SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત > નરકનાં પૃથ્વીપિંડોમાં ઉપર નીચે એક હજારની ઠીકરી(છત અને ભૂમિ) છોડીને બાકી એક લાખ ૭૮ હજાર યોજન પ્રમાણ વગેરે ક્ષેત્રમાં નરકના આંતરા અને પાથડા છે. આંતરાઓનું ક્ષેત્ર હીનાધિક છે. પાથડા બધા ત્રણ હજાર યોજનના હોય છે. તેના મધ્યના હજાર યોજન ઊંચાઈવાળા પોલાણવાળા ક્ષેત્રમાં નૈયિક જીવો રહે છે. સાતમી નારકીની છત અને ભૂમિ(ઠીકરી) સાડા બાવન હજાર યોજનની છે, આંતરા નથી અને એક પાથડો ત્રણ હજાર યોજનનો છે. ૧૪૭ (૩) ભવનપતિ :– પ્રથમ નરક પૃથ્વીપિંડની ઉપરથી અથવા સમભૂમિથી ૪૦ હજાર યોજન નીચે જવા પર ભવનપતિઓના આવાસ છે અર્થાત્ પ્રથમ નરકના ત્રીજા આંતરામાં અસુરકુમારોના આવાસ છે અને આ રીતે ક્રમશઃ બારમા આંતરામાં સ્તનિત કુમારોના આવાસ છે. ૧. અસુરકુમારોના ૪ લાખ૨. નાગકુમારોના ૮૪ લાખ ૩. સુવર્ણકુમારના ૭૨ લાખ ૪. વાયુકુમારના ૯૬ લાખ અને (૫ થી ૧૦) બાકી દરેકના ૭૬-૭૬ લાખ ભવનાવાસ છે. : (૪) પૃથ્વીકાયથી લઈને મનુષ્ય સુધી બધાના અસંખ્ય આવાસ સ્થાન છે. (૫) વ્યંતર પહેલી નરક પૃથ્વીપિંડની ઉપરની એક હજાર યોજનની ઠીકરી (છત)ના મધ્યના આઠસો યોજનમાં વ્યંતરોના અસંખ્ય ભોમેય નગર છે. (૬) જ્યોતિષી :- સમભૂમિ ભાગથી ૭૯૦ યોજન ઉપર ગયા પછી ૧૧૦ યોજન ક્ષેત્રમાં અર્થાત્ ૯૦૦ યોજન ઊંચે સુધી સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારાના વિમાન છે. આ પાંચે પ્રકારના વિમાન અસંખ્ય-અસંખ્ય છે. (૭) વૈમાનિક ઃ— જ્યોતિષીથી અસંખ્ય ક્રોડા-ક્રોડ યોજન ઉપર વૈમાનિક દેવલોકના કુલ ૮૪ લાખ ૯૭ હજાર ૨૩ વિમાન છે. તે આ પ્રમાણે છે— બાર દેવલોકોમાં ક્રમશઃ - ૧. બત્રીસ લાખ ૨. અઠાવીસ લાખ ૩. બાર લાખ ૪. આઠ લાખ ૫. ચાર લાખ ૬. પચાસ હજાર ૭. ચાલીસ હજાર ૮. છ હજાર ૯-૧૦. ચારસો ૧૧-૧૨. ત્રણસો. નવગૈવેયકમાંઃ– પ્રથમ ત્રિકમાં ૧૧૧, બીજીત્રિકમાં ૧૦૭, ત્રીજીત્રિકમાં ૧૦૦, અણુત્તર દેવલોકમાં ૫ વિમાનાવાસ છે. (૮) શરીર પાંચ છે. વિસ્તૃત વર્ણન પ્રજ્ઞાપના સૂત્ર પદ એકવીસમાં જુઓ. આ રીતે સ્થિતિ પણ જુઓ. (૯) આહારક શરીર ઋદ્ધિ પ્રાપ્ત પ્રમત્ત સંયત મનુષ્યોને જ હોય છે. (૧૦) તેજસ-કાર્મણ શરીરની અવગાહના મારણાંતિક સમુદ્દાતની અપેક્ષાએ છે. (૧૧) અવધિજ્ઞાન :- ક્ષાયોપશમિક અને ભવ પ્રત્યયિક બે પ્રકારનું હોય છે. ઇત્યાદિ સંપૂર્ણ વર્ણન પ્રજ્ઞાપના સૂત્ર પદ-૩૩થી જાણવું. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy