________________
આચારશાસ્ત્ર : દશવૈકાલિક સૂત્રનો સારાંશ
,
,
,
નહીં દેખાતા સ્થાનથી સામે લાવેલ આહાર ગ્રહણ કરે છે, નિત્ય નિમંત્રણ સ્વીકારીને મનોજ્ઞ અને સદોષ આહાર ગ્રહણ કરે છે, તે પ્રાણવધનું અનુમોદન કરે છે, તેથી તેવું કરનાર તીર્થકર ભગવાનની આજ્ઞામાં નથી. (૧૪) ગૃહી-ભાજન– મુનિએ ગૃહસ્થના થાળી, વાટકા, ગ્લાસ વગેરેમાં આહારપાણી વાપરવા નહીં, કારણ કે પછી ગૃહસ્થ તે વાસણોને ધોવા માટે સચેત પાણીની વિરાધના કરે કે તે ધોયેલા પાણીને ગટર આદિમાં ફેંકે અથવા તે ફેકેલ પાણી ક્યાંક ભેગું થવાથી તેમાં ત્રસ જીવ પડીને મરે છે. (કપડાં ધોવા કે પાણી શીતલ કરવા, ગ્રહણ કરેલ સાધનો માટે આ વિધાન લાગુ પડતું નથી કારણ કે તે સાધનો ગૃહસ્થને ધોવા પડે નહીં; સાધુ પોતે જ સ્વચ્છ કરીને રાખે છે.) (૧૫) પલંગ, ખાટ, મુઢા(વિશેષ પ્રકારની ખુરશી) વગેરે દુષ્પતિલેખ્ય શવ્યા આસનોને ઉપયોગમાં ન લેવાં.(સુપ્રતિલેખ્ય કાષ્ટ, પ્લાસ્ટિકના ઉપકરણો માટે આ નિયમ લાગુ પડતો નથી.) (૧૬) ગોચરી માટે ગયેલ ભિક્ષુ ક્યાંય પણ ગૃહસ્થના ઘેર બેસે નહીં. ત્યાં બેસવાથી– બ્રહ્મચર્યમાં વિપત્તિ, પ્રાણી વધે અને અન્ય ભિક્ષાજીવકોના અંતરાયરૂપ તેમજ ઘરના માલિકના ક્રોધનું નિમિત્ત બને છે, મતલબ કે એવા કુશીલ વર્ધક સ્થાનનો મુનિ સર્વથા ત્યાગ કરે. વૃદ્ધ, રોગી, તપસ્વી આ ત્રણે ગોચરીમાં ગૃહસ્થના ઘેર કયારેક બેસી શકે છે. (૧૭) રોગી હોય કે સ્વસ્થ, સ્નાન કરવું કોઈપણ સાધુને કલ્પતું નથી. એવું કરવાથી તે આચારથી ભ્રષ્ટ બને છે. તેમનો સંયમ શિથિલ બની જાય છે. તેથી ભિક્ષુ ઠંડા કે ગરમ પાણીથી કયારેય પણ સ્નાન કરતા નથી. (૧૮) ઉબટન, માલિસ આદિ કરવું તેમજ શરીર કે વસ્ત્રોને સુસજ્જિત-વિભૂષિત કરવા, એ કાર્યો ભિક્ષુને કહ્યું નહિ. નગ્ન, મુંડ, દીર્ઘ રોમ અને નખવાળા બ્રહ્મચારી ભિક્ષુને વિભૂષાથી શું પ્રયોજન હોય?
વિભૂષાવૃત્તિથી અથવા તેના સંકલ્પ માત્રથી ભિક્ષુને ચીકણા કર્મનો બંધ થાય છે. કારણ કે તેના માટે અનેક સાવધ પ્રવૃત્તિઓ કરવી પડે છે. વિભૂષાવૃત્તિથી જીવ ઘોર સંસારમાં પરિભ્રમણ કરે છે. તેથી છ કાય જીવના રક્ષક મુનિ વિભૂષા વૃત્તિનું સેવન કરતા નથી. (૧૯) મોહ રહિત તત્ત્વવેત્તા મુનિ તપ, સંયમ તેમજ ક્ષમા, નિર્લોભતા, સરળતા આદિ દશ યતિ ધર્મોમાં તલ્લીન બની જાય છે. તે નવા કર્મબંધ કરતાં નથી તેમજ પૂર્વે કરેલા કર્મોનો ક્ષય કરે છે. (ર૦) તે નિર્મમત્વી, ઉપશાંત, નિષ્પરિગ્રહી, યશસ્વી મુનિ સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે અથવા વૈમાનિક દેવ બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org