________________
આચારશાસ્ત્ર : આવશ્યક સૂત્ર પ્રસ્તાવના
ઉપલબ્ધ થાય છે. શ્રાવક પ્રતિક્રમણના અન્યાન્ય પાઠોનું સંકલન નિયુક્તિ, ભાષ્ય, ટીકામાં આવશ્યક સૂત્રના અંતમાં ચૂલિકારૂપે આપવામાં આવેલ છે. અનુયોગદ્વાર સૂત્રમાં શ્રાવકને પણ પ્રતિક્રમણ કરવાનું આવશ્યક કહેવામાં આવેલ છે.
આ પ્રકારે આવશ્યક સૂત્ર પ્રક્ષેપો રહિત, શુદ્ધરૂપે આજે પણ ઉપલબ્ધ છે. પ્રક્ષેપ વૃદ્ધિ આદિ સર્વ સ્વતંત્ર પ્રતિક્રમણ સૂત્રોમાં થાય છે. તે સ્વતંત્ર વિધિ સૂત્ર છે જે આવશ્યકના આધારે તૈયાર કરવામાં આવેલ છે.
પ્રતિક્રમણ સૂત્રની જેમ સામાયિક સૂત્ર પણ સમાજમાં પ્રચલિત છે, તેમાં પણ આવશ્યક સૂત્રના જુદા જુદા અધ્યાયોમાં આવેલ પાઠોનું તેમજ અન્ય સૂત્રમાંથી લીધેલા પાઠોનું તેમજ નવા રચેલા પાઠોનું સંકલન કરવામાં આવેલ છે. આ સંકલિત સામાયિક સૂત્રના આધારે સામાયિક વ્રત લેવાની અને પારવાની પૂર્ણવિધિ કરવામાં આવે છે.
સ્વતંત્ર રીતે બનેલ એવા સામાયિક સૂત્ર અને પ્રતિક્રમણ સૂત્રના વિશિષ્ટ સંગ્રહણીય પાઠો પરિશિષ્ટરૂપે સારાંશ ખંડ-૮ પરિશિષ્ટ: અનુભવ અર્કના આવશ્યક વિભાગમાં આપેલ છે.
ઉપાધ્યાય કવિ શ્રી અમરમુનિજી દ્વારા સંપાદિત શ્રમણ સૂત્ર અને સામાયિક સૂત્ર અનેક વિવેચન ચિંતન સહિત પ્રકાશિત થયેલ છે. તે સિવાય બીજા પણ અનેક મહત્ત્વશીલ સંસ્કરણ આ શાસ્ત્રના પ્રકાશમાં આવેલ છે.
સ્વાધ્યાયી પાઠકોની સુવિધા માટે પ્રસ્તુતમાં આ સૂત્રના પાઠોનો સારાંશ અને મૂલપાઠ સંપાદિત કર્યા છે. જેના દ્વારા સર્વ જિજ્ઞાસુ જ્ઞાન આરાધનામાં અધિકતમ લાભ પ્રાપ્ત કરશે, એવી અપેક્ષાની સાથે
આગમ મનીષી ત્રિલોકમુનિ
સારાંશની આઠ પુસ્તકો વાંચીને ઉર આગમોનો અનુભવ સંક્ષેપમાં કરી શકાય છે. સાથે ય ઘણી શંકાઓના સમાધાન પણ પ્રાપ્ત કરી શકાય છે. કોઈપણ જિજ્ઞાસા માટે રાજકોટના એડ્રેસ પર પત્ર વ્યવહાર કરી શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org