________________
આચારશાસ્ત્ર: સમવાયાંગ સૂત્ર સારાંશ
૧૨છે.
(૧૪) ચક્રવર્તીના રાજયમાં ૯૬ કરોડ ગામ હોય છે. (૧૫) દંડ, ધનુષ્ય, યુગ, નાલિકા, અક્ષ, મૂસલ, ૯૬-૯૬ અંગુલના હોય છે. (૧૬) શતભિષક નક્ષત્રના સો તારા છે. (૧૭) પાર્શ્વનાથ ભગવાન અને આર્ય સુધર્માની ઉંમર 100 વર્ષની હતી. (૧૮) બધા કાંચનક પર્વત ૧00 યોજન ઊંચા છે.
પ્રકીર્ણક સમવાય (૧) અસુરકુમારોના પ્રાસાદ ૨૫૦ યોજનના ઊંચા છે. (૨) વૈમાનિક દેવોના વિમાનોના કોટ ત્રણસો યોજનના ઊંચા છે. (૩) બધા વર્ષધર પર્વતોના કૂટ ૫00 યોજનના ઊંચા છે. હરિ હરિસ્સહ બે કૂટ સિવાય વક્ષસ્કાર પર્વતોના કૂટ પણ પ00 યોજનના ઊંચા છે. (૪) બલકૂટ સિવાય નંદનવનના બધા કૂટ ૫૦૦ યોજનના ઊંચા છે. (૫) કુલકર અભિચંદ્ર 600 ધનુષ્યના ઊંચા હતા. (૬) ભગવાન મહાવીરના ૭00 શિષ્ય કેવળી થયા હતા. (૭) ૮૦૦ યોજનનો વ્યંતરોનો ભૂમિ વિહાર છે. વિમલ વાહન ૯૦૦ ધનુષ્યના ઊંચા હતા. (૮) હરિ, હરિસ્સહ અને બલ આ ત્રણ કૂટ, બધા વૃત વૈતાઢય, જમક પર્વત, ચિત્ર-વિચિત્ર કૂટ એક હજાર યોજનના ઊંચા છે. (૯) અરિષ્ટનેમિ 1000 વર્ષની ઉંમરે મોક્ષ ગયા. (૧૦) શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પોટ્ટીલ ભવમાં એક કરોડ વર્ષ સંયમનું પાલન કર્યું.
'બાર અંગ સૂત્રોનો પરિચય આચારાંગ સૂત્ર :(૧) આ સૂત્રમાં શ્રમણનિગ્રંથનો આચાર-ગોચર, વિનય વ્યવહાર, બેસવું, ચાલવું, ઉભા રહેવું, બોલવુંઆદિ પ્રવર્તન, સમિતિ-ગુપ્તિ, શય્યા, ઉપધિ, આહાર-પાણીની ગવેષણા, ઉદ્ગમાદિ દોષોની શુદ્ધાશુદ્ધિ, વ્રત-નિયમ, તપ-ઉપધાનનું વર્ણન છે. (ર) તે સાધ્વાચાર પાંચ પ્રકારના છે– ૧. જ્ઞાનાચાર– શ્રુતજ્ઞાનના અધ્યયનનો વ્યવહાર ૨. દર્શનાચાર- સમ્યકત્વીનો વ્યવહાર-દષ્ટિકોણ ૩. ચારિત્રાચારસમિતિ-ગુપ્તિરૂપ વ્યવહાર ૪. તપાચાર– બાર પ્રકારના તપનું અનુષ્ઠાન પ. વીર્યાચાર- જ્ઞાનની પ્રાપ્તિમાં શક્તિનું અગોપન અથવા શક્તિ અનુસાર જ્ઞાન, દર્શન, ચારિત્ર તથા તપમાં પુરુષાર્થ–પ્રયત્ન વૃદ્ધિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org