SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્ર પ્રશ્નવ્યાકરણ સૂત્ર સારાંશ ૧૮૭ | અતિ જરૂરી, ઉપકરણો પદાર્થો સિવાય છત્ર, જૂતા આદિ ન રાખે. બીજાના ચિત્ત લોભિત કે આકર્ષિત થાય તેવા બહુમૂલ્ય ઉપકરણ પણ ન રાખે. (૪) આહાર, ઔષધ,ભેષજ આદિને માટે પુષ્પ, ફળ, બીજ, કંદ, આદિ કોઈપણ સચિત પદાર્થ ગ્રહણ ન કરે, કારણ કે શ્રમણ સિંહોને માટે તીર્થકર ભગવંતોએ આ બધા સચિત પદાર્થ ત્યાજ્ય કહેલ છે. તેના ગ્રહણથી જીવોની યોનિનો વિનાશ થાય છે. અર્થાત્ જીવ હિંસા થાય છે. (૫) આચાર નિષ્ઠ શ્રમણોએ વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થ ઉપાશ્રયમાં, અન્ય ઘરમાં અથવા જંગલમાં ન રાખવા જોઈએ અર્થાત પોતાની નિશ્રામાં માનતા થકા કોઈ પણ સ્થાને ખાદ્ય પદાર્થો રાખવા જોઈએ નહીં. () અનેક પ્રકારના એષણા દોષોથી અને સાવધ કર્મોથી યુક્ત આહાર ગ્રહણ કરવો અપરિગ્રહી સાધુને માટે અકલ્પનીય છે. ૪રદોષસિવાય બીજા આ દોષોનો પણ ત્યાગ કરવો જોઈએ- (૧) રચિત (૨) પર્યવજાત (૩) દાનાર્થ (૪) પુણ્યાર્થ (૫) વનીપકાર્થ (૬) શ્રમણાર્થ (૭) પશ્ચાતકર્મ (૮) પૂર્વકર્મ (૯) નિત્યકર્મ (૧૦) અતિરિક્ત (૧૧) મૌખર્ય (૧ર) સ્વયંગ્રહણ. રચિત :- લીલાં-સૂકાં ફળોમાંથી બીજ આદિ કાઢવા, પદાર્થોને ખાંડવા, પીસવા તથા અન્ય પણ એવા આરંભ જનક સંભારકાર્ય કરી વસ્તુને તૈયાર કરવી. પર્યવજાત :- વસ્તુને સુધારવી, ઠીક કરવી, સાફ કરવી. જેમ કે મગફળી, ચણા સાફ કરીને રાખવા આદિ. દાનાર્યાદિ – દાનને માટે, પુણ્યને માટે, ભિખારીઓને માટે અને પાંચ પ્રકારના ભિક્ષાચર સાધુઓને દાન દેવા માટે બનાવાયેલો આહાર. પૂર્વકર્મ પશ્ચાત્કર્મ – આહારાદિ લાવવાના પહેલા અથવા પાછળથી ગૃહસ્થ હાથ, વાસણ આદિ પાણીથી ધોવા. નિત્યકર્મ – સાધુઓને વહોરાવવાનો જાણે કોઈએ નિત્યકર્મ બનાવી દીધો હોય અથવા સદાવ્રતની જેમ નિત્ય આપવામાં આવતો આહાર. અતિરિક્ત – સરતી, ખપતી અને યથોચિત માત્રાથી અધિક આહાર વહોરવો, જેનાથી પાછળથી ગૃહસ્થને ઓછું થવા પર નવું બનાવવાનો આરંભ કરવો પડે અથવા સચિત પદાર્થ ખાય તથા સાધુને વધારે પ્રમાણમાં પદાર્થો ખાવા પડે અથવા પરવા પડે તે અતિરિક્ત દોષ છે. મૌખર્ય – વાચાળતા કરીને અર્થાત્ ઘણી વાતો કરીને આહાર લેવો. સ્વયંગ્રહણઃ–પોતે પોતાના હાથે ખાદ્ય પદાર્થ લેવા અર્થાત્ ગૃહસ્થની આજ્ઞાથી પોતે તેમના વાસણમાંથી આહાર લેવો. પાણી પોતાના હાથથી લેવાનું વિધાન આચારાંગ સૂત્રમાં છે, તેથી તેનો નિષેધ ન સમજવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy