SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્ર: ઠાણાંગ સારાંશ સૂત્ર છે, તેને ભોગવવા જ પડશે. તે પુરુષ તો નિમિત્ત માત્ર છે. ૪. જો હું સાધુ થઈને જ પરીષહ સહન નહી કરું તો એકાંત પાપકર્મોનું ઉપાર્જન થશે. પરીષહ સહન કરી લેવાથી મારા કર્મોની મહાનિર્જરા થશે, અંતે તો મને જ એકાંતે લાભ થશે. ૫. મારા સહન કરવાના ઉદાહરણને આદર્શ રૂપ રાખી બીજા સાધુ પણ નિર્જરા લાભ પ્રાપ્ત કરશે. (૧૪) કેવળીના જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ અને વીર્ય તેમ પાંચ અણુત્તર હોય છે. બીજો ઉદ્દેશક (૧) સાધુ પાંચ કારણથી નૌકા વગેરે દ્વારા ગંગા નદી જેવી મોટી નદીઓ પાર કરી શકે છે– ૧. કોઈ પણ પ્રકારનો ભય હોય. ૨. દુર્ભિક્ષ હોય. ૩. કોઈ પાણીમાં ફેંકી દે. ૪. પૂર આવવાથી ૫. અનાર્યોનો ઉપદ્રવ થવાથી. ૧૦૫ (૨) ચાર્તુમાસમાં પણ વિહાર કરવાના દસ કારણો– પાંચ ઉપર મુજબ ૬-૮. જ્ઞાન-દર્શન-ચારિત્ર માટે. ૯. આચાર્યના કાળ કરી જવાથી. ૧૦. વૈયાવચ્ચ માટે. (૩) જરૂરી કાર્ય કે પરિસ્થિતિમાં ભિક્ષુ રાજાના અંતઃપુરમાં જઈ શકે છે. (૪) મૈથુન સેવન કર્યા વિના ગર્ભ ધારણના પાંચ કારણો છે— ૧. શુક્ર પુદ્ગલ પ્રક્ષિપ્ત હોય તે સ્થાન ઉપર અવિધિએ બેસવાથી. ૨. શુક્ર યુક્ત વસ્ત્ર યોનીમાં દાખલ થવાથી. ૩. જાતે જ કોઈ સ્ત્રી શુક્ર પુદ્ગલને યોનિમાં દાખલ કરી દે. ૪. બીજી કોઈ વ્યક્તિ દાખલ કરાવી દે. ૫. નદીમાં સ્નાન કરતી વખતે કોઈ શુક્ર પુદ્ગલ યોનીમાં દાખલ થઈ જાય. (૫) મૈથુન સેવન કરવા છતાં પણ ગર્ભ ધારણ નહીં થવાના કારણો ઃ ૧. અપ્રાપ્ત યૌવન ૨. અતિક્રાંત યૌવન ૩. વાંઝણી સ્ત્રી ૪. રોગથી પીડિત ૫. શોક આદિથી ઘેરાયેલ ૬. સદા ઋતુતિ રહેનાર ૭. ઋતુતિ ન થનાર ૮. નષ્ટ ગર્ભાશયવાળી ૯. અનંગક્રીડા કરનાર સ્ત્રી ૧૦. ક્ષીણ શક્તિ ગર્ભાશયવાળી ૧૧. દેવતા વગેરેના શ્રાપવાળી. (૬) મકાનના અભાવથી, દેવ, મનુષ્ય, તિર્યંચ સંબંધી ભયના કારણથી કયારેક સાધુ-સાધ્વી એક જ મકાનમાં એક-બે દિવસ માટે રહી શકે છે. Jain Education International (૭) નગ્ન કે સવસ્ત્ર પાગલ, યક્ષાવિષ્ટ કે બાળક સાધુને; કારણવશ સાધ્વી પોતાની પાસે રાખી શકે છે, તેમજ તેવી સાધ્વીને સાધુ પણ પોતાની પાસે રાખી શકે છે. (૮) મિથ્યાત્વાદિ પાંચ આશ્રવ અને સમકિત વગેરે પાંચ સંવર છે. ક્રિયાઓ ૨૫ છે. ૧. પ્રયોગ ક્રિયા ૨. સામુદાન ક્રિયા ૩. ઇરિયાવહી ક્રિયા અને બાકીની રર ક્રિયા બીજા સ્થાનમાં જોઈ લેવી. (૯) પાંચ વ્યવહારોનો યોગ્ય ક્રમથી અને અનાગ્રહ ભાવથી ઉપયોગ કરવો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy