SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્ર: ઠાણાંગ સૂત્ર સારાંશ ક . (ર) જીવને જે પણ જ્ઞાન થાય, તે સમવહત-અસમવહત બંને અવસ્થામાં રહે છે. (૩) ઇન્દ્રિયોના વિષયોનું ગ્રહણ જીવને એક દેશથી પણ થાય છે અને સર્વથી પણ થાય છે. (૪) દેવો બે શરીરવાળા હોય છે. ૧. ભવધારણીય ર. ઉત્તરવૈક્રિય. ( ત્રીજો ઉદ્દેશક ) (૧) ભાષા(શબ્દ) બે પ્રકારના છે– ૧. અક્ષર સંબદ્ધ ૨.નોઅક્ષર સંબદ્ધ. નો ભાષા શબ્દ અનેક પ્રકારના છે- તત, વિતત, ઘન, નૃસિર, તાલ, લત્તિકા, ભૂષણ આદિના શબ્દો. (૨) શબ્દની ઉત્પત્તિ બે પ્રકારે થાય છે– ૧. પુગલોના જોડાવાથી કે ટકરાવાથી ૨. પુદ્ગલોના વિખરાવાથી કે ભેદન થવાથી અર્થાત્ વાંસ, વસ્ત્ર ફાટવાથી કે ફાડવાથી પણ શબ્દ ઉત્પત્તિ થાય છે. (૩) સામાયિક બે પ્રકારની છે– ૧. આગાર સામાયિક ૨. અણગાર સામાયિક. (૪) તદનંતર ક્ષેત્ર, પર્વત, નદી વગેરે અનેક વિષયોનું કથન કરતાં-કરતાં ૬૪ ઇન્દ્રોનું કથન કરવામાં આવેલ છે. (૫) જંબૂદ્વીપમાં બળદેવ, વાસુદેવ, ચક્રવર્તી વગેરે તેમજ સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર વગેરેનું બે-બેની સંખ્યામાં કથન કરવામાં આવેલ છે. (ચોથો ઉદ્દેશક ) (૧) સમય, આવલિકા આદિ કાળ, ગ્રામાજિક ક્ષેત્ર તથા છાયા, અંધકાર વગેરે જીવ સાથે સંબંધ રાખતા હોવાથી જીવ પણ કહી શકાય છે અને તે અજીવ રૂપ તેમજ પુદ્ગલ રૂપ હોવાથી તેને અજીવ પણ કહી શકાય છે. (૨) આયુષ્ય સમાપ્ત થતી વખતે આત્મપ્રદેશ શરીરના કોઈપણ એક ભાગમાંથી પણ નીકળી શકે છે અને સંપૂર્ણ શરીરમાંથી પણ નીકળી શકે છે. સંસારી જીવોનો આત્મા એકદેશથી નીકળે છે અને મોક્ષે જતી વખતે જ આત્મા આખા શરીરમાંથી એક સાથે નીકળે છે. (૩) કર્મોના ક્ષયથી અથવા ક્ષયોપશમથી એમ બંને પ્રકારથી બોધિ, ચાર જ્ઞાન તેમજ સંયમની પ્રાપ્તિ થાય છે. (૪) ક્રોધ આદિ પાપ સ્વયં માટે કે બીજા માટે પણ કરવામાં આવે છે. (૫) સયોગી-અયોગી, જ્ઞાની-અજ્ઞાની, આહારક-અનાહારક, ભાષક-અભાષક, સશરીરી અશરીરી વગેરે બે-બે પ્રકારના જીવના ભેદ કહ્યા છે. બાર પ્રકારના આત્મઘાત અર્થાત્ આર્તધ્યાનથી પોતાની જાતે મરવા રૂપી બાળમરણ કહ્યા છે. () આઠે ય કર્મોના બે-બે ભેદ કહ્યા છે. જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy