________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
ભોગવે છે, તેનો વિચાર ચિંતવવો. તેનો વિચાર એ છે કે મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, અશુભ યોગ, અઢાર પાપસ્થાનક અને છકાય જીવની હિંસા; તેનાથી જીવ દુઃખ પામે છે. માટે એને દુઃખનું કારણ જાણી, તેનો ત્યાગ કરી, સંવર માર્ગ આદરવો. જેથી જીવ દુઃખ ન પામે; આ ધર્મ ધ્યાનનો બીજો ભેદ કહ્યો.
૪૦
-
(૩) ત્રીજો ભેદ–વિવાગ વિચય :– વિવાગ વિચય કહેતાં જીવ સંસારમાં સુખ અને દુઃખ ભોગવે છે, તે શા થકી, તેનો વિચાર ચિંતવવો. તેનો વિચાર એ છે કે જીવે જેવા રસે કરી પૂર્વે જેવા શુભાશુભ જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મ ઉપાર્જન કર્યા છે તે શુભાશુભ કર્મના ઉદયથી જીવ તે પ્રમાણે સુખ અને દુઃખ અનુભવે છે. તે અનુભવતા થકા કોઇ ઉપર રાગ-દ્વેષ ન આણી, સમતાભાવ રાખી, મન, વચન, કાયાના શુભ યોગ સહિત શ્રી જૈન ધર્મને વિષે પ્રવર્તીએ, જેથી નિરાબાધ પરમ સુખને પામીએ; આ ધર્મ ધ્યાનનો ત્રીજો ભેદ કહ્યો.
(૪) ચોથો ભેદ—સંઠાણ વિચય :- સંઠાણ વિચય કહેતાં ત્રણ લોકના આકારનોવિચાર ચિંતવવો. ત્રણ લોકના આકારનું સ્વરૂપ સુપઈષ્ટક(સરાવલા)ને આકારે છે. લોક જીવ અજીવથી સંપૂર્ણ ભર્યો છે. મધ્ય ભાગે અસંખ્યાત યોજનની ક્રોડા– ક્રોડી પ્રમાણ તીરછો લોક છે. તેમાં અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે. અસંખ્યાત વાણવ્યંતરના નગરો છે. અસંખ્યાત જ્યોતિષીના વિમાનો છે. અસંખ્યાત દેવતાઓની રાજધાનીઓ છે. તે તિરછાલોકની મધ્યમાં અઢીદ્વીપ છે. તેમાં જઘન્ય તીર્થંકર વીસ અને ઉત્કૃષ્ટ હોય તો ૧૬૦ અથવા ૧૭૦ હોય. સામાન્ય કેવળી જઘન્ય અનેક ક્રોડ, ઉત્કૃષ્ટ હોય તો પણ અનેક ક્રોડ, સાધુ સાધ્વી જઘન્ય અનેક હજાર ક્રોડ, ઉત્કૃષ્ટ પણ અનેક હજાર ક્રોડ હોય છે. તેમને વંદામિ, નમંસામિ, સક્કારેમિ, સમ્માણેમિ, કલ્લાણ, મંગલ, દેવાં, ચેઈય, પન્નુવાસામિ. તેમજ તિરછા લોકમાં અસંખ્યાત શ્રાવક શ્રાવિકાઓ છે તેમના ગુણગ્રામ કરવા.
તિરછા લોકથી અધિક મોટો ઉર્ધ્વલોક છે. તેમાં બાર દેવલોક, નવ ગ્રેવયેક અને પાંચ અનુત્તર વિમાન છે. તે સર્વના મળીને કુલ ૮૪,૯૭,૦૨૩ વિમાનો છે. તે ઉપર લોકાગ્રે સિદ્ધશિલા છે. ત્યાં સિદ્ધ ભગવંતજી નિરંજન, નિરાકાર બિરાજી રહ્યા છે. તેમને वंदामि नम॑सामि सक्कारेमि सम्माणेमि कल्लाणं मंगलं देवयं चेइयं पज्जुवासामि ।
તે ઉર્ધ્વલોકથી કંઈક અધિક(મોટો) અધોલોક છે. તેમાં સાત નરકના ૮૪ લાખ નરકાવાસા છે. ૭ કરોડ, ૭૨ લાખ ભવનપતિના ભવનો છે. એવા ત્રણે લોકના સર્વસ્થાનો સમકિત રહિત કરણી કરીને આ જીવે અનંતી-અનંતી વાર જન્મ મરણે કરી સ્પર્શી મૂકયા છે. તો પણ આ જીવને જન્મ-મરણનો અંત આવ્યો નથી. એવું જાણી સમક્તિ સહિત શ્રુત અને ચારિત્ર ધર્મની આરાધના કરવી. જેથી અજર અમર નિરાબાધ પરમ સુખને પામીએ. આ ધર્મ ધ્યાનનો ચોથો ભેદ કહ્યો.
॥ ધ્યાન સ્વરૂપ પરિશિષ્ટ સંપૂર્ણ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org