SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : નાગમ નવનીત (૪) ક્રીત આદિ દોષયુક્ત વસ્ત્રો ન લેવા, પરંતુ ભિક્ષુના હેતુ વગર ગૃહસ્થને સહજ રીતે ઉપયોગમાં આવ્યા પછી તેને વહોરવું કલ્પે છે. ७८ (૫) સામાન્યજન માટે અપરિભોગ્ય હોય એવા બહુમૂલ્યવાળા વસ્ત્રો ન લેવા. (૬) ૧. સંકલ્પિત જાતિના વસ્ત્ર ૨. સામે દેખાતાં હોય તે વસ્ત્ર ૩. ગૃહસ્થે જેનો થોડો ઉપયોગ કર્યો છે એવાં વસ્ત્ર ૪. જે ગૃહસ્થો માટે તદ્દન(પૂર્ણરૂપે) બિનઉપયોગી બની ગયા છે, એવાં વસ્ત્રોને જ ગ્રહણ કરવાની વિશિષ્ટ પ્રતિજ્ઞાઅભિગ્રહ ધારણ કરવાં. (૭) ગૃહસ્થ વસ્ત્રો માટે પાછળથી સમય આપીને બોલાવે તો સ્વીકાર ન કરવો અને તે જ વખતે (વસ્ત્ર વહોરવા ગયા હોય તે વખતે) કોઈપણ પ્રકારની પ્રક્રિયા (વસ્ત્રોને ધોવા, સુવાસિત કરવા આદિ ક્રિયા) કર્યા વગર આપે તો લેવું. (૮) વસ્ત્રમાંથી સચેત પદાર્થ ખાલી કરીને આપે તો ન લેવું. (૯) પૂર્ણ નિર્દોષ વસ્ત્રને ત્યાં જ પૂરેપૂરું ખોલીને જોઈને પછી જ લેવું. (૧૦) જીવ રહિત અને ઉપયોગમાં આવે એવું જ વસ્ત્ર વહોરવું. (૧૧) વસ્ત્ર લીધા પછી તરત જ ધોવાની પ્રક્રિયા કરવી પડે એવા વસ્ત્રો ન લેવા. (૧૨) ક્યારેય પણ વસ્ત્ર ધોઈને સુકાવવું હોય ત્યારે જીવ-વિરાધના થાય એવા સ્થાનમાં અથવા ચારેય તરફ ખુલ્લા આકાશવાળા ઊંચા સ્થાનમાં(વેદી વિનાની અગાશી આદિમાં) ન સુકાવવું જોઈએ. (૧૩) વસ્ત્ર વિશે, માયા-છલ-કપટ પ્રવૃત્તિ ન કરવી અને ફાડવું, સીવવું, અદલાબદલી કરવી આદિ નિરર્થક પ્રવૃત્તિઓ ન કરવી. છઠ્ઠું અધ્યયન આ અધ્યયનમાં પાત્ર સંબંધિત વર્ણન કરવામાં આવ્યું છે. (૧) લાકડું, તુંબડું અને માટી આ ત્રણ જાતના પાત્રો લેવા કલ્પે છે. (૨) સ્વસ્થ ભિક્ષુ આમાંથી એક જાતના જ પાત્ર ગ્રહણ કરે. (દા.ત. લાકડાનું) (૩) સોના, ચાંદી, લોઢું આદિ ધાતુના અને કાચ, મણિ, વસ્ત્ર, દાંત, પત્થર, ચામડું આદિના પાત્ર લેવા ભિક્ષુને કલ્પતાં નથી. બાકીનું વર્ણન વસ્ત્રની જેમ જ પાત્ર વિશે પણ સમજવું. સાતમું અધ્યયન આ અધ્યયનમાં આજ્ઞા લેવા વિશે વર્ણન કરવામાં આવ્યું છે. (૧) ભિક્ષુને કોઈપણ વસ્તુ અદત્ત(આપ્યા વગર) લેવી કલ્પતી નથી. કોઈ તેને આપે તો તેમજ સ્વયં આજ્ઞા લઈને કે પૂછીને તે વસ્તુ ગ્રહણ કરી શકે છે. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy