________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
પુણ્યભાવથી સહયોગી, શાન્તિ પ્રદાયક, ગુણવાન સાથી ન મળે તો સંયમ છોડવાનો સંકલ્પ ન કરતાં એકલા જ સંયમ પાલન કરવું.
ભિક્ષુ એકલ વિહારચર્યા કાળમાં અત્યંત સાવધાન રહે; કામભોગોમાં, ઇન્દ્રિય વિષયોમાં અનાસક્ત રહે.
૪
જ્યાં ઉત્કૃષ્ટ કલ્પ ચાતુર્માસ રહેલ હોય, ત્યાં વધુમાં વધુ એક વર્ષ સુધી પુનઃ ન જવું, અન્ય પણ સૂત્રાજ્ઞાઓનું પૂર્ણ ધ્યાન રાખવું.
હંમેશાં સૂતાં, ઊઠતાં મુનિ આત્મનિરીક્ષણ-ગવેષણ કરે કે– મૈં તપ સંયમમાં શું પુરુષાર્થ કર્યો છે અને કયો પુરુષાર્થ કરવાનો બાકી છે ? શક્તિ હોવા છતાં પણ હું શું પુરુષાર્થ કરતો નથી ?
બીજાને મારા કયા અવગુણ દેખાય છે અને મને કયા દેખાય છે ? કયા દોષોને હું જાણવા છતાં પણ છોડતો નથી ? આ પ્રમાણે વિચાર કરી મુનિ કોઈ પણ દૂષણ લાગે તો તેને શીઘ્ર દૂર કરી ગુણોને ધારણ કરે.
આ પ્રમાણે પ્રયત્ન કરનાર મુનિ એકલા હોવા છતાં પણ સદા સંયમી જીવન જીવે છે, તેથી લોકો તેને આત્માર્થી, ઉચ્ચ આત્માની દૃષ્ટિએ જુએ છે.
સાધકે બધી જ ઇન્દ્રિયોને સમાધિમાં રાખતા થકા, કર્મબંધથી આત્માની રક્ષા કરવી જોઈએ. આત્મરક્ષા નહીં કરનાર જન્મ-મરણ વધારે છે.
સાચો આત્મરક્ષક સર્વ દુઃખોનો અંત કરી મોક્ષ પ્રાપ્ત કરે છે.
નોંધ :- વિસ્તૃત અધ્યયન માટે ગુરુ પ્રાણ ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત દશવૈકાલિક સૂત્રના વિવેચનનું અધ્યયન કરવું જોઈએ.
।। દશવૈકાલિક સૂત્રનો સારાંશ સમાપ્ત ।
વ્રત–નિયમ તેમજ ગવેષણા કે સમાચારીના વિપરીત આચરણ કરવા છતાં પ્રાયશ્ચિત્ત શુદ્ધિનું કોઈપણ લક્ષ્ય ન હોય તો તેને શિથિલાચાર સ્વીકારવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org