SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્ર : દશવૈકાલિક સૂત્ર પરિશિષ્ટ-૧ : અધ્યયન-ર : પરિશિષ્ટ બ્રહ્મચર્યની જાણો શુદ્ધિ, ઉપનિયમોમાં જેની બુદ્ધિ (૧) દૂધ, ઘી, મીઠાઈ, માવા-મલાઈ, માખણ આદિ પૌષ્ટિક પદાર્થોનું સેવન ન કરવું, બદામ-પિસ્તા આદિ મેવાના પદાર્થોનો પણ ત્યાગ કરવો. પ (૨) આ પદાર્થોની કયારેક જરૂર હોય તો અલ્પ માત્રાનું ધ્યાન રાખવું અને નિરંતર અનેક દિવસ સુધી સેવન ન કરવું. (૩) મહિનામાં ઓછામાં ઓછા ચાર દિવસ આયંબિલ અથવા ઉપવાસ આદિ તપસ્યા અવશ્ય કરવી. (૪) હંમેશાં ઊણોદરી કરવી અર્થાત્ કોઈપણ સમયે પૂર્ણ ભોજન ન કરવું.(પેટ ભરી જમવું નહિ). તેમજ સાંજના સમયે ભોજન ન કરવું અથવા અતિ અલ્પ માત્રામાં આહાર લેવો. (પ) સ્વાસ્થ્ય અનુકૂળ હોય તો એકવારથી વધુ ભોજન ન કરવું અથવા યથા સંભવ ઓછી વખત ખાવું. તેમજ એકવારના ભોજનમાં પણ ખાધ પદાર્થોની સંખ્યા બહુ ઓછી રાખવી. (૬) ભોજનમાં મરચાં-મસાલાની માત્રા અતિ અલ્પ રાખવી, અથાણા આદિનું સેવન ન કરવું. તેમજ તળેલા ખાદ્ય પદાર્થોનું સેવન ન કરવું. ચૂર્ણ અથવા ખાટા પદાર્થોનું સેવન ન કરવું. (૭) રાસાયણિક ઔષધિઓનું કે ઉષ્મા(ગરમી/શક્તિ) વર્ધક ઔષધિનું સેવન ન કરવું. બને ત્યાં સુધી ઔષધનું સેવન પણ ન કરવું. (૮) મહિનામાં ઓછામાં ઓછા ૧૫ દિવસ રૂક્ષ અથવા સામાન્ય આહાર કરવો અર્થાત્ ધાર વિગયનો(ઘી, દૂધ, દહીં આદિ) ત્યાગ કરવો. (૯) સ્ત્રીનો નજીકથી સંપર્ક અથવા તેના મુખ, હાથ, પગ, સ્તન તેમજ વસ્ત્રાભૂષણ આદિને જોવાની પ્રવૃતિ ન કરવી. (૧૦) દિવસે સૂવું નહિ. ભોજન પછી સંકુચિત પેટથી બેસવું નહીં અને સૂવું નહિ. (૧૧) ભિક્ષુએ વિહાર અથવા ભિક્ષાચારી આદિ શ્રમ કાર્ય અવશ્ય કરવું અથવા તપશ્ચર્યા કે ઉભા રહેવાની પ્રવૃતિ રાખવી. Jain Education International (૧૨) ઉત્તરાધ્યયન સૂત્ર, આચારાંગ સૂત્ર, સૂયગડાંગ સૂત્ર, તેમજ દશવૈકાલિક સૂત્રનો સ્વાધ્યાય તેમજ વાચના, અનુપ્રેક્ષા આદિ કરતાં રહેવું. [તથા નિયમિત ભક્તામર સ્તોત્ર કે લોગસ્સ પાઠથી પ્રભુ ભક્તિ તેમજ પેટ શુદ્ધિ માટે પ્રાણાયામ અવશ્ય કરવો.] For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy