SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ક - ર : | આચારશાસ્ત્ર સમવાયાંગ સૂત્ર સારાંશ ૧૩૯] (૪) આ ત્રીજું અંગસૂત્ર છે, એક શ્રુતસ્કંધ છે, દસ અધ્યયન છે, એકવીસ ઉદ્દેશન, એકવીસ સમુદેશન કાળ છે, ૭ર હજાર પદ . નોંધઃ- શેષ વર્ણન આચારાંગના ક્રમ નં. ૪ની સમાન છે. સમવાયાંગ સૂત્ર - (૧) આ સૂત્રમાં સ્વસમય-પરસમય, જીવાજીવ, લોકાલોકનું સૂચન છે. એકથી લઈને ક્રમથી સો સુધીની સંખ્યાના આલંબને અનેક તત્ત્વોનું કથન છે. (૨) ત્યાર પછી ક્રમ વગર કરોડની સંખ્યા સુધીના વિષયોનું વર્ણન છે. પછી દ્વાદશાંગીનો સાર ગર્ભિત વિષય પરિચય આપવામાં આવેલ છે. (૩) ચાર ગતિના જીવોનો આહાર, ઉચ્છવાસ, લેગ્યા, આવાસોની સંખ્યા, લંબાઈ-પહોળાઈ, ઉત્પત્તિ, ચ્યવન, અવગાહના, અવધિજ્ઞાન, વેદના-ભેદ, ઉપયોગ, યોગ, ઈન્દ્રિય અને કષાયનું વર્ણન છે. વિવિધ પ્રકારની જીવાયોનિ, પર્વતોનો વિસ્તાર આદિ, કુલકર, તીર્થકર, ગણધર, વાસુદેવ, બળદેવ, ચક્રવર્તીનું વર્ણન છે. બીજા પણ અનેક એવા વિષયોનું વર્ણન છે. (૪) આ ચોથું અંગસૂત્ર છે, એક શ્રુતસ્કંધ છે, એક અધ્યયન છે, એક ઉદ્દેશન સમુદેશન કાળ છે અને એક લાખ ચુંમાલીસ હજાર પદ . નોંધ – શેષ વર્ણન આચારાંગના ક્રમ નં.૪ની સમાન છે. ભગવતી સૂત્રઃ(૧) આ સૂત્રમાં સ્વસમય-પરસમય, લોકાલોકનું વ્યાખ્યાન છે. તેનું આગમિક નામ “વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ” છે. (ર) આ સૂત્રમાં દેવ, નરેન્દ્ર, ગણધર અને રાજર્ષિ આદિ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્રોના મહાવીર ભગવાન દ્વારા આપેલા ઉત્તરોનું પ્રતિપાદન કર્યું છે. આ પ્રશ્નો તેમજ સમાધાન ભવ્યજનોના હૃદયને આનંદિત કરવાવાળા છે, અંધકારનો નાશ કરવાવાળા છે, દીપની સમાન પ્રકાશક છે તેમજ અર્થ-બોધરૂપ ગુણની પ્રાપ્તિ કરાવવાને માટે સિદ્ધ હસ્ત છે. (૩) આ પાંચમું અંગસૂત્ર છે, એક શ્રુતસ્કંધ છે, સો થી વધારે અધ્યયન છે. (૪૧ શતક છે) દસ હજાર ઉદ્દેશક સમુદેશક છે. છત્રીસ હજાર પ્રશ્નોત્તર છે. ચોરાસી હજાર(બે લાખ અઠ્ઠાવીસ હજાર) પદ છે. નોંધ:- અહીં મૂળપાઠમાં પદ સંખ્યા લિપિદોષથી અશુદ્ધ થઈ ગઈ હોય તેવું પ્રતીત થાય છે, કારણ કે ૩૬ હજાર પ્રશ્નોત્તરમાં ૮૪ હજાર પદનું કથન સત્ય થઈ શકતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy