________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત
-
બીજા સ્થાનનો સારાંશ: પ્રથમ ઉદ્દેશક (૧) આ ઉદ્દેશકમાં અનેક અપેક્ષાથી જીવોનો બે ભેદોમાં સમાવેશ કરવામાં આવેલ છે. જેમ કે–ત્રાસ-સ્થાવર, સઇન્દ્રિય-અનિંન્દ્રિય, સાયુષ્ય-નિરાયુષ્ય, સિદ્ધ-સંસારી વગેરે. (૨) ક્રિયાઓના અનેક ભેદ-પ્રભેદ બે-બેની સંખ્યામાં કહેવામાં આવેલ છે, જેમ કે–૧. જીવ ક્રિયા ૨. અજીવ ક્રિયા. જીવ ક્રિયાના બે ભેદ–૧. સમ્યકત્વ ક્રિયા ર. મિથ્યાત્વ ક્રિયા. અજીવ ક્રિયાના બે ભેદ–૧. સાપરાયિક ક્રિયા ૨. ઇરિયાવહી ક્રિયા.
તદંતર કહેવામાં આવેલ રર ક્રિયાઓ- ૧. કાયિકી ૨. અધિકરણિકી ૩. પ્રાષિકી ૪. પારિતાપનિકી ૫. પ્રાણાતિપાતિકી ૬. અપ્રત્યાખ્યાનિકી ૭. આરંભિકી ૮, પરિગ્રહિતી ૯, માયા–પ્રત્યયા ૧૦. મિથ્યાદર્શન પ્રત્યયા ૧૧. દષ્ટિજા ૧૨ સ્પર્શજા ૧૩. પ્રાતિત્યની ૧૪. સામંતોપનિપાતિકી ૧૫. સ્વસ્તિકી ૧૬. નૈષ્ટિકી ૧૭. આજ્ઞાનિકી ૧૮. વૈદારિણી ૧૯. અનવકાંક્ષિકી ૨૦. અનાભોગિકી ૨૧. રાગ પ્રત્યયિકી રર. વૈષ પ્રત્યયિકી. (૩) મનથી અને વચનથી પણ પચ્ચખાણ થઈ શકે છે. (૪) જ્ઞાન અને ચારિત્રથી સંપન્ન જીવ મુક્ત થઈ શકે છે. (૫) આરંભ અને પરિગ્રહમાં આસક્ત જીવ ધર્મ કે જ્ઞાન-દર્શનચારિત્રને કે મોક્ષને પ્રાપ્ત કરી શકતો નથી. (૬) જીવ કોઈ પાસે સાંભળીને કે સાંભળ્યા વિના પોતાના ક્ષયોપશમથી ધર્મ આદિને પ્રાપ્ત કરી શકે છે. (૭) નંદી સૂત્ર વર્ણિત પાંચ જ્ઞાનના ભેદ-પ્રભેદ અહીં કહેવામાં આવેલ છે. (૮) ધર્મ બે પ્રકારના છે યથા–૧. શ્રત ધર્મર. ચારિત્ર ધર્મ. અથવા–૧.આગાર ધર્મ ૨. અણગાર ધર્મ. સંયમ પણ બે પ્રકારના છે – ૧. સરાગ ૨. વીતરાગ. (૯) પાંચ સ્થાવરના પર્યાપ્ત-અપર્યાપ્ત, સૂક્ષ્મ-બાદર, પરિણત-અપરિણત, સ્થાન પ્રાપ્ત અને વાટે વહેતા આદિ બે-બે ભેદ છે. (૧૦) આલોચના, પ્રતિકમણ, દીક્ષા, વડી દીક્ષા, સ્વાધ્યાય તેમજ સંથારો (આજીવન અનશન) કરતી વખતે પૂર્વ અથવા ઉત્તર તેમ બેમાંથી કોઈપણ દિશા તરફ મોઢું રાખવું જોઈએ.
( બીજો ઉદ્દેશક (૧) જીવ આ ભવમાં કરેલ પાપ કર્મનું ફળ આ ભવમાં પણ ભોગવે છે અને આગળના ભાવમાં પણ ભોગવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org