SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત ધ્યાન સ્વરૂપ વિચારણા પ્રથમ જ્ઞાન પીછે ક્રિયા, યહ જિન મત કા સારા જ્ઞાન સહિત ક્રિયા કરે, તો ઉતરે ભવ પાર છે કોઈ પણ પ્રવૃત્તિ કરતાં પહેલાં તેનું સ્વરૂપ સમજવું આવશ્યક છે. દશવૈકાલિક સૂત્ર અધ્યયન-૪, ગાથા-૧૦ માં કહ્યું છે કે અજ્ઞાની પોતાના હિત અને અહિતને કેવી રીતે સમજી શકે? ગ્રામાંતર જવું હોય તો તે ગામનો માર્ગ કયો છે? સાથે સાથે બીજા ગામના પણ વચ્ચે-વચ્ચે કયા માર્ગ આવે છે ? તે પણ જાણકારી કરવી આવશ્યક છે. ગમન કરવા માટે સાચો રાહ પણ હોય છે અને વિપરીત પણ કોઈ પણ કાર્ય કરવાની સાચી વિધિ પણ હોય છે અને ખોટી વિધિ પણ હોય છે. ખાવાના પદાર્થ સારા પણ હોય છે અને નઠારા પણ હોય છે. બરાબર એ જ પ્રમાણે ધ્યાન પણ બે પ્રકારના છે– ૧. શુભધ્યાન અને ૨. અશુભધ્યાન. અશુભ ધ્યાનના બે પ્રકાર છે– ૧. આર્તધ્યાન ૨. રૌદ્ર ધ્યાન. શુભ ધ્યાનના બે પ્રકાર છે– ૧. ધર્મ ધ્યાન ૨. શુક્લ ધ્યાન. આત્માના પરિણામ– અધ્યવસાય પણ બે પ્રકારના હોય છે– ૧. શુભ અધ્યવસાય ૨. અશુભ અધ્યવસાય. આગમમાં કહ્યું છે કે સધ્યાનમાં રહેવાવાળાની શુદ્ધિ થાય છે અથવા "ધર્મ ધ્યાનમાં જે રત રહે છે તે ભિક્ષુ છે.[દશવૈ. અ. ૮) ધ્યાનની પરિભાષા – જો ધર્મધ્યાન કે શુભ ધ્યાન હોય છે તો પ્રતિપક્ષી અશુભ ધ્યાન કે અધર્મ ધ્યાનનું અસ્તિત્વ પણ હોય જ છે એ સ્પષ્ટ છે. તેથી ધ્યાનની પરિભાષા તે જ શુદ્ધ હોઈ શકે છે જેમાં અશુભ ધ્યાન અને શુભ ધ્યાન બંનેનો સમાવેશ હોઈ શકે છે અન્યથા તે ધ્યાનની પરિભાષા ન કહી શકાય. જૈન આગમો અને અન્ય ગ્રંથોમાં જ્યાં પણ ધ્યાનના ભેદ બતાવ્યા છે કે ધ્યાનની વ્યાખ્યા આપી છે તેમાં આ અપૂર્ણતા નથી અર્થાત્ તે વ્યાખ્યામાં અને ભેદોમાં શુભ અને અશુભ બને ધ્યાનોનો પૂર્ણ સમાવેશ હોય છે. કોઈ પણ વસ્તુની વ્યાખ્યા તે પદાર્થના સંપૂર્ણ અવયવોને ગ્રહણ ન કરે તો તેને સાચી વ્યાખ્યા ન કહી શકાય. જૈનાગમાનુસાર ધ્યાનના ચાર પ્રકાર છે તેમાં બે આત્મા માટે અહિત કર છે, ત્યાજ્ય છે અને બેહિતકર છે, ગ્રાહ્ય છે. પ્રત્યેક ધ્યાનના આલંબન અને લક્ષણાદિ પણ આગમોમાં બતાવેલા છે. બધા પ્રકારના ધ્યાન અને અધ્યાનના સ્વરૂપને બતાવનારી ધ્યાનની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy