SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત મનુષ્યોમાં મહાઋદ્ધિઐશ્વર્યના સ્વામી ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ, માંડલિક રાજા આદિ વિપુલ ભોગોપભોગની સામગ્રીથી સંપન્ન, જીંદગી સુધી કુશીલનું સેવન કરીને પણ અતૃપ્ત અવસ્થામાં જ મરણને પ્રાપ્ત થાય છે. તેની ઉંમર ઉત્કૃષ્ટ એક કરોડપૂર્વ વર્ષોની હોય છે. યુગલિક મનુષ્યો જેની ઉંમર ત્રણ પલ્યોપમની ઉત્કૃષ્ટ હોય છે, તેઓ સદા યોવન અવસ્થામાં જ રહે છે, તેઓને રોગ, વૃદ્ધાવસ્થા આદિ કોઈ વિઘ્ન હોતા નથી, તેમ છતાં અસંખ્ય વર્ષો સુધી વિષય ભોગોનું સેવન કરીને પણ તે અતૃપ્ત અવસ્થામાં જ મૃત્યુને પ્રાપ્ત કરે છે. - સ્ત્રીના નિમિત્તથી પુરુષને અને પુરુષના નિમિત્તથી સ્ત્રીને વિકારભાવોની ઉત્પત્તિ થાય છે. કેટલાય અતિલુબ્ધ બની પરસ્ત્રીમાં આસક્ત થઈને ગુપ્ત રૂપે અબ્રહ્મચર્યનું સેવન કરે છે. પરસ્ત્રી લંપટતા પ્રગટ થવા પર તેને ખરાબ રીતે માર પડે છે. મૈથુન વાસનામાં આસક્ત પશુ પણ એકબીજા લડીને એકબીજાને મારે છે. પરસ્ત્રીગામી, પોતાના નિયમ, સમાજની મર્યાદા અને આચાર વિચારનો ભંગ કરી નાખે છે. ત્યાં સુધી કે ધર્મ સંયમમાં લીન બનેલ બ્રહ્મચારી પુરુષ પણ મૈથુન સંજ્ઞાને વશ થઈને ક્ષણભરમાં ચારિત્રથી ભ્રષ્ટ થઈ જાય છે. મોટા-મોટા યશસ્વી અને પ્રસિદ્ધ બ્રહ્મચારી પણ કુશીલ સેવનથી અપશય, અપકીર્તિના ભાગીદાર બની જાય છે. પરસ્ત્રીગામી પોતાના આલોક-પરલોક બંનેને બગાડી નાખે છે, અર્થાત્ તે સર્વ જગ્યાએ ભયથી આક્રાંત તેમજ દુઃખમય અવસ્થામાં સમય પસાર કરે છે. જેમ કે રાવણ, મણિરથ, પધરથ વગેરે. પ્રાચીન કાળમાંઅબ્રહ્મને માટે(સ્ત્રીઓને માટે) મોટા-મોટા યુદ્ધથયા છેલોહીની નદીઓ વહી છે. જેમ કે સીતા, દ્રૌપદી, રૂકમણી, પદ્માવતી, તારા, કંચના, અહલ્યા, સ્વર્ણગુલિકા, વિદ્યુમ્નતિ, રોહિણી આદિ. એ સિવાય બીજા પણ અનેક સેંકડો કલેશ, , યુદ્ધ પણ મૈથુન તેમજ સ્ત્રીઓના નિમિતે થયા છે અને થતા રહે છે. અબ્રહ્મચર્યનું ખરાબ પરિણામ – મોહને વશ થયેલ પ્રાણી અબ્રહ્મમાં આસક્ત થઈને મૃત્યુ સમયે અશુભ પરિણામોથી નરક તિર્યંચ ગતિમાં જાય છે. જ્યાં તે વિવિધ ભયંકર વેદનાઓનો અનુભવ કરે છે; ચાર ગતિ, ચોવીસ દંડક રૂપ સંસાર અટવીમાં વારંવાર પરિભ્રમણ કરે છે. અબ્રહ્મનું ફળ અત્યંત દુઃખકારી છે. ક્ષણમાત્રનું દેખાતું સુખ અને અપાર દુઃખોનું ભાજન છે. પરસ્ત્રી ગામી પ્રાણી અબ્રહ્મના સેવનથી પોતાની શાંતિનો ભંગ કરે છે, નિંદાને પાત્ર બને છે, તેને ખરાબ રીતે મારવામાં આવે છે, નરકગતિના મહેમાન બને છે. આગળ પણ ભવોભવ અબ્રહ્મની તૃષ્ણામાં જ પડ્યો રહે છે તેમજ ભોગ સામગ્રીથી વંચિત જ રહે છે. લાંબા સમય સુધી અનેક પ્રકારની ભયંકર તેમજ દુઃસહ્યયાતનાઓનો તે ભાગીદાર બને છે. દુઃખવિપાક સૂત્રમાં પણ અબ્રહ્મચર્યનું દારૂણ ફળ અનેક કથાઓમાં દીધેલું છે). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy