SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્ર પ્રશ્નવ્યાકરણ સૂત્ર સારાંશ ૧પ૯ કુરૂપ, કમજોર, શક્તિહીન, મૂર્ખ, બુદ્ધિહીન, દીન-હીન થઈને દુઃખ ભોગવે છે. આ પ્રકારે હિંસક જીવ કુમતિઓમાં ભ્રમણ કરી દુઃખ ભોગવતા રહે છે. કે બીજું અધ્યયન : મૃષાવાદ મૃષાવાદનું સ્વરૂપ :- બીજું આશ્રવ દ્વાર છે– અસત્યવચન, મિથ્યાવચન. તે ગુણ ગરિમા રહિત, હલ્કા, ચંચળ, ઉતાવળા લોકો દ્વારા બોલવામાં આવે છે. તે વ્યથા (પીડા)ને ઉત્પન્ન કરનાર, દુઃખને ઉત્પન્ન કરનાર, અપશયકારી તેમજ વેરને ઉત્પન્ન કરનાર છે. હર્ષ, શોક, રાગ, દ્વેષ અને માનસિક સંક્લેશને આપનારા, શુભફળથી રહિત, ધૂર્તતા અને અવિશ્વસનીય વચનોની પ્રચુરતાવાળા, નીચા માણસોથી લેવાયેલ છે, તે નૃશંસકૂર તેમજ નિંદિત અને અપ્રીતિકારક છે. તે સમસ્ત સાધુજનો અને પુરુષો દ્વારા નિંદિત છે, બીજાને પીડા કરનારા છે, કૃષ્ણલેશ્યા- વાળો જીવ તેનો પ્રયોગ કરે છે. તે દુર્ગતિને વધારનાર તેમજ લાંબા સમયથી પરિચિત છે, નિરંતર સાથે ચાલનારા છે, ભવભ્રમણ કરાવનારા છે, તેનો અંત મુશ્કેલીથી થાય છે અર્થાત્ મુશ્કેલીથી છૂટે છે. અસત્યના પર્યાયવાચી શબ્દ – (૧) અલીક (૨) શઠ (૩) અન્યાય(અનાય) (૪) માયામૃષા (૫) અસત્ય (5) કૂડકપટ-અવસ્તુક (૭) નિરર્થક–અપાર્થક (૮) વિષ–ગહણીય (૯) અનૃજુક–સરળતા રહિત (૧૦) માયાચારમય (૧૧) વંચના (૧૨) મિથ્થા પશ્ચાત્ કૃત્ય-પાછળ કરી દેવા યોગ્ય, ત્યાજ્ય (૧૩) સાતિઅવિશ્વાસનું કારણ (૧૪) ઉછન્ન- સ્વદોષ અને પર ગુણ આચ્છાદક (૧૫) ઉસ્કૂલ– સન્માર્ગથી પાડનારા (૧૬) આર્ત (૧૭) અભ્યાખ્યાન (૧૮) કિલ્વેિષ (૧૯) વલય-ચક્કરદાર, ગોલમાલ (૨૦) ગહન (૨૧) મન્મન–અસ્પષ્ટ (રર) નૂમ– ઢાંકનારા (૨૩) નિયડિ–છૂપાવનારા (૨૪) અપ્રત્યય (૨૫) અસમય (ર૬) જૂઠી પ્રતિજ્ઞાનું કારણ (ર૭) વિપક્ષ (૨૮) અપધીક–નિંદિત બુદ્ધિથી ઉત્પન્ન (ર૯) ઉપધિ અશુદ્ધ-માયાચારથી અશુદ્ધ (૩૦) અપલોપ–વાસ્તવિક સ્વરૂપનો લોપક. આ નામોથી અસત્યના અનેક રૂપે પ્રગટ થાય છે. ખોટું બોલવાવાળાઃ- (૧) પાપી, સંયમવિહીન, અવિરત, કપટ, કુટિલ, કટુક, અસ્થિર ચિત્તવાળા, ક્રોધ, લોભ, હાસ્ય, ભયને આધીન બનેલા, વ્યાપારી, જુગારી, વ્યસની, શિલ્પી,ચોર, ચાડીખોર, કારીગર, ઠગ, ધૂર્ત, ડા, રાજકર્મચારી, સાહૂકાર, ઋણિ, અવિચારક, બુદ્ધિમાન, મૂર્ખ, ખોટીમતિ, કુલિંગી, નિરંકુશ, જેમ તેમ બોલનારા, આ લોકો બધા અસત્ય બોલનારા છે. (૨) નાસ્તિકવાદી–શૂન્યવાદી, પંચસ્કંધવાદી, બૌદ્ધ, મનજીવવાદી, વાયુજીવવાદી, ઈડાથી સંસારની ઉત્પત્તિ માનનારા, અસદ્ભાવવાદી, ઈશ્વર કતૃત્વવાદી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy