SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ જ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત સાતમા અધ્યયનનો સારાંશ (૧) આ અધ્યયનમાં ભાષા સંબંધી વિવેક શીખવતાં સૂકમતમ સત્યનું નિરૂપણ કરવામાં આવેલ છે. (૨) વેશ માત્ર જોઈને કોઈ સ્ત્રીને પુરુષ' કહે, તો પણ તેને અસત્ય ભાષણના પાપ કર્મનો બંધ થાય છે. તેથી મુનિએ સાવધાનીપૂર્વક સત્ય ભાષણ કરવું જોઈએ. (૩) જઈશું, ખાઈશું, કરીશું, બોલીશું, એવા ભવિષ્યકાળ સંબંધી નિશ્ચયાત્મક પ્રયોગ ભિક્ષુ ન કરે, પરંતુ જવાનો વિચાર છે, ખાવાનો ભાવ છે, કરવાનો ભાવ છે ઇત્યાદિ એ રીતે બોલવું જોઈએ. (૪) ત્રાસ-સ્થાવર પ્રાણીનો વિનાશ થાય તેવી ભાષા ન બોલવી જોઈએ. (૫) કાણાને કાણો, આંધળાને આંધળો, રોગીને રોગી ઇત્યાદિ કોઈને પીડાકારી ભાષા ન બોલવી જોઈએ. તેમજ મુનિએ દુષ્ટ, મૂર્ખ, કપટી, બદમાસ, લંપટ, કૂતરો વગેરે કઠોર ભાષા બોલવી ન જોઈએ. (૬) મા, દાદી, ભાભી, માસી, ફુઈ, દાસી, સ્વામિની અથવા પિતા, દાદા, મામા, માસા, ફઆ, દાસ, સ્વામી વગેરે ગૃહસ્થ વચન ન બોલવા પરંતુ તેના નામ આદિથી કે બહેન, ભાઈ, બાઈ જેવા યથાયોગ્ય સંબોધનથી બોલાવવા જોઈએ. (૭) મનુષ્ય, પશુ-પક્ષીના વિષયમાં આ જાડા તાજા છે, ખાવા પકાવવા યોગ્ય છે' વગેરે ન બોલવું જોઈએ. (૮) આ વૃક્ષ, મકાનના લાકડા માટે યોગ્ય છે, તેવું ન બોલવું. આ જ રીતે ફળ, ધાન્ય, વનસ્પતિના સંબંધમાં ખાવા-પકાવવા યોગ્ય છે તથા નદીના વિષયમાં આ તરવા યોગ્ય છે, તેનું પાણી પીવા યોગ્ય છે ઇત્યાદિ સાવદ્ય ભાષા ન બોલવી. (૯) શુદ્ધ પ્રાપ્ત આહાર માટે પણ 'આ સારૂ બનાવ્યું છે, સારૂ પકાવ્યું છે, વગેરે ભાષા ન બોલવી. (૧૦) આ વસ્તુ સર્વોત્કૃષ્ટ છે, દુનિયામાં આવું અન્ય કયાંય નથી, એમાં અગણિત અસંખ્ય ગુણ છે અથવા આ વસ્તુ ખરાબ છે વગેરે ન બોલવું જોઈએ. (૧૧) “બધું જ શબ્દનો પ્રયોગ મુનિએ ન કરવો, જેમ કે બધું જ કહી દઈશ', બધું જ કરી લઈશ”, “બધું જ ખાઈશ” વગેરે. (૧૨) ખરીદવા વેચવાની પ્રેરણા અથવા નિષેધ સૂચક ભાષા ન બોલવી. (૧૩) ગૃહસ્થને આવો, બેસો, જાવ, કરો, ખાઓ વગેરે આદેશ વાક્ય ન કહેવા. (૧૪) લોકમાં ઘણા વેશધારી સાધુ હોય છે; હિંસાના પ્રેરક, માયાવી, ભગવાનની આજ્ઞાના ચોર, રસના આસક્ત, મહાવ્રત, સમિતિ, ગુપ્તિમાં અનુપયુક્ત હોય છે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy