________________
૧૮૨
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત,
ઉપકરણોની અથવા પથ્થર રેતી આદિની અલગ આવશ્યકતા અનુસાર આજ્ઞા લેવી જોઈએ. આ રીતે “અવગ્રહ ગ્રહણ સમિતિથી દત્ત અને અનુજ્ઞાત ગ્રહણ કરવાની રુચિથી આત્માને ભાવિત કરવો જોઈએ. ત્રીજી ભાવનાઃ શય્યા પરિકર્મ વર્જન – શય્યા સંસ્તારક મકાન આદિને માટે મુનિ કોઈ છેદન-ભેદન, આરંભ-સમારંભનું કાર્ય ન કરે અને કરાવે પણ નહિ. મકાનને સમવિષમ, હવાવાળું કેહવા રહિત આદિકરાવે નહિ; તેમજ એવું કરવાની ઈચ્છા રાખે નહીં; ડાંસ, મચ્છર આદિ પ્રાણીઓને શુભિત કરે નહીં, ત્રાસ પહોંચાડે નહીં. યતનાથી દૂર કરવા સિવાય કંઈ જ ન કરે. આ રીતે સંયમ, સંવર, સમાધિની પ્રમુખતાવાળા બનીને મુનિ કષાય તેમજ ઇન્દ્રિય નિગ્રહની પ્રધાનતાવાળા બને. ધર્યની સાથે આ મકાન સંબંધી સ્થિતિઓમાં મુનિસમભાવ રાખે, આત્મ-ધ્યાનમાં લીન રહે. મુનિ સદા સમિતિ યુક્ત થઈને એકત્વ આદિ ભાવનાઓથી પોતાને ભાવિત કરતા થકાં સંયમ, ધર્મ તેમજ અસ્તેય મહાવ્રતનું પાલન કરે. આ રીતે શય્યા સમિતિ યોગોથી આત્માને ભાવિત કરતા થકા જે શય્યા પ્રાપ્ત થાય તેમાં સમપરિણામી બને. ચોથી ભાવના : અનુજ્ઞાત ભક્તાદિ – અનેક સાધુઓને માટે જે સામુહિક આહાર આદિલાવ્યા હોય તેમાં ખાવાનો પૂર્ણ વિવેક રાખવો જોઈએ. અર્થાત્ તેમાં સ્વાદિષ્ટ મનોજ્ઞ શાક આદિ પોતે પહેલા અથવા વધારે અથવા જઠ્ઠી ન ખાવું જોઈએ. બીજાઓને કોઈપણ પ્રકારનો પરિતાપ, સંક્લેશ, અસમાધિ ન થાય, અંતરાય ન થાય તેવા વિવેકથી, ચંચળતા રહિત થઈને ખાવું જોઈએ. જેનાથી ત્રીજા વ્રતમાં કોઈ દોષ ન લાગે. આ રીતે સામુહિક આહાર પ્રાપ્ત સમિતિ'માં આત્માને સમ્યક પ્રકારે ભાવિત કરતો થકો દીધેલ અને અનુજ્ઞાત ગ્રહણની રુચિવાળા બને તથા કલેશ આદિ પાપો કરવા કરાવવાથી વિરક્ત બને. પાંચમી ભાવના સાધર્મિકવિનય – સાધર્મિક, સહવર્તી પ્રત્યે વિનયવંત રહે તેમજ તેમના ઉપકરણો પ્રત્યે પણ વિનય વિવેક રાખે. તેના તપના પારણામાં વિનય વિવેક રાખે. સ્વાધ્યાય આદિમાં, દેવા-લેવા કે પૂછવામાં, બહાર જવા-આવવામાં, તેના પ્રત્યે વિનય પ્રવૃત્તિ રાખે અર્થાત્ પ્રત્યેક કાર્ય પૂછીને તેમજ વિનય શિષ્ટાચાર પૂર્વક કરે. આ પ્રકારે બીજા બધા સંયમ યોગમાં સાધર્મિકની સાથે વિનયપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઈએ. વિનય પણ આત્યંતર તપ છે અને તપ જ સંયમમાં પ્રધાન ધર્મ છે તેથી ગુરુ, સાધર્મિક, તપસ્વીનો પૂર્ણરૂપે વિનય કરવો જોઈએ. આ રીતે વિનય વિવેકથી ભાવિત અંતઃકરણવાળા બને.
આ ત્રીજા મહાવ્રતની પાંચ ભાવના યુક્ત કહેલ વર્ણન અદત્ત મહાવ્રતની સૂક્ષ્મતા તેમજ ભાવાત્મકતાથી પરિપૂર્ણ છે. તેનું તાત્પર્ય એ છે કે વિનય, સેવા, ભક્તિ ન કરવાથી અને સામુહિક આહાર આદિનો અવિવેકથી ઉપયોગ કરવાથી
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org