SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્ર: ઠાણાંગ સૂત્ર પ્રસ્તાવના ઠાણાંગ સૂત્ર પ્રાકથન : આ ત્રીજું અંગ સૂત્ર છે. મૌલિક રૂપે આ ગણધર કૃત સૂત્ર છે. આ સૂત્રમાં એકથી દશની સંખ્યા સંબંધી અનેક વિષયોનો સંગ્રહ છે, તેથી સંખ્યાથી સંબંધિત વિષયો સમયે-સમયે સંપાદિત સંવર્ધિત કરવામાં આવેલ છે. એવું આગમ વગેરેના અનુપ્રેક્ષણથી જણાય છે. આ ઠાણાંગ સૂત્રમાં ક્યાંક કોઈ અન્ય અપેક્ષાથી અને ક્યાંક કોઈ અપેક્ષા વિના કેવળ સંખ્યાની મુખ્યતાને લઈને વિશિષ્ટ રચના પદ્ધતિ સ્વીકાર કરવામાં આવેલ છે, અર્થાત્ એક જ વિષયમાં જો નવ કે દસ સંખ્યા હોય તો તેને પાંચ છે, સાત, આઠ, નવ, દસની સંખ્યામાં પણ કહેવામાં આવેલ છે. યથા ક્રિયાઓ પચ્ચીસ છે, તેને એક પદ્ધતિથી બીજા ઠાણામાં બે-બેની સંખ્યાથી કહેવામાં આવેલ છે અને ફરી તેને પાંચમાં ઠાણામાં પાંચ-પાંચની સંખ્યાથી કહેવામાં આવેલ છે. આ પ્રકારે આ સૂત્રમાં સંખ્યાનું આલંબન લઈને અનેક તત્ત્વોનું, આચારોનું ક્ષેત્રોનું, કથાઓના અંતર્ગત વિષયોનું, ઉંમરનું તેમજ અનેક પ્રકીર્ણક વિષયોનું સંકલન છે. નવમાં ઠાણામાં શ્રેણિક મહારાજાના ભાવી બે ભવોનું કથન કરી વિસ્તાર પૂર્વક કથાનક પણ કહેવામાં આવેલ છે. પ્રથમ ઠાણા(સ્થાન)નો સારાંશ (૧) એક સંખ્યાનો આધાર લઈને અહીં સંગ્રહાયથી કે જાતિવાચક કથનની અપેક્ષાથી અનેક તત્ત્વોને એક સંખ્યામાં કહેવામાં આવેલ છે. (૨) આત્મા, લોક, કર્મ, નવ તત્ત્વ, ષ દ્રવ્ય, ૧૮ પાપ અને તેનો ત્યાગ, વેદના, ત્રણ યોગ, પુદ્ગલ, અવસર્પિણી વગેરે કાળ તેમજ અલોક, ચોવીસ દંડક, ત્રણ દષ્ટિ, છ વેશ્યા છે. ચાર ગતિ છે અને તેમાં જીવોનું ગમનાગમન છે. તેમજ અનેક પ્રકારના દેવોનું અસ્તિત્વ છે. (૩) સિદ્ધોના પંદર ભેદોને પણ જુદી-જુદી વર્ગણાઓના આધારથી કહેવામાં આવેલ છે. (૪) ભગવાન શ્રી મહાવીર સ્વામી એકલા જ મોક્ષે ગયા. (પ) અનુત્તર વિમાનના દેવ વધુમાં વધુ એક હાથની ઊંચાઈવાળા હોય છે. (૬) આદ્ર, ચિત્રા, સ્વાતિ નક્ષત્રોના એક-એક તારા જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy