SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્ર: પરિશિષ્ટ વિભાગ: ગોચરી નિયમ ૧૯૫ પરિશિષ્ટ-ર: જૈન શ્રમણોની ગોચરી અને શ્રાવકાચાર Eારાષasanwasiliar with પ્રસ્તાવના : સંયમ જીવનમાં શુદ્ધ આહાર વગેરેની ગવેષણાનું(તપાસવાનું) અતિ મહત્ત્વ છે. તેમજ શ્રમણોપાસક(શ્રાવક) જીવનમાં પણ મોક્ષસાધક નિગ્રંથ મુનિઓને વહોરાવવાનું(સુપાત્રદાનનું) વિશિષ્ટ મહત્ત્વ છે. શ્રી સ્થાનાંગ સૂત્ર સ્થાન–૪ અનુસાર નિર્દોષ આહારની તપાસમાં દત્તચિત્ત શ્રમણ(સાધુ) અલભ્ય, અતિશય જ્ઞાન પ્રાપ્ત કરે છે. શ્રી ભગવતી સૂત્ર અનુસાર નિર્દોષ આહારની તપાસ(ગવેષણા) કરનાર શ્રમણોને હિંસા, જૂઠ રહિત નિર્દોષ સુપાત્રદાન આપનાર શ્રમણોપાસક, શ્રમણની સંયમ સમાધિની પ્રાપ્તિ કરે છે. તાત્પર્ય એ છે કે સુપાત્રદાન આપનાર દાતા(શ્રાવક) સંયમની અનુમોદના અને સંયમના લાભને પ્રાપ્ત કરનાર થાય છે. વિશેષ – ભગવતી સૂત્રશતક-૩, ઉદ્દેશક-અનુસાર નિર્દોષ આહારની તપાસ કરનાર(ગવેષક) સાધુ માટે સાવધ હિંસાયુક્ત આચરણ કરી, જૂઠનો પ્રયોગ કરી, સદોષ આહાર આપનાર અલ્પ શુભાયુ પ્રાપ્ત કરે છે. (૨) ત્યાં જ હિંસા જૂઠ રહિત નિર્દોષ સુપાત્રદાન આપનાર શુભ દીર્ધાયુ બંધ કરે છે. (૩) નિગ્રંથ શ્રમણોને અનાદર, અસન્માન ભાવથી અવહેલના, નિંદા કે ટીકા કરી અમનોજ્ઞ ભિક્ષા આપનાર અશુભ દીર્ધાયુ બંધ કરે છે. સાર:- (૧) નિર્દોષ આહાર-પાણીની તપાસ કરનાર શ્રમણોને આદરભાવથી આગમોક્ત દોષોથી રહિત તેના શરીર અને સંયમોચિત ભિક્ષા પ્રદાન કરવાથી શ્રમણોપાસકને બારમા વ્રતની આરાધના થાય છે. તેમજ તેનું શ્રાવકજીવન યશસ્વી બને છે. (૨) તે ઉપરાંત વિશેષ પ્રસંગને કારણે પરિસ્થિતિવશ શ્રમણ નિગ્રંથનો ઔષધ ઉપચાર કરવામાં આવે કે સેવા ભાવથી, જૂઠ-કપટ રહિતપણે, સંયમનિયમથી અતિરિક્ત વ્યવહાર કરવામાં આવે તો તેનું પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધિ કરવી આવશ્યક હોય છે. તે પણ શ્રાવક ધર્મને યોગ્ય આચાર કહેવાય છે. શ્રમણાચાર અને શ્રાવકાચારની આરાધના યથા યોગ્ય થાય તે હેતુથી આ પ્રકરણનું સંકલન આગમ અને ગ્રંથોથી કરવામાં આવ્યું છે. તેથી દરેક સાધક પોતાની પ્રવૃત્તિનેજિનાજ્ઞા અનુસાર બનાવી નિર્જરા લાભ પ્રાપ્ત કરે તેવી શુભભાવના. ગોચરી સંબંધી : દોષ-નિયમ, - એષણા સમિતિના ૪ર દોષ પ્રસિદ્ધ છે, તે માટે પિંડ નિર્યુક્તિની ગાથાઓ આ પ્રમાણે છે– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy