SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્રઃ પરિશિષ્ટ વિભાગઃ ધ્યાન સ્વરૂપ ૨૨ પરિશિષ્ટ-પઃ ધ્યાન સ્વરૂપ ચાર ધ્યાન વિસ્તારઃ- ધ્યાન ચાર છે–૧. આર્તધ્યાન,૨. રૌદ્રધ્યાન ૩. ધર્મધ્યાન ૪. શુક્લધ્યાન. આર્ત ધ્યાનના ચાર ભેદ(પાયા) – ૧. પાંચ ઇન્દ્રિયો તથા ત્રણ યોગોને ઈષ્ટ, સાતાકારી, સુખકર એવા પૌદ્ગલિક ઇષ્ટ સંયોગ જે પ્રાપ્ત નથી થયા તે પ્રાપ્ત થઈ જાય અને જે પ્રાપ્ત છે તે ટકી રહે એવા ચિંતનની સ્થિરતા, એકાગ્રતા, ૨.પાંચ ઇન્દ્રિયો તથા ત્રણે યોગોને અનિષ્ટ, અસાતાકારી, દુઃખકર એવા પૌદ્ગલિક સંયોગોનો વિયોગ થાય અથવા એવા સંયોગો આવે જ નહિ; એવી ચિંતનની સ્થિરતા, એકાગ્રતા. ૩. કામ-ભોગો ભોગવવામાં આરોગ્ય રહે; યુવાની રહે; યોગ અને ઇન્દ્રિયોનું સામર્થ્ય રહે; સ્વાધીનતા, સત્તા, ઉન્માદ રહે; એવા ચિંતનની એકાગ્રતા. ૪. આ ભવમાં, આગામી ભવમાં અને ભવો ભવમાં ચક્રવર્તી આદિની પદવી અને વિપુલ સુખ મળે, એવા ચિંતનની એકાગ્રતા. આર્ત ધ્યાનના ચાર લક્ષણ(ચિન્હ) :- ૧. ઈષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગ થતાં મનથી શોક કરવો, અરતિ, ગ્લાનિ, ઉદાસીનતા થવી ઉદ્વિગ્ન બનવું, સંતપ્ત, પરિતપ્ત થવું. ૨. વચનથી રુદન કરવું, વિલાપ કરવો, દીન-હીન વચન કહેવા, આક્રંદ કરવું આદિ.૩. કાયાથી છાતી, માથું, હાથ આદિકૂટવા, હાથ-પગ પછાડવા, માથું ઝુકાવી, માથે હાથ દઈને બેસવું, મોઢું ઢાંકવું. ૪. આંખોથી અશ્રુપાત કરવો, આંખો ભીની ભીની રહેવી, નાકથી નિઃશ્વાસ નાખવો, મુખેથી જીભ બહાર કાઢવી આદિ. ૧. અનિષ્ટવિયોગ, ઈષ્ટ સંયોગ આદિથતાં મનથી પ્રસન્ન થવું, રતિભાવ આવવો, મનમાં ગલગલિયાં થવાં, ખુશીમાં ફૂલવું, તૃપ્ત-પરિતૃપ્ત થવું, ૨. વચનથી ગીત ગાવું, હાસ્ય-અટ્ટહાસ્ય કરવું, બંસરી, સીટી વગાડવી, ખિલખિલાટ કરવું આદિ. ૩. કાયાથી મૂછો પર તાવ દેવો, તાલી વગાડવી, પગેથી નાચવું, હાથ-પગ ઉછાળવા, કૂદવું, ભુજા આદિ ફટકારવા, અભિનય કરવો, આંખો વિકસિત થવી, હર્ષના અશ્રુ આવવા, નાકથી શ્વાસની ગતિ ધીમી થવી, જીભનું હોઠ ઉપર ફરવું આદિ. રૌદ્ર ધ્યાનના ચાર ભેદ(પાયા) – ૧. પોતાના ઈષ્ટ સંયોગો આદિ માટે નિર્દોષ, નિર્બળને દબાવવા, પીડિત કરવા, દંડ લેવો-દેવો, હત્યા કરવી, યુદ્ધ કરવું. ૨. જૂઠું બોલવું, વિશ્વાસઘાત કરવો, ખોટા કલંક, દોષારોપણ કરવું, ખોટી સાક્ષી પૂરવી. ૩. મોટી ચોરી કરવી, લૂટવું, ચોરવું, તેના માટે પ્રેરણા-સહાયતા કરવી, ચોરીનો માલ સસ્તામાં લેવો, ન્યાયોચિત કર(ટેક્સ)ની ચોરી કરવી, ચોરી કરીને પ્રસન્ન થવું ૪. નિર્દોષને કારાવાસમાં રાખવા; કન્યા, પરસ્ત્રી યા વિધવાનું અપહરણ Jain EO internati Vaihe brary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy