________________
આચારશાસ્ત્ર ઃ ઠાણાંગ સૂત્ર સારાંશ
નાગકુમારોના આવાસ પર્વત છે અને વિદિશાઓમાં અણુવેલંધર નાગકુમારોના આવાસ પર્વત છે.
(૧૩) નંદીશ્વર દ્વીપમાં અંજન પર્વત આદિ છે. તેનું અહીં વિસ્તૃત વર્ણન છે. (૧૪) ગોશાલક મતમાં પણ ચાર પ્રકારના તપ છે— ૧. ઉપવાસ - છઠ્ઠ વિ. ૨. સૂર્ય આતાપના સાથે તપસ્યા ૩. નિવી-આયંબિલ ૪. રસનેન્દ્રિય-પ્રતિસંલીનતા— મનોજ્ઞ કે અમનોજ્ઞ રસોમાં રાગ-દ્વેષ રહિત થઈને રહેવું.
CO
(૧૫) સંયમ, ત્યાગ અને અકિંચનતા ચાર પ્રકારના છે – મન-વચન-કાયા અને ઉપકરણ. અહિંસા સંયમમાં સમિતિ, ત્યાગથી ગુપ્તિ અને અકિંચનતાથી વ્યુત્સર્જનની સૂચના છે.
ત્રીજો ઉદ્દેશક
(૧) ચાર પ્રકારનો ક્રોધ–૧. પત્થરની લકીર ૨. ભૂમિની તિરાડ ૩. રેતીમાં પડેલ લીટી સમાન ૪. પાણીમાં ખેંચાતી લીટી સમાન.
ચાર પ્રકારનુ માન– ૧. વજ સ્તંભ સમાન ૨. હાડકાંના સ્તંભ સમાન ૩. કાષ્ટ(લાકડા)ના સ્તંભ સમાન ૪. નેતરના સ્તંભ સમાન.
ચાર પ્રકારની માયા− ૧. વાંસની ગાંઠ સમાન ૨. ઘેટાના શીંગડા સમાન ૩. બળદના મૂત્ર સમાન ૪. વાંસની છાલ સમાન.
ચાર પ્રકારના લોભ-૧. કિરમજી રંગ ૨. કાદવના રંગ સમાન ૩. ગાડાના ખંજન સમાન ૪. હળદરના રંગ સમાન. આ ચારે ય પ્રકાર ક્રમાનુસાર અનંતાનુબંધી ક્રોધ વગેરેના છે અને તેમાં પ્રવિષ્ટ જીવ કાળ કરે તો ક્રમાનુસાર નરક, તિર્યંચ, મનુષ્ય તેમજ દેવગતિમાં જાય છે.
(૨) જીવોના ભાવ ચાર પ્રકારના હોય છે– ૧. કીચડવાળા જળ સમાન અત્યંત મલીન ૨. અન્ય કચરા માટી યુક્ત જળ સમાન ૩. બાલુ – રેતીના જળ સમાન ૪. પર્વતીય જળ સમાન અત્યંત નિર્મળ. આ ચારે ય ભાવવાળા જીવો ક્રમશઃ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિમાં જાય છે.
(૩) સ્વર અને રૂપથી સંપન્નની ચૌભંગીથી એમ સમજવું કે મયુર સમાન બંને કે ગુણથી સંપન્ન મનુષ્ય શ્રેષ્ઠ છે, બાકી મનુષ્ય કાગડા, કોયલ અને સામાન્ય પોપટ સમાન છે.
(૪) ચાર પ્રકારના વૃક્ષની ઉપમા— ૧. પત્ર સંપન્ન = સ્વયં ગુણ સંપન્ન ૨. પુષ્પ સંપન્ન = પોતાના ગુણ આપનાર અથવા સૂત્ર જ્ઞાન આપનાર ૩. ફળ સંપન્ન ધન અથવા સૂત્રાર્થ વિસ્તાર બીજાને દેનાર ૪. છાયા સંપન્ન = પોતાના આશ્રયમાં આવેલ અનેકોની આજીવિકા કે ચારિત્રનું રક્ષણ કરનાર.
Jain Education International
For Private & Personal Use Only
=
www.jainelibrary.org