________________
૧૨
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત
-
-
પરિશિષ્ટ-૧ :
પ્રથમ પદમાં કેવળી ભગવંત નથી પરંતુ પાંચમાં પદમાં છે
શાસ્ત્રોમાં અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ અપેક્ષાથી 'અરિહંત' શબ્દનો પ્રયોગ થયો છે. ક્યાંક ફક્ત તીર્થકરની અપેક્ષાથી જ અરિહંત શબ્દનો પ્રયોગ થયો છે તો કયાંક સમુચ્ચય કેવળી માટે પણ આ શબ્દ પ્રયોગ થયો છે.
આ જ રીતે “જિન” શબ્દનો અર્થ પણ રાગ-દ્વેષને જીતનાર અર્થાત્ કેવળી થાય છે. તેમ છતાં “લોગસ્સના પાઠમાં એનો પ્રયોગ ફક્ત તીર્થકરો માટે થયો છે અને અન્ય જગ્યાએ અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની અને વિર્ભાગજ્ઞાનીને પણ 'જિન' કહેવામાં આવ્યા છે. તેથી માત્ર શબ્દાર્થની અપેક્ષાએ 'અરિહંત' અને 'જિન' શબ્દથી કેવળી અને તીર્થકર બંનેને ગ્રહણ કરી શકાય છે. પરંતુ જ્યાં શાસ્ત્રકાર એકાન્ત તીર્થકરની અપેક્ષાએ અરિહંત કે જિન શબ્દનો પ્રયોગ કરે ત્યાં અન્ય કેવળી વગેરેને માની લેવું ઉચિત નથી. યથા– “અરિહંતના જન્મ સમયે, દીક્ષા સમયે કે કેવળજ્ઞાન પ્રસંગે લોકમાં પ્રકાશ થાય છે. ત્યાં અરિહંત શબ્દ કેવળ તીર્થકર માટે જ છે. જો ત્યાં કેવળીનો પણ સમાવેશ કરવામાં આવશે તો અયોગ્ય થશે. એ જ રીતે નવકારમંત્રમાં પણ તીર્થકરની અપેક્ષાએ જ છે, કારણ કે સિદ્ધથી આગળ પ્રથમ અરિહંતને સ્થાન દેવાનો હેતુ પણ તીર્થ સ્થાપનાર ઉપકારી તીર્થકર માટે જ અભિપ્રેત છે. જૈન સિદ્ધાંત બોલ સંગ્રહ ભાગ-૭માં (બીકાનેર, રાજસ્થાનથી પ્રકાશિત) પણ આ વિષયના પ્રશ્નોત્તર આપીને એ જ સમજાવ્યું છે કે તીર્થકરના ઉપકારની મહત્તાને ધ્યાનમાં લઈને નમસ્કાર મંત્રમાં તેમને પ્રથમ સ્થાન આપેલ છે. જ્યારે “નમોત્થણના પાઠમાં ગુણ કીર્તનની પ્રધાનતાને લક્ષ્યમાં રાખીને સિદ્ધને પ્રથમ સ્થાન આપવામાં આવે છે અને પછી અરિહંતોનું ગુણ કીર્તન કરાય છે. તેથી અરિહંત શબ્દના શબ્દાર્થમાં કેવળી એમ અર્થ પણ થાય છે તો પણ નવકારમંત્ર', “લોગસ્સ” તથા “નમોલ્યુ” વિગેરે પાઠમાં અરિહંત શબ્દ ફક્ત તીર્થકરની અપેક્ષાએ જ છે, એમ માનવામાં લેશમાત્ર પણ શંકાને સ્થાન નથી. શાસ્ત્રકારોએ ઠાણાંગસૂત્રના પાઠમાં પણ અનેક જગ્યાએ માત્ર તીર્થકરની અપેક્ષાએ જ અરિહંત શબ્દનો પ્રયોગ કર્યો છે.
અરિહંત' શબ્દમાં કેવળી અર્થ માન્ય હોવા છતાં પણ દરેક “અરિહંત' શબ્દમાં કેવળી અર્થ સ્વીકારવો એ આગમના હેતુથી વિરુદ્ધ થાય છે, કારણ કે નવકારમંત્ર'માં સિદ્ધથી પહેલાં, પ્રથમ પદમાં અરિહંતને સ્થાન આપવાથી; લોગસ્સ'માં ર૪ તીર્થકરોના જ નામ હોવાથી અને “નમોત્થણમાં જે ગુણ કીર્તન છે તે તીર્થકરને જ અનુરૂપ હોવાથી “નવકાર મંત્ર', “લોગસ્સ” તથા “નમોલ્યુમાં અરિહંત શબ્દનો અર્થ કેવળ તીર્થકર જ સમજવું, આગમ માન્ય છે. તેથી એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org