SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત જ્ઞાતા ધર્મકથા સૂત્ર :(૧) આ સૂત્રમાં પ્રથમ વિભાગમાં ઓગણીસ દષ્ટાંત છે. જેમાં કેટલીક ઘટનાઓ છે, કેટલાક ઉપમારૂપ છે અને કેટલાક કાલ્પનિક રૂપક છે. બીજા વિભાગમાં દસ અધ્યયન ધર્મકથા યુક્ત છે. (૨) આ સૂત્રમાં નગર, ઉદ્યાન, દેવાલય, વનખંડ, રાજા, માતા-પિતા, સમવસરણ ધર્માચાર્ય, ધર્મકથા, ઋદ્ધિ, ભોગ, તેનો ત્યાગ, દીક્ષા ગ્રહણ, શ્રતગ્રહણ, શ્રુતના તપ તેમજ અન્ય તપસ્યાઓ, દીક્ષાપર્યાય, સંલેખના, આજીવન અનશન, દેવલોકગમન, પુનરાગમન, બોધિલાભ તેમજ મુક્તિ આદિ વિષયોનું કથન છે. (૩) ધર્મને પ્રાપ્ત કરીને તેનાથી વ્યુત થયેલાનું તેમજ તે ધર્મની વિરાધના કરનારાના સંસાર ભ્રમણના દુઃખનું આખ્યાન કર્યું છે. તેનાથી વિપરીત ધીર વીર, કષાયો અને પરીષહો પર વિજય પ્રાપ્ત કરનારા સંયમમાં ઉત્સાહી આરાધક જીવોના સંસાર સુખ તેમજ મોક્ષ પ્રાપ્તિનું પ્રરૂપણ કર્યું છે. (૪) આ સૂત્રમાં સંયમ માર્ગથી વિચલિત અથવા અપરિપક્વ મુનિઓમાં ધૈર્ય ઉત્પન્ન કરનારા, બોધ અને અનુશાસન ભરનારા તથા ગુણ અને દોષનું સંદર્શન દેનારા દષ્ટાંતોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. (૫) આ છઠું અંગસૂત્ર છે, બે શ્રુતસ્કંધ છે, ર૯(૧૯+૧૦) અધ્યયન છે, બીજા શ્રુતસ્કંધમાં દશ કથાઓનો વર્ગ છે. તેમાં સાડા ત્રણ કરોડ કથાઓ સમાવિષ્ટ છે. ઓગણત્રીસ ઉદ્દેશન કાલ છે, સખ્યાતા લાખો પદ છે. નોંધ – શેષ વર્ણન આચારાંગના ક્રમ નં. ૪ની સમાન છે. ઉપાસક દશા સૂત્ર -- (૧) આ સૂત્રમાંદસ શ્રાવકોનું વર્ણન છે. તેમાં તે શ્રાવકોના નગર, ઉધાન, દેવાલય, વનખંડ, રાજા, માતા-પિતા, સમવસરણ, ધર્માચાર્ય, ધર્મકથા, શ્રાવકોની કૃદ્ધિ, વ્રત પ્રત્યાખ્યાન, પૌષધ, શ્રુતગ્રહણ, શ્રુતનું ઉપધાન(તપ), શ્રાવક પડિયા ધારણ, ઉપસર્ગ, સંલેખના, આજીવન અનશન, દેવલોક ગમન, પુનરાગમન, બોધિલાભ, ભોગત્યાગ, મોક્ષ પ્રાપ્તિ ઈત્યાદિ વિષયોનું આખ્યાન કર્યું છે. (૨)વિસ્તારથી ધર્મપરિષદ, ધર્મશ્રવણ, પાંચ અભિગમ, સમ્યકત્વવિશુદ્ધિ, વ્રતોના અતિચાર, વ્રતપર્યાય, નિવૃત્ત-સાધના, તપસ્વી જીવનનું શરીર આદિ વર્ણન છે. (૩) આ સાતમું અંગસૂત્ર છે. એક શ્રુતસ્કંધ છે, દસ અધ્યયન છે, દસ ઉદ્દેશન કાલ અને દસ સમુદેશન કાલ છે તથા સંખ્યાતા લાખ પદ છે. અંતકૃત દશા સૂત્ર -- (૧) આ સૂત્રમાં વર્ણિત ૯૦ જીવો(બધા જીવો)એ તે જ ભવમાં સંયમ તપની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy