SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત (૧) બળને વધારનાર, ઇન્દ્રિયોને ઉત્તેજિત કરનાર આહાર બ્રહ્મચર્યનો વિઘાતક છે. જિàન્દ્રિય પર નિયંત્રણ કરવું, નિરતિચાર બ્રહ્મચર્ય પાલન માટે અત્યંત આવશ્યક છે. જિલ્લાલોલુપ, સરસ, સ્વાદિષ્ટ, પૌષ્ટિક ભોજન કરનારા, આ વ્રતનું સમ્યક આરાધન કરી શકતા નથી. તેથી દૂધ, દહીં, ઘી, માખણ, મીઠા, ખારા આદિ પદાર્થોનું સેવન અથવા વારંવાર સેવન બ્રહ્મચારીને માટે હાનિકારક છે. (૨) સાધકે આહારની માત્રાનું પણ પૂર્ણરૂપથી ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે; પેટભરીને ક્યારે ય પણ કોઈ ચીજ ખાવી-પીવી ન જોઈએ; હંમેશાં ઊણોદરીથી પેટને હલકું રાખવું જોઈએ; ઓછું ખાવું, ઓછીવાર ખાવું અર્થાત્ વારંવાર ન ખાવું અને ઓછા પદાર્થ ખાવા; આ નિયમોનું અવશ્ય પાલન કરવું જોઈએ. ૧૮ (૩) ખાસ વાત આહારના સંબંધમાં એ છે કે બ્રહ્મચર્ય સાધકે હંમેશાં ખાવું ન જોઈએ અર્થાત્ દરરોજ ભોજન કરવું ન જોઈએ, વચમાં ઉપવાસ કે આયંબિલ આદિ તપસ્યા કરતા રહેવું જોઈએ. જે સાધક આ પાંચ ભાવનાઓનું સારી રીતે પાલન કરે છે તે બ્રહ્મચર્ય મહાવ્રતની સાધનામાં સફળ થઈ શકે છે. પાંચમું અધ્યયન : અપરિગ્રહ(મહાવ્રત) (૧) અપરિગ્રહ એ પાંચમું સંવર દ્વાર છે. પરિગ્રહ સંસાર ભ્રમણનું મુખ્ય કારણ છે. તેનો ત્યાગ કરનારા; સાથે જ મમત્વભાવ, આસક્તિભાવનો ત્યાગ કરનારા, ઇન્દ્રિય તેમજ કષાયોનો સંવર-નિયંત્રણ કરનારા; જિનેશ્વર ભગવંતો દ્વારા પ્રરૂપિત બધા તત્ત્વોની એકથી લઈને તેત્રીશ સુધીના બોલોની પૂર્ણ અડગ શ્રદ્ધા રાખનારા અને તેમાં શંકા ન કરનારા; બીજા સિદ્ધાંતોની આકાંક્ષાઓથી દૂર રહેનારા; ઋદ્ધિ આદિ ગર્વ તેમજ નિદાનથી રહિત થઈને નિર્લોભી રહેનારા; મૂઢતાનો ત્યાગ કરીને જ્ઞાન અને વિવેક ધારણ કરનારા; બધા પ્રકારના લોભનો ત્યાગ કરીને મન, વચન અને કાયાથી સંવૃત બનનારા અપરિગ્રહી સાધુ છે અને તે જ સાચા સાધુ છે. (૨) મંદર મેરુ પર્વતના શિખરની ચૂલિકા સમાન આ મોક્ષ માર્ગના શિખરભૂત ચરમ સંવર સ્થાન છે. શ્રેષ્ઠ વૃક્ષની ઉપમાથી યુક્ત છે; જેમાં સમ્યક્ત્વ મૂળ છે, અનાશ્રવ અને મોક્ષ તેનો સાર છે. (૩) અપરિગ્રહી સાધક કોઈપણ ગામ નગર આદિને તેમજ કોઈપણ દાસ-દાસી, પશુ-વાહન, સોના-ચાંદી, મકાન-જમીન-જાયદાદની સંપત્તિને ગ્રહણ ન કરે. તેને પોતાની ન સમજે. તેમાં મમત્વ-મૂર્છાભાવ ન કરે. કોઈપણ નાના-મોટા પદાર્થ, વ્યક્તિ, સ્થાનને ‘મારું’‘મારું” એવું ન કહે કે ન સમજે. સંયમમાં આવશ્યક જ્ઞાન, દર્શન, ચારિત્રમાં સહાયક તેમજ શરીરના સંરક્ષક For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy