________________
આચારશાસ્ત્ર ઠાણાંગ સૂત્ર સારાંશ
સાતમા સ્થાનનો સારાંશ
(૧) ગણાપક્રમણ- ગણાપક્રમણ એટલે ગણનો પરિત્યાગ'. રુચિ અનુસાર અધ્યયન કે અઘ્યાપન રૂપ જ્ઞાન લાભ પ્રાપ્ત ન થાય, રુચિ અનુસાર ચારિત્ર તેમજ ચિત્ત સમાધિની આરાધના ન થાય અથવા પોતાની રુચિ કે શક્તિથી વધુ આચરણનો આગ્રહ હોય તો ભાવ સમાધિના હેતુથી એક ગણને છોડી બીજા ગણનો સ્વીકાર કરવો એ 'ગણાપક્રમણ' છે. સામૂહિક જીવનથી, સંયમમાં કે ચિત્ત સમાધિમાં અસંતોષ હોવાથી એકલા જ ગચ્છ-મુક્ત થઈ વિચરણ કરવું હોય તો ગુરુને નિવેદન કરી ગચ્છ ત્યાગ કરવો પણ 'ગણાપક્રમણ' છે.
૧૧૧
પડિમાઓ, જિનકલ્પ, પરિહાર વિશુદ્ધ ચારિત્ર, અચેલત્વ પ્રતિજ્ઞા આદિ અનેક સાધનાઓ માટે એકલા વિચરણ કરવું એ ગણાપક્રમણ નથી, પરંતુ તે તો આચાર્યની સંપદામાં જ ગણવામાં આવેલ છે. તેઓ ક્રિયા-સાધના પૂર્ણ કરી આવે ત્યારે તેમનું સન્માન સંપૂર્ણ સંઘ કરે છે. સંક્ષેપમાં ગણાપક્રમણ એ પારિસ્થિતિક તેમજ અસંતુષ્ટિપૂર્વક ગચ્છ ત્યાગ છે અને પડિમાઓ વિશિષ્ટ વિશિષ્ટતર તપ આરાધના છે.
(૨) વિભગજ્ઞાનના પ્રકાર- ૧. એક દિશાનું ૨. પાંચ દિશાનું ૩. જીવ ક્રિયાથી જ આવૃત છે- કર્મ કાંઈ નથી ૪. જીવ પુદ્ગલમય છે અથવા જીવ અપુદ્ગલમય જ છે, પ. બધા જીવ સુખી છે અથવા દુઃખી છે. . જીવ રૂપી જ છે ૭. હલચલ કરવાવાળા પુદ્ગલો અને જીવોને જોઈને એમ સમજવું કે આ બધા જીવો જ છે. (૩) આચાર્ય–ઉપાધ્યાયનું કર્તવ્ય બને છે કે તેઓ પણ ગણના સાધુ-સાધ્વીઓના જરૂરી વસ્ત્ર, ઉપકરણ વગેરેની પ્રાપ્તિ તેમજ સંરક્ષણ કરે.
(૪) ૧. સહેજ પણ હિંસા કરે ૨. જૂઠું બોલે ૩. અદત્ત ગ્રહણ કરે ૪. શબ્દ આદિમાં આનંદિત થાય કે ખિન્ન થઈ જાય. ૫. પૂજા-સત્કારમાં પ્રસન્ન થાય . આ 'સાવધ' છે, તેવું કહીને પણ તેવી સાવધ વસ્તુનું સેવન કરે અને ૭. જેવું બોલે તેવું આચરે નહિ. તો તે કેવળી નહીં, પરંતુ છદ્મસ્થ છે તેમ જાણવું.
(૫) સાત નય ૧. ભેદ-અભેદ બંનેને ગ્રહણ કરનાર-- નૈગમનય ૨. કેવળ અભેદને ગ્રહણ કરનાર- સંગ્રહનય ૩. કેવળ ભેદને ગ્રહણ કરનાર વ્યવહારનય ૪. વર્તમાન પર્યાયને સ્વીકાર કરનાર ઋજુસૂત્રનય ૫. લિંગ, વચન, કારકના ભેદથી (ભિન્નતાથી) વસ્તુમાં ભેદ સ્વીકારનાર--- શબ્દનય . પર્યાયવાચી શબ્દોના ભેદથી વસ્તુનો ભેદ સ્વીકાર કરનાર– સમભિરૂઢનય ૭. વર્તમાન ક્રિયામાં પરિણત વસ્તુને જ વસ્તુરૂપે સ્વીકાર કરનાર- એવંભૂતનય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org