________________
૧૮૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીતી
અસ્તેય મહાવ્રતનું અનેક ઉત્તમ પુરુષોએ સેવન કર્યું છે, તે ઉત્તમ પુરુષો દ્વારા પરમ શ્રેષ્ઠ ધર્માચરણરૂપે માન્ય કરાયું છે. (ર) આ મહાવ્રતના આરાધક શ્રમણ ક્યાંય પણ પડેલી કે ખોવાયેલી ચીજ, તેમજ કોઈપણ ભૂલી ગયા હોય તેવી વસ્તુને પોતે લેતા નથી, કોઈને લેવાનું પણ કહેતા નથી. તેને માટે સોનું, મણિ, રત્ન, પથ્થર બધું સમાન છે. કોઈમાં પણ આકર્ષણ કે કુતૂહલ પ્રલોભન હોતું નથી. આ રીતે તે મહાવ્રતધારી લોકમાં વિચરણ કરે છે. (૩) જંગલમાં, ખેતરમાં કે રસ્તામાં કોઈપણ પુષ્પ, પાંદડા, ફળ, ઘાસ, તૃણ, પથ્થર, રેતી વગેરે નાની કે મોટી, થોડી અથવા વધારે વસ્તુને દીધા વગર અથવા કોઈની આજ્ઞા વગર ગ્રહણ કરતા નથી. અર્થાત્ અચેત તૃણની આવશ્યકતા હોવા છતાં પણ અદત્ત અથવા આજ્ઞા વગર લેતા નથી. કોઈ સમયમાં વ્યક્તિગત માલિકીથી રહિત વસ્તુની શક્રેન્દ્ર મહારાજની આજ્ઞા લઈને ગ્રહણ કરે છે. (૪) અસ્તેય મહાવ્રતધારી મકાન, પાટ, આહાર, વસ્ત્ર, પાત્ર યા અન્ય વસ્તુ કોઈના દેવા પર જ ગ્રહણ કરે છે. બીજાના અવગુણ અપવાદ કરતા નથી. કોઈના ગુણોનો નિષેધ–નાશ કરતા નથી. બીજાના નામથી કોઈ વસ્તુ લેતા નથી. કોઈ દાન કરતું હોય તો તેમાં અંતરાય કરતા નથી. કોઈની ચાડી કરતા નથી. તેમજ કોઈની સાથે મત્સર(અહંકાર) ભાવ પણ રાખતા નથી. આ સૂક્ષ્મ અદત્તના ત્યાગની અપેક્ષાએ કથન છે. આ મહાવ્રતમાં જીવ-અદત્ત, તીર્થંકર-અદત્તનો પણ ત્યાગ થાય છે. (૫) જે સાધુ શય્યા સસ્તારક અથવા ભંડોપકરણવિધિ યુક્ત ગ્રહણ કરતા નથી, સાધર્મિકોમાં સંવિભાગ કરતા નથી, પોતે સંગ્રહ કરી લે છે, (૧) શક્તિ હોવા છતાં તપ કરતા નથી (ર) વ્રતોનું પાલન બરાબર કરતા નથી (૩) રૂપ(વેશ)ની મર્યાદાનો ભંગ કરે છે (૪) બીજી પણ સમાચારીનો ભંગ કરે છે (૫) ભાવોની વિશુદ્ધિ પૂર્ણરૂપે ન રાખતા કલુષતા, મત્સરતા, હર્ષ-વિષાદ, રાગ-દ્વેષ, નિંદાવિકથા આદિ કરે છે. આ રીતે જે ક્રમશઃ (૧) તપના ચોર, વ્રતના ચોર, રૂપના ચોર, આચારના ચોર, ભાવોના ચોર બને છે અર્થાત્ તે સંબંધી ભગવાનની આજ્ઞાઓમાં પુરુષાર્થ કરતા નથી; તેઓ પરસ્પરમાં બોલાચાલી, ક્લેશ, કલહ, વાદ-વિવાદ, વૈર-વિરોધ કરે છે, અસમાધિભાવ ઉત્પન્ન કરે છે, ખાવાની કોઈ મર્યાદા રાખતા નથી, લાંબા સમય સુધી વૈરભાવ રાખે છે, વારંવાર ગુસ્સો કરતા રહે છે, આવા લક્ષણોવાળા સાધક ભગવંતની આજ્ઞાના ચોર છે. તેઓ અસ્તેય વ્રતનું સમ્યક આરાધન કરી શકતા નથી. (ક) ઉપર કહેલ દોષોનો ત્યાગ કરીને જે આહાર-પાણી ભંડોપકરણોને સમ્યક વિધિથી પ્રાપ્ત કરીને, બાલ, ગ્લાન, તપસ્વી, સાધર્મિક સાધુઓની સેવા ભક્તિ કરે છે. આચાર્ય, ઉપાધ્યાય આદિ પૂજ્ય પુરુષોની વિનય, ભક્તિ, સેવા કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org