩) નિગ્રંથ શ્રમણોને અનાદર, અસન્માન ભાવથી અવહેલના, નિંદા કે ટીકા કરી અમનોજ્ઞ ભિક્ષા આપનાર અશુભ દીર્ધાયુ બંધ કરે છે. સાર:- (૧) નિર્દોષ આહાર-પાણીની તપાસ કરનાર શ્રમણોને આદરભાવથી આગમોક્ત દોષોથી રહિત તેના શરીર અને સંયમોચિત ભિક્ષા પ્રદાન કરવાથી શ્રમણોપાસકને બારમા વ્રતની આરાધના થાય છે. તેમજ તેનું શ્રાવકજીવન યશસ્વી બને છે. (૨) તે ઉપરાંત વિશેષ પ્રસંગને કારણે પરિસ્થિતિવશ શ્રમણ નિગ્રંથનો ઔષધ ઉપચાર કરવામાં આવે કે સેવા ભાવથી, જૂઠ-કપટ રહિતપણે, સંયમનિયમથી અતિરિક્ત વ્યવહાર કરવામાં આવે તો તેનું પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધિ કરવી આવશ્યક હોય છે. તે પણ શ્રાવક ધર્મને યોગ્ય આચાર કહેવાય છે. શ્રમણાચાર અને શ્રાવકાચારની આરાધના યથા યોગ્ય થાય તે હેતુથી આ પ્રકરણનું સંકલન આગમ અને ગ્રંથોથી કરવામાં આવ્યું છે. તેથી દરેક સાધક પોતાની પ્રવૃત્તિનેજિનાજ્ઞા અનુસાર બનાવી નિર્જરા લાભ પ્રાપ્ત કરે તેવી શુભભાવના. ગોચરી સંબંધી : દોષ-નિયમ, - એષણા સમિતિના ૪ર દોષ પ્રસિદ્ધ છે, તે માટે પિંડ નિર્યુક્તિની ગાથાઓ આ પ્રમાણે છે– Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ૧ ગમીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત, आहाकम्म उद्दे सिय, पूइकम्म मीसजाए य । 'ठवणा पाहुडियाए, “पाओअर ‘कीय पामिच्चे ॥१॥ ૨૦૫રિટ્ટ બિર, ૨૦મ ૨૨મોહ | જાછિને બલિદે, અશ્લોયરા નોનસ | ૨ धाई दुई णिमित्ते, आजीवे “वणीमगे तिगिच्छाए । જોકે “મારે માયા તો, વંતિ સ II રૂા. १९पुन्विपच्छासंथव, १२विज्जा १३मंत १"चुण्ण १५जोगे य । उप्पायणाइ दोसा, सोलसमे १६मूलकमे ॥४॥ 'संकिय मिक्खिय णिक्खित्त, "पिहिय 'साहरिय दायग उमिस्से । 'अपरिणय लित्त १ छड्डिय, एसण दोसा दस हवंति ॥५॥ અહીં પહેલી બે ગાથામાં ઉદ્ગમના સોળ દોષ; ત્રીજી, ચોથી ગાથામાં ઉત્પાદનના સોળ દોષ અને પાંચમી ગાથામાં એષણાના દસ દોષ છે. તે દોષોનો નિર્દેશ ભગવતી સૂત્ર, પ્રશ્નવ્યાકરણ સૂત્ર આદિ અનેક આગમોમાં થાય છે. તેનું સ્પષ્ટીકરણ પિંડનિર્યુક્તિ આદિ ગ્રંથ અને વ્યાખ્યાઓમાં છે. તે આ પ્રમાણે છેઉદ્ગમના ૧૬દોષ–આહાર વગેરેની ઉત્પત્તિ સંબંધી દોષને ઉદ્ગમ દોષ કહે છે. આ સોળ દોષો ગૃહસ્થ દ્વારા લાગે છે. તે આ પ્રમાણે છે (૧) એક કે અનેક સાધુ સાધ્વીજીના નામ નિર્દેશ સાથે તેના માટે જ આહાર આદિ બનાવવામાં આવે તે આધાકર્મી દોષ છે. (૨) કોઈના સ્પષ્ટ નિર્દેશ વિના સામાન્ય રીતે જૈન મુનિ માટે, સર્વ ભિક્ષુ માટે, શ્રમણો માટે, શ્રમણીઓ માટે આ પ્રકારના ઉદ્દેશ્યથી જે આહારાદિ બનાવવામાં આવે તે ઔદેશિક દોષ છે. (૩) હાથ, ચમચા કે વાસણ વગેરેના માધ્યમે આધાકર્મી આહારનો અંશ જો શુદ્ધ આહારમાં ભળી જાય તો તે આહાર પૂતિકર્મ દોષ મુક્ત કહેવાય છે. (૪) ગૃહસ્થ પોતાના માટે અને જૈન મુનિ માટે, એમ મિશ્ર ભાવોથી જે આહારાદિ બનાવે તે મિશ્રજાત દોષ કહેવાય છે. (૫) ગૃહસ્થ માટે બનેલા નિર્દોષ આહાર આદિને દાતા સાધુ માટે જુદો રાખી મૂકે અને ઘર માટે બીજો બનાવે, જ્યારે-જ્યારે પણ સાધુ સાધ્વી પધારે ત્યારે તે રાખેલો પદાર્થ તેને જ વહોરાવે. આ રીતે સાધુઓ માટે સ્થાપિત કરે, તે સ્થાપના દોષ છે. (૬) સાધુના નિમિત્તે ભોજન આદિના આયોજનને વહેલું કે મોડું કર્યું હોય અર્થાત મહેમાન માટેના ભોજન સમારંભની તારીખ કે સમય પરિવર્તન કરીને આહારાદિ તૈયાર કરે, તે પાહુડિયા દોષ છે. સાધુના નિમિત્તે આહારાદિ એકાદ બે કલાક વહેલો કે મોડો કરે તો પણ આ દોષ લાગે છે. (૭) સાધુ માટે દાતા દીપક, લાઈટ વગેરેનો પ્રકાશ કરી, અગ્નિનો આરંભ કરીને આહારાદિ વહોરાવે; તે પાઓઅર દોષ છે. (૮) સાધુ-સાધ્વી માટે Page #197 -------------------------------------------------------------------------- ________________ | આચારશાસ્ત્રઃ પરિશિષ્ટ વિભાગઃ ગોચરી નિયમ ૧૯o દાતા બજારમાંથી કોઈ પણ વસ્તુ કે આહારાદિખરીદીને વહોરાવે, તે ક્રિતિદોષ છે. કોઈ કારણે દવા વગેરે વહોરાવવી જરૂરી થાય તો પણ તેને દોષ રૂપ તો સ્વીકારવું જ જોઈએ. (૯) સાધુ માટે કોઈ વસ્તુ ઉધાર લાવીને દાતા વહોરાવે, તે પામૃત્ય દોષ છે. (૧૦) સાધુ માટે વસ્તુની અદલા બદલી કરે અર્થાત્ પોતાની કોઈ વસ્તુ બીજાને આપી, તેના બદલે સાધુને જરૂરી હોય તેવી વસ્તુ તેની પાસેથી લઈને આપે, તે પરિવર્તિત દોષ છે. (૧૧) સાધુ જે સ્થાનમાં રહ્યા હોય ત્યાં લાવીને દાતા આહારાદિ વહોરાવે, તે અભિહત દોષ છે. (૧૨) પેક બંધ પદાર્થ યા મુખ બાંધી રાખેલા ઘડા વગેરે વાસણોના બંધનને કે ઢાંકણાને ખોલીને કે જેને ખોલવામાં ત્રસ કે સ્થાવર જીવોની વિરાધના થતી હોય, તેવા આહારાદિ વહોરાવે તો તે અભિન્ન દોષ કહેવાય છે, પરંતુ જો તે ઢાંકણ વગેરે સહજ રીતે ખોલી શકાય તેમ હોય તો તે દોષરૂપ નથી. (૧૩) જેનાથી પડી જવાય તેવી નીસરણી વગેરે સાધનનો ઉપયોગ કરીને દાતા ઊંચ-નીચેથી લાવીને કોઈ પદાર્થ વહોરાવે તે માલોહડદોષ છે. એકદમ નીચા નમીને કે સુઈને વસ્તુ કાઢવી પડે તેવા સ્થાનમાંથી વસ્તુ કાઢીને વહોરાવે, તે પણ માલોહડદોષ છે. (૧૪) દાતા કોઈ પાસેથી છીનવીને કે બળજબરીથી લઈને તેમજ કોઈની ઇચ્છા વિના તેની વસ્તુ કે આહારાદિ વહોરાવે, તે આછિન્નદોષ છે. (૧૫) ઘરમાં બીજા સદસ્યની માલિકીની કોઈ વસ્તુ હોય તે તેને પૂછ્યા વિના વહોરાવે, તે અનિસૃષ્ટ દોષ છે. આ એક પ્રકારે અદત્તદોષ છે. (૧) ગૃહસ્થો માટે થઈ રહેલા આહારાદિમાં સાધુના નિમિત્તે આહારની માત્રા વધારે તે અધ્યવપૂર્વક (અધ્યવસાય યુક્ત) દોષ કહેવાય છે. ઉત્પાદનના ૧દોષ છે, તે સાધુ દ્વારા વિવિધ પ્રવૃત્તિ કરવા પર લાગે છે. જેમ કે (૧૭)મુનિ ગૃહસ્થના બાળકોને રમાડી, તેને ખુશ કરી, ધાવ માતાનું કાર્ય કરી, આહારાદિ પ્રાપ્ત કરે, તો તે ધાયદોષ છે. (૧૮) મુનિદૂતપણું કરીને, ગૃહસ્થના સમાચારોની લેવડ-દેવડ કરીને ભિક્ષા પ્રાપ્ત કરે, તે દૂતી દોષ છે. (૧૯) મુનિ હસ્તરેખા, કુંડલી વગેરે દ્વારા ભૂત અને ભાવી જીવનના નિમિત્ત બતાવી આહારાદિ પ્રાપ્ત કરે, તે નિમિત્ત દોષ છે. (૨૦) મુનિ પોતાનો પરિચય કે ગુણો બતાવીને અથવા મહેનત-મજૂરી કરીને આહારાદિ પ્રાપ્ત કરે, તે આજીવિકા દોષ છે. (૨૧) મુનિ ભિખારીની જેમ દીનતાપૂર્વકમાંગી-માંગીને આહાર પ્રાપ્ત કરે, દાતાને દાનના ફળરૂપ આશીર્વચન કહીને ભિક્ષા પ્રાપ્ત કરે, તે વનપક દોષ છે. (રર) મુનિ ગૃહસ્થને ઔષધ, ભેષજ બતાવીને ચિકિત્સા વૃત્તિ દ્વારા ભિક્ષા પ્રાપ્ત કરે, તે ચિકિત્સા દોષ છે. (૨૩) મુનિ ક્રોધિત થઈને કે કોપ કરવાનો ભય દેખાડીને ભિક્ષા પ્રાપ્ત કરે, તે ક્રોધ દોષ છે. (૨૪) કોઈ ગૃહસ્થભિક્ષા ન આપે ત્યારે મુનિ ઘમંડપૂર્વક કહે કે– હું ભિક્ષા લઈને જ રહીશ” એમ કહીને પછી ઘરના બીજા સદસ્યો દ્વારા બુદ્ધિમાનપૂર્વક ભિક્ષા પ્રાપ્ત કરે તે માનદોષ છે. (૨૫) રૂપ અથવા વેશ પરિવર્તન Page #198 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ન કરીને અથવા અન્ય કોઈ પણ પ્રકારે માયા-કપટના માધ્યમે ભિક્ષા પ્રાપ્ત કરવી તે માયા દોષ છે. (૨૬) મુનિ ઇચ્છિત વસ્તુ મળે ત્યારે લેવામાં માત્રાનો વિવેક ન જાળવે, અતિમાત્રમાં આહારાદિ લઈ લે અથવા ઇચ્છિત પદાર્થ ન મળે ત્યાં સુધી સમય મર્યાદાનો વિવેક રાખ્યા વિના ફર્યા જ કરે, તે લોભ દોષ છે. (૨૭) આહાર પ્રાપ્તિ અર્થે, આહાર ગ્રહણ પૂર્વે કે પછી દાતાની પ્રશંસા કરે, તે પૂર્વ પશ્ચાતુ સંસ્તવ દોષ છે.(૨૮) સિદ્ધ થયેલી વિદ્યાના પ્રયોગ દ્વારા ભિક્ષા પ્રાપ્ત કરે તેમજ ગૃહસ્થને વિદ્યા શીખવાડીને ભિક્ષા પ્રાપ્ત કરે, તે વિદ્યા દોષ છે. (૨૯) મંત્ર, તંત્ર, યંત્રના પ્રયોગે ભિક્ષા પ્રાપ્ત કરવી તેમજ ગૃહસ્થોને તે પ્રયોગ બતાવીને ભિક્ષા પ્રાપ્ત કરવી, તે મંત્ર દોષ છે. (૩૦) વશીકરણ ચૂર્ણ વગેરેના પ્રયોગ દ્વારા ભિક્ષા પ્રાપ્ત કરવી તેમજ ગૃહસ્થને તે પ્રયોગ શીખવાડીને ભિક્ષા પ્રાપ્ત કરવી, તે ચૂર્ણ દોષ છે. (૩૧) પાદ લેપ, અંજન પ્રયોગ, અંતર્ધાન ક્રિયા વગેરેના પ્રયોગથી ભિક્ષા પ્રાપ્ત કરવી તેમજ તે પ્રયોગ ગૃહસ્થને બતાવીને અથવા આપીને ભિક્ષા પ્રાપ્ત કરવી, તે યોગ દોષ છે. (૩૨) ગર્ભપાત વગેરે પાપકૃત્યની વિધિ દર્શાવીને તેમજ તેમાં સહકાર આપીને ભિક્ષા પ્રાપ્ત કરવી, તે મૂળકર્મ દોષ છે. એષણાના(ગ્રહણૈષણાના)૧૦ દોષ છે તે ગોચરી લેતા સમયે દાતા કે સાધુના અવિવેક અસાવધાનીથી લાગે છે, તે આ પ્રમાણે છે ૧૯૮ (૩૩) ગ્રાહ્ય વસ્તુ અચિત્ત થઈ કે નહીં ? ગ્રાહ્ય અચેત પદાર્થ સચિત્તના સંઘટ્ટામાં છે કે દૂર છે ? દાતા દ્વારા પાણી વગેરે સચિત્ત પદાર્થનો સ્પર્શ(સંઘટ્ટો) થયો કે નહીં ? વગેરે શંકાશીલ સ્થિતિમાં પદાર્થ લેવા તે શંકિત દોષ છે. (૩૪) પાણીથી ભીના કે ખરડાયેલા હાથ કે ચમચા, વાસણ વગેરેથી ભિક્ષા લેવી, તે કૃક્ષિત દોષ છે. (૩૫) અચિત્ત કલ્પનીય વસ્તુ, સચિત્ત વસ્તુ પર રાખેલી હોય કે તેને સ્પર્શેલી હોય, તેને લેવી તે નિક્ષિપ્ત દોષ છે. (૩૬) સચિત્ત વસ્તુથી ઢાંકેલી અચિત્ત કલ્પનીય વસ્તુ લેવી, તે પિહિત દોષ છે. (૩૭) સચિત્ત વસ્તુના પાત્રને ખાલી કરી, દાતા તે પાત્ર દ્વારા ભિક્ષા દે, તે સાહરિય દોષ છે. (૩૮) બાળક, અન્ધ વ્યક્તિ, પૂરા મહીનાવાળી ગર્ભવતી સ્ત્રી અને વિરાધના કરતાં-કરતાં વહોરાવનાર વ્યક્તિ પાસેથી ભિક્ષા લેવી, તે દાયક દોષ છે. (૩૯) અચિત્ત પદાર્થમાં સચિત્ત પદાર્થ, જેમ કે— મીઠું, આખું જીરું, ચારોળી, ખસખસના દાણા વગેરે નાંખ્યા હોય અને તે અચિત્ત ન થયા હોય તેવા પદાર્થ લેવા, તે મિશ્ર દોષ છે. (૪૦) અથાણા, કચૂમર, ઓળા અને અર્ધપક્વ ખાધ પદાર્થ તેમજ ધોવણ પાણી અથવા ગરમ પાણી કે જે પૂર્ણ રૂપે શસ્ત્ર પરિણત ન થયા હોય, તેવા પદાર્થો ગ્રહણ કરવા, તે અપરિણત દોષ કહેવાય છે. (૪૧) સચિત્ત મીઠું, પૃથ્વી ખાર, માટી વગેરે પૃથ્વીકાયના ચૂર્ણથી તેમજ વનસ્પતિના પિષ્ટ–ચૂર્ણ અને છોતરા આદિથી હાથ વગેરે ખરડાયેલા હોય તેના દ્વારા ભિક્ષા લેવી, તે લિપ્ત દોષ છે. (૪૨) દાતા પાણી કે ' Page #199 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર પરિશિષ્ટ વિભાગઃ ગોચરી નિયમ ૧૯૯ આહાર કોઈ પણ વસ્તુને વેરાતાં કે ઢોળતાં વહોરાવે, તે છર્દિત દોષ કહેવાય છે. આવશ્યક સૂત્રના શ્રમણ સૂત્રમાં આવતા ગોચરી સંબંધી દોષો આ પ્રમાણે છે (૪૩) આજ્ઞા લીધા વગર અર્ધા ખુલ્લા કે અંદરથી બંધ ન કરેલા દરવાજા ખોલીને ગોચરી માટે જવું, તે દોષ છે. (૪૪) ગોચરી માટે ભ્રમણ કરતા મુનિને કૂતરી કે બાલિકા અથવા સ્ત્રી વગેરેનો સ્પર્શ-સંઘટ્ટો થાય અને સાધ્વીને કૂતરા, બાળક કે પુરુષ વગેરેનો સંઘટ્ટો થાય, તે દોષ છે. (૪૫) નિર્દોષ ખાદ્ય સામગ્રી સાધુને વહોરાવવા માટે એક જગ્યાએ એકઠી કરીને રાખી હોય, અથવા જે આહાર કોઈને દેવા માટે નિશ્ચિત્ત કરેલો હોય, તેમાંથી ભિક્ષા લેતાં દોષ લાગે છે તેને મંડીપાહુડિયાદોષ કહેવાય છે. (૪૬) શ્રાદ્ધ વગેરે પ્રસંગે સાધુને વહોરાવતાં પહેલાં પક્ષીઓ માટે ખાદ્ય પદાર્થને દિશાઓમાં ફેંકીને પછી વહોરાવે, તે બલિ પાહુડિયા દોષ છે. (૪૭) આહારાદિ વહોરાવતા દાતા વચ્ચે કોઈ ચીજ ફેકે, તેમજ આહાર વાપરતા સમયે કે આહાર કર્યા પછી મુનિ કોઈ પદાર્થને અમનોજ્ઞ કે વધારે માત્રામાં હોવાથી પરઠે તો તે પરિસ્થાપનિકા દોષ છે. (૫૦) માંગી-માંગીને ભિક્ષા પ્રાપ્ત કરવી, તે અવભાસણ દોષ છે.(આ ૪ર દોષ માંહેનો વીમગ દોષ છે.) ઉત્તરાધ્યયન સૂત્ર અધ્ય. ૧૭ અને રડમાં એષણા શુદ્ધિ માટે નીચેના સૂચનો છે (૫૧) અન્ય ઘરોમાં ગોચરી ન જતાં સ્વજનોને ત્યાંથી જ ગોચરી કરે, તે દોષ છે. (પર) મુનિ છ કારણે આહાર કરે અને આહારની ગવેષણા કરે, જેમ કે– ૧. સુધાવેદનીયના ઉપશમ માટે, ર. આચાર્યાદિની સેવા માટે, ૩. ઈર્ષા સમિતિના શોધન માટે અર્થાત્ ગમનાગમનના વિવેક માટે, ૪. સંયમ નિર્વાહ માટે, ૫. દસ પ્રાણોને ધારણ કરવા માટે, ૬. ધર્મ ધ્યાનની વૃદ્ધિ માટે. (૫૩) મુનિ છ કારણે આહાર છોડી દે, જેમ કે– ૧. વિશિષ્ટ રોગાતક થાય ત્યારે વૈર્ય રાખી આહારનો ત્યાગ કરવો. ૨. ઉપસર્ગ આવે ત્યારે આહારના પ્રત્યાખ્યાન કરવા. ૩. બ્રહ્મચર્યની પાલના સુરક્ષા માટે આહાર છોડી તપસ્યા કરવી. ૪. જીવદયા માટે અર્થાત્ વરસાદ વરસતો હોય કે ત્રસ જીવોની વધારે ઉત્પતિ થઈ જાય તો ગોચરી ન જવું. પ. તપશ્ચર્યા કરવા માટે . અનશન(સંથારો) કરવા માટે આહારનો ત્યાગ કરે. આચારાંગ સૂત્ર શુ–૨, અ-૧માં એષણા શુદ્ધિ સંબંધી અનેકાનેક સૂચનો છે તે માંહેના વિશેષ વિધાનો આ પ્રમાણે છે (૫૪) યાત્રા મેળો, મહોત્સવ વગેરેમાં ભિક્ષાચરો માટેની દાનશાળામાંથી સામાન્ય રીતે જૈન શ્રમણો આહાર લેતા નથી પરંતુ અન્યત્ર આહાર ન મળે તેવી પરિસ્થિતિમાં, દાન દેવાય જાય અને ઘરના લોકો કે કર્મચારી જમવા બેસે ત્યારે ત્યાંથી ગોચરી લઈ શકાય છે. (૫૫) નિત્યદાનપિંડ, નિત્યનિમંત્રણપિંડ, બનેલા ભોજનનો અર્ધો ભાગ, ચોથો ભાગ વગેરે જ્યાં દરરોજ દાન દેવાતું હોય તેવા Page #200 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત પ્રસિદ્ઘ દાન કુલો(ઘરો)માંથી ભિક્ષા ગ્રહણ ન કરવી. (૫) લગ્ન નિમિત્તના ભોજન પ્રસંગે જ્યાં જનાકીર્ણતા હોય ત્યાં ગોચરી ન જવું. (૫૭) મૃત્યુ પ્રસંગે કે જન્માદિ મહોત્સવ પ્રસંગે તેમજ અનેક ગામડાઓનો ઘણો મોટો જમણવાર હોય અથવા નાનો જમણવાર હોય તેમાં પણ લોકોનું આવાગમન બહુ હોય, ત્યારે ત્યાં ગોચરી જવું નહીં. (૫૮) ગરમ પદાર્થને ફૂંક મારીને વહોરાવે તે ભેખ્ખ દોષ. (૫૯) સાધુ માટે પવન નાખીને ઠંડા કરેલા આહારાદિ વહોરાવે તે વખ્ત દોષ. ભગવતી સૂત્ર શતક–૭, ઉદ્દેશા—૧માં દર્શાવેલા શ્રમણના પરિભોગૈષણા સંબંધી દોષો આ પ્રમાણે છે— ૨૦૦ (૬૦) મનોજ્ઞ, સ્વાદિષ્ટ આહાર કરતા મુનિ મનમાં ખુશ થાય. આહારની અને દાતાની પ્રશંસા કરે તો ઈંગાલ દોષ(અંગાર દોષ) છે. તે પ્રમાણે પ્રશંસા કરવાથી સંયમ ગુણો અંગારા સમાન થઈ જાય છે. (૧) મુનિ અમનોજ્ઞ, પ્રતિકૂલ આહાર કરતાં મસ્તક હલાવતાં, આંખ, મુખ વગેરે બગાડતાં, મનમાં ખિન્ન બનીને આહાર કરે અને તે આહારની કે દાતાની નિંદા કરે તે, ધૂમ દોષ છે. તેમ કરતાં સાધકના સંયમગુણો ધૂમાડા સમાન થઈ જાય છે. (ર) મુનિ ખાદ્ય પદાર્થને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં સંયોજ્ય પદાર્થ, જેવા કે– મીઠું, મરચું, ખાંડ, ગોળ વગેરેનો સંયોગ કરીને ખાય તે સંયોજના દોષ છે. (૩) મુનિ શરીરની આવશ્યકતા કરતાં વધારે આહાર કરે, ઠાંસી-ઠાંસીને આહાર કરે, તે પ્રમાણાતિક્રાંત દોષ છે. (૪) સૂર્યોદય પૂર્વ કે સૂર્યાસ્ત પછી આહાર કરે, તે ક્ષેત્રાતિક્રાંત દોષ કહ્યું છે.(ખરેખર એ રાત્રિ ભોજન દોષ છે.) (૫) પ્રથમ પ્રહરમાં ગ્રહણ કરેલા આહાર, પાણી ચોથા પ્રહરમાં રાખે અને તેનું સેવન કરે, તે કાલાતિક્રાંત દોષ છે. (૬) વિહાર વગેરેના પ્રસંગે બે ગાઉથી વધારે દૂર આહાર-પાણી લઈ જાય અને વાપરે, તે માર્ગતિક્રાંત દોષ છે. (૬૭) દુષ્કાળ માટે લોકોને આપવા બનાવેલો આહાર(દુષ્કાળ ભક્ત) ન લેવો. (૬૮) દીન દુ:ખીઓ માટે બનાવેલો (કિવિણ ભક્ત) આહાર ન લેવો. (૯) બીમારો માટે બનાવેલો કે અપાતો(ગિલાણ ભક્ત) આહાર ન લેવો. (૭૦) અનાથ લોકો માટે તૈયાર કરેલો(અનાથ પિંડ) આહાર ન લેવો. (૭૧) અતિવૃષ્ટિથી પીડિત લોકો માટે બનાવેલો(બદલિયા ભક્ત) આહાર ન લેવો. (૭૨) સાધુ માટે સુધારેલા ફળના ટુકડા કે રસ, અથવા ટુકડા કરીને મેવા વગેરે તેમજ વાટીને, મથીને તૈયાર કરેલો આહાર વહોરાવે; તો તે રચિત દોષવાળા કહેવાય છે. દાતા ખાદ્ય પદાર્થોનું પરિવર્તન કે રૂપાંતર કરીને આપે તે પણ રચિત દોષ છે. (૭૩) ગૃહસ્થનું આમંત્રણ કે નિમંત્રણ સ્વીકારી, તેને ઘરે ગોચરી વહોરવી તે નિમંત્રણ પિંડ દોષ છે. અનાગ્રહ ભાવે સાધુને નિવેદન કરવું કે ભાવના ભાવવી તે સુપાત્રદાનની લાગણી કહેવાય છે. તેમાં પણ અનાગ્રહ ભાવોનો અને નિર્દોષતાનો વિવેક હોવો જરૂરી છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્રઃ પરિશિષ્ટ વિભાગઃ ગોચરી નિયમ ૨૦૧ પ્રશ્નવ્યાકરણ સૂત્રના પ્રથમ અહિંસા સંવર દ્વારમાં આહાર સંબંધી ઘણાં વિધિ નિષેધ છે, તેમાં વિશેષ સૂચન આ પ્રમાણે છે– (૭૪) મુનિ ગૃહસ્થના ઘરેથી પોતાના હાથે આહાર ગ્રહણ ન કરે. (ગૃહસ્થની આજ્ઞાથી પાણી લેવામાં દોષ નથી, જિનાજ્ઞા છે. – આચારાંગ સૂત્ર) (૭૫) મુનિ ગૃહસ્થની ખુશામત કરીને આહાર પ્રાપ્ત ન કરે. (૭) આહાર કરતાં પહેલાં મુનિ આખા શરીરને પૂંજીને પછી આહાર કરવા બેસે. (૭૭) મુનિ મૌનપૂર્વક આહાર કરે. (૭૮) અતિ ધીરે કે અતિ ઉતાવળે આહાર ન કરે. (૭૯) આહાર કરતાં મુખથી ચવચવ કે સુડ-ટુડનો અવાજ કરતાં અર્થાત્ સબડકા લઈને આહાર કરે તો તે દોષ રૂપ છે. નિશીથ સૂત્રમાં પ્રાયશ્ચિત્ત વિધાન કરતાં એષણા સમિતિ સંબંધી સૂચનો છે. તેમાં વિશેષ સૂચન આ પ્રમાણે છે– (૮૦) આ વાસણમાં શું છે? પેલા વાસણમાં શું છે? તેમ પૂછી પૂછીને મુનિ આહાર પ્રાપ્ત કરે તો પ્રાયશ્ચિત્ત (૮૧) મુનિ મોટે અવાજે માંગે કે કુતૂહલ ભાવે યાચના કરે તો પ્રાયશ્ચિત્ત (૮૨) મુનિ પહેલાં કંઈપણ દોષ દેખાડી ગોચરી ગ્રહણ કરવાનો નિષેધ કરે અને પછી ચિત્તની ચંચલતા થતાં ગૃહસ્થની પાછળ જઈખુશામત કરે તો પ્રાયશ્ચિત્ત (૮૩) મુનિ ગૃહસ્થો વગેરેને આહારાદિ આપે તો પ્રાયશ્ચિત્ત (૮૪) મુનિ પાસસ્થા–શિથિલાચારી સાધુને આહારદે અને તેના પાસેથી લે તો પ્રાયશ્ચિત્ત (૮૫) મુનિ લોક વ્યવહારમાં જુગુણિત અને નિંદિત ગહિત તેમજ આગમમાં નિષિદ્ધકુલોમાં ગોચરી જાય તો પ્રાયશ્ચિત્ત (૮૬) મુનિ શય્યાદાતા (રહેવાનું સ્થાન આપનાર)નો આહાર કે તેની દલાલીનો આહાર ગ્રહણ કરે તો પ્રાયશ્ચિત્ત (૮૭) મુનિ ગુરુ આચાર્યાદિની આજ્ઞા વિના દૂધ, દહીં વગેરે વિષયોનું સેવન કરે તો પ્રાયશ્ચિત્ત.(નિશીથ સૂત્રમાં પ્રાયશ્ચિત્તોના જ વિધાન છે માટે અહીં દરેકમાં પ્રાયશ્ચિત્ત શબ્દનો પ્રયોગ કર્યો છે.) દશવૈકાલિક સૂત્રના પાંચમા પિંડેષણા અધ્યયનના પ્રથમ ઉદ્દેશકમાં વર્ણિત કેટલાક વિધિ, નિયમ કે દોષ આ પ્રમાણે છે– (૮૮) વરસાદ વરસતો હોય, ધુમ્મસ પડતી હોય ત્યારે મુનિ ગોચરીએ ન જાય. વાવાઝોડાના સમયે અને ઉડનારા કે ચાલનારા ત્રસ જીવોની બહુ ઉત્પત્તિ થઈ હોય ત્યારે પણ ગોચરી ન જાય (૮૯) જે ગૃહસ્થ પોતાના ઘરે આવવાના ના પાડી હોય ત્યાં ગોચરી જવું નહીં. (૯૦) ગૃહસ્થની આજ્ઞા લીધા વિના વસ્ત્ર કે શણ વગેરેના પડદાને હટાવી ગોચરી જવું નહીં. (૯૧) નીચા(નાના) દ્વારવાળા કે અંધકાર યુક્ત ઓરડામાં ગોચરીએ જવું નહીં. (૯૨) ફૂલ, બીજ વગેરે સચિત્ત પદાર્થ ઘણા વિખરાયેલા હોય ત્યાં ગોચરી જવું નહીં. (૯૩) તત્કાલનું લીધેલું કે ધોયેલું આંગણું હોય તેમાં ચાલીને ગોચરી જવું નહીં. (૯૪) ઘરના દરવાજામાં Page #202 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત બકરા, બાળક, કૂતરા, વાછરડા વગેરે બેઠાં, ઊભા કે સૂતાં હોય તો તેને ઓળંગીને ગોચરીએ જવું નહીં. (૯૫) શુચિધર્મી(ચોક્ખાઈની પરંપરાવાળા) કુલોમાં રસોઈ ઘર વગેરે જ્યાં સુધી આવવાની ગૃહસ્થની મર્યાદા હોય ત્યાં સુધી જ જવું, તેનાથી આગળ જવું નહીં. (૯૬) વહોરાવવા સમયે દાતાના પગ નીચે ત્રસ જીવ, બીજ, લીલોતરી વગેરે દબાઈ જાય તેમજ સચિત્ત પાણીનો સ્પર્શ(સંઘટ્ટો) કે કોઈ પ્રકારે પાણીની વિરાધના થઈ જાય તો તે ઘરથી ગોચરી ન લેવી. (૯૭) ગોચરી વહોરાવવાના પહેલાં કે પછી દાતા પાણીથી હાથ, ચમચા વગેરે ધોવે તો તે પૂર્વકર્મ અને પશ્ચાત્કર્મ દોષ થાય, માટે ભિક્ષુએ તે વિષયમાં વિવેકપૂર્વક ભિક્ષા ગ્રહણ કરવી. (૯૮) ગર્ભવતી સ્ત્રી માટે બનાવેલા આહારમાંથી તેના વાપર્યા પહેલાં લેવું નહીં. (૯૯) ગર્ભવતી સ્ત્રીને પ્રસૂતિ કાળનો માસ ચાલતો હોય ત્યારે તેને સાધુ માટે ઊઠવું કે બેસવું પડે તે રીતે મુનિએ ગોચરી ન લેવી; તે સ્ત્રી બેઠેલી કે ઊભી રહેલી જેમ હોય તેમ વહોરાવે તો ભિક્ષા લઈ શકાય. (૧૦૦) બાળકને દુગ્ધ પાન કરાવતી સ્ત્રી તેને રડતો મૂકીને ગોચરી વહોરાવે તો તેના હાથે મુનિએ ગોચરી ન લેવી. (૧૦૧) ભારે વાસણ કે પદાર્થ મુશ્કેલીથી ઉપાડીને દાતા વહોરાવે તો ગોચરી ન લેવી. (૧૦૨) મુનિએ દાન, પુણ્ય માટે કે ગરીબ ભિખારી માટે તેમજ સાધુ સન્યાસીઓ માટે બનાવેલો આહાર ન લેવો, તે દાનપિંડ દોષ છે. (૧૦૩) મુનિએ કંદ, મૂલ, આદું તેમજ ફૂલ, ફળ અને બીજ વગેરે સચિત્ત પદાર્થો વહોરવા નહીં. – દશવૈ. -૫/૧/૭૦. (૧૦૪) મુનિએ દુકાન વગેરેમાં ખુલ્લા પડેલા અને રજથી ભરેલા પદાર્થ વહોરવા નહીં. (૧૦૫) જેમાં ગોઠલી, ઠળિયા વગેરે ફેંકવાનું બહુ હોય તેવા અચિત પદાર્થ પણ વહોરવા નહીં, તે બહુઉજ્ગિત દોષ છે. (૧૦૬) મુનિએ ધોવણ પાણી કે છાશ વગેરે તૈયાર થતાં તત્કાલ વહોરવા નહીં; એક બે ઘડીનો સમય વ્યતીત થઈ જાય પછી લઈ શકાય છે. - ૨૦૨ દશવૈકાલિક સૂત્રના પાંચમા અઘ્યયનના બીજા ઉદ્દેશકમાં અને તે પછીના અધ્યયનોમાં વર્ણિત કેટલાક નિયમો આ પ્રમાણે છે. (૧૦૭) અન્ય કોઈ ભિક્ષાચર ઘરના દ્વાર પર ઊભા હોય તો મુનિએ ત્યાં તેને ઓળંગીને ગોચરી જવું નહીં અને તેની સામે ઊભા પણ રહેવું નહીં.(અધ્ય.પ/ર) (૧૦૮) મુનિ સામુદાનિક ગોચરી કરે અર્થાત્ નિક કે ગરીબના ભેદ ભાવ વિના ગોચરી કરે.(અઘ્ય.—૫/૨) (૧૦૯) મુનિ અજ્ઞાત ઘરોમાં એટલે કે પૂર્વ સૂચના વિનાના ઘરોમાં ગોચરી કરે અને એક જ ઘરમાં ગોચરી ન કરતાં, ગાયના અનેક જગ્યાથી ઘાસ ચરવાની જેમ અનેક ઘરોથી થોડી થોડી નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરે.(અધ્ય.—-૯) (૧૧૦) મુનિ પ્રાપ્ત આહારને બીજા દિવસ માટે રાખે નહીં. (અઘ્ય.—૧૦) (૧૧૧) ભિક્ષુ મધ, માંસ કે મત્સ્યનો આહાર કદાપિ કરે નહીં. અર્થાત્ મુનિ તેવી આહાર વૃત્તિથી દૂર રહે.(ચૂલિકા–૨/૭) Page #203 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર : પરિશિષ્ટ વિભાગ : ગોચરી નિયમ શ્રાવકના ઘરનો વિવેક સુપાત્રદાનનો લાભ ઇચ્છનારા શ્રમણોપાસકે પોતાના ઘરે આ પ્રમાણે વિવેક રાખવો જોઈએ, યથા– (૧) શ્રાવકના ઘરે રસોઈ કરવાનો સમય અને ભોજન કરવાનો સમય સ્વાભાવિક રીતે એવો હોવો જોઈએ કે તેને સહજ ગોચરી વહોરાવવાનો લાભ મળે. (૨) ઘરમાં દરરોજ બનતા અચિત્ત પદાર્થો અને સંગ્રહિત રાખેલા અચિત્ત પદાર્થોને યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને રાખવાનો એવો વિવેક હોવો જોઈએ કે અચાનક પધારેલા મુનિરાજને તે પદાર્થ સહજ વહેરાવી શકાય. (૩) ઘરમાં સચિત્ત અને અચિત્ત પદાર્થોને રાખવાની વ્યવસ્થા જુદી-જુદી હોવી જોઈએ. (૪) રસોડામાં કે જમવાના સ્થાને જ્યાં વહોરાવવાની ખાધ સામગ્રી રાખવામાં આવે ત્યાં સચિત્ત વસ્તુઓ જ્યાં ત્યાં વેરાયેલી કે વિખરાયેલી રાખવી નહીં. (૫) ઘરના પ્રવેશદ્વાર કે આવાગમનના માર્ગમાં ગોઠલી, બીજ વગેરે સચિત્ત પદાર્થ વેરાયેલા ન રાખવાની સૂચના કે સંસ્કાર ઘરના દરેક નાના-મોટા દરેક સભ્યને મળતા રહે તેમ ધ્યાન રાખવું જોઈએ. (૬) રસોડામાં કામમાં આવતા ચિત્ત પાણીનું માટલું કે ડોલ વગેરે રાખવાનું સ્થાન વિવેકપૂર્ણ હોવું જોઈએ. (૭) લીલા શાકભાજી સુધારવા માટે બેસવાની જગ્યા વિવેકપૂર્ણ હોવી જોઈએ અર્થાત્ માર્ગમાં ન બેસતાં એક બાજુએ બેસવું જોઈએ. (૮) ઘરનો મુખ્ય દરવાજો ગોચરી સમયે ખુલ્લો રાખવો અથવા અંદરથી બંધ ન રાખવો. 203 (૯) ઘરમાં કયારેક કોઈ ચિત્ત પદાર્થ ઘઉં, બાજરો વગેરે અનાજ કે શાકભાજીનો સુધારેલ કચરો વગેરે વેરાય જાય તો તેને તુરત ઝાડુ મારી સાફ કરવાની ટેવ હોવી જોઈએ. તેમાં આળસ કે બેદરકારી ન હોવી જોઈએ. (૧૦) ઘરના દરેક સભ્યોને સમયે સમયે ભિક્ષાના સુસંસ્કારોથી ભાવિત અને અભ્યસ્ત કરતા રહેવું જોઈએ. (૧૧) માંગનાર ભિખારી વગેરે ઘરના દરવાજા પર વધારે વાર ઊભા ન રહે, તેના દાન વિવેકનું ધ્યાન રાખવું જોઈએ. (૧૨) વહોરાવવા યોગ્ય પદાર્થોને સચિત્ત પદાર્થ પર કે સચિત્ત સ્થાનને સ્પર્શતાં તેમજ ગેસ ચૂલા આદિ પર રાખી મૂકવા નહીં. (૧૩) દિવસભર બીડીઓ પીવી, પાન ખાવા, સચિત્ત પદાર્થો ખાતા રહેવા, જમતી વખતે સચિત્ત પદાર્થ ખાવા કે તે પદાર્થો પોતાના સંઘટ્ટામાં(સ્પર્શાયેલા) રાખવા વગેરે અવિવેકવાળી પ્રવૃત્તિઓ છે. આ પ્રકારની આદતો અને પ્રવૃત્તિઓને સુધારવી આવશ્યક છે. અન્યથા સુપાત્રદાનનો(મુનિનો) સંયોગ મળવા છતાં તે લાભથી વંચિત રહેવુ પડે છે અને બારમા વ્રતમાં અતિચાર-દોષ પણ લાગે છે.(૧૪) શ્રાવકે નિઃસ્વાર્થપણે ભક્તિયુક્ત ભાવોથી તેમજ નિર્જરા માટે મુનિને વહોરાવવું. વહોરાવવામાં અભિમાન કે માયા, કપટના આચરણો અથવા રાગ-દ્વેષના ભાવો ન કરતાં વિવેકપૂર્વક શુદ્ધ સરલ ભાવે દાન આપવું જોઈએ. દાન દેતા સમયે વચન વ્યવહારનો પણ પૂર્ણ વિવેક રાખવો જોઈએ. Page #204 -------------------------------------------------------------------------- ________________ ૨૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જેનાગમ નવનીત આક્ષેપ, ઉપાલંભ કે તિરસ્કાર પૂર્ણ વચન અથવા કઠોર ભાષાનો પ્રયોગ કરવો નહીં. આ પ્રકારે ભાવ અને ભાષાના વિવેકથી મચ્છરિયા નામક બારમા વ્રતના પાંચમા અતિચારની શુદ્ધિ રહે છે. (૧૫) આ સર્વ વિવેકમાં પોતાનું બારમું વ્રત નિરતિચાર રહે, તે જ લક્ષ્ય માનસમાં રાખવું જોઈએ. સાધુનું નામ તે પ્રવૃત્તિઓમાં ન આવવું જોઈએ. સંક્ષેપમાં આ સર્વ શ્રાવકાચાર છે; વ્રતધારીનો વિવેક છે; સુપાત્ર દાનનો લાભ ઇચ્છનારનું કર્તવ્ય છે, તેમ માનવું અને સમજવું જોઈએ. નોંધ:- ગોચરીના દોષો અને નિયમોને દર્શાવતા કેલેન્ડર કે પોકેટ બુક ઘરમાં યથાસ્થાને રાખવા જોઈએ. તેથી અવારનવાર ઘરના સદસ્યોને તે જોવા વાંચવાનો સહજ સંયોગ થતો રહે અને જ્ઞાન વૃદ્ધિ થતી રહે. 'સચિત્ત અને અચિત્ત પરિજ્ઞાન જૈન શ્રમણ સચિત્ત(જીવયુક્ત પદાર્થ)ના ત્યાગી હોય છે. માટે શ્રમણોને સુપાત્રદાન આપનાર શ્રમણોપાસકને સચિત્ત-અચિત્ત પદાર્થોનું જ્ઞાન હોવું જરૂરી છે. તે જ્ઞાન માટે નિમ્ન મુદ્દાઓ સમજવા જેવા છે. (૧) શેકયા વગરનું મીઠું સચિત્ત છે. તેને કોઈ પણ પદાર્થ દહીં, છાશ, શાક વગેરેમાં જમતી સમય તત્કાલ નાખ્યું હોય તો તે સચિત્ત કહેવાય. અર્ધા મુહૂર્ત પછી તે અચિત્ત ગણાય. સંચળ અચિત્ત હોય છે, તેમ ધારણા પરંપરા છે. (૨) વરસાદનું, નદીનું વગેરે કોઈપણ પાણી સચિત્ત હોય છે. તેમાં કોઈ પણ પદાર્થનું મિશ્રણ થઈ જાય કે તેને ગરમ કર્યું હોય તો તે અચિત્ત થાય છે. દાતાના હાથ, પગ કે શરીર પર પાણીના છાંટા લાગેલા હોય તે પણ સચિત્ત કહેવાય. સ્નાન કર્યા પછી કેશ વગેરે ભીના હોય તો તે પણ પાણીનો અંશ સચિત્ત કહેવાય. (૩) પાકા ફળોમાંથી બી કે ઠળિયા નીકળી જાય તો તે અચિત્ત કહેવાય અને તે પહેલાં સચિત્ત કહેવાય. મીઠું, મરચું, મસાલા નાખેલા ટમેટામાં બી સચેત રહે છે માટે તે અચિત્ત ન કહેવાય. (૪) મેવામાં બદામ, પિસ્તા, ચારોળી વગેરે બીજરૂપ છે, તે ખંડિત ન થાય કે અગ્નિ પર ન ચઢે ત્યાં સુધી સચિત્ત કહેવાય. અંજીર વગેરે બી યુક્ત મેવા સચિત્ત છે અને અગ્નિથી શસ્ત્ર પરિણત થાય ત્યારે તે અચિત્ત થાય છે. (૫) લીલા શાકભાજી સચિત્ત હોય છે. તે શસ્ત્રથી છેદન ભેદન કે ટુકડા થયા હોય તો પણ સચિત્ત હોય છે. તે અગ્નિ પર પૂર્ણ ગરમ ન થઈ જાય ત્યાં સુધી સચિત્ત કહેવાય છે. લીંબુનો રસ અને મીઠું નાખેલા આવા શાકભાજીના પદાર્થો પણ અસંખ્ય કે અનંતજીવી હોવાના કારણે સંદેહપૂર્ણ હોવાથી એક દિવસ પછી જ અચિત્ત સમજવા જોઈએ. (૬) મીઠું, મરચું, મસાલો નાખેલી કાકડી વગેરે પદાર્થ પણ અસંખ્ય જીવી હોવાથી શસ્ત્ર પરિણત થતા નથી માટે તે પણ સચિત્ત ગણાય છે. (૭) દાળ, શાક તૈયાર થઈ અગ્નિ પરથી નીચે ઉતાર્યા પછી તેમાં કોથમીર વગેરે નાંખવામાં આવ્યા હોય અને તે ઉપરથી તાજા જ દેખાતા હોય તો તે પૂર્ણ Page #205 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્રઃ પરિશિષ્ટ વિભાગઃ ગોચરી નિયમ ૨૦૫ અચિત્ત થતા નથી. જો કોથમરી તે પદાર્થમાં એકમેક થઈ જાય કે કરમાઈ જાય તો તેને અચેત કહેવાય. (૮) કોથમીર વગેરેની ચટણી તત્કાલ સચિત્ત કહેવાય. અર્ધા મુહૂર્ત કે મુહૂર્ત પછી અચિત્ત થાય છે, કારણ કે તે પણ અસંખ્ય જીવી વનસ્પતિ છે. (૯) સૂકા ધાણા, જીરું, રાઈ, વરીયાળી, સુવા, અજમા, મેથી, એલચીના દાણા (બી) વગેરે બીજ રૂપ સર્વે પદાર્થો સચિત્ત હોય છે. અગ્નિ વગેરેથી શસ્ત્ર પરિણત થયા પછી અચિત્ત થાય છે કે પૂર્ણ પીસાઈ જાય તો અચિત્ત થાય છે. (૧૦) ઘઉં, બાજરી, ચણા, મઠ વગેરે ધાન્ય બી રૂપ હોય છે, તે સચિત્ત હોય છે. ભાત (ધાણી રહિત) અચિત્ત હોય છે. કોઈ પણ અનાજ કે કઠોળ પાણીમાં પલાળવાથી અચિત્ત થતા નથી, પસવાથી કે અગ્નિ પર ચઢવાથી અચિત્ત થાય. િસચિત્ત પદાર્થનો કે તેને સ્પર્શિત વ્યક્તિનો વિવેક (૧) જે દાતાના હાથ-પગ વગેરે સચિત્ત પાણીથી ભીના હોય તો તેણે ગોચરી પધારેલા મુનિરાજ માટે બોલવું, ચાલવું કે ઇશારા કરવા યોગ્ય નથી, તેમ કરતાં પાણીના જીવોની વિરાધના થવાનો સંભવ રહે છે. (૨) અગ્નિ, લીલોતરી, બી વગેરે સચેત પદાર્થને સ્પર્શેલી વ્યક્તિ મુનિને ગોચરી વહોરાવી શકતી નથી. જો સહજ રીતે તે પદાર્થોનો સ્પર્શ છૂટી જાય, પછી તેના દ્વારા બોલવા, ચાલવા કે ઇશારા કરવામાં કોઈ વિરાધનાની સંભાવના રહેતી નથી. પ્રશ્ન-વાર્તા પ્રશ્ન-૧ શું રેફ્રીજરેટર કે ડાયનીંગ ટેબલ પર સંગ્રહ કરેલા ખાદ્ય પદાર્થ સાધુને માટે અકલ્પનીય ગણાય? ઉત્તર : રેફ્રીજરેટર કે ડાયનીંગ ટેબલ વગેરે સ્થિર અને ભારે પદાર્થો ઉપરનો સંગ્રહ અકલ્પનીય થાય તેવી સૂચના કોઈ પણ આગમમાં નથી. ગોચરીના દરેક નિયમોનું હાર્દ એ છે કે આહાર-પાણી વહોરાવવાના નિમિત્તે ત્રસકે સ્થાવર કોઈ પણ પ્રાણી, વનસ્પતિની વિરાધના ન થાય, તેનો વિવેક રાખવો જોઈએ. પ્રશ્ન-૨૦ રેફ્રીજરેટરમાં રાખેલા પદાર્થો જૈન મુનિરાજને ગ્રાહ્ય છે? વ્રતધારી શ્રમણો પાસક(શ્રાવક) વહોરાવી શકે? ઉત્તર : શ્રમણોપાસકે પોતાના ઉપયોગ માટે ફ્રીજમાંથી ખાદ્ય પદાર્થો બહાર કાઢયા હોય અને તે અચિત્ત હોય તો તે દાન દેવા અને ગ્રહણ કરવા યોગ્ય હોય છે. સાધુ માટે ફ્રીજમાંથી કાઢતાં સચિત્તનો સ્પર્શ થાય, પાણી અને બરફનો સ્પર્શ થાય કે ફ્રીજ ખોલતાં લાઈટ થાય વગેરે વિરાધનાઓ સામાન્ય રીતે થાય છે. જો તેમાંથી કોઈ પણ વિરાધનાની સંભાવના હોય તો તે ફ્રીજના પદાર્થો સાધુને અકલ્પનીય છે અને સાધુ માટે પદાર્થો ફીજમાંથી કાઢીને વહોરાવવા, શ્રાવક માટે યોગ્ય નથી. જો પરિસ્થિતિ વશ તેવું આચરણ Page #206 -------------------------------------------------------------------------- ________________ ૦૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત 1:0 કરવામાં આવે તો તેનું શ્રાવક અને સાધુ બંન્નેએ પ્રાયશ્ચિત્ત કરવાનું થાય છે. તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પ્રશ્ન-૩ : શું ડાયર્નિંગ ટેબલ પર સચિત્ત પદાર્થો રાખવા કે અચિત્ત વહોરાવવાના પદાર્થો ફ્રીજમાં રાખવા શ્રાવકને યોગ્ય છે ? ઉત્તર : ડાયનિંગ ટેબલ પર જ્યારે અચિત્ત ખાધ પદાર્થ રાખ્યા હોય ત્યારે સચેત પદાર્થ રાખવા શ્રાવકના વ્રતનો અતિચાર છે અને વહોરાવવા યોગ્ય પદાર્થોને ફ્રીજમાં રાખવા એ પણ શ્રાવક વ્રતનો અતિચાર જ કહેવાય. જો પદાર્થો ખરાબ થવાના કારણે ફ્રીજમાં રાખવા પડે તો પણ જમતી સમયે કે ભાવના ભાવતી સમયે તે પદાર્થો ફ્રીજમાં રખાય નહીં અન્યથા વ્રતમાં અતિચાર સમજવો. પ્રશ્ન-૪ : મુનિરાજને ફળ કે મેવા કેમ વહોરવાય ? ઉત્તર ઃ જે મેવાના પદાર્થો સચિત હોય, ફળ બીજ યુક્ત હોય તો મુનિરાજને માટે અચિત કરીને ન વહોરાવાય. ઘરના સભ્યોને જો સચિતનો ત્યાગ હોય, તો તેના માટે જે પદાર્થો અચિત્ત થાય અથવા જે ફળ કે મેવા ઘરમાં સામાન્ય રીતે અચિત્ત કરીને જ ખાવાનો રિવાજ હોય તો સંયોગ મળતાં મુનિરાજને વહોરાવી શકાય. પ્રશ્ન-૫ ઃ મુનિરાજને નિર્દોષ પાણી કેમ વહોરાવાય ? ઉત્તર : જે શ્રાવક-શ્રાવિકા સચિત્તના ત્યાગી હોય, તેના ઘરના કોઈપણ સભ્ય સચિત્ત પાણી પીવાના કે સચિત્ત પાણીથી સ્નાન કરવાના ત્યાગી હોય અથવા તો કોઈ પણ કારણથી ઘરમાં ગરમપાણી વપરાતું હોય તો તે ગૃહસ્થ માટે કરેલા પાણીમાંથી અચાનક પધારતા મુનિરાજને નિર્દોષપાણી વહોરાવી શકાય. તે સિવાય ઘરના કાર્યક્રમના રિવાજ અનુસાર કોઈ પણ અચિત્ત ધોવણ પાણી થતું હોય અને તે પીવા લાયક હોય અને ગૃહસ્થને અનાવશ્યક કે ફેંકવા માટે પડ્યું હોય, તે પાણીને મુનિરાજ લેવા ઇચ્છે તો વહોરાવી શકાય. પ્રશ્ન-5 : શું સાધુ માટે ગરમ પાણી કે ધોવણ પાણી બનાવી શકાય ? ઉત્તર ઃ સાધુ-સાધ્વી માટે ગરમ પાણી કે ધોવણ પાણી બનાવવું એ દોષ છે. તેમ કરવાનો રિવાજ થઈ જાય તો પણ તે દોષનું પ્રાયશ્ચિત્ત સાધુ-શ્રાવક બંનેને કરી લેવું જોઈએ. પ્રાયશ્ચિત્ત ન કરવું એ શિથિલાચારના સેવન અને અનુમોદન રૂપ થાય છે. પ્રશ્ન-૬ : શું જૈન શ્રમણ શ્રાવકોનો શ્રાવકાચાર શીખવી ન શકે ? ઉત્તર ઃ ઉપદેશ રૂપ સમજાવવામાં સંયમની મર્યાદા રહે છે. જે શ્રમણ ભાષા સમિતિનો વિવેક જાળવી શકે તે શ્રમણ શ્રાવકોને શ્રાવકાચાર શીખવી શકે છે. તે ઉપરાંત આદેશ કે પ્રેરણા અથવા આગ્રહના વ્યવહાર પોતાની સગવડ માટે ન જ કરવા જોઈએ. તેમજ પોતાની સગવડનો સ્વીકાર કરનારની પ્રશંસા કે સન્માન વ્યાખ્યાન આદિ કોઈ સભામાં કરવું, તે પૂર્વ-પશ્ચાત્ સંસ્તવ દોષ છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર: પરિશિષ્ટ વિભાગ: તેત્રીસ બોલા ૨૦ પરિશિષ્ટ-૩ઃ તેત્રીસ બોલ વિસ્તાર પહેલા બોલથી છઠ્ઠા બોલ સુધી પ્રચલિત અને સરલ બોલ છે. તે આવશ્યક સુત્ર સારાંશમાં પુષ્ટ ૧૮માં આપી દીધા છે. બાકીના બોલોમાંથી કેટલાંક બોલોનો વિસ્તાર અહીં આપ્યો છે. તે દરેક સંયમ સાધકે જાણવા અને કંઠસ્થ કરવા બહુ ઉપયોગી છે. ભયનાં સાત સ્થાન:- ભય એ મોહનીય કર્મની એક પ્રકૃતિ છે. તેના પ્રભાવથી થતાં આત્મ પરિણામને ભય કહેવાય છે. તે સાત પ્રકારના છે ૧. ઈહલોક ભયઃ સજાતીય ભય. મનુષ્યને મનુષ્યથી થતો ભય. ૨. પરલોક ભય : વિજાતીય ભય, તિર્યંચ, દેવ આદિથી થતો ભય. ૩. આદાન ભયઃ ધન આદિના અપહરણથી થતો ભય.૪. અકસ્માત્ ભયઃ બાહ્યનિમિત્તો વિના પોતાના જ સંકલ્પોથી થતો ભય. ૫. વેદના ભય: પીડા આદિથી ઉત્પન્ન થતો ભય. દ મરણ ભય: મરણનો ભય. ૭. અયશ ભય: અપકીતિનો ભય. આઠ મદ :- ૧. જાતિમદ ૨. કુળમદ ૩. બળમદ ૪. રૂપમદ ૫. તપમદ . સૂત્રમદ ૭. લાભમદ ૮. ઐશ્વર્યમદ – પ્રજ્ઞાપના સૂત્ર. બ્રહ્મચર્યની નવગુપ્તિઓ(નવ વાડ):- ૧.વિવિક્તઃ સ્ત્રી, પશુ રહિત શય્યા– ઉપાશ્રયનું સેવન કરવું. ૨. સ્ત્રી સંબંધી કથા, વાર્તા, ચર્ચા આદિ ન કરવાં. ૩. સ્ત્રીની સાથે એક આસન પર ન બેસવું અને તેના ઉડ્યા પછી પણ તે સ્થાન પર થોડા સમય(કેટલોક વખત) સુધી બેસવું નહીં. દ. પૂર્વ અવસ્થામાં ભોગવેલાં ભોગોની સ્મૃતિ કરવી નહીં.(ચિંતન કરવું નહીં.) ૭. સદા પ્રણીત રસ એટલે અતિ સરસ આહાર કરવો નહીં. ૮. અધિક માત્રામાં આહાર કરવો નહીં. ૯. વિભૂષાવૃત્તિ : સ્નાન શૃંગાર(શણગાર) કરવો નહીં. ૧૦. શબ્દાદિ ઇન્દ્રિયોના વિષયોમાં તથા યશકીર્તિ પ્રશંસામાં આસક્ત થવું નહીં. નોંધઃ- આ દસમો બોલ ઉત્તરાધ્યયન સૂત્રના અધ્યયન–૧૬માંથી લેવામાં આવ્યો છે. દશ પ્રકારનો શ્રમણધર્મ(સાધુધર્મ):– ૧.ક્ષાન્તિ–ક્ષમા. ક્રોધનો વિવેક (ત્યાગ) ૨. મુક્તિ-અકિંચન-લોભનો વિવેક(ત્યાગ) ૩. આર્જવ-ઋજુતા. માયાનો વિવેક(ત્યાગ) ૪. માર્દવ-મૃદુતા. માનનો વિવેક(ત્યાગ) ૫. લાઘવ- લઘુતા. હલકાપણું-અપ્રતિબદ્ધતા દ. સત્ય-મહાવ્રત આદિ પાલનમાં સત્યનિષ્ઠા ૭. સંયમ-ઇન્દ્રિય નિગ્રહ આદિ ૮. તપ-અનશન આદિ ૯. ત્યાગ-સાધર્મિક સાધુઓને ભોજન આદિ દેવું. ૧૦. બ્રહ્મચર્યવાસ–નિયમ, ઉપનિયમ અને દસ સમાધિયુક્ત બ્રહ્મચર્યનું પાલન. અગિયાર શ્રાવક પડિમા- દશાશ્રુત સ્કંધ સૂત્રમાં(છેદ શાસ્ત્રખંડ-૪માં) જુઓ. Page #208 -------------------------------------------------------------------------- ________________ | ૨૦૮ ૨૦૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત બાર ભિક્ષુની પડિમા- દશાશ્રુત સ્કંધ સૂત્રમાં (છેદશાસ્ત્ર ખંડ-૪માં) જુઓ. તેર ક્રિયા સ્થાન– ક્રિયાનો સામાન્ય અર્થ છે પ્રવૃત્તિ. પ્રસ્તુત પ્રસંગમાં તે પ્રવૃત્તિઓનું સંકલન છે કે જે કર્મબંધના હેતુભૂત છે. સૂત્રોમાં ક્રિયાઓના વિવિધ પ્રકારના વર્ગીકરણ મળી આવે છે. અહીં પૂર્ણતઃ સૂયગડાંગ સૂત્ર અનુસાર તેર ક્રિયાઓનો ઉલ્લેખ છે. માટે ત્યાં જુઓ.(ઉપદેશ શાસ્ત્ર ખંડ–રમાં) જીવના ચૌદ ભેદ – પ્રજ્ઞાપના સૂત્રમાં જુઓ.(સારાંશ ખંડ–દમાં) પરમાધામીના પંદર ભેદ – પ્રજ્ઞાપના સૂત્રમાં જુઓ.(સારાંશ ખંડ-માં) સૂયગડાંગ સૂત્રના સોળ અધ્યયન – સૂત્ર કૃતાંગ સૂત્રમાં જુઓ.(ખંડ–રમાં) સત્તર પ્રકારનો અસંયમ – ૧. પૃથ્વીકાય અસંયમ ૨. અપ્લાય અસંયમ ૩. તેઉકાય અસંયમ ૪. વાઉકાય અસંયમ ૫. વનસ્પતિકાય અસંયમ ૬. બેઈન્દ્રિય અસંયમ ૭. તે ઇન્દ્રિય અસંયમ ૮. ચૌરેન્દ્રિય અસંયમ ૯. પંચેન્દ્રિય અસંયમ ૧૦. અજીવકાય અસંયમ ૧૧. પ્રેક્ષા અસંયમ ૧૨. ઉપેક્ષા અસંયમ ૧૩. અપહત્ય અસંયમ ૧૪. અપ્રમાર્જના અસંયમ ૧૫. મન અસંયમ ૧, વચન અસંયમ ૧૭. કાયા અસંયમ. સ્પષ્ટીકરણ – પૃથ્વીકાયાદિ પાંચ સ્થાવર જીવો અને બેઇન્દ્રિયાદિ ત્રસ જીવોનું મન, વચન, કાયાથી સંઘટન આદિ કરવું. તેને પીડા પહોંચાડવી એ તે જીવો પ્રત્યે કિરાતો અસંયમ છે. અજીવ વસ્તુઓ જે નિરંતર કામમાં લેવામાં આવે છે, તેના વ્યવહારમાં જે પ્રમાદ થાય છે, તે અજીવદાય અસંયમ છે. સ્થાન આદિનું પ્રતિલેખન કરવું નહીં અને સારી રીતે જોયા વિના કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવો તે પ્રેક્ષા અસંયમ છે. સાધક્ષ્મ શ્રમણોને સંયમ-નિયમ પ્રતિ પ્રેરિત કરવા તે ઉપેક્ષા અસંયમ છે. (પરિષ્ઠાપન) પરઠવા યોગ્ય પદાર્થોને યોગ્ય રીતે ન પરઠવા તે અપહૃત્ય અસંયમ છે. આવશ્યક સમયે પ્રમાર્જન ન કરવું કે અયોગ્ય રીતે પ્રમાર્જન કરવું તે અપ્રમાર્જના અસંયમ છે. અશુભ મનથી પ્રવૃતિ કરવી તે મન અસંયમ છે. અશુભ વચનથી પ્રવૃતિ કરવી તે વચન અસંયમ છે. કાયાની અસમ્યક પ્રવૃતિ તે કાયા અસંયમ છે. અઢાર પ્રકારનું અબ્રહ્મચર્ય :- ઔદારિક શરીર(મનુષ્ય-તિર્યચ) સંબંધી અબ્રહ્મચર્ય ૯ પ્રકારે(૩ કરણ, ૩ યોગ) અને વૈક્રિય શરીર(દેવ-દેવી) સંબંધી નવપ્રકારે(૩ કરણ, ૩યોગ) આ રીતે કુલ ૧૮ પ્રકારનું અબ્રહ્મચર્ય. બીજી રીતેનવ પ્રકારે મનુષ્ય સંબંધી અને નવપ્રકારે તિર્યંચ સંબંધી.(દવ સંબંધી સ્વભાવિક ન હોય, પરવશ પણે હોય) જ્ઞાતાસૂત્રના ઓગણીસ અધ્યયન – જ્ઞાતા સૂત્રમાં જુઓ. (સારાંશ ખંડ-૧) Page #209 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્રઃ પરિશિષ્ટ વિભાગ તેત્રીસ બોલ ૨૦૯ વીસ અસમાધિના સ્થાન – દશાશ્રુત સ્કંધ સૂત્રમાં જુઓ.(સારાંશ ખંડ-૪) એકવીસ પ્રકારના સબળા દોષ – દશાશ્રુત સ્કંધ સૂત્રમાં જુઓ.(ખંડ–1) બાવીસ પરિષહ – ઉત્તરાધ્યયન સૂત્રમાં જુઓ.(સારાંશ ખંડ-૨) ત્રેવીસ પ્રકારે સૂયગડાંગ સૂત્રના અધ્યયન છે. તે ત્યાં જુઓ. પ્રથમ શ્રુતસ્કંધમાં સોળ અને બીજા શ્રુતસ્કંધમાં સાત, એમ ત્રેવીસ થાય છે. (સારાંશ ખંડ–૨) ચોવીસ જાતના દેવઃ - ૧૦ ભવનપતિ, ૮તર, પજ્યોતિષી અને ૧વૈમાનિક; એ કુલ ૨૪ જાતના દેવતા. તેમજ ૨૪ તીર્થકર દેવો. પચ્ચીસ પ્રકારની ભાવના – આચાર સૂત્ર અને પ્રશ્ન સૂત્ર પૃષ્ટ૮૧/૧૭૩માંજુઓ. છવ્વીસ અધ્યયન – ૧. દશાશ્રુત સ્કંધ સૂત્રના–૧૦ અધ્યયન (દશા દશ છે). બલ્પ સૂત્રનાં– અધ્યયન(ઉદ્દેશક છે.) ૩. વ્યવહાર સૂત્રનાં–૧૦ અધ્યયન (ઉદ્દેશક છે) આ ત્રણે મળીને કુલ ર અધ્યયન થાય છે. સાધુના સત્તાવીસ ગુણો – ૧. પ્રાણાતિપાત વિરમણ ૨. મૃષાવાદ વિરમણ ૩. અદત્તાદાન વિરમણ ૪.મૈથુન વિરમણ પ. પરિગ્રહવિરમણ દ. શ્રોતેન્દ્રિયનિગ્રહ ૭. ચક્ષુઈન્દ્રિયનિગ્રહ૮. ધ્રાણેન્દ્રિયનિગ્રહ ૯. રસેન્દ્રિયનિગ્રહ ૧૦. સ્પર્શેન્દ્રિય નિગ્રહ ૧૧. ક્રોધ વિવેક ૧૨. માન વિવેક ૧૩. માયા વિવેક ૧૪. લોભ વિવેક ૧૫. ભાવ સત્ય-અંતરાત્માની પવિત્રતા ૧૬. કરણ સત્ય –ક્રિયાની પવિત્રતા ૧૭. યોગસત્ય-મન, વચન, કાયાનું સમ્યક પ્રવર્તનું ૧૮. ક્ષમા ૧૯. વૈરાગ્ય ૨૦. મન સમાહરણ–મનનો સમ્યક ઉપયોગ ૨૧. વચન સમાહરણ–વચનનો સમ્યક ઉપયોગ ૨૨. કાયા સમાહરણ-કાયાનો સમ્યક ઉપયોગ ૨૫. જ્ઞાન સંપન્નતા ૨૪. દર્શન સંપન્નતા ર૫. ચારિત્ર સંપનતા ૨૬. કષ્ટ–વેદનાની સહનશીલતા ૨૭. મારણાંતિક કષ્ટની સહનશીલતા. આવશ્યક હરિભદ્રીય ટીકા(પૃષ્ઠ ૧૧૩)માં જુદા પ્રકારથી ઉલ્લેખ છે. જેમ કે– રાત્રિ ભોજન વિરમણ સહિત વતષક, પાંચ ઇન્દ્રિય નિગ્રહ, છકાય સંયમ, ભાવ સત્ય, કરણ સત્ય, ક્ષમા, વિરાગતા, મન, વચન, કાયા નિગ્રહ, સંયમયોગ યુક્તતા, રોગાદિ વેદના સહન, મારણાંતિક કષ્ટ સહન. અઠ્ઠાવીસ આચાર પ્રકલ્પ – આચાર = આચારાંગ સૂત્રના બને શ્રુતસ્કંધના (૧+૯) પચ્ચીસ અધ્યયન. પ્રકલ્પ = નિશીથસૂત્રના ત્રણ અધ્યયન – લઘુ, ગુરુ અને આરોપણા. આ ર૫ + ૩ = ૨૮ આચારપ્રકલ્પ અધ્યયન છે. બીજી રીતે પ્રાયશ્ચિત્તની અપેક્ષાએ ૨૮ આચાર પ્રકલ્પ આ પ્રકારે છે– (૧) પાંચ દિવસનું પ્રાયશ્ચિત્ત (૨) આ જ રીતે દશ દિવસનું (૩) પંદર દિવસનું (૪) વીસ દિવસનું (પ) પચીસ દિવસનું (૬) એક મહિનાનું (૭) એકમાસને Page #210 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત પાંચ દિવસ (૮) એકમાસને દસ દિવસ (૯) એકમાસને પંદર દિવસ (૧૦) એક માસને વીસ દિવસ (૧૧) એક માસને પચીસ દિવસ (૧૨) બે માસનું (૧૩) બે માસને પાંચ દિવસ (૧૪) બે માસ ને દસ દિવસ (૧૫) બે માસને પંદર દિવસ (૧૬) બે માસને વીસ દિવસ (૧૭) બે માસને પચીસ દિવસ (૧૮) ત્રણ માસનું (૧૯) ત્રણ માસને પાંચ દિવસ (૨૦) ત્રણ માસને દસ દિવસ (૨૧) ત્રણ માસને પંદર દિવસ (રર) ત્રણ માસને વીસ દિવસ (૨૩) ત્રણ માસને પચીસ દિવસ (૨૪) ચાર માસનું પ્રાયશ્ચિત્ત (૨૫) લઘુ(અલ્પતમ) (ર૬) ગુરુ(મહત્તર) (૨૭) સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત આરોપણ (૨૮) થોડું ઓછું પ્રાયશ્ચિત્ત આરોપણ, જેમ કે એક માસ પ્રાયશ્ચિત્તને પંદર દિવસની આરોપણા અને બે માસને વીસ દિવસની આરોપણા. ઓગણત્રીસ પાપસૂત્ર – જે (શાસ્ત્ર) મોક્ષના હેતુ ભૂત નથી તેને અહીં પાપકૃત કહેવામાં આવ્યા છે. પ્રસંગ શબ્દના બે અર્થ છે–આસક્તિ અને આસેવન. તે પાપકૃત આ પ્રમાણે છે– (૧) ભૂમિ કંપશાસ્ત્ર (૨) ઉત્પાત શાસ્ત્ર (૩) સ્વપ્ન શાસ્ત્ર (૪) અંતરિક્ષ શાસ્ત્ર (૫) અંગ સ્કૂરણ (ડ) સ્વર શાસ્ત્ર (૭) વ્યંજન શાસ્ત્ર (૮) લક્ષણ શાસ્ત્ર. એ આઠના સૂત્ર, વૃત્તિ અને વાર્તિક એમ ત્રણ-ત્રણ પ્રકાર હોવાથી ૨૪ ભેદથાય છે. ર૫. વિકથાનુયોગ, ૨૬. વિદ્યાનુયોગ, ર૭. મંત્રાનુયોગ, ૨૮. યોગાનુયોગ, ૨૮. અન્ય તીર્થિક પ્રવૃત્તાનુયોગ. એકત્રીસ સિદ્ધના આદિ(આદ્ય) ગુણો – આદિ ગુણનો અર્થ છે મુક્ત થવાની પ્રથમ ક્ષણમાં થવાવાળા ગુણ. તેની સંખ્યા એકત્રીસ છે. આ સંખ્યા બે પ્રકારની બતાવવામાં આવી છે. ૧. જ્ઞાનાવરણીય કર્મની પાંચે પ્રકૃતિઓના ક્ષયથી નિષ્પન્ન ગુણ = પાંચ (૫) ૨. દર્શનાવરણીય કર્મની નવ પ્રકૃતિઓના ક્ષયથી નિષ્પન્ન ગુણ = નવ (૯) ૩. વેદનીય કર્મની બે પ્રકૃતિઓના ક્ષયથી નિષ્પન્ન ગુણ = બે (૨) ૪. મોહનીય કર્મની બે પ્રકૃતિઓના ક્ષયથી નિષ્પન્ન ગુણ = બે (૨) ૫. આયુષ્ય કર્મની ચાર પ્રકૃતિઓના ક્ષયથી નિષ્પન્ન ગુણ = ચાર (૪) ૬. નામ કર્મની બે પ્રકૃતિઓના ક્ષયથી નિષ્પન્ન ગુણ = બે (૨) ૭. ગોત્ર કર્મની બે પ્રકૃતિઓના ક્ષયથી નિષ્પન ગુણ = બે (૨) ૮. અંતરાય કર્મની પાંચ પ્રકૃતિઓના ક્ષયથી નિષ્પન ગુણ = પાંચ (૫) બીજા પ્રકારની સંખ્યાની ગણતરીમાં સંસ્થાન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને વેદ એ છ ઘટક તત્ત્વ છે. (૧) સંસ્થાન : લાંબુ, ગોળ(લાડુ આકારે) ત્રિકોણ, ચોરસ, પરિમંડલ-ચૂડી આકારે = ૫. (૨) વર્ણઃ કાળો, નીલો, રાતો, પીળો, ઘોળો = ૫. (૩) ગંધઃ સુરભિ ગંધ, દુરભિ ગંધ = ૨. (૪) રસ: તીખો, કડવો, કસાયેલો, ખાટો, મીઠો = ૫. (૫) સ્પર્શ સુંવાળો, ખરસટ, હળવો, ભારે, શીત, Page #211 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર: પરિશિષ્ટ વિભાગ તેત્રીસ બોલ ૨૧૧ ઉષ્ણ, ચોપડ્યો અને લુખો = ૮ () વેદઃ સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ = ૩. આ કુલ ગુણ ૨૮ થાય છે. તે બધા ગુણોની સાથે “ન” કાર લગાવવો જોઈએ જેમ કે તે નદીર્ઘ છે, ન હૃસ્વ છે વગેરે વગેરે. તે સિવાયના ત્રણ ગુણ– અશરીરી, અજન્મા, અનાસક્ત; તેમ કુલ ૩૧ થાય છે. બત્રીસ યોગ સંગ્રહ – યોગનો અર્થ છે– મન, વચન ને કાયાથી પ્રવૃતિ. તે પ્રવૃતિઓનો સંગ્રહ કરવો, તેયોગ સંગ્રહ છે. અહીં શુભ(આદર્શ)કર્તવ્યોના બત્રીસ ગુણોને ભેગા કર્યા છે. તે આ પ્રમાણે છે૧. આલોચના પોતાના સેવિત–દોષને નિવેદન કરી પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવું. ૨. નિર૫લાપ કોઈના આલોચિત પ્રમાદને પ્રગટ ન કરવો. ૩. આપત્કાલમાં દઢધર્મતાઃ દઢ ધર્મી બની રહેવું. ૪. અનિશ્ચિતપધાનઃ બીજાની સહાયતા લીધા વિના તપ કરવું. ૫. શિક્ષા સૂત્રાર્થનું પઠન-પાઠન તથા ક્રિયાના આચરણ રૂપ શિક્ષા. દનિષ્પતિકર્મતા શરીરની સારસંભાળ તથા ચિકિત્સાનું વર્જન. ૭. અજ્ઞાતતાઃ અજાણપણે તપ કરવું, તેનું પ્રદર્શન કે પ્રખ્યાતિપણું કરવું નહીં અથવા અજ્ઞાત કુલની ગોચરી કરવી. ૮. અલોભઃ નિર્લોભતાનો અભ્યાસ કરવો. ૯. તિતિક્ષા કષ્ટ સહિષ્ણુતા-પરીષહોઉપરવિજય મેળવવાનો અભ્યાસ કરવો. ૧૦. આર્જવઃ સરલતા, સરલ થવું. ૧૧. શુચિ: પવિત્રતા, પવિત્ર રહેવું, સાફ દિલ રહેવું. ૧૨. સમ્યક્દષ્ટિઃ સમ્યક્દર્શનની શુદ્ધિ રાખવી. ૧૩. સમાધિ ચિત્ત સ્વાથ્ય, ચિત્તની પ્રસન્નતા બનાવી રાખવી. ૧૪. આચારઃ આચારનું સમ્યક પ્રકારથી પાલન કરવું. ૧૫. વિનયોપગઃ વિનમ્ર બનવું, અભિમાન ન કરવું. ૧૬ ધૃતિમતિ વૈર્યયુક્ત બુદ્ધિ હોવી, દીનતા કરવી નહીં, વૈર્ય રાખવું. ૧૭. સંવેગઃ વૈરાગ્ય વૃદ્ધિ અથવા મોક્ષની અભિલાષા. ૧૮. પ્રસિધિઃ અધ્યવસાયની એકાગ્રતા, શરીરની સ્થિરતા રાખવી. ૧૯. સુવિધિઃ સારા અનુષ્ઠાનનો અભ્યાસ. ૨૦. સંવરઃ આશ્રવનો નિરોધ. ૨૧. આત્મદોષપસંહારઃ પોતાના દોષોનો નિકાલ કરવો. રર. સર્વ કામ વિરક્તતાઃ સર્વવિષયથી વિમુખતા. Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત ૨૩. પ્રત્યાખ્યાન : મૂલ ગુણ વિષે ત્યાગ અથવા પાપ ત્યાગ. ૨૪. ત્યાગ : ઉત્તરગુણ વિષે ત્યાગ અથવા નિયમ ઉપનિયમ વધારવા. ૨૫. વ્યુત્સર્ગ : શરીર, ભક્તપાન, ઉપધિ તથા કષાયનું વિસર્જન. ૨૬. અપ્રમાદ : પ્રમાદને વર્લ્ડવો, અપ્રમાદ ભાવનો અભ્યાસ. ૨૭. લવાલવ ઃ સમાચારીના પાલનમાં પ્રતિક્ષણ(સતત) જાગૃત રહેવું. ૨૮. ધ્યાન સંવર યોગ : ધ્યાન, સંવર, અક્રિયતાની વૃદ્ધિ કરવી. ૨૯. મારણાંતિક ઉદય ઃ મરણની વેદનામાં સહન કરતાં શાંત અને પ્રસન્ન રહેવું. ૩૦. પરિક્ષા : હેય ઉપાદેય જ્ઞપરિજ્ઞાથી જાણવા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી હેયનો ત્યાગ કરવો, ઉપાદેયનો સ્વીકાર કરવો. ૩૧. પ્રાયશ્ચિત્ત કરણ : વિશુદ્ધિ માટે પ્રાપ્ત થયેલા પ્રાયશ્ચિત્તનું અનુષ્ઠાન કરવું. ૩૨. મારણાંતિક આરાધના : મૃત્યુકાળમાં આરાધના કરવી, સંલેખના, સંથારો કરવાના સંસ્કારોને દઢ કરવા, અભ્યાસ કરવો. તેત્રીસ આશાતના ઃ- શિષ્ય દ્વારા ગુરુ-રત્નાધિક પ્રતિ અભક્તિ અવિનયના વ્યવહારોને આશાતના કહેવામાં આવે છે. અનેક આગમોમાં તે તેત્રીસ કહેવામાં આવી છે. બીજી અપેક્ષાએ અરિહંત, સિદ્ધ આદિથી લઈને લોકના સમસ્ત પ્રાણીઓની અને અધ્યયન,આગમસંબંધી અવિવેક યુક્ત આચરણોનું સંકલન કરીને તેને તેત્રીસ આશાતના કહેવામાં આવી છે. મૌલિક રૂપમાં તો સૂત્રગત તેત્રીસ અશાતનાઓ ગુરુ શિષ્ય સંબંધી જ છે. બીજો પ્રકાર વ્યાખ્યાકારોએ સંકલન કરીને સમજાવ્યો છે. પ્રથમ પ્રકારની તેત્રીસ અશાતના :– (૧ થી ૯) ગુરુ અથવા વિંડલોની ૧. આગળ ૨.પાછળ ૩. બરાબર અવિનયથી ૧. ચાલે ૨. ઉભો રહે ૩. બેસે. ૩ × ૩ = ૯. (૧૦–૧૧) શૌચ આદિને માટે વડીલની સાથે જઈને પહેલાં આવી જાય તેમજ પહેલાં ઈરિયાવહિનો કાઉસ્સગ્ગ કરે. (૧૨) આવેલી વિશેષ વ્યક્તિ સાથે ગુરુની પહેલાં શિષ્ય વાત કરે. (૧૩) રાત્રિના સમયે ગુરુ પૂછે ત્યારે જાગૃત હોય તો પણ ન બોલે. (૧૪–૧૭) ગોચરી લાવ્યા બાદ આહારાદિની વાત પહેલાં બીજાને કહે, આહાર દેખાડે, નિમંત્રણ કરે અને આપે. પછી ગુરુને કહે, દેખાડે, નિમંત્રણ કરે ને આપે. (૧૮) સાથે બેસીને આહાર કરતાં સારા આહારને શિષ્ય મોટાની અપેક્ષાએ જલ્દી અને ઝાઝો ખાય. અર્થાત્ આસક્તિ ભાવના કારણે માયા કરે અથવા અવિવેક કરે. Page #213 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્રઃ પરિશિષ્ટ વિભાગઃ તપ સ્વરૂપ ૨૧૩ (૧૯-૨૦) ગુરુ આદિના બોલાવ્યા છતાં સાંભળ્યું ન સાંભળ્યું કરી દે અથવા ઉદ્ધતાઈ પૂર્વક અવિનયથી બોલે. (ર૧) ગુરુના બોલાવ્યા પર રોષયુક્ત બોલે કે શું કહો છો? શું છે? (રર) શિષ્ય ગુરુ આદિને તું તું એવા તુચ્છ શબ્દ કહે. (૨૩) શિક્ષા અથવા સેવા કાર્ય બતાવવાથી કહે કે એવું તો આપ જ કરી લ્યો અથવા આપ જ કેમ કરી લેતા નથી? (૨૪) ગુરુ આદિધર્મોપદેશ દઈ રહ્યા હોય તો તેને સારો ન સમજે, (રૂડો ન માને) માન્ય ન કરે. (રપ) ધર્મકથા કરતાં સમયે ગુરુ આદિને કહે આપને આ યાદ નથી. (ર) ધર્મકથા કરતાં સમયે ગુરુની અથવા પરિષદની લીંક(એકાગ્રતા) તોડે. (૨૭) શ્રોતાજનને ઉપદેશથી ખિન્ન કરે. (૨૮) ગુરુના કહેલા ઉપદેશને ફરી વિસ્તારથી પોતે કહે. (૨૯) ગુરુના આસન અથવા ઉપકરણને પગ લાગી જવાથી તેનો ખેદ પ્રગટ કર્યા વિના અથવા અનુનય, વિનય કે શિષ્ટતા કર્યા વિના જ ચાલ્યો જાય. (૩૦) ગુરુના કીધાંવિના તેના શય્યા આસન ઉપર બેસે, સૂએ અથવા ઉભો રહે. (૩૧) શિષ્ય ગુરુથી ઊંચા આસન ઉપર બેસે, સૂએ અથવા ગુરુથી પોતાને વિશેષ(ઊંચો) માને અથવા અવિવેક કરે. (૩ર) શિષ્ય ગુરુની બરાબરીમાં બેસે, સૂએ, ઊભો રહે અર્થાત્ તેની બરાબરી કરે અથવા અવિવેક કરે. (૩૩) ગુરુ આદિનાં કાંઈપણ કહેવા પર દૂર રહીને જ કે પોતાના આસન પર અવિવેકયુક્ત બેઠાં-બેઠાં સાંભળે, ઉત્તર દે, વિનયપૂર્વક નજીક આવીને ન બોલે. બીજા પ્રકારની તેત્રીસ અશાતના :- (૧) અરિહંત (૨) સિદ્ધ (૩) આચાર્ય (૪) ઉપાધ્યાય (૫) સાધુ (૬) સાધ્વી (૭) શ્રાવક (૮) શ્રાવિકા (૯) દેવ (૧૦) દેવી (૧૧) આ લોક (૧૨) પરલોક (૧૩) કેવલી પ્રરૂપિત ધર્મ (૧૪) દેવ મનુષ્યમય લોક (૧૫) સર્વ પ્રાણી (૧૬) કાળ (૧૭) શ્રત (૧૮) ગણધર (૧૯) વાચનાચાર્ય. આ ઓગણીસની આશાતના. શેષ ૧૪ જ્ઞાનના અતિચારોનું સંકલન સમજવું જોઈએ. આ પ્રકારે ૧૯ + ૧૪ = ૩૩ અશાતના વ્યાખ્યાકારે પહેલાં ગુરુશિષ્યની ૩૩ આશાતનાઓનું વિશ્લેષણ કરીને પછી અરિહંત આદિ ૩૩ આશાતનાઓનું વિશ્લેષણ કર્યું છે. આવશ્યક સૂત્રમાં શ્રમણસૂત્રના ચોથા પાઠમાં તેનીસ બોલ છે. તેમાં સાત કે આઠ સુધી બોલોના ખુલાસા છે ત્યાર પછીની સંખ્યાના બોલોનું સૂચનમાત્ર છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત તે સર્વનું વિવેચન વ્યાખ્યાકારે યથાયોગ્ય કર્યું છે તેમજ વિવિધ શાસ્ત્રોમાં અમુક અમુક બોલનો વિસ્તાર યથાસ્થાન છે. તે પદ્ધતિ અનુસાર ૩૩ બોલ સુધી સંક્ષિપ્ત પાઠ તેત્તીસાહિં આસાયબહિં એટલું જ પાઠ હોવાની સંભાવના છે. તેતીસ આસાતનાનું વિસ્તાર ક્યારેય પાછળથી મૂળપાઠમાં પ્રવેશ પામેલ છે, તેમ જણાય છે. કારણ કે તે તેત્રીસ બોલોની મૌલિકતામાં કેટલીય વિચારણાને સ્થાન રહે છે. જેમ કે– દેવ, દેવી, સદેવ મનુષ્ય લોક, આલોક, પરલોક અને સર્વપ્રાણી આદિ ભેદોમાં પુનરુક્તતા થાય છે. તેમજ આચાર્ય ઉપાધ્યાય, ગણધર અને વાચનાચાર્ય આ ચાર છે. તે જ રીતે શ્રુતની આશાતના સ્વતંત્ર છે. છતાં જ્ઞાનના ૧૪ અતિચારનો પાઠ સંલગ્ન છે. કાલની અશાતના કઠિનાઈથી સમજાય છે. આ કારણોસર તે પાઠ વ્યાખ્યારૂપ હોય તેમ જણાય છે. ૨૧૪ ત્રીજી રીતે ઃ– પાંચ અસ્તિકાય, છ જીવનિકાય, પાંચ મહાવ્રત, અષ્ટ પ્રવચન માતા અને નવતત્ત્વ આ તેત્રીસ તત્ત્વોના પ્રત્યે અવિનય કરવો આશાતના છે. તેત્રીસ આશાતનાનો આ ત્રીજો પ્રકાર મૂલાચાર ગ્રંથમાં બતાવ્યો છે. પરિશિષ્ટ-૪ :તપ સ્વરૂપ ઉત્તરાધ્યયન સૂત્રના ૩૦મા અધ્યયનમાં તપનું વર્ણન છે. ઔપપાતિક સૂત્રમાં અણગારોના તપોગુણરૂપે વિસ્તારથી તપનું વર્ણન છે. ઠાણાંગ સૂત્રમાં તપના ભેદોપભેદના નામ કહ્યા છે અને ભગવતી સૂત્રમાં પ્રશ્નોત્તરના રૂપે બધા જ તપોનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. તપના પ્રકાર :- તપના મુખ્ય બે ભેદ છે– (૧) આત્યંતર (૨) બાહ્ય. બંનેના છ–છ પ્રકાર છે. બંને પ્રકારના તપમાં શરીર અને આધ્યાત્મ બંનેનો પૂર્ણ સહયોગ રહેલો છે. તો પણ અપેક્ષાએ બાહ્ય તપમાં બાહ્ય વ્યવહારની પ્રધાનતા છે અને આત્યંતર તપમાં આધ્યાત્મ ભાવોની પ્રધાનતા છે. તાત્પર્ય એ છે કે અપેક્ષાએ આપ્યંતર અને બાહ્ય તપ છે એકાંતે નહિ અર્થાત્ કાયાના સહયોગ વિના વૈયાવચ્ચ આદિ આપ્યંતર તપ થઈ શકતું નથી અને ભાવોની ઉચ્ચતા વિના બાહ્ય તપમાં ફોરવેલું પરાક્રમ આગળ વધારી શકાતું નથી. (૧) અનશન :- નવકારશી, ઉપવાસ આદિ ૬ મહિનાના તપ સુધીની વિવિધ તપ સાધનાઓ ઈત્વરિક(અલ્પકાલીન) તપશ્ચર્યા છે અને આજીવન સંથારો ગ્રહણ કરવો તે આજીવન—યાવજીવનનું તપ છે. આજીવન અનશનના ભક્ત પ્રત્યાખ્યાન અને પાદપોપગમન એ બે ભેદ છે. ભક્ત પ્રત્યાખ્યાનમાં ત્રણ અથવા ચાર આહારનો ત્યાગ કરવામાં આવે Page #215 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર : પરિશિષ્ટ વિભાગ ઃ તપ સ્વરૂપ છે. તેમાં શરીરાદિનું પરિકર્મ-સેવા સ્વયં કરી શકે તથા બીજા પાસે કરાવી શકે છે. નિહારિમ—મૃત્યુ બાદ આ સંથારાવાળા સાધકના શરીરનો અગ્નિ સંસ્કાર કરવો હોય તો કરી શકાય છે. આ અનશન સાગારી પણ હોઈ શકે છે.(દા.ત. ઉપદ્રવ આવવાથી અથવા રાત્રે). આચારાંગાદિ સૂત્રમાં આજીવન અનશનનો ત્રીજો પ્રકાર ઇગિતમરણ કહેવામાં આવ્યો છે. જે મધ્યમ પ્રકારનો છે એટલે કે તેમાં પાદપોપગમન અનશનની અપેક્ષાએ કંઈક છૂટછાટ છે. જેમ કે મર્યાદિત ક્ષેત્રમાં હાથ-પગનો સંકોચ-વિસ્તાર કરવો. કેટલોક સમય ઊભા રહેવું, બેસવું, સંક્રમણ કરવું ઇત્યાદિ. ૨૧૫ પાદપોપગમન અનશનમાં નિશ્ચેષ્ટ થઈ ધ્યાનમાં લીન બનવું, તેમાં હલન-ચલન પણ ન કરાય, પરંતુ લઘુનીત-વડીનીતનો પ્રસંગ આવે તો ઊઠીને યથાસ્થાને જઈ શકાય છે. સંથારાના સ્થાને જ મળમૂત્રનું નિવારણ ન કરાય. નિહારિમ, અનિહારિમ બંને પ્રકારનું હોય છે. ઉપસર્ગ આવતાં પણ પાદપોપગમન સંથારો કરી શકાય છે. સંલેખનાનો કાલક્રમ ઃ- મુનિ અનેક વર્ષો સુધી સંયમનું પાલન કરી ક્રમિક તપથી સંલેખના કરે. આ સંલેખના, સંથારાની પહેલાં કરવામાં આવે છે. સંલેખના ઉત્કૃષ્ટ બાર વર્ષ, મધ્યમ એક વર્ષ તથા જઘન્ય છ માસની હોય છે. બાર વર્ષની સંલેખના કરવાવાળા મુનિ પહેલાં ચાર વર્ષમાં વિગયોનો ત્યાગ કરે. બીજા ચાર વર્ષમાં વિવિધ તપાચરણ કરે. પછી બે વર્ષ સુધી એકાંતર તપ કરે અને પારણાના દિવસે આયંબિલ કરે. અગિયારમા વર્ષના પ્રથમ છ મહિનામાં કઠિન તપ ન કરે પાછળના છ મહિનામાં કઠિન તપ કરે. આ વર્ષમાં પારણાના દિવસે આયંબિલ કરે. બારમા વર્ષે મુનિ કોટિ સહિત(નિરંતર) આયંબિલ કરે પછી પક્ષ અથવા માસનું અનશન તપ કરે. – ઉત્ત. અ. ૩૬. (૨) ઊણોદરી :~ ઇચ્છા અને ભૂખથી ઓછું ખાવું, ઓછા ઉપકરણ રાખવા, ઓછી વસ્તુઓનો ઉપયોગ કરવો ઊણોદરી તપ છે. ૧ પાત્ર, ૧ વસ્ત્ર અલ્પ રાખવા ઉપકરણ ઊણોદરી તપ છે. ગૃહસ્થે ઉપયોગ કર્યો હોય તેવા ઉપકરણ ગ્રહણ કરવા, એવો અભિગ્રહ કરવો પણ ઉપકરણ ઊણોદરી છે. કલહ, કષાય, વાયુદ્ધ આદિના પ્રસંગમાં ગમ ખાવી, શાંત રહેવું, મૌન રાખવું ભાવ ઊણોદરી કહેવાય છે. ગુસ્સા, ઘમંડ, કપટ, લોભ, લાલચથી અને કર્મબંધથી આત્માને સુરક્ષિત રાખવો તે ભાવ ઊણોદરી. (૩) ભિક્ષાચરી :~ ગોચરીમાં વિવિધ અભિગ્રહ કરવા, ૭ પિંડેષણા, ૭ પાણેષણાના સંકલ્પથી ગોચરીએ જવું. આઠ પ્રકારની પેટી, અર્ધપેટી ઇત્યાદિ આકારવાળી ભ્રમણ વિધિમાંથી કોઈપણ વિધિનો સંકલ્પ કરવો. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ Page #216 -------------------------------------------------------------------------- ________________ ર૧૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત અને ભાવ સંબંધી કોઈપણ અભિગ્રહ કરવો. દ્રવ્યથી ખાદ્ય પદાર્થોની સંખ્યા, દત્તી આદિનો નિર્ણય કરવો. ક્ષેત્રથી ભિક્ષાના ઘરોની સંખ્યા, ક્ષેત્ર, દિશા આદિ સીમિત કરવી, કાળથી સમયની મર્યાદા કરવી પછી તેટલા સમયમાં જ ભિક્ષા લેવી. ભાવથી દાતા સંબંધી, વસ્તુ સંબંધી(રંગ, વ્યવહારાદિથી) અભિગ્રહ કરવો. શુદ્ધ એષણા સમિતિથી આહારાદિ પ્રાપ્ત કરવાના દઢ સંકલ્પથી ગોચરી કરવી, તે પણ ભિક્ષાચરી તપ કહ્યું છે. આ સંકલ્પમાં નવો અભિગ્રહ તો નથી હોતો પણ એષણાના નિયમોમાં અપવાદનું સેવન થઈ શકતું નથી. મૌનપૂર્વક ગોચરી કરવી એ પણ ભિક્ષાચરી તપ કહ્યું છે. ભિક્ષાચરી તપને અભિગ્રહ તપ તથા વૃત્તિ સંક્ષેપ તપ કહી શકાય છે. (૪) રસ પરિત્યાગ – વિગય, મહાવિગયનો ત્યાગ કરવો, સ્વાદિષ્ટ પદાર્થનો ત્યાગ કરવો, મીઠાઈ, મેવો, મુખવાસ, ફળ તેમજ અન્ય ઈચ્છિત વસ્તુઓનો ત્યાગ કરવો, તે રસપરિત્યાગ તપ છે. એમ તો સંયમ સાધક, ભિક્ષુ રસાસ્વાદને માટે કોઈ આહાર કરતા નથી પણ સંયમ મર્યાદા અને જીવન નિર્વાહના હેતુએ જ મર્યાદિત આહાર કરે છે. તો પણવિશિષ્ટ ત્યાગની અપેક્ષાએ આ તપ કહેવાય છે. (૫) કાયક્લેશઃ- આસન કરવા, લાંબા સમય સુધી એક આસને સ્થિર રહેવું, શયનાસનનો ત્યાગ કરવો, વીરાસન આદિ કષ્ટદાયક આસન કરવા, આતાપના લેવી, ઠંડી સહન કરવી, નિર્વસ્ત્ર રહેવું, અચલ ધર્મનો સ્વીકાર કરવો ઇત્યાદિ કાયક્લેશ તપ છે. સંયમ જીવનના આવશ્યક નિયમ–પાદવિહાર, લોચ કરવો, સ્નાન ન કરવું, ઔષધ ઉપચાર ન કરવા, ભૂમિ શયન કરવું વગેરે પણ કાયક્લેશ તપ છે. આ તપના ચાર ભેદ– (૧) આસન, (ર) આતાપના, (૩) વિભૂષા ત્યાગ, (૪) પરિકર્મ–શરીર શુશ્રુષાનો ત્યાગ. ભિક્ષાચર્યાના ૩૦ પ્રકાર:(૧) દ્રવ્ય દ્રવ્ય સંબંધી અર્થાત્ ખાદ્ય પદાર્થ સંબંધી નિયમ અથવા અભિગ્રહ કરી આહાર લેવો. (૨) ક્ષેત્ર– ગ્રામાદિ ક્ષેત્રોમાંથી કોઈપણ એક ક્ષેત્ર સંબંધી વાસ, પરું, ગલી, શેરી, ઘર આદિનો અભિગ્રહ કરી આહાર લેવો. (૩) કાળ દિવસના અમુક ભાગમાં આહાર લેવો. (૪) ભાવ– અમુક વય, વસ્ત્ર યા વર્ણવાળા પાસેથી આહાર લેવો. (૫) ઉષ્મિત ચરએ- કોઈ વાસણમાંથી ભોજન કાઢનાર પાસેથી આહાર લેવો. () નિમ્બિત ચરએ– કોઈ વાસણમાં ભોજન નાખતા હોય તે આહાર લેવો. (૭) ઉષ્મિતનિમ્બિત ચરએ- એક વાસણમાંથી લઈબીજા વાસણમાં ભોજન નાખતા હોય તે આહાર લેવો. Page #217 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર: પરિશિષ્ટ વિભાગ: તપ સ્વરૂપ ર૧છે. (૮) નિખિત ઉખિત ચરએ– કોઈ વાસણમાં કાઢેલા ભોજનને બીજા વાસણમાં લેનાર પાસેથી આહાર લેવો. (૯) વઢ઼િજ઼માણ ચરએ- કોઈના માટે ભોજન પીરસાણું હોય તેમાંથી લેવું. (૧૦) સાહરિજ઼માણ ચરએ અન્યત્ર કયાંય લઈ જનાર પાસેથી આહાર લેવો. (૧૧) ઉવણીય ચરએ- આહારની પ્રશંસા કરી દેનાર પાસેથી લેવું. (૧૨) અવણીય ચરએ– આહારની નિંદા કરી દેનાર પાસેથી આહાર લેવો. (૧૩) ઉવણીય અવણીય ચરએ– જે દાતા પહેલાં આહારની પ્રશંસા કરે અને પછી નિંદા કરે તેના પાસેથી આહાર લેવો. (૧૪) અવાણીય ઉવણીય ચરએ- જે દાતા આહારની પહેલાં નિંદા કરે અને પછી પ્રશંસા કરે તેના હાથે આહાર લેવો. (૧૫) સંસ ચરએ લેપાયેલ હાથ, પાત્ર કે ચમચાથી આહાર લેવો. (૧) અસંસટ્ટ ચરએ– અલિપ્ત હાથ, પાત્ર કે ચમચાથી આહાર લેવો. આમાં દાતા તથા વસ્તુનો વિવેક રાખવો જોઈએ. જેથી પશ્ચાત્કર્મ દોષ ન લાગે. (૧૭) તwાય સંસદ ચરએ– દેય પદાર્થથી ખરડાયેલ હાથ, પાત્ર કે ચમચી દ્વારા આપવામાં આવતા આહારને લેવાનો અભિગ્રહ કરવો. (૧૮) અનાય ચરએ– અજ્ઞાત સ્થાન- ૧.જ્યાં ભિક્ષની પ્રતીક્ષા ન કરતા હોય તથા તેના આવવાનું કોઈ અનુમાન ન હોય ત્યાંથી આહાર લેવાનો અભિગ્રહ કરવો. ર. પોતાની જાતિ, કુળની ઓળખાણ આપ્યા વિના આહાર લેવો. ૩. અજ્ઞાત, અપરિચિત વ્યક્તિના ઘરેથી આહાર લેવો. (૧૯) મૌન ચરએ-મૌન રહી આહાર લેવાનો અભિગ્રહ કરવો. (૨૦) દિ ચરએ– સામે દેખાતો જ આહાર લેવો. (૨૧) અદિ ચરએ– દેખાતો ન હોય એટલે કે પેટી, કબાટ આદિમાં બંધ કરી રાખેલો આહાર સામે જ ખોલીને આપે તે લેવો. (રર) પુ ચરએ- “તમને શું જોઈએ છે?' એ પ્રમાણે પૂછીને આહાર આપે. (ર૩) અપુષ્ઠ ચરએ પૂછયા વિના આહાર આપવા લાગે તે લેવો. (ર૪) ભિષ્મ લાભિએ– યાચના કરવા પર દેનાર પાસેથી આહાર લેવો. (૨૫) અભિમ્બલાભિએ– યાચના કર્યા વિના, સાધુને આવેલા જોઈને જાતે જ આહાર આપે તેવો આહાર લેવાનો અભિગ્રહ કરવો. (ર) અન્નગિલાયએ – ઉક્ઝિત ધર્મવાળા, અમનોજ્ઞ અને બીજે, ત્રીજે દિવસના આહારાદિ લેવા. (૨૭) ઓવણીએ – બેસી રહેલા દાતાની સમીપે પડેલો આહાર લેવો. (૨૮) પરિમિયપિંડવાઈએ – પરિમિત દ્રવ્યો કે પરિમિત(અત્યલ્પ) માત્રામાં Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાજેનાગમ નવનીત, આહાર લેવાનો અભિગ્રહ કરવો. (ર૯) સુસણીએ-એસણામાં કોઈપણ અપવાદનું સેવન ન કરવાનો અભિગ્રહ. (૩૦) સંપાદરીએ- દત્તિનું પરિમાણ નિશ્ચિત કરીને આહાર ગ્રહણ કરવાનો અભિગ્રહ કરવો.-[પપાતિક સૂત્ર ભિન્ન પિંડપાતિક- ટુકડા કરેલા પદાર્થોની ભિક્ષા લેવાવાળા, અખંડ પદાર્થમગ, ચણા આદિન લેવાવાળા-[ઠાણાંગ–૫] રસપરિત્યાગ તપના નવ પ્રકારઃ(૧) નિર્વિકૃતિક વિગય રહિત આહાર કરવો. નવી તપ કરવું. (૨) પ્રણીતરસ પરિત્યાગ– અતિ સ્નિગ્ધ અને સરસ આહારનો ત્યાગ. (૩) આયંબિલ– મીઠું આદિ ષસ તથા વિગય રહિત એક દ્રવ્યને અચિત પાણીમાં પલાળી દિવસમાં એક વખત વાપરવું. (૪) આયામસિકથભોજી– અતિ અલ્પ(એકાદ કણ) લઈ આયંબિલ કરવી. (૫) અરસાહાર– મસાલા વિનાનો આહાર કરવો. (૬) વિરસાહાર– ઘણા જુના અનાજનો બનાવેલો આહાર લેવો. (૭) અન્નાહાર– ભોજન કરી લીધા પછી પાછળ વધેલો આહાર લેવો. (૮) પ્રાન્તાહાર- તુચ્છ ધાન્યથી બનાવેલો આહાર કરવો. (૯) રુક્ષાકાર-લૂખો-સૂકો આહાર કરવો. કાયક્લેશ તપના નવ પ્રકાર:(૧) સ્થાનસ્થિતિક–એક આસને સ્થિર ઊભા રહેવું. બેસવું નહીં. (ર) ઉત્કટુકાસનિક-બને પગ ઉપર બેસી મસ્તક પર અંજલી કરવી. (૩) પ્રતિમા સ્થાયી– એક રાત્રિ આદિનો સમય નિશ્ચિત કરી કાઉસગ્ગ કરવો. (૪) વીરાસનિક– ખુરશી ઉપર બેઠેલ વ્યક્તિની નીચેથી ખુરશી કાઢી લેવાથી જે સ્થિતિ થાય છે, તે આસને સ્થિર રહેવું. (૫) ઔષધિક– પલાંઠીવાળી બેસવું અને સમયની મર્યાદા કરવી. (૬) આતાપક– તડકા આદિની આતાપના લેવી. (૭) અપ્રાવૃતક–ખુલ્લા શરીરે રહેવું.(શરીરના ઉપરી ભાગની અપેક્ષાએ) (૮) અકંડૂયક– ચળ આવવા છતાં શરીરને ખણવું નહીં. (૯) અનિષ્ઠીવક– કફ, ચૂંક આવ્યા છતાં ઘૂંકવું નહીં. (૧૦) સર્વગાત્ર પરિકર્મ અને વિભૂષા વિપ્રમુક્ત- દેહના તમામ સંસ્કાર તથા વિભૂષાદિથી મુક્ત રહેવું. Page #219 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર: પરિશિષ્ટ વિભાગ તપ સ્વરૂપ ૨૧૯ (૧૧) દંડાયતિક દંડની સમાન લાંબા પગ કરી સૂવું. (૧૨) લગંડશાયી– (૧) માથું અને પગની એડીને જમીન પર ટેકવી બાકીના શરીરને ઊંચું કરી સૂવું. (૨)પડખુંવાળી સૂઈ જવું અને કોણી પર ઊભા રાખેલા હાથની હથેળી પર માથું રાખીને, ઊભા રાખેલ એક પગના ઘૂંટણ ઉપર બીજા પગની એડી મકવી. આ આસનમાં શિર રાખેલા હાથની કોણી જમીન ઉપર રહે છે અને એક પગનો પંજો ભૂમિ ઉપર રહે છે. એક પડખું જમીન ઉપર રહે છે. (૧૩) સમપાદપુતા– બંને પગ અને પૂઠને ભૂમિ ઉપર ટેકવી બેસવું. (૧૪) ગોદોહિકા- ગાય દોહવાના આસને બેસવું. (૧૫) અપ્રતિશાયી– શયનનું ત્યાગ કરવું. ઊભું રહેવું અથવા કોઈ પણ આસને બેઠા રહેવું. (૬) પ્રતિસલીનતા તપઃ(૧) ઈન્દ્રિયોને પોતાના વિષયમાં જવા ન દેવી તેમજ સહજ પ્રાપ્ત વિષયોમાં રાગ-દ્વેષ ન કરવો તે ઇન્દ્રિય પ્રતિ સલીનતા તપ છે. (૨) ગુસ્સો, ઘમંડ, કપટ, લોભ-લાલચને ઉત્પન્ન જ ન થવા દેવા. સાવધાન રહેવું. ઉદયની પ્રબળતાએ ઉત્પન્ન થઈ જાય તો તેને તત્કાળ નિષ્ફળ કરી દેવા અર્થાત જ્ઞાન અને વૈરાગ્યના માધ્યમે પોતાના કર્તવ્યનું ચિંતન કરી, આત્મ સુરક્ષાના લક્ષને રાખી, પરદોષ દર્શન દષ્ટિને નષ્ટ કરી, સ્વદોષ દર્શન કરી, ઐહિક સ્વાર્થને ગૌણ કરી, આધ્યાત્મિક વિકાસાભિમુખ થઈ તે કષાયોને સ્થિર રહેવા ન દેવા કષાય પ્રતિસલીનતા છે. (૩) ખોટા સંકલ્પ-વિકલ્પ ઉત્પન જ ન થવા દેવા, ઉચ્ચ સંકલ્પોને વધારતા રહેવા, મનને એકાગ્ર કરવામાં અભ્યસ્ત રહેવું એટલે કે ધીમે ધીમે સંકલ્પવિકલ્પોથી મુક્ત થવું તે “મન યોગ પ્રતિસલીનતા છે. એ જ પ્રકારે ખરાબવચનનો ત્યાગ, સારા વચનોનો પ્રયોગ, મૌનનો વધુને વધુ અભ્યાસ તે “વચનયોગ પ્રતિસલીનતા' છે. હાથ-પગાદિ શરીરના અંગોપાંગને પૂર્ણ સંયમિત તથા સંકુચિત રાખવા; સ્થિર રહેવું, ચાલવું, બેસવું, ઊઠવું, અંગોનું સંચાલન કરવું ઈત્યાદિ પ્રવૃત્તિમાં યતના તથા વિવેક રાખવો તે “કાય પ્રતિસલીનતા' કહેવાય. અનાવશ્યક પ્રવૃત્તિ ન કરવી તે “કાય યોગ પ્રતિસલીનતા છે. (૪) એકાંત સ્થાનોમાં રહેવું, બેસવું, સૂવું આદિ ચોથું “વિવિક્તશયનાસન પ્રતિસલીનતા” છે. (૭) પ્રાયશ્ચિત તપઃ પ્રમાદથી, પરિસ્થિતિથી કે ઉદયાધીનતાથી લાગેલા દોષોની આલોચના આદિ કરવી, સરલતા, નમ્રતા લઘુતા યુક્ત થઈ પૂર્ણ શુદ્ધિ કરવી, યથાયોગ્ય Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત પ્રાયશ્ચિત્ત સ્વીકારી મિથ્યા દુષ્કૃત દેવું ઇત્યાદિ પ્રાયશ્ચિત્ત તપ છે. (૮) વિનય તપ : વિનયનો સામાન્ય અર્થ નમ્રતા, વંદના, નમસ્કાર, આજ્ઞાપાલન, આદર કરવો, સન્માન કરવું, ભક્તિ સભર વ્યવહાર કરવો, આ બધી પ્રવૃત્તિને વિનય તપ કહેવાય છે. કર્મોને દૂર કરવા માટે જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના કરી ભક્તિ સભર વ્યવહાર કરવો; મન, વચન, કાયાને પ્રશસ્ત રાખી આત્માને કર્મબંધથી દૂર રાખી, અપ્રશસ્ત મન-વચનનો વ્યવહાર ન કરવો તે પણ વિનય છે. વિનયના ક્ષેત્રકાળ સંબંધી અનુષ્ઠાનોનું પાલન કરવું, કાયિક પ્રવૃત્તિઓ યતનાપૂર્વક કરવી, પ્રત્યેક પ્રાણી સાથે સવ્યવહાર કરવો ઇત્યાદિ પણ વિનયતપ છે. વિનયના સાત પ્રકાર છે— જ્ઞાન, દર્શન, ચારિત્ર, મન, વચન, કાય, લોકોપચાર વિનય. કાયાથી ઉપયોગપૂર્વક ગમનાગમન ઉલ્લંઘન, પ્રલંઘન, બેસવું, ઊઠવું પણ વિનય કહેવાય છે. અવિવેકી પ્રવૃત્તિઓ ન કરવી તે પણ વિનય છે. અર્થાત્ બધા પ્રકારના વિવેક સાથે અનાશ્રવી વૃત્તિથી વ્યવહાર કરવાવાળી ગુણ સંપન્ન વ્યક્તિ, વિનીત કહેવાય છે. આ પ્રમાણે બધા ઉન્નત ગુણોને વિનય કહેવાય છે. જેમનો ઉપરોકત સાત ભેદમાં સમાવેશ થાય છે. આ અપેક્ષાએ જ ઉત્તરાધ્યયન સૂત્રના પ્રથમ અને અગિયારમા અધ્યયનમાં અનેક ગુણોવાળાને વિનયી કહ્યા છે. આત્મશુદ્ધિવિનાવિનયનો સંભવ નથી. વિનય વ્યક્તિને અહંકારથી મુક્ત કરે છે. અહંકાર જ સર્વાધિક મહત્ત્વનો આત્મદોષ છે. જૈનાગમોમાં વિનય શબ્દનું તાત્પર્ય આચારના નિયમોનું પાલન પણ કર્યું છે. તે અનુસાર નિયમોને સમ્યક રૂપે પરિપાલન કરવું તે વિનય છે. બીજા અર્થમાં વિનય વિનમ્રતાનો સૂચક છે. તેનું તાત્પર્ય એ છે કે વરિષ્ટ, ગુરુજનોનું સન્માન કરતાં તેમની આજ્ઞાનું પાલન કરવું, તેમનો આદર કરવો. (૯) વૈયાવૃત્ય તપ : આચાર્યાદિ દસ સંયમી મહાપુરુષોની યથાયોગ્ય સેવા કરવી, વૈયાવચ્ચ તપ છે. ૧. આચાર્ય, ૨. ઉપાધ્યાય, ૩. સ્થવિર, ૪. તપસ્વી, ૫. રોગી, ૬. નવદીક્ષિત, ૭. કુલ, ૮. ગણ, ૯. સંઘ, ૧૦. સાધર્મિક શ્રમણ. તેઓને આહાર, પાણી, ઔષધ, વસ્ત્ર, પાત્ર પ્રદાન કરી શારીરિક શાતા પહોંચાડવી, વચન વ્યવહારથી માનસિક સમાધિ પહોંચાડવી વૈયાવચ્ચ તપ છે. (૧૦) સ્વાધ્યાય તપ : તેના પાંચ પ્રકાર છે– વાચના, પૃચ્છા, પરિવર્તના, અનુપ્રેક્ષા તથા ધર્મકથા. Page #221 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર : પરિશિષ્ટ વિભાગ ઃ તપ સ્વરૂપ રુચિપૂર્વક શાસ્ત્રોનું, જિનવાણીનું, ભગવદ્ સિદ્ધાંતોનું કંઠસ્થ કરવું, વાંચન કરવું; મનન, ચિંતન અનુપ્રેક્ષણ કરવું; પ્રશ્ન, પ્રતિપ્રશ્નોથી અર્થ, પરમાર્થને સમજવું. સ્વાધ્યાયાદિથી પ્રાપ્ત થયેલ અનુભવને ભવી જીવો સમક્ષ પ્રસારિત કરવું. અર્થાત્ પ્રવચન દેવું, સ્વતઃ ઉપસ્થિત પરિષદને યોગ્ય ઉદ્બોધન દેવું, તેઓને ધર્મમાર્ગમાં ઉત્સાહિત કરવા, તે સ્વાધ્યાય તપ છે.(પ્રેરણા કરી, પત્રિકા છપાવી, ભક્તોને એકઠા કરી સભાનું આયોજન કરવામાં આવે છે અને તેઓને પ્રસન્ન કરવાના હેતુએ માળાર્પણ કરવામાં આવે છે તે સ્વાધ્યાય તપ નથી) ર૧ (૧૧) ધ્યાન તપ : સ્વાધ્યાય આદિથી પ્રાપ્ત અનુભવ જ્ઞાન દ્વારા આત્માનુલક્ષી, વૈરાગ્યવર્ધક, અનિત્ય ભાવના, અશરણ ભાવના, સંસાર ભાવના, એકત્વ ભાવના, અશ્િચ ભાવના આદિ દ્વારા આત્મધ્યાનમાં લીન બનવું અને જ્ઞાન, વૈરાગ્ય તથા આત્મભાવમાં એકમેક બની જવું, મનને અધ્યાત્મભાવમાં એકાગ્ર, સ્થિર કરવું, આત્મ વિકાસના આત્મગુણોમાં પૂર્ણરૂપે ક્ષીર-નીરવત્ મળી જવું. આ પ્રકારે સમભાવ યુક્ત આત્મ વિષયમાં એકાગ્રચિત્ત થઈ જવું; બાહ્ય સંકલ્પોને દૂર કરી આધ્યાત્મ વિષયમાં આત્મસાત્ થવું, તલ્લીન બનવું તે 'ધ્યાન તપ' છે. સ્વાધ્યાયના ચોથા ભેદરૂપ અનુપ્રેક્ષા અને ધ્યાનની અનુપ્રેક્ષા જુદી જુદી છે. એક તત્ત્વાનુપ્રેક્ષા છે તો બીજી આત્માનુપ્રેક્ષા છે. વિસ્તૃત નયની અપેક્ષાએ ધ્યાનના ચાર ભેદ છે. આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ ધ્યાન. તેનું વિસ્તૃત વર્ણન ધ્યાન સ્વરૂપ પ્રકરણમાં જુઓ. (૧૨) વ્યુત્સર્ગ તપ : સ્વાધ્યાય અને ઘ્યાનમાં મનવચનનો પ્રયોગ હોય છે. જ્યારે વ્યુત્સર્ગમાં ત્યાગ પ્રધાન છે. આ અંતિમ ઉત્કૃષ્ટ કક્ષાનું તપ છે. તેમાં ત્યાગ જ કરવાનો છે, ત્યાં સુધી કે સ્વાધ્યાય અને ધ્યાનનો પણ ત્યાગ કરવામાં આવે છે. કારણ કે સ્વાધ્યાય, ધ્યાનમાં યોગ પ્રવર્તન છે. અનુપ્રેક્ષા કરવી એ પણ યોગ પ્રવૃત્તિ છે. આ વ્યુત્સર્ગ તપમાં તો મન, વચન અને કાયાના યોગોને ત્યાગવાનું જ લક્ષ્ય હોય છે. દ્રવ્ય વ્યુત્સર્ગ :– ૧. સામુહિકતાનો અર્થાત્ ગણનો ત્યાગ કરી એકલવિહારીપણું ધારણ કરવું એ ‘ગણ વ્યુત્સર્ગ તપ’ છે. ૨. શરીરનો ત્યાગ કરી કાયોત્સર્ગ કરવો અર્થાત્ ત્રણે યોગોનો શકય તેટલો વ્યુત્સર્ગ કરવો એ ‘કાયોત્સર્ગ તપ’ છે. ૩. ઉપધિનો પૂર્ણરૂપે યા ક્રમિક ત્યાગ કરવો એ ‘ઉપધિ વ્યુત્સર્જન તપ’ છે. ૪. આહાર પાણીનો પૂર્ણરૂપે યા ક્રમિક ત્યાગ કરવો એ ‘ભક્ત-પાન વ્યુત્સર્જન તપ’ છે. દ્રવ્ય વ્યુત્સર્ગના આ ચાર પ્રકાર કહ્યા છે. ભાવ વ્યુત્સર્ગ :– કષાય ત્યાગ, કર્મ બંધ નિવારણ અને સંસાર ભ્રમણનો નિરોધ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત કરવો એ ભાવ વ્યુત્સર્ગ તપના ત્રણ પ્રકાર છે. વિશેષ વિચારણા – કાયોત્સર્ગમાં જે લોગસ્સ આદિના જાપ આદિની પ્રવૃત્તિ ચાલી રહી છે. તે પૂર્ણ વ્યત્સર્ગ નથી. ખરેખર વ્યત્સર્જન તે જ છે જેમાં વચન અને કાયાયોગના ત્યાગની સાથે નિર્વિકલ્પતાની સાધના થાય છે અર્થાતુ એમાં મનોયોગના વ્યાપારને પણ પૂર્ણરૂપે નિરોધ કરવાનું લક્ષ્ય હોય છે, અનુપ્રેક્ષાનો પણ ત્યાગ હોય છે. આ જ કાયોત્સર્ગરૂપ વ્યુત્સર્ગ તપની સાધના છે. વ્યુત્સર્ગ એ ધ્યાન પછીનું તપ છે. ધ્યાન કરતાં પણ તે વિશિષ્ટ કક્ષાની સાધના છે. આજકાલ આ સાધનાને પણ ધ્યાનના નામે પ્રચારિત કરાય છે. જેમ કે નિર્વિકલ્પ ધ્યાન, ગોયંકા ધ્યાન, પ્રેક્ષા ધ્યાન આદિ. આ સર્વે વ્યવહાર સત્ય ધ્યાન બની ગયું છે પરંતુ વાસ્તવિક સત્ય નથી. કેટલાય લોકોનું એવું માનવું છે કે નિર્વિકલ્પતા છદ્મસ્થોને હોઈ શકતી નથી. પરંતુ તેમનો આવો એકાંતિક વિચાર અયોગ્ય છે. મનોયોગનું અંતર પણ શાસ્ત્રમાં બતાવેલ છે. પ્રગાઢ નિદ્રામાં પણ મનોયોગ અવરુદ્ધ થાય છે અને વ્યુત્સર્ગ તપમાં યોગોનું વ્યુત્સર્જન કરવું તેને પણ આગમમાં તપરૂપ કહેલ છે. તેમાં મનના સંકલ્પોનું પણ વ્યુત્સર્જન કરવું સમાવિષ્ટ છે. તેથી તેનો એકાંત નિષેધ કરવો અનુપયુક્ત અને અવિચારેલ છે. ધ્યાનની સાધનાથી આ વ્યુત્સર્ગની સાધના કંઈક વિશેષ કઠિન અવશ્ય છે તો પણ તેને અસાધ્ય માની શકાય નહીં. આ બધા પ્રકારના તપ, જ્ઞાન-દર્શન-ચારિત્રની સાથે જ મહત્ત્વશીલ બને છે અર્થાત્ જ્ઞાન, દર્શન, ચારિત્ર યા ચારિત્રાચારિત્ર ન હોય તો ભૂમિકા વિનાનું તપ આત્મ ઉત્થાનમાં, મોક્ષ આરાધનામાં મહત્ત્વશીલ બની શકતું નથી. તેથી કોઈ પણ નાના કે મોટા તપમાં જ્ઞાન, શ્રદ્ધા અને વિરતિ ભાવની ઉપેક્ષા ન હોવી જોઈએ. ચતુર્વિધ મોક્ષ માર્ગની સાપેક્ષ સાધના જ મોક્ષ ફલદાયી થઈ શકે છે. એના ચાર પ્રકાર છે– (૧) સમ્યગ્રજ્ઞાન (૨) સમ્યગુશ્રદ્ધા (૩) સમ્યક ચારિત્ર (૪) સમ્યક તપ. જેમ કે णाणं च दंसणं चेव, चरित्तं च तवो तहा । હેં માં અનુપા, નવા છિંતિ લોર્ડ (ઉ. ૨૮-૩) ભાવાર્થ – જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ચતુર્વિધ મોક્ષ માર્ગને પ્રાપ્ત કરીને તેની આરાધના કરનારા જીવ મોક્ષરૂપી સદ્ગતિને પ્રાપ્ત કરે છે. ' તપ વરૂપ પરિશિષ્ટ સંપૂર્ણ મા Page #223 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્રઃ પરિશિષ્ટ વિભાગઃ ધ્યાન સ્વરૂપ ૨૨ પરિશિષ્ટ-પઃ ધ્યાન સ્વરૂપ ચાર ધ્યાન વિસ્તારઃ- ધ્યાન ચાર છે–૧. આર્તધ્યાન,૨. રૌદ્રધ્યાન ૩. ધર્મધ્યાન ૪. શુક્લધ્યાન. આર્ત ધ્યાનના ચાર ભેદ(પાયા) – ૧. પાંચ ઇન્દ્રિયો તથા ત્રણ યોગોને ઈષ્ટ, સાતાકારી, સુખકર એવા પૌદ્ગલિક ઇષ્ટ સંયોગ જે પ્રાપ્ત નથી થયા તે પ્રાપ્ત થઈ જાય અને જે પ્રાપ્ત છે તે ટકી રહે એવા ચિંતનની સ્થિરતા, એકાગ્રતા, ૨.પાંચ ઇન્દ્રિયો તથા ત્રણે યોગોને અનિષ્ટ, અસાતાકારી, દુઃખકર એવા પૌદ્ગલિક સંયોગોનો વિયોગ થાય અથવા એવા સંયોગો આવે જ નહિ; એવી ચિંતનની સ્થિરતા, એકાગ્રતા. ૩. કામ-ભોગો ભોગવવામાં આરોગ્ય રહે; યુવાની રહે; યોગ અને ઇન્દ્રિયોનું સામર્થ્ય રહે; સ્વાધીનતા, સત્તા, ઉન્માદ રહે; એવા ચિંતનની એકાગ્રતા. ૪. આ ભવમાં, આગામી ભવમાં અને ભવો ભવમાં ચક્રવર્તી આદિની પદવી અને વિપુલ સુખ મળે, એવા ચિંતનની એકાગ્રતા. આર્ત ધ્યાનના ચાર લક્ષણ(ચિન્હ) :- ૧. ઈષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગ થતાં મનથી શોક કરવો, અરતિ, ગ્લાનિ, ઉદાસીનતા થવી ઉદ્વિગ્ન બનવું, સંતપ્ત, પરિતપ્ત થવું. ૨. વચનથી રુદન કરવું, વિલાપ કરવો, દીન-હીન વચન કહેવા, આક્રંદ કરવું આદિ.૩. કાયાથી છાતી, માથું, હાથ આદિકૂટવા, હાથ-પગ પછાડવા, માથું ઝુકાવી, માથે હાથ દઈને બેસવું, મોઢું ઢાંકવું. ૪. આંખોથી અશ્રુપાત કરવો, આંખો ભીની ભીની રહેવી, નાકથી નિઃશ્વાસ નાખવો, મુખેથી જીભ બહાર કાઢવી આદિ. ૧. અનિષ્ટવિયોગ, ઈષ્ટ સંયોગ આદિથતાં મનથી પ્રસન્ન થવું, રતિભાવ આવવો, મનમાં ગલગલિયાં થવાં, ખુશીમાં ફૂલવું, તૃપ્ત-પરિતૃપ્ત થવું, ૨. વચનથી ગીત ગાવું, હાસ્ય-અટ્ટહાસ્ય કરવું, બંસરી, સીટી વગાડવી, ખિલખિલાટ કરવું આદિ. ૩. કાયાથી મૂછો પર તાવ દેવો, તાલી વગાડવી, પગેથી નાચવું, હાથ-પગ ઉછાળવા, કૂદવું, ભુજા આદિ ફટકારવા, અભિનય કરવો, આંખો વિકસિત થવી, હર્ષના અશ્રુ આવવા, નાકથી શ્વાસની ગતિ ધીમી થવી, જીભનું હોઠ ઉપર ફરવું આદિ. રૌદ્ર ધ્યાનના ચાર ભેદ(પાયા) – ૧. પોતાના ઈષ્ટ સંયોગો આદિ માટે નિર્દોષ, નિર્બળને દબાવવા, પીડિત કરવા, દંડ લેવો-દેવો, હત્યા કરવી, યુદ્ધ કરવું. ૨. જૂઠું બોલવું, વિશ્વાસઘાત કરવો, ખોટા કલંક, દોષારોપણ કરવું, ખોટી સાક્ષી પૂરવી. ૩. મોટી ચોરી કરવી, લૂટવું, ચોરવું, તેના માટે પ્રેરણા-સહાયતા કરવી, ચોરીનો માલ સસ્તામાં લેવો, ન્યાયોચિત કર(ટેક્સ)ની ચોરી કરવી, ચોરી કરીને પ્રસન્ન થવું ૪. નિર્દોષને કારાવાસમાં રાખવા; કન્યા, પરસ્ત્રી યા વિધવાનું અપહરણ Jain EO internati Vaihe brary.org Page #224 -------------------------------------------------------------------------- ________________ Jain મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત કરવું, બળાત્કાર કરવો; શરાફ શ્રેષ્ઠી બનીને લૂટી લેવું; સ્વામી ઉપકારીનો દ્રોહ કરવો આદિ. રર૪ રૌદ્ર ધ્યાનના ચાર લક્ષણ(ચિન્હ) :- ૧. સ્વજન કે પરજનના અજાણપણામાં કરેલા નાના ગુન્હા માટે ખૂબ કોપ(ગુસ્સો) કરવો, ખૂબ ક્રૂર દંડ દેવો. ૨. વારંવાર વિવિધ પ્રકારે દંડ દેવો. ૩. આરોપી દ્વારા નિર્દોષતા પ્રમાણિત કરવા છતાં પણ તેને જાણવાની, સમજવાની તૈયારી ન રાખવી, સમજમાં આવ્યા છતાંયે સ્વીકાર કરવા તૈયાર ન થવું. ૪. આરોપી દ્વારા ક્ષમા માગી લીધા પછી પણ અને જીવનમાં સુધારો લાવ્યા બાદ પણ જીવે ત્યાં સુધી તેના તરફ શત્રુતા રાખવી. ધર્મ ધ્યાનના ભેદ(પાયા) :- ૧. તીર્થંકર દેવોની આજ્ઞાનું, સંવર-નિર્જરા ધર્મ આદરવાનું ધ્યાન કરે, અનાજ્ઞાનું, આશ્રવને અટકાવવા(વિરમણ)નું ધ્યાન કરે. ૨. આજ્ઞા પાલનથી આ ભવના સુખ-શાંતિ, આદર આદિનો લાભ તથા ધર્મ, કર્મ નિર્જરાના લાભનું ચિંતન કરે, આજ્ઞા-પાલન ન કરવાથી આ લોકના દુઃખ, અશાંતિ, અનાદર આદિનું તથા કર્મબંધ અને કર્મ-ગુરુતાનું ધ્યાન કરે. ૩. આજ્ઞા પાલનથી પરભવના પુણ્ય ફળ તથા નિર્જરાનું ચિંતન કરે તથા આજ્ઞા વિરાધનાથી પરભવના પાપ-ફળ તથા કર્મબંધનું ચિંતન કરે. ૪. આજ્ઞા પાલનથી લોકાગ્ર, લોક મસ્તક, સિદ્ધશિલા પર સિદ્ધત્વ પ્રાપ્તિ અને અનુત્તર, અવ્યાબાધ સુખનું ચિંતન કરે તથા આજ્ઞા વિરાધનાથી ચૌદ રાજ પરિમાણ ઉર્ધ્વ, અધો, તિર્યક્ લોકમાં ચાર ગતિ ચોવીસ દંડક ચોરાસી લાખ જીવાયોનિમાં પરિભ્રમણ, દારુણ દુ:ખ, દુઃખ પરંપરા અનુબંધનો વિચાર કરે. ધર્મ ધ્યાનના ચાર લક્ષણ(ચિન્હ) :- ૧. દેવ, ગુરુ, શાસ્ત્રની; આજ્ઞા, આદેશ, અનુશાસનમાં તથા તદ્નુસાર ક્રિયામાં રુચિ, ૨. વિધિ, ઉપદેશ, બોધ, સમજણ તથા તેનાથી ક્રિયાધર્મમાં રુચિ, ૩. સૂત્ર સિદ્ધાંતનું શ્રવણ, વાંચન, અધ્યયન અને કંઠસ્થ કરવું, સ્વાધ્યાય આદિમાં ચિ. ૪. નિસર્ગ–ઉપરના ત્રણે કારણો વિના ક્ષયોપશમ સ્વભાવથી જ દશ્ય પદાર્થની અનુપ્રેક્ષા, જાતિસ્મરણ જ્ઞાન કે અધિજ્ઞાનથી રુચિ. ધર્મ ધ્યાનના ચાર આલંબન :- ૧. ગુરુ—શિષ્ય કે સાધર્મિક સાથે વાચના લેવી-દેવી, સાંભળવી-સંભળાવવી; શીખવું-શીખવાડવું. ૨. જિજ્ઞાસા, સ્પષ્ટતા, પરીક્ષા આદિ હેતુથી પ્રશ્ન પૂછવા, ઉત્તર દેવા, વાદ-વિવાદ કરવો અને પ્રશ્નોત્તર, સંવાદ સાંભળવો. ૩. સ્વાધ્યાય કરવો, કરાવવો, સાંભળવો, પુનરાર્વતન કરવું, પાઠ પાકા કરવા. ૪. ધર્મકથા કહેવી, સાંભળવી, શિક્ષા, બોધ, ઉપદેશ, આજ્ઞા કરવા કે સાંભળવા. ધર્મ ધ્યાનની ચાર અનુપ્રેક્ષા :- (૧)એકત્વની અનુપ્રેક્ષા– સંસારમાં જીવ, કુટુંબ જાતિ સમાજ આદિમાં અનેકરૂપે હોવા છતાંય– જીવ એકલો જ છે, એકલો * org Page #225 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્રઃ પરિશિષ્ટ વિભાગઃ ધ્યાન સ્વરૂપ જ પૂર્વ ભવથી આવ્યો છે, આગામી ભવમાં એકલો જ જવાનો છે. કર્મ બાંધવામાં, સંચિત કરવામાં, ઉદીરણા કરવામાં, ભોગવવામાં, નિર્જરામાં આત્મા એકલો જ મુખ્ય કારક છે, બીજા બધા ઉપકારક યા સહકારક છે. (૨) અનિત્ય ભાવના– જીવથી જીવનો, પુદ્ગલથી પુદ્ગલનો, જીવથી પુદ્ગલનો સંયોગ–સંબંધ અનિત્ય છે, કારણ કે વિયોગ અવશ્યભાવી છે. જેમ જીવ અને શરીરનો જન્મ–સંયોગ છે તો મૃત્યુ–વિયોગ નિશ્ચિત છે. લગ્ન પછી વૈધવ્ય-વિધુરત્વ અનિવાર્ય છે. સંઘાતથી સ્કંધ બન્યા બાદ ભેદથી પરમાણુ દશા અવશ્ય આવે છે. રપ (૩) અશરણ ભાવના— જ્યાં સુધી પુણ્યોદય છે ત્યાં સુધી શરીર, પરિવાર, ધન આદિ શરણતભૂત દેખાય છે પરંતુ નિકાચિત પાપોદય થતાં દારુણ કર્મવિપાકને ભોગવવા જ પડે છે. કોઈ પણ તેનાથી બચાવવા સમર્થ નથી. તેને કોઈ લઈ પણ શકતા નથી, તેનો અંશ પણ લઈ શકતા નથી, તેને ઓછાં પણ કરી શકતા નથી, અરે ‘ઓછા થઈ જશે’ એવું આશ્વાસન પણ આપી શકતા નથી (૪) સંસારભાવના— જે આજે માતા છે તે ભવાન્તરમાં પુત્રી, પત્ની, ભગિની, પુત્રવધૂ બની જાય છે, જે આજે પિતા છે તે ભવાન્તરમાં પુત્ર, ભાઈ, પતિ, જમાઈ બની જાય છે. આ રીતે અનુકૂળ સંબંધ પણ પરિવર્તનશીલ છે તથા શત્રુ, શોષક, હત્યારા, વિશ્વાસઘાતી પણ બની જાય છે, આ પ્રતિકૂળ સંબંધ પણ પરિવર્તનશીલ છે. અનુકૂળ પ્રતિકૂળમાં તથા પ્રતિકૂળ અનુકૂળમાં આમ પણ પરિવર્તન ચાલુ રહે છે. કોઈ આગામી ભવમાં તો કોઈ આ જ ભવમાં પરિવર્તિત થઈ જાય છે. શુક્લ ધ્યાનના ચાર ભેદ(પાયા) :– ૧. ધર્મ ધ્યાનની સૂક્ષ્મતા વધારતાં– વધારતાં શ્રુતજ્ઞાનના શબ્દથી અર્થમાં યા અર્થથી શબ્દમાં સંક્રાંત થવું, શ્રુત નિર્દિષ્ટ દ્રવ્યથી ગુણમાં, ગુણથી પર્યાયમાં, પર્યાયથી દ્રવ્યમાં કોઈ પણ વિકલ્પથી સંક્રાંત થવું પરંતુ અન્ય વિષયોમાં ન જવું, તે જ વિષયોમાં એકાગ્ર થવું. ૨. શ્રુતજ્ઞાનના શબ્દ યા અર્થમાં, દ્રવ્ય ગુણ યા પર્યાયમાં સંક્રાંત થયા વિના કોઈ એકમાં જ એકાગ્ર થવું. આ જ રીતે મન, વચન, કાયાથી પણ સંક્રાંત થયા વિના એકાગ્ર થવું. ૩. તેરમાં ગુણસ્થાનથી ચૌદમા ગુણસ્થાનમાં આરૂઢ થવા માટે બાદર મન, વચન, કાયાના યોગને નિરોધવા. ૪. સૂક્ષ્મ મન, વચન, કાય યોગનો પણ નિરોધ કરવો, નિરોધ કરીને ચૌદમા ગુણસ્થાનમાં મેરુ પર્વતની જેમ સર્વથા અચલ-અડોલ થવું, આત્મપ્રદેશોનું પણ ઉત્કલન ન રહેવું, સ્થિર થઈ જવું. Jain શુક્લ ધ્યાનના ચાર લક્ષણ :- ૧. પ્રખર—પરમ અશાતા કારક, પ્રખર વેદનીય કર્મોદય તથા મરણ આવવા છતાં ય પણ વ્યથિત ન થવું. ૨. પ્રબળ, ચરમ મોહકારક અપ્સરાદિના વિલાસ, કટાક્ષ, આમંત્રણ, આલિંગન આદિમાં પણ મોહ પ્રાપ્ત ન કરવો. ૩. જીવ અને શરીરમાં પૃથક્કરણનો અનુભવ કરવો. ૪. પૃથક્કરણ અનુભવ અનુસાર વિવેકભાવ પ્રાપ્ત કરવો, જાગૃત રહેવું, શરીર મમત્વ આદિનો Page #226 -------------------------------------------------------------------------- ________________ | રર૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ત્યાગ કરવો, પૌલિક સુખ-દુઃખના સંયોગમાં અખંડ નિર્વેદ ભાવમાં રહેવું. શરીર અને ઉપધિમાં આસક્તિભાવનું વ્યુત્સર્જન થવું. શુક્લ ધ્યાનના ચાર આલંબન – ૧. ક્રોધની ઉદીરણા માટે બળવાન કારણ ઉપસ્થિત થવા છતાં પણ અપૂર્વ ક્ષમા ધારણ કરવી. સોમિલ બ્રાહ્મણના પ્રસંગમાં ગજસુકુમારની સમાન. ૨. લોભની ઉદીરણાનો બળવાન પ્રસંગે ઉપસ્થિત થતાં પણ અપૂર્વ “લોભ-મુક્ત થવું. ભવનપતિ દેવો દ્વારા નિદાન કરવાની પ્રાર્થના કરવા છતાં પણ લોભ મુક્ત “તામલી તાપસ’ વત્. ૩. માયાની ઉદીરણાનો બળ વાન પ્રસંગે ઉપસ્થિત કરવા છતાં પણ સરલતા', નિષ્કપટતા, એકરૂપતા આ ત્રણે યોગ અપનાવવા. મહાબલ દ્વારા માયા કરવા છતાં પણ સરળ મનવાળા છએ મિત્ર રાજર્ષિ સમાન. ૪. માનની ઉદીરણાનો બળવાન પ્રસંગે ઉપસ્થિત થવા છતાં પણ “નમ્ર, વિનીત, કોમળ, લઘુ” બનીને રહેવું, ક્ષત્રિય રાજર્ષિ દ્વારા સ્તુતિ કરાવ છતાય નમ્ર સંયતિ રાજર્ષિવ. શુક્લ ધ્યાનની ચાર અનુપ્રેક્ષા:- ૧. વ્યવહાર રાશિનો પ્રત્યેક જીવ બધી યોનિમાં અનંતીવાર પરિભ્રમણ કરી ચૂકયો છે છતાં પણ મોહના કારણે વિરામની ભાવના આવી નથી. ૨. વિશ્વના બધા પુદ્ગલ પદાર્થ સ્વભાવથી કે પ્રયોગથી શુભથી અશુભમાં અને અશુભથી શુભમાં પરિણત થતા રહે છે તો પછી તેમાં એકાંત રાગ કે એકાંત દ્વેષ શા માટે રાખવો? વીતરાગતાના ભાવમાં જ રહેવું. ૩. આ સંસારના સમસ્ત પ્રવર્તનોમાં દુઃખનો જ અનુભવ કરવો. જેમ કે–ચણો કુવો શુ સંસાર અર્થાત્ “આ સારો ય સંસાર દુઃખમય છે એમચિંતન કરીને વિરકત રહેવું. દુઃખના મૂળ કારણનું ચિંતન કરવું. જેમ કે સંસાર પરિભ્રમણ અર્થાત્ જન્મ-મરણાદિ દુઃખના મૂળ છે, જન્મ-મરણનું મૂળ કર્મબંધ છે અને કર્મબંધનું મૂળ વિષયેચ્છા, ભોગેચ્છા, તૃષ્ણા છે તથા તેનું મૂળ રાગ, દ્વેષ અર્થાત્ મોહ છે. તેથી મોહ, રાગ, દ્વેષ, ભોગેચ્છા, કર્મબંધ, જન્મ-મરણ આદિ દુઃખોથી વિરાગી થઈ આત્માનું મોક્ષમાર્ગ તથા મોક્ષ સન્મુખ થવું. આ પ્રમાણે ર++૪+૪ = ૧ર ૪૪ = ૪૮ ભેદ-પ્રભેદોથી ચાર ધ્યાનનું વર્ણન થાય છે. આધ્યાત્મિક ધ્યાન ધ્યાન – ચિત્તની અવસ્થાઓનું કોઈ વિષય ઉપર કેન્દ્રિત થવું એ ધ્યાન છે. જૈન પરંપરાઓમાં ધ્યાનના ચાર પ્રકાર છે– ૧. આર્ત ધ્યાન ૨. રૌદ્ર ધ્યાન ૩. ધર્મ ધ્યાન અને ૪. શુક્લ ધ્યાન. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન મનની દૂષિત પ્રવૃત્તિઓ છે. સ્વાધ્યાય અને તપની દષ્ટિએ તેનું કોઈ મૂલ નથી. એ બંને ધ્યાન ત્યાજ્ય છે. આધ્યાત્મિક સાધનાની દષ્ટિએ ધર્મધ્યાન અને શુક્લ ધ્યાન એ બંને ધ્યાન મહત્ત્વપૂર્ણ છે. તેની વિચારણા આ પ્રમાણે છે. Jain Education Sternational Page #227 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્રઃ પરિશિષ્ટ વિભાગ : ધ્યાન સ્વરૂપ 1:0 રર૦ ધર્મ ધ્યાન ઃ— આનો અર્થ છે ચિત્ત વિશુદ્ધિનો પ્રારંભિક અભ્યાસ. ધર્મ ધ્યાન માટે ચાર વાતો આવશ્યક છે– ૧. આગમ જ્ઞાન ર. અનાસક્તિ ૩. આત્મ સંયમ અને ૪. મુમુક્ષુભાવ. ધર્મ ધ્યાનના ચાર પ્રકાર આ પ્રમાણે છે– (૧) આજ્ઞા વિચય- આગમ અનુસાર તત્ત્વ સ્વરૂપ અને કર્તવ્યોનું ચિંતન કરવું. (૨) અપાય વિચય- હેય–ત્યાગવા યોગ્ય શું છે? તેનું ચિંતન કરવું. (૩) વિપાક વિચય– હેયના પરિણામોનું ચિંતન કરવું.(૪) સંસ્થાન વિચય- લોક કે પદાર્થોની આકૃતિઓ, સ્વરૂપોનું ચિંતન કરવું. આ સંસ્થાન વિચયના ગ્રંથોમાં પુનઃ ચાર ભેદ કર્યા છે. જેમ કે (અ) પિંડસ્થ ઘ્યાન– આ ધ્યાન કોઈ તત્ત્વ વિશેષના સ્વરૂપના ચિંતન ઉપર આધારિત છે. તેની આ પાંચ ધારણાઓ માનવામાં આવી છે– (૧) પાર્થિવી (૨) આગ્નેયી (૩) મારુતી (૪) વારુણી અને (૫) તત્ત્વભૂ. (બ) પદસ્થ ધ્યાન આ ધ્યાન પવિત્ર મંત્રાક્ષર આદિ પદોનું અવલંબન લઈને કરાય છે. (ક) રૂપસ્થ ધ્યાન– રાગ, દ્વેષ, મોહ આદિ વિકારોથી રહિત અર્હત પ્રભુનું ધ્યાન કરવું. (ડ) રૂપાતીત ધ્યાન– નિરાકાર, ચૈતન્યસ્વરૂપ સિદ્ધ પરમાત્મનું ધ્યાન કરવું. શુક્લ ધ્યાન ઃ– આ ધર્મ ધ્યાન પછીની સ્થિતિ છે. શુક્લ ધ્યાન દ્વારા મનને શાંત અને નિષ્પ્રકંપ કરી શકાય છે. તેની અંતિમ પરિણતિ મનની સમસ્ત પ્રવૃત્તિઓનો પૂર્ણ નિરોધ છે. શુક્લ ધ્યાનના ચાર પ્રકાર છે– (૧) પૃથકત્વ વિતર્ક સવિચાર– આ ધ્યાનમાં ધ્યાતા ક્યારેક અર્થનું ચિંતન કરતાં કરતાં શબ્દ અને શબ્દનું ચિંતન કરતાં કરતાં અર્થનું ચિંતન કરવા લાગી જાય છે. આ ધ્યાનમાં અર્થ, વ્યંજન અને યોગનું સંક્રમણ થયા કરવા છતાં પણ ધ્યેય દ્રવ્ય એક જ રહે છે. (૨) એકત્વ વિતર્ક અવિચારી- અર્થ, વ્યંજન અને યોગના સંક્રમણ રહિત "એક પર્યાય વિષયક ધ્યાન ‘એકત્વશ્રુત અવિચાર” ધ્યાન કહેવાય છે. (૩) સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી- મન, વચન અને શરીર વ્યાપારનો નિરોધ થાય અને શ્વાસોશ્વાસની સૂક્ષ્મ ક્રિયા શેષ રહે તે સમયે ધ્યાનની આ અવસ્થા પ્રાપ્ત થાય છે. અર્થાત્ યોગ નિરોધ ક્રિયાના પ્રારંભથી અંત સુધી આ ધ્યાન અવસ્થા છે. (૪) સમુચ્છિન્નક્રિયા નિવૃત્તિ જ્યારે મન, વચન, કાયાની સમસ્ત પ્રવૃત્તિઓનો નિરોધ થઈ જાય છે, છેલ્લે શ્વાસોશ્વાસની સૂક્ષ્મ ક્રિયાનો પણ નિરોધ થઈ જાય અને કોઈ પણ સૂક્ષ્મ ક્રિયા બાકી રહેતી નથી; તે અવસ્થાને સમુચ્છિન્ન ક્રિયા શુક્લ ધ્યાન કહે છે. આ પ્રમાણે શુક્લ ધ્યાનની પ્રથમ અવસ્થાથી ક્રમશઃ આગળ વધતાં વધતાં અંતિમ અવસ્થામાં સાધક અલ્પ સમયમાં જ કાયિક, વાચિક અને માનસિક બધી પ્રવૃત્તિઓનો પૂર્ણ નિરોધ કરી અંતમાં સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરે છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ ૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત ધ્યાન સ્વરૂપ વિચારણા પ્રથમ જ્ઞાન પીછે ક્રિયા, યહ જિન મત કા સારા જ્ઞાન સહિત ક્રિયા કરે, તો ઉતરે ભવ પાર છે કોઈ પણ પ્રવૃત્તિ કરતાં પહેલાં તેનું સ્વરૂપ સમજવું આવશ્યક છે. દશવૈકાલિક સૂત્ર અધ્યયન-૪, ગાથા-૧૦ માં કહ્યું છે કે અજ્ઞાની પોતાના હિત અને અહિતને કેવી રીતે સમજી શકે? ગ્રામાંતર જવું હોય તો તે ગામનો માર્ગ કયો છે? સાથે સાથે બીજા ગામના પણ વચ્ચે-વચ્ચે કયા માર્ગ આવે છે ? તે પણ જાણકારી કરવી આવશ્યક છે. ગમન કરવા માટે સાચો રાહ પણ હોય છે અને વિપરીત પણ કોઈ પણ કાર્ય કરવાની સાચી વિધિ પણ હોય છે અને ખોટી વિધિ પણ હોય છે. ખાવાના પદાર્થ સારા પણ હોય છે અને નઠારા પણ હોય છે. બરાબર એ જ પ્રમાણે ધ્યાન પણ બે પ્રકારના છે– ૧. શુભધ્યાન અને ૨. અશુભધ્યાન. અશુભ ધ્યાનના બે પ્રકાર છે– ૧. આર્તધ્યાન ૨. રૌદ્ર ધ્યાન. શુભ ધ્યાનના બે પ્રકાર છે– ૧. ધર્મ ધ્યાન ૨. શુક્લ ધ્યાન. આત્માના પરિણામ– અધ્યવસાય પણ બે પ્રકારના હોય છે– ૧. શુભ અધ્યવસાય ૨. અશુભ અધ્યવસાય. આગમમાં કહ્યું છે કે સધ્યાનમાં રહેવાવાળાની શુદ્ધિ થાય છે અથવા "ધર્મ ધ્યાનમાં જે રત રહે છે તે ભિક્ષુ છે.[દશવૈ. અ. ૮) ધ્યાનની પરિભાષા – જો ધર્મધ્યાન કે શુભ ધ્યાન હોય છે તો પ્રતિપક્ષી અશુભ ધ્યાન કે અધર્મ ધ્યાનનું અસ્તિત્વ પણ હોય જ છે એ સ્પષ્ટ છે. તેથી ધ્યાનની પરિભાષા તે જ શુદ્ધ હોઈ શકે છે જેમાં અશુભ ધ્યાન અને શુભ ધ્યાન બંનેનો સમાવેશ હોઈ શકે છે અન્યથા તે ધ્યાનની પરિભાષા ન કહી શકાય. જૈન આગમો અને અન્ય ગ્રંથોમાં જ્યાં પણ ધ્યાનના ભેદ બતાવ્યા છે કે ધ્યાનની વ્યાખ્યા આપી છે તેમાં આ અપૂર્ણતા નથી અર્થાત્ તે વ્યાખ્યામાં અને ભેદોમાં શુભ અને અશુભ બને ધ્યાનોનો પૂર્ણ સમાવેશ હોય છે. કોઈ પણ વસ્તુની વ્યાખ્યા તે પદાર્થના સંપૂર્ણ અવયવોને ગ્રહણ ન કરે તો તેને સાચી વ્યાખ્યા ન કહી શકાય. જૈનાગમાનુસાર ધ્યાનના ચાર પ્રકાર છે તેમાં બે આત્મા માટે અહિત કર છે, ત્યાજ્ય છે અને બેહિતકર છે, ગ્રાહ્ય છે. પ્રત્યેક ધ્યાનના આલંબન અને લક્ષણાદિ પણ આગમોમાં બતાવેલા છે. બધા પ્રકારના ધ્યાન અને અધ્યાનના સ્વરૂપને બતાવનારી ધ્યાનની Page #229 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્રઃ પરિશિષ્ટ વિભાગ ધ્યાન સ્વરૂપ ૨૯ પરિભાષા આવશ્યક નિર્યુક્તિમાં આ પ્રમાણે છે– गाढालंबण लग्गं, चित्तं वुत्तं निरयणं झाणं । सेसं न होइ झाणं, मउयमवत्तं भमंतं वा ॥ गाथा-१४८३ ॥ અર્થ - કોઈ પણ ગાઢ આલંબનમાં લાગેલ અને અકંપમાનસ્થિર ચિત્ત ધ્યાન કહેવાય છે. શેષ જે ચિત્તની અવસ્થાઓ છે તે ધ્યાન સ્વરૂપ નથી જેમ કે- ૧. આલંબન રહિત શાંતચિત્ત ૨. અવ્યક્તચિત્ત ૩. ભટકતું ચિત્ત. ધ્યાન શતકનામના ગ્રંથમાં जं थिरं अज्झवसाणं तं झाणं, जं चलं तयं चित्तं । तं होज्ज भावणा वा, अणुप्पेहा वा अहव चिंता ॥२॥ અર્થ:- જે સ્થિર અધ્યવસાય છે તે ધ્યાન છે અને જે ચલ–અસ્થિર અધ્યવસાય છે, તે ચિત્ત છે. જો કે ભાવના સ્વરૂપ, અનુપ્રેક્ષા સ્વરૂપ અને અન્ય કોઈ ચિંતા સ્વરૂપ પણ ધ્યાન હોઈ શકે છે. આ બંને ગાથાઓમાં કહેલી પરિભાષાઓમાં શુભ અને અશુભ બંને પ્રકારના ધ્યાનોનો સમાવેશ થઈ જાય છે તથા ધ્યાન સાથે અધ્યાન અવસ્થાનું પણ સ્પષ્ટીકરણ થઈ જાય છે. સાર:- શુભ કે અશુભ જે પણ સ્થિર અધ્યવસાય અવસ્થા છે તે ધ્યાન છે અને જે અસ્થિર-ચંચળ અધ્યવસાય છે તે અધ્યાન અવસ્થા છે. ગાઢ આલંબનયુક્ત અવસ્થા અર્થાત્ કોઈ પણ એક વિષયમાં તલ્લીન અવસ્થા હોય તો ધ્યાન હોઈ શકે છે અને આલંબન રહિત યા મંદ સુખ-શાંત પરિણામ છે, અવ્યક્ત પરિણામ (નિદ્રા આદિના) તથા ભટકતા વિચાર આદિ છે તે કોઈ પણ ધ્યાન નથી, તે આત્માની અધ્યાન અવસ્થા કહેવાય છે. અન્ય અનેક અવસ્થાઓ જે પણ છે તે અધ્યાન રૂપ છે. તેમ આવશ્યક નિર્યુક્તિ ગાથા ૧૪૮૧–૧૪૮રમાં બતાવ્યું છે. અધ્યાન – પ્રચલા-ઝબકી જવાની અવસ્થા, ગાઢ નિદ્રાવસ્થા, જાગૃત અવસ્થામાં પણ અવ્યાપારિત(અપ્રવૃત્ત, શાંત, સુસ્ત) ચિત્ત, જન્મતી સમયની અપર્યાપ્તાવસ્થા, અસંજ્ઞી જીવોના અવ્યક્ત ચિત્ત, મૂચ્છિત અવસ્થા, નશામાં બેભાન અવસ્થા; આ બધી અધ્યાન અવસ્થાઓ છે, આ અવસ્થાઓમાં આત્માનું શુભ કે અશુભ કોઈ પણ ધ્યાન નથી હોતું, શુભાશુભ અધ્યવસાય હોય છે. સંક્ષેપમાં– કોઈ પણ વિષયમાં તલ્લીન થવું અને સ્થિર થવું તે જ ધ્યાન છે. ચાર ધ્યાન – ૧. સુખ-દુઃખના સંયોગ-વિયોગ આદિ વિષયોમાં તલ્લીન અને સ્થિર ચિત્ત આર્તધ્યાન છે. ૨. અન્યનું અહિત કરવા આદિમાં તલ્લીન અને સ્થિર ચિત્ત રોદ્ર ધ્યાન છે. આ બંને આત્મોન્નતિના ધ્યાન નથી. તેથી ધર્મ ધ્યાનની સાધનામાં તેનો સાવધાનીપૂર્વક ત્યાગ કરવામાં આવે છે. ૩. તેના સિવાય આત્મ Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત લક્ષ્યના કોઈ પણ વિષયમાં ચિત્તને તલ્લીન-એકાગ્ર કરવું એ ધર્મ ધ્યાન છે. ૪. તેનાથી આગળ વધીને સૂક્ષ્મ અને સૂક્ષ્મતર વિષયમાં કેન્દ્રિત થવા પર શુક્લ ધ્યાનની પ્રાથમિક અવસ્થા આવે છે. શુક્લ ધ્યાનની આગળની અવસ્થા કેવલજ્ઞાન પ્રાપ્તિના સમયે અને કેવળજ્ઞાન થયા પછી જ હોય છે. તે મોક્ષ પ્રાપ્તિની અમુક ક્ષણો પહેલા હોય છે. તે યોગ નિરોધ અવસ્થા અંતિમ ધ્યાનસ્વરૂપ છે. છદ્મસ્થ અને કેવલીના ધ્યાનનું સ્પષ્ટીકરણ આ પ્રકારે છે. બે પ્રકારે ધ્યાન अंतोमुहुत्तमेत्तं, चित्त-वत्थाण एग वत्थुम्मि । छउमत्थाणं झाणं, जोग निरोहो जिणाणं तु ॥ અર્થ – માત્ર અંતર્મુહૂર્ત માટે કોઈ પણ એક વસ્તુના વિચારમાં ચિત્ત સ્થિર થઈ જાય તે છઘોનું ધ્યાન છે. યોગનિરોધ કરતી વખતે અને યોગનિરોધ થઈ ગયા બાદ જે આત્મ-અવસ્થા હોય છે તે કેવલીઓનું ધ્યાન છે. અંતર્મુહૂર્તબાદ છદ્મસ્થોમાં વિચાર યા ધ્યાન બદલી જાય છે. વિચલિત થઈ જાય છે. ઘણી વસ્તુઓના આલંબનની અપેક્ષાએ વિષયાંતરની અપેક્ષાએ ધ્યાન લાંબા સમય સુધી પણ રહી શકે છે.–[ધ્યાન શતક, ગાથા-૪] છપ્રસ્થોનું ધ્યાન શુભ-અશુભ બંને પ્રકારનું હોઈ શકે છે અને અધ્યાન અવસ્થા પણ ઘણા સમય સુધી રહે છે. કેવલીઓની યોગ નિરોધ અવસ્થામાં શુક્લ ધ્યાન હોય છે, બાકી લાંબી ઉંમર સુધી અધ્યાન અવસ્થા હોય. આ પ્રકારે ધ્યાનને સમજીને આત્માને અશુભમાંથી શુભ ધ્યાનમાં તલ્લીન, સ્થિર કરવાથી ધર્મ ધ્યાનની સાધના કરી શકાય છે. આત્માને ધર્મ ધ્યાનમાં તલ્લીન-સ્થિર કરવા માટે આલંબન ભૂત વિષય આ પ્રમાણે સમજવા-૧. આત્મ સ્વરૂપ, ૨. કર્મ સ્વરૂપ, ૩. ભવ ભ્રમણ સ્વરૂપ, ૪. કષાય સ્વરૂપ, ૫. સિદ્ધ સ્વરૂપ,૬. સ્વદોષ દર્શન, ૭. પરગુણ દર્શન, ૮. સ્વદષ્ટિ પોષણ, ૯. પરદષ્ટિ ત્યાગ, ૧૦. પુદ્ગલાસક્તિ ત્યાગ, ૧૧. એકલાપણાનું ચિંતન- એકવાનુપ્રેક્ષા, તે સિવાય અનિત્યત્વ, અશરણત્વ, અન્યત્વ આદિ ચિંતન તથા જિનભાષિત કોઈ પણ તત્ત્વનું સ્વરૂપ કે જિનાજ્ઞા સ્વરૂપનું ચિંતન. વિષયની પસંદગીમાં એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેમાં શારીરિક, ઈહલૌકિક, સુખસંયોગ, દુઃખવિયોગ, પરના અહિતરૂપ વગેરે અશુભ વિષયો ન હોવા જોઈએ. સાર:- ૧. શુભ ધ્યાન આત્મા માટે હિતકર છે, મહાન કર્મ નિર્જરાનું કારણ છે. ૨. અશુભ ધ્યાન કર્મબંધનો હેતુ છે. ૩. ચિત્તની ચંચળ અવસ્થારૂપ "અધ્યાન" પણ અનેક કર્મોની વૃદ્ધિ કરનાર છે. ૪. મનની શાંત-સુખ કે અવ્યક્ત અવસ્થા પણ અધ્યાનરૂપ છે, તેમાં આશ્રવ ઓછો થવા સાથે નિર્જરા પણ ઓછી થાય છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર: પરિશિષ્ટ વિભાગ: ધ્યાન સ્વરૂપ ૨૩૧ આ ચારે અવસ્થાઓમાં પહેલી અવસ્થા આત્મોન્નતિમાં વધારે ઉપયોગી છે. એમ સમજીને મહાન નિર્જરાના હેતુરૂપ શુભધ્યાન અર્થાત્ ધર્મધ્યાનમાં આત્માને જોડવાની સાધના કરવી જોઈએ. વર્તમાનમાં પ્રચલિત અનેક ધ્યાન પ્રણાલિકાઓથી પ્રાપ્ત અવસ્થાઓ વાસ્તવમાં અધ્યાન રૂપ આત્મ-અવસ્થાઓ છે, એમ ઉપરોકત પ્રમાણ અને વિવેચનથી સમજી શકાય છે. તે ઉપરોકત ચોથી દશા–અવસ્થા છે અર્થાત્ અધ્યાન અવસ્થા છે. તેથી મોક્ષ પ્રાપ્તિની સાધનામાં તે વિશેષ ગતિપ્રદ સાધના બની શકતી નથી. ધ્યાનની સાથે સાચી શ્રદ્ધા – જૈન ધર્મની દષ્ટિએ ધર્મધ્યાનની સાધના કરનાર મુમુક્ષુ સમ્યગ્રજ્ઞાન અને સમ્યમ્ શ્રદ્ધાથી યુક્ત હોવા જોઈએ. તેના વિના સંપૂર્ણ સંયમ અને તપ રાખ ઉપર લીંપણ સમાન થાય છે. જિનવાણી પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા સહિત યથાશક્તિ જિનાજ્ઞાનુસાર શ્રાવકના બારવ્રતરૂપદેશવિરતિ ધર્મમાં અથવા સંયમચારિત્રરૂપ સર્વવિરતિ ધર્મમાં તેમનો પુરુષાર્થ હોવો જોઈએ. આ બંને પ્રકારના ધર્મ પ્રત્યે શ્રદ્ધા-નિષ્ઠા હોવી જોઈએ. પરંતુ “આ તો ક્રિયાકાંડ છે આવા શબ્દો કે ભાવોથી આત્મામાં ઉપેક્ષાવૃત્તિ ન હોવી જોઈએ. શ્રાવકોના આગમિક વિશેષણોમાં સર્વ પ્રથમ વિશેષણ “જીવાદિ પદાર્થોના જ્ઞાતા હોવું બતાવેલ છે. સમ્યકત્વના સ્વરૂપમાં પણ જીવાદિ પદાર્થોનું જ્ઞાન અને શ્રદ્ધા આવશ્યક અંગ કહ્યા છે. ધ્યાન એ તપ છે તેની પહેલાં સમ્યગુજ્ઞાન, સમ્યગુશ્રદ્ધાન અને યથાશક્તિ દેશવિરતિ કે સર્વવિરતિ ચારિત્ર આવશ્યક છે. આ ત્રણની ઉપસ્થિતિમાં જ તપ અને ધ્યાન આદિ આત્મ-સાધનાના અંગરૂપે બનીને વિકાસ કરાવી શકે છે. તેથી તપ કે ધ્યાનની સાધનામાં અગ્રેસર થનાર સાધકોએ પોતાની સમ્યજ્ઞાન, સમ્યગુ શ્રદ્ધા અને સમ્યક ચારિત્રની ભૂમિકાને સુરક્ષિત રાખીને આગળ વધવું જોઈએ. સામાન્ય જ્ઞાનવાળાછઘસ્થ સાધકોની અપેક્ષા વિશિષ્ટ જ્ઞાનવાળા છઘ0. જ્ઞાનીઓની વાત વિશેષ પ્રમાણભૂત માનવી જોઈએ. વિશિષ્ટ જ્ઞાની છદ્મસ્થોની અપેક્ષા સર્વજ્ઞ ભગવંતોની વાત વિશેષ મહત્ત્વની માનવી-સ્વીકારવી જોઈએ. આ નિર્ણય બુદ્ધિ રાખીને શુદ્ધ શ્રદ્ધાની સાથે જ શુદ્ધ આચરણ કરવું જોઈએ. ચારે ધ્યાનના જે લક્ષણ છે, જે આલંબન છે, જે અનુપ્રેક્ષા છે તેમાં વર્તતા જ્યારે સ્થિર અવસ્થા આવે, ત્યારે તે ધ્યાન કહેવાય છે. તેની પૂર્વે સાધકને ધ્યાનના આલંબનાદિ રૂપ અવસ્થામાં રહે છે. જ્યારે આવી સ્થિર અવસ્થા આવે છે ત્યારે જ તે શુભ યા અશુભ ધ્યાન થાય છે. તેથી શુભ ધ્યાન અવસ્થા પ્રાપ્ત કરવા માટે તેના આલંબન આદિમાં Page #232 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત સ્થિર પરિણામ રાખવાનો અભ્યાસ કરવો, તે જ ધર્મ ધ્યાનની સાધના છે. શાસ્ત્રોક્ત આલંબન રહિત માત્ર શરીરના અંગ કે શ્વાસના આલંબનની સાધના કેવલ અસ્થિર ચિત્તની અસ્થિરતા ઓછી કરવાનો ઉપાય માત્ર છે. તેનાથી આગળ વધીને ધર્મ તત્ત્વાનુપ્રેક્ષામાં એટલે કે અધ્યવસાયોને અને ચિત્તને સ્થિર રાખી ભગવદાશામાં, સંસાર કે લોક સ્વરૂપ વગેરેની ભાવનામાં એકાગ્રતા રાખવી તે ધર્મ ધ્યાનની સાધના છે. આવી રીતે સમજપૂર્વક ધર્મ ધ્યાનની સાધના કરવી જ શ્રેયસ્કર છે. ર૩ર અધ્યાન વિચારણા ઃ- સંક્ષેપમાં અધ્યાનના બે પ્રકાર કહ્યા છે– શાંત, સુપ્ત, ચિત્ત અવસ્થા તથા ચંચલચિત્ત અવસ્થા. અન્ય પરિભાષાવાળાઓના ધ્યાનનો સમાવેશ આ અધ્યાન અવસ્થામાં થાય છે. આગમ નિરપેક્ષ થઈ કોઈ તેને પાંચમું ધ્યાન કહે અથવા વાસ્તવિક ધ્યાન આ જ છે અન્ય ચારે અધ્યાન છે એમ કહે તો તેનું કથન બુદ્ધિ કલ્પિત કહેવાશે. તેને જૈનાગમ અથવા જૈનધર્મના ધ્યાનના નામે ઓળખવું- સમજવું તે ભ્રમણા છે. જૈનધર્મનું ધ્યાન જ્ઞાનપૂર્વકનું ધ્યાન છે, તેના ચાર પ્રકાર છે– જેમાં શુભ, અશુભ બન્નેનો સમાવેશ છે. આ ચારે ધ્યાન ચિત્તની સ્થિરતા ઉપર આધારિત છે. બે હેય છે તો બે ઉપાદેય છે. ચારેયના ચાર-ચાર લક્ષણ તથા આલંબન છે. ધર્મ ધ્યાનના ચાર વિચય—ચિંતનના મુખ્ય વિષય છે, ચાર અનુપ્રેક્ષા(અત્મભાવનાઓ) છે, ચાર આલંબન છે અને ચાર રુચિઓ છે. આ સર્વેય ધ્યાનમાં જવા માટેના ઉપયોગી ધર્મ દ્વાર છે. તેમાં પ્રવેશ કરીને કોઈપણ વિષયમાં તલ્લીન થતાં સાધકને ધ્યાન દશા પ્રાપ્ત થાય છે. ચલ-વિચલ અવસ્થામાં તે સાધક ધર્મધ્યાનના આલંબનમાં જ રહે છે, ધ્યાનની અંદર પ્રવેશતા નથી. શાસ્ત્રોક્ત તે સર્વ આવલંબન સ્વાધ્યાય રૂપ તેમજ નિર્જરા રૂપ હોય છે. સાધુઓનું જીવન એ આત્મ સાધના માટે જ હોય છે. તેની દિનચર્ચાના વિષયમાં આગમમાં બતાવ્યું છે કે પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કરવો અને બીજા પ્રહરમાં ધ્યાન ધરવું. સ્વાધ્યાયના ચાર પ્રહર તથા ધ્યાનના બે પ્રહર કહ્યા છે. ગૌતમસ્વામી આદિ અણગારો આગમોક્ત દિનચર્ચાનું પાલન કરતા હતા. આ પ્રમાણે જૈનાગમ જ્ઞાનપૂર્વક ધ્યાન કરવાનું કહે છે. જ્યારે વર્તમાન ધ્યાન પદ્ધતિવાળાઓ ખાવું-પીવું, સૂવું ઇત્યાદિક શારીરિક કાર્યનો નિષેધ ન કરતાં આગમ સ્વાધ્યાયનો નિષેધ કરે છે. આ આગમ નિરપેક્ષ માનસ વૃત્તિ છે. જ્ઞાનથી ધ્યાનની શુદ્ધિ તથા વૃદ્ધિ થાય છે. કષાયોથી ધ્યાનની વિકૃતિ થાય છે. કષાય બાહ્ય વૃત્તિથી થાય છે. જ્ઞાન અંતર્મુખ જાગૃતિનું કારણ બને છે, તે ધ્યાનનો સહયોગી છે. સ્વાધ્યાયને રાગ-દ્વેષનું મૂળ નથી કહેવાતું. વ્યક્તિગત કોઈના માટે આશ્રવનું સ્થાન પણ નિર્જરારૂપ અને નિર્જરાનું સ્થાન પણ બંધરૂપ થઈ જાય છે; જ્યારે સિદ્ધાન્ત ન Page #233 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્રઃ પરિશિષ્ટ વિભાગઃ ધ્યાન સ્વરૂપ તો જ્ઞાનને સદાય આગળ રાખે છે. માટે ધ્યાનમાં જ્ઞાનનો નિષેધ થઈ શકતો નથી. રાગ-દ્વેષના મૂળભૂત વિષય તો ઈન્દ્રિય વિષય, આશા, તૃષ્ણા અને હિંસા વગેરે પાપ છે, તે બધા ત્યાજ્ય છે પરંતુ સ્વાધ્યાય તો ઉપાદેય તત્ત્વ છે, યથાસમયે વૃદ્ધિ કરવાને યોગ્ય છે, આભ્યતર તપ છે. ધ્યાનને પ્રાપ્ત કરાવવામાં આલંબન રૂપ છે. સંપૂર્ણ સાર:- કોઈ પણ આલંબનમાં સ્થિરતા મેળવતાં ધ્યાન કહેવાય છે, તે સિવાય સુપ્તાવસ્થા, ચિત્તવિહલતા અથવા અવ્યક્ત ચિત્તાવસ્થાને ધ્યાન કહેવામાં નથી આવતું. અશુભ આર્ત-રૌદ્રના ચિંતનોથી નિવૃત્ત થઈ ધર્મ તત્ત્વના ચિંતનમાં આવી, સ્થિર થવાનો અભ્યાસ કરી, સ્થિર થવું, તેને ધર્મધ્યાન કહેવાય છે. ધ્યાનની આસપાસના તત્વો ગુપ્તિ - મન, વચન અને કાયાનો નિગ્રહ કરવો, તેમાં પ્રવૃત્તિને અલ્પ, અલ્પતમ કરવી, સહજ આવશ્યક ચિંતન સિવાય અન્ય સંકલ્પોનો નિગ્રહ કરવો, મનને વધુને વધુ વશ કરવું તે મન ગુપ્તિ છે. વચન પ્રયોગ કરવા માટે ઉત્પન્ન થતી ઇચ્છાનો નિગ્રહ કરવો, અત્યન્ત અલ્પ અથવા આવશ્યકતા હોય તો જ બોલવું, તે સિવાય મૌન રહેવું તેને વચન ગુપ્તિ કહેવાય છે. કાયાની ચંચલતા, ઇન્દ્રિયોની ચંચલતા, ખાવું-પીવું, ચાલવું, ફરવું મોજશોખ કરવા આદિ અનેક પ્રવૃત્તિઓથી ઉદાસીન બની કાર્યોના પ્રવર્તન અલ્પ, અલ્પતમમાં કરવા તે કાય ગુપ્તિ કહેવાય. સમિતિ – સમિતિમાં નિગ્રહ કરવાનો નથી. દિવસ-રાતમાં જે આવશ્યક કર્તવ્ય કરવાના હોય તે કરવા છતાં પણ ગયે વરે કયું વિટ્ટ આદિનું અવશ્ય પાલન કરવું. અર્થાત્ દરેક પ્રવૃત્તિ જતનાપૂર્વક કરવી; દરેક કાર્યમાં વિવેક રાખવો; આ રીતે સમિતિમાં નિગ્રહ સ્થાને વિવેક–જતનાની મુખ્યતા છે. સ્વાધ્યાય – આગમ કથિત તત્ત્વોનું અધ્યયન-સ્વાધ્યાય કરવો, કંઠસ્થ કરવું, અર્થ સમજવા, શંકા સમાધાન કરવા, પુનરાવર્તન કરવું, સ્વયં અનુપ્રેક્ષણ કરી અર્થ-પરમાર્થની ઉપલબ્ધિ કરવી, શ્રુત નવનીતને યથાવસરે ભવી જીવો સમક્ષ પીરસવુંતેવાવાચના પૃચ્છના, પરિવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથારૂપ સ્વાધ્યાયના અંગ છે. ધ્યાન – (૧) સંયોગ વિયોગના ગાઢ સંકલ્પ-વિકલ્પ આર્તધ્યાન છે. (૨) બીજાના અનિષ્ટનો સંક્લિષ્ટ સંકલ્પ રૌદ્રધ્યાન છે. (૩) આત્મલક્ષી બાર ભાવનાદિના અનુપ્રેક્ષણ તે ધર્મધ્યાન છે. (૪) અત્યંત શુક્લ અને સૂક્ષ્મતમ આત્મા અનુપ્રેક્ષા કરવી, આત્મભાવમાં દઢતાની અવસ્થા પ્રાપ્ત થવી તેને શુક્લ ધ્યાન કહેવાય છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત, ધ્યાન અને સ્વાધ્યાય – જ્ઞાન તથા જ્ઞાનના પરમાર્થનું અનુપ્રેક્ષણ સ્વાધ્યાય છે. સ્વાધ્યાયધર્મધ્યાનનું આલંબન છે પરંતુ ધ્યાન સ્વાધ્યાયના પાંચ પ્રકારથી ભિન્ન તત્ત્વ, ભિન્ન તપ છે. પરંપરાએ વ્યવહારમાં કહેવાતું ધર્મધ્યાન તો ધર્માચરણ માટે રૂઢ શબ્દ છે. તેવી જ રીતે બીજા પ્રહરનું આગમ કથિત ધ્યાન પણ તે આગમોના અર્થનું ચિંતન, મનન અને અવગાહન માટે રૂઢ પ્રયોગ છે. કારણ કે બીજા પ્રહરનાં ઉત્કાલિક સૂત્રોના સ્વાધ્યાય કરવો; ગુરુ પાસે અર્થની વાચના લેવી અને પ્રથમ પ્રહરમાં કરાયેલા સ્વાદાયના અર્થ-પરમાર્થનું અનુપ્રેક્ષણ કરવું ઇત્યાદિ વિધાનોથી પણ તે સ્વાધ્યાય પ્રવૃત્તિ રૂપ ધર્મધ્યાન જ છે, એવું આગમ પાઠોથી તથા સ્વાધ્યાયના કહેવાયેલ પાંચ ભેદોના વર્ણનથી સ્પષ્ટ થાય છે. તેથી જ ધ્યાનની પોરસીનું બીજું નામ અર્થ પોરસી તેમ અનેક જગ્યાએ કહેવામાં આવ્યું છે. ધ્યાન સ્વતંત્ર છે, સ્વાધ્યાયથી ભિન્ન છે. તેને સ્વાધ્યાયની પરિભાષાથી અને સ્વાધ્યાયના પાંચ ભેદોથી અલગ સમજવું જોઈએ. ધ્યાન તપની અપેક્ષાએ આગમમાં પુત્રરા વર સમક્ષ થH નાયિ નીરમા તથા નો પુત્રરત્તાવ૨૨૪ છાને, સંવેદg |આદિ વાક્ય આવ્યા છે. તથા આગમમાં ધ્યાનની અનુપ્રેક્ષાઓ પણ સ્વતંત્ર કહેવામાં આવી છે. તાત્પર્ય એ છે કે પુગલલક્ષી યા પરલક્ષી અનુપ્રેક્ષણની તલ્લીનતા અશુભ ધ્યાન છે. આત્મલક્ષી, સંયમલક્ષી અનુપ્રેક્ષણની તલ્લીનતા શુભ ધ્યાન છે તથા તત્ત્વલક્ષી અનુપ્રેક્ષણ સ્વાધ્યાયના ભેદરૂપ અનુપ્રેક્ષા છે. વ્યુત્સર્ગ – મન, વચન અને કાયાની પ્રવૃત્તિને સમયની મર્યાદા કરી વોસિરાવી દેવી; સંઘ સમૂહ અને સંયોગોનો ત્યાગ(શક્ય હોય તેટલો કે સર્વથા ત્યાગ) કરવો વ્યુત્સર્ગ તપ છે. તેમાં કાયોત્સર્ગનો, મૌન વ્રતનો અને એક વસ્તુ યા ક્રિયા પ્રેક્ષણનો (જ્ઞાતા-દષ્ટ ભાવનો) સમાવેશ સમજવો જોઈએ. સ્વાધ્યાય તથા તેના અનુપ્રેક્ષણરૂપ ધ્યાન કલાકો સુધી થઈ શકે છે. વ્યુત્સર્ગરૂપ કાયોત્સર્ગ અને મૌનવ્રત લાંબા સમય સુધી શક્તિ અનુસાર, સ્થિરતા (દઢતા) અનુસાર થઈ શકે છે, પરંતુ ધ્યાન ક્ષણિક હોય છે. તે મિનિટ, બે મિનિટ અથવા ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી રહી શકે છે, તેથી વધુ ન રહી શકે. જાપ અને લોગસ્સ - જાપ અને લોગસ્સ આદિનું પુનરાવર્તન કરવું તે વ્યુત્સર્ગ પણ નથી. તે પ્રવર્તન આગમ આધારે નથી પણ પરંપરા માત્ર છે. જો કે તે સાધકની માત્ર પ્રાથમિક ભૂમિકા રૂપે સ્વીકારેલ છે. નમસ્કાર અથવા વિનય પ્રવર્તન મર્યાદાથી થાય છે. દા.ત. ગુરુ કે માતાપિતા આદિને પ્રણામ, ચરણ સ્પર્શ, વંદન યથાસમયે જ થાય છે. તેનું કોઈ રટણ Page #235 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્રઃ પરિશિષ્ટ વિભાગઃ ધ્યાન સ્વરૂપ કરે, વારંવાર પ્રણામ કરે તે અનુપયુક્ત છે. ગુણકીર્તન પણ યથા સમયે એક વખત પ્રગટ રૂપે કરવું યોગ્ય છે. વારંવાર કરવું તે આગમ સંમત કે ઉન્નતિશીલ પ્રવર્તન નથી તેમજ ધ્યાન આદિરૂપ પણ(વાસ્તવમાં) નથી. પરંતુ આ જાપ પ્રવૃત્તિ આશ્રવ ત્યાગ સાધક છે અને સામાન્ય સાધકોની છે; પ્રાથમિક અવસ્થારૂપ છે; તેમજ સ્વાધ્યાય આદિ કરવાની યોગ્યતા રહિત વ્યક્તિ માટે આલંબનરૂપ છે. સર્વથાત્યાજ્ય નથી અને સદાને માટે તેમાં જ રોકાઈ જવાય નહીં. યથાશક્ય સ્વાધ્યાય અને ધ્યાનની વૃદ્ધિ કરવામાં પ્રયત્નશીલ બનવું જોઈએ. ધ્યાનાદિના આસન :– સામાન્ય સાધુઓનો અધિક સમય સ્વાધ્યાય અને તેના અનુપ્રેક્ષણરૂપ જ્ઞાનધ્યાનમાં વ્યતીત થાય છે. છદ્મસ્થ તીર્થંકર, જિનકલ્પી અને પ્રતિમાધારી આદિ શ્રમણો અધિક સમય વ્યુત્સર્ગમાં પસાર કરે છે. ૨૩૫ કાયોત્સર્ગ વ્યુત્સર્ગનું જ અંગ છે. તે વિધિથી તો ઊભા-ઊભા જ કરવામાં આવે છે. અપવાદમાં બેઠા કે સૂતાં પણ કરાય છે. સ્વાધ્યાયના અનુપ્રેક્ષણરૂપ ધ્યાન ઉત્કટુક આસનથી(ખમાસમણા દેવાના આસને) કરવું તે મુખ્ય વિધિ છે. શેષ સામાન્ય વિધિના આસન છે. ધ્યાન પદ્માસન, પર્યંકાસન, સુખાસન, ઉત્કૃટુકાસન આદિ આસનથી કરી શકાય છે. સ્વાધ્યાય વિનયયુક્ત કોઈપણ આસનથી કરી શકાય છે. કાયોત્સર્ગ શબ્દ કાયાની મુખ્યતાથી કહેવામાં આવેલ છે તોપણ ત્રણે યોગોનો શક્ય વ્યુત્સર્ગ કરવો એમાં અન્તર્ભાવિત સમજવો જોઈએ. એક તપમાં બીજું તપ :– કોઈ પણ તપની સાથે અન્ય તપ કરવાનો નિષેધ નથી. દા.ત. સ્વાધ્યાય કરતાં-કરતાં આત્મ ધ્યાનમાં લીન થઈ શકાય છે અથવા કાઉસગ્ગમાં સ્વાધ્યાયનું ચિંતન કરી શકાય છે. એકનું અસ્તિત્વ અને નિરૂપણ બીજામાં એકમેક ન કરવું અને એકના અભાવમાં બીજાનો નિષેધ પણ ન કરવો. દા.ત. ઉપવાસમાં પૌષધ થઈ શકે છે. પણ પૌષધ વિના ઉપવાસ થતો નથી, આ નિષેધ અનુચિત છે. તેમજ ઉપવાસ, વિના પૌષધ નથી થતો તે નિષેધ પણ આગમ વિરુદ્ધ છે. આહાર ત્યાગ પણ એક વ્રત પ્રત્યાખ્યાન તપ છે. તો સાવધયોગ ત્યાગ પણ વ્રત છે. બંને સાથે થઈ શકે છે. તેમના મહત્ત્વ અને નામ જુદા જુદા છે. એકાંત આગ્રહ રાખવો જિનમાર્ગ વિરુદ્ધ છે. જે સાધકને જે રુચિ, યોગ્યતા અને અવસર હોય તે એક યા અનેક ધર્મક્રિયા કે તપ આદિ સાથે કે જુદા-જુદા કરી શકે છે. કોઈ સાધક ઉચ્ચ કક્ષાની સાધના કરે છે તો કોઈ અન્ય કક્ષાની પણ. શ્રદ્ધા અને જ્ઞાન શુદ્ધ છે, તો કોઈ પણ કક્ષાની આગમોક્ત ક્રિયાને એકાંત દષ્ટિકોણથી ખરાબ યા ખોટી કહેવી કે સમજવી યોગ્ય નથી. સમન્વયદષ્ટિથી કે આગમના અનુપ્રેક્ષણથી કોઈપણ વ્યક્તિની કે પ્રવૃત્તિની કસોટી મધ્યસ્થતાની સાથે કરવી જોઈએ. & --ww.jdtinelibrary.org Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત પરંપરા યા એકાંતિક દષ્ટિથી કોઈની કસોટી કરવી તે સંકુચિત દષ્ટિકોણ છે. તેમ કરનાર સ્વઆત્મામાં કે અન્યમાં રાગદ્વેષની વૃદ્ધિ કરવાવાળો બને છે. જેથી સમભાવ અને પરમશાંતિમાં ક્ષતિ થાય છે, વૃદ્ધિ થતી નથી. અન્યની ઉપેક્ષા ન કરવી – અન્ય ધર્મમાં યોગાભ્યાસ છે, તે જૈન ધર્મમાં વ્યુત્સર્જનરૂપ કાઉસગ્ગ તપ કહેલ છે. જે સાધકમાં સમ્યગુજ્ઞાન, શ્રદ્ધા સુરક્ષિત છે, તે સાધક માટે તપ રૂપ યા અનાથવ રૂપ કોઈ પણ ક્રિયા હિતકર સિદ્ધ થઈ શકે છે. તેમાં કોઈને હીન સમજવું અવિવેક કહેવાય. આચારાંગ શ્રુત સ્કંધ –૨, અધ્યયન–૧ માં ભિન્ન પ્રકારની સાત વિદેષણાઓ કહી છે. તેના અંતમાં કહ્યું છે કે જેને જેમાં સમાધિ ઉપજે તે કરે; પણ એમ નવિચારે કે હું જ શ્રેષ્ઠ કરી રહ્યો છું, બીજા નહીં', પણ એમ વિચારે કે જેને જેમાં સમાધિ અને રુચિ છે તે તેમ કરે છે, બધા જિનાજ્ઞામાં ઉપસ્થિત છે.' તેથી જિનાજ્ઞા બહારની કોઈ પણ સાધના અસમ્યક કહી શકાય પરંતુ જિનાજ્ઞામાં રહેતાં કોઈ ગમે તે એક યા અનેક સાધના કરે તેને દોષ દષ્ટિથી જોવું યોગ્ય નથી. તાત્પર્ય કહેવાનું એ છે કે પોતાના સ્થાન ઉપર આયંબિલનું મહત્ત્વ છે તો ઉપવાસનું મહત્ત્વ પણ તેના સ્થાન ઉપર છે. પોતાના સ્થાને સ્વાધ્યાયનું મહત્ત્વ છે તો સેવાનું મહત્ત્વ પણ ઓછું નથી. પોતાના સ્થાને સ્વતંત્ર વિહારી બનવાનો બીજો શ્રમણ મનોરથ છે તો સમૂહની સારણા-વારણા કરવી આચાર્ય માટે શીઘ મોક્ષફળ અપાવનારી બને છે. આગમમાં જિનકલ્પ અને અચેલ ચર્યા પણ બતાવામાં આવી છે તો વસ્ત્રયુક્ત સંયમની આરાધના પણ કહી છે. તેથી સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ બધા તપો પોત-પોતાનું અલગ અસ્તિત્વ ધરાવે છે. તેને વખોડવા ન જોઈએ; ચાહે પોતાના હોય કે પરાયા. અનિમેષ દષ્ટિ વિચારણા - આગમમાં કાયોત્સર્ગને માટે જે “અનિમેષ દૃષ્ટિ યા એક પુદ્ગલ દષ્ટિ' શબ્દનો પ્રયોગ છે, તેને ભાવાત્મક પણ સમજી કાયાનો વ્યુત્સર્ગ કરવો છે. તો તેમાં આંખોને બંધ પણ કરી શકાય છે. સામાન્ય સાધકોને આખો ખુલી રાખવાથી અનેક વિકલ્પો ઉત્પન્ન થાય છે. અંધારી રાત્રે, સ્મશાનમાં કે કોઈ ગુફામાં કાયોત્સર્ગ કરવામાં આવે ત્યારે ઉક્ત અનિમેષ દષ્ટિ શબ્દનો અર્થ– આત્મ દષ્ટિને એક વસ્તુ યા એક ક્રિયા ઉપર કેન્દ્રિત કરી શેષનું ભાવથી વ્યુત્સર્જન કરી દેવું તેમ સમજવો. શું “રિસર્ચ ધ્યાન છે? – રિસર્ચરૂપ અધ્યયન પ્રણાલીને સ્વાધ્યાયના અનુપ્રેક્ષણ રૂપ ચોથા વિભાગની કક્ષામાં સમજવી પરંતુ તેની સાથે સમ્યક દર્શન ન હોવાથી તે પ્રવૃત્તિ મોક્ષમાર્ગમાં ગણાતી નથી, નહીં કે ધ્યાન તપના ભેદમાં. Page #237 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર: પરિશિષ્ટ વિભાગઃ ધ્યાન સ્વરૂપ પાંચમો આવશ્યક - પ્રતિક્રમણનો પાંચમો આવશ્યક કાયવ્યત્સર્જન છે. તેનું મૌલિક સ્પષ્ટીકરણ શ્વાસોશ્વાસમાં કહ્યું છે અર્થાત્ દેવસિક પ્રતિક્રમણમાં ૧00 શ્વાસોચ્છવાસ. રાત્રિક પ્રતિક્રમણમાં ૫૦ શ્વાસોચ્છવાસ. પાક્ષિક પ્રતિક્રમણમાં ૩૦૦ શ્વાસોચ્છવાસ. ચાતુર્માસિક પ્રતિક્રમણમાં પ00 શ્વાસોચ્છવાસ. સાંવત્સરિક પ્રતિક્રમણમાં ૧૦૦૮ શ્વાસોચ્છવાસ. આગમમાં અનેક જગ્યાએ લોગસ્સનો પાઠ કાઉસગ્ન પછી બોલવાનો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. તે સ્તુતિ-કીર્તનનો પાઠ છે. કીર્તનને પ્રગટરૂપે બોલવાથી જભક્તિ પ્રદર્શિત કરી શકાય છે. કાયોત્સર્ગમાં લોગસ્સ બોલવાનું આગમ પ્રમાણ ન હોવાથી અને તર્કસંગત પણ ન હોવાથી શ્વાસોચ્છવાસના સ્થાને પ્રાથમિક સ્ટેજમાં બનાવેલી પરંપરા માત્ર છે, એવું સમજવું. આ કારણે ક્રાંતિકારી ધર્મસિંહજી મ. સાહેબે તે પરંપરાને પરિવર્તિત કરી હતી. જે આજે પણ અનેક સંપ્રદાયોમાં પ્રચલિત છે, તેઓ લોગસ્સનો કાઉસગ્ગ કરતા નથી તેમજ તેઓ મૌલિક શ્વાસોચ્છવાસ પ્રણાલીને પણ સમજતા નથી. સારાંશ :- સારાંશ એ છે કે સમિતિ અલગ છે. ગુપ્તિ અને વ્યુત્સર્ગમાં પણ થોડીક ભિન્નતા છે. સ્વાધ્યાયના અનુપ્રેક્ષણમાં તથા ધ્યાનના અનુપ્રેક્ષણમાં પણ ફરક છે. સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ ત્રણે અલગ અલગ દસમું, અગિયારમું તથા બારમું તપ છે. જાપ અને લોગસ્સ આદિનું રટણ પણ એક પ્રાથમિક સ્ટેજ માટે ચાલુ કરાયેલી પરંપરા છે. તેને વિશાળ દષ્ટિથી સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. વર્તમાનના પેક્ષાધ્યાન આદિ શું છે? ઉક્ત બધા સ્થળોનો વિચાર કરવાથી નિર્ણય થાય છે કે વર્તમાનમાં પ્રચલિત 'પ્રેક્ષા ધ્યાન, નિર્વિકલ્પ ધ્યાન અને વિપશ્યના ધ્યાન આદિનો વ્યુત્સર્ગ તપમાં સમાવેશ થાય છે. તેમાં જે ધ્યાન શબ્દ રૂઢ કરી દેવામાં આવ્યો છે તે અશુદ્ધ છે. કારણ કે તે પ્રણાલિકામાં મન, વચન અને કાયાનું સુત્સર્જન જ શીખવાડવામાં આવે છે. સ્વાભાવિક ચાલવાવાળી કાયપ્રવૃત્તિ શ્વાસોચ્છવાસ આદિનું પ્રેક્ષણ, આત્મભાવ રૂપ જ્ઞાતા-દષ્ટાની વૃત્તિથી થાય છે. યોગોના ત્યાગને જ અપેક્ષાએ કાયોત્સર્ગ કહ્યો છે. તેથી તેને 'હઠયોગ' પણ કહેવાય છે. આ સંપૂર્ણ પ્રકારના યોગોના ત્યાગરૂપ ધ્યાન વ્યુત્સર્ગ તપ છે. જે પ્રકારે મિથ્યાષ્ટિના ઉપવાસ, સામાયિક, સંવર આદિ તપ-સંયમ તો A કહેવાય પણ સમ્યકષ્ટિ ન હોવાથી મોક્ષના કારણરૂપ બનતા નથી. માસખમણનું Jain Education Intefnational or Private & Personal Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ ૩૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત : તપ પણ મિથ્યાત્વીનું તપ જ કહેવાય છે પરંતુ તે મોક્ષનો હેતુ હોતો નથી. તે પ્રમાણે વર્તમાનમાં પ્રચલિત યોગ-વ્યુત્સર્જન પ્રવૃત્તિ અધ્યાન છે અર્થાત્ ધ્યાન રહિત અવસ્થા છે. તેની સાથે સમ્યક તત્ત્વજ્ઞાન, આગમશ્રદ્ધા, સમ્યક સંયમ ભાવ હોય તો તે વ્યુત્સર્જન નામનું બારમું તપ છે, મોક્ષના હેતુરૂપ છે, અજ્ઞાન તપ નથી. વર્તમાનકાળના અનેક ધ્યાન કર્તાઓમાં સમ્યક શ્રદ્ધાની શુદ્ધિ હોતી નથી. તેઓ વ્રતોનું યથાશક્તિ પાલન ન કરતાં ઉપેક્ષા ભાવ રાખે છે. તેઓ વ્યુત્સર્જન સિવાયના સ્વાધ્યાય, ધ્યાન આદિ તપોને મહત્ત્વ આપતા નથી, એકાંત વ્યુત્સર્ગ ધ્યાનનો આગ્રહ રાખી, તેને જ વીતરાગતા પ્રાપ્તિનો ઉપાય માને છે અને અન્ય તપનો નિષેધ કરે છે; તે સાધકો મોક્ષમાર્ગની આરાધનામાં ગણાઈ શકાતા નથી. શ્રાવકોમાં કોઈ એક-બે અથવા બાર વ્રતનું પાલન કરે છે. કોઈ અન્ય વ્રત પ્રત્યાખ્યાન લે છે, તેવી રીતે અનેક ભિન્નતાઓમાં પણ અંતે બધા શ્રાવક જ કહેવાય છે. સાધુઓમાં પણ કોઈ અધ્યયનમાં રુચિ રાખે છે તો કોઈ અનશન તપમાં વૃદ્ધિ કરે છે. કોઈભિક્ષાચરી તો કોઈવૈયાવચ્ચમાં આનંદમાને છે. કોઈ સ્વાધ્યાયમાં, કોઈ ધ્યાનમાં તો કોઈ વ્યુત્સર્જનમાં સ્થિર થાય છે. બધા પોતાની યોગ્યતાનુસાર આત્મ સાધના અને તપ નિર્જરામાં ગણાય છે; તેમાં કોઈ પણ સાધનાને એકાંત વીતરાગ માર્ગ માનીને અન્યનો નિષેધ કરવો, એ ઉચિત નથી જ. વાસ્તવમાં વર્તમાનની ધ્યાન પ્રણાલી પ્રાયઃ કરીને વ્યુત્સર્ગ તપનું એક વિકૃત રૂપ છે. એના સાધક પ્રાયઃ અન્ય સાધનાઓનું મહત્ત્વ માનતા નથી તથા વ્યુત્સર્ગ તપ તો ઊભા રહીને શરીરના મમત્વ અને સંસારના ત્યાગના સંકલ્પથી થાય છે પરંતુ વર્તમાન પ્રણાલીઓના સાધકોનું ધ્યાન ગમે તે આસનથી થાય છે. શરીરના મમત્વનો ત્યાગ પણ તેમાં આવશ્યક હોતો નથી. કાયોત્સર્ગ તપ શરીર નિરપેક્ષ હોય છે, કિંતુ વર્તમાનના પ્રચલિત ધ્યાન શરીર સાપેક્ષ હોય છે. આ પ્રકારે બન્નેમાં અંતર છે. તેથી આ વર્તમાન ધ્યાન પ્રણાલિકાઓ ધ્યાન નથી પણ અઘ્યાન-ધ્યાન રહિત અવસ્થા છે અર્થાત્ વ્યુત્સર્ગ તપનું વિકૃત પરિશેષરૂપ છે, એમ સમજવું જોઈએ. પ્રશ્ન :- કાય ક્લેશ, ધ્યાન તથા વ્યુત્સર્ગ આ ત્રણેને બાર પ્રકારના તપમાં જુદુ જુદું સ્થાન આપ્યું છે તો તેમાં શી ભિન્નતા છે ? ઉત્તર ઃકાયાને કોઈ પણ આસન પર સ્થિર કર્યા પછી ઉત્પન્ન થતી અશાતાવેદનાને દીનતા, ભય આદિથી રહિત બની સહન કરવું તે કાય ક્લેશ તપ છે. વાયુ વિનાના સ્થાનમાં જેમ દીપકની શિખા સ્થિર રહે છે તેમ મનને સ્થિર કરવું તથા સૂર્યના કિરણોને જેમ બહિર્ગોળ કાચમાં કેન્દ્રિત કરવામાં આવે છે તેમ મનને કેન્દ્રિત કરવું ધ્યાન છે. Jain Education Internationa Page #239 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્રઃ પરિશિષ્ટ વિભાગ : ધ્યાન સ્વરૂપ મનની સ્થિરતાની જેમ વચન, કાયાની એકાગ્રતા પણ ધ્યાનનું અંગ છે. ધ્યાન બળથી કાયાની વેદનાને પરાઈ સમજવી, તુચ્છ સમજવી, શરીર ઉપરથી મમતા હટાવી તેને નિશ્ચેષ્ટ કરવું, તેવી જ રીતે વચન અને મનને પણ ચેષ્ટા રહિત કરવું; એવી આત્મસ્થિતિનું હોવું અને આત્મસ્થ થઈજવાના કારણે કાયાની વેદનાનો અહેસાસ ન થવો અથવા મંદ અનુભવ થવો આ ત્રણે યોગોનું શક્ય વ્યુત્સર્જન કરવું તે જ કાયોત્સર્ગ છે. ૩૯ પ્રશ્ન ઃ- નિર્વિકલ્પ ધ્યાનનો સંભવ છે ? ઉત્તર ઃ- જૈનાગમની દૃષ્ટિએ તે અશુદ્ધ વાક્ય પદ્ધતિ છે. નિર્વિકલ્પ હોવું કે તેનો અભ્યાસ કરવો તે વ્યુત્સર્ગ તપ છે. જેમાં વચન અને કાયાની સાથે મનનો અર્થાત્ ચિંતનનો ત્યાગ કરવામાં આવે છે. આ રીતે નિર્વિકલ્પ હોવું સંભવ છે. કારણ કે વ્યુત્સર્ગ તપ પણ સંભવ છે જ. કોઈ પણ યોગનું અંતર પડી શકે છે. ગાઢ નિદ્રામાં, બેહોશ દશામાં પણ મનોયોગનું અંતર પડે જ છે. આત્મ અધ્યવસાય તો અરૂપી છે. તે સદાય શાશ્વત રહે છે. પણ મન તો પુદ્ગલ પરિણામી અને વિરહ સ્વભાવી છે તેથી નિર્વિકલ્પ સાધનાનો નિષેધ ન કરવો. નિર્વિકલ્પ સાધના ધ્યાન નથી પરંતુ ધ્યાનથી આગળની સાધના છે. ધ્યાન અગિયારમું તપ છે જ્યારે નિર્વિકલ્પ સાધના વ્યુત્સર્ગરૂપ બારમું તપ છે. જેમ જિનમત વિરુદ્ધ તાપસાદિના માસ, બે માસના સંથારા પણ આગમમાં પાદપોપગમન સંથારા કહેવાય છે. તેવી જ રીતે જિનમતમાં શ્રદ્ધા ન રાખવાવાળાના ઉપવાસ આદિને તપ અને વ્યુત્સર્ગ રૂપ નિર્વિકલ્પ સાધનાને વ્યુત્સર્ગ તપ જ કહેવાય છે. પરંતુ જિન વચનોમાં સમ્યગ્ શ્રદ્ધાના અભાવમાં તેઓનું તે તપ મોક્ષ સાધનરૂપ અથવા આરાધનારૂપ નથી થતું. કારણ કે સમ્યક્ત્વ વિના સમસ્ત ક્રિયાઓ અલૂણી છે; પૂર્ણ ફળદાયક થઈ શકતી નથી. ધર્મ ધ્યાનનું ચિંતન [નોંધઃ- ગુજરાતમાં કેટલાક સમુદાયોમાં પાંચમા આવશ્યકના કાયોત્સર્ગમાં આ પ્રમાણે ચિંતન કરવામાં આવે છે.] (૧) પહેલો ભેદ—આણા વિચય :- આણા વિચય કહેતાં વીતરાગની આજ્ઞાનો વિચાર ચિંતવવો. વીતરાગદેવની આજ્ઞા એવી છે કે સકિત સહિત બાર વ્રત, અગિયાર પડિમા, સાધુજીના પાંચ મહાવ્રત, બાર ભિક્ષુની પડિમા, શુભ ધ્યાન, શુભ જોગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને છકાય જીવની રક્ષા; તેની આરાધના કરવી; તેમાં સમય માત્રનો પ્રમાદ ન કરવો તેમજ ચતુર્વિધ સંઘના ગુણોનું કીર્તન કરવું; આ ધર્મ ધ્યાનનો પહેલો ભેદ કહ્યો. (૨) બીજો ભેદ—અવાય વિચયઃ— અવાય વિચય કહેતાં જીવ સંસારમાં દુઃખ શા માટે Page #240 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ભોગવે છે, તેનો વિચાર ચિંતવવો. તેનો વિચાર એ છે કે મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, અશુભ યોગ, અઢાર પાપસ્થાનક અને છકાય જીવની હિંસા; તેનાથી જીવ દુઃખ પામે છે. માટે એને દુઃખનું કારણ જાણી, તેનો ત્યાગ કરી, સંવર માર્ગ આદરવો. જેથી જીવ દુઃખ ન પામે; આ ધર્મ ધ્યાનનો બીજો ભેદ કહ્યો. ૪૦ - (૩) ત્રીજો ભેદ–વિવાગ વિચય :– વિવાગ વિચય કહેતાં જીવ સંસારમાં સુખ અને દુઃખ ભોગવે છે, તે શા થકી, તેનો વિચાર ચિંતવવો. તેનો વિચાર એ છે કે જીવે જેવા રસે કરી પૂર્વે જેવા શુભાશુભ જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મ ઉપાર્જન કર્યા છે તે શુભાશુભ કર્મના ઉદયથી જીવ તે પ્રમાણે સુખ અને દુઃખ અનુભવે છે. તે અનુભવતા થકા કોઇ ઉપર રાગ-દ્વેષ ન આણી, સમતાભાવ રાખી, મન, વચન, કાયાના શુભ યોગ સહિત શ્રી જૈન ધર્મને વિષે પ્રવર્તીએ, જેથી નિરાબાધ પરમ સુખને પામીએ; આ ધર્મ ધ્યાનનો ત્રીજો ભેદ કહ્યો. (૪) ચોથો ભેદ—સંઠાણ વિચય :- સંઠાણ વિચય કહેતાં ત્રણ લોકના આકારનોવિચાર ચિંતવવો. ત્રણ લોકના આકારનું સ્વરૂપ સુપઈષ્ટક(સરાવલા)ને આકારે છે. લોક જીવ અજીવથી સંપૂર્ણ ભર્યો છે. મધ્ય ભાગે અસંખ્યાત યોજનની ક્રોડા– ક્રોડી પ્રમાણ તીરછો લોક છે. તેમાં અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે. અસંખ્યાત વાણવ્યંતરના નગરો છે. અસંખ્યાત જ્યોતિષીના વિમાનો છે. અસંખ્યાત દેવતાઓની રાજધાનીઓ છે. તે તિરછાલોકની મધ્યમાં અઢીદ્વીપ છે. તેમાં જઘન્ય તીર્થંકર વીસ અને ઉત્કૃષ્ટ હોય તો ૧૬૦ અથવા ૧૭૦ હોય. સામાન્ય કેવળી જઘન્ય અનેક ક્રોડ, ઉત્કૃષ્ટ હોય તો પણ અનેક ક્રોડ, સાધુ સાધ્વી જઘન્ય અનેક હજાર ક્રોડ, ઉત્કૃષ્ટ પણ અનેક હજાર ક્રોડ હોય છે. તેમને વંદામિ, નમંસામિ, સક્કારેમિ, સમ્માણેમિ, કલ્લાણ, મંગલ, દેવાં, ચેઈય, પન્નુવાસામિ. તેમજ તિરછા લોકમાં અસંખ્યાત શ્રાવક શ્રાવિકાઓ છે તેમના ગુણગ્રામ કરવા. તિરછા લોકથી અધિક મોટો ઉર્ધ્વલોક છે. તેમાં બાર દેવલોક, નવ ગ્રેવયેક અને પાંચ અનુત્તર વિમાન છે. તે સર્વના મળીને કુલ ૮૪,૯૭,૦૨૩ વિમાનો છે. તે ઉપર લોકાગ્રે સિદ્ધશિલા છે. ત્યાં સિદ્ધ ભગવંતજી નિરંજન, નિરાકાર બિરાજી રહ્યા છે. તેમને वंदामि नम॑सामि सक्कारेमि सम्माणेमि कल्लाणं मंगलं देवयं चेइयं पज्जुवासामि । તે ઉર્ધ્વલોકથી કંઈક અધિક(મોટો) અધોલોક છે. તેમાં સાત નરકના ૮૪ લાખ નરકાવાસા છે. ૭ કરોડ, ૭૨ લાખ ભવનપતિના ભવનો છે. એવા ત્રણે લોકના સર્વસ્થાનો સમકિત રહિત કરણી કરીને આ જીવે અનંતી-અનંતી વાર જન્મ મરણે કરી સ્પર્શી મૂકયા છે. તો પણ આ જીવને જન્મ-મરણનો અંત આવ્યો નથી. એવું જાણી સમક્તિ સહિત શ્રુત અને ચારિત્ર ધર્મની આરાધના કરવી. જેથી અજર અમર નિરાબાધ પરમ સુખને પામીએ. આ ધર્મ ધ્યાનનો ચોથો ભેદ કહ્યો. ॥ ધ્યાન સ્વરૂપ પરિશિષ્ટ સંપૂર્ણ ॥ Page #241 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્રઃ પરિશિષ્ટ વિભાગઃ ધર્મના પ્રાણ ર૪૧ પરિશિષ્ટ-૬ એકતાના અભાવમાં પણ વીતરાગ ધર્મ નિષ્પ્રાણ નથી જૈનધર્મ મોક્ષપ્રાપ્તિનો સાચો અને શુદ્ધ માર્ગ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ આ મોક્ષ માર્ગ છે અર્થાત્ આ ચાર મોક્ષના ઉપાય છે. આ ચારને જ જૈન ધર્મના પ્રાણ સમજવા જોઈએ. (૧) જ્ઞાન ઃ— જો કે વર્તમાનમાં સિંધુમાં બિંદુ જેટલું જ્ઞાન શેષ રહ્યું છે. તો પણ એટલું જૈન સાહિત્ય ઉપલબ્ધ છે કે આજના માનવને મોક્ષ સાધના માટે પર્યાપ્ત સાધનરૂપ છે. ઘણા સંત-સતીજીઓ આગમ અભ્યાસ, ચિંતન, મનન અને તેનું પ્રવચન-વિવેચન સમાજને અલગ-અલગ રૂપમાં દેવામાં નિરંતર પ્રયત્નશીલ છે. તેઓ પોતે પણ ભણે છે તેમજ બીજાને માટે સરલ સાહિત્ય તૈયાર કરે છે. શાસ્ત્ર કંઠસ્થ કરવામાં, વાંચન કરવામાં તેમજ આગમ પ્રકાશનના નિમિત્તથી સાધુ સમાજમાં જાગૃતિ પ્રત્યક્ષ દેખાય છે. કેટલાય સંત-સતીજીઓનું તેમજ શ્રાવક-શ્રાવિકાઓનું જીવન આગમ વાંચનમાં ઓતપ્રોત બનેલું છે. જનતામાં અનેક રીતે સ્વાધ્યાયની પ્રેરણા અને પ્રવૃત્તિ ચાલુ છે. સેંકડો ધાર્મિક પાઠશાળાઓ, ધાર્મિક જુદી જુદી શિબિર, ધાર્મિક પત્ર પત્રિકાઓ, કથા સાહિત્ય, પ્રચારક મંડળી ચારે બાજુ જાય છે. ચારેય તીર્થ જૈન અર્જુનને યોગ્યતા પ્રમાણે શાન દેવામાં પુરુષાર્થ કરી રહ્યા છે, તેમાં જ લાગેલા છે. સાધુ-સાધ્વી સિવાય સેંકડો વ્યાખ્યાનકાર શ્રાવક તૈયાર થયા છે ને જનતામાં જૈનધર્મનો પ્રચાર કરવામાં લાગેલા છે. આ જૈનધર્મનો જ્ઞાન-પ્રાણ સુપ્ત છે કે જાગૃત છે તે કોઈ પણ વિચારીને સમજી શકે છે. (૨) દર્શન :- આજે જૈન સમાજમાં અવધિજ્ઞાની નથી, મન:પર્યવજ્ઞાની નથી, કેવળજ્ઞાની નથી, પૂર્વોના પાઠી નથી, કોઈ ચમત્કારી વિદ્યા કે લબ્ધિઓ પણ નથી તોપણ જૈન સમાજની ધર્મ પ્રત્યે અડોલ શ્રદ્ધા, ભક્તિભાવ, ગુરુઓ પ્રત્યે આદરભક્તિભાવ અને આગમો પ્રત્યે શ્રદ્ધા-ભક્તિ આજે પણ વિધમાન છે. પ્રાણોથી પણપ્રિય લાગે એવી પોતાની લાખોની સંપત્તિનું મમત્વ ધર્મ અને ગુરુના નામે છોડી દે છે. કેટલાય પર્યુષણનાં દિવસોમાં ઘર-દુકાનનો ત્યાગ કરીને સમયનો ભોગ દેવા ઉત્સુક બને છે. કેટલાય નિવૃત્તિમય સેવા કરવામાં તત્પર છે. ઘણું કરીને બધા જૈન ફિરકાવાળા પોતાના ગુરુઓ તેમજ ધર્મ પ્રત્યે તન-મન-ધનથી આગળ વધી રહ્યા છે. સંયમ લેવામાં પણ પાછળ રહેતા નથી. સેંકડો શિક્ષિત યુવક-યુવતિઓ દીક્ષા લઈને પોતાને ધન્ય માને છે. સેંકડો યુવાન અને પીઢ બુઝુર્ગ શ્રાવક-શ્રાવિકા સંસારમાં રહેવા છતાં પણ પર્યુષણમાં સાધુની સમાન પાટ પર બેસવામાં ડરતા નથી અને સેંકડો હજારો લોકોને સંત સતીજીઓની હાજરીનો આભાસ કરાવે છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ ર૪૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત જૈન ધર્મમાં આપણા તીર્થકરો પ્રત્યે, નવકારમંત્ર પ્રત્યે, વ્રત, નિયમો પ્રત્યે, શ્રાવકના વ્રતો તથા સંયમ જીવન પ્રત્યે પણ લાખો મનુષ્યોની શ્રદ્ધા અડોલ છે. સેંકડો પ્રહારો આવવા છતાં પણ અને વિજ્ઞાનની ચમક-દમકમાં પણ જેનોની ધર્મનિષ્ઠા અને ઉન્નતિ જોઈને બીજા લોકો પણ પ્રભાવિત થાય છે. દેશના અનેક નેતાઓ પણ જૈનધર્મના કેટલાય પ્રસંગોમાં હાજરી આપે છે અને જૈન ધર્મ પ્રત્યે, જૈન સંતો પ્રત્યે, પોતાની સદ્ભાવના પ્રગટ કરે છે. આ જૈનધર્મનું દર્શન (શ્રદ્ધાન) પ્રાણ સુખ છે કે જાગૃત, એ વિચારો ! (૩) ચારિત્ર – આજના માનવને સંપૂર્ણ કર્મોથી મુક્તિ આ ભવમાં થઈ શકતી નથી. તો પણ જૈન સમાજમાં ધર્મ આચરણની પ્રવૃત્તિ દિવસે-દિવસે વૃદ્ધિ પામતી જાય છે. જૈન ધર્મના આચરણ માર્ગના બે વિભાગ છે– (૧) સર્વવિરતી (સંયમ) (ર) દેશવિરતિ(શ્રાવક વ્રત). સર્વ વિરતિ ધારક સંત-સતીજીઓનો સમાજમાં અભાવ નથી. નવા ચારિત્ર ધારણ કરવાવાળાનો પણ ક્રમ ચાલુ જ છે. તેમાં પણ યુવાનોનો નંબર તો વૃદ્ધોથી પણ આગળ છે. સાથે-સાથે શિક્ષિત અને ડીગ્રીધારી યુવકોનો પણ તેમાં નંબર છે. કેટલાય તો પરિવાર સહિત દીક્ષિત થાય છે તો કોઈ નાની ઉંમરમાં સજોડે દીક્ષિત થવામાં પાછળ નથી. દેશ વિરતિ ધારણ કરવામાં પણ સમાજમાં વ્યક્તિ પાછળ નથી. હજારો જેનો વ્રત-પ્રત્યાખ્યાન, નિત્યનિયમ, સામાયિક, ૧૪ નિયમ, પૌષધ આદિ કરે છે, બાર વ્રતધારણ કરનારા શ્રાવકોનો પ્રવાહ પણ ચાલુ જ છે. પૂર્ણ નિવૃત્તિમય જીવન જીવનારાઓનો પણ અભાવ નથી. સંત સતિજીઓનું ચાતુર્માસ પ્રાપ્ત કરીને ગામે-ગામ શ્રદ્ધાળુઓ પ્રસન્નતાપૂર્વક ધર્મારાધનામાં અજોડ વૃદ્ધિ કરે છે. (૪) તપ :- આત્યંતર-બાહ્ય રૂપથી તપ બે પ્રકારના છે, તેમાં પણ સાધુ કે શ્રાવક સમાજ સુસ્ત નથી. આત્યંતર તપમાં આજે જ્ઞાન અને ધ્યાનની શિબિર પ્રવૃત્તિઓ, ગુરુઓના દર્શનરૂપ વિનયની પ્રવૃત્તિઓ પણ ચાલુ જ છે. સાધુઓમાં સેવા વિનયના અનોખા પ્રમાણ સમાજની સામે સમયે-સમયે આવે છે. સાધુઓનો સ્વાધ્યાય જ્ઞાનનો પ્રચાર પણ અનેક જગ્યાએ જોવા મળે છે. ધ્યાનની વિચારણામાં પણ સંત સતીજીઓ અગ્રેસર થઈ રહ્યા છે. બાહ્ય તપમાં શ્રાવક-શ્રાવિકાઓમાં જે તપની વૃદ્ધિ, આ નિસ્સાર ખાવા પીવાના સમયમાં પણ થઈ રહી છે તે અનુપમ છે, અજોડ છે, વર્ણવવા લાયક છે. ચાતુર્માસ આદિના વર્ણનોને જોનારા કે વાંચનારાથી કંઈ છૂપું નથી. નાની ઉમરના સંત-સતી પણ તપમાં માસખમણ સુધી વધી જાય છે. ગામે ગામમાં તપસ્યાના તોરણ બંધાય જાય છે. આયંબિલની ઓળીઓ, એકાંતર તપ(વર્ષીતપ) કરનારાઓનો ઉત્સાહ પણ કંઈ ઓછો નથી. કેટલાક તો Jaiા વર્ષોથી એકાંતર તપ, આયંબિલ, એકાસણા આદિ કરે છે. કોઈ વરસ સુધી છઠ્ઠ, ate & Personal use ary.org Page #243 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર : પરિશિષ્ટ વિભાગ ઃ ધર્મના પ્રાણ અઠ્ઠમ અને પંચોલાનો વરસીતપ કરે છે તો કોઈ મહિનાઓ સુધી નિરંતર નિરાહાર રહે છે. કોઈ સાધુ શ્રાવક સંલેખના સંથારા યુક્ત પંડિત મરણ પ્રાપ્ત કરે છે. તેઓનો બે ત્રણ માસ સુધી પણ સંથારો ચાલે છે. આ ચોથો તપ પ્રાણ કેટલો જાગૃત છે, તે જુઓ. ર૪૩ જૈન ધર્મ જીવંત હોવાની કસોટી કરવાનું આ શ્રેષ્ઠ દર્પણ આપી દીધું છે, પરંતુ જન સંખ્યાની દૃષ્ટિએ જૈનધર્મનો બહુમત દુનિયામાં તીર્થંકરોના સમયે પણ ન હતો. અનેકતા, એકતા અને અધિકતા આ જૈનધર્મના પ્રમાણની સાચી કસોટી નથી. તીર્થંકર ભગવાન મહાવીરના જીવન સમયમાં બે તીર્થંકર અને તેના શ્રાવક સમાજનું અસ્તિત્વ અને વાતાવરણ દુનિયાની સામે હતું. સેંકડો લબ્ધિધારી અને સ્વયં ભગવાન અતિશયવાન હતા. સેંકડો હજારો દેવ પણ આવતા હતા, તોપણ અનેકતા ન અટકી. જમાલીએ પોતે છદ્મસ્થ હોવા છતાં પણ ભગવાનની સામે કેવળી હોવાનો સ્વાંગ સજીને અલગ પંથ ચલાવ્યો. ભગવાનના જીવન કાળમાં ધર્મની અનેકતામાં પણ ધર્મ જીવિત હતો, મોક્ષ ચાલુ હતો. તો પછી હવે બે હજાર વર્ષના ભસ્મગ્રહના પ્રભાવ બાદ હુંડા અવસર્પિણી કાલ પ્રભાવમાં અને વિશિષ્ટ જ્ઞાનીઓ કે લબ્ધિઓના અભાવમાં, અનેકરૂપતા ધર્મના જીવંત હોવામાં શા માટે શંકા ઉત્પન્ન કરે છે? ન તીર્થંકરોના સત્તા કાળમાં પણ આખાયે વિશ્વને જૈનધર્મ વિષે ભણાવવું, સંભળાવવું, મનાવવું કોઈ ઇન્દ્રના હાથમાં પણ ન હતું. સ્વયં ભગવાન મહાવીરના પ્રમુખ શ્રાવકના ઘરે પણ માંસાહાર થઈજવો અસંભવ ન હતો. તો પણ ભગવાન અને ભગવાનના ધર્મના પ્રાણમાં શંકા કરવામાં આવતી ન હતી. ભગવાનના સમવસરણમાં નિરપરાધી ભિક્ષુઓને એક અન્યાયી દુષ્ટાત્મા બાળીને ભસ્મીભૂત કરી દે અથવા અન્યત્ર સેંકડો સાધુઓને કોઈ ઘાણીમાં પીલી દે, કૃષ્ણની રાજધાનીનો એક વ્યક્તિ તેના ભાઈ સાધુના પ્રાણ સમાપ્ત કરી દે તો પણ ધર્મ જીવંત હોવામાં શંકા કરવામાં આવતી ન હતી. તો આજે ધણી વગરના પણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપરૂપ પ્રાણની આ ઉન્નત દશામાં ધર્મના જીવંત હોવામાં કેમ શંકા થાય? એકતા થવી એ સારું છે. બધા ઇચ્છે છે; છતાંય એ તીર્થંકરોના પણ હાથની વાત નથી. એકતા થવી સોનામાં સુગંધની ઉક્તિને ચરિતાર્થ કરવા બરોબર છે પરંતુ ન હોય તો સોનાને પિત્તળ કહેવાનું દુસ્સાહસ તો કરી શકાતું નથી. સંપૂર્ણ દેશમાં રજા પળાવવામાં જ ધર્મને જીવંત માનવા કરતાં તો સંવત્સરી અને મહાવીર જયંતીના દિવસે સંપૂર્ણ જૈન સમાજ પોતાના વ્યાપાર કાર્ય ન કરે. જૈનના બચ્ચા-બચ્ચા તે દિવસે સામાયિક કર્યા વગર ન જમે અથવા દયા, પૌષધ, પાપ ત્યાગ આદિ ધર્માનુષ્ઠાન કરે. કુવ્યસન, મનોરંજન આદિનો તે દિવસે પૂર્ણરૂપે ત્યાગ કરે તો તેને માટે તો રજા થઈ જ જશે. ધર્મારાધનામાં, ધર્મના પ્રાણમાં સરકારી Page #244 -------------------------------------------------------------------------- ________________ રજ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત રજા ન હોય તો કોઈ બાધારૂપ થશે નહીં. તીર્થકરોની ઉપસ્થિતિમાં દેશભરમાં રાજકીય રજા હોવાનો કોઈ પ્રશ્ન જ ન હતો, તોપણ જૈન ધર્મની આરાધના તેમજ પ્રભાવના થતી જ હતી. કહેવાનો ભાવાર્થ એ છે કે કોઈ પણ ઉન્નત ગુણનું મહત્ત્વ પોતાની સીમા સુધી જ સમજવું જોઈએ. તેમજ તેને સ્યાદ્વાદમય ચિંતનથી મૂલવવું જોઈએ. એકાંતિક ચિંતન અને કસોટી કરવી લાભ રૂપ નથી. - સાંવત્સરિક એકતા અથવા બીજી એકતા થવી એ વિશેષ ગુણો છે, છતાં પણ તેના અભાવમાં ધર્મને એકાંત નિપ્રાણ સમજી લેવો તે એકાંત દષ્ટિકોણ છે. સરકારી રજા પળાવવામાં જ પોતાની શાન સમજવી તે આજ એક શોખ બની ગયો છે. કદાચ સરકારી રજા થઈ પણ જાય અને તે દિવસે જેની લોકો પોતાની દુકાનો બંધ ન રાખે, સાત વ્યસન ન છોડે, મોજ શોખ, એશ આરામ ન છોડે, જુગારચોપાટ આદિ રમે તો તેમાં જૈનધર્મની શાન કેવી રીતે વધશે! માટે એકતાનો પ્રયત્ન કરવો એ સારું હોવા છતાં પણ તેના અભાવમાં હતોત્સાહન થવું જોઈએ. પરંતુ સંવત્સરી પર્વને બહુમાનપૂર્વક વધાવી તે દિવસે પોતાનો વ્યાપાર અને પાપકાર્ય બંધ કરી ધર્મની આરાધનામાં તલ્લીન બની જવું જોઈએ. સરકારી રજા વગર પોતે જ રજા લઈને ધર્મધ્યાન કરવું જોઈએ. સંસારના કારણે અનેક રજાઓ લઈ શકાય છે તો શું ધાર્મિક પર્વને માટે એક રજા પણ જૈની પોતાની ઇચ્છાથી ન લઈ શકે! સરકાર માને અથવા ન માને પરંતુ આખો જૈન સમાજ આ દઢ નિશ્ચય કરી લે કે સંવત્સરીના દિવસે અમે કોઈ પણ વ્યાપાર કરશું નહીં, દુકાન ખોલશું નહીં, નોકરી પર જઈશું નહીં અને દિવસરાત ધર્મારાધનામાં લાગી જઈશું તો પોતાની મેળે જ બધા જૈનીઓને માટે રજા થઈ જશે અને શ્રેષ્ઠ પવરાધના થઈ શકશે. * પોતાનો ત્યાગ જ શ્રેષ્ઠ ત્યાગ છે. સંવત્સરી એકતા સમાજનું ભાગ્ય છે. રિએ કરે શકે છે લૌકિક પંચાંગની માન્યતાને આગળ કરી અધિક માસને ગૌણ કહેનારાઓને પંચાગમાં લખાયેલી ઋષિપંચમી કે ભાદરવા સુદ પાંચમના દિવસે જ સંવત્સરી પર્વની આરાધના કરવી જોઈએ. ક્યારેક ચોથ, ક્યારેક પાંચમને સંવત્સરી કરવી આગમ વિરુદ્ધ અને લૌકિક પંચાંગથી પણ વિરુદ્ધ થાય છે. સંવત્સરીની મુખ્ય આરાધના સાધુ માટે ઉપવાસ કરવાની છે અને તે સૂર્યોદયની તિથિથી જ કરાય. પ્રતિક્રમણ તો સાધુનું રોજિન્દા કર્તવ્ય છે તે સંવત્સરી પર્વનું સ્વતંત્ર કર્તવ્ય નથી; તેને માટે પાંચમની ઘડિયોને શોધવી ન્યાય પૂર્ણ નથી. Page #245 -------------------------------------------------------------------------- ________________ | આચારશાસ્ત્ર: પરિશિષ્ટ વિભાગઃ આત્મશાંતિ | |૨૪૫] પરિશિષ્ટ-૦ઃ આત્મશાંતિનો સાચો માર્ગ सोही उज्जुय भूयस्स, धम्मो सुद्धस्स चिट्ठइ । સરળતા ગુણ યુક્ત આત્માની જ દ્ધિ થાય છે અને સરળતા ગુણથી શુદ્ધ બનેલ આત્મામાં જ ધર્મ ટકી શકે છે.– ઉત્તરા અo ૩ ગાથા–૧૧. સરળતા ગુણની પ્રાપ્તિને માટે અથવા કપટ પ્રપંચથી દૂર રહેવાને માટે નીચે કહેલ વાતોને ધ્યાનમાં રાખવી જોઈએ ૧. હું કપટ જૂઠ કરું છું તેને મારો આત્મા જાણે જ છે ૨. અરિહંત-સિદ્ધ ભગવાન પણ જાણી રહ્યા છે ૩. નવા કર્મોનો બંધ થઈ રહ્યો છે ૪. પાપ છિપાયા ના છિપે, છિપે ન કર્મ વિપાક, દાબી દૂબી ના રહે, રૂઈ લપેટી આગ / અર્થાત્ છૂપાવેલા પાપનું ફળ વધારે વધીને પ્રગટ થશે, આ ભવમાં અથવા પરભવમાં ૫. બચાવ કરીને બીજાઓને ભ્રમમાં રાખવા તે ખરેખર આત્માની સાથે કરેલી ઠગાઈ છે . કપટ કરી ઇજ્જત અને યશ રાખવો તે પણ એક ભ્રમણા છે. વાસ્તવમાં આત્મા ભારે થઈને બગાડને વધારે પ્રાપ્ત કરે છે ૭. ઉચ્ચ ક્ષયોપશમવાળા બુદ્ધિમાન અનુભવી સાચી વાતને જાણી લે છે ૮. અંદરના અવગણને ઢાંકવાવાળો આત્મા અંદરથી ઘણી અશાંતિને પ્રાપ્ત કરે છે. આ પ્રકારનું ચિંતન કરી સરળતાના ગુણને ધારણ કરવો જોઈએ. દષ્ટાંત – તપસ્યાને માટે કરાયેલી માયાએ પણ મલ્લિનાથ ભગવાનના જીવને છેક મિથ્યાત્વમાં ધકેલી દીધો હતો. તેનું ફળ સ્ત્રીપણે ભોગવવું પડ્યું. कोहो पीई पणासेइ, माणो विणय णासणो । माया मित्ताणि णासेइ, लोहो सव्व विणासणो ॥ ક્રોધ પ્રીતિનો નાશ કરે છે, માન વિનયનો નાશ કરે છે, માયા મિત્રતાનો વિનાશ કરે છે અને લોભ બધા ગુણોનો નાશ કરે છે. – દશવૈકાલિક અ–૮. પોતાની અંદર રહેલા અનેક અવગુણો અને ગુણોની ખામીઓનું વારંવાર સ્મરણ અથવા ચિંતન કરતા રહેવાથી માનની અલ્પતા રૂપ નમ્રતા અંતરમાં જાગૃત થાય છે. જેનાથી અપમાન, અપશયના પ્રસંગે પણ મનમાં કોઈ જાતની ગ્લાનિ અથવા અશાંતિ થતી નથી. નિંદા અથવા અપયશમાં સાંભળવાની ક્ષમતા વધે છે. તેનાથી ક્રોધને ઉત્પન્ન થવાની જડ નબળી બનતી જાય છે. પોતાના અનેક સદ્ગણોને, સત્કાર્યોને જ વારંવાર સ્મરણમાં રાખવાથી માનની પુષ્ટિ થાય છે. માનની મજબૂતી થતી રહેવાથી તે અશાંતિ કે ક્રોધનું પ્રેરક થાય છે અને તે માન, નિંદા અથવા અપયશ શ્રવણની ક્ષમતાને વધવા દેતો નથી. Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત થોડું અપમાન અથવા અપયશમાં પણ ગ્લાનિ અથવા અશાંતિ સ્કુરિત થાય છે. ક્રોધના મૂળમાં “માન' છુપાયેલું રહે છે, તેથી માનની જડને પુષ્ટ ન કરતાં કમજોર કરતા રહેવું જોઈએ. અનેક ગુણિયલોનું ચિંતન કરીને અંતરમનમાં પોતાના અનેક નાના-મોટા અવગુણોનું સ્મરણ કરતા રહેવું જોઈએ. સાથે-સાથે પોતાને ઘણા પાછળ તેમજ તુચ્છ સમજતા રહેવું જોઈએ. આવા સંસ્કારોને હંમેશાં જાગૃત રાખતા રહેવું જોઈએ. આમ કરવાથી અપમાનને સહન કરવાની ક્ષમતા વૃદ્ધિ પામતી જશે. કોઈના દ્વારા આક્ષેપ થવા પર અથવા ભૂલ કહેવા પર અંતઃકરણથી તેને મહાન ઉપકારી સમજવા જોઈએ. તેઓના વચનોને યોગ્ય રીતે તેમજ શુદ્ધ ભાવોથી ગ્રહણ કરવા જોઈએ. તેમાં પોતાની જ ભૂલ વિચારવી અને કંઈપણ અંશમાં ભૂલ ધ્યાનમાં આવી જવી જોઈએ, કારણ કે કહેનારા પ્રાયઃ પોતાના સમય શક્તિને નિરર્થક વ્યય કરવારૂપ પાગલ દિમાગવાળા તો હોતા નથી. માટે પોતાના માનસંસ્કારને અલગ રાખીને વિચારવું જોઈએ. જો કોઈ ભૂલ ધ્યાનમાં ન આવે તો પણ પોતાના ઉપરથી ભાર હટાવી દઉં” આવું વિચારીને કોઈને જવાબ ન દેવો, બચાવ ન કરવો, પરંતુ ભાવ અથવા વચનથી આદર સહિત તેના વચનને સાંભળીને રહી જાવું, જેમ કે– હા ભગવાન હા જી, ઠીક, સારું, ધ્યાનમાં રાખવાનો ભાવ, “આવું કરવું, “સારું ધ્યાન રાખ્યું આપે,” આગળ આવું ધ્યાન રાખવાની કોશિશ કરીશ, ઈત્યાદિ અથવા સ્મિત માત્રથી સાંભળીને સામેવાળી વ્યક્તિને કોઈપણ પ્રકારથી અપમાનિત ન કરવું. જો કહેનાર પુરુષ કંઈ જવાબની આશાથી કહેતો હોય, કોઈ જાણકારી (સ્પષ્ટીકરણ) સાંભળવા ઇચ્છતો હોય તો તેને ઉપકારી, હિતેચ્છુ સમજીને, તેના પર નારાજ ન થતાં, તેના પ્રત્યે પ્રસન્નતાનો ભાવ રાખતાં, તેની વાતનો આદર કરતાં, એવા ઉચિત અને સીમિત શબ્દોમાં કહેવું કે તેને સમજમાં પણ આવી જાય અને તે કોઈપણ પ્રકારના અપમાનનો અનુભવ ન કરે. તે સિવાય તેના કથનને મૂળથી જ ઉખેડી ફેંકી દેવાની કોશિશ થાય તેવા શબ્દોનો પ્રયોગ કરવો જોઈએ નહિ, અન્યથા બંનેને અશાંતિ થવાનો સંભવ રહે છે. જો સામેવાળો જવાબ ન ઇચ્છે અને પોતાને જાણકારી કરાવવી હોય તો ઉપર કહેલ સૂચનાઓને ધ્યાનમાં રાખતા મર્યાદિત અથવા શાંત શબ્દોમાં જાણકારી આપી શકાય. જો કહેવાવાળી વ્યક્તિનો આત્મા તે સમયે શાંતિમાં ન હોય તો બીજા સમયે અવસર જોઈને એકાંતમાં પ્રેમથી અને આત્મીયતાની સાથે, યોગ્ય શબ્દોથી, નમ્રતાની સાથે કહી શકાય; યોગ્યતા જ નહોય કે સાંભળવા જ ઈચ્છતો ન હોય તો સંતોષ રાખી તેની ઉપેક્ષા કરી દેવી જોઈએ. માધ્યસ્થ ભાવ રાખીને તે A વિષય અથવા કાર્યને બદલી નાખવું જોઈએ અથવા પ્રસન્ન મુદ્રાયુક્ત, ક્ષમાયાચના - I ! અથવા or Sale & Personal use only માયાચના. W.jainelibrary.org Jain Coucation international Page #247 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર પરિશિષ્ટ વિભાગઃ આત્મશાંતિ ર૪૦ યુક્ત, અનુનયના શબ્દોથી પોતે અલગ થઈ જવું અથવા તેને અલગ થવાનું કહી દેવું જોઈએ, પરંતુ જરાપણ અવિવેક કે આવેશને પ્રગટ થવા દેવો નહિ. તેની શિક્ષા, ઠપકો અથવા આક્ષેપ વચનોને નિરાધાર કરવાને માટે વિસંવાદ કરવો જોઈએ નહીં. કારણ કે તેમ કરવું પોતાની અયોગ્યતા તેમજ અશાંતિનું જ પ્રતીક બને છે. ઉત્તર સાંભળવાની તેની ઇચ્છા હોય તો પોતાનો ભાવ અથવા સ્પષ્ટીકરણ શાંતિથી કહેવું જોઈએ. અન્યથા સાંભળ્યું ન સાંભળ્યું કરી દેવું તે જ પર્યાપ્ત છે. એવું કરવાથી પોતાનું ભવિષ્ય ઉન્નત તેમજ શાંત બને છે. બધાને ખુશ રાખવા અથવા પોતાનો આશય સમજાવી દેવો આવી ઠેકેદારી ક્યારેય પણ ન રાખવી જોઈએ પરંતુ પોતાના વચન વ્યવહારથી કોઈને પણ અપમાનિત અથવા અશાંત ન થવું પડે તેવું ધ્યાન રાખવું તથા એને પોતાનું કર્તવ્ય સમજી લેવું જોઈએ. વ્યક્તિઓમાં ઘણું કરીને ગુણ તેમજ અવગુણ અનેક હોય છે; પરંતુ જેની જે સમયે જેવી દષ્ટિ હોય છે, જેનું પોતાનું ઉપાદાન હોય છે તથા જેવી પોતાની યોગ્યતા હોય છે તે અનુસાર તેને અનુભવ થઈ શકે છે તેથી દરેક વ્યક્તિના ગુણ સમૂહને પોતાના મગજમાં સંગ્રહિત રાખવાથી તેના પ્રત્યે અશાંતભાવ ઉત્પન્ન થવાનો અવસર જ આવતો નથી. અશાંત(ગુસ્સે) થવામાં મુખ્ય બે કારણ થાય છે– ૧. નિંદા આદિ પ્રવૃત્તિઓથી પોતાના માનનો ભંગ થવા પર, ૨. બીજાઓની ભૂલના ચિંતનનો વેગ મગજમાં વધી જવા પર. સમાધાન ઉપાયઃ- (૧) પોતાની ભૂલો અથવા અવગુણોના સમૂહને સ્મરણમાં રાખતો થકો અંતઃકરણમાં રહેલ માનસંજ્ઞાને મરેલી જેવી પ્રાયઃ નાબૂદ કરી રાખવી તથા પોતાનાથી વધારે ગુણોવાળાને યાદ રાખીને પોતાને અત્યંત નાના માનતા રહેવું જોઈએ. (૨) બીજાઓના (સંપર્કમાં આવનારાના) ગુણ સમૂહથી પોતાના મગજને સ્વસ્થ રાખવું અને બીજાઓની ભૂલોને પોતાના મગજમાં રાખવી જ નહિ. જોયેલા, સાંભળેલા બધાને ન જોયા, ન સાંભળ્યા કરી દેવા. ઉપેક્ષાના ચિંતનોને ઉપસ્થિત રાખવા. જેમ કે અલગ-અલગ ક્ષયોપશમ હોય છે, જુદો જુદો સ્વભાવ અને વિવેક હોય છે, સંસારના ભોળા પ્રાણીઓથી શું શું સંભવ નથી? જેની જેવી ભવિતવ્યતા, મારે કોઈના પણ કઠોર વ્યવહારથી પોતાના આત્માને ભારે બનાવવો નથી.ગિરિ સર દીસે મુકુરમાં, ભાર ભીજવો નાય અરીસામાં પહાડનું પ્રતિબિંબ આવે કે સમુદ્રનું, તે તેનાથી ભારે અથવા ભીનો થતો નથી. એવી રીતે મારે સાવધાન રહેવું છે. બીજાઓની ભૂલને વિચારવામાં તેમજ ચર્ચા વાર્તા કરવામાં કોઈપણ ફાયદો, શાંતિ, Jain સમાધિ, ઉન્નતિનો સંભવ નથી, ઈત્યાદિ આ રીતે બીજાઓના ભૂલ રૂપી કચરાને Page #248 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત જલ્દીથી એક બાજુ અલગ કરી દેવો અને પોતાની નાની એવી ખામીને શોધીને સાવધાન રહેવું અને વિચારવું કે ઉપાદાન કારણ તો કંઈ પણ વ્યવહારથી મેં જ બગાડ્યું હશે, તેને જ શોધવું કે વિચારવું જોઈએ; સાથે જ ગંભીર તથા શાંત રહેવું જોઈએ. પોતાની પ્રસન્નતાને ક્યારેય પણ ગુમાવવી જોઈએ નહીં, અશાંત બનાવવી જોઈએ નહીં, તે જ પોતાની સમસ્ત સાધનાનો સાર છે. ૨૪૮ જ્ઞાની વ્યક્તિ અવગુણોથી દૂર રહીને પોતાની રક્ષા કરે છે, પોતાની રક્ષાની સાથે બીજાને પણ અવગુણો, કર્મબંધનોથી બચાવી શકે છે. જ્ઞાની ક્યારેય પણ અસમાધિ, સંક્લેશ કે માનસિક દુઃખનો અનુભવ કરતા નથી. હંમેશાં શાંત, પ્રસન્ન તેમજ ગંભીર રહે છે. ચંદન વૃક્ષ તો સુગંધથી ભરેલુ હોય છે, કાપવા છતાં પણ સુગંધ આપે છે. કોઈ દ્વેષથી કાપે તો પણ તે જ વ્યવહાર રાખે છે. તેવી જ રીતે જ્ઞાની આત્મા હંમેશાં શાંતિ-શાંતિ જ પ્રસરાવે છે, અશાંતિ અપ્રસન્નતા તેનામાં હોવી જ ન જોઈએ, ત્યારે જ જ્ઞાનાદિ સાધનાઓની સાચી સફળતા છે. જે કોઈ જ્ઞાની થઈને પણ અશાંત અથવા અસમાધિમાં રહેતા હોય છે, તો તેની જ્ઞાન આરાધના વાસ્તવમાં સફળ નથી; વિધિથી પ્રાપ્ત નથી, વિધિથી તેનું આત્મ પરિણમન થતું નથી અથવા તેનો વિધિપૂર્વક ઉપયોગ કરવાની તેને ખબર પડતી નથી. જેમ કૂતરાના ગળામાં રત્નોનો હાર, ગધેડા પર ચંદનનો ભાર, તેને માટે ઉપયોગી થતું નથી, ઉલટું ગ્રહણ કરેલું શસ્ત્ર અહિતકર થઈ જાય છે; તેવી રીતે તેનું જ્ઞાન તેને લાભદાયક ન થતાં નુકસાનકારી પણ થઈ જાય છે, માન અને અશાંતિને વધારનાર થઈ જાય છે. માટે પોતાને સુપાત્ર બનાવીને સમાધિમય, શાંત તેમજ પ્રસન્ન જ રહેવું જોઈએ, પરંતુ પોતે અપાત્ર જ્ઞાનીની ગણતરીમાં ન આવે, એનું ધ્યાન રાખવું જોઈએ. ઉત્તરા અ ૨૯માં કહ્યું છે કે શ્રુતજ્ઞાનની આરાધના કરનારા ક્યારેય પણ સંક્લેશને પામતા નથી. विणओ जिण सासण मूलो, विणओ निव्वाण साहगो । विणओ विप्पमुक्कस्स, कओ धम्मो कओ तवो ॥ અર્થ :- વિનય(નમ્રતા) જૈનશાસનનું મૂળ છે. વિનય જ મોક્ષ સુધી પહોંચાડે છે વિનય સહિત ક્રિયા જ ધર્મ તેમજ તપની ગણતરીમાં હોય છે. વિનય રહિત આત્માને કોઈ તપ અથવા ધર્મની પ્રાપ્તિ થવી સંભવ નથી. विणयम्मि जो उवाएण, चोइओ कुप्पइ रो दिव्वं सो सिरिमिज्जतिं, डंडेण पडिसेहए ॥ દશવૈકાલિક સૂત્ર. અ~~ અર્થ :- કોઈના દ્વારા કોઈ પ્રકારની શિક્ષા, ઠપકો, પ્રેરણા અથવા ભૂલ અવગુણ બતાવવા પર તેને સાંભળીને જે ગુસ્સો કરે છે, સામેની વ્યક્તિથી નારાજ થાય છે, Page #249 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર : પરિશિષ્ટ વિભાગ : આત્મશાંતિ તેને અપમાનિત કરે છે અને પોતે અસમાધિ પ્રાપ્ત કરે છે. તે વ્યક્તિ જાણે ઘરમાં આવતી લક્ષ્મીને ડંડા મારીને જોરથી બહાર ધકેલે છે. ક્યારેય પણ કોઈ સમયે પોતાની શાંતિનો ભંગ થવાનો આભાસ થાય તો પોતે પોતાના આત્માનું, પ્રકૃતિનું, વિચારોનું દમન કરવું જોઈએ. બીજા ઉપર આદેશ, હુકમ, માસ્ટરી કરવામાં શાંતિનો સંભવ નથી. કહ્યું પણ છે– ગપ્પા જેવ दमेव्व ॥ अप्पा दंतो सुही होइ, अस्सि लोए परत्थ य ॥ ૨૪૯ આત્માનું જ દમન કરવું જોઈએ. આત્માનું દમન કરનારા આ ભવ અને પરભવમાં સુખી થાય છે.[ઉત્તરા અ ૧] તેથી પોતાના સ્વભાવનું, ક્ષમતાનું, પરિવર્તન, પરિવર્ધન કરવું જોઈએ પરંતુ બીજાના સ્વભાવને બદલાવીને આત્મશાંતિ પ્રાપ્ત કરવાને માટે પરેશાન અને અશાંત ન થવું જોઈએ. કહ્યું પણ છે— पर स्वभाव को मोडना चाहे, अपना ठसा जमाता है । यह न हुई न होने की, क्यों नाहक जान जलाता है ॥ માટે પોતાની ઇચ્છાઓનું દમન કરવું, મનમાં ભૂતકાલમાં કરેલા કર્મોનો વિચાર કરવો કે મારા કરેલા કર્મોના પરિણામથી જ આ અવસર ઉત્પન્ન થયો છે; આ પરીક્ષાની ઘડીઓમાં મહાનિર્જરાનો લાભ શાંતિ દ્વારા જ પ્રાપ્ત થશે; બાંધ્યા વિના ભગતે નહીં, બિન ભુગત્યાં ન છુટાય’ આ રીતે આત્મચિંતન, અથવા આત્મદમનપૂર્વક સંયમના આનંદમાં રમણતા કરવી, એકત્વ ભાવના આદિથી આત્માનંદનો અનુભવ કરતા રહેવું જોઈએ. ધગધગતા જાજ્વલ્યમાન અંગારા પણ આત્માનંદને છીનવી શકતા નથી. વિકરાળ રાક્ષસ પણ અશાંતિ કરાવી શકતો નથી, જો પોતાની જ્ઞાન ચિંતન શક્તિ સાવધાન(જાગૃત) હોય તો. નિમિત્ત પ્રાપ્ત થવા પર વાચિક અથવા કાયિક અશુભતારૂપ કચરાના ગ્રાહક બનવું જ ન જોઈએ. પરંતુ એવો વિચાર કરવો કે જેવા તેના અને મારા ઉદયભાવ કે સ્પર્શના છે, તે થઈ રહ્યું છે; હું શા માટે અશાંતિ કારી ચિંતન કરું ? તેનો જેવો સ્વભાવ છે તેવો જ વ્યવહાર કરી શકે છે. પૈસી નાપે વસ્તુ હૈ, વૈસી હૈ વિશ્વાય, રક્ષા બુરા ન માનિયે, વો ત્તેન ત્તા પર ગાય । જો મારે અશુભ કર્મ, અપયશ, અશાતા આદિનો ઉદય છે તો અધૈર્ય, અશાંતિ કરવાની જગ્યાએ, ધૈર્ય તેમજ શાંતિથી જ કામ લેવું લાભકારી થશે. જો જો પુદ્ગલ ફરસના, નિશ્ચય ફરસે સોય । મમતા સમતા ભાવ સે, કર્મ બંધ ક્ષય હોય ॥ મારે હવે નવા કર્મ બાંધવા નથી. હું પોતાની સાવધાનીને શાંતિમાં મસ્ત રહું. જે જેવું કરશે તેવું ભોગવશે’ હું કેટ-કેટલાની ભૂલ રૂપ કચરાને મગજમાં ભરું? દરેકના પુણ્ય-પાપ અલગ અલગ હોય છે, ક્ષયોપશમ પણ જુદા-જુદા હોય វ Jain E Page #250 -------------------------------------------------------------------------- ________________ રપ૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત છે. પોતાના ઉદયને આધીન થઈને પ્રાણી નવા કર્મ બાંધી રહ્યો છે, તે ક્ષમાને પાત્ર છે, દયાને પાત્ર છે, પોતે જ દુઃખી થવાનું ભવિષ્ય બનાવી રહ્યો છે. હું તેને કંઈ પણ કહીને વધારે દુઃખી શા માટે કરું? મરતા જીવને મારીને હું શા માટે પાપ કર્મનો ભાગી બનું? એવું વિચારીને તેને માફી આપી દેવી. તેની ભૂલ રૂપી કચરાને પોતાના મગજમાં સ્થાન દેવું જ નહિ, કાઢીને ફેંકી દેવું, ઉપેક્ષા કરીને ભૂલી જવું, સાંભળ્યું, જોયું ન જોયું કરી દેવું. પોતાના ઉપાદાન કર્મને મુખ્ય કરીને, નિમિત્તને ગૌણ કરી શાંતિ-સમાધિને સુરક્ષિત રાખવી. કોઈ પ્રત્યે નારાજી આપણા મગજમાં લાવવી નહિ. કદાચ આવી જાય તો રહેવા દેવી નહિ, કાઢી જ નાખવી. ગુણ-અવગુણ દરેક પ્રાણીમાં હોય છે. હું કોના કોના દોષ જોઉં? આપણને અશુભ કર્મનો ઉદય હોય તો સારી વ્યક્તિ પણ ખરાબ વ્યવહાર કરી શકે છે, એક વ્યક્તિ અનેકની સાથે મિત્ર જેવા વ્યવહાર કરે છે, તે જ વ્યક્તિ કોઈની સાથે ખરાબ વ્યવહાર પણ કરી શકે છે. મારે આરાધના કરવી હોય તો કોઈના પ્રત્યે પણ નારાજી, અપ્રસન્નતા રાખવી નહિ પણ ક્ષમા આપી દેવી. કોઈ પણ રીતે શીધ્ર શાંતિ ભાવને ધારણ કરી લેવો અને જો ક્યારેય પણ વચન પ્રયોગ આદિ દ્વારા પોતાની ભૂલ થઈ ગઈ હોય તો “અશુભ દશાથી મારી ભૂલ થઈ આવું સ્વીકારી બીજાના આત્માને શાંતિ પહોંચાડતા ક્ષમા કરીને બંનેએ શાંતિ ધારણ કરવી જોઈએ. પોતે વચન અને કાયાથી કંઈ પણ અશુભ ન કર્યું હોય તો તેને મનથી ક્ષમા આપી દેવી અને પોતે શાંતિ રાખવી એ જ પર્યાપ્ત સમજી લેવું. જો વચન-કાયાએથી પણ અશુભ પ્રવૃત્તિ કરી હોય તો જાગૃતિ આવ્યા પછી પશ્ચાત્તાપ યુક્ત તેનાથી ક્ષમા માગવી એ પણ આરાધના માટે અતિ જરૂરી છે. તેથી ક્ષમા કરવી તથા જરૂર હોય તો ક્ષમા માંગવી, નારાજ ન થતા પ્રસન્ન રહેવું દરેક પ્રાણી પ્રત્યે શુભ ભાવ, શુભ વ્યવહાર કરવો, ત્યાં સુધી કે અહિત કરનારને પણ આત્મ હિતૈષી (નિર્જરા નિમિત્તક) માનીને, થઈ શકે તો તેનું પણ હિત અને ઉપકાર કરવો. અપકાર અને અહિત તો ક્યારેય કોઈનું વિચારવું જ નહિ. કોઈના નિમિત્તથી અથવા વગર નિમિત્તે કાયિક અથવા માનસિક કોઈપણ દુઃખ આવે તો ગભરાવું જોઈએ નહીં. પરંતુ આ રીતે વિચારવું કે ન મે વિર દુમિમાં વિસ્ત મારું આ દુઃખ કાયમ રહેવાવાળું નથી.- દશવૈકાલિક ચૂલિકા–૧.બિચારા કેટલાય પ્રાણી અસંખ્ય વર્ષો સુધી ભયંકર દુઃખ ભોગવી રહ્યા છે. મારું આ દુઃખ તો બહુ થોડું છે. એને તો ધૈર્ય અથવા જ્ઞાન દ્વારા પાર પામી જવું ઘણું સરળ છે. એમાં મુંઝાવાની શું જરૂર છે? "નિકોવ ક્ષિ સરોવ, હિં પુળ મન રૂમ મળો ૩૮" દશર્વે ચૂ–૧. આ રીતે જિનવાણી રૂપી પ્રબલ આલંબન દ્વારા પોતાના આત્માની દુઃખથી રક્ષા કરવી જોઈએ. હંમેશાં સમભાવ રૂ૫ આત્મ સમાધિમાં રમણ કરતા થકાં Page #251 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર: પરિશિષ્ટ વિભાગઃ આત્મશાંતિ રપ૧ સુખનો જ અનુભવ કરવો જોઈએ. રાઈ માત્ર ઘટ વધ નહીં, દેખ્યા કેવલજ્ઞાન આવું વિચારીને આર્તધ્યાનથી દૂર રહેવું જોઈએ અને સ્વાધ્યાય, ધ્યાન આદિ ધર્મધ્યાનમાં જ લીન રહેવું જોઈએ. બીજાઓ દ્વારા અશુદ્ધ વ્યવહાર કરવા પર કે કરવાની સંભાવનામાં દુઃખી અથવા અશાંત ન થવું. બીજાઓની પ્રકૃતિ-વ્યવહાર કેવો હોય તો પણ જ્ઞાની તેમજ સાવધાન વ્યક્તિના આત્માનું કંઈ પણ બગાડી શકતું નથી. જો પોતાને શુભ કર્મોના ઉદય હોય તો કંઈ જ નહી થાય, તેનો વ્યવહાર પણ સારો બની જશે. સુખી રહેવાનો સાચો ઉપાય આત્મદમન જ છે. શાંતિથી સહન કરવામાં નિર્જરા અને પરમ આનંદ પ્રાપ્ત થાય છે. પ્રતિકાર કરવામાં કર્મબંધ અને દુઃખની પરંપરા વધે છે. કોઈપણ પ્રાણીને આપણી વાણી અથવા કાયાથી દુઃખ આપવું તે પાપ છે. પોતે શાંત, સહનશીલ, ક્ષમાવાન બનવું એ જ પર્યાપ્ત અથવા હિતકારી છે. “આપ ભલા તો જગ ભલા” તથા “એક હી સાધે સબ સ” અર્થાત્ પોતાના આત્માએ શાંતિ રાખવાની અને આત્મદમન કરવાની સાધના શીખી લીધી તો બધી ક્રિયાની સફળતા પોતાની મેળે જ થશે. જ્યારે કોઈક અશુદ્ધ વ્યવહારવાળા દુષ્ટ સ્વભાવના જ હોય, કઈ પણ સાંભળવું કે સમજવાનું ન ઇચ્છે અથવા સમજવા માટે પૂરેપૂરો અયોગ્ય આત્મા હોય તો તેની ઉપર અપાર કરુણાનો શ્રોત વહાવીને તેની સાથે થોડો ય પણ અશુદ્ધ વ્યવહાર ન કરવો જોઈએ. જ્યારે ક્યારેકબિલકુલ અબોધ બાળક અથવા પાગલ વ્યક્તિ સામે આવીને ખોટો પ્રલાપ કરે કે આક્ષેપ કરે અથવા કાયાથી કષ્ટ આપે તો તે સમયે આપણને કંઈ અશાંતિ થતી નથી અને આપણે પોતે પોતાનો બચાવ અથવા ઉપેક્ષા કરીને નીકળી જઈએ છીએ. ઠીક એવી જ રીતે ખરાબ સ્વભાવના વ્યક્તિનો પ્રસંગ આવી જવા પર પણ સાંભળ્યું ન સાંભળ્યું કરવું, ઉપેક્ષા કરવી, ગમ ખાવો, શાંત રહેવું, પ્રતિકારની ભાવના ન રાખવી, ક્ષમા કરી તેનાથી નિવૃત્ત થઈ જવું. માધ્યસ્થ અથવા કરુણા ભાવ રાખીને બધુ ભૂલી જવું. તેના પ્રત્યે પણ શુભવિચાર જ કરવો કે બિચારો અશુભ ઉદયના જોરમાં તણાઈ રહ્યો છે; અજ્ઞાનને કારણે દુઃખી થઈ રહ્યો છે, તેને શુભકર્મનો ઉદય થાય, સમ્બુદ્ધિ પ્રાપ્ત થાય, પોતાનું હિત વિચારીને શાંત અને સુખી બને; એવા સર્ભાવો જ પોતાના હૃદયમાં આવવા દેવા. મારે તો અશુભ કર્મનો ઉદય છે જેનાથી હું તેને સમજાવીને સાચા માર્ગ પર લાવી શકતો નથી, આ મારી મજબૂરી છે, લાચારી છે. તોપણ જ્ઞાન દ્વારા મારી રક્ષા તો હું કરી શકું છું. મારે અશાતા વેદનીયનો ઉદય જોરદાર છે અથવા અપયશ નામ કર્મનો ઉદય થવાથી આવો સંયોગ મળ્યો છે. બાંધ્યા બિન ભગતે નહીં બિન ભુગત્યાં ન છૂટાય. આ પ્રકારે સમભાવ પૂર્વક સિંહ જેવા બનીને સહન કરી લેવું જોઈએ, ક્યારેય પણ શ્વાનવૃત્તિ ન કરવી જોઈએ કે આ માણસે મારું Jain Educationnternationa For Private Personal us ww.jainelibrary.org Page #252 -------------------------------------------------------------------------- ________________ રપર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત આવું કર્યું, તેણે એમ કેમ કહી દીધું? એણે મારી નિંદા કરી, ખોટો આક્ષેપ કર્યો, અપમાન કરી દીધું, હું આવું કરી દઉં, હું એમ કરી શકું છું, તેનો ઇલાજ કરી દઉં, ઇત્યાદિ ન વિચારવું, પોતાના જ કર્મોદય મૂળ છે, આવું વિચારવું. તે જ વીતરાગ વાણી મળ્યાનો સાર છે. હંમેશાં પરદષ્ટિ છોડીને સ્વદષ્ટિ રાખવી અને આત્મગુણોનો વિકાસ કરતાં આત્મશાંતિ પ્રાપ્ત કરવી જોઈએ. ( પરિશિષ્ટ વિભાગ સંપૂર્ણ ) ' આચાર શાસ્ત્ર સંપૂર્ણ -------- ' | જૈનાગમ નવનીત ભાગ-૩ સંપૂર્ણ આ 'ને મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના સંપૂર્ણ | પ્રાચીન આગમ વ્યાખ્યા સાહિત્યમાં અધિક માસ કે અસ્તતિથિની કોઈપણ ચર્ચા-વિવાદ વિના ઠેકઠેકાણે સંવત્સરી પર્વ માટે સ્પષ્ટ રીતે ભાદરવા સુદ પાંચમ, એટલું જ મળે છે. તેમજ બધા ધાર્મિક પર્વોની અને વ્રતઉપવાસ આદિની આરાધના માટે ઉદયતિથિને જ મુખ્યતા આપી છે. -- - - Jain Education international TOTIVate & Persorrarosery rojanemorary.org Page #253 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર ઃ ઉપલબ્ધ સાહિત્ય ક્રમ ૫ આગમ મનીષી શ્રી ત્રિલોકમુનિજી સંપાદિત ઉપલબ્ધ સાહિત્ય ૧ ઉત્તરાધ્યયન સૂત્ર સારાંશ ૨ દશવૈકાલિક સૂત્ર સારાંશ ૩ આચારાંગ સૂત્ર સારાંશ ૪ ઠાણાંગ સૂત્ર સારાંશ સમવાયાંગ સૂત્ર સારાંશ S ભગવતી સૂત્ર સારાંશ ૭ જ્ઞાતા ધર્મકથા સૂત્ર સારાંશ ८ ઉપાસક દશા સૂત્ર સારાંશ અંતગડ સૂત્ર સારાંશ ૧૦ રાજપ્રશ્નીય સૂત્ર, નંદી સૂત્રનીકથાઓ ૧૧ ઐતિહાસિક સંવાદ ૧૨ જીવાભિગમ સૂત્ર સારાંશ ૧૩ જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર સારાંશ ૧૪ જ્યોતિષગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર સારાંશ ૧૫ ચાર છેદ સૂત્ર સારાંશ પરિશિષ્ટ યુક્ત ૧૬ બૃહત્કલ્પ સૂત્ર સારાંશ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૧ ૨૨ ૨૩ રે પુસ્તકનું નામ હિન્દી સાહિત્ય વ્યવહાર સૂત્ર સારાંશ ઉપદેશ શાસ્ત્ર જૈનાગમ નવનીત ગુણસ્થાન સ્વરૂપ ધ્યાન સ્વરૂપ ચૌદ નિયમ બારવ્રત સંવત્સરી એકતા વિચારણા ૨૫૩ કિંમત ૫-૦૦ ૫-૦૦ ૫-૦૦ ૫-૦૦ ૫-૦૦ ૫૦-૦૦ ૬-૦૦ ૧૦-૦૦ ૨૦-૦૦ ૧૦-૦૦ ૧૦-૦૦ ૭-૦૦ 00-6 ૭-૦૦ ૫૦-૦૦ ૫-૦૦ ૫-૦૦ ૫૦-૦૦ ૨-૦૦ ૨-૦૦ ૨-૦૦ ૨-૦૦ ૨--૦૦ Page #254 -------------------------------------------------------------------------- ________________ રાજ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જેનાગમ નવનીત ૨–00 ૨-૦૦ ૨-૦૦ ર–00 ૨–00 ૧0-00 ૧૦-૦૦ ૨૦-૦૦ ૧૦૦૦-૦૦ ૨000-00 ૩00-00 ૩૦૦-૦૦ 600-00 સામાયિક સૂત્ર સરલ પ્રશ્નોત્તર સામાયિક પ્રતિક્રમણ વિશિષ્ટ પ્રશ્નોત્તર સવિધિ હિન્દી શ્રાવક પ્રતિક્રમણ આગમ વિપરીત મૂર્તિ પૂજા શ્રમણ પ્રતિક્રમણ હિન્દી જૈનાગમ નવનીત પ્રશ્નોત્તર-૧ જૈનાગમ નવનીત પ્રશ્નોત્તર– જેનાગમ નવનીત પ્રશ્નોત્તર – ૩-૪ ચરણાનુયોગ સંપૂર્ણ બે ભાગોમાં દ્રવ્યાનુયોગ સંપૂર્ણ ત્રણ ભાગોમાં ત્રીણિ છેદ સૂત્રાણિ વિવેચન સાથે નિશીથ સૂત્ર વિવેચન સાથે ૩ | જૈનાગમ નવનીત પ્રશ્નોત્તરી સંપૂર્ણ સેટ ગુજરાતી સાહિત્ય જૈનાગમ નવનીત પ્રશ્નોત્તર–૧–ર જૈનાગમ નવનીત પ્રશ્નોત્તર–૩–૪ ચૌદ નિયમ બાર વ્રત મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના દરેક ભાગના) જૈન શ્રમણોની ગોચરી તથા શ્રાવકાચાર વિવેચન સાથે આચારાંગ સૂત્ર પ્રથમ શ્રુતસ્કંધ વિવેચન સાથે સૂત્રકૃતાંગ સૂત્ર પ્રથમ શ્રુતસ્કંધ વિવેચન સાથે સ્થાનાંગ સૂત્ર ભાગ-૧, ૨ વિવેચન સાથે સમવાયાંગ સૂત્ર સંપૂર્ણ વિવેચન સાથે ભગવતી સૂત્ર ભાગ-૧થી ૫ વિવેચન સાથે ઉપાસક દશાંગ સૂત્ર ૧૩ વિવેચન સાથે અંતગડ દશાંગ સૂત્ર ૧૪ | વિવેચન સાથે અનુત્તરોપપાતિક સૂત્ર ર0-00 ૨૦-૦૦ ૨-૦૦ ૨–૦૦ પ0-00 ૫-૦૦ ૨૦૦-૦૦ ૨૦-00 $00-00 ૨૦૦-૦૦ ૨૦૦૦-૦૦ ૧00-00 ૧૦-૦૦ ૧૦૦-૦૦ WW' audly.org Jain INGR IJIRGI PENCILLES ROSIORGIUSEGA Page #255 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર ઃ ઉપલબ્ધ સાહિત્ય વિવેચન સાથે પ્રશ્ન વ્યાકરણ સૂત્ર વિવેચન સાથે વિપાક સૂત્ર વિવેચન સાથે જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર વિવેચન સાથે ઉપાંગ સૂત્ર (નિરયાવલિકાદિ) ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૧ ૨ વિવેચન સાથે ઉત્તરાધ્યયન સૂત્ર ભાગ ૧–૨ વિવેચન સાથે દશવૈકાલિક સૂત્ર સંપૂર્ણ વિવેચન સાથે નંદી સૂત્ર વિવેચન સાથે અનુયોગદ્વાર સૂત્ર ચરણાનુયોગ સંપૂર્ણ બે ભાગોમાં * અગ્રિમ ગ્રાહક યોજના(ગુજરાતી) જૈનાગમ નવનીત પ્રશ્નોત્તરી સેટ ૩ર આગમ (૨૦૦૮ સુધીમાં) મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ભાગ-૧ થી ૮ ૧૦-૦૦ ૧૧૦-૦૦ ૨૫૦૦૦ ૧૫૦૦૦ 500-00 ૩૦૦-૦૦ ૨૦૦-૦૦ ૨૫૦–૦૦ ૧૬૦૦-૦૦ સારાંશ પુસ્તકોના વિષયોમાં શંકાકુશંકા કરી કર્મબંધ ન કરતાં જિજ્ઞાસાથી આગમ મનીષી મુનિરાજશ્રીથી પત્ર સંપર્ક કરી જ્ઞાનવૃદ્ધિ કરવી જોઈએ. નિવેદક - જીજ્ઞેશ બી. જોષી ૫૫ ૬૦૦-૦૦ ૪૦૦-૦૦ બત્રીસ આગમોનો ગુજરાતી સારાંશ વાંચીને સંક્ષેપમાં જાણી શકાય છે કે જૈનાગમોમાં શું શું સમજાવ્યું છે. અગ્રિમ ગ્રાહક યોજનામાં બત્રીસ આગમોનો ગુજરાતી સારાંશ આઠ પુસ્તકોમાં પોસ્ટ ખર્ચ સહિત કુલ રૂા. ૪૦૦/-નો M.O. રાજકોટ મોકલી પ્રાપ્ત કરી શકાય છે. સંપૂર્ણ સેટ પ્રકાશિત ઉપલબ્ધ છે. રાજકોટનું સરનામું : નેહલ હસમુખભાઈ મહેતા, આરાધનાભવન, ચંદ્રપ્રભુએપાર્ટ., ગ્રાઉન્ડ ફ્લોર, ૬/૧૦વૈશાલીનગર, રાજકોટ-૩૬૦૦૦૭ Page #256 -------------------------------------------------------------------------- ________________ રપક મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના નાગમ નવનીતા | સોજન્ય દાતાઓને આભાર સહ ધન્યવાદ ૧. શ્રી શરદભાઈ જમનાદાસ મહેતા, રાજકોટ ૨. સ્વ. પ્રભાબેન મોહનલાલ મહેતા(ગુરુકુલવાળા) પોરબંદર ૩. શ્રીમતી ભાવનાબેન વસંતલાલ તુરખીયા, રાજકોટ ૪. શ્રી લાલજી કુંવરજી સાવલા (તુંબડી), ડોંબીવલી સ્વ. રંજનબેન ચંદ્રકાંત દોશી (કુંદણીવાળા) રાજકોટ ૬. શ્રીમતી જ્યોત્સનાબેન પ્રકાશભાઈ વોરા, રાજકોટ ૭. શ્રી નવલ સાહિત્ય પ્રકાશન ચેરીટેબલ ટ્રસ્ટ, સુરેન્દ્રનગર છું ૮. શ્રીમતી મધુબેન રજનીકાંત કામદાર, રાજકોટ(તરંગ એપા.) | ૯. શ્રી નરેન્દ્રભાઈ શાંતિલાલ કામદાર, લાતુર ૧૦. શ્રીમતી કીનીતાબેન દીલીપકુમાર ગાંધી, રાજકોટ ૧૧. શ્રી નંદાચાર્ય સાહિત્ય સમિતિ, બદનાવર ૧૨. શ્રી પ્રફુલભાઈ ત્રીભોવનદાસ શાહ, રાજકોટ ૧૩. શ્રી મનહરલાલ છોટાલાલ મહેતા, રાજકોટ. ૧૪. શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ, મલાડ (વેસ્ટ) ૧૫. શ્રી આચાર્ય કારસૂરિ આરાધના ભવન, સુરત ૧૬. શ્રી હરીલાલ મંગળજી મહેતા, મુંબઈ ૧૭. ડૉ. ભરતભાઈ ચીમનલાલ મહેતા, રાજકોટ ૧૮. ધીરેન્દ્ર પ્રેમજીભાઈ સંગોઈ, માટુંગા ૧૯. શ્રી ચંદુભાઈ વોરા, મોમ્બાસા ૨૦. ડો. સુધાબેન ભૂદરજી હપાણી, રાજકોટ(૮ સેટ) ૨૧. શ્રી શાંતિલાલ છોટાલાલ શાહ (સાયલાવાળા) અમદાવાદ રર. શ્રી વલ્લભજી ટોકરશી મામણીયા, મુંબઈ ૨૩. શ્રી મણીલાલ ધનજી નીસર, થાણા જૈન શ્રમણોની ગોચરી અને શ્રાવકાચાર – પ્રકાશિત થઈ ગયેલ છે. (પોકેટ સાઈઝમાં) મૂલ્ય : રૂા. પ/૧૦૦ અને તેથી વધારે માટે મૂલ્ય : રૂા. ૩/ Jail Education Intematona - G ete SeeSeSITE www.jamensrary.org Page #257 -------------------------------------------------------------------------- ________________ શુભાશીર્વાદ પૂજ્ય સાહેબ શ્રી નરસિંહજી સ્વામી પ્રેરક નવલ પ્રકાશ સંકારવર્ધક સામયિક ચાલી ર ાંધી न चोरहार्यं न च राज्यहार्यं, न भ्रातृभाज्यं न च भारकारि । व्यये कृते वर्धत एव नित्यं, विद्याधनं सर्वधनप्रधानम् ॥ ચોર ચોરી ન શકે, રાજ્યસત્તા હરી ન શકે, ભાઈ ભાગ ન પડાવી શકે અને ભારરૂપ પણ ન થાય. જેમ જેમ વ્યય કરો તેમ વધે એવું વિધા (જ્ઞાન) રૂપી ધન સર્વ ધનમાં પ્રધાન છે. વિધાન આવું મહત્વ હોવાથી આપ જ્ઞાનવર્ધક – સંસ્કારવર્ધક સાહિત્ય વાંચો તથા બીજાને વંચાવો............. આર્થિક રીતે સમૃદ્ધ થવા કરતાંય જ્ઞાનથી સમૃદ્ધ થવામાં વધારે લાભ છે. અર્થ આ ભવ પૂરતો છે. જ્યારે જ્ઞાન તો ભવમાંય સાથે આવે છે. આપ આ સંસ્કારવર્ધક ભાસિક -વડાપ્રકાશ શિવાની શૈણા અન્ય ભાવિકોને પણ કરશો તો ના અને સંસ્કાર દલાલીનો લાભ મેળવશો. પૂ. મુનિરાજ શ્રી રામચન્દ્રજી વામી સંપાદક મુનિ શ્રી પ્રકાશચન્દ્રજી રવામી "ઢિ વાર્ષિક લવાજમ રૂા. ૨૦૦૦= દશ વાર્ષિક લવાજમ રૂા. ૬૦૦= સંપર્ક સૂત્ર સુરેન્દ્રનગર પ્રફુલ્લકુમાર કે. તુરખીયા તુરખીયા રેડીમેડ સ્ટોર્સ, ઠે. ધ્રાંગધ્રાના ઉતારા સામે, સુરેન્દ્રનગર. (સૌરાષ્ટ્ર) પીનઃ ૩૬૩૦૦૧, ફોન : ૨૬૪૫૭ મુંબઈ રમણીકલાલ નાગજીભાઈ દેઢિયા દુર્ગા ટેક્ષટાઈલ્સ, ૧૦, ન્યુ હિંદમાતા ક્લોથ માર્કેટ, હોટલ શાંતિદૂત નીચે, દાદર, મુંબઈ ૪૦૦ ૦૧૪. ફોન : (ઓ) ૪૧૧ ૨૭૧૭ (ઘ) ૪૧૩ ૬૩૩૪ રવિવારે બંધ 000 Page #258 -------------------------------------------------------------------------- ________________ માગમ Gii | | | જિનાગરી નવનીતી અની પ્રશ્નોતરી સર્જક આગળ મનીષી શી તિલોકમુનિજી જd 8 ૧૯૧ર-૧૯૪૭ દીક્ષા 8 19-5-199o દીક્ષાગુરુ - શ્રમણશ્રેષ્ઠ પૂજ્ય શ્રી સમર્થમલજી મ.સા., નિશ્રાગુરુ - પૂજ્યશ્રી ચમ્પાલાલજી મ.સા. (પ્રથમ શિષ્ય), આગમ જ્ઞાન વિકાસ સાંનિધ્ય - પૂજ્યશ્રી પ્રકાશચંદ્રજી મ.સા., લેખન સંપાદન કલા વિકાસ સાંનિધ્ય - પૂજ્યશ્રી કન્ડેયાલાલજી મ.સા. 'કમલ', નવજ્ઞાન ગચ્છ પ્રમુખતા વહન - શ્રી ગૌતમ મુનિજી આદિ સંત ગણની, વર્તમાન નિશ્રા - શ્રમણ સંઘીય આચાર્યશ્રી શિવમુનિજી મ.સા., બાર વષી અધ્યાપન પ્રાવધાનમાં સફળ સહયોગી - (1) તત્ત્વચિંતક સફળ વકતા મુનિશ્રી પ્રકાશચન્દ્રજી મ.સા. (અજરામર સંઘ) (2) વાણીભૂષણ પૂજ્યશ્રી ગિરીશચંદ્રજી મ.સા. (ગોંડલ) સંપ્રદાય), ગુજરાતી ભાષામાં ગુરુપ્રાણ આગમ બત્રીસીના સંપાદન સહયોગરૂપ અનુપમ લાભ પ્રદાતા - ભાવયોગિની સ્થવિરા પૂ. શ્રી લીલમબાઈ મ.સ.. આગમ સેવાઃ- ચારેય છેદ સૂત્રોનું હિન્દી વિવેચન લેખન (આગમ પ્રકાશન સમિતિ, વ્યાવરથી પ્રકાશિત). ૩ર આગમોનું સારાંશ લેખન. ચરણાનુયોગ, દ્રવ્યાનુયોગના પ- ખંડોમાં સંપાદન સહયોગ. ગુણસ્થાન સ્વરૂપ, ધ્યાન સ્વરૂપ, ૧૪નિયમ, 12 વ્રતનું સરળ સમજણ સાથે લેખન સંપાદન. વર્તમાન સેવા :- ગુજરાત જૈન સ્થાનકવાસી સમુદાયોનાં સંત સતીજીને આગમજ્ઞાન પ્રદાન. ૩ર આગમના ગુજરાતી વિવેચન પ્રકાશનમાં સંપાદન સહયોગ. ૩ર આગમોના પ્રશ્નોત્તર લેખન, સંપાદન (હિન્દી). આગમ સારાંશ ગુજરાતી ભાષાંતરમાં સંપાદન સહયોગ અને આગમ પ્રશ્નોત્તરનું ગુજરાતી સંપાદન., . ! મુનિશ્રી પ્રકાશચન્દ્રજી Forrivate & PersoUse Omy www.ainelibrary.org