SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્ર ઃ પ્રશ્નવ્યાકરણ સૂત્ર સારાંશ પણ અસ્તેય મહાવ્રતની વિરાધના થાય છે. યોગ્યાયોગ્ય મકાન સંસ્તારકના વિષયમાં કોઈ પણ સંકલ્પ અથવા પ્રવૃત્તિ કરવી પણ અદત્ત છે. આધાકર્મ અથવા પરિકર્મ દોષયુક્ત મકાનનો ઉપયોગ કરવો પણ અદત્ત છે. તૃણ, કાંકરા, માટી આદિની યાચના કે અનુજ્ઞા વગર ગ્રહણ કરવું અદત્ત છે. સમૂહમાં રહેવા છતાં સેવાભાવ અથવા સેવા પ્રવૃત્તિ ન કરવી એ પણ અદત્ત છે. શક્તિ અનુસાર તપ, વ્રત-પાલન, સમાચારી પાલન આદિમાં ન્યૂનતા કરવી; એ પણ અદત્ત છે. કલહ, કદાગ્રહ, વિવાદ, વિકથા, કષાય વગેરે કરવા, માયા-પ્રપંચ, પરનિંદા, તિરસ્કાર અને ચાડી કરવી પણ અદત્ત છે. મત્સર ભાવ, વૈરભાવ રાખવા અને દિવસભર ખાતા રહેવું પણ અદત્ત છે. ૧૮૩ ઉપર કહેલ વર્ણનથી અદત્તની પૂર્ણ સૂક્ષ્મતા અને વિશાળતાને સમજીને પરિપૂર્ણ સાવધાની સાથે આ ત્રીજા અસ્તેય મહાવ્રત રૂપ સંવર દ્વારનું મન, વચન, કાયાથી પાલન કરવું જોઈએ. ચોથું અધ્યયનઃ બ્રહ્મચર્ય(મહાવ્રત) આ ચોથું સંવર દ્વાર ચોથા મહાવ્રતરૂપ છે. પાંચ મહાવ્રતોમાં આ મહાવ્રતનું વિશેષ સ્થાન છે. અનેકવિધ તપોમાં પણ બ્રહ્મચર્યને ઉત્તમ-શ્રેષ્ઠ તપ કહ્યું છે. આ અઘ્યયનમાં બ્રહ્મચર્યને ‘ભગવાન’ શબ્દથી ઉપમિત કરાયું છે. બ્રહ્મચર્યનો મહિમા ઃ- બ્રહ્મચર્ય એ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વિનય, સમ્યક્ત્વ આદિ ગુણોનું મૂળ છે, અનેક યમ નિયમોમાં મુખ્ય નિયમ છે. તેની વિદ્યમાનતામાં મનુષ્યનું અંતઃકરણ સ્થિર થઈ જાય છે. અર્થાત્ બ્રહ્મચર્યની સમ્યક્ આરાધનાથી ચિત્તવૃત્તિ અસ્થિર રહેતી નથી, ગંભીરતાની વૃદ્ધિ થાય છે; સરળ આત્મા એવા સાધુજનો દ્વારા આ સેવિત છે; સૌમ્ય, શુભ અને કલ્યાણકર છે; મોક્ષના પરમ માર્ગ અને સિદ્ધ ગતિના ઘર રૂપ છે; શૂરવીર ધીર પુરુષો દ્વારા વિશુદ્ધ આરાધિત છે; ખેદથી રહિત, નિર્ભય અને રાગાદિના લેપથી, કર્મબંધ સંગ્રહથી રહિત છે; ચિત્તની શાંતિનું સ્થાન છે; દુર્ગતિને રોકનાર અને સદ્ગતિનો પથ પ્રદર્શક છે; લોકમાં આ બ્રહ્મચર્ય ઉત્તમ મહાવ્રત છે. આ પદ્મસરોવરની પાળ–ભીંતની સમાન, ગાડીના આરા અથવા ધરીની સમાન, વૃક્ષના સ્કંધની સમાન, મહાનગરના કોટ દરવાજા તેમજ અર્ગલા સમાન, ધ્વજાની દોરીની સમાન, તેમજ વિશુદ્ધ અનેક ગુણોથી સુસંપન્ન છે અર્થાત્ કહેલ સરોવર આદિ જેમ પાળ આદિથી જ સુરક્ષિત હોય છે. પાળ આદિના નાશ થવા પર તે પણ નાશ થઈ જાય, તેવી જ રીતે બ્રહ્મચર્ય મહાવ્રતના આધારથી જ બધા મહાવ્રત સુરક્ષિત છે. તેમની અખંડતામાં જ બધા મહાવ્રતોની અખંડતા ટકી શકે છે. બ્રહ્મચર્યના વિનાશમાં વિનય, શીલ, તપ, નિયમ, આદિ બધા ગુણ સમૂહનો For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy