________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
મરણ ૧૨. કેવળી મરણ ૧૩. ફાંસીએ લટકીને મરવું ૧૪. ગીધ આદિથી ખવાઈને મરવું ૧૫. ભક્ત પ્રત્યાખ્યાન અનશન ૧૬. ઈંગિત મરણ અનશન ૧૭. પાદપોપગમન અનશન.
૧ર
(૧૬) ૧૮ પ્રકારના બ્રહ્મચર્ય (દેવસંબંધી અને મનુષ્ય સંબંધી) છે. ૧૮ સંયમ સ્થાન છે. ૧૮ લિપિઓ છે. મોટામાં મોટા દિવસ-રાત ૧૮ મુહૂર્તના હોય છે(મધ્ય ભરતક્ષેત્રના કેન્દ્રસ્થાનની અપેક્ષાએ). પૂર્વ વસ્તુ, સૂત્રપદ, નરક પૃથ્વીપિંડ આદિ ૧૮ સંખ્યાથી કહેલા છે.
(૧૭) જ્ઞાતાસૂત્રના ૧૯ અધ્યયન છે. સૂર્ય ઉત્કૃષ્ટ ૧૯ સો યોજન ઉપર-નીચે તપે છે. ૧૯ તીર્થંકરોએ રાજ્ય ભોગવ્યા બાદ દીક્ષા લીધી હતી.
(૧૮) વીસ સંયમના અસમાધિસ્થાન છે અર્થાત્ સામાન્ય દોષ છે. ૨૦ ક્રોડાક્રોડી સાગરોપમનું કાળ ચક્ર થાય છે. બધી નરક પૃથ્વીપિંડની નીચે ઘનોદધિ ૨૦ હજાર યોજનનો છે.
સમવાયઃ ૨૧ થી ૩૩
(૧) સંયમના એકવીસ સબળ દોષ છે અર્થાત્ પ્રબળ દોષ છે, તેનાથી સંયમની વધારેમાં વધારે વિરાધના થાય છે.
(૨) ચારિત્ર મોહનીયની ર૧ કર્મ પ્રકૃતિ છે.
(૩) ઉત્સર્પિણી કાળનો પહેલો, બીજો આરો અને અવસર્પિણી કાળનો પાંચમો, છઠ્ઠો આરો ૨૧ હજાર વર્ષનો હોય છે.
(૪) એકવીસથી તેત્રીસ પલ્યોપમ, સાગરોપમની નારક, દેવોની સ્થિતિ, તેટલા જ પખવાડિયે દેવોનો શ્વાસોશ્વાસ, ૨૧ સાગરોપમથી ૩૩ સાગરોપમ સુધીની સ્થિતિવાળા દેવોના વિશિષ્ટ વિમાન તેમજ ૨૧ થી ૩૩ ભવ કરીને મોક્ષે જનારાઓનું વર્ણન આ સમવાયોમાં છે.
(૫) બાવીસ પરીષહ છે. બાવીસ પુદ્ગલ પરિણામ છે, જેમાં ૨૦ વર્ષાદિ, ૨૧મો અગુરુ-લઘુ સ્પર્શ, ૨૨મો ગુરુ-લઘુ સ્પર્શ.
(૬) સૂત્રકૃતાંગના બંને શ્રુતસ્કંધના ૨૩ અધ્યયન છે. ત્રેવીસ તીર્થંકરોને પૂર્વાન્ડમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું. ત્રેવીશ તીર્થંકર પૂર્વભવમાં અગિયાર અંગના જ્ઞાતા હતા, ઋષભદેવ સ્વામી ચૌદપૂર્વી હતા. ત્રેવીશ તીર્થંકર પૂર્વભવમાં માંડલિક રાજા હતા, પ્રથમ તીર્થંકર પૂર્વભવમાં ચક્રવર્તી હતા.
(૭) ૨૪ તીર્થંકર છે. ૨૪ દેવો છે. જેમાં ૧૦ ભવનપતિ, ૮ વ્યંતર, ૫ જ્યોતિષી, ૧ વૈમાનિક.
(૮) સૂર્ય પ્રથમ મંડલમાં હોય છે ત્યારે ૨૪ અંગુલની પોરિષી છાયા હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org