SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્ર સમવાયાંગ સૂત્ર સારાંશ ૧૩૩ (૯) ક્ષેત્ર પર્વતની જીવા, નદી પ્રવાહ અને વિસ્તાર ૨૪ની સંખ્યાથી કહેવાયા છે. (૧૦) પાંચ મહાવ્રતની ૨૫ ભાવનાઓ છે. (૧૧) આચારાંગ સૂત્રના કુલ રપ અધ્યયન છે. નિશીથસૂત્ર આચારાંગની ચૂલિકા રૂપ અધ્યયન છે. તેને જોડીને આચારાંગના રપ અધ્યયન કહ્યા છે. (અર્થાત્ વિક્તિ' અધ્યયન ગણવામાં આવતું નથી, આથી આ નિશીથ સૂત્રને અલગ કર્યા પછી અધ્યયન સંખ્યા પૂર્તિને માટે જોડવામાં આવેલ હોવાની સંભાવના છે.) (૧૨) ત્રણ છેદ સૂત્ર(દશા કલ્પ-વ્યવહાર)ના ર૬(૧૦+6+10) ઉદ્દેશક છે. (૧૩) સાધુના ૨૭ ગુણ કહ્યા છે. નક્ષત્ર માસ ૨૭ દિવસનો હોય છે. (૧૪) પ્રાયશ્ચિત્ત આરોપણા રૂપ આચાર પ્રકલ્પ ૨૮ છે. અહીં પ્રતોમાં પાઠ અશુદ્ધ જણાય છે અને વ્યાખ્યાકારોએ પણ તેની કોઈ ચર્ચા કરી નથી. વાસ્તવમાં પાંચ રાત્રિના પ્રાયશ્ચિત્તથી શરૂ કરીને એક માસ સુધી વિકલ્પ અને ચાર માસ સુધી ૨૪ વિકલ્પ કહેવા જોઈએ. આ પ્રાયશ્ચિત્તની વિધિ ભાષ્યાદિથી પણ સિદ્ધ છે. (૧૫) મતિજ્ઞાનના અવગ્રહાદિ ૨૮ ભેદ છે, મોહનીય કર્મના ર૮ ભેદ છે. (૧) ર૯ પાપ સૂત્ર છે. આષાડ આદિ ૬ મહિના ર૯ દિવસના હોય છે. (૧૭) ત્રીસ મોહનીય(મહામોહનીય) કર્મબંધના સ્થાન છે. (૧૮) એક દિવસના ૩૦ મુહૂર્ત હોય છે, તેના અલગ-અલગ નામ છે. (૧૯) ત્રેવીસમા, ચોવીસમાં તીર્થકર ૩૦ વર્ષ ગૃહવાસમાં રહ્યા હતા. (૨૦) સિદ્ધોના ૩૧ ગુણ છે. (૨૧) અંતિમ મંડલમાં સૂર્યનો ચહ્યુસ્પર્શ ૩૧૮૩૧ 3 યોજન હોય છે. (રર) પર યોગ સંગ્રહ છે, તેનું આચરણ કરવાથી સંયમની આરાધના સારી રીતે સંપન્ન થાય છે. (ર૩) બત્રીસ પ્રકારના નાટક કહ્યા છે. રેવતી નક્ષત્રના કર તારા છે. (૨૪) ગુરુની ૩૩ પ્રકારે આશાતના થાય છે. (૨૫) ચમચંચા રાજધાનીના એક દ્વારની ધાર શાખા પર ૩૩-૩૩ ભવન છે. તે સિવાય વિમાનાવાસ, નરકાવાસનો વિસ્તાર, કર્મ પ્રકૃતિના ભેદ અથવા બંધ, તીર્થકર વગેરેની અવગાહના આદિ, પૂર્વોની વસ્તુ સંખ્યા આદિ વિષય પણ યથા સ્થાન આ સમવાયોમાં છે. CLE | સમવાય: ૩૪ થી ૭૦ કિલો (૧) તીર્થકરના ચોત્રીસ અતિશય :- ૧. કેશ, મૂછ, રોમ, નખનું મર્યાદામાં વધવું, પછી ન વધવું. રોગ રહિત શરીર તેમજ નિરુપલેપ નિર્મળ શરીર ૩.રક્ત માંસ સફેદ ૪. શ્વાસોશ્વાસ સુગંધી ૫. આહાર-નિહાર અદશ્ય, પ્રછન્ન ૬. ચક ૭. છત્ર ૮ચામર ૯. સિંહાસન ૧૦, ઇન્દ્રધ્વજ ૧૧, અશોકવૃક્ષ ૧૨. ભામંડલ ૧૩. વિહારમાં સમભૂમિ ૧૪. કાંટાનું અધોમુખ થવું૧૫.ઋતુ પ્રકૃતિનું શરીરને અનુકૂળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy