SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્ર : પરિશિષ્ટ વિભાગ ઃ ધર્મના પ્રાણ અઠ્ઠમ અને પંચોલાનો વરસીતપ કરે છે તો કોઈ મહિનાઓ સુધી નિરંતર નિરાહાર રહે છે. કોઈ સાધુ શ્રાવક સંલેખના સંથારા યુક્ત પંડિત મરણ પ્રાપ્ત કરે છે. તેઓનો બે ત્રણ માસ સુધી પણ સંથારો ચાલે છે. આ ચોથો તપ પ્રાણ કેટલો જાગૃત છે, તે જુઓ. ર૪૩ જૈન ધર્મ જીવંત હોવાની કસોટી કરવાનું આ શ્રેષ્ઠ દર્પણ આપી દીધું છે, પરંતુ જન સંખ્યાની દૃષ્ટિએ જૈનધર્મનો બહુમત દુનિયામાં તીર્થંકરોના સમયે પણ ન હતો. અનેકતા, એકતા અને અધિકતા આ જૈનધર્મના પ્રમાણની સાચી કસોટી નથી. તીર્થંકર ભગવાન મહાવીરના જીવન સમયમાં બે તીર્થંકર અને તેના શ્રાવક સમાજનું અસ્તિત્વ અને વાતાવરણ દુનિયાની સામે હતું. સેંકડો લબ્ધિધારી અને સ્વયં ભગવાન અતિશયવાન હતા. સેંકડો હજારો દેવ પણ આવતા હતા, તોપણ અનેકતા ન અટકી. જમાલીએ પોતે છદ્મસ્થ હોવા છતાં પણ ભગવાનની સામે કેવળી હોવાનો સ્વાંગ સજીને અલગ પંથ ચલાવ્યો. ભગવાનના જીવન કાળમાં ધર્મની અનેકતામાં પણ ધર્મ જીવિત હતો, મોક્ષ ચાલુ હતો. તો પછી હવે બે હજાર વર્ષના ભસ્મગ્રહના પ્રભાવ બાદ હુંડા અવસર્પિણી કાલ પ્રભાવમાં અને વિશિષ્ટ જ્ઞાનીઓ કે લબ્ધિઓના અભાવમાં, અનેકરૂપતા ધર્મના જીવંત હોવામાં શા માટે શંકા ઉત્પન્ન કરે છે? ન તીર્થંકરોના સત્તા કાળમાં પણ આખાયે વિશ્વને જૈનધર્મ વિષે ભણાવવું, સંભળાવવું, મનાવવું કોઈ ઇન્દ્રના હાથમાં પણ ન હતું. સ્વયં ભગવાન મહાવીરના પ્રમુખ શ્રાવકના ઘરે પણ માંસાહાર થઈજવો અસંભવ ન હતો. તો પણ ભગવાન અને ભગવાનના ધર્મના પ્રાણમાં શંકા કરવામાં આવતી ન હતી. ભગવાનના સમવસરણમાં નિરપરાધી ભિક્ષુઓને એક અન્યાયી દુષ્ટાત્મા બાળીને ભસ્મીભૂત કરી દે અથવા અન્યત્ર સેંકડો સાધુઓને કોઈ ઘાણીમાં પીલી દે, કૃષ્ણની રાજધાનીનો એક વ્યક્તિ તેના ભાઈ સાધુના પ્રાણ સમાપ્ત કરી દે તો પણ ધર્મ જીવંત હોવામાં શંકા કરવામાં આવતી ન હતી. તો આજે ધણી વગરના પણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપરૂપ પ્રાણની આ ઉન્નત દશામાં ધર્મના જીવંત હોવામાં કેમ શંકા થાય? એકતા થવી એ સારું છે. બધા ઇચ્છે છે; છતાંય એ તીર્થંકરોના પણ હાથની વાત નથી. એકતા થવી સોનામાં સુગંધની ઉક્તિને ચરિતાર્થ કરવા બરોબર છે પરંતુ ન હોય તો સોનાને પિત્તળ કહેવાનું દુસ્સાહસ તો કરી શકાતું નથી. સંપૂર્ણ દેશમાં રજા પળાવવામાં જ ધર્મને જીવંત માનવા કરતાં તો સંવત્સરી અને મહાવીર જયંતીના દિવસે સંપૂર્ણ જૈન સમાજ પોતાના વ્યાપાર કાર્ય ન કરે. જૈનના બચ્ચા-બચ્ચા તે દિવસે સામાયિક કર્યા વગર ન જમે અથવા દયા, પૌષધ, પાપ ત્યાગ આદિ ધર્માનુષ્ઠાન કરે. કુવ્યસન, મનોરંજન આદિનો તે દિવસે પૂર્ણરૂપે ત્યાગ કરે તો તેને માટે તો રજા થઈ જ જશે. ધર્મારાધનામાં, ધર્મના પ્રાણમાં સરકારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy