SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત (૬) સાત સ્વર છે અને સાત સ્વરોના સ્થાન છે. આ સ્વરો જીવ અને અજીવ બંનેના હોય છે. આ સ્વરવાળાના લક્ષણો-સ્વભાવ તેમજ લાભ જુદા-જુદા હોય છે. સ્વરોની મૂર્ચ્છનાઓ વગેરે અનેક પ્રકારના વર્ણન છે. (૭) ભૂતકાળની ઉત્સર્પિણીમાં, વર્તમાન-અવસર્પિણીમાં અને ભવિષ્યકાળની ઉત્સર્પિણીમાં સાત-સાત કુલકર થયા અને થશે. (૮) આ અવસર્પિણીના પ્રથમ કુલકર વિમળવાહનના સમયમાં સાતમું કલ્પવૃક્ષ ઉપભોગમાં આવતું હતું અને છ પ્રકારના વૃક્ષો કામમાં આવતાં હતાં. (૯) સાત દંડ નીતિ– ૧. હકાર ર. મકાર ૩. ધિક્કાર ૪. નજર કેદ ૫. નિયત ક્ષેત્રમાં કેદ ૬. જેલ ૭. અંગોપાંગ છેદન. ૧૧૨ (૧૦) ચક્રવર્તીના ચૌદ રત્નો હોય છે. સાત એકેન્દ્રિય અને સાત પંચેન્દ્રિય રત્ન. (૧૧) દુસ્લમ કાળનો પ્રભાવ જાણવા ના બોલ– ૧. અકાળે વરસાદ થવો. ૨. સમયે વરસાદ ન થવો. ૩. અસાધુ(કુસાધુ)ઓનો વધુ આદર થવો. ૪. સાધુઓને ઓછો આદર મળવો. પ. ગુરુજનો પ્રત્યે ભાવોમાં કમી આવવી. ૬. માનસિક દુઃખોની વૃદ્ધિ. ૭. વાચિક દુર્વ્યવહારની વૃદ્ધિ. આનાથી વિપરીત અવસ્થામાં એમ સમજવું કે દુસ્લમ કાળનો પ્રભાવ મંદ છે. (૧૨) અકાળ મરણના સાત નિમિત્ત- ૧. હર્ષ, શોક, ભય વગેરે પરિણામોની તીવ્રતાથી ૨. શસ્ત્રાઘાતથી ૩. આહારની વિપરીતતાથી ૪. રોગની તીવ્ર વેદનાથી પ. પડી જવાથી કે અન્ય દુર્ઘટનાથી ૬. સર્પ આદિ કરડવાથી કે વિષ આદિ ખાઈ જવાથી ૭. શ્વાસ રૂંધાવાથી. (૧૩) સ્ત્રી આદિ ચારવિકથા, ૫. કરુણ રસ આદિ યુક્ત કથા, ૬. દર્શન અને ૭. ચારિત્રના વિધાત કરનારી કથા. આ ત્રણેયને પણ વિકથા સમજવી જોઈએ. બધી જ વિકથાઓથી જ્ઞાનનો વિઘાત થાય છે, તેથી અલગ ભેદ કહેલ નથી. (૧૪) આહાર તેમજ ઉપકરણોમાંથી આચાર્ય, ઉપાધ્યાયને ઉત્તમ-મનોજ્ઞ ઉપકરણ તેમજ આહાર દેવામાં આવે છે. આ બંને અતિશય સહિત અહીં સાત અતિશય કહ્યુ છે. પાંચમા સ્થાનમાં અને વ્યવહાર સૂત્રમાં પાંચ અતિશય કહેલ છે. (૧૫) પ્રત્યેક લોકાંતિક દેવોમાં પ્રમુખ દેવ હોય છે અને સાતસો કે સાત હજાર સદસ્ય દેવો પણ હોય છે. તે સિવાય સામાન્ય દેવો હોય છે. (૧૬) ઇન્દ્રોની સાત સેના— ૧. હાથી ૨. ઘોડા ૩. મહિષ ૪. રથ ૫. પાયદળ ૬. નર્તક ૭. ગંધર્વ સેના અને તેમના અધિપતિ પણ હોય છે. પાયદળ સેનાની સાત કક્ષાઓ હોય છે. (૧૭) પાપ રહિત નિર્દોષ પવિત્ર મન રાખવું, તેમજ નિર્દોષ વચન બોલવું તે પ્રશસ્ત મન-વચનનો વિનય છે. જતનાપૂર્વક બેસવું, સૂવું, પડખું બદલવું, ઉભા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy