________________
આચારશાસ્ત્ર ઃ ઠાણાંગ
સૂત્ર
સારાંશ
૧૧૦
આહારાદિનું દાન કરવું ૧૦. નિયમ-ઉપનિયમ સહિત શુદ્ધ બ્રહ્મચર્યવ્રતનું પાલન
કરવું.
(૯) આચાર્ય વગેરેની તેમજ રોગી, તપસ્વી, નવદીક્ષિત વગેરેની વૈયાવચ્ચ કરવી. (૧૦) ગાજ, વીજ, ધુમ્મસ વગેરે દશ આકાશ સંબંધી અસ્વાધ્યાય છે, હાડકાંમાંસ-લોહી-સૂર્યગ્રહણ વગેરે દશ ઔદારિક અસ્વાધ્યાય છે. આવા અસ્વાધ્યાય પ્રસંગોમાં સૂત્ર પાઠ ન કરવો જોઈએ.
(૧૧) ભરતક્ષેત્રમાં ૧૦ મહા નદીઓ ગંગા-સિંધુમાં મળે છે– ૧. જમુના ૨. સરયુ ૩. આપી(આવી) ૪. કોશી ૫. મહી ૬. શતદ્રુ ૭. વિતસ્તા ૮. વિપાસા ૯. એરાવતી ૧૦. ચંદ્રભાગા.
(૧૨) પ્રતિસેવના– દોષ સેવન દશ કારણથી થાય છે— ૧. ઉદ્ધત ભાવોથી ૨. પ્રમાદ વશ ૩. ઉપયોગ શૂન્યતાથી ૪. પીડિત થવાના કારણોથી ૫. આપત્તિ આવવાથી ૬. કલ્પિત છે કે અકલ્પિત તેવી – શંકાથી ૭. ભૂલ – અકસ્માતથી ૮. ભયથી ૯. દ્વેષ ભાવથી ૧૦. પરીક્ષાર્થે.
(૧૩) આલોચનાના દસ દોષ— ૧. કાંપતા—ધ્રૂજતા કરે ૨. ઓછા પ્રાયશ્ચિત્તનો અનુનય કરે ૩. કેવળ બીજાએ જોયેલા દોષોની આલોચના કરે ૪. મોટા-મોટા દોષોની આલોચના કરે. ૫. નાના-નાના દોષોની આલોચના કરે ૬. અત્યંત ધીમેથી બોલે ૭. અત્યંત જોશથી બોલે ૮. અનેકની પાસે વારંવાર આલોચના કરે. ૯. અસ્પષ્ટ બોલે અથવા અયોગ્ય, અગીતાર્થ પાસે આલોચના કરે. ૧૦. તેવા જ દોષનું સેવન કરનાર પાસે આલોચના કરે.
(૧૪) પ્રિયધર્મી અને દઢ ધર્મી વગેરે દશ ગુણયુક્તની આલોચના કરવી જોઈએ. (આઠમા સ્થાનમાં આઠ ગુણ કહ્યા છે.)
Jain Education International
(૧૫) આલોચના, પ્રતિક્રમણ વગેરે દશ પ્રાયશ્ચિત્ત છે.
(૧૬) દશ મિથ્યાત્વ- ૧. ધર્મને અધર્મ શ્રદ્ધે, પ્રરૂપે તે મિથ્યાત્વ ૨. જિન માર્ગને અન્ય માર્ગ શ્રદ્ધે, પ્રરૂપે તે મિથ્યાત્વ ૩. જીવને અજીવ શ્રદ્ધે પ્રરૂપે તે મિથ્યાત્વ ૪. સાધુને કુસાધુ શ્રદ્ધે, પ્રરૂપે તે મિથ્યાત્વ પ. આઠ કર્મથી મુકાણા તેને નથી મૂકાણા શ્રદ્ધે, પ્રરૂપે તે મિથ્યાત્વ ૬ થી ૧૦. આ પાંચને ઉલટા ક્રમથી (અર્થાત્ અધર્મને ધર્મ વગેરે) વિપરીત સમજ તેમજ શ્રદ્ધા પ્રરૂપણા કરે તે મિથ્યાત્વ.
(૧૭) દશ ભવનપતિનાં દશ ચૈત્યવૃક્ષો છે ૧. અસુરકુમાર-પીપળ૨. નાગકુમાર– સપ્તપર્ણ ૩. સુવર્ણકુમાર—સેમલ(શાલ્મલિ) ૪. વિદ્યુતકુમાર- ગૂલર(ઉમ્બર) ૫. અગ્નિકુમારસિરીસ ૬. દીપકુમાર—દધિપર્ણ ૭. ઉદધિકુમાર-અશોક ૮. દિશાકુમાર—પલાશ ૯. વાયુકુમાર-લાલ એરંડ ૧૦. સ્તનિતકુમાર–કનેર. (૧૮) દશ સુખ– ૧. પહેલુ સુખ સ્વસ્થ શરીર ૨. લાંબી ઉંમર ૩. ધન સમ્પન્નતા
For Private & Personal Use Only
www.jainelibrary.org