________________
૧૧
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
નવમા ઠાણામાં વિસ્તૃત વર્ણન કરવામાં આવેલ છે. (૧૨) પ્રથમ કુલકર ‘વિમળ વાહન’ નવસો ધનુષ ઊંચા હતાં.
તે સિવાય નવની સંખ્યાને સંબંધિત અન્ય અનેક વિષય આ અધ્યયનમાં કહેવામાં આવેલ છે, જેમ કે આચારાંગના અધ્યયન, તીર્થંકર, જીવ, ગતિ-આગતિ, દર્શનાવરણીય કર્મ, અવગાહના, જ્યોતિષ, બળદેવ વાસુદેવ, નિધિ, શરીર, પુણ્ય, નિપુણતા, દેવ વર્ણન, નવ ગ્રેવેયક દેવ, આયુષ્ય પરિણામ, પડિમા, પ્રાયશ્ચિત્ત, કૂટ, નક્ષત્ર, વિમાન ઊંચાઈ, શુક્ર ગ્રહ,નો કષાય, કુલ કોડી, પાપકર્મ ચય, પુદ્ગલ વગેરે. દસમા સ્થાનનો સારાંશ
(૧) સંસાર અને પાપકર્મ કયારેય સમાપ્ત નથી થતા. જીવ એ અજીવ નથી થતો અને અજીવ એ જીવ નથી બનતો. સ્થાવર અને ત્રસ જીવ બંને હંમેશા રહેશે. લોકની બહાર જીવ નથી અને આવન-જાવન પણ નથી. જીવ વારંવાર જન્મ અને મરણ કરતો રહે છે. દરેક દિશાઓના લોકાંતમાં પુદ્ગલ રૂક્ષ હોય છે અને અન્ય આવનાર પુદ્ગલોને પણ અત્યંત રૂક્ષ ભાવમાં બદલી નાખે છે. તેના કારણે આગળ ગતિ થતી નથી, આ લોક સ્વભાવ છે.
(૨) દસ કારણોસર પુદ્ગલ ચલાયમાન થાય છે.
(૩) ક્રોધની ઉત્પત્તિ– ૧. મનોજ્ઞ વિષયોનો કોઈ વિયોગ કરે, અમનોજ્ઞ વિષયોનો સંયોગ કરે, તેના ભૂતકાલ આદિના ૯ ભંગ થાય અને ૧૦. સમ્યક્ વ્યવહાર કરવા છતાં પણ કોઈ પ્રતિકૂળ વ્યવહાર કરે તો ક્રોધ આવે.
(૪) દસ સંવર– પાંચ ઇન્દ્રિય નિગ્રહ, ત્રણ યોગ નિગ્રહ, ઉપકરણ સંવર અને સૂઈ કુશાગ્ર સંવર. આ દશેયના પ્રતિપક્ષ અસંવર છે.
(૫) પાંચ મહાવ્રત અને પાંચ સમિતિ આ દશ સમાધિ સ્થાનો છે.
(૬) દશ અભિમાનના પ્રકાર છે— ૧. દેવ આગમનનું ૨. વિશિષ્ટ અવધિજ્ઞાન તથા અન્ય જ્ઞાનનું ૩–૧૦. જાતિ વગેરે ૮ મદ છે.
(૭) દીક્ષા લેવાના વિભિન્ન કારણો હોય છે– ૧. સ્વયંના વૈરાગ્ય ભાવોથી ૨. રોષના કારણોસર ૩. દરિદ્રતાના કારણે ૪. સ્વપ્ન નિમિત્તે ૫. પ્રતિજ્ઞા નિભાવવા માટે ૬. પૂર્વ-જન્મનું સ્મરણ થવાથી ૭. રોગના નિમિત્તથી ૮. અપમાનિત થઈને ૯. દેવ-સૂચનાથી ૧૦. પિતા, પુત્ર, મિત્ર વગેરેના નિમિત્તથી.
(૮) દશ શ્રમણ ધર્મ— ૧ થી ૪. ગુસ્સો, અભિમાન, કપટ, લાલચ ન કરવા પણ ક્ષમા, નમ્રતા, સરળતા, નિર્લોભતાના ગુણ ધારણ કરવા પ. દ્રવ્ય-ભાવથી લઘુભૂત રહેવું. સત્યભાષી તેમજ સત્યનિષ્ઠ ઈમાનદાર રહેવું. ૭. ઇન્દ્રિય- મનને વશમાં રાખવા ૮. યથાશક્તિ તપમાં વૃદ્ધિ કરતા રહેવું ૯. ત્યાગ-પ્રત્યાખ્યાન અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org