________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
દોષયુક્ત છે.’ સ્વાભાવિક જ ભિક્ષુ કયાંય એક બે દિવસ નિરંતર જાય, તેને કોઈ નિમંત્રણ યા નિયતતા ન હોય તો તે નિયાગ દોષ નથી. આ પ્રકારે આગમોમાં આવેલ નિયાગ અને નિત્યપિંડથી તેમજ તેની વ્યાખ્યાથી તેવું કોઈપણ પ્રકારે સિદ્ધ થતું નથી કે આજ ગયેલ ઘરમાંથી કાલે ગોચરી પાણી ન જ લેવાય. જ્ઞાનમુનિ : પૂર્વાચાર્યો પણ કેટલા વિદ્વાન થઈ ગયા, તેઓ પણ સમજતા તો હતા જ ! હવે કોઈ પણ પરંપરાનું મન ફાવે તેમ પરિવર્તન કરી દે, તે કેવી રીતે ઉચિત કહેવાય ?
Go
ન્યાયચંદ્રજી : ભંતે ! કોઈ પણ પરંપરાને આગમના આધારે અથવા આગમ અનુપ્રેક્ષણથી પરિવર્તિત કરવી તે અનુચિત ન સમજવું જોઈએ. તેનાથી કોઈનું અપમાન નથી થતું પરંતુ આગમોનું સન્માન અને બહુમાન જ થાય છે. આવું સમજવાથી મૂર્તિ પૂજકમાંથી અમૂર્તિપૂજક બનવું તેમજ અન્ય અનેક પરંપરાઓ ને છોડવી ઉચિત કહેવાશે અને એવું ન માનવાથી સદા લોહ વાણિયા સમાન જ બની રહેનાર હાસ્યાપદ બનશે. તેથી આગમ તેમજ તેની વ્યાખ્યાઓના પ્રમાણપૂર્વક કરવામાં આવેલ સ્પષ્ટીકરણની સામે આવો તર્ક કરવો તે કેવળ ‘ગાડરિયા પ્રવાહ’નું પોષણ કરવાની બુદ્ધિનું સૂચક છે. તેથી આવો તર્ક પ્રબુદ્ધ આગમ પ્રેમીએ કયારેય પણ ન કરવો જોઈએ. વિશેષ માટે જુઓ— દશવૈકાલિક સૂત્ર, વિશ્વભારતી લાડનૂથી પ્રકાશિત.
પરિશિષ્ટ-૩ : અધ્યયન-૩:
సొంపుసొంప
સાધુ જીવનમાં દન્તમંજન
સંયમ પાલન કરવા માટે શરીરનુંનિરોગી હોવુંનિતાન્ત આવશ્યક છે કારણ કે સંયમ જીવનમાં શરીરનું રોગગ્રસ્ત હોવું છિદ્રોવાળી નાવ દ્વારા સમુદ્ર પાર કરવા
સમાન છે.
ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩માં અધ્યયનમાં શરીરને ‘નાવ’ કહેલ છે અને જીવને ‘નાવિક’ કહેલ છે. છિદ્રો રહિત નૌકાને સંસાર સમુદ્ર પાર કરવા માટે યોગ્ય કહેલ છે. શરીરરૂપી નૌકા સછિદ્ર હોવાનું તાત્પર્ય છે – તેનું રોગગ્રસ્ત હોવું !
મંજન કરવું એ સ્વસ્થ રહેવાનું પ્રમુખ અંગ માનવામાં આવે છે. કહ્યું પણ છે કે 'આંખમાં અંજન, દાંતમાં મંજન, નિત કર નિત કર નિત કર !
પ્રસ્તુત સૂત્રના ત્રીજા અઘ્યયનમાં મંજન કરવું, દાંત ધોવા સાધુ માટે અનાચરણીય કહેલ છે. અન્યત્ર પણ અનેક આગમોમાં મંજન ન કરવાને સંયમના મહત્ત્વશીલ નિયમરૂપે સૂચિત કરવામાં આવેલ છે. યથા– જે હેતુથી સાધકે નગ્ન ભાવ યાવત્ અદંત ધાવન(દાંત સાફ ન કરવાની પ્રતિજ્ઞા)નો સ્વીકાર કરેલ હતો તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org