SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત પ્રકારના મણિરત્ન તેમજ મણિરત્નોના પાત્ર, વૈક્રિય લબ્ધિ સંપન્ન અપ્સરાઓ (દેવીઓ) આદિ તેના સ્વામીત્વમાં હોય છે. ૧૬૮ (૨) ચૈત્યસ્તૂપ, માણવક સ્થંભ, ગ્રામ, નગર, બગીચા, જંગલ, દેવાલય, સરોવર, વાવડી, પરબ તેમજ વસ્તી આદિ સ્થાનોનો આ દેવ મમત્વપૂર્વક સ્વીકાર કરે છે. (૩) અત્યંત વિપુલ લોભમાં ગ્રસિત આ દેવોમાંથી કોઈ દેવ તિરછાલોકના વર્ષધર(વિશાળ) ક્ષેત્ર, દ્વીપ, સમુદ્ર, નદી, પર્વત, ઇક્ષુકાર, ધિમુખ, શૈલ, ફૂટ આદિમાં રહે છે. આ પ્રકારના દેવ ઉપર કહેલ મહાન ઋદ્ધિના સ્વામી, વૈક્રિય લબ્ધિ તેમજ દેવાંગનાઓ યુક્ત થઈને વિપુલ ઐશ્વર્યનો અનુભવ ભોગ—ઉપભોગ અસંખ્યવર્ષો સુધી કરવા છતાં તૃપ્ત (સંતોષ) થતા નથી અને અતૃપ્ત અવસ્થામાં જ ત્યાંથી મરીને અન્ય ગતિમાં ચાલ્યા જાય છે. પરિગ્રહની લાલસામાં દેવગણને પણ સંતોષ હોતો નથી, તો મનુષ્યોને અથવા અન્ય પ્રાણીઓનું તો કહેવું જ શું ? (૪) અકર્મભૂમિમાં રહેનારા યુગલિક મનુષ્ય અને કર્મભૂમિમાં રહેનારા ચક્રવર્તી બલદેવ, વાસુદેવ, માંડલિક રાજા, સામાન્ય રાજા, રાજ્યકર્મચારી, મંત્રી, રાજકુમાર, શેઠ, શાહુકાર, સેનાપતિ, પુરોહિત સાર્થવાહ આદિ મહાન ઋદ્ધિ સંપત્તિથી તેમજ મનોજ્ઞ ભોગોપભોગની સામગ્રીથી સંપન્ન હોય છે. મનોહર મનોજ્ઞ લલનાઓ સ્ત્રીઓ તેમજ પુત્ર પરિવારથી સંપન્ન હોય છે. તેને પણ ધન-ધાન્ય, પશુ, ભંડાર, વ્યાપાર, મકાન, જમીન, જાયદાદ, આભૂષણ, વસ્ત્ર, હીરા, પન્ના, માણેક, મોતી, સોના, ચાંદી, ઝવેરાત, યાન, વાહન, રથ, પાલખી, આદિ સુખ સામગ્રી અને ભોગ સામગ્રી હોય છે. દાસ, દાસી, નોકર આદિ જેમની સેવામાં હાજર રહે છે. તે પણ મહાપરિગ્રહના સ્વામી, મમત્વ, લોભ, લાલસાની અગ્નિ શાંત ન થવાથી અંતમાં અતૃપ્તપણામાં જ મરી જાય છે. અર્થાત્ તેઓ પણ વિશાલ પરિગ્રહ, સુખ, ભોગથી સંતુષ્ટ તૃપ્ત થતાં નથી, તો પછી સામાન્ય પ્રાણીઓને માટે શું કહેવું ! (૫) બીજા પણ અનેક સામાન્ય મનુષ્ય, તિર્યંચ પોતપોતાને મળેલ પરિગ્રહ, ધન, સંપત્તિ, કુટુંબ, પરિવાર-સ્ત્રી-પુત્ર સુખ-ભોગ સામગ્રીમાં, ખાવા-પીવામાં, વસ્ત્ર, ઉપકરણ, મકાન, દુકાન આદિમાં તથા જીવનના જે કોઈપણ સાધન અને આ શરીરમાં મુર્છાભાવ રાખે છે, નહિ પ્રાપ્ત થયેલ વસ્તુની સદા કામના ઇચ્છા તેને હોય છે, તે પણ લાલસાની લાય શાંત ન થવાથી મહાપરિગ્રહી કહેવાય છે અને અતૃપ્ત અસંતુષ્ટ જ મરી જાય છે. (૬) બીજા પણ કેટલાક લોકો પરિગ્રહ—સંગ્રહને માટે કેટલાય પ્રકારની (૪) વિદ્યાઓ (૭૨) કલાઓ શીખે છે; અસિ-મસિ-કૃષિ કર્મ કરે છે, વિવિધ વ્યાપારવાણિજ્ય, ખેતી, કારખાના આદિ સેંકડો ઉપાય કરીને ધન સંગ્રહને માટે જીવન પર્યંત અહીં-તહીં ભટકતા રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy