SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત છે. આચારાંગમાં ક્રમ ભિન્ન છે. વિવિક્ત શયનાસન આચારાંગમાં અંતિમ છે અને બંને સૂત્રમાં પ્રારંભમાં છે બીજું કંઈ પણ અંતર નથી. પાંચમું મહાવ્રત :— ત્રણે સૂત્રોમાં ક્રમ અને વિષય સમાન છે (૧) શબ્દાદિ પાંચ ઇન્દ્રિય વિષયોની આસક્તિ અને કામનાનો ત્યાગ. ८४ ઉપરોક્ત ક્રમ ભેદ થવામાંલિપિદોષની અધિક સંભાવના છે તથા અપેક્ષાથી વિવક્ષાથી તેમજ વિસ્તારથી કહેવાથી પણ વિષયમાં ભેદ થઈ જવો સંભવ છે. ન પર વજ્ન્માસિ અય લ્યુસિલે, નેળ 7 ઝુવિખ્ત ન ત વખ્તા । (દશ અ૧૦) અર્થ :- કોઈપણ એક સાધકે અન્ય સાધક માટે, આ કે પેલો કુશીલવાન છે. અર્થાત્ સંયમભ્રષ્ટ કે શિથિલાચારી છે. એવું ભિક્ષુકે ન બોલવું જોઈએ. જે વચનો બોલવાથી કોઈને રોષ ભરાય તેવા કંઈ પણ વચન પ્રયોગ ભિક્ષુઓએ ન કરવા. સોહી રજ્જુય ભૂયસ્ત, થો યુદ્ધમ્સ વિદુર ॥ (ઉત્તરાધ્યયન સૂત્ર અ॰ ૩) અર્થ :સરલતાથી પરિપૂર્ણ આત્માની શુદ્ધિ થાય છે માટે કપટ, હોશિયારી, (છલ) આદિ અવગુણોનો ત્યાગ કરીને સાફ અને સરળ હૃદયી બનીએ ત્યારે જ આત્મામાં ધર્મ ટકી શકે છે. ★ સાધુ-સાધ્વીઓએ પાંચ મહાવ્રતની આ ૨૫ ભાવનાઓ પર રોજ નિયમિત આત્મ ચિંતન કરતા રહેવું જોઈએ. ★ પાંચ મહાવ્રત અને પાંચ સમિતિ સંબંધી સૂત્રમાં કહેલ બધા નિયમોનું ઇમાનદારીથી, શ્રદ્ધાપૂર્વક, દઢતાની સાથે પાલન કરવું જોઈએ. * જે કોઈપણ સાધક શાસ્ત્રમાં કહેલ આ વિધિનિયમોનું, દ્રવ્ય-આચાર કે ભાવ શુદ્ધિના આદેશોનું જો કિંચિત્ માત્ર પણ પાલન કરતા નથી તેને સ્પષ્ટ શબ્દોમાં આગમકારોએ ‘ચોર ચોર' આ સંજ્ઞાથી સૂચિત કર્યા છે. તેથી સાધકોએ હંમેશા એ બાબતનું ચિંતન કરવું જોઈએ કે જો અમને ચોર કહેવડાવવામાં શરમ આવતી હોય તો જિનાજ્ઞાના ચોર બનવું પણ ન જોઈએ. કારણ કે ચોર બનવું અને ચોર કહેવડાવામાં શરમ રાખવી તે નાદાનતા છે. અંદર બહાર એક જ હોવું તે જ સાધનાનો સાર છે. ‘જેવા છો તેવા દેખાવ’... સરળ બનો.... સદા કથની કરણી એક રાખો. @ Jain Education International @ @ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy