________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
૪૫. ઇન્દ્રિય અને વિષયોનું સુખ . સંતોષવૃતિ ૭. યથા સમયે આવશ્યક વસ્તુ મળવી ૮. સુખ-ભોગના સુંદર સાધન ૯. સંયમ ગ્રહણનો સંયોગ ૧૦. સંપૂર્ણ કર્મ ક્ષય.
૧૧૮
(૧૯) સંક્લેશ થવાના દસ નિમિત્ત-૧. ઉપધિ ૨. ઉપાશ્રય ૩. કષાય ૪. આહાર ૫ થી ૭. મન-વચન-કાયા ૮. જ્ઞાન ૯. દર્શન ૧૦. ચારિત્રના નિમિત્તથી સંક્લેશ થઈ શકે છે. તેથી હંમેશાં અસંક્લેશ ભાવોમાં સાવધાન રહીને સાધના કરવી. (૨૦) જૂઠું બોલવાના દસ કારણો- ૧. ક્રોધ ૨. માન ૩. માયા ૪. લોભ ૫. રાગ ૬. દ્વેષ ૭. હાસ્ય ૮. ભયથી જૂઠું બોલવું ૯. કથા-વાર્તાને સરસ-રસિક બનાવવામાં કે પોતાનો ઉત્કર્ષ દેખાડવા માટે જૂઠું બોલવું ૧૦. બીજાનું અહિત કરવા માટે પણ જૂઠ્ઠું બોલવામાં આવે છે અથવા તો બીજા માટેના સત્ય છતાં અહિતકર વચન પણ મૃષાવચન છે.આ બધાં જૂઠ કર્મબંધન કરાવનાર છે, તેવું જાણી સત્ય ભાષણ કરવું. (૨૧) સત્ય અને અસત્યથી મિશ્રિત ભાષા પણ ત્યાજ્ય છે. તેથી સમજી-વિચારીને નિર્ણય લઈ શુદ્ધ સત્ય ભાષા બોલવી જોઈએ.
-
(૨૨) દશ શસ્ત્ર-- ૧. અગ્નિ ૨. વિષ ૩. લવણ ૪. સ્નિગ્ધ પદાર્થ ૫. ક્ષાર પદાર્થ ૬. ખાટા પદાર્થો ૭ થી ૯. દુષ્ટ મન-વચન-કાયા ૧૦. અવિરતિ– પાપ ત્યાગ ન કરવા કે વ્રત ધારણ ન કરવા. આ સર્વેય આત્મા માટે, શરીર માટે, કે જીવો માટે શસ્ત્રભૂત છે.
(૨૩) વાદના દૂષણો– ૧. સભામાં ભૂલી જવું. ૨. પક્ષપાત કરવો. ૩. વાદમાં છલ-છેતરપિંડી કરવી. ૪. દોષયુક્ત બોલવું. ૫. ખોટો તર્ક રજૂ કરવો. ૬. વિષયાંતરમાં જવું. ૭. અસભ્ય વ્યવહાર કરવો વગેરે વાદના દોષો છે. (૨૪) દશ દાન– ૧. અનુકંપા ભાવથી ૨. સહાયતા માટે ૩. ભયથી ૪. મૃત્યુ પામનારના નિમિત્તે ૫. લોક-લાજથી ૬. યજ્ઞ માટે - મોટાઈ બતાવવા માટે ૭. જેનાથી હિંસા વગેરેને પોષણ મળે તેવું શસ્ત્ર આદિનું દાન ૮. ધાર્મિક વ્યક્તિને દેવું અથવા ધર્મ-સહાયક પદાર્થનું દાન દેવું ૯. કૃતજ્ઞતા પ્રગટ કરવા માટે દેવું ૧૦. કોઈની આજ્ઞાથી દેવું.
(૨૫) સમ્યગ્દર્શન દશ પ્રકારનું છે— ૧. બાહ્ય નિમિત્ત વિના થનાર ૨. ઉપદેશ સાંભળીને થતું ૩. સર્વજ્ઞની આજ્ઞાના પાલનથી ૪. સૂત્ર-અધ્યયનથી ૫. અનેક અર્થોના બોધક એકવચનના ચિંતનથી ઉત્પન્ન ૬. સૂત્રાર્થના વિસ્તૃત જ્ઞાનથી ૭. પ્રમાણ નય ભંગ વગેરેના સૂક્ષ્મતમ જ્ઞાનથી ઉત્પન્ન ૮. ધાર્મિક ક્રિયાઓના આચરણથી ઉત્પન્ન ૯. સંક્ષિપ્ત ધર્મ પદને સાંભળવા-સમજવા માત્રથી ઉત્પન્ન ૧૦. શ્રુત ધર્મ-ચારિત્ર ધર્મના જ્ઞાન-શ્રદ્ધાથી ઉત્પન્ન.
(૨૬) નરકમાં દશ વેદના હોય છે— ૧. ભૂખ ૨. તરસ ૩. ઠંડી ૪. ગરમી ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org