________________
Jain
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
કરવું, બળાત્કાર કરવો; શરાફ શ્રેષ્ઠી બનીને લૂટી લેવું; સ્વામી ઉપકારીનો દ્રોહ કરવો આદિ.
રર૪
રૌદ્ર ધ્યાનના ચાર લક્ષણ(ચિન્હ) :- ૧. સ્વજન કે પરજનના અજાણપણામાં કરેલા નાના ગુન્હા માટે ખૂબ કોપ(ગુસ્સો) કરવો, ખૂબ ક્રૂર દંડ દેવો. ૨. વારંવાર વિવિધ પ્રકારે દંડ દેવો. ૩. આરોપી દ્વારા નિર્દોષતા પ્રમાણિત કરવા છતાં પણ તેને જાણવાની, સમજવાની તૈયારી ન રાખવી, સમજમાં આવ્યા છતાંયે સ્વીકાર કરવા તૈયાર ન થવું. ૪. આરોપી દ્વારા ક્ષમા માગી લીધા પછી પણ અને જીવનમાં સુધારો લાવ્યા બાદ પણ જીવે ત્યાં સુધી તેના તરફ શત્રુતા રાખવી. ધર્મ ધ્યાનના ભેદ(પાયા) :- ૧. તીર્થંકર દેવોની આજ્ઞાનું, સંવર-નિર્જરા ધર્મ આદરવાનું ધ્યાન કરે, અનાજ્ઞાનું, આશ્રવને અટકાવવા(વિરમણ)નું ધ્યાન કરે. ૨. આજ્ઞા પાલનથી આ ભવના સુખ-શાંતિ, આદર આદિનો લાભ તથા ધર્મ, કર્મ નિર્જરાના લાભનું ચિંતન કરે, આજ્ઞા-પાલન ન કરવાથી આ લોકના દુઃખ, અશાંતિ, અનાદર આદિનું તથા કર્મબંધ અને કર્મ-ગુરુતાનું ધ્યાન કરે. ૩. આજ્ઞા પાલનથી પરભવના પુણ્ય ફળ તથા નિર્જરાનું ચિંતન કરે તથા આજ્ઞા વિરાધનાથી પરભવના પાપ-ફળ તથા કર્મબંધનું ચિંતન કરે. ૪. આજ્ઞા પાલનથી લોકાગ્ર, લોક મસ્તક, સિદ્ધશિલા પર સિદ્ધત્વ પ્રાપ્તિ અને અનુત્તર, અવ્યાબાધ સુખનું ચિંતન કરે તથા આજ્ઞા વિરાધનાથી ચૌદ રાજ પરિમાણ ઉર્ધ્વ, અધો, તિર્યક્ લોકમાં ચાર ગતિ ચોવીસ દંડક ચોરાસી લાખ જીવાયોનિમાં પરિભ્રમણ, દારુણ દુ:ખ, દુઃખ પરંપરા અનુબંધનો વિચાર કરે.
ધર્મ ધ્યાનના ચાર લક્ષણ(ચિન્હ) :- ૧. દેવ, ગુરુ, શાસ્ત્રની; આજ્ઞા, આદેશ, અનુશાસનમાં તથા તદ્નુસાર ક્રિયામાં રુચિ, ૨. વિધિ, ઉપદેશ, બોધ, સમજણ તથા તેનાથી ક્રિયાધર્મમાં રુચિ, ૩. સૂત્ર સિદ્ધાંતનું શ્રવણ, વાંચન, અધ્યયન અને કંઠસ્થ કરવું, સ્વાધ્યાય આદિમાં ચિ. ૪. નિસર્ગ–ઉપરના ત્રણે કારણો વિના ક્ષયોપશમ સ્વભાવથી જ દશ્ય પદાર્થની અનુપ્રેક્ષા, જાતિસ્મરણ જ્ઞાન કે અધિજ્ઞાનથી રુચિ.
ધર્મ ધ્યાનના ચાર આલંબન :- ૧. ગુરુ—શિષ્ય કે સાધર્મિક સાથે વાચના લેવી-દેવી, સાંભળવી-સંભળાવવી; શીખવું-શીખવાડવું. ૨. જિજ્ઞાસા, સ્પષ્ટતા, પરીક્ષા આદિ હેતુથી પ્રશ્ન પૂછવા, ઉત્તર દેવા, વાદ-વિવાદ કરવો અને પ્રશ્નોત્તર, સંવાદ સાંભળવો. ૩. સ્વાધ્યાય કરવો, કરાવવો, સાંભળવો, પુનરાર્વતન કરવું, પાઠ પાકા કરવા. ૪. ધર્મકથા કહેવી, સાંભળવી, શિક્ષા, બોધ, ઉપદેશ, આજ્ઞા કરવા કે સાંભળવા.
ધર્મ ધ્યાનની ચાર અનુપ્રેક્ષા :- (૧)એકત્વની અનુપ્રેક્ષા– સંસારમાં જીવ, કુટુંબ જાતિ સમાજ આદિમાં અનેકરૂપે હોવા છતાંય– જીવ એકલો જ છે, એકલો
* org