SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત (રપ) નવમા તીર્થંકરથી પંદરમા તીર્થંકરના શાસનમાં કાલિક શ્રુતનો શાસનનો) વિચ્છેદ થયો હતો. તીર્થ વિચ્છેદ કાળ પાતળા) પલ્યોપમ અથવા પોણા પલ્યોપમનો થયો હતો. બધા(ર૪) તીર્થકરોના શાસનમાં દષ્ટિવાદનો વિચ્છેદ(એક દેશથી) થાય છે. (૨૬) બલદેવ-વાસુદેવોના ગુણો, દ્ધિ વગેરેનું વિસ્તારથી વર્ણન છે. તેના શરીરમાં એકસો આઠ શુભ લક્ષણ હોવાનું કહ્યું છે. તેનો પૂર્વભવ, પૂર્વભવના ધર્માચાર્ય (દીક્ષાગુરુ), વાસુદેવોની નિદાન(નિયાણાની) ભૂમિ, તેમજ નિદાન કરવાના કારણોનો સ્પષ્ટ ઉલ્લેખ છે. (૨૭) વાસુદેવોના શત્રુરૂપ ચક્રધર નવ પ્રતિવાસુદેવ હોય છે. તેઓ પોતાના જ ચક્રથી વાસુદેવ દ્વારા કરે છે. વાસુદેવ અને પ્રતિવાસુદેવ બને નરકમાં જ જાય છે. આઠ બલદેવ મોક્ષમાં ગયા અને એક(કૃષ્ણના ભાઈ) પાંચમા દેવલોકમાં ગયા. દસ ચક્રવર્તી મોક્ષ ગયા અને બે(આઠમા, બારમા) નરકમાં ગયા. (૨૮) ભરતક્ષેત્રના ભાવી તીર્થકર, તેના માતા-પિતા, પૂર્વભવ આદિ તથા ભાવી ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ આદિનું વર્ણન પણ છે. (૨૯) ઐરાવતક્ષેત્રના વર્તમાન તીર્થકર તથા ભાવી તીર્થકરોનું પણ વર્ણન છે. (૩૦) એક ઉત્સર્પિણી અથવા અવસર્પિણી કાળમાં એક ભરતક્ષેત્રમાં ર૪ તીર્થકર ૧ર ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૯ બલદેવ, ૯ પ્રતિવાસુદેવ હોય છે. એક મહાવિદેહ ક્ષેત્રમાં ૪તીર્થકર, ૪ ચક્રવર્તી, ૪ વાસુદેવ, ૪ બલદેવ હંમેશાં મળે છે અને ઉત્કૃષ્ટ હોય તો ૩ર તીર્થકર, ૨૮ ચક્રવર્તી, ૨૮ વાસુદેવ, ૨૮ બલદેવ હોઈ શકે છે. બલદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ ત્રણે સમકાળમાં હોય છે. ચક્રવર્તી તેનાથી ભિન્નકાળમાં હોય છે. બલદેવ, વાસુદેવના પિતા એક હોય છે. માતાઓ અલગઅલગ હોય છે. (૩૧) સૂત્રમાં તીર્થકરોના માતાપિતા, પૂર્વભવ, ભિક્ષા દાતા, ચૈત્ય વૃક્ષ, પ્રથમ શિષ્ય, પ્રથમ શિષ્યા ઇત્યાદિ નામ આપેલ છે. તીર્થકરોની યાદી સંખ્યા, અવધિજ્ઞાની, મન:પર્યવ જ્ઞાની, કેવલી તેમજ મોક્ષગામી જીવોની સંખ્યા અલગઅલગ સમવાયોમાં કહેલ છે. નોધ:- ઠાણાંગ સમવાયાંગમાં સંક્ષેપમાં સૂચિત અનેક વિષયોનું સ્પષ્ટીકરણ અન્ય આગમોમાં જ્યાં વિસ્તારથી વર્ણન છે તે આગમના સારાંશમાં જોવું જોઈએ. વિમાન, દીપ, સમુદ્ર, પર્વત, નદી, કૂટ, દ્રહ, આવાસ, નરકાવાસ, પૃથ્વીકાંડ, પાતાળ કળશ, અવગાહના, સ્થિતિ, જ્યોતિષ મંડલ ચાર, અંતર વગેરે અનેક ગણિત વિષયોનું હુંડીની જેમ વર્ણન છે. તેનું સ્પષ્ટ વર્ણન જંબૂદીપ પ્રજ્ઞપ્તિ આદિ સૂત્રોના સારાંશમાં યથાસ્થાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy