SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્ર: દશવૈકાલિક સૂત્રનો સારાંશ (૮) મુનિ ક્લેશ-કદાગ્રહથી દૂર રહે. (૯) મુનિ અનેક કઠણ તપસ્યાઓ અને ભયાનક પ્રતિમાઓને ધારણ કરે અને શરીરની આકાંક્ષા-મમત્વ છોડી દે. (૧૦) મુનિ આક્રોશ, પ્રહાર, તર્જનાઓને સહન કરી સુખ, દુઃખમાં સમાન રહે. સહનશીલતામાં પૃથ્વી સમાન બને. (૧૧) મુનિ જન્મ-મરણના મહાન ભયને જાણી તેનાથી પોતાના આત્માનો ઉદ્ધાર કિરવા શ્રમણ્યમાં તથા તપમાં લીન રહે. (૧૨) મુનિ હાથ, પગ, કાયા, ઇન્દ્રિયોને પૂર્ણ સંયમમાં રાખે તેમજ પોતાના સૂત્રાર્થ જ્ઞાનની વૃદ્ધિ કરે. (૧૩) મુનિ ઉપકરણો પર મૂછભાવ-મોહભાવ ન રાખે, શરીરનું મમત્વ છોડી અજ્ઞાત ભિક્ષા લે, અલ્પ તેમજ સામાન્ય આહાર કરે, ક્રય-વિક્રયથી કે સંગ્રહથી દૂર રહે, તેમજ ગૃહસ્થ સંસર્ગ, આસક્તિથી પણ મુક્ત રહે. (૧૪) મુનિ લોલુપી અને સમૃદ્ધ નબને, દોષોનું સેવન ન કરે અને ઋદ્ધિ, સત્કાર, પૂજા ઇચ્છે નહિ. (૧૫) મુનિ બીજાને આ કુશીલ છે, વગેરે; ન કહે અને એવું પણ ન કહે કે જેનાથી બીજાને ગુસ્સો આવે. “પ્રત્યેક વ્યક્તિના પુણ્ય, પાપ, પુરુષાર્થ ભિન્ન-ભિન્ન હોય છે તેવું ચિંતન કરી સમભાવ, મધ્યસ્થ ભાવ, કરુણા ભાવ રાખે, પરનિંદા તેમજ સ્વપ્રશંસા ન કરે. (૧૬) મુનિએ પોતાની જાતિ, રૂપ, લાભ, જ્ઞાન વગેરે બધા જ પ્રકારના મદનો ત્યાગ કરવો તેમજ ધર્મધ્યાનમાં સદા લીન રહેવું. (૧૭) મુનિએ સંયમ ધારણ કરી કુશીલનો ત્યાગ કરવો, પોતે સંયમ ધર્મમાં લીન રહેવું, બીજાને સ્થિર કરવા, હાસ્ય, કુતૂહલનો ત્યાગ કરવો. (૧૮) આ પ્રકારે મુનિ નિત્ય આત્મ હિતમાં સ્થિર થઈ, અનિત્ય અને અપવિત્ર દેહની દેહાધીનતા છોડી દેહાતીત બની, જન્મ મરણથી મુક્ત થઈ જાય છે. ' પ્રથમ ચૂલિકાનો સારાંશ આચાર તેમજ વિનય સંબંધી વિષયનાં વર્ણનને દશ અધ્યયનમાં કહ્યા બાદ બાકીના વિષયને બે ચૂલિકા દ્વારા કહેવામાં આવ્યા છે. (૧) સંયમથી ચિત્ત ચલિત થઈ જાય અર્થાત્ કષ્ટો સહેવામાં કે બ્રહ્મચર્ય પાલનમાં ચિત્ત થાકી જાય અને ફરી ગૃહસ્થ જીવન સ્વીકાર કરવાનો વિચાર ઉત્પન્ન થઈ જાય તો તે વિચારોને નિયંત્રિત કરવા માટે કે અંકુશમાં રાખવા માટે “રતિ વાક્ય” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy